________________
૧૯
પ્રકરણ બીજું.
ઉન્નતિમાં વિન. હાથીના ભાવમાં સંસારી છે જે મધ્યસ્થ ભાવ રાખી, પોતાની ફરજ ન બજાવવા માટે પશ્ચાત્તાપ કર્યો હતે અને સમભાવે વેદના સહન કરી હતી, તેનાથી મનુષ્ય જન્મનું આયુષ્ય બાંધ્યું. પુદય સાથે હોવાથી આ ભરતક્ષેત્રમાં આવેલા જયસ્થળ નગરના પદ્મ રાજાની નંદા નામની રાણીના ઉદરમાં આવી પૂર્ણ માસે પુત્રપણે જન્મ પામ્યું. રાજાએ સહર્ષ મહત્સવ કરવા પૂર્વક નંદિવર્ધન નામ આપ્યું. ધાવમાતાથી લાલન પાલન કરાવે તે અનુક્રમે વૃદ્ધિ પામ્યા.
અસંવ્યવહાર સ્થાનથી સંસારીજીવ આગળ વધવા માંડે, ત્યારથી બાહ્ય અને આંતર્ એમ બે પ્રકારનાં કુટુંબને પરિવાર તેની સંગાથે થયે. અંતરંગ પરિવારમાં અવિક્તિા મુખ્ય હતી. પશુ જીવનમાંથી મનુષ્ય જીવનમાં આવતાં પૂર્વના સંસ્કારવાળી અવિવેકિતા હોય છે. અવિવેકિતામાંથી ક્રોધનો જન્મ થાય છે. નંદિવર્ધનના જન્મ થવાની સાથે અવિવેકતા અને ક્રોધ તેનાં સહચારી થયાં. આ ફોધ કે જેનું બીજું નામ વેશ્વાનર છે. તેનું સ્વરૂપ એવું છે કે વૈર, કલેશ, ચેરી, દ્વેષ, અશાંતિ, ચાડીયાપણું. અન્યના મર્મ ઉઘાડવા, હૃદયેદાહ, ગૃહસ્થને ન છાજે તેવું બેલવું, ક્રોધી પ્રકૃતિ, કેઈનું બોલેલું સહન ન કરવાપણું, કુરસ્વભાવ, રૌદ્ર પરિણામ, અગ્ય આચરણ, અન્યને પીડા