________________
૨૦
ઉત્પન્ન કરવી. ઇત્યાદિ પ્રકૃતિવાળો સ્વભાવ હોવાથી તે આત્મવિકાશમાં વિનરૂપ છે, છતાં સત્તાગત અજ્ઞાન તથા પ્રબળ મેહ રહેલા હેવાથી નંદિવર્ધનને તે સ્વભાવ અનુકુળ લાગે. પરમાર્થથી એ શત્રુની માફક અહિતકારી છે છતાં અજ્ઞાનતાને લીધે જીવ તેને હિતકારી માને છે.
જેમ જેમ કોને આવિર્ભાવ થતો ગયો તેમ તેમ તેની સાથે આવેલ પુદય નારાજ થવા લાગે. પુદયને વિચાર થયો કે પરમાર્થથી દુશ્મન જેવા આ વૈશ્વાનરની સાથે નંદિવર્ધન કેમ મિત્રાઈ કરે છે? અથવા ખરી વાત છે કે અજ્ઞાની–મૂર્ખ પ્રાણીઓ પાપ મિત્રના સ્વરૂપને જાણતા નથી, તેનું ભાવી પરિણામ સમજતા નથી, તેને ઉપદેશ આપનારનું કહેવું તે માનતા નથી, સખત માર પડયા વિના આવા છો પાછા વળતા નથી. હું તેને શીખામણ આપીશ તો તે માનશે નહિં ભવિતવ્યતાએ મને તેની સાથે રહેવાની આજ્ઞા કરી છે, હાથીના ભવમાં તેણે સમતા રાખી મધ્યસ્થ ભાવે રહેતાં પિતા તરફ મને ખેંચેલ છે. હાલ તે ખરાબ મિત્રની સોબતમાં પડે છે છતાં મારે તેને તજી દે
ગ્ય નથી, એમ વિચારી અંદરખાને ગુસ્સે થવા છતાં નંદિવર્ધનની નજીક તે રહેવા લાગ્યા. મતલબકે પુદયને લીધે તેના ક્રોધી સ્વભાવ માટે લોકોને તેના તરફ વિશેષ અભાવ થયે નહિ. - આ વૈશ્વાનર સિવાય બહિરંગ તેને ઘણા મિત્રો હતા. ૧ બહારના વ્યવહારને લગતા રાજકુમારાદિ,