________________
૨૫
પીડા કરતા નથી. તે નગર સર્વ ગુણોના સ્થાન રૂપ છે. કેમકે ત્યાંના લેકે ઉદાર, ગંભીર, ધીર અને ઉદ્યોગી છે, તે નગર કલ્યાણ પરંપરાનું કારણ છે, કેમકે ત્યાંના લેકે ઉત્તરેત્તર વિશેષ સુખ પ્રાપ્ત થાય તેવાં સાધનોને સંગ્રહ કરે છે. મંદભાગ્યવાળા જીવેને તે નગરની પ્રાપ્તિ દુર્લભ છે, કેમકે તેમાં બધા પુન્યશાળી જ વસેલા છે.
તે નગરમાં શુભ પરિણુમ રાજા રાજ્ય કરે છે. આ રાજા સર્વ લેકોનું હિત કરનાર છે, કેમકે ત્યાંના લેકેના ચિત્તમાં ઉત્પન્ન થતા બધા સંતાપને રાજા શાંત કરે છે અને સારી ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે. તે રાજા દુષ્ટોને દાબી દે છે અને સજ્જનેનું પાલન કરે છે. રાગ, દ્વેષ, મેહ, કેપ, લેભ, ઈર્ષા, કામ, શેક આ દુઃખ આપનાર ભાવેને જડમૂળથી ઉખેડી નાખે છે અને જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ, દાન, સજ્જનતા વિગેરે ગુણોનું પિષણ કરે છે, તેમજ બુદ્ધિ, ધીરજ, સંવેગ, સમતાદિ રત્નના ભરેલા ભંડારવાળે છે. દાન, શીયળ તપ, ભાવ આદિ ચતુરંગ સેના ધારણ કરે છે.
તે રાજાને નિષ્પકંપતા નામની પટ્ટરાણી છે. તે શુભ પરિણામ રાજાની સેવામાં મેરૂની માફક સ્થિર-નિશ્ચળ છે. તેના વિચારોની દઢતા કોઈપણ પ્રકારે ફરે નહિ તેવી મક્કમ છે. તે મહારાણી અને શુભ પરિણમ રાજાથી ક્ષાન્તિ નામની એક પુત્રી ઉત્પન્ન થયેલી છે. તે પુત્રી બહુ જ સુંદર છે. આશ્ચર્યની ભૂમિકા છે. ગુણ રત્નની પેટી છે.