________________
૨૩
કુમારનેા કળા સંબંધી અભ્યાસ પૂછ્યા. કળાચાયે જણાવ્યું. કુમારકળામાં પ્રવીણ થયા છે. રાજા બહુ ખુશી થયેા અને આ બધા પ્રતાપ કળાચાયના છે એમ કહી તેની સ્તુતિ કરી, એટલે કલાચાયે જણાવ્યું. મહારાજા ! એ સર્વપ્રતાપ આપના છે. રાજાએ કહ્યું, વિવેક કરવાની જરૂર નથી. કળાચાર્યે કહ્યું, જો એમજ છે તે મારે આપને ઠગવા ન જોઈ એ, પણ ખરી વાત કહેવા પહેલાં મારે આપની ક્ષમા માગવી જોઇએ. રાજાએ કહ્યુ` ભાઈ! ક્ષમાની જરૂર ખરી વાત કહેવામાં હેાય જ નહિ'. ત્યારે મહારાજા ! સાંભળેા. નવિન કુમાર કળાગ્રહણ કરવાને લાયક છે છતાં તેને વૈશ્વાનર ક્રાયના જે સહવાસ થયા છે. તે તેના જીવનને કલંક રૂપ છે. તેને લઈને તેની સર્વાં કળા નિષ્ફળ જેવી થઈ છે. તે તેના દુશ્મન છે છતાં મિત્રરૂપગણી ઘડીપણ તેને છેડતા નથી. કુમારનું શાંતિમય જીવન તેણે નાશ કર્યું છે.
આ હકીક્ત સાંભળી રાજાને બહુ દુઃખ થયું. રાજા મૂર્છા ખાઈ જમીન ઉપર પડયા. વિદુરે પવનાદિ પ્રયાગથી જાગૃત કર્યાં. રાજાએ તે ઉપચાર બંધ કરાવી કુમારને મેલાવીલાવવાની આજ્ઞા આપી કે તે આવવાથી પાપી મિત્રની સબતને ત્યાગ કરવાની શીખામણ આપું. વિદુરે જણાવ્યું. પ્રભુ ! આપ પાપી મિત્રની સેાબત છેડાવવા માંગેા છે પણ લાંબા વખતના પરિચયથી મેં જાણી લીધું છે કે, વૈશ્વાનર તેના જીવજાન મિત્ર થઈ ગયા છે, તેની સેાપત છેડાવવાને કેાઈ સમર્થ નથી તેના વિના કુમાર ઘડીભર પણ રહી શકે