________________
કૃતHપણે પિતાને બચાવ કરવા ખાતર જેઓ નાશી છુટે છે, તેના આવા હવાલ થવા જ જોઈએ. કેવી મારી નિર્લજજતા ! હવે તે કર્યા કર્મ ભેગવવાં જ. ખેદ કરવાથી શે લાભ છે? આવી ભાવના વાળા વિચારોથી મનમાં મધ્યસ્થતા પ્રાપ્ત થઈ હાથીને જરા શાંતિવળી, તે વેદના સહન કરતાં સાત રાત્રી પસાર કરી.
સંસારી જીવન આ કર્તવ્યથી ભવિતવ્યતા પ્રસન્ન થઈ, કર્મ પરિણામ રાજા ખુશી થયે. ભવિતવ્યતા જીવને કહે છે કે નાથ ! તમને સાબાસી આપું છું. ધન્ય છે તમને ! તમે આવા સારા અધ્યયસાય આજે કર્યા છે તેથી, તથા ઘણું દુઃખ સહન કર્યું છે, બીજાને દેષ ન કાઢતાં તમે તમારી ભૂલ સમજ્યા અને સમભાવે દુઃખ સહન કર્યું, તેથી આ પુદય નામને સુંદર પુરૂષ તમને આજથી મદદમાં સપું છું, તમારે તેની સાથે જવું, તે તમને અનેક પ્રકારે મદદગાર થશે. ગુપ્ત રીતે તે તમારી સાથે રહેશે, જરૂર પડતાં તે પ્રગટ થશે અને એક વહાલાભાઈ કે ઈષ્ટ મિત્રની માફક તમને સહાયક થશે. - આશય એ છે કે જીવ જ્યારે પિતાની ભૂલ જોવે છે, ભૂલને પશ્ચાત્તાપ કરે છે, બીજાને વાંક ન કાઢતાં, પિતાની ભૂલ સમજી સમભાવે ભૂલનાં પરિણામને સહન કરે છે ત્યારે તે ઘણું પુન્ય ઉપાર્જન કરે છે. જે પુન્ય ઉન્નતિ માર્ગમાં મદદગાર થઈ ઉત્તરોત્તર વિશેષ પુન્યનાં કાર્ય કરાવી, છેવટે આત્મભાન જાગૃત કરાવવામાં પણ મદદગાર થાય છે.