________________
તેની સાથે કિડા કરતાં તે મોટો થયો ઉમરમાં મોટા અને વધારે પરાક્રમવાળા છેકરાઓ પણ આ ક્રોધી સ્વભાવથી ડરવા લાગ્યા, પણ નંદિવર્ધન તે એમજ માનવા લાગ્યું કે આ લેકે ડરે છે તેનું કારણ મારો મિત્ર ક્રોધ જ છે. પણ તેનું ખરું કારણ તો તેની સાથે ગુપ્તપણે રહેલે પુદય જ હતા, તેની તેને ખબર ન હતી.
આઠ વર્ષની ઉમરે પદ્મ રાજાએ સારા મુહૂર્ત આદર પૂર્વક ભણવા માટે કળાચાર્યને સેં. કળાગ્રહણ કરવાનાં સાધને, પિતાજીને પ્રબળ ઉત્સાહ, કળાચાર્યની લાગણી, નિશ્ચિતપણું અને પુદય આ સર્વ સાધને તથા ભવિતવ્યતાની અનુકૂળતાને લઈને થોડા વખતમાં તે સર્વ કળામાં લગભગ પારગામી થયે.
આ અભ્યાસના પ્રસંગમાં પણ વૈશ્વાનર આંતરે આંતરે તેને ભેટી જતા હતા. આ ક્રોધ આવતો ત્યારે કળાચાર્યને ઉપદેશ ભૂલાતો હતો. શરીર પરસેવાથી ભીંજાતું હતું, આંખો લાલ થતી. ભ્રકુટી ચડાવીને બાળક સાથે કજીયા કરતે, હાથમાં કઈ લાકડી પ્રમુખ આવે તે તે પણ લગાવી દેત; છોકરાએ ત્રાસ પામી અનુકુળ બેલતા, ખુશામત કરતા અને તેને પગે પડતા છતાં તેના ભયથી કલાચાર્યને આ હકકીત કહી શકતા ન હતા. કળાચાર્યે તેની આવી પ્રવૃત્તિ ગુપ્તપણે જાણી છતાં છોકરાંઓની સ્થીતિ જે થતી હતી તેવી કદાચ પિતાની થાય તેમ જાણી તે કાંઈ કહેતા નહિ. કદાચ કહે છે તે તેના સામે થઈ જતે. ધીમે ધીમે