________________
આ સ્ત્રીને મેળવનાર રાજાઓને પણ રાજા થાય છે. સમતાવાન જીવ પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટાવી શકે છે તેથી તીર્થકર કે કેળજ્ઞાની થઈ શકે છે જ્ઞાન, પરાકમ, સત્ય, શક્તિ, ઐશ્વર્ય વિગેરે રત્ન જેવા કિંમતિ ગુણોના પણ આ સમાજ આધારભૂત ગણાય છે. આ સમતામાં સર્વ ગુણનો સમાવેશ થતું હોવાથી મહાત્માઓનાં મન પણ તે કુમારી પિતા તરફ ખેંચવાને સમર્થ છે.
જે મનુષ્યની આ કન્યા તરફ લાગણી ખેંચાય છે તેનું નસીબ બદલાઈ જાય છે અને તે પુરુષ કન્યાના જે ગુણવાન બને છે. ગુણોને લઈને આ કન્યા સર્વને હાલી લાગે છે. કુમારના મિત્ર કોને આ કન્યા સાથે બનતું નથી. સ્વભાવિકજ પરસ્પર શત્રુભાવતે બન્નેને છે, ક્રોધ આ કન્યાથી ડરે છે. તેને દેખતાં જ તે દૂર દૂર ભાગતો ફરે છે. ક્ષમા બરફના જેવી ઠંડી છે ત્યારે આ વિશ્વાનર અગ્નિના જે ઉષ્ણ છે. કુમાર આ ભાગ્યશાળી કન્યાને પરણે તે તેના પાપી મિત્ર સાથેની મિત્રતા છુટી જશે.
ઉપર જણાવ્યા પ્રમાણે નિમિતિઓના કહેવાનો આશય ચતુર વિદુર સમજી ગયે. તે વિચારવા લાગ્યું કે “ચિત્તની સુંદરતામાંથી શુભ પરિણામ પ્રગટે છે તે શુભ પરિણામ રાજા અને તે શુભ પરિણામ જે સ્થિરતા તે નિપ્રકંપતારાણી. તે બનેમાંથી ક્ષમા પ્રગટે છે તે ક્ષમા આ નંદિવર્ધન કુમારમાં જે ક્રોધની ઉત્કટતા છે તેને દૂર કરી શકે. ક્રોધને દૂર કરવાને બીજે કઈ ઉપાય નથી.”