Book Title: Shodshak Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
Catalog link: https://jainqq.org/explore/005740/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ याकिनीमहत्तरासूनुश्रीमद्-आचार्यहरिभद्रसूरिविरचित : પરિશીલન ઃ આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ પ્રકાશક: શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રિલીજિયસ ટ્રસ્ટ ' કઆર્થિકસાવલા શા, પ્રણાલાલાછઘાવાલાભાર્થી દ્વાલા ટ્રસ્ટ Gશાશ્રી રત્વીદીયારાથલણ શા માલાલા છાવલાલી થિવા લાવવા શાંતાદેવી રીડકવાવતારી Page #2 -------------------------------------------------------------------------- ________________ याकिनीमहत्तरासूनुश्रीमद्-आचार्यहरिभद्रसूरिविरचित શ્રીષોડશg - p પરિશતન IT : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મ.સા. ના પદ્યાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. મુક્તિચન્દ્ર સૂમ.સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂમ.સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સુ.મ. : -: પ્રકાશન :શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : શા. રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રત્નત્રયી આરાધક સંઘ શા. રમણલાલ છગનલાલ આરાધના ભવન શાંતાદેવી રોડ, નવસારી-૩૯૬ ૪૪૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ષોડશક - એક પરિશીલન આવૃત્તિ ઃ પ્રથમ નકલ : ૧૦૦૦ વિ.સં. ૨૦૫૮ મા.વ. ૨ મૂલ્ય : ૧૦૦ રૂા. -: પ્રાપ્તિસ્થાન :શા. સૂર્યકાન્ત ચતુરલાલ વિજયકર કાંતિલાલ ઝવેરી મુ.પો. મુરબાડ પ્રેમવર્ધક ફ્લેટ્સ, જિ. ઠાણે, નવાવિકાસગૃહ માર્ગ, પીન : ૪૨૧૪૦૧. પાલડી, અમદાવાદ-૭. મુકુંદભાઈ આર. શાહ રજનીકાંત એફ. વોરા ૫, “નવરત્ન” ફ્લેટ્સ, ૫૫, સાચાપીર સ્ટ્રીટ, નવાવિકાસગૃહ માર્ગ, - પુણે કૅમ્પ, પાલડી, અમદાવાદ-૭. પુણે-૪૧૧૦૦૧.. શા. રમણલાલ છગનલાલ આરાધના ભવન શાંતાદેવી રોડ, કે.જી. હોસ્પિટલની સામે, મુ.પો. નવસારી - ૩૯૬ ૪૪૫. : મુદ્રણ વ્યવસ્થા : ડીકે પ્રિન્ટલાઈના સી-૩, સુનીતા પાર્ક, ગ્રાઉન્ડ ફ્લોર, સોડાવાલા લેન, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૯૨. ફોન : ૮૦૮ ૧૩૧૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ : શ્રીષોડશ∞ - ∞ પરિશીલન : • [ પૂ.આ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.] અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૂરિપુરન્દર શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ રચેલા ૧૪૪૪ ગ્રન્થમાંના શ્રી ષોડશંક પ્રકરણને અનુલક્ષી અહીં થોડી વિચારણા કરવી છે. પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યનામસ્મરણથી તેઓશ્રી દ્વારા રચાયેલા ૧૪૪૪ ગ્રન્થો ખૂબ જ સહજપણે આંખ સામે આવે છે. એ પરમપવિત્ર ગ્રન્થોથી વસ્તુતઃ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો પાવન પરિચય થાય છે. તેઓશ્રીના વિશેષ પરીચય માટે બીજો કોઈ પ્રયત્ન કર્યા વિના, ઉપલબ્ધ તે તે ગ્રન્થોનું પરિશીલન કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. મુમુક્ષુ જનોને એ માટે અનુકૂળતા થાય એ એકમાત્ર આશયથી શ્રીષોડશક પ્રકરણને અનુલક્ષી વિચારણા કરવી છે. સોળ ગાથાઓ દ્વારા બનાવેલા એક એક પ્રકરણમાં વિવિધ વિષયનું નિરૂપણ છે. કુલ સોળ પ્રકરણો આ ગ્રન્થમાં હોવાથી ‘શ્રીષોડશક પ્રકરણ’રૂપે આ ગ્રન્થ પ્રસિદ્ધ છે. પૂ. આ. ભ. શ્રી. યશોભદ્ર સૂ. મહારાજા અને મહા-મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ પ્રકરણ ઉપર ટીકાની રચના કરીને પ્રકરણાર્થને ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યો છે. એ બંન્ને ટીકાના પદાર્થોને અનુસરી પ્રકરણાર્થનું અનુશીલન કરવાનું છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે આત્મહિતની ૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં નિપુણ એવા વિદ્વાનોએ સદ્ધર્મની પરીક્ષા કરવી જોઈએ. એવી પરીક્ષાને કરનારા જીવો સામાન્યથી બાલ, મધ્યમ અને પંડિત સ્વરૂપે ત્રણ પ્રકારના હોય છે. પ્રથમ ષોડશકમાં તેનું નિરૂપણ કરતાં પૂર્વે પ્રકરણકારશ્રીએ પહેલી ગાથાથી મંગલાદિને જણાવ્યું છે-એ ગાથા નીચે પ્રમાણે છે. प्रणिपत्य जिनं वीरं सद्धर्मपरीक्षकादिभावानाम् । लिङ्गादिभेदतः खलु वक्ष्ये किञ्चित् समासेन ॥१-१॥ રાગ, દ્વેષ અને મોહને જીતનારા શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને સદ્ધર્મના પરીક્ષક એવા બાલ, મધ્યમ અને પંડિત વગેરે ભાવોના (પદાર્થોના) અલ્પ સ્વરૂપને તેનાં લિફ્ટ (લક્ષણ), વૃત્ત (આચાર) વગેરેને આશ્રયી પરિમિત શબ્દોથી કહીશ.” - આ પ્રમાણે પહેલા ષોડશકની પહેલી ગાથાનો શબ્દાર્થ છે. શ્રી ષોડશક પ્રકરણની રચનાના આરંભે; પોતાના એ અભીષ્ટ કાર્યની નિર્વિદનપણે સિદ્ધિ માટે ઈષ્ટદેવતા સ્વરૂપ શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરવારૂપે પ્રકરણકારશ્રીએ મગૂલ કર્યું હતું. “વિદનāસપૂર્વક ગ્રન્થની સમાપ્તિ માટે મગલ કરવું જોઈએ” આવા પ્રકારનું જ્ઞાન શિષ્યોને થાયએ આશયથી ઉપર જણાવેલી પહેલી ગાથામાં પ્રકરણકારશ્રીએ પોતે કરેલા મન્ગલનો ઉલ્લેખ કર્યો છે. નિન વીરનું આ પ્રમાણેના ઉલ્લેખથી તેઓશ્રીએ પોતાના ઈષ્ટ દેવને ખૂબ જ સ્પષ્ટ સ્વરૂપે જણાવ્યા છે. “રાગાદિ જેમના સર્વથા ક્ષય પામ્યા છે એવા કોઈ પણ બ્રહ્મા વગેરેને નમસ્કાર થાઓ'... Page #6 -------------------------------------------------------------------------- ________________ આવા વિધાનને જોઈને અથવા તો મને વીર પરમાત્મા પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ ઋષિઓ પ્રત્યે દ્વેષ નથી, જેમનું વચન યુક્તિમદ્ છે તેમનો સ્વીકાર કરવો. આવા પ્રકારનાં તેઓશ્રીનાં વિધાનોને જોઈને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને સમદર્શી જણાવનારાઓએ એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પરમાત્માદિ શ્રી તીર્થકર દેવોને જ તેઓશ્રી ઈષ્ટદેવ માનીને નમસ્કાર કરતા હતા. તાત્ત્વિક સમદર્શિતા તાત્ત્વિક પક્ષપાતથી જ પ્રાપ્ત થતી હોય છે. તાત્ત્વિક પક્ષપાત વિના જે સમદર્શિતા હોય છે તે અજ્ઞાનમૂલક હોવાથી માત્ર આભાસિકી હોય છે. વસ્તુ જેવી છે તેવી માનવી, એમાં રાગ કે દ્વેષની કોઈ પણ જાતની છાયા પડવા દેવી નહિ, એ સમદર્શિતા છે. બધાને સરખા માનવા એ સમદર્શિતા નથી. કોઈ પણ જાતના રાગ કે દ્વેષના પરિણામ વિના વસ્તુની યથાર્થતાનો સ્વીકાર કરવાથી તાત્ત્વિક સમદર્શિતા પ્રાપ્ત થતી હોય છે, જે તાત્ત્વિક પક્ષપાત વિના શક્ય નથી. આ પ્રમાણે ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલને કરીને પોતે રચેલા ગ્રન્થના શ્રવણાદિમાં બુદ્ધિમાનો પ્રવ-એ આશયથી પ્રકરણના વિષયને જણાવવા સંઘર્ષપરીક્ષહિમાવાના આ પદ છે. સધર્મનો નિર્ણય કરવા માટે બાલ, મધ્યમ અને પંડિત જીવો પ્રયત્ન કરતા હોય છે તેથી તે ત્રણ સદ્ધર્મના પરીક્ષક છે. તેમનાં લક્ષણો અને આચારાદિની અપેક્ષાએ તેમનું નિરૂપણ આ પ્રકરણમાં ગ્રન્થકારશ્રી કરવાના છે. આ પૂર્વે પણ અનેક ગ્રન્થકારોએ એવું નિરૂપણ કર્યું હોવાથી જોકે પ્રકરણકારશ્રીએ આ પ્રયત્ન Page #7 -------------------------------------------------------------------------- ________________ કર્યો ન હોત તો ચાલત, પરંતુ પૂર્વાચાર્યભગવન્તાદિએ કરેલું એ નિરૂપણ વિસ્તૃત હોવાથી પ્રકરણકારશ્રીએ અહીં સંક્ષેપથી નિરૂપણ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આ રીતે સંક્ષેપથી નિરૂપણ કરવા સ્વરૂપ પ્રયોજન ગાથામાં સમાન આ પદથી સ્પષ્ટ કર્યું છે. સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે આ પ્રકરણ ખૂબ જ ઉપકારક છે. ૧-૧ પહેલી ગાથામાં વર્ણવેલાં સધર્મપરીક્ષકના ત્રણ પ્રકારની પ્રવૃત્તિને જણાવવા દ્વારા તેમનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે - बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥१-२॥ ગાથાનો શબ્દાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સદ્દધર્મની પરીક્ષા કરનારા જીવો ત્રણ પ્રકારના છે. બાલ, મધ્યમ અને પંડિત-આ ત્રણ પ્રકારના સદ્ધર્મપરીક્ષકોમાં જે બાલ જીવો છે તેઓ સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે મુખ્યપણે બાહ્યવેષને-આકારને જુએ છે. ઘર્મના અર્થી હોવા છતાં સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે તેઓ બાહ્ય વેષને જ મુખ્ય ગણે છે. કારણ કે તેમનામાં બાહ્ય આચારાદિ અને આભ્યન્તર પરિણતિ-એ બંનેમાં જે અંતર છે, એ સમજવા માટે આવશ્યક એવો વિવેક હોતો નથી. બાલ જીવોને, ધર્મના અર્થી હોવા છતાં વિવેકનિકલ અહીં ગણાવ્યા છે. સંસારસુખના અર્થી તરીકે બાલ જીવોને અહીં વર્ણવ્યા નથી. સંસારસમુદ્રથી પાર ઊતરવા કે ઉતારવાદિ માટે પ્રયત્નશીલ બની સધર્મની Page #8 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષાને કરનારા બાલાદિ જીવોના આશયમાં કોઇ ફરક નથી. જ્ઞાનાદિ આચારની ચૂનાધિકતાને લઈને પરીક્ષા કરવાની રીતભાતમાં ફરક પડે-એ બરાબર છે. પરંતુ સંસારસમુદ્રથી પાર પામવાદિ સ્વરૂપ આશયમાં કોઈ જ ફરક નથી. મુખ્ય આશયમાં તરતમતા હોય-એનો કોઈ જ વિરોધ નથી. પરંતુ બાલાદિ જીવોને સંસારસુખના અર્થી તરીકે વર્ણવવાનું શાસ્ત્રાનુસારી નથી. સદ્ધર્મની પરીક્ષા કરનારા મધ્યમ જીવો મધ્યમબુદ્ધિવાળા હોવાથી કાંઈક વિવેકને પ્રાપ્ત કરનારા હોય છે. એ વિવેકના કારણે તેઓ બાહ્ય વેષને જોયા પછી પણ તેને પ્રાધાન્ય આપ્યા વિના બીજા બાહ્ય આચારને જોઈને સધર્મનો નિર્ણય કરે છે. બાલ જીવોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવો વિવેકી હોવાથી સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે થોડી વિચારણા વધારે કરે છે. માત્ર બાહ્ય આકારને જોઈને તે તે મહાત્માઓને વંદનીય માની લેતા નથી. પરંતુ તેવા આકારની સાથે આચારની અપેક્ષા રાખે છે. અને પછી જ તે તે મહાત્માઓને વંદનીય; મધ્યમબુદ્ધિવાળા માને છે. અહીં મધ્યમ જીવોને મધ્યમબુદ્ધિવાળા તરીકે જણાવ્યા છે. આથી બાલ જીવોને બાલબુદ્ધિવાળા આપણે સમજી શકીએ છીએ. વયની અપેક્ષાએ અહીં બાલાદિ જીવોને વર્ણવ્યા નથી. અજ્ઞાનાદિની અપેક્ષાએ બાલાદિ જીવોનો અહીં વિભાગ છે. મધ્યમ અને બાલ જીવોમાં વિવેક અને તેના અભાવના કારણે વિશેષતા છે. અન્ય વિશેષતાઓને પ્રકરણકારશ્રી, આગળ જણાવવાના છે. આ ગાથાથી આપણે સમજી શકીએ છીએ કે મહાત્માઓને વન્ય માનવાનું કારણ ૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ બન્નેનું જુદું જુદું છે અને એ માન્યતામાં પણ મુખ્ય કારણ તેમની વિવેકહીન અને વિવેકયુક્ત અવસ્થા છે. મધ્યમ જીવો આચારમાં રુચિ ધરાવતા હોવાથી તેઓ જ્યાં જ્યાં આચારનાં દર્શન કરે છે ત્યાં ત્યાં તેની તેની વંદનીયતાને જાણી લે છે. જ્યારે બુધ-પંડિત જીવો તો સર્વ રીતે પ્રયત્ન કરી આગમનું રહસ્ય સારી રીતે જુએ છે. વિશિષ્ટ કોટિના વિવેકને ધરનારા તે પંડિત પુરુષો સમજે છે કે ધર્મ અને અધર્મની વ્યવસ્થા આગમમૂલક છે. શાસ્ત્રોક્તની આચરણાથી ધર્મ થાય છે અને શાસ્ત્રોક્તના અનાચરણથી કે શાસ્ત્રોક્તથી ભિન્નના આચરણથી અધર્મ થાય છે. મુમુક્ષુ જીવોને એનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ કે-શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધનાથી જ ધર્મ થાય છે અને એ આજ્ઞાના અનારાધનથી જ અધર્મ થાય છે. ધર્મના અર્થી જનોએ સૌથી પ્રથમ શાસ્ત્ર પ્રત્યે અગાધ પ્રેમ કેળવી લેવો જોઈએ. અતીન્દ્રિય તત્ત્વોના યથાર્થજ્ઞાન માટે શાસ્ત્ર સિવાય બીજું કોઇ સાધન નથી. આજ્ઞા પ્રત્યે આદર કે બહુમાન ન હોય તો ધર્મની પ્રાપ્તિ કે અધર્મની નિવૃત્તિની કોઈ જ શક્યતા નથી. પોતાને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ વિવેકના પ્રભાવે પંડિત પુરુષો સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે વેષ કે આચારને જોયા પછી પણ માત્ર આગમતત્ત્વને મુખ્યરૂપે જુએ છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા સ્વરૂપ આગમતત્ત્વનાં દર્શન ન થાય તો માત્ર વેષ કે આગળ જણાવાતા આચારનાં દર્શનથી મહાત્માઓની વંદનીયતાદિને તેઓ માની લેતા નથી. વેષ કે આચારાદિની સાથે આજ્ઞામૂલકતા જોવા ન મળે તો Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્યાં કોઈ પણ જાતની ધર્મની સંભાવના હોતી નથી-એની પ્રતીતિ સ્પષ્ટપણે થવાથી પંડિતજનો સધર્મની પરીક્ષા કરતી વખતે એકમાત્ર આગમતત્ત્વની પરીક્ષા કરે છે. બાલ કે મધ્યમ જીવો આ આગમતત્ત્વની પરીક્ષા કરવાની ક્ષમતા ધરાવતા નથી. કારણ કે એ બન્નેમાં તેવા પ્રકારનો વિશિષ્ટ વિવેક હોતો નથી. સધર્મના અર્થી બાલાદિ હોવા છતાં આ રીતે બાહ્યવેષ વગેરે જોવાની તેમની પ્રવૃત્તિમાં પોતપોતાની વિલક્ષણ રુચિ જ કારણ છે. 71-રા ઉપર જણાવ્યા મુજબ સદ્ધર્મની પરીક્ષા કરનારા બાલ, મધ્યમ અને પંડિત જનોની પરીક્ષા કરવાની રીત જણાવીને હવે ત્રીજી ગાથાથી બાલાદિ જીવોનું સ્વરૂપ જણાવાય છે– . बालो यसदारम्भो मध्यमबुद्धिस्तु मध्यमाचारः। ज्ञेय इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥१-३॥ “અસદ્ આરંભને કરનારા બાલ જીવો છે, મધ્યમ આચારને ધરનારા મધ્યમ જીવો છે અને આ તત્ત્વમોક્ષમાર્ગમાં જે માર્ગ(રત્નત્રય)નું અનુસરણ કરનારા છે તે પંડિત જનો છે” -આ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે જે અસદુષ્ટ છે-એવી પ્રવૃત્તિને કરનારાને અથવા જે વસ્તુ આગમમાં જણાવી નથી એવી વસ્તુ કોઈ કોઈ વાર કરનારાને અથવા કોઈ કોઈ વાર હંમેશાં નહિ) આરંભને કરનારાને બાલ કહેવાય છે. કારગ આ પદમાં હું બોરમ અને ર સા મારશ્ન આ રીતે પદોનો સમાવેશ કરીને Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા ત્રણ અર્થ થાય છે. વિવેકના અભાવે બાલ જીવો અસત્ પ્રવૃત્તિને કરનારા હોય છે. આગમમાં જેનો નિષેધ કરાયો છે એવી પણ પ્રવૃત્તિ કોઈ કોઈ વાર કરે છે. અથવા તો પોતાની શક્તિ, દ્રવ્ય કે કાળ વગેરેની અનુકૂળતા હોવા છતાં સર્વદા પ્રવૃત્તિને કરતા નથી. મધ્યમબુદ્ધિવાળા મધ્યમ આચારવાળા હોય છે. આગમના રહસ્યને પામેલા ન હોવાથી મધ્યમબુદ્ધિવાળા જીવો પ્રવચનાનુસાર કાર્યમાં પ્રવર્તતા નથી. જ્યારે પંડિત પુરુષો તો આ પ્રવચનપ્રભાવક તત્ત્વમાર્ગમાં જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગનું અનુસરણ કરનારા હોય છે. આગમના નિરંતર પરિશીલનથી આગમના તાત્પર્યને સારી રીતે તેઓ સમજે છે. તેથી જ તેઓ સંસારથી પાર પામવા માટે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ સ્વરૂપ તત્ત્વમાર્ગના અનુસરણ વિના બીજો કોઈ જ માર્ગ નથી-એ નિશ્ચિતપણે જાણતા હોય છે. સંપૂર્ણપણે એ પરમતારક મોક્ષમાર્ગની પ્રાપ્તિ વહેલામાં વહેલી તકે થાય તો જ આ સંસારનો ઉચ્છેદ થાય-એનો ખ્યાલ કરી પંડિતજનો પોતાને અને પોતાના પરિચયમાં આવનાર આત્માઓને જ્ઞાન-દર્શન- . ચારિત્રની વૃદ્ધિ થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. આથી સમજી શકાશે કે સામાન્યથી બાલ જીવો નિષિધકાર્યને કરનારા હોય છે. મધ્યમ જીવો વિશિષ્ટ વિવેકવાળા ન હોવાથી “આ ગુરુ છે અને આ લઘુ છે આવા જ્ઞાનથી થઈ શકનારાં જે કાર્ય છે તે કાર્યને નહિ આચરનારા અને સૂત્રના સામાન્યજ્ઞાનમાત્રથી કાર્ય કરનારા હોવાથી મધ્યમ કક્ષાના આચારવાળા હોય છે. જેમાં મહેનત વધારે હોય છે અને Page #12 -------------------------------------------------------------------------- ________________ લાભ અલ્પ હોય છે તેવાં કાર્યોને ગુરુ કહેવાય છે. અને જેમાં મહત્ત અલ્પ હોય છે પણ લાભ વધારે હોય છે, તેવાં કાર્યોને લઘુ કહેવાય છે. લોકોત્તર માર્ગાનુસારી આત્માઓને એ ગુરુલાઘવનું જ્ઞાન હોવું જોઈએ. એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે વિશિષ્ટ વિવેક જોઈએ. એ વિવેક મધ્યમબુદ્ધિવાળા આત્માઓને હોતો નથી. તેથી તેવા પ્રકારના જ્ઞાનથી થઈ શકનારાં અને વિપુલ ફળને આપનારાં કાર્ય મધ્યમબુદ્ધિવાળા કરી શકતા નથી. પંડિત જનોને જ એ સંભવે છે. મોક્ષમાર્ગની સાધનામાં પોતાની નિપુણતાનો ઉપયોગ કરી સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રનું અનુસરણ કરનારા પંડિત જનો સદ્ધર્મની પરીક્ષા કરવા સમર્થ છે. બાલ કે મધ્યમ જીવોમાં એવું સામર્થ્ય હોતું નથી. પરંતુ તેઓ ધર્મના અર્થી હોવાથી પોતાની રીતે સદ્ધર્મની પરીક્ષા કરતા હોય છે. કાલાન્તરે પૂજ્ય ગુરુભગવંતો પાસેથી પોતાને યોગ્ય એવી સધર્મદેશના-શ્રવણાદિ દ્વારા તેઓ પંડિત બની સાચી રીતે સદ્ધર્મની પરીક્ષા કરનારા બને છે. ઘર્મની અર્થિતાનો આ અદ્ભુત પ્રભાવ છે. સંસારસુખની અર્થિતાને લઈને આવતી ઘર્મની અર્થિતા ખરેખર જ ધારણા મુજબના ફળને આપનારી બનતી નથી. આથી જ સદ્ધર્મની પરીક્ષા કરનારાને અહીં ધર્મના અર્થારૂપે વર્ણવ્યા છે. બાલાદિ જીવોને સંસારસુખના અર્થી તરીકે જેઓ વર્ણવે છે, તે તેમનું વર્ણન સાચું નથી-એ યાદ રાખવું./૧- ધર્મના અર્થ એવા બાલ જીવો બાહ્યવેષને પ્રધાન Page #13 -------------------------------------------------------------------------- ________________ માનનારા હોવા છતાં તેઓને બાલ કેમ કહેવાય છે તે જણાવવા માટે ચોથી ગાથામાં ફરમાવ્યું છે કે – बाह्यं लिङ्गमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः। धारयति कार्यवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥१-४॥ બાહ્મલિક્ઝ-વેષના પરિધાનમાત્રથી ધર્મની સિદ્ધિ થતી નથી. અને બીજું પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે વિડંબકો પણ તેવા પ્રકારના વેષનું પરિધાન કરે છે-તેથી બાહ્યલિન્ગઆકાર અસાર છે. આવા અંસાર વેષને સદ્ધર્મની પરીક્ષામાં મુખ્ય માનનારા જીવો ખરેખર જ બાલ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-સામાન્યથી બધા જીવોને ખ્યાલ આવી શકે એવું બહિર્વર્તી લિગ્ન, વેષના પરિધાન વગેરે સ્વરૂપ છે. એવા લિન્ગને ધારણ કર્યા પછી પણ જો મિથ્યાત્વ અને કષાયાદિની મંદતા પણ થાય નહિ તો માત્ર તેવા પ્રકારના લિગ્નને ધરવાથી આત્માની વિશુદ્ધ પરિણતિ સ્વરૂપ ધર્મની સિદ્ધિપ્રાપ્તિ થતી જ નથી. બાહ્યદૃષ્ટિએ સામાન્ય જીવોને લાગ્યા કરે કે-આ ધર્મી છે, પરન્તુ અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ મિથ્યાત્વાદિની મંદતા થયેલી નહિ હોવાથી ગમે તેટલાં બાહ્ય લિજ્ઞોને ધારણ કરવા છતાં તે તે જીવોને અંશતઃ પણ ધર્મની સિદ્ધિ થતી નથી. કારણ કે “જ્યાં જ્યાં બાહ્યવેષ વગેરે લિગોચિહ્નો છે; ત્યાં ત્યાં ધર્મની સિદ્ધિ છે' –આવા નિયમ સ્વરૂપ કોઈ વ્યાપ્તિ નથી. બીજી વાત એ પણ છે કે પોતાને ઈષ્ટ એવા આ લોકના માનસન્માનાદિ ફળની પ્રાપ્તિ માટે કેટલાક વિડંબકો પણ તેવા પ્રકારના સાધુવેષાદિને ધારણ કરે છે. તેથી તે વેષને ધારણ કરનારાને કે તે વેષને ધારણ કરનારાને Page #14 -------------------------------------------------------------------------- ________________ લિક લિગન પ્રણામ કરનારાને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. આ રીતે બાહ્ય વેષથી ધર્મની સિદ્ધિ થતી નથી; તેમ જ ધર્મની સિદ્ધિથી તદ્દન જુદા જ ફળને પામવા માટે બાહ્ય-સાધુવેષાદિ લિગોને વિડંબકો પણ ધારણ કરે છે-માટે બંને રીતે પણ લિગ્ન-બાહ્ય સાધુવેષાદિ અસાર છે-એ સ્પષ્ટ છે. આવા અસારભૂત લિગ્નને પણ સદ્ધર્મની પરીક્ષામાં બાલ જીવો જે પ્રાધાન્ય આપે છે તે તેમની બાલતા-મૂર્ખતા છે. આવા પણ બાલ જીવો ઘર્મના અર્થી હોવાથી સદ્ગુરુભગવંતોની વિવેકપૂર્ણ દેશનાના પુણ્યશ્રવણથી કાલાન્તરે મધ્યમ અને પંડિત બને છે. ઘર્મની અંર્થિતાને લઈને કાલાન્તરે તેવા પ્રકારની દેશના વગેરે સામગ્રીના સંયોગથી બાલ જીવો બાલતાને દૂર કરવા સમર્થ બને છે. તે તે વસ્તુની સાચી અર્થિતા તે તે વસ્તુની સિદ્ધિનું ખૂબ જ પ્રબળ સાધન છે. ૧-૪ ની બાલ ભગવતીપતિ બને - સાધુવેષનું પરિધાન વગેરે બાહ્ય લિજ્ઞો પરિગ્રહના ત્યાગ સ્વરૂપ હોવાથી બાહ્યલિગને અપ્રધાન-અસાર માનવાનું કઈ રીતે ઉચિત છે - આવી શક્કા કરીને જવાબ આપવા માટે પાંચમી ગાથા છે - ' • . बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ॥१-५॥ - “આ લોકમાં ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગમાત્રથી સારું મનાતું નથી. કારણ કે આવો ગુણશૂન્ય ત્યાગ તો તિર્યચો પણ કરે છે. કાંચળીના ત્યાગથી સર્પ વિષરહિત થતો Page #15 -------------------------------------------------------------------------- ________________ નથી તેમ બાહ્યપરિગ્રહના ત્યાગમાત્રથી કોઈ ત્યાગી કહેવાતા નથી.” -આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ જ છે કે આત્માની ત્યાગની પરિણતિથી શૂન્ય એવા બાહ્ય ધનધાન્યાદિના ત્યાગમાત્રથી કોઈ લાભ નથી. આવા સંયોગોમાં ત્યાગને જણાવનારા વેષાદિનું ઘારણ કરવાથી કોઈ પણ જાતના આત્મિક લાભની પ્રાપ્તિ થતી નથી. તેમ જ મમત્વ વગેરે કોઈ પણ જાતના દોષની હાનિ પણ થતી નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ ત્યારે જ સારી મનાય છે કે જ્યારે તેનાથી ગુણની પ્રાપ્તિ થતી હોય અથવા તો દોષની હાનિ થતી હોય. મનુષ્ય કે તિર્યંચ વગેરેની પાસે ધનધાન્યાદિ સ્વરૂપ બાહ્ય પરિગ્રહ નહિ હોવા છતાં તેઓ આ લોકમાં ત્યાગી મનાતા નથી. કારણ કે તેઓને ધનધાન્યાદિનું મમત્વ તો છે જ. આન્તરિક મમત્વના ત્યાગથી જ વસ્તુતઃ ત્યાગીપણાની પ્રાપ્તિ થાય છે. આ રીતે બાહ્ય કોટિના ત્યાગમાત્રથી જેમ ત્યાગીપણાસ્વરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી; તેમ દોષની હાનિ પણ થતી નથી. કારણ કે સર્પ કાંચળીનો ત્યાગ કરતો હોવા છતાં તે નિર્વિષ થતો નથી-એ પ્રસિદ્ધ છે. આથી સમજી શકાશે કે બાહ્યત્યાગમાત્રથી કોઈ જ સાર નથી. આવા નિસાર બાહ્યત્યાગ-માત્રને જણાવનારા બાહ્યવેષના પરિધાન-માત્રને સદ્ધર્મની પરીક્ષાનું પ્રધાન અંગ માનવાની પ્રવૃત્તિ; બાલ જીવોની બાલતા સ્વરૂપ છે. [૧-પા આત્તર પરિણામથી રહિત બાહ્ય વેષ-આચારાદિ સારા નથી-અસાર છે-આ વાત અન્યદર્શનકારો પણ માને છે એ Page #16 -------------------------------------------------------------------------- ________________ જણાવવા માટે છઠી ગાથા છે मिथ्याचारफलमिदं ह्यपरैरपि गीतमशुभभावस्य । - સૂત્રેડવિમેતો મોરારિ -દ્દા બીજા દર્શનકારોએ પણ અભ્યન્તર શુભભાવથી રહિત એવા લોકોનું આ બાહ્યવેષ-પરિધાનાદિ સ્વરૂપ લિગ મિથ્યા આચારનું જ કાર્ય છે એમ કહ્યું છે. આગમમાં પણ આવું બાલિગ અમેધ્ય-વિ]ના ઢગલા જેવા લોકોને હોય છેએમ કહ્યું છે-આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે લોકોને આભ્યન્તર ત્યાગાદિના પરિણામ નથી એવા શુભભાવથી રહિત લોકો જે કોઈ બાહ્ય-વેષ-પરિધાનાદિ લિગ્નને ધરે છે-તે તેમના મિથ્યા આચારનું જ કાર્ય-ફળ છે. બાહ્ય રીતે ઈન્દ્રિયોના સંયમનને કરી જેઓ રાત અને દિવસ પાંચેય ઈન્દ્રિયોના સ્પર્ધાદિ વિષયોને મનથી સ્મરતા યાદ કરતા હોય છે-તે બધા વિમૂઢ આત્માઓને મિથ્યાચાર કહેવાય છે. ખરેખર જ આત્મિક પરિણતિ વિના તેવા પ્રકારનું બાહ્યલિગને ધારણ કરવાનું-કાર્ય ક્લિષ્ટ જીવન જીવવા જેવું છે. કારણ કે આવા વખતે બાહ્યદૃષ્ટિએ ત્યાગધર્મનો સ્વીકાર કરવાથી વિષયનો ભોગ કે ઉપભોગ કરવાનું બનતું નથી અને આન્તરિક દૃષ્ટિએ ત્યાગનો કોઈ જ પરિણામ નહિ હોવાથી આત્મિક કોઈ લાભ થતો નથી. તેથી બુદ્ધિમાન જનોની દૃષ્ટિએ બંને રીતે કોઈ જ લાભ ન હોવાથી એવું જીવન નિન્દાયોગ્ય બને છે, જે ભૂતકાળમાં | ઉપાર્જેલા [બદ્ધ] અશુભ કર્મનો વિપાક જ છે. ચારિત્રમોહનીય અને અન્તરાયકર્મ વગેરેનો વિપાક ન હોય તો આવી Page #17 -------------------------------------------------------------------------- ________________ વિડમ્બના-જનક પરિસ્થિતિ ન હોય-એ સમજી શકાય છે. બાહ્યદૃષ્ટિએ વિષયોપભોગાદિનો ત્યાગ કરવાથી અને આન્તરિક ધર્મની પરિણતિ ન હોવાથી આ લોક અને પરલોકમાં કોઈ લાભ ન રહ્યો. દુનિયાની નજરે કે લોકોત્તર આત્માઓની નજરે માત્ર બાહ્યલિન્ગને ધારણ કરનારા દયાપાત્ર બને છેઆ પ્રમાણે અન્ય દાર્શનિકો પણ માને છે. આપણા આગમમાં પણ, અનન્સીવાર દ્રવ્યલિંગને ધારણ કરવાનું સામાન્ય રીતે દરેક જીવને આશ્રયી વર્ણવ્યું છે. લોકોત્તર ઘર્મને જણાવનારાં સપૂર્ણ બાહ્યલિગોને અનન્તીવાર ધારણ કરવા છતાં નિસ્તાર ન થયો. આથી સમજી શકાશે કે અમેધ્યનિકર જેવાં અસારભૂત એવાં બાહ્યલિગોનો આજ સુધી સામાન્યથી બધા જ જીવોએ ઢગલો કર્યો છે. આવા જીવો પણ બાહ્યલિગ ધારણ કરે છે. પરન્તુ એનું કોઈ ફળ નથી. શાસ્ત્રોમાં વ્યલિડ્યો અનન્સીવાર ધારણ કર્યા છે એ પ્રમાણે સ્પષ્ટપણે જે જણાવ્યું છે, તે અપ્રધાનદ્રવ્યની અપેક્ષાએ છે. પ્રધાન દ્રવ્યક્રિયાઓ તો ભાવનું કારણ બનતી હોવાથી તે અસાર નથી. ભાવપૂર્ણ ક્રિયાઓની કલ્યાણકારિતામાં કોઈ જ સંદેહ નથી. પરંતુ ભાવનું કારણ બનનારી એવી, તેવા પ્રકારના વિશિષ્ટ ભાવ વિનાની ક્રિયાઓ પણ કલ્યાણકારિણી બનતી હોય છે. ભાવ ન હોય-એ બને, પણ ભાવ લાવવાનો ભાવ પણ ન હોય તો કેમ ચાલે? ક્રિયામાત્રને કલ્યાણનું કારણ માની લેવાનું ઉચિત નથી. આ આશયથી જ “અનંતતો વૈદ્ધિાર્ડ-ઈત્યાદિ ઉલ્લેખ છે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની ક્રિયાની પ્રાપ્તિ થાય-એ માટે ની ભાવપૂબ ભાવનું કારની અપેક્ષમાણે પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ કરાતી ક્રિયાઓની અપેક્ષાએ એ વાત નથી. પરન્તુ શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક પ્રવચનમાં જણાવેલા સર્વ ગુણોથી શૂન્ય જે જીવો છે તેમની તે તે ક્રિયાઓની અપેક્ષાએ એ વચન છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલી તે તે ક્રિયાઓ વસ્તુતઃ તુચ્છ-અસાર નથી; પરન્તુ મોક્ષના હેતુ તરીકે ઉપદેશેલી સારભૂત છે. પરન્તુ તેવા પ્રકારના જીવોની અવિશુદ્ધ-તુચ્છ પરિણતિના કારણે તેમની તે તે ક્રિયાઓને તુચ્છ જણાવવી પડે છે. સારામાં સારી પણ વસ્તુ બીજા કોઈ પણ કારણે ખરાબમાં ખરાબ થઈ શકે છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલી પણ પરમપવિત્ર ક્રિયાઓ; કરનારાની રાગાદિ પરિણતિના કારણે તુચ્છ કોટિની બનતી હોય છે-એમાં દોષ તો તે તે ક્રિયાને કરનારાઓનો છે. ક્રિયાઓ તો નિરવદ્ય જ હતી, એને સાવધ બનાવવાનું કાર્ય રાગાદિની પરિણતિ કરે છે.. છઠ્ઠી ગાથાનો આ પરમાર્થ છે. ૫૧-૬૫ *** સાતમી ગાથાથી, મધ્યમબુદ્ધિવાળા જીવો જે વૃત્ત વિચારે છે તેનું વર્ણન કરાય છે वृत्तं चारित्रं : खल्वसदारम्भविनिवृत्तिमत्तच्च । सदनुष्ठानं प्रोक्तं कार्ये हेतूपचारेण ॥१-७ ॥ “કાર્યમાં કારણનો ઉપચાર [કાર્યને કારણસ્વરૂપે જણાવવું] કરવાથી; પાપવ્યાપાર સ્વરૂપ અસદ્ આરંભની નિવૃત્તિ છે જેમાં એવું જે સદનુષ્ઠાન [બાહ્ય કોટિના સદાચાર] સ્વરૂપ ચારિત્ર કહેવાય છે તે જ અહીં વૃત્ત છે.’’ ૧૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. મધ્યમબુદ્ધિવાળા જીવો પૂર્વે જણાવ્યા મુજબ સદ્ધર્મની પરીક્ષામાં વૃત્તને પ્રધાન ગણે છે. માત્ર વૈષપરિધાનાદિ બાલિગોથી સદ્ધર્મની સિદ્ધિ થતી નથી. એની સાથે આચાર પણ જોઈએ. વૃત્ત એટલે વર્તન. તે વિધિ અને પ્રતિષેધ સ્વરૂપ ચારિત્રાત્મક છે. શ્રીવીતરાગપરમાત્માએ જેનું કર્તવ્યરૂપે વર્ણન કર્યું છે તે વિધિ છે અને જેનું વર્ણન અકર્તવ્યરૂપે કર્યું છે તે પ્રતિષેધ છે. વિધિ- પ્રતિષેધસ્વરૂપ એ ચારિત્ર અહીં સદનુષ્ઠાનસ્વરૂપ જણાવાય છે. આ સદનુષ્ઠાન; પ્રાણાતિપાત મૃષાવાદ અદત્તાદાન મૈથુન અને પરિગ્રહ-આ પાંચ આશ્રવોસ્વરૂપ જે અસદ્ આરંભો છે તેની નિવૃત્તિવાળું અહીં વિવક્ષિત હોવાથી એ; હિંસા અસત્ય અને ચૌર્ય વગેરેની નિવૃત્તિસ્વરૂપ અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને પરિગ્રહના અભાવ સ્વરૂપ છે. જોકે આ રીતે સદનુષ્ઠાનને ચારિત્રસ્વરૂપ માનવાનું ઉચિત જણાતું નથી. કારણ કે ચારિત્ર-મોહનીયકર્મના ક્ષયોપશમવિશેષથી પ્રાપ્ત થયેલ આત્મપરિણામવિશેષ સ્વરૂપ ચારિત્ર છે. અને સદનુષ્ઠાન તો બાહ્યસત્[વિહિત]ક્રિયાસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્ર અને સદનુષ્ઠાન-આ બેમાં ઘણો જ ફરક છે. માટે સદનુષ્ઠાનને ચારિત્ર માનવાનું ઉચિત નથી; પરન્તુ કાર્યમાં હેતુનો આરોપ કરવાથી કોઈ જ અનુચિતતા નથી. સદનુષ્ઠાન, ઉપર જણાવ્યા મુજબ આન્તરિક પરિણતિનું કાર્ય છે. તેમાં તેના કારણભૂત આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્રનો આરોપ [ઉપચાર] કર્યો છે. કારણ કે સદનુષ્ઠાનસ્વરૂપ બાહ્ય ક્રિયાઓ ૧૬ . Page #20 -------------------------------------------------------------------------- ________________ આન્તરિક પરિણામસ્વરૂપ ચારિત્રપૂર્વકની જ હોય છે. જે બાહ્ય ક્રિયાઓ તેવા આન્તરિક પરિણામથી વિકલ હોય છે, તેને સદનુષ્ઠાન જ કહેવાતું નથી. બાહ્યદૃષ્ટિએ આવાં અનુષ્ઠાનો સદનુષ્ઠાન જેવાં દેખાતાં હોય છે. પરન્તુ વસ્તુતઃ આન્તરપરિણામથી રહિત એવાં અનુષ્ઠાનો સદનુષ્ઠાન નથીએ યાદ રાખવું જોઈએ. ॥૧-જ્ઞા *** ઉપર જણાવ્યા મુજબનું આ સદનુષ્ઠાન [બાહ્યદૃષ્ટિએ જણાતું સદનુષ્ઠાન] શુદ્ધ અને અશુદ્ધ-એ ભેદથી બે પ્રકારનું છે-તે જણાવતાં આઠમી ગાથાથી ફરમાવ્યું છે કે परिशुद्धमिदं नियमादान्तरपरिणामतः सुपरिशुद्धात् । अन्यदतोऽन्यस्मादपि बुधविज्ञेयं त्वचारुतया ॥१-८॥ “સુપરિશુદ્ધ આન્તરિક પરિણામથી કરેલું આ સદનુષ્ઠાન ચોક્કસ જ પરિશુદ્ધ છે. એ આત્તર પરિણામથી ભિન્ન, આ લોકાદિસમ્બન્ધી પૂજા-ખ્યાતિના પરિણામથી કરાતું સદનુષ્ઠાન અપરિશુદ્ધ છે, જેને અસુંદર [ખરાબ] રૂપે પંડિતજનો સારી રીતે જાણી શકે છે.-' આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. તેને સ્પષ્ટ કરતાં ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે-આ સદનુષ્ઠાન સર્વથા પરિશુદ્ધ ત્યારે બને છે કે જ્યારે તે; ચારિત્રમોહનીયકર્મના તેવા પ્રકારના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા આન્તરિક આત્મિક] પરિણામથી થયેલું હોય. અને એ આન્તરિક પરિણામ પણ સુપરિશુદ્ધ હોય. સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના કારણે ઉત્પન્ન આન્તરિક પરિણામને ૧૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ સુપરિશુદ્ધ આન્તરિક પરિણામ કહેવાય છે, જે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમસ્વરૂપ છે. આવા સુપરિશુદ્ધ આન્તરિકપરિણામથી થનારું જે અનુષ્ઠાન છે તે શુદ્ધ સદનુષ્ઠાન છે. આ સુપરિશુદ્ધ આત્તર પરિણામથી અન્ય જે આ લોકાદિસંબંધી વૈષયિકસુખનો લાભ; પૂજા, ખ્યાતિ કે સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ વગે૨ે હેતુ છે; તેને લઈને થનારું સદનુષ્ઠાન છે તે સદનુષ્ઠાન અશુદ્ધ છે. અશુદ્ધ પરિણામના કારણે થનારું અનુષ્ઠાન બાહ્યદૃષ્ટિએ સદનુષ્ઠાન જણાય તોપણ તે અપરિશુદ્ધ અનુષ્ઠાન છે-એ સમજી શકાય છે. અશુદ્ધ પરિણામના કારણે થનારું જે અનુષ્ઠાન છે તેને સદનુષ્ઠાન તરીકે વર્ણવવાનું કારણ એ છે કે બાહ્યદૃષ્ટિએ તે અપરિશુદ્ધ અનુષ્ઠાન પરિશુદ્ધ સદનુષ્ઠાન જેવું દેખાય છે-આ જ વાતને સ્પષ્ટ કરતાં ટીકાકાર પરંમર્ષિએ ફરમાવ્યું છે કેપરિશુદ્ધ અને અપરિશુદ્ધ અનુષ્ઠાન યદ્યપિ [બાહ્યદૃષ્ટિએ] એકસરખા જ દેખાય છે, પરંતુ પંડિત પુરુષો જ એ બંન્ને અનુષ્ઠાનમાં ચોક્કસપણે વિવેક કરી અસુંદરરૂપે અપરિશુદ્ધ સદનુષ્ઠાનને જાણે છે. સુપરિશુદ્ધ સદનુષ્ઠાન અને અપરિશુદ્ધ સદનુષ્ઠાન-આ બેમાં જે ફરક છે તે બીજા જીવો સમજી શકતા નથી. ક્ષીર અને નીર [દૂધ અને પાણી] નો 'વિવેક કરવાનું સામર્થ્ય પંડિતજનોમાં જ હોય છે. બીજા જીવોમાં તે ન જ હોય-એ સ્પષ્ટ છે. સાતમી ગાથામાં ટીકાકાર પરમર્ષિએ તો સ્પષ્ટપણે જણાવ્યું છે કે આન્તરપરિણામથી રહિત જે અનુષ્ઠાન છે તે સદનુષ્ઠાન જ નથી. અહીં તેને અપરિશુદ્ધ અનુષ્ઠાન તરીકે વર્ણવ્યું છે-તે માત્ર તેના બાહ્ય ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપની અપેક્ષાએ છે. બંને સ્થાને કહેવાનું તાત્પર્ય તો એક જ છે. કારણ કે આન્તરિક પરિણામથી વિકલ અનુષ્ઠાન કે અપરિશુદ્ધ સદનુષ્ઠાન વિવક્ષિત ફલને આપનારું બનતું નથી. માત્ર સંસારસ્વરૂપ ફળનું એ કારણ બનતું હોવાથી મુમુક્ષુજનો તેને ઉપાદેય માનતા નથી-એ યાદ રાખવું ૧-૮ ઉપર જણાવ્યા મુજબ પરિશુદ્ધ અને અપરિશુદ્ધ સદનુષ્ઠાનમાં જે વિશેષના કારણે પંડિતજનો “આ પરિશુદ્ધ અનુષ્ઠાન છે” અને “આ અપરિશુદ્ધ અનુષ્ઠાન છે'-આ પ્રમાણે ચોક્કસ જાણે છે તે વિશેષને જણાવાય છે. गुरुदोषारंभितया तेष्वकरणयत्नतो निपुणधीभिः । सन्निन्दादेश्च तथा ज्ञायते एतन्नियोगेन ॥१-९॥ પ્રવચનનો ઉપઘાત થાય એવા મોટા દોષોની પ્રવૃત્તિના કારણે અને સામાન્ય નાના દોષો સર્વથા ન થાય-એ માટે પ્રયત્ન કરવાના કારણે તેમ જ સાધુપુરુષોની નિન્દા-ગહ તથા દ્વેષ વગેરે કરવાના કારણે કુશલ બુદ્ધિવાળા જીવો “આ અસદનુષ્ઠાન છે'-આ પ્રમાણે ચોક્કસ રીતે જાણે છે.” આશય એ છે કે જે લોકો શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક પ્રવચન-શાસનનો ઉપઘાત થાય એવા ઉત્સુત્રભાષણ વગેરે મોટા દોષોને કરવાના સ્વભાવવાળા છે અને પોતાના હાથે અપ્રમાર્જનાદિ સૂકમ-નાના દોષો થઈ જાય નહિ-એ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે; તેમ જ પૂ. સાધુભગવન્તોની કે શ્રાવકોની - નિન્દા કે ગહ કરે છે, તેઓશ્રીની પ્રત્યે પ્રદ્વેષને ધારણ કરે Page #23 -------------------------------------------------------------------------- ________________ છે-આવા લોકો જે કોઈ સદનુષ્ઠાન કરે છે, તે અપરિશુદ્ધ અનુષ્ઠાન છે. કારણ કે જે લોકો પ્રવચનનો ઉપઘાત વગેરે સ્વરૂપ મોટા દોષોનો આરંભ વગેરે કરે છે તેઓનું અન્તઃકરણ [આન્તરપરિણામ પરિશુદ્ધ ન હોવાથી તેમના દ્વારા કરાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન છે-એમ કુશલબુદ્ધિવાળા આત્માઓ ચોક્કસપણે જાણે છે. આ ગાથાથી અસદનુષ્ઠાનને જાણવાનો ઉપાય ખૂબ જ સરલ જણાવ્યો છે. પ્રવચનનો ઉપઘાત ખરેખર જ ઘણો મોટો દોષ છે. આપણાથી પ્રવચનની તેવા પ્રકારની આરાધના ન પણ થાયએ બનવાજોગ છે. પરન્તુ પ્રવચનનો ઉપઘાત થાય-એવી એક પણ પ્રવૃત્તિ થાય નહિ એનું સતત ધ્યાન રાખવું જોઈએ. આપણી એ દુષ્ટ પ્રવૃત્તિને લઈને આપણે તો દુર્લભબોધિ થઈએ જ છીએ, પરંતુ કંઈ કેટલાય જીવોને પણ આપણે દુર્લભબોધિ બનાવીએ છીએ. સમ્યગુદર્શનાદિ ગુણોની ઘાતક એ પ્રવૃત્તિથી કોઈ પણ રીતે દૂર રહેવું જોઈએ. આત્માર્થી જીવોની યતનાપૂર્વકની થતી તે તે પ્રવૃત્તિ પણ ઘણીવાર પ્રવચનના ઉપઘાત કરનારી બનતી દેખાય છે. ત્યારે ગ્રન્થકાર પરમર્ષિએ વર્ષો પૂર્વે કરેલી વાત ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. નાનામાં નાના દોષો નહિ સેવવા માટે રખાતી કાળજી ખરાબ નથી; પરન્તુ આવા વખતે પ્રવચનનો ઉપઘાત થતો હોય તો, માનીએ કે ન માનીએ પણ અસદનુષ્ઠાન થાય છે-એ નિર્વિવાદ છે. આપણી કોઈ પણ પ્રવૃત્તિ; પ્રવચનના ઉપઘાતમાં નિમિત્ત બને નહિ-એનો સતત ખ્યાલ રાખવો-એ તાત્ત્વિક યતના છે. એના પાલનમાં બીજી Page #24 -------------------------------------------------------------------------- ________________ બધી જ યતનાઓ સમાય છે. પ્રવચનના ઉપઘાતને કરનારી કોઈ પણ પ્રવૃત્તિ મોટા દોષના આરંભતુલ્ય છે. એની વિદ્યમાનતામાં નાના દોષોની નિવૃત્તિ માટેનો પ્રયત્ન અસદનુષ્ઠાનને જ ઉત્પન્ન કરનારો બને છે. આવી જ રીતે કોઈ વાર ગુરુદોષના આરંભ સ્વરૂપ કોઈ પ્રવૃત્તિ ન પણ હોય ત્યારે પોતાની વિશુદ્ધ પ્રવૃત્તિના અહંકારાદિને લઈને પૂ. સાધુ ભગવંતોની કે શ્રાવકોની નિન્દા વગેરેની પ્રવૃત્તિ થતી હોય છે. આપણે ગુણસંપન્ન હોઈએ તોપણ કોઈની પણ નિન્દા વગેરે કરવાનું સામાન્ય માણસને માટે પણ ઉચિત નથી. દોષની અસહનશીલતાના કારણે નિન્દા વગેરેની પ્રવૃત્તિ થતી નથી. પરન્તુ તે તે વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા વગેરે ઉત્પન્ન થવાથી નિન્દાદિની પ્રવૃત્તિ થાય છે, જે આત્માના સંક્લિષ્ટ અધ્યવસાયને સૂચવે છે. આવા અધ્યવસાયના કારણે કરાતું સદનુષ્ઠાન અસદનુષ્ઠાન બને છે. બાહ્યદૃષ્ટિએ અનુષ્ઠાન સદનુષ્ઠાનસ્વરૂપ હોય તોપણ સંક્લેશના કારણે તે સદનુષ્ઠાનસ્વરૂપે રહેતું નથી. આ રીતે સદનુષ્ઠાનની અપરિશુદ્ધતા કુશલબુદ્ધિવાળા આત્માઓ જ જાણી શકે છે. કારણ કે આન્તરિક પરિણામને જાણવાની કુશલતા તેઓને જ મળેલી હોય છે. આવા - સદ્ધર્મની પરીક્ષા માટે પંડિત પુરુષો આગમતત્ત્વનો વિચાર કરે છે-એ આ પૂર્વે જણાવ્યું છે. તે આગમતત્ત્વનું સ્વરૂપ દશમી ગાથાથી વર્ણવાય છે Page #25 -------------------------------------------------------------------------- ________________ आगमतत्त्वं ज्ञेयं तद् दृष्टेष्टाविरुद्धवाक्यतया । उत्सर्गादिसमन्वितमलमैदंपर्यशुद्धं च ॥१०॥ પ્રત્યક્ષ તેમ જ અનુમાન પ્રમાણ સ્વરૂપ દૃષ્ટ પ્રમાણ અને સ્વાભિમત આગમ પ્રમાણ સ્વરૂપ ઈષ્ટ પ્રમાણથી અવિરુદ્ધ વાક્ય સ્વરૂપ વડે; ઉત્સર્ગ અને અપવાદથી સારી રીતે યુક્ત તેમ જ અત્યન્ત તાત્પર્યથી શુદ્ધ તે-પ્રસિદ્ધ આગમતત્ત્વ જાણવું” આ પ્રમાણે દશમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે પંડિત પુરુષો આગમતત્ત્વની જ મુખ્યપણે વિચારણા કરે છે. એ આગમનાં જે વાક્યો છે તે વાક્યો[વચનોથી જણાવેલો અર્થ, પ્રત્યક્ષસિદ્ધ કે અનુમાન દ્વારા સિદ્ધ થયેલ અર્થથી વિરુદ્ધ ન હોય તેમ જ એ આગમનાં જ બીજાં જે વાક્યો છે તેનાથી જણાવેલા અર્થથી પણ વિરુદ્ધ ન હોય તો તે આગમને દૃષ્ટષ્ટાવિરુદ્ધ વાક્યોવાળું આગમ કહેવાય છે. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી જે અર્થનું જ્ઞાન થાય છે, એ અર્થના વિષયમાં આગમે પણ એ મુજબનું જ વર્ણન કરવું જોઈએ. અન્યથા આગમ એ અર્થથી વિરુદ્ધ-બીજા જ અર્થનું નિરૂપણ કરે તો એ બીજા અર્થનો વિરોધ; પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ જ કરી નાખશે. કારણ કે આગમપ્રતિપાદિત અર્થ જો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ પ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ હોય તો તે અર્થ પ્રમાણભૂત નહિ જ હોય. આવી જ રીતે આગમમાં પૂર્વે જે જણાવ્યું હોય તેનો આગળ જઈને અથવા તો એની પણ પૂર્વે વિરોધ નહિ થવો જોઈએ. અર્થાત્ પરસ્પર વિરોધી વચનોવાળું જે ન હોય તે જ વસ્તુતઃ આગમતત્ત્વ છે. તદુપરાન્ત આ આગમમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પ્રાણીને મારવા નહિ જોઈએ'-આવાં ઉત્સર્ગસામાન્ય દ્રિવ્ય ક્ષેત્ર કાલ કે ભાવાદિની અપેક્ષા રાખ્યા વિના વાક્યો અને ગ્લાનાદિના પ્રયોજને આધાકર્માદિ ગ્રહણ કરવાનું જણાવનારાં અપવાદ-વિશેષ વાક્યો હોવાં જોઈએ. સામાન્યથી એકાને કોઈ વિધાન નહિ હોવું જોઈએ. અન્યથા એકાન્તવાદથી દુષ્ટ એ વાક્યોવાળું એ આગમ આગમતત્ત્વ સ્વરૂપ નહિ બને. આવાં ઉત્સર્ગ અપવાદભૂત વાક્યોથી ભરેલા આગમતત્ત્વને સાંભળ્યા પછી “અહીં આ પ્રમાણે કહેવાનો મુખ્ય આશય છે”-આવા પ્રકારના વાક્યસામર્થ્યનું જ્ઞાન થવાના કારણે જે આગમ શુદ્ધ બને છે તે આગમતત્ત્વ જ પંડિત પુરુષો સધર્મની પરીક્ષા વખતે વિચારે છે. માત્ર આગમતત્ત્વના શ્રવણથી જેમાં “આ કેમ ઘટે, આ બેસતું નથી, આ સમજાતું નથી.” આવી જાતની દ્વિધાઓ [આકાંક્ષાઓ] વિદ્યમાન રહે એવા આગમની વિચારણાથી સધર્મનો નિર્ણય થાય નહિ. આ ગ્રન્થકારશ્રીનો કહેવાનો આશય એ છે કે સદ્ધર્મનો નિર્ણય કરતી વખતે બાલ જીવો અને મધ્યમબુદ્ધિવાળા જીવો અનુક્રમે બાહ્યલિગ અને આચારનો જ મુખ્યપણે વિચાર કરે છે. પરંતુ એમાં બનાવટ થતી હોવાથી ખરી રીતે એનાથી કોઈ પણ રીતે સદ્ધર્મનો વાસ્તવિક નિર્ણય થતો નથી. આથી જ પંડિતજનો સદ્ધર્મનો નિર્ણય કરવા માટે આગમતત્ત્વની પરીક્ષા-વિચારણા કરે છે. જેનાગમોને છોડીને અન્ય જે આગમો છે તે આગમો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી સિદ્ધ થયેલા આત્મસ્વરૂપાદિનો અપલાપ કરે છે, તે આગમોમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાપરવાક્યોનો વિરોધ પણ દેખાય છે અને તેથી અનેક જાતની દ્વિધાપૂર્ણ દશાના કારણે કોઈ ચોક્કસ વાસ્તવિક અર્થ પ્રતીત થતો નથી. જ્યારે, શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક આગમો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી સુપ્રસિદ્ધ અર્થનો અપલાપ કરતા નથી. તેમાં પરસ્પર વિરુદ્ધ વાક્યો નથી. કોઈ પણ જાતનો કદાગ્રહ ન હોય તો સામાન્યબુદ્ધિવાળા જીવો પણ પૂ. ગુરુભગવંત પાસેથી ચોક્કસ વિશિષ્ટ બોધ પામી શકે છે. આ પરમતારક આગમનાં ઉત્સર્ગવાક્યો સહિષ્ણુઓને જેમ આરાધક બનાવે છે; તેમ તેનાં અપવાદભૂત વાક્યો પણ અસહિષ્ણુઓને પૂ. ગુરુદેવશ્રીની પુણ્યનિશ્રાથી આરાધક બનાવે છે. અન્ય આગમો એકાન્તવાદથી દુષ્ટ હોવાથી તેના આચરણાદિથી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક આગમોનાં ઉત્સર્ગ અને અપવાદભૂત વાક્યોના ઐદંપર્યતાત્પર્ય સુધી પહોંચ્યા વિના પરમતારક શ્રી જિનાગમોનું જ્ઞાન વિવક્ષિત સિદ્ધિનું કારણ થતું નથી. આ આશયથી જ ગાથામાં સંપર્ય-શુદં ર આવો નિર્દેશ છે. શ્રુતજ્ઞાન ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન..વગેરેનું સ્વરૂપ આગળ જઈને વર્ણવાશે; તે વખતે ઉપર જણાવેલી વાત વિસ્તારથી જણાવીશ. આ રીતે પ્રતિબિંબિત “આગમતત્ત્વ'નો વિચાર કરી પંડિતજનો સદ્ધર્મની પરીક્ષા કરે છે.. ૧-૧૦ પંડિતજનો દ્વારા જે આગમતત્ત્વની વિચારણા કરાય છે Page #28 -------------------------------------------------------------------------- ________________ તે આગમતત્વ ગ્રન્થકારશ્રી અગિયારમી ગાથાથી જણાવે છે आत्मास्ति स परिणामी बद्धः सत्कर्मणा विचित्रेण । * મુશ્ચ વિયોગાસાહિલાદિ તઘેતુઃ ૧-૧૧ ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે “આત્મા છે, તે પરિણામી છે; વિદ્યમાન [વાસ્તવિક એવાં વિચિત્ર કર્મ વડે બંધાયેલો છે; કર્મના સર્વથા વિયોગથી આત્મા મુક્ત બને છે; હિંસા અસત્ય વગેરે કર્મના બંધમાં કારણ છે; અને અહિંસા સત્ય વગેરે કર્મના વિયોગમાં કારણ છે.” આ પ્રમાણે તે તે દર્શનની માન્યતાનું નિરાકરણ કરી જ્યાં પ્રતિપાદન કરાય છેતે આગમતત્ત્વ છે. આશય એ છે કે લોકાયત-ચાર્વાક [નાસ્તિકો]લોકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેમના મતનું ખંડન કરી જ્યાં શરીરથી અતિરિક્ત આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત છે-તે આગમતત્ત્વ છે. - શરીરથી અતિરિક્ત આત્માને માન્યા પછી પણ જો તેને પરિણામ ન માનીએ અને કૂટસ્થ નિત્ય માનીએ તો આત્માની બદ્ધ અને મોક્ષ અવસ્થા વાસ્તવિક નહિ બને. કારણ કે કોઈ પણ જાતનું અંશતઃ પણ પરિવર્તન ન માનીએ તો કોઈ પણ વસ્તુમાં અવસ્થાન્તર સદ્ગત નહિ થાય. આથી કૂટસ્થ નિત્ય આત્માને માનવાનું ઉચિત નથી. સાંખ્યદર્શનપ્રસિદ્ધ એ વાતનું નિરાકરણ કરી આત્માને પરિણામી માનવાનું જેમાં જણાવ્યું છે-તે આગમતત્ત્વ છે. જે પરિણામસહિત છે તેને પરિણામી કહેવાય છે. દેવ મનુષ્ય તિર્યંચ અને નરક-આ ચાર ગતિમાં અને પાંચમી મોક્ષગતિમાં ચૈતન્યસ્વરૂપી આત્માનો સંબંધ છે. એ આત્માનો તે તે કાલે તે તે ગતિમાં જે સંબંધ Page #29 -------------------------------------------------------------------------- ________________ છે તે આત્માનો પરિણામ છે; તેથી તે પરિણામ-વિશિષ્ટ આત્મા પરિણામી છે. | પરિણામ એટલે અર્થાન્તરને પામવું, સર્વથા એક સ્વરૂપે ન રહેવું અને સર્વથા નષ્ટ ન થવું. માટીનો પરિણામ ઘટ છે. માટીસ્વરૂપથી ભિન્ન ઘટસ્વરૂપે માટી થાય છે. માટી માટીરૂપે સર્વથા રહેતી નથી અને માટી પિંડરૂપે નષ્ટ થવા છતાં માટીરૂપે નાશ પામતી નથી. આવી જ રીતે આત્માના દેવગતિ વગેરે સ્વરૂપ પરિણામ છે. એ પરિણામવિશિષ્ટ આત્માને માનીએ નહિ અને શરીરને જ આત્મા માની લઈએ તો પરલોકમાં આત્માનું ગમન સદ્ગત નહિ થાય. મરણ પછી શરીરનો વિનાશ થવાથી શરીરસ્વરૂપ આત્મદ્રવ્યનો પણ નાશ માનવો પડશે. અને તેથી પરલોકમાં જનાર આત્માનું અસ્તિત્વ માની શકાશે નહિ. તેમ જ ઉપર જણાવ્યા મુજબ શરીરથી અતિરિક્ત એવા આત્માને પરિણામી માનીએ નહિ તોપણ પરલોકગમનાદિ અવસ્થાઓ સગત થશે નહિ. પરિણામી એવો આત્મા અનાદિકાળથી વિદ્યમાન એવા કર્મથી બદ્ધ છે. વાસના-સંસ્કારાદિ રૂપ કાલ્પનિક અિતાત્વિક] કર્મથી બદ્ધ નથી. આત્મા અને કાર્મણવર્ગણાને દૂધ અને પાણીની જેમ, તેમ જ લોઢું અને અગ્નિની જેમ એકમાં બીજાના અનુગમનસ્વરૂપ પરિણામ પામવારૂપે સંબંધ છે. આ વાત બંધાધિકારમાં જણાવેલી છે. ત્યાં જણાવ્યું છે કે “તે તે કર્મો પુગલસ્વરૂપ છે, આત્મામાં રહેલાં છે અને અચેતન છે.” તે તે કર્મના બંધની અપેક્ષાએ કર્મ સાદિ છે. કારણ કે કોઈ પણ કર્મ અનાદિકાળથી આત્મસંબદ્ધ ન હતું અને Page #30 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ કર્મ અનંતકાળ સુધી આત્મસંબદ્ધ રહેવાનું નથી. પરંતુ કર્મની પરમ્પરાની અપેક્ષાએ કર્મ અનાદિનું છે. કોઈ પણ કાળ એવો ન હતો કે આ આત્મા કોઈ પણ કર્મથી બદ્ધ ન હતો. અનાદિકાળથી દૂધ અને પાણીની જેમ કર્મથી સમ્બદ્ધ એવો પણ આત્મા કર્મના આત્યન્તિક [ફરીથી બંધાય નહિ] પરિક્ષયસ્વરૂપ કર્મવિયોગથી મુક્ત બને છે. આત્માની એ બદ્ધ અને મુક્ત અવસ્થાના એટલે કે કર્મબંધ અને મોક્ષના; અનુક્રમે હિંસા, મૃષાવાદ, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ તથા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પ્રાણાતિપાતપશ્ચક અને મહાવ્રતપશ્ચક કારણ છે. હિંસાદિ પાંચ આશ્રવસ્થાનો અને તેનાથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ અહિંસાદિ પાંચ મહાવ્રતો અનુક્રમે બંધ અને મોક્ષનાં કારણ છે. અનાદિકાળથી કર્મ-પ્રવાહથી બદ્ધ એવા આત્માને કર્મથી સર્વથા મુક્ત બનવા માટે પાંચ મહાવ્રતોના પાલન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો વિશુદ્ધ તાત્ત્વિક ઉપાય શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક આગમને છોડીને બીજા કોઈ જ આગમમાં બતાવાયો નથી. શરીરથી અતિરિક્ત આત્મતત્ત્વને નહિ માનનારા ચાર્વાકોના મતનું; આત્માને પરિણામી નહિ માનનારા સાંખ્યમતનું અને કાલ્પનિક [વાસ્તવિક નહિ] કર્મથી બંધાયેલા આત્માનો કાલ્પનિક મોક્ષ માનનારા વેદાંતીઓના મતનું ; તેમ જ આવા જ પ્રકારના દૃષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી વિરુદ્ધ એવા `મતોનું નિરાકરણ કરીને શ્રી તીર્થંકર પરમાત્માના આગમમાં ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ જે તત્ત્વનું નિરૂપણ કર્યું છે-એ “આગમતત્ત્વ જ પંડિત પુરુષો વિચારે છે અને એના આધારે સદ્ધર્મની પરીક્ષા કરે છે.. આપણા પરમપુણ્યોદયે પંડિત જનોથી વિચારાયેલું પરિશુદ્ધ આગમતત્ત્વ આપણને ખૂબ જ સરળતાથી અનાયાસે પ્રાપ્ત થયું છે. જે સદ્ધર્મની પ્રાપ્તિ માટે એક અદ્ભુત ઉપાય છે. પ્રાપ્ત થયેલા એ પરમતારક ઉપાયનું અચિજ્ય સામર્થ્ય સમજી-વિચારી એની ઉપેક્ષા કરવાથી દૂર રહેવું જોઈએ. ૧-૧૧ દશમી ગાથામાં આગમતત્ત્વનું સ્વરૂપ વર્ણવતી વખતે ઔદંપર્યથી શુદ્ધ એવું આગમતત્ત્વ હોય છે-આ પ્રમાણે જણાવ્યું હતું. ત્યાં ઔદંપર્યની શુદ્ધિનું જ સ્વરૂપ અપેક્ષિત છે તેનું નિરૂપણ બારમી ગાથાથી કરાય છે. • परलोकविधौ मानं वचनं तदतीन्द्रियार्थदृगव्यक्तम् । सर्वमिदमनादि स्यादैदंपर्यस्य शुद्धिरिति ॥१-१२॥ આશય એ છે કે “આત્મા પરિણામી છે કર્મથી બદ્ધ છે અને કર્મના સર્વથા પરિક્ષયથી તે મુક્ત બને છે - આ બધું દૃષ્ટ પ્રિત્યક્ષ-અનુમાન અને ઈષ્ટ [આગમ] પ્રમાણથી અબાધિત છે. આવું આગમતત્ત્વ દૃષ્ટ અને ઈષ્ટ પ્રમાણમાં અવિરોધી એવાં વાક્યોથી દર્શાવેલું છે.”-આ પ્રમાણે પૂર્વે જણાવ્યું છે. આગમતત્ત્વનાં સૂત્રોમાં પૂરતા પ્રમાણમાં ઉત્સર્ગ અને અપવાદભૂત સૂત્રો ઉપલબ્ધ હોવાથી આગમતત્ત્વની ઉત્સર્ગોપવાદયુક્તતા પણ સ્પષ્ટ છે. હવે બારમે ગાથાથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ઐદમ્પર્યની શુદ્ધિ જણાવાય છે. પરલોકસમ્બન્ધી ફળને પ્રાપ્ત કરવા માટેના ઉપાયોના ઉપદેશ માટે સ્વતન્ત્ર [મુખ્ય] પ્રમાણ આગમસ્વરૂપ વચન છે. એ પરમતારક વચન; અતીન્દ્રિય પદાર્થને જોનારા એવા સર્વજ્ઞ ભગવન્તે જણાવેલા અર્થને જણાવનારું છે. કારણ કે અસર્વજ્ઞમાં એવી શક્તિ નથી કે; નહિ જોયેલા પણ અર્થને જણાવે. ઈન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ થતું નથી એવા અતીન્દ્રિય પદાર્થોને જણાવવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞ ભગવન્તોમાં છે; અસર્વજ્ઞોમાં એવી શક્તિ હોતી નથી. મહાવિદેહાદિ સર્વ ક્ષેત્રની અપેક્ષાએ સર્વજ્ઞ ભગવન્તનું વચન અનાદિકાળથી છે. અતીન્દ્રિય પદાર્થોના નિર્ણય માટે એ પરમતારક વચનને છોડીને બીજું કોઈ જ પ્રમાણ નથી. આથી સમજી શકાશે કે સ્કૂલ દૃષ્ટિએ કોઈ વાર વિરુદ્ધ અર્થ જણાતો હોય તોપણ, અત્તે સર્વજ્ઞભગવન્તની આજ્ઞા [પરમતારક વચન] જ પ્રમાણ છે. આપણને સમજાય કે ન પણ સમજાય પરન્તુ સર્વજ્ઞભગવંતની આજ્ઞાનું પ્રામાણ્ય સર્વથા માનવું જ જોઈએ-આ પ્રમાણે દશમી ગાથામાં જણાવાયેલી ઐદમ્પંર્યની શુદ્ધિનું સ્વરૂપ છે. પંડિતજનો; ઉપર જણાવ્યા મુજબ આજ્ઞાનું પ્રાધાન્ય સમજતા હોવાથી એનો વિચાર કરીને સદ્ધર્મની પરીક્ષા કરે છે. આજ્ઞાથી શૂન્ય એવાં અનુષ્ઠાનાદિ સદ્ધર્મના નિર્ણય માટે કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. આજ્ઞાશૂન્ય-નિરપેક્ષ અનુષ્ઠાનાદિને આશ્રયી સદ્ધર્મનો નિર્ણય કરવામાં આવે તો કોઈ પણ રીતે સદ્ધર્મનો નિર્ણય થઈ શકશે નહિ. બારમી ગાથાનો એ ભાવાર્થ સમજાશે તો ગાથાનો શબ્દાર્થ ખૂબ જ ૨૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટપણે સમજાશે. ll૧-૧ર * * * આ રીતે બાલ મધ્યમ અને પંડિત-આ ત્રણ સદ્ધર્મની પરીક્ષા કરનારાઓના સ્વરૂપને વિસ્તારથી જણાવીને બાલાદિને આપવાની દેશનાવિધિને જણાવાય છે. बालादिभावमेवं सम्यग् विज्ञाय देहिनां गुरुणा । सद्धर्मदेशनाऽपि हि कर्त्तव्या तदनुसारेण ॥१-१३॥ આ પ્રમાણે પૂિર્વે જણાવ્યા મુજબ] બાલ, મધ્યમ અને પંડિત જીવોના પરિણામ કે સ્વરૂપને સારી રીતે જાણીને બાલાદિ જીવોના પરિણામને અનુરૂપ સદ્ધર્મની દેશના પણ ગુરુભગવત્તે કરવી જોઈએ-આ પ્રમાણે તેરમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે તે તે જીવોના બાલાદિભાવોને ચોક્કસપણે જાણીને ગુરુભગવત્તે તે તે જીવોને જે રીતે ઉપકાર થાય તે રીતે સદ્ધર્મની દેશના આપવી જોઈએ. પૂ.ગુરુ ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ધર્મના જ્ઞાતા, ધર્મને આરાધનારા, સદાને માટે ધર્મના વિષયમાં પ્રવૃત્તિ કરાવનારા તેમ જ યોગ્ય જીવોને સધર્મની દેશનાને આપનારા પૂ. સાધુભગવંતોને “ગુરુ' કહેવાય છે. આથી સમજાશે કે કેવા સાધુભગવંતો સધર્મના દેશક બની શકે. સ્વયં ધર્મના જ્ઞાતા કે આચરનારા ન હોય તેમ જ સારણા યાદ કરાવવું વગેરે દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાનું જેમનામાં સામર્થ્ય ન હોય-એવા લોકોએ ઘર્મની દેશના આપવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે સારી પ્રવૃત્તિ પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ સારા અિધિકારી] લોકો કરે એ બરાબર છે. બાલાદિ જીવોની રુચિનો જેમને ખ્યાલ છે એવા પૂ.ગુરુભગવંતોએ તે તે જીવોની રુચિ મુજબ પણ સઘર્મની જ દેશના તે તે જીને આપવાની છે. એથી જ તેમને ઉપકાર થઈ શકે છે. અન્યથા દેશનાથી કોઈ લાભ થશે નહિ. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા પરમતારક સદ્ધર્મની દેશના જો યોગ્ય રીતે યોગ્ય આત્માઓને આપવામાં આવે તો ખૂબ જ લાભનું કારણ બની જાય. “ધર્મ તો એકાત્તે કલ્યાણકર છે” એમ માનીને ગમે તે રીતે ગમે તેને તેનો ઉપદેશ આપવાથી કોઈ લાભ નથી-એ યાદ રાખવું જોઈએ. ll૧-૧૩ - તેરમી ગાથામાં જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવવા, તેનો હેતુ જણાવવાપૂર્વક અયોગ્ય દેશનાની અનર્થકારિતા જણાવાય છે यद् भाषितं मुनीन्द्रः पापं खलु देशना परस्थाने । उन्मार्गनयनमेतद् भवगहने दारुणविपाकम् ॥१-१४॥ આશય એ છે કે બાલાદિ જનોને દેશના આપતી વખતે બાલાદિ ભાવોને જાણ્યા વિના તે તે જીવોને તેમને પ્રાયોગ્ય દેશના આપવામાં નહિ આવવાથી એટલે કે અન્યપ્રાયોગ્ય દેશના આપવાથી તે તે દેશના પરસ્થાન-દેશના થાય છે. આવી પરસ્થાન-દેશનાને આગમના જ્ઞાતા એવા પરમજ્ઞાની ભગવંતોએ પાપરૂપે વર્ણવી છે. આવી વિપરીત દેશના કરવાથી શ્રોતાઓને ઉન્માર્ગે લઈ જવાય છે, જે પરિણામે આ Page #35 -------------------------------------------------------------------------- ________________ સંસારસ્વરૂપ વનમાં ભયંકર વિપાકનો અનુભવ કરાવે છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક-આજ્ઞાથી રહિત એવી કુશીલ પ્રવૃત્તિ મહા-અનર્થનું કારણ છે. બાલાદિયોગ્ય દેશના મધ્યમાદિ જીવોને આપવાથી નિમ્નકક્ષાની દેશનાના કારણે તે તે જીવોને કોઈ લાભ થતો નથી. અને બાલાદિને - મધ્યમાદિપ્રાયોગ્ય દેશનાથી બાલાદિ અતિપરિણત વિધારે ડાહ્યા બને છે. જેથી વિપરીત દેશના શ્રોતાઓને ઉન્માર્ગે લઈ જવા સ્વરૂપ મહાઅનર્થનું કારણ બને છે. આવી દેશનાના શ્રવણાદિસ્થ શ્રોતાઓ પોતાને અનુચિત એવી પ્રવૃત્તિ કરવા દ્વારા મહા અનર્થનું ભાજન બને છે. આથી સમજી શકાશે કે પરસ્થાન-દેશનાનો ત્યાગ કરી બાલાદિ જીવોને તેમની રુચિ વગેરેને જાણીને તેમને અનુરૂપ જ સદ્ધર્મદેશના આપવી જોઈએ. આ અંગે કોઈ પણ જાતની ઉપેક્ષા સેવ્યા વિના ખૂબ જ કાળજીપૂર્વક પ્રયત્નશીલ બનવું જોઈએ. અનંતજ્ઞાનીઓનાં વિધાનોની ઉપેક્ષા કરવાજેવી નથી. એવી ઉપેક્ષા અંતે તો આપણા અહિતનું જ કારણ બન્યા વિના નહીં રહે. આદર-બહુમાનાદિપૂર્વક અનંતજ્ઞાનીઓનાં વિધાનોના આસેવન વિના કલ્યાણ થાય એ શક્ય નથી. ૧-૧૪ આગમમાં જેનું વર્ણન છે એ સ્વરૂપથી સુંદર છે તો પછી માત્ર પરસ્થાને આપવાથી અપાય-અનિષ્ટ કઈ રીતે થાય? આવી શંકાનું સમાધાન કરતાં તેમાં દૃષ્ટાન્ન [ઉદાહરણ જણાવવા માટે પંદરમી ગાથા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथात्यन्तम् । सद्धर्यदेशनौषधमेवं बालाद्यपेक्षमिति ॥१-१५॥ જેમ વાતરોગને દૂર કરવાનું ઔષધ હિતકર હોવા છતાં એ ઔષધ કફરોગને દૂર કરવા માટે લેવાય તો ખૂબ જ અહિતકર બને છે. તેમ બાલાદિ જીવોની અપેક્ષાએ અપાતી સધર્મદેશના સ્વરૂપ ઔષધ મધ્યમાદિ જીવોને માટે અહિતકારક છે. આશય સ્પષ્ટ છે કે શરીરમાં રહેલા વાયુરોગને દૂર કરવા માટે સ્નેહપાન [ઘીની રાબ વગેરે ઔષધ લેવાથી શરીરમાં વાયુતત્ત્વ સામ્યવસ્થાને પામતું હોવાથી હિતકર બને છે. પરંતુ એ જ હિતકર ઔષધ સર્દી વગેરે શ્લેષ્મ રોગને દૂર કરવા માટે લેવામાં આવે તો તે શ્લેષ્મની વૃદ્ધિ કરતું હોવાથી સર્વથા અહિતકર બને છે. આવી જ રીતે બાલાદિ જીવોની અપેક્ષાએ જે દેશના વિહિત છે, તે તે દેશના આગમવિહિત હોવાથી ખરેખર જ સુંદર છે. પરંતુ એ સદ્ધર્મદેશના સ્વરૂપ ઔષધ પણ મધ્યમાદિ જીવોને આપવામાં આવે તો તે સમજવામાં નહિ આવવાથી અને તેથી તેની અવજ્ઞા થતી હોવાથી અહિતકર બને છે. આથી અપાયનો જેમને ડર છે એવા ગુરુભગવંતે બાલાદિ જીવોના ભાવને જાણીને તેમને અનુકૂળ એવી સધર્મદેશના આપવી જોઈએ. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે બાલાદિ જીવોનું યથાર્થ સ્વરૂપ સમજીને પછી જ તેમની યોગ્યતા મુજબ તેમને દેશના આપવી જોઈએ. કોઈ પણ વસ્તુની યોગ્યતાનો વિચાર કર્યા વિના માત્ર વસ્તુની ઉત્તમતાને જોઈને ગમે તે રીતે ગમે તેને ગમે તે વસ્તુ આપવી Page #37 -------------------------------------------------------------------------- ________________ એ હિતકર નથી. સામા માણસના હિતની અપેક્ષા હોય તો સૌ પ્રથમ તેની યોગ્યતાનો વિચાર કરવો જોઈએ, ત્યાર પછી જ શાસ્ત્રાનુસારી સદ્ધર્મદેશનાનું સમ્યગ્રીતે પ્રદાન કરવું જોઈએ. ।।૧-૧૫ *** ઉપર પંદરમી ગાથામાં જણાવેલી વાતને સ્પષ્ટ કરતાં સોળમી ગાથામાં ફરમાવ્યું છે કે एतद् विज्ञायैवं यथार्हं (थोचितं ) शुद्धद्भावसंपन्नः । विधिवदिह यः प्रयुंक्ते करोत्यसौ नियमतो बोधिम् ॥१६॥ ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે-આ રીતે બાલાદિ જીવોને પ્રાયોગ્ય દેશના સંબંધી ઉચિત જાણીને શુદ્ધભાવથી પરિપૂર્ણ જે પૂ. ગુરુભગવંત; વિધિપૂર્વક બાલાદિ જીવોને સદ્ધર્મદેશનાસ્વરૂપ ઔષધ પ્રયોજે છે તે પૂ. ગુરુભગવંત ચોક્કસપણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે છે. ૧-૧૬॥ ॥ इति प्रथमं षोडशकम् ॥ .. ॥ અથ દ્વિતીયં ષોડશમ્ || અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રન્થકાર પરમર્ષિ શ્રીમદ્ હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ષોડશક પ્રકરણમાં પ્રથમ ષોડશક દ્વારા સદ્ધર્મપરીક્ષક બાલ, મધ્યમ અને પંડિત જનોનો પરીચય કરાવ્યો. એ વખતે તેમની સદ્ધર્મપરીક્ષા ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ કરવાની રીતનો પણ સ્પષ્ટપણે ખ્યાલ આપ્યો છે. તે જીવોને તેમને ઉચિત દેશના આપવાથી લોકોત્તર ધર્મની પ્રાપ્તિ કરાવવાનું ખૂબ જ સરળ બને છે તેમને અનુચિત દેશના આપવાથી બાલાદિ જીવોનું કોઈ પણ રીતે હિત થતું નથી પરન્તુ ખૂબ જ અહિત થાય છે. આ વાત પણ ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. પ્રથમ ષોડશકમાં જણાવેલી એ વાતનો ખ્યાલ રાખીને જ પૂ. ગુરુભગવત્તે યોગ્ય જીવોને યોગ્ય રીતે સધર્મની દેશના આપવી જોઈએ-એ સમજી શકાય છે. ત્યાં બાલાદિ જીવોને આપવાયોગ્ય જે સદ્ધર્મદેશના છે તે સંબંધી વિધિ કહે છે बालादीनामेषां यथोचितं तद्विदो विधिर्गीतः । सद्धर्मदेशनायामयमिह सिद्धान्ततत्त्वज्ञैः ॥२-१॥ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. બીજા ષોડશકની શરૂઆતમાં ગ્રન્થકાર પરમર્ષિ બાલાદિ જીવોને તેમને ઉચિત એવી સદ્ધર્મદેશના સંબંધી વિધિને જણાવવા માટે પ્રારંભ કરે છે. પૂર્વે જેમનું સ્વરૂપ ણાવ્યું છે એવા બાલાદિ જીવોને તેમને ઉચિત એવી સદ્ધર્મની દેશનાના વિષયમાં આગમના પરમાર્થને જાણવા માટે અત્યંત નિપુણ એવા સિદ્ધાંતતત્ત્વોના જાણકારોએ બાલાદિ જીવોના સ્વરૂપના જાણકારોને હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે વિધિ જણાવ્યો છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલ, મધ્યમ અને પંડિત -આ ત્રણ પ્રકારના જીવો ધર્મના અર્થી છે. સધર્મની પરીક્ષા-વિચારણા કરીને ધર્મનો સ્વીકાર કરતી વખતે તેમની વિચારણા-પરીક્ષા-પદ્ધતિ જુદી જુદી છે. આવા જીવોને તેમની રુચિ મુજબ પણ સદ્ધર્મની Page #39 -------------------------------------------------------------------------- ________________ જ દેશના આપવાની છે. બાલાદિ જીવોના સ્વરૂપના જાણકારો જ એવી દેશના આપવા માટે શક્તિસમ્પન્ન બની શકે છે. એ અંગેનો વિધિ આગમના પરમાર્થને જાણવામાં અત્યંત નિપુણ એવા સિદ્ધાંતના રહસ્યવેત્તાઓએ દર્શાવ્યો છે, જે અહીં આગળની ગાથાઓથી જણાવ્યો છે. ર-૧ તે ઉપર જણાવ્યા મુજબ દેશનાવિધિ જણાવવાના અવસરે બાલજીવોને પરિણામ-પરિણતિને આશ્રયીને હિતકારિણી એવી દેશનાનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે बाह्यचरणप्रधाना कर्त्तव्या देशनेह · बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ॥२-२॥ બાલ, મધ્યમ અને પંડિત-આ ત્રણ પ્રકારના ધર્માર્થી આત્માઓમાં જે બાલજીવો ધર્માર્થી છે તેમને બાહ્યચારિત્રપ્રધાન દેશના આપવી જોઈએ અને ત્યારે ધર્મદેશક પૂ.આ.ભગવત્તાદિએ પણ તે બાહ્યચારિત્રસ્વરૂપ આચાર ચોક્કસપણે તે બાલ જીવોની આગળ સેવવા જોઈએ”-બીજા ષોડશકની બીજી ગાથાથી જણાવેલી આ વિગત સ્પષ્ટ છે. પૂર્વે જણાવ્યા મુજબ બાલ જીવો ધર્મની પરીક્ષા કરતી વખતે બાહ્યલિંગને મુખ્યપણે વિચારતા હોય છે. તેથી બાહ્ય આચારો જ્યાં સારા જણાય, ત્યાં તેઓ ધર્મની કલ્પના કરી લે છે. તે તે દર્શનોમાં વિહિત તે તે બાહ્યાનુષ્ઠાનમાં જે અનુષ્ઠાન સુંદર અને સામાન્યથી નિરવદ્ય જણાય તેને ધર્મ તરીકે સ્વીકારનારા બાલ જીવોને લોકોત્તર માર્ગના બાહ્ય આચારો Page #40 -------------------------------------------------------------------------- ________________ મુખ્યપણે ઉપદેશવા જોઈએ. આવાં લોકોત્તર બાહ્ય [સર્વસામાન્ય જનો સમજી શકે] એવાં અનુષ્ઠાનોની દેશના આપતી વખતે ધર્મદેશકે એનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આચારોનું ખૂબ જ ઉપયોગપૂર્વક પાલન પોતે કરવાનું છે. બાલ જીવોના ખ્યાલમાં આવે તે રીતે એ બાહ્યાચારો ધર્મદેશક ન સેવે તો બાલ જીવોને એવા પ્રસંગે આચારો વિતથ છે-એમ જ જણાશે. પૂ.ગુરુભગવંત કહે છે કાંઈ અને આચરે છે કાંઈઆવું બાલ જીવોના મનમાં થાય તો લોકોત્તર ધર્મ પ્રત્યે મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે અને એમાં નિમિત્ત ધર્મદેશક પોતે બને. બાલ જીવો · અજ્ઞાની છે; સમજતા નથી; ધર્મદેશકે શું કરવું, શું ન કરવું-એ વિચારવાની તેમને જરૂર નથી; પૂ. ગુરુભગવન્ત જે કહે તે તેઓએ કરવું જોઈએ...” વગેરે વિચાર્યા વિના ધર્મદેશકે બાલ જીવોની સામે તેમને ઉપદેશ કરાતા બાહ્ય આચારોનું પાલન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. ધર્મના અર્થી એવા બાલ જીવો લોકોત્તર ધર્માનુષ્ઠાનોને કોઈ પણ રીતે મિથ્યા માની ના લેએ અંગે પૂરતી કાળજી રાખવી જોઈએ. આપણા પોતાના નિમિત્તે કોઈ પણ આત્મા લૌકોત્તર ધર્મને મિથ્યા માને-એ આપણા માટે હિતાવહ નથી. આચારસમ્પન્નતાનાં દર્શનથી બાલ જીવોને ધર્મદેશક પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન પ્રગટે છે. એના યોગે બાલ જીવોને ધર્મદેશક દ્વારા નિરૂપણ કરાતા બાહ્ય લોકોત્તર અનુષ્ઠાન પ્રત્યે પરમતારક ધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જે લોકોત્તર ધર્મની પ્રાપ્તિનું ખૂબ જ પ્રબળ કારણ બને છે. બીજી ગાથાનાં છેલ્લાં બે પદોથી જણાવેલી ૩૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ આ વાત તરફ ધર્મદેશકોએ ધ્યાન આપવું જોઈએ. એની ઉપેક્ષા શ્રોતા કે વક્તા-બંનેમાંથી કોઈના પણ હિત માટે નથી. આપણા આચારનો પ્રભાવ આપણા વચનને સામર્થ્યનું પ્રદાન કરે છે. પરિણામે આપણાં પ્રભાવવત્તાં વચનો; શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને શ્રોતાજનોના હૃદય સુધી પહોંચાડે છે, જે ધર્મદેશકોની સદ્ધર્મની દેશનાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ઉપર જણાવેલી વાતનો નિરંતર ખ્યાલ રાખવો જોઈએ. ર-રા બાલ જીવોને આપવાયોગ્ય બાહ્ય-આચારપ્રધાન દેશનાનું સ્વરૂપ સામાન્યથી જણાવાય છે सम्यग्लोचविधानं ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनं च ॥२-३॥ षष्ठाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टं । अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥२-४॥ गुर्वी पिंडविशुद्धिश्चित्रा द्रव्यायभिग्रहाश्चैव । विकृतीनां संत्यागस्तथैकसिक्थादिपारणकम् ॥२-५॥ अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ॥२-६॥ શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ લોચ કરવો; પગમાં જોડા વગેરે ધારણ નહિ કરવા; પલંગાદિ વિના પૃથ્વી ઉપર જ શયન કરવું, રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરમાં જ નિદ્રા લેવી અને શીત [અનુકૂળ] તેમ જ ઉષ્ણ પ્રિતિકૂળ] Page #42 -------------------------------------------------------------------------- ________________ પરિસહોનું સહન કરવું. મહાકષ્ટને કરનારા છઠ્ઠ અઠ્ઠમ વગેરે અનેક પ્રકારના બાહ્ય તપ કરવા; સંયમની સાધના માટે વિહિત ઉપકરણોને ધારણ કરવાં અને તે પણ નિર્દોષ [આધાકર્માદિ દોષથી શૂન્ય) લેવાં. - આધાકર્માદિ બેતાળીશ દોષોનો ત્યાગ કરી નિર્દોષભિક્ષા ગ્રહણ કરવા સ્વરૂપ પિંડવિશુદ્ધિ ખૂબ જ કપરી છે; દ્રવ્ય ક્ષેત્ર વગેરેને આશ્રયીને અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા; દૂધ દહીં વગેરે વિગઈઓનો સર્વથા ત્યાગ કરવો અને છઠ્ઠઅક્રમાદિ તપના પારણે ભાત વગેરે એક જ દ્રવ્યથી તેમ જ એક બે કોળિયા વાપરવાથી પારણું કરવું. કોઈ પણ ક્ષેત્રની ચોક્કસ ધારણા વિના અનિયતપણે વિહાર કરવો પરતું એક જ સ્થાનમાં ન રહેવા સ્વરૂપઅનિયત વિહારસ્વરૂપ આચાર; દરરોજ કાયાની મમતાને દૂર કરવા માટે કાઉસ્સગ્ન કરવા, પદ્માસનાદિમાં રહેવું અને આતાપનાદિ લેવી. તેમ જ ઉપાશ્રયની પ્રાર્થના, વસ્ત્રાદિની પ્રતિલેખના તથા કાલગ્રહણ લેવાં.. વગેરે બાહ્ય આચાર સારી રીતે બાલ જીવોને જણાવવા. આ પ્રમાણે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી ગાથાનો સામાન્ય અર્થ છે. | સામાન્ય રીતે ઉપર જણાવ્યા મુજબ બાહ્ય આચારોને મુખ્ય બનાવી બાલ જીવોને લોકોત્તર ધર્મની દેશના આપવાનું ફરમાવ્યું છે. ઘર્મના અર્થી એવા પણ બાલ જીવો બાહ્ય આચારને જ પ્રાધાન્ય આપતા હોવાથી શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા એ સાધ્વાચારો ખૂબ જ સ્પષ્ટપણે તે Page #43 -------------------------------------------------------------------------- ________________ જીવોને સમજાવવા જોઈએ. લોકમાં પ્રસિદ્ધ આચારો કરતાં એ લોકોત્તર આચારોમાં જે વિશેષતા છે-એ સ્પષ્ટપણે બાલજીવોને સમજાવવી જોઈએ. અન્યથા લોકોત્તર માર્ગમાં બાલ જીવોને લઈ આવવાનું શક્ય નહિ થાય. લૌકિક આચારોની અપેક્ષાએ લોકોત્તર આચારોની ઉત્તમતા અને પરમતારકતા સમજાય નહિ તો કોઈ પણ રીતે બાલ જીવો લૌકિક માર્ગનો ત્યાગ કરશે નહિ. લૌકિક આચારોની પાપરૂપતા સમજાવીને; લોન્નેત્તર આચારો સર્વથા પાપરહિત છે-એ સમજાવવામાં આવે તો બાલ જીવોને લોકોત્તર આચારો પ્રત્યે આદર પ્રગટ્યા વિના નહિ રહે. ધર્મદેશકોની દેશનાપદ્ધતિ ખરેખર જ મુમુક્ષુ આત્માઓને ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું જ્ઞાન કરાવનારી બને છે. બાલાદિ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો ધર્મદેશકે ઉપર જણાવ્યા મુજબ તેમને ઉચિત જ દેશના આપવી જોઈએ અને તે તે બાહ્યાચારોને ખૂબ જ અપ્રમત્તપણે પાળવા જોઈએ. અન્યથા નાટકીય રીતે અપાયેલી દેશના મુમુક્ષુજનોને લાભનું કારણ નહિ બને. ઉપર જણાવેલા બાહ્ય મુનિજીવનના આચારો લૌકિક ધર્માચારો કરતાં ખૂબ જ કઠોર છે. વર્ષદરમ્યાન ત્રણવાર બેવાર અને એકવાર પોતાની યોગ્યતા મુજબ શ્રી તીર્થંકરદેવની આજ્ઞા મુજબ મસ્તકાદિના કેશનો લોચ કરવાનો આચાર અન્ય કોઈ દર્શનમાં નથી. માત્ર જૈનદર્શનમાં પૂ. સાધુભગવંતો માટે એ આચારનું વિધાન છે. એ આચારનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ છે. શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાત્માઓ પંચમૌષ્ટિક લોચ કરતા હતા. તેની અપેક્ષાએ આજની લોચની પ્રવૃત્તિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ સરલ છે. પૂર્વપરમર્ષિઓએ સહન કરેલાં કષ્ટોની અપેક્ષાએ આજે એવું કોઈ જ કષ્ટ નથી. છતાં જો કષ્ટ જણાય તો સહનશીલતા ઘણી જ ઓછી છે-એ માન્યા વિના ચાલે એમ નથી. શક્ય પ્રયત્ન એ માટે મનને કેળવ્યા વિના છૂટકો નથી. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મમત્વાદિના પરિવાર માટે વિહારાદિ કરતી વખતે પગમાં કોઈ પણ જાતના જોડા વગેરે પૂ. સાધુભગવંતો ધારણ કરતા નથી. ખુલ્લા પગે જ વિહારાદિ કરવાની તેઓશ્રીની મર્યાદા છે. શાસ્ત્ર મુજબ નવકલ્પી વિહારાદિની મર્યાદાનું પાલન કરાય તો ખરેખર જ પગમાં કશું જ પહેરવાની જરૂર જ ન પડે. વર્તમાનની વિહાર-પદ્ધતિ વગેરે અંગે નવેસરથી વિચારણા કરવાની આવશ્યકતા છે. કેટલીકવાર તો વિહારનો આશય જ હણાતો હોય એવું દેખાય છે. મમત્વને દૂર કરવાના આશયથી વિહિત આચાર; મમત્વને પુષ્ટ બનાવનારા બને નહિ એનું લક્ષ્ય રાખવું જોઈએ. વર્તમાનની વિહારાદિની પદ્ધતિમાં થોડો ફેંરફાર કરીએ તો સામાન્ય રીતે પગમાં કશું જ પહેરવું ના પડે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા; આત્મપરિણતિ અને સંયમપરિણતિ-એ બન્નેના સમન્વય માટેનું અદ્ભુત સાધન છે. એ પરમતારક સાધનનો ઉપયોગ કરવામાં ન આવે તો બાહ્ય આચારોમાં પણ ભલીવાર નહિ આવે. પૂ. સાધુભગવન્તોને સામાન્યરીતે પૃથ્વી ઉપર જ સૂવાનું છે. એ માટે પલંગાદિનો ઉપયોગ કરવાનો નિષેધ છે. - આ રીતે જમીન પર પણ, સૂવાનું આવશ્યક જણાય તો Page #45 -------------------------------------------------------------------------- ________________ રાત્રિમાં બે પ્રહર નિદ્રા લેવાની છે. દિવસે અને રાત્રે બે પ્રહરથી અધિક નિદ્રા લેવાનો આચાર નથી. સામાન્યરીતે દિવસે પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ પ્રહરમાં તેમ જ રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં પૂ. મુનિભગવન્તોને સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું છે. આ રીતે પંદર કલાકનો સ્વાધ્યાય કરનારા પૂ. સાધુમહાત્માઓ આવશ્યકતા મુજબ બે પ્રહર જ નિદ્રા લે છે. બે પ્રહરથી અધિક નિદ્રા લેતા નથી. રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરમાં જ જરૂર પડ્યે નિદ્રા લેનારા મહાત્માઓ, ઉપર જણાવ્યા મુજબ પંદર કલાકનો સ્વાધ્યાય કરવા દ્વારા નિદ્રા અને વિકથા સ્વરૂપ પ્રમાદનો ખૂબ જ સારી રીતે ત્યાગ કરે છે. મોટાભાગે સાધુપણાના પતનની શરૂઆત એ બે પ્રમાદ કરાવે છે. એ બન્ને પ્રમાદથી દૂર રહેવા માટે ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવન્તો સ્વાધ્યાયાદિમાં તત્પર બને છે. આગમમાં જણાવ્યા મુજબ શીત કે ગ્રીષ્મ ઋતુમાં શીત કે ઉષ્ણ પરીસહને સારી રીતે સહન કરવાનો મુનિભગવન્તોનો આચાર છે. પોતાના શરીરની શક્તિ અનુસાર આર્ત કે રૌદ્રધ્યાન ન થાય એ રીતે શીત કે ઉષ્ણ પરીસહને વેઠવાનું ખૂબ જ આવશ્યક છે. સામાન્ય રીતે અહીં શીત પદથી અનુકૂલ પરીસહો અને ૩wા પદથી પ્રતિકૂલ પરીસહો સમજવાના છે. દરેક વખતે બધા જ પરીસહો પ્રાપ્ત થાય એવું બને નહિ. પરંતુ દરેક વખતે બધા જ પરીસહો સહન કરવાની ઈચ્છા હોવી જ જોઈએ. એવી ઈચ્છાને તિતિક્ષા' કહેવાય છે. પરીસહોનો પ્રતીકાર કરવાનું સામર્થ્ય હોય તો પણ તેનો Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રતીકાર કર્યા વિના કે તેને આવતા અટકાવ્યા વિના સહન કરવાની ઈચ્છાદિને અહીં “શીતોષ્પસંદન' તરીકે વર્ણવ્યું છે. કોઈ પણ જાતની દીનતા લાવ્યા વિના પરીસહો સહન કરવાએ સાધ્વાચાર છે. શ્રી વીતરાગ પરમાત્માએ મુનિભગવંતોને છઠ્ઠ અટ્ટમ વગેરે તપ કરવા ફરમાવ્યું છે. દુઃખે કરી આચરી શકાય એવા આ બાહ્યતપ મહાકષ્ટ સ્વરૂપ છે. અલ્પસત્ત્વનોધેયીવાળા અને દુર્બળ શરીરસંઘયણવાળા જીવો આ તપોનુષ્ઠાન કરવા શક્તિસંપન્ન બનતા નથી-તેથી આ તપોને મહાકષ્ટદુરનુચરસ્વરૂપ વર્ણવ્યા છે. સત્ત્વશાળી આત્માઓ જ છઠ્ઠા અટ્ટમ વગેરે તપ કરી શકે છે. સંયમની સાધના માટે આવશ્યક એવાં વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણો શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અલ્પ પ્રમાણમાં જ રાખવાનાં છે. એ ઉપકરણો પણ પોતાના માટે બનાવેલાં કે ખરીદેલાં..વગેરે દોષથી રહિત-વિશુદ્ધ હોય એવાં જ લેવાનાં છે. અવિશુદ્ધ-પોતાના માટે બનાવેલાં કે ખરીદેલાં વગેરે દોષયુક્ત ઉપકરણો ધારણ કરવાની આજ્ઞા નથી. ' વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણોની જેમ જ સંયમના નિર્વાહ માટે આહાર-પાણી પણ આધાકર્માદિ બેતાળીશ દોષોથી રહિત લેવાનાં છે. તેથી મુનિભગવન્તોને પિંડવિશુદ્ધિ ગુર્થી[ભારે, શ્રેષ્ઠ મહાન હોય છે. સામાન્ય રીતે બેતાળીશ દોષોથી રહિત જ આહાર-પાણી પ્રાપ્ત કરી સંયમજીવનનો નિર્વાહ કરવાનું ખૂબ જ કપરું છે. સંયમજીવનમાં આ Page #47 -------------------------------------------------------------------------- ________________ પિંડવિશુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. શરીરની મમતાનો ત્યાગ કર્યા વિના પિંડવિશુદ્ધિનું પાલન કરવાનું શક્ય નથી. પ્રાણાન્તે પણ અશુદ્ધ આહાર-પાણીને ગ્રહણ નહિ કરનારા મહાત્માઓના સંયમજીવનનું આલંબન ન હોય તો પિંડવિશુદ્ધિ; સંયમજીવનમાંથી નાશ પામશે. સંયમજીવનના નિર્વાહ માટે નિર્દોષ પિંડની પ્રાપ્તિ વખતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને નિયમ કરવાનું શ્રીવીતરાગ પરમાત્માએ ફરમાવ્યું છે. “અમુક દ્રવ્ય જ, અમુક જ સ્થાને, અમુક કાળે જ, અમુક જ આપશે તો ગ્રહણ કરીશ.”-આવા પ્રકારના અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહ ધારણ કરવાનો આચાર પૂ.સાધુમહાત્માઓ પાળે છે. આગમપ્રસિદ્ધ તે તે અભિગ્રહોના પાલન સાથે પૂ. સાધુભગવન્તોને દૂધ દહીં વગેરે છ વિગઈઓનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાયો છે. તેમ જ ઉપવાસ વગેરે તપના દિવસ પછીના દિવસે વાપરવા સ્વરૂપ પારણામાં, એક દ્રવ્યે જ વાપરવું અને એક, બે કે ત્રણ વગેરે કોળિયા વાપરવાનો નિયમ પણ ફરમાવ્યો છે. > ઉપર જણાવેલા વિશિષ્ટ-અભિગ્રહપૂર્વકના તપ વગેરેને કરનારા પૂ. મુનિભગવન્તોનો અનિયત વિહાર હોય છે. પોતાના શરીર પ્રત્યે પણ નિસ્પૃહ એવા તે મહાત્માઓ કોઈ પણ સ્થાને મમત્વ કર્યા વિના કોઈ પણ એક સ્થાને રહેતા નથી. સામાન્ય રીતે માસકલ્પ [એક મહિનો રહેવાનો આચાર] પ્રાયોગ્ય ક્ષેત્ર મળે તો એકવર્ષમાં નવ વિહાર થાય છે-તેને શાસ્ત્રીય પરિભાષામાં નવકલ્પી વિહાર કહેવાય છે. ૪૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ મમત્વથી રહિત થવા માટે નવકલ્પી વિહાર ખૂબ જ આવશ્યક છે. . શ્રી ગણધરાદિ મહાત્માઓએ સેવેલી એ પરમતારક મર્યાદાનું પાલન કરવામાં કોઈ પણ જાતનો પ્રમાદ સેવાયું નહિ-એનું ધ્યાન રાખવું જોઈએ. શક્તિસંપન્ન આત્માઓએ એ મર્યાદાનું પાલન કરવામાં ઉપેક્ષા કરવી ના જોઈએ. આ રીતે કઠોર આચારોના પાલન સાથે પૂ. સાધુભગવન્તોને કાઉસ્સગ્ગ કરવાનું પદ્માસનાદિમાં રહેવાનું અને આતાપનાદિ ગ્રહણ કરવાનું ફરમાવ્યું છે. ગમે તેવા મરણાન્ત કષ્ટ વખતે આત્મા સત્ત્વહીન બને અને શરીરદુઃખ સહન કરી શકે નહિ-એવી વિષમ સ્થિતિ સર્જાય નહિ-એ માટે શરીર અને આત્માને કેળવ્યા વિના ચાલે એવું નથી. શરીર અને આત્માને કેળવવા માટે ઉપર જણાવ્યા મુજબ કાયોત્સર્ગ [કાઉસ્સગ્ગ] કરવાનું અને પદ્માસનાદિમાં રહેવાનું કે આતાપનાદિ લેવાનું ફરમાવ્યું છે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમતારક આ બાહ્ય આચારોના પાલનપૂર્વક ઉપાશ્રયની પ્રતિલેખના અને શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રોના અધ્યયન માટે કાલ-ગ્રહણાદિ લેવાનું પણ પૂ. સાધુભગવન્તોને અનિવાર્ય છે. આ બધા જ બાહ્ય. આચારો બાલ જીવોને ખૂબ જ સ્પષ્ટપણે અપવાદ વિના જણાવવા અને તેમની સામે તે તે આચારોનું ખૂબ જ બારીકાઈથી ધર્મદેશકે પાલન કરવું જોઈએ.. ૫૨-૩-૪-૫-૬॥ *** હવે મધ્યમબુદ્ધિવાળા આત્માઓને જે દેશના આપવાની છે તેનું સ્વરૂપ વર્ણવાય છે ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ मध्यमबुद्धस्त्वीर्यासमितिप्रभृति त्रिकोटिपरिशुद्धम् । आद्यन्तमध्ययोगैर्हितदं खलु साधुसद्वृत्तम् ॥२-७ ॥ રાગ, દ્વેષ અને મોહ [અજ્ઞાન]. ઈત્યાદિ ત્રણ કોટિથી શુદ્ધ [રહિત], તેમ જ શરૂઆતની, વચ્ચેની અને છેલ્લી અવસ્થામાં હિતને આપનાર ઈર્યાસમિતિ વગેરે સાધુભગવંતોનું સવૃત્ત-સદાચરણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સર્વદા સારી રીતે જણાવવું-આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. અગિયારમી ગાથામાં “સા સમાધ્યેય” આ પદ છે. તેની સાથે “સાધુતવૃત્ત' - આ પદનો સંબંધ છે. તેથી સાતમી ગાથાનો અર્થ ઉપર જણાવ્યા મુજબ થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મધ્યમબુદ્ધિવાળા જીવો સધર્મની પરીક્ષા કરતી વખતે બાદ્યલિંગને પ્રધાનસ્વરૂપે ન જોતાં આત્યંતર [સામાન્ય લોકોને જણાય નહિ તેવા આચારને મુખ્યપણે વિચારે છે, તેથી તેમને તેવા પ્રકારના સાધ્વાચારનો ઉપદેશ આપવો જોઈએ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ.સાધુભગવંતોનો આચાર છે. તે ઈર્યાસમિત્યાદિ પ્રવચનમાતાનું પાલન કરતી વખતે પૂ. મુનિભગવંતો ત્રિકોટિપરિશુદ્ધ આચારનું પાલન કરે છે. સામાન્યપણે કોઈ પણ જાતના પાપથી રહિતપણે જ સર્વ આચારોનું પાલન કરવાનું શાસ્ત્રકારશ્રીએ ફરમાવ્યું છે. રાગ, વૈષ કે મોહને લઈને પાપ થાય છે; હણવાના [કાપવા, છેદવા અથવા તોડવા કારણે, રાંધવાના કારણે કે ખરીદવાના કારણે પાપ થાય છે અથવા તો જાતે પાપની કોઈ પણ પ્રવૃત્તિ કરવાથી, કરાવવાથી કે અનુમોદવાથી પાપનું ઉપાર્જન થતું Page #50 -------------------------------------------------------------------------- ________________ હોય છે. પાપના ઉપાર્જનના ત્રણ પ્રકારને “ગિરિ' કહેવાય છે. કોઈ પણ સાધ્વાચાર એ ત્રિકોટિથી શુદ્ધ રિહિત]જ વિહિત છે. * બીજી રીતિએ વિચારીએ તો-શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલું સમગ્ર પ્રવચન પૂ. સાધુ-ભગવન્તોના આચારનો વિષય છે. તેથી સમસ્ત-આઠ પ્રવચનની માતાઓના પાલન સ્વરૂપ સાધ્વાચાર પરમતારક પ્રવચનસ્વરૂપ છે. શ્રી વિતરાગ પરમાત્માના પરમતારક વચનસ્વરૂપ એ પ્રવચન; કષ, છેદ અને તાપથી પરિશુદ્ધ હોય છે. શ્રી ધર્મબિંદુ વગેરે ગ્રન્થમાં કષ, છેદ અને તાપનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે. જે ગ્રન્થમાં પૂરતા પ્રમાણમાં વિધાનો અને નિષેધો ઉપલબ્ધ હોય છે-એ ગ્રન્થ [દર્શન, પ્રવચન, આગમને કષશુદ્ધ કહેવાય છે. એ વિધિ અને નિષેધના પાલનાદિ માટે ઉચિત રીતે ઉપાયો જેમાં બતાવ્યા હોય છેતે ગ્રન્થને છેદશુદ્ધ કહેવાય છે અને તે તે ઉપાયોના સેવનાદિથી જે મોક્ષ વગેરે ફળ પ્રાપ્ત થાય છે-એ ફળ વાસ્તવિક રીતે સંગત થાય એ માટે આત્મા વગેરેનું વાસ્તવિક સ્વરૂપ જે ગ્રન્થમાં વર્ણવ્યું હોય તે ગ્રન્થ તાપશુદ્ધ કહેવાય છે. - આશય એ છે કે દરેક દર્શનકાર પોતપોતાના ગ્રન્થને પરમસત્ય અને નિર્દોષ જણાવતા હોય છે. આગમને પ્રમાણ માનનારા પોતાના આગમને પ્રમાણ માને, બીજાના આગમને પ્રમાણ ન માને - એ સમજી શકાય છે. આવા વખતે મુમુક્ષુ - આત્માઓનું કર્તવ્ય છે કે આગમની પરીક્ષા કરી તેના Page #51 -------------------------------------------------------------------------- ________________ આ પ્રામાણ્યને સ્વીકારવું. આગમની પરીક્ષા માટે, સુવર્ણની પરીક્ષા માટેના સાધનની જેમ જ કષ, છેદ અને તાપ ત્રણ સાધન જણાવ્યાં છે. કસોટીના પથ્થર ઉપર ઘસવાથી; ટુકડા કરવાથી અને અગ્નિમાં તપાવવાથી જેમ શુદ્ધ સુવર્ણની ખબર પડે છે, તેમ શાસ્ત્રસ્વરૂપ સુવર્ણની પરીક્ષા કરવા માટે કષ, છેદ અને તાપનો ઉપયોગ કરવો જોઈએ. અન્યથા પિત્તળ જેવા શાસ્ત્રને પ્રમાણ માનવાનો પ્રસંગ આવશે. સામાન્ય રીતે દરેક શાસ્ત્રકારો હિંસા ન કરવી; અસત્ય ન બોલવું; ચોરી ન કરવી...' ઈત્યાદિ વાક્યો દ્વારા હિંસાદિ પાપોનો નિષેધ કરતા હોય છે. અને “હિંસાનું પાલન કરવું... તપ કરવો તેમ જ વિનય-બહુમાન કરવું....' વગેરે વાક્યો દ્વારા અહિંસાદિનું વિધાન કરતા હોય છે. તેથી આવાં નિષેધ અને વિધિ પરક વાક્યોની પુષ્કળતાના કારણે દરેક શાસ્ત્રો કષશુદ્ધ જણાતાં હોય છે. તદુપરાંત કેટલાક શાસ્ત્રકારો સામાન્ય રીતે નિષિદ્ધની નિવૃત્તિ અને વિહિતની પ્રવૃત્તિ માટે તે તે ઉપાયો દર્શાવતા હોવાથી તેમના ગ્રન્થો છેદથી પણ શુદ્ધ જણાય છે. પરન્તુ તે તે દર્શનકારોએ આત્માદિને સર્વથા પરિણામી કે સર્વથા અપરિણામી [સર્વથા નાશવંત કે સર્વથા એક જ સ્વભાવમાં સ્થિત]..... વગેરે અવસ્થાપન માનવાથી તેમના મતે આત્મામાં કોઈ પણ જાતના ફેરફારની શક્યતા રહેતી નથી. અને તેથી નિષિદ્ધના આચરણથી પ્રાપ્ત થનાર દુષ્ટ ફળનો અને વિધાન કરાયેલા આચારના આચરણથી પ્રાપ્ત થનાર શુભ ફળનો સંભવ તેમના મતમાં ન હોવાથી તેવા ફળનું નિરૂપણ કરનારાં તેમનાં શાસ્ત્રો અર્થહીન બને છે ૪૮ - Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન હોય તો તે પ્રવૃત્તિ [સ્વાધ્યાયાદિની] કે નિવૃત્તિ [હિંસાદિની] ધર્મસ્વરૂપ નથી બનતી. આથી સમજી શકાશે કે ધર્મની ધર્મતા શ્રી જિનાગમસ્વરૂપ વચનને લઈને છે. કોઈ પણ ધર્મ એ વચનને અનુસરીને ન હોય તો તે ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી. ધર્મની વાસ્તવિકતા માટે વચનનું અનુસરણ છે. તેથી ખરી રીતે વચનના આધારે ધર્મ રહેલો છે. સકલ ધર્માનુષ્ઠાનોની ધર્મમયતા શ્રી જિનાગમને આધારે હોવાથી તે તે અનુષ્ઠાનોની ધાર્મિકતાને પરમતારક વચનો જણાવે છે. વચનનિરપેક્ષાનુષ્ઠાનો ધાર્મિક નથી. ધુમાડો જેમ અગ્નિને જણાવે છે તેમ વચન, સકલ અનુષ્ઠાનોની ધાર્મિકતાને જણાવે છે. ધુમાડામાં જેમ અગ્નિ સમાયો છે તેમ વચનમાં સકલ અનુષ્ઠાનોની ધાર્મિકતા સમાયેલી છે. ન્યાયની પરિભાષામાં જણાવીએ તો શાપકતાસંબન્ધથી સકલ અનુષ્ઠાનો પરમતારક વચનમાં રહેલાં છે.. એમ જણાવી શકાય. આથી સમજી શકાય છે કે સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ અને હિંસાદિની નિવૃત્તિ સ્વરૂપ ફળને ઉત્પન્ન કરનાર આત્મપરિણામસ્વરૂપ ધર્મ ઉપર જણાવ્યા મુજબ પરમતારક વચનમાં રહેલો છે. આગમના વચનને અનુસરી તે તે વિહિત અનુષ્ઠાનો કરવાનો અને નિષિદ્ધ હિંસાદિની નિવૃત્તિનો જે પરિણામ થાય છે; તે આત્મપરિણામસ્વરૂપ વ્યાપાર ધર્મ છે. એ ધર્મથી, વિહિત અને નિષિદ્ધની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ફળસ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ ધર્મ, પરમતારક શ્રી જિનાગમના વચનમાં રહેલો છે. આવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ વચનમૂલક હોય તો જ તે ધર્મ છે. ધર્માનુષ્ઠાનો શ્રી વીતરાગ ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ કોટિથી શુદ્ધ શ્રી વીતરાગ પરમાત્માનું પ્રવચન છે. તેના આધારે પ્રવર્તેલા સમગ્ર સાધ્વાચારસ્વરૂપ અષ્ટપ્રવચનમાતામાં તે પરમતારક પ્રવચન અંતર્ગત હોવાથી સમગ્ર સાધુસત્ત ત્રિકોટિ [કષ, છેદ અને તાપ]થી પિરશુદ્ધ છે. રાગ, દ્વેષ અને મોહ; કૃત, કારિત અને અનુમોદિત તેમ જ હનન, પચન અને ક્રયણ-આ ત્રણ ત્રણ કોટિઓ પ્રતિષેધસ્વરૂપ છે અર્થાદ્ એનો ત્યાગ કરવાનો છે. તેથી તે ત્રિકોટિથી શુદ્ધ-રહિત સાધુસત્ત છે. કષ, છેદ અને તાપ-આ ત્રિકોટિ વિધિસ્વરૂપ હોવાથી તે ત્રિકોટિથી પરિશુદ્ધ સાધુસવૃત્ત ત્રિકોટિસહિત છે. આ સાધુસત્ત આદિ, મધ્ય અને અંત-યોગ વડે હિતકર છે. સંયમજીવનની શરૂઆતની અવસ્થા, મધ્ય અવસ્થા અને ચરમ અવસ્થા-આ ત્રણ અવસ્થામાં થનાર તે તે યોગના કારણે પૂ. સાધુભગવંતોનું સવૃત્ત હિતને આપનારું બને છે. સામાન્ય રીતે સંયમજીવનમાં પ્રથમ અવસ્થામાં અધ્યયનાદિનો યોગ છે. મધ્ય અવસ્થામાં તે તે સૂત્રના અર્થનું શ્રવણ વગેરે વિહિત છે. અને ચરમ અવસ્થામાં ધર્મધ્યાનાદિ વિહિત છે. તે તે અવસ્થામાં તેનું તેનું પાલન કરવાથી સાધુસત્ત એકાંતે હિતકારી છે. અથવા આવીરુપ નિપ્પી! ઈત્યાદિ આગમ [શ્રી આચારાંગાદિ]ના અનુસારે તે તે અવસ્થામાં અનુક્રમે અલ્પ, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપના આચરણથી આ અે સાધુસવૃત્ત હિતકર છે. કારણ કે સંયમજીવનની શરૂઆતમાં શરીરનું થોડું દમન કરવું, જેથી અધ્યયનાદિમાં કોઈ વિઘ્ન આવે નહિ. ત્યારબાદ મધ્યમાં અધ્યયનાદિની પ્રવૃત્તિ વિક્ષેપ વિના થતી હોવાથી થોડું વધારે દમન કરવું અને ત્યારબાદ અધ્યયનાદિની ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ સમાપ્ત થવાથી અંતમાં ઉત્કૃષ્ટ તપ વગેરે કરવા દ્વારા શરીરનું વધારે દમન કરવું. આ રીતે આગમમાં જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતોનું સવૃત્ત હિતકર બને છે. ૨-૭ા *** પૂ. સાધુભગવંતોનું સવૃત્ત જ હવે જણાવાય છે. अष्टौ साधुभिरनिशं मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ॥ २-८॥ પુત્રની માતા જેવી પ્રવચનની આઠ માતાઓ પરમકલ્યાણને ઈચ્છતા એવા પૂ. સાધુભગવંતોએ ક્યારે પણ ચોક્કસપણે છોડવી નહિ.' ઈર્યાસમિતિ ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભંડ-મત્ત . નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ-આ પાંચ સમિતિ તેમ જ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-આ ત્રણ ગુપ્તિ, એ મળીને આઠ પ્રવચન માતાઓ છે. સામાન્ય રીતે જ્ઞાન, દર્શન ચારિત્રના પ્રયોજને ચાલતી વખતે સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિને જોઈને કોઈ પણ જીવ-જન્તુ ઉપર પગ આવે નહિ તે રીતે ચાલવું-તેને ઈર્યાસમિતિ કહેવાય છે. સાવદ્ય વચનનો ત્યાગ કરી નિરવધ વચન બોલવું - તેને ભાષાસમિતિ કહેવાય છે. બેતાળીશ દોષોનો ત્યાગ કરી શુદ્ધ આહારને ગ્રહણ કરવા સ્વરૂપ એષણાસમિતિ છે. કોઈ પણ વસ્તુ લેતાં કે મૂકતાં પૂંજીને પ્રમાર્જીને મૂકવા સ્વરૂપ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે અને મળાદિને નિરવઘ ભૂમિમાં પરઠવવા સ્વરૂપ પારિષ્ઠાપનિકાસમિતિ છે. મન, વચન અને કાયાની અશુભ ૫૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિને રોકવા પૂર્વક શુભ પ્રવૃત્તિ કરવી તેને અનુક્રમે મનોગુમિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માનું પરમતારક પ્રવચન આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ આઠ માતાઓથી ઉત્પન્ન થયું છે. તેથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ ચારિત્રાચારને પ્રવચનમાતારૂપે વર્ણવ્યો છે. આ લોક કે પરલોક સંબંધી કલ્યાણને ઈચ્છતા પૂ. સાધુભગવંતોએ કોઈ પણ સંયોગોમાં એક ક્ષણ માટે પણ પાંચસમિતિ કે ત્રણ. ગુપ્તિઓનો ત્યાગ નહિ કરવો જોઈએ. પોતાની માતાનો ત્યાગ નહિ કરવાથી અને તેને અનુસરવાથી જેવી રીતે પુત્રનું હિત થાય છે, તેવી રીતે પૂ. સાધુભગવંતોને પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનો ત્યાગ નહિ કરવાના કારણે અને રાત-દિવસ તેને અનુસરવાના કારણે હિતની પ્રાપ્તિ થાય છે. ર-૮. મધ્યમબુદ્ધિવાળા જીવોને બીજું પણ જે જણાવવાનું છે તે જણાવે છે -- एतत्सचिवस्य सदा साधो नियमान्न भवभयं भवति । भवति च हितमत्यन्तं फलदं विधिनाऽऽगमग्रहणम् ॥२-९॥ આઠ પ્રવચનમાતાઓથી સહિત એવા પૂ. સાધુમહાત્માને કાયમ માટે નિયમે કરી ભવભ્રમણનો ભય હોતો નથી. તેમ જ વિધિપૂર્વક વાચના - પ્રચ્છનાદિરૂપે આગમગ્રહણ [અધ્યયન કરવા સ્વરૂપ હિત, અત્યન્ત ફળને આપવાવાળું થાય છે.” આ પ્રમાણે નવમી ચાથાનો શબ્દાર્થ Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. આશય એ છે કે જે સાધુ ભગવન્તો પૂર્વે જણાવ્યા મુજબ અષ્ટ પ્રવચનમાતાઓની સાથે રહે છે, તેઓશ્રીને સદાને માટે પાપનો બંધ ન હોવાથી સંસારમાં ભટકવાનો ભય રહેતો નથી. કારણ કે મોક્ષની પ્રબળ ઈચ્છા તેઓશ્રીને પ્રાપ્ત થયેલી છે. મોક્ષની ઉત્કટ ઈચ્છા, સંસારના પરિભ્રમણને દૂર કરવા માટે ખૂબ જ અદ્ભુત સાધન છે. આમ પણ ઈચ્છાની શક્તિ અચિત્ત્વ છે. એક વખત કોઈ પણ વસ્તુની ઉત્કટ ઈચ્છા થઈ જાય એટલે એ જીવો તેને પૂર્ણ કરવા માટે કશું જ બાકી રાખતા નથી. આવી જ રીતે મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થવાથી મુમુક્ષુ આત્માઓ મોક્ષને પ્રાપ્ત કરવા બધું જ કરી લે છે, જેથી સંસારમાં ભટકવું પડતું નથી. તદુપરાન્ત અષ્ટ પ્રવચનમાતાથી સહિત પૂ. સાધુભગવન્તોને હિતની પ્રાપ્તિ થાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા પૂ. મુનિભગવન્તોને ભવિષ્યમાં કોઈ જ અપાય થતો ન હોવાથી ખૂબ જ સારી રીતે ફળને આપનારું આગમગ્રહણ પ્રાપ્ત થાય છે. વિનયબહુમાનપૂર્વક સ્વાધ્યાયમાંડલીમાં બેસવાદિ-વિધિપૂર્વકનું આગમગ્રહણ [અધ્યયન એકાન્ત હિતકર છે. કારણ કે વાચનાદિની પ્રવૃત્તિ દ્વારા આગમના અધ્યયનનો અધિકાર અષ્ટપ્રવચનમાતાનું પાલન કરનારાને જ છે. અને અધિકારીએ કરેલું કાર્ય તેમના માટે સર્વથા હિતને કરનારું બને છે. અષ્ટપ્રવચનમાતાથી રહિત આત્માને વિધિપૂર્વક આગમના ગ્રહણનો અધિકાર ન હોવાથી અનધિકૃતપણે કરેલું આગમનું ગ્રહણ તેમના માટે અત્યન્ત ફલને આપનારું નહિ બને. આ પ્રમાણેનું પૂ. Page #57 -------------------------------------------------------------------------- ________________ સાધુભગવત્તાનું સદ્ગા મધ્યમબુદ્ધિવાળા જીવોને સારી રીતે સમજાવવું. ર-ાા આગમગ્રહણ કરવા સ્વરૂપ સાધુવૃત્ત પૂ. ગુરુભગવત્તને આધીન હોવાથી તે અંગે પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને જે જણાવવાનું છે તે જણાવાય છે –– गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् ।। परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ॥१०॥ “પૂ. ગુરુભગવન્ત પ્રત્યેની આન્તરિકપ્રીતિવિશેષના કારણે ઉત્પન, સુંદર આશયથી અનુગત એવું ગુરુપારતન્ય જ આ જગતમાં પરમગુરુ શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રાપ્તિ દિર્શનાદિનું બીજ છે, અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે એકાન્ત કલ્યાણને કરનાર પરમતારક આગમનું અધ્યયન પૂ. ગુરુભગવત્તને આધીન છે. તેઓશ્રીની આજ્ઞાને વશ બન્યા વિના કોઈ પણ રીતે આગમનું અધ્યયન થાય એવું નથી. માત્ર ગુરુ પાસે રહેવાથી ગુરુપારતન્ય ગણાતું નથી. પરંતુ તેઓની પ્રત્યે આન્તરિક શુભ પરિણામસ્વરૂપ બહુમાન થવાથી જે ગુરુપારતત્ય જન્મે છે તે જ ખરી રીતે ગુર્વાજ્ઞાની આધીનતા છે. આવું ગુરુપારતન્ય “આ મારા ગુરુ સંસારક્ષયના કારણ છે' આવા સુંદર પરિણામથી ઓતપ્રોત છે. તેવા પ્રકારના કુશલપરિણામથી જ યુક્ત ગુરુપારતન્ય આ જગતમાં પરમગુરુ શ્રી તીર્થંકર પરમાત્માનાં દર્શનનું કારણ Page #58 -------------------------------------------------------------------------- ________________ બને છે. કારણ કે વાસ્તવિક ગુરુપારતન્યના આસેવનથી તેવા પ્રકારના પુણ્યનો બન્ધ થાય છે કે જેના ઉદયે શ્રી તીર્થંકર પરમાત્માનું પુણ્યદર્શન પ્રાપ્ત થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે માત્ર પોતાની જાતિ કે જ્ઞાતિ વગેરેની સમાનતાને લઈને ગુરુ પ્રત્યે પારતન્ય આવે તો તેથી પરમગુરુની પ્રાપ્તિ નહિ થાય. ઉપર જણાવ્યા મુજબના કુશલપરિણામથી જ શ્રી સર્વજ્ઞભગવાનાં પરમતારક દર્શનનો સંભવ છે. આવો કુશલ પરિણામ પણ શ્રી સર્વજ્ઞપરમાત્માનાં દર્શનની જેમ જ મહામુસીબતે પ્રાપ્ત થતો હોય છે. ભવની અસારતા સમજાય, તેનો ક્ષય કરવાની ભાવના જન્મ-એ માટે પ્રયત્ન કરાય અને એના ફળસ્વરૂપે પરમતારક ગુરુભગવન્તનું પારતન્ય સ્વીકારાય ત્યારે માંડ માંડ એવો કુશલ પરિણામ પ્રાપ્ત થાય છે. આટલું કર્યા પછી પણ ક્ષુદ્ર જનોનો પરિચય, પરીસહાદિનું કષ્ટ અને અનાદિકાળથી અભ્યસ્ત સ્વચ્છન્દતા વગેરે; કુશલ પરિણામનો નાશ કરવા તત્પર જ હોય છે. આવા સંયોગોમાં ગુરુપારતન્ય ટકાવવાનું ઘણું જ અઘરું છે. મુમુક્ષુ જનોના સાધનામાર્ગે જો કોઈ પ્રબળ અવરોધ હોય તો તે ગુરુપારતત્યનો અભાવ છે આ વાત સમજાય તો આજે પણ મોક્ષની સાધના અશક્ય નથી. જે ગુરુપારતન્ય પરમગુરુ શ્રી તીર્થંકરપરમાત્માની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, તે ગુરુપારતન્ય પૂ. સાધુભગવન્તોએ અવશ્ય કેળવવું જોઈએ. “દીક્ષા લીધી છે માટે ગુરુનું માનવું પડે.” આવા પ્રકારની કોઈ વેઠ ઉતાર્યા વિના ઉપર જણાવ્યા મુજબ આન્તરિકપરિણામવિશેષથી ગુરુપારતન્ય કેળવી લેવામાં જેટલો Page #59 -------------------------------------------------------------------------- ________________ વિલંબ થશે એટલો અને તો મોક્ષપ્રાપ્તિમાં જ વિલંબ થશે, જે મુમુક્ષુ આત્માઓ માટે સક્ષ્ય નથી જ. આ બધું વિસ્તારથી મધ્યમબુદ્ધિવાળા જીવોને જણાવવું. એર-૧૦ સાતમી આઠમી વગેરે ગાથાઓમાં જણાવેલી વાતો મધ્યમબુદ્ધિવાળા જીવોને જણાવવી - એ પ્રમાણે જણાવવા પૂર્વક પંડિત જનોને જે જણાવવાનું છે, તે જણાવાય છે -- इत्यादि साधुवृत्तं मध्यमबुद्धेः सदा समाख्येयम् । आगमतत्त्वं तु परं बुधस्य भावप्रधानं तु ॥२-११॥ ગાથાનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. મધ્યમ- બુદ્ધિવાળા જીવોને નિરન્તર પૂર્વે જણાવેલું ઈર્યાસમિતિ વગેરે સ્વરૂપ પૂ. સાધુભગવન્તોનું સવૃત્ત નિરન્તર સ્પષ્ટ રીતે જણાવવું. માત્ર, ભાવપ્રધાન [પરમાર્થના સારવાળું આગમતત્ત્વ તો પંડિત જનોને જણાવવું. ર-૧ના બુધ - પંડિત જનોને આપવાયોગ્ય ઉપદેશનું સ્વરૂપ જણાવાય છે -- वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ॥२-१२॥ “પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરેલી આરાધનાથી જ ધર્મ થાય છે. શ્રી જિનાગમનો બાધ - વિરોધ થાય - એ રીતે વર્તવાથી અધર્મ જ થાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ પરમતારક ધર્મનું રહસ્ય અને સર્વસ્વ - સાર આ પરમતારક વચન છે. આ પ્રમાણે બારમી ગાથાનો શબ્દાર્થ છે. બાલ અને મધ્યમ જીવોને યોગ્ય એવી દેશનાનું સ્વરૂપ જણાવીને પંડિત જનોને યોગ્ય એવી દેશનાને વર્ણવવાના અવસરને પામી બારમી ગાથાથી પંડિત જનોને ઉચિત એવી દેશનાનું નિરૂપણ કરાય છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ આ બંને શ્રી વિતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા સ્વરૂપ વચન - આગમની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતસ્વરૂપ ધર્મ અને ચારિત્રસ્વરૂપે ધર્મ, સમ્યજ્ઞાનસ્વરૂપ અને સમ્યગુજ્ઞાનપૂર્વકની વિરતિ સ્વરૂપ છે. એ ઘર્મની પ્રાપ્તિ આગમની આરાધનાથી - આગમાનુસારી પ્રવૃત્તિથી જ થાય છે. એ પરમતારક આગમનું અનુસરણ કરવામાં ન આવે તો ગમે તેવા પણ ધર્માનુષ્ઠાનથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ આગમનો બાધ વિરોધ થવાથી ખરી રીતે અધર્મની જ પ્રાપ્તિ થાય છે. આથી સમજી શકાશે કે- ધર્માનુષ્ઠાન; ધર્મમૂલક, ધર્મસ્વરૂપ કે ધર્મનું કારણ બનતું હોય તો તેનું એક જ કારણ છે કે તે આગમના અનુસરણથી થયેલું છે. આ આગમ જ પરમતારક ધર્મનું પરમ રહસ્ય છે. ધર્મમાત્રનો એ એક જ સાર છે. વિધાનાત્મક અને નિષેધાત્મક વચન સ્વરૂપ આગમને આરાધવાથી જ વસ્તુતઃ ધર્મની પ્રાપ્તિ થાય છે. બાહ્યદૃષ્ટિએ સારામાં સારો જણાતો પણ ધર્મ આગમમૂલક ન હોય અને આગમથી બાધિત હોય તો તે અધર્મ છે - એ ભૂલવાજેવી વાત નથી. મુમુક્ષુ આત્માઓને આજ્ઞાનું મહત્ત્વ સમજાય નહિ તો ઘર્મની Page #61 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવાનું તેમના માટે શક્ય નહિ બને. આજ્ઞાની ઉપેક્ષા કરી માત્ર તે તે ધર્માનુષ્ઠાન કરવાથી કલ્યાણના અર્થી જનો પણ પોતાની ભાવના સફળ બનાવવા સમર્થ થતા નથી. If૨-૧ર ક આ રીતે સકલ ધર્માનુષ્ઠાનોને ગૌણ બનાવી માત્ર વચનનું પ્રાધાન્ય પંડિત જનોને શા માટે સમજાવાય છે - આવી શંકાના સમાધાન માટે જણાવાય છે -- यस्मात् प्रवर्तकं भुवि निवर्तकं चान्तरात्मनो वचनम् । धर्मश्चैतत्संस्थो मौनीन्द्रं चैतदिह परमम् ॥२-१३॥ . જે કારણથી, આ ભવ્યલોકમાં [ભવ્ય જીવોના સમુદાય સ્વરૂપ લોકમાં સ્વાધ્યાય, ધ્યાન કે તપ વગેરે કર્તવ્યોમાં અને હિંસા, અસત્ય કે ચોરી વગેરે પાપ - નિષિદ્ધવિષયમાં મનને અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવનારું આગમસ્વરૂપ વચન છે. ધર્મ, પરમતારક વચનમાં સમાયેલો છે, તેથી અહીં ધર્મની સિધિમાં શ્રી તીર્થંકર પરમાત્માનું આગમસ્વરૂપ વચન સર્વ ધર્માનુષ્ઠાનો કરતાં શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે શ્રી વિતરાગ પરમાત્માએ કર્તવ્યરૂપે ઉપદેશેલા સ્વાધ્યાય વગેરેની પ્રવૃત્તિ અને નિષિદ્ધરૂપે વર્ણવેલાં હિંસાદિ પાપોની નિવૃત્તિ તેઓશ્રીના પરમતારક વચનને અનુસરતી હોય તો જ તે ધર્મસ્વરૂપ છે. અન્યથા શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનને અનુસરતી એ Page #62 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ક્ષણવાર માની લઈએ કે અન્ય જિનેતર દર્શનકારોનાં શાસ્ત્રો, કષ કે છેદથી ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ હોય તોપણ તાપથી શુદ્ધ નથી. શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યા મુજબ વસ્તુમાત્ર દ્રવ્યરૂપે અપરિણામી અને ગુણ કે પર્યાય સ્વરૂપે પરિણામી હોવાથી જૈનદર્શનમાં છે તે અનુષ્ઠાનાદિનાં વિવક્ષિત શુભાશુભ ફળો ચોક્કસ જ પ્રાપ્ત થતાં હોય છે. તેથી તાપથી પરિશુદ્ધ આ એક જ દર્શન છે. પાપ કરીને આત્મા દુર્ગતિમાં જાય છે; પુણ્ય કરીને આત્મા સતિમાં જાય છે અને સકલ શુભાશુભ કર્મનો ક્ષય થવાથી આત્મા મોક્ષમાં જાય છે. ત્રણેય અવસ્થામાં આત્મા આત્મસ્વરૂપે સ્થિત છે. આમ છતાં તે તે ગતિ વગેરેની અપેક્ષાએ આત્મા જુદી જુદી અવસ્થાને પ્રાપ્ત કરે છે-આવું માનીએ નહિ અને આત્માને સર્વથા અપરિણામી અથવા સર્વથા પરિણામી માની લેવામાં આવે તો આત્માની નિગોદાવસ્થાથી માંડીને સિદ્ધાવસ્થા સુધીની અવસ્થાઓ વાસ્તવિક મનાશે નહિ-આ બધું ચોક્કસ રીતે તેના જાણકારો પાસેથી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. વિસ્તારથી લખીને સમજાવવાનું શક્ય નથી. અન્યદર્શનકારોનાં શાસ્ત્ર તાપથી પરિશુદ્ધ નહિ હોવાથી ખરી રીતે તેમને ત્યાં જણાતી કષશુદ્ધિ અને છેદશુદ્ધિ પણ વાસ્તવિક નથી. પોતાની ઈચ્છા મુજબ સર્જાયેલાં એ શાસ્ત્રોમાં કષ, છેદ અને તાપની શુદ્ધિ કોઈ પણ રીતે શકય નથી. એવી શુદ્ધિ માત્ર જૈનદર્શનમાં જ છે, કારણ કે તે કેવલજ્ઞાનમૂલક છે. : ' ઉપર જણાવ્યા મુજબ કષ, છેદ અને તાપ-આ ત્રણ Page #63 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ કર્તવ્યસ્વરૂપે વર્ણવ્યાં છે માટે તે કર્તવ્ય છે અને હિંસાદિ નિષિદ્ધ - અકર્તવ્યસ્વરૂપે વર્ણવ્યાં છે માટે તેની નિવૃત્તિ કરવાની છે. એ વિના બીજા કોઈ પણ આશયથી થતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ ખરી રીતે ધર્મસ્વરૂપ નથી - આ વસ્તુ મુમુક્ષુઓએ નિરંતર યાદ રાખવી જોઈએ. • જે વચનમાં ઉપર જણાવ્યા મુજબ ધર્મ રહેલો છે એ વચન મુનિઓમાં ઈન્દ્રસમાન એવા પરમમુનિ શ્રી તીર્થકર પરમાત્માએ ફરમાવ્યું છે. તેથી તે વચનની પ્રામાણિકતા કોઈ પણ રીતે બાધિત થતી નથી. એનું પ્રામાણ્ય કોઈ પણ કાલમાં બાધિત થાય એવું નથી. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માને એ વચનોને જણાવતી વખતે સંપૂર્ણ જ્ઞાન હતું અને વચનનો બાધ થાય એ અંગેના કારણભૂત રાગ-દ્વેષાદિનો સર્વથા અભાવ હતો. અસત્ય બોલવાનું કારણ ન હોય અને સત્ય બોલવા માટે સમગ્ર સામગ્રી હોય ત્યારે તે તે વચનોમાં પ્રામાણ્ય નિરાબાધ હોય છે. આથી જ અહીં મોક્ષની સિદ્ધિના વિષયમાં શ્રી વીતરાગ પરમાત્માનું પરમતારક વચન શ્રેષ્ઠ છે. કારણ કે અનુષ્ઠાનની પ્રામાણિકતાને લઈને વચનની પ્રામાણિકતા નથી. પરંતુ સ્વતન્ત્રપણે સ્વયંસિદ્ધ પ્રામાણ્ય એ વચનોમાં છે. જ્યારે અનુષ્ઠાનની પ્રામાણિકતા તો વચનની પ્રામાણિકતાને લઈને છે. તેથી અનુષ્ઠાન પ્રધાન નથી પરતુ ગૌણ છે. બીજાના આશ્રયે જેનું અસ્તિત્વ છે તે મુખ્ય ન હોય - તે સમજી શકાય છે - આ વાતને સ્પષ્ટ કરતાં અન્યત્ર કહ્યું છે કે- શ્રી સર્વજ્ઞ પરમાત્માએ અંર્થથી જણાવેલા શાસ્ત્રથી પરમાર્થને જાણીને એ શાસ્ત્રની ઉચિત Page #64 -------------------------------------------------------------------------- ________________ મર્યાદાને આશ્રયીને જે ધર્મ કરાય છે તે જ ધર્મ છે અને એ ઘર્મ જ સિદ્ધિ-મોક્ષ માટે થાય છે. ગ્રન્થકાર પરમર્ષિએ જણાવેલી વચનની – આજ્ઞાની પ્રધાનતાને સમજી લેવાનું ખૂબ જ આવશ્યક છે. આજ સુધી આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી તેનું કારણ “ઘર્મ કર્યો નથી તે નથી પરતુ “શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું પાલન કર્યું નથી” - આ એક જ કારણ છે. શાસ્ત્રનું પરિશીલન કરી ધર્મને તે મુજબ આરાધ્યો હોત તો સિદ્ધિમાં વિલંબ થવાનું કોઈ જ કારણ ન હતું. પ્રવૃત્તિ કરવાનું નક્કી કરીને તેને અનુકૂળ શાસ્ત્રપાઠો શોધવાની પ્રવૃત્તિ ખૂબ જ ખરાબ છે. શાસ્ત્રોનું અવગાહન કરી એમાં જણાવ્યા મુજબ વિહિતની પ્રવૃત્તિ અને નિષિદ્ધની નિવૃત્તિ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. મોટા ભાગે આપણે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાનું નક્કી કરી લીધા પછી તેના સમર્થન માટે શાસ્ત્રપાઠો શોધવા નીકળીએ છે. ઈચ્છા મુજબની આજ્ઞાના બદલે આજ્ઞા મુજબની ઈચ્છા કેળવી લઈએ તો ઘર્મની જ નહિ મોક્ષની પણ સિદ્ધિ થયા વિના નહિ રહે. ર-૧૩ : આ પ્રમાણે વચનનું માહાભ્ય-મહિમા શા માટે જણાવાય છે?- આ શંકાનું સમાધાન કરતાં વચનનો મહિમા જણાવાય છે –– अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । . . हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ॥२-१४॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ “આ પરમતારક વચન હૃદયસ્થ હોય તો ખરી રીતે શ્રી તીર્થંકર પરમાત્મા હૃદયસ્થ હોય છે અને શ્રી સર્વજ્ઞ પરમાત્મા હૃદયસ્થ હોતે છતે ચોક્કસપણે સર્વ અર્થની સિદ્ધિ થાય છે”- આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાગમના વચનનો સકલ ધર્માનુષ્ઠાનમાં આદર વગેરે કરવાથી તે વચન હૃદયમાં કોતરાય છે. આ રીતે હૃદયસ્થ તે વચન થવાથી તેના સ્વતન્ત્ર વક્તા તરીકે પરમાત્માનું નિરંતર સ્મરણ થવાથી પરમાર્થથી તો શ્રી તીર્થંકરદેવ - સર્વજ્ઞ હૃદયસ્થ બને છે. આમ તો એ વચનો શ્રી ગણધર ભગવન્તાદિએ રચેલાં છે. પરન્તુ તે વચનો ખરેખર તો સ્વતન્ત્રપણે શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલાં [અર્થથી કહેલાં] હોવાથી તે વચનો સાથે શ્રી તીર્થંકર પરમાત્માનો સંબન્ધ છે. ગણધરભગવન્નાદિએ તેની રચના પરમાત્માને આધીન થઈને કરેલી છે. સ્વતન્ત્રપણે વક્તાના સંબન્ધના કારણે વચનસ્વરૂપ સમ્બન્ધીના સ્મરણથી બીજા સમ્બન્ધીરૂપે ` પરમાત્માનું પણ સ્મરણ થાય છે. વચનની સ્મૃતિથી વક્તાનું સ્મરણ થાય એ સહજ છે. આ રીતે પરમાત્મા હૃદયસ્થ થયે છતે સર્વ ઈષ્ટ અર્થની નિશ્ચયથી સિદ્ધિ થાય છે. પરમાત્મા હૃદયસ્થ હોતે છતે પરમપદની પ્રાપ્તિ થવાથી એવું કોઈ ઈષ્ટ રહેતું નથી કે જેને પ્રાપ્ત કરવાનું બાકી રહે. તેથી પરમપદની પ્રાપ્તિ સર્વથા સંસિદ્ધિસ્વરૂપ છે. જે સિદ્ધિ પછી કોઈ પણ સિદ્ધિ બાકી ન હોય એવી સિદ્ધિને સર્વથા સંસિદ્ધિ કહેવાય છે; જે, પરમપદની પ્રાપ્તિથી જ શક્ય છે અને એ પરમપદની પ્રાપ્તિ પરમાત્મા ર Page #66 -------------------------------------------------------------------------- ________________ હૃદયસ્થ બન્યા પછી થાય છે. વચનને હૃદયસ્થ બનાવ્યા વિના પરમાત્મા હૃદયસ્થ નહીં થાય. આથી સમજી શકાશે કે સર્વાર્થ - સંસિદ્ધિ કે સર્વથા સંસિદ્ધિનું મૂળભૂત કારણ પરમતારક શ્રી જિનાગમનું વચન છે. રિ-૧૪ ઉપર જણાવ્યા મુજબ સર્વ પ્રયોજન-અર્થની સિદ્ધિના કારણ સ્વરૂપે પરમાત્માની સ્તવના કેમ કરાય છે ?-આવી શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે પરમાત્મા હૃદયસ્થ થયે છતે સર્વાર્થસિદ્ધિ થતી હોવાનું વર્ણન કરી શ્રી વીતરાગ પરમાત્માનો મહિમા જણાવ્યો છે. એ અંગે શંકા એટલી જ છે કે પરમાત્માના હૃદયસ્થ થવાથી એવું તો શું થાય છે કે જેથી સર્વાર્થની સિદ્ધિ થાય છે ? આ શંકાનું સમાધાન કરતાં ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે चिन्तामणिः परोऽसौ तेनैवं भवति समरसापत्तिः । सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ॥२-१५॥ “આ સર્વજ્ઞ ભગવાન શ્રેષ્ઠ કોટિના ચિન્તામણિ છે; તે પરમાત્માની સાથે આગમ પ્રત્યેના બહુમાન દ્વારા સમાનતા પ્રાપ્ત થાય છે. એ સમતાસ્વરૂપ સમરસાપત્તિ યોગીજનોની માતા છે, જે નિર્વાણ સ્વરૂપ ફળને આપનારી તરીકે જણાવાઈ છે.” આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્મા એકાન્ત પરમ કલ્યાણને કરનારા હોવાથી ચિત્તામણિ કરતાં Page #67 -------------------------------------------------------------------------- ________________ પણ અત્યધિક અચિત્ત્વ સામર્થ્યવન્ત હોવાથી શ્રેષ્ઠ ચિન્તામણિ છે. તેઓશ્રીએ પ્રરૂપેલા આગમના વચન પ્રત્યે બહુમાનઆદર કરવાથી તે દ્વારા પૂર્વે જણાવ્યા મુજબ શ્રી તીર્થંકર પરમાત્મા હૃદયમાં બિરાજમાન થાય છે અને તેથી શ્રી તીર્થંકર પરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. પરમતારક શ્રી જિનાગમમાં જણાવેલા શ્રી સર્વજ્ઞભગવન્તના અનંતજ્ઞાનાદિના સ્વરૂપમાં જે ઉપયોગ છે તે ઉપયોગવાળો આત્મા અને એ ઉપગ્યે બંને અભિન્ન-એક હોવાથી પરમાર્થથી વચન પ્રત્યે આદરાદિને રાખનાર સર્વજ્ઞ-સ્વરૂપ બને છે. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માદિ સ્વરૂપ બાહ્ય આકારથી ઉપરક્ત [તન્મય-એકાકાર] એવા મનની જે પ્રાપ્તિ છે-તેને સમરસાપત્તિ કહેવાય છે. અપ્રશસ્ત સ્રી વગેરે વિષયના અનુસ્મરણથી તે તે વિષયમાં તદાકાર જેમ મન બને છે, તેમ અહીં પરમતારક આગમના બહુમાન વગેરે દ્વારા પરમાત્માના અનુસ્મરણથી મનની પરમાત્માના આકારમાં જે તન્મયતા પ્રાપ્ત થાય છે-તે સમરસાપત્તિ છે. અથવા તેવા પ્રકારની મનની અવસ્થાથી પરમાત્માનું જે વિશિષ્ટ ધ્યાન પ્રાપ્ત થાય છે, તે ધ્યાનવિશેષને અહીં સમરસાપત્તિ કહેવાય છે. મનની અવસ્થાવિશેષને સમરસાપત્તિરૂપે જે વર્ણવી છે; તે કારણ સ્વરૂપ સમરસાપત્તિ છે અને ધ્યાનવિશેષ સ્વરૂપ જે સમરસાપત્તિ છે; તે સમરસાપત્તિનું સ્વરૂપ છે. બંન્ને રીતે સમરસાપત્તિનું વર્ણન ધ્યાનમાં રાખવું જોઈએ. વચન પ્રત્યેનું બહુમાન, તેના દ્વારા શ્રી સર્વજ્ઞ ભગવાનું અનુસ્મરણ અને સર્વજ્ઞ-ભગવન્તના સ્વરૂપની સાથે મનની એકાકારાવસ્થા ૬૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ અથવા તેના ફળસ્વરૂપે પરમાત્માનું ધ્યાનવિશેષ-આ અવસ્થાઓનો સ્પષ્ટપણે ખ્યાલ આવશે તો સમરસાપત્તિને સમજવામાં તકલીફ નહિ પડે. * આથી સમજી શકાશે કે વચનના બહુમાનાદિ દ્વારા શ્રી સર્વજ્ઞભગવંતની હૃદયસ્થતા જ ખરી રીતે સમરસાપત્તિ છે. દરેક અનુષ્ઠાન પ્રિવૃત્તિ-નિવૃત્તિ સ્વરૂપ વખતે પરમાત્માના પરમતારક આગમના વચનની અગ્રેસરતાના કારણે જાગૃત થયેલા સંસ્કારથી ભગવાન શ્રી સર્વજ્ઞ પરમાત્માનું પુણ્યસ્મરણ થાય છે; અને તેથી ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન થાય છે. પરમાત્માની આ હૃદયસ્થતા જ સમરસાપત્તિનું કારણ બને છે અથવા એ સમરસાપત્તિ છે. અહીં રસ શબ્દનો અર્થ “ભાવ” હોવાથી સમરસાપત્તિનો અર્થ સમતા-પત્તિ થાય છે. પરમાત્માની સાથે સામ્યવસ્થાનું ધ્યાન-મનની તન્મયતા સમરસાપત્તિ છે. પાતંજલયોગદર્શનમાં આ અંગે જણાવ્યું છે -"क्षीणवृत्ते- रभिजात्यस्येव मणे ग्राह्यग्रहीतृग्रहणेषु तस्थतदानता સમાપત્તિઃ” આ સૂત્રનો સામાન્યર્થ નીચે મુજબ છે. વિશેષાર્થ જાણવાની ઈચ્છા હોય તો તે માટે પાતંજલયોગદર્શન સૂ.નં. ૧-૪૧માં જોવું.] સામાન્ય રીતે સાંખ્યદર્શનપ્રસિદ્ધ ચિત્તની ત્રણ વૃત્તિઓ છે. સાત્ત્વિક, રાજસ અને તામસ-આ ત્રણ વૃત્તિઓમાંથી જ્યારે રાજસ અને તામસ વૃત્તિઓ ક્ષય પામે છે ત્યારે માત્ર સાત્વિક વૃત્તિઓવાળું નિર્મળ ચિત્ત “ક્ષીણવૃત્તિ' કહેવાય છે. ઉત્તમ જાતિવાળો નિર્મળ મણિ, વિષયના સનિધાનથી [પાસે રહેલા છે તે જપાપુષ્પાદિના સંબંધથી જેમ તે તે વિષયાકાર Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિણામ રિક્ત, કૃષ્ણ, પીતાદિ સ્વરૂપ પામે છે, તેમ ક્ષણવૃત્તિવાળા ચિત્તની ગ્રાહ્ય વિષય ગ્રહતા [આત્મા અને ગ્રહણ[ઈન્દ્રિયના વિષયમાં સ્થિર થવાથી જે ગ્રાહ્યાદિની સાથે સમાનતા પ્રાપ્ત થાય છે-તેને સમાપત્તિ કહેવાય છે, જે સંપ્રજ્ઞાત સમાધિ સ્વરૂપ છે. આ સમાધિનો ઉલ્લેખ કરતી વખતે “મારામાં એ રૂપ છે; હું પરમાત્મા જ છું અને હું જ્ઞાનસ્વરૂપ છું. વગેરે સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાતા, શેય અને જ્ઞાન આ ત્રણનું જ્યારે અભેદપણે ભાન થાય છે, ત્યારે પૂર્વોક્ત સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. મયિ તકૂપનું સ વાહ.. ઈત્યાદિ ઉપર જણાવેલા ધ્યાનના ઉલ્લેખવાળા વિશિષ્ટ જ્ઞાનના સંબંધસ્વરૂપ આ સમાપત્તિ સમ્યક્તાદિ ગુણસંપન યોગીજનોની માતા છે. યોગી જનોનો પ્રાદુર્ભાવ સમરસાપત્તિથી થાય છે, જેનું ફળ નિર્વાણપદ છે. આ પ્રમાણે નિર્વાણપદને આપનારી સમરસાપત્તિના મૂળમાં પરમતારક વચન છે-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. સંર-૧પા : : : આ પૂર્વે જણાવેલી વાતનું સમર્થન કરતાં ફરમાવ્યું છે इति यः कथयति धर्म विज्ञायौचित्ययोगमनघमतिः । जनयति स एनमतुलं श्रोतृषु निर्वाणफलदमलम् ॥२-१६॥ પૂર્વે જણાવ્યા મુજબ બાલ, મધ્યમ અને પંડિતજનોને તેમના ઔચિત્યના સંબંધને જાણીને એટલે કે તેમની યોગ્ય પરિણતિને જાણીને જે ગુરુ ભગવા ધર્મ કહે છે; તે Page #70 -------------------------------------------------------------------------- ________________ નિર્દોષબુદ્ધિવાળા પૂ. ગુરુભગવંત આ અસાધારણ ધર્મને શુશ્રુષાના કારણે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયેલા શ્રોતાઓમાં પ્રગટ કરે છે, જે નિર્વાણ સ્વરૂપ ફળને આપનારો બને છે. કારણ કે એવા શ્રોતાઓમાં ઉપર જણાવેલા ઘર્મસ્વરૂપ અવધ્ય [ચોક્કસ ફળને આપનારું] નિર્વાણબીજને વાવવાનું સામર્થ્ય પૂ. ગુરુભગવંતમાં છે. એ સામર્થ્યને લઈને તે તે જીવોમાં તેવાં બીજને વાવેલાં હોવાથી ચોક્કસ જ તે તે જીવોને નિર્વાણ ફળની પ્રાપ્તિ થાય છે. આશય સ્પષ્ટ છે કે યોગ્ય રીતે કરેલું કામ પૂર્ણપણે ફલને પ્રાપ્ત કરાવનારું બને છે. બાલ, મધ્યમ કે પંડિતજનની યોગ્યતાને જોઈને પૂ. ગુરુભગવંત તેમને ઉચિત એવી દેશના આપી ઘર્મબીજને વાવે છે. યોગ્ય કક્ષામાં વાવેલું એ બીજ અંતે ચોક્કસ ફલને આપનારું નીવડે છે. બીજ ગમે તેટલું સારું હોય પરંતુ યોગ્ય રીતે, યોગ્ય ભૂમિમાં અને યોગ્ય કાલે વાવવામાં આવે નહિ તો તે ફલપ્રદ નથી બનતું. આવું ધર્મબીજને વાવવામાં પણ બનતું હોય છે. માટે નિર્દોષબુદ્ધિવાળા પૂ. ગુરુભગવંત યોગ્ય જીવોને યોગ્ય કાલે અને યોગ્ય રીતે ધર્મદેશના આપે છે. અને તેથી પ્રાપ્ત થયેલું તે ધર્મબીજ ચોક્કસ જ નિર્વાણપદને પ્રાપ્ત કરાવે છે. આથી સમજી શકાશે કે ઔચિત્યપૂર્વકની કોઈ પણ પ્રવૃત્તિ ચોક્કસ ફળને પ્રાપ્ત કરાવે છે. આર-૧ | | તિ દ્વિતીયં ષોડશમ્ | Page #71 -------------------------------------------------------------------------- ________________ ॥ ગથ તૃતીયં ષોડશવમ્ | બાલાદિ જીવોને સદ્ધર્મદેશના આપવા અંગેનો .જે વિધિ છે તે, આ પૂર્વે કહ્યો. હવે ધર્મનું પોતાનું જ લક્ષણ કહેવાય છે - अस्य स्वलक्षणमिदं धर्मस्य बुधैः सदैव विज्ञेयम् ।. सर्वागमपरिशुद्धं यदादिमध्यान्तकल्याणम् ॥३- १॥ “સકલ-આગમાનુસારી હોવાથી પરિશુદ્ધ અને શરૂઆતની, વચ્ચેની તથા છેલ્લી અવસ્થામાં કલ્યાણનું કારણભૂત આ ધર્મનું સ્વ-સ્વરૂપાત્મક આંગળ હવે પછી જે જણાવાય છે તે લક્ષણ પંડિતોએ કાયમને જ માટે જાણવું.”આ પ્રમાણે પહેલી ગાથાનો શબ્દાર્થ છે. તેનો આશય એ છે કે-હવે પછીની ગાથાથી ધર્મનું લક્ષણ કહેવાશે. પોતાનાથી જુદી વસ્તુથી ભિન્ન જે પોતાનું સ્વરૂપ છે તેને લક્ષણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનો સાચો ખ્યાલ ત્યારે જ આવે છે કે જ્યારે તે વસ્તુથી અન્ય જે વસ્તુઓ છે તે બધાથી તે વસ્તુ જુદી છે. ઘડાના સાચા જ્ઞાન માટે ઘડાથી જુદી જે વસ્ત્ર, પાત્ર વગેરે તમામ વસ્તુઓ છે તે બધાથી ઘડો વિલક્ષણ છે. આ રીતે તે તે વસ્તુઓનું તદન્યથી વિલક્ષણતાનું જેનાથી જ્ઞાન થાય છે તે વસ્તુસ્વરૂપ જ વસ્તુનું લક્ષણ છે. ન્યાયની પરિભાષામાં એ જણાવવું હોય તો, “અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષથી જે શૂન્ય છે-તે લક્ષણ છે-' એમ કહી શકાય. પુદ્ગલમાત્રનું ‘શબ્દ' લક્ષણ અવ્યાપ્તિદોષથી શૂન્ય નથી, કારણ કે તે દરેક પુદ્ગલમાં દરેક વખતે હોતું નથી. Fe Page #72 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલમાત્રનું સત્ત્વ [સત્તા-વિદ્યમાનતા-હોવું] લક્ષણ અવ્યાપ્તિદોષથી -શૂન્ય હોવા છતાં અતિવ્યાપ્તિદોષથી શૂન્ય નથી. કારણ કે એ લક્ષણ અવાસ્તવિક લક્ષણ પુદ્ગલમાત્રમાં હોવા છતાં તેનાથી અન્ય ઘર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ છે. અને પુદ્ગલમાત્રનું રૂપાદિશૂન્યત્વ' લક્ષણ અસંભવદોષથી શૂન્ય નથી, કારણ કે દરેક પુદ્ગલ રૂપાદિથી શૂન્ય નથી. પુદ્ગલમાત્રનું વાસ્તવિક સ્વરૂપ-લક્ષણ, રૂપ-રસ-ગંધસ્પર્શ-સહિતત્વ છે. આવી જાતનું ધર્મનું લક્ષણ બીજી ગાથાથી જણાવાશે, જે ધર્મનું પોતાનું જ સ્વરૂપ હશે. એ લક્ષણ પંડિત પુરુષોએ કાયમ માટે જ જાણવું જોઈએ. કારણ કે લક્ષણનું અસ્તિત્વ લક્ષ્યમાં દરેક કાળે હોય છે, જ્યારે પણ તેનો અભાવ વસ્તુમાં હોતો નથી. દરેક કાળમાં વસ્તુની સાથે તેનો સંબંધ હોય છે. બીજી ગાથામાં ધર્મનું જે લક્ષણ જણાવાશે તે લક્ષણ સકલ આગમથી પરિશુદ્ધ છે. કારણ કે સકલ આગમમાં તે જણાવેલું હોવાથી કોઈ પણ આગમની સાથે તેનો વિરોધ નથી. આથી જ નિર્દોષ એવું તે લક્ષણ આદિ, મધ્ય અને અન્ય-દરેક અવસ્થામાં કલ્યાણનું કારણ બને છે. કોઈ પણ અવસ્થામાં અહિતકર ન હોવાથી તે સદાને માટે સુંદર છે. li૩-૧ ધર્મનું સ્વલક્ષણ સ્વરૂપ કયું છે ? આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે Page #73 -------------------------------------------------------------------------- ________________ धर्मश्चित्तप्रभवो यतः क्रियाधिकरणाश्रयं कार्यम् । मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः ॥३-२॥ ધર્મ, ચિત્તથી ઉદ્ભવેલો છે. જેથી પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ ક્રિયાના આશ્રમમાં ભવનિર્વેદાદિ સ્વરૂપ કાર્ય થાય છે. રાગદ્વેષાદિ સ્વરૂપ મલના નાશથી પુષ્ટિ વગેરેથી યુક્ત બનેલું જે ચિત્ત છે તે ચિત્તસ્વરૂપ ધર્મ જાણવો” આ મુજબ બીજી ગાથાનો સામાન્યર્થ છે. આશય એ છે કે ધર્મ, ચિત્તપ્રભવ છે. મનના પરિણામવિશેષથી જન્ય એવા ઘર્મને ચિત્તપ્રભવ કહેવાય છે. પરંતુ સમૂર્શિમ ની જેમ કોઈ પણ જાતના મનના પરિણામથી શૂન્ય ક્રિયામાત્ર-એ ધર્મ નથી. શાસ્ત્રવિહિતનું આચરણ અને શાસ્ત્રનિષિદ્ધનો ત્યાગ-એ બે પ્રકારની ક્રિયા છે. એ બંને ક્રિયાનું અધિકરણ પરમાર્થથી આત્માનો મોક્ષપરિણામ છે. એ પરિણામના આધારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ વાસ્તવિક ક્રિયા થાય છે. જેનું કારણ ખરેખર જ ઉપર જણાવ્યા મુજબનો મનનો વિશુદ્ધ પરિણામ છે. ક્રિયાના અધિકરણ [અધિકાર સ્વરૂપ એ આત્માના મોક્ષપરિણામને લઈને ભવનિર્વેદ અને સંવેગાદિ વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થાય છે. એ કાર્યવિશેષનું મૂળભૂત કારણ માર્ગાનુસારી ધર્મ છે. એ ધર્મ જ અહીં લક્ષ્ય નિરૂપણીય છે. પરંતુ અભવ્ય કે અચરમાવર્તવર્તી વગેરે જીવો દ્વારા આરાધાતો ધર્મ અહીં લક્ષ્ય નથી. આથી સમજી શકાશે કે રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ મલનો નાશ થવાથી જે ચિત્ત પુષ્ટિમતું અને શુદ્ધિમતું થયું છે, તે ચિત્ત જ ધર્મસ્વરૂપ છે અર્થાત્ એ ચિત્ત જ ધર્મનું Page #74 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ એટલે કે સ્વરૂપ છે. ઉપર જણાવેલી ગાથાનું વિવરણ કરતાં પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. યશોભદ્ર સૂ. મહારાજાએ ફરમાવ્યું છે કે જેમાંથી ઉત્પન્ન થાય છે તેને પ્રભવ-ઉત્પત્તિસ્થાન કહેવાય છે. ચારિત્ર, ચિત્તના પરિણામસ્વરૂપ હોવાથી અને ચિત્તના પરિણામથી ઉત્પન્ન થતું હોવાથી ચિત્તસ્વરૂપ છે. તે ચિત્ત સ્વરૂપ જે ઉત્પત્તિસ્થાન પ્રભવ છે-તેને ઘર્મ કહેવાય છે. આ રીતે ચિત્તપ્રભવઃ' આ પદના કર્મધારય સમાસની વિવફા કરવાથી માથામાં “તઃ' અહીં જે યત પદનો પ્રયોગ છે તે થત પદથી ચિત્તનું જ ગ્રહણ થાય છે. તે ચિત્તસ્વરૂપ ધર્મથી શાસ્ત્રવિહિત અને શાસ્ત્રનિષિદ્ધની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ ક્રિયા પ્રવર્તે છે. તે ક્રિયા ઉપર જણાવ્યા મુજબ ચિત્તસ્વરૂપ ધર્મથી થતી હોવાથી કાર્ય છે. તે દિયાસ્વરૂપ કાર્ય થાય છે. આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુના આધારને એટલે કે રહેવાના સ્થાનાદિને અધિકરણ કહેવાય છે. પરંતુ અહીં ચાલતા વિષયના કારણે ચિત્તનું અધિકરણ જે શરીર છે તે “થરા પદથી વિવક્ષિત છે. ચિત્તનો આધાર શરીર છે એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે શરીરમાં ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ ક્રિયાત્મક કાર્ય જે ચિત્તથી ઉત્પન્ન થાય છે તે ચિત્ત ધર્મ છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કોઈ પણ પ્રવૃત્તિવિશેષ કે નિવૃત્તિવિશેષ કરવાના પરિણામવાળું ચિત્ત અહીં ધર્મ છે. એ ચિત્તના કારણે શરીરમાં પ્રવૃત્તિ-વિશેષ કે નિવૃત્તિ-વિશેષ સ્વરૂપ ક્રિયા ઉત્પન્ન Page #75 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ક્રિયાસ્વરૂપ કાર્યનું કારણ તેવા પ્રકારના પરિણામવાળું ચિત્તવિશેષ છે. એ ચિત્તના અભાવમાં ક્રિયાસ્વરૂપ કાર્ય થાય નહિ. કોઈ વાર એવું ક્રિયાત્મક કાર્ય તે વખતે દેખાય તો તે પારમાર્થિક હોતું નથી. શુદ્ધધર્મ શુક્રિયાનું કારણ હોવાથી, અહીં ક્રિયાના કારણસ્વરૂપે ધર્મનું વર્ણન છે-એ યાદ રાખવું. આ રીતે ગાથાર્થ કરવાથી ચિત્તની મુખ્યતા પ્રતીત થાય છે. તેથી ગાથામાં તત્ પુર્વાતિભવ્ આ પદની સાથે અને યતઃ અહીં यत् પદની સાથે ચિત્તનો અન્વય થાય છે. ‘પિત્તપ્રમવ:' આ પદનો અર્થ ‘ચિત્તથી ઉત્પન્ન થનાર' આવો કરીએ તો ચિત્તપદાર્થ મુખ્ય રહેતો ન હોવાથી ‘તત્ પુછ્યાતિમત્'ની સાથે તેનો સંબંધ નહિ થાય તેમ જ યત્ પદથી પણ પૂર્વે જણાવ્યા મુજબ માત્ર ચિત્તનું જે ગ્રહણ થાય છે, તે નહિ થાય. ચિત્તથી ઉત્પન્ન થનાર ધર્મ જ મુખ્ય વિશેષ્ય થશે. ચિત્ત મુખ્ય વિશેષ્ય નહિ થાય અને તેથી વિશેષણવાચક વિશેષણને જણાવનાર] દ્.. વગેરે પદોની સાથે ચિત્તનો સંબંધ થશે નહિ-એ દોષનો પ્રસંગ આવશે. તેથી ચિત્તાપ્રભવતિ-આવો અર્થ [ચિત્તથી ઉત્પન્ન થનાર-આવો અર્થ કર્યો નથી. જે ચિત્તના અધિકરણ-શરીરમાં ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિનિવૃત્તિસ્વરૂપ ક્રિયા [ક્રિયાસ્વરૂપકાર્ય] ઉત્પન્ન થાય છે; તે ચિત્ત, રાગાદિસ્વરૂપ મલના દૂર થવાથી પુષ્ટિ અને શુદ્ધિ-એ બેથી યુક્ત બને છે. આ ચિત્ત ધર્મ છે. પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. યશોભદ્રસૂરિ મહારાજે જણાવેલી એ વસ્તુ સમજવાનું થોડું અઘરું છે. વ્યાકરણ કે ન્યાય વગેરેનું સામાન્ય પણ જ્ઞાન મેળવ્યું ન હોય તો એ ૭૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સમજવાનું જ નહિ, એવા જિજ્ઞાસુઓને સમજાવવાનું પણ કામ કપરું છે. આપણી અજ્ઞાનદશાને લઈને ગ્રંથમાંની કોઈ વસ્તુ સમજાય નહિ અથવા તો એ સમજવામાં થોડો ક્લેશ થાય ત્યારે એ વસ્તુનું શું કામ છે એવું મનથી વિચારવું જોઈએ નહિ. પરંતુ વહેલામાં વહેલી તકે આપણી અજ્ઞાનદશાને દૂર કરવા સુવ્યવસ્થિત પ્રયત્ન કરી લેવો જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિના અવરોધો દૂર કર્યા વિના અજ્ઞાનની નિવૃત્તિ કોઈ પણ રીતે શક્ય નહિ બને. અપ્રતિમ પુણ્યના ઉદયથી મળેલાં જ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કરવાની યોગ્યતા મેળવી લેવાનું ખૂબ જ આવશ્યક છે. કોઈ વાત સમજાય નહિ અથવા તો સમજતાં કષ્ટ પડે તો એ વાતની ઉપેક્ષા કરવાથી ખરી રીતે તો આપણે જ્ઞાનની જ ઉપેક્ષા કરીએ છીએ. જે મુમુક્ષુ આત્માઓ માટે સર્વથા અનુચિત છે. જ્ઞાનનું મહત્ત્વ સમજાય અને અજ્ઞાનની પીડાનો અનુભવ થાય તો જ અજ્ઞાનદશાનો | નાશ કરવાની ઈચ્છા થશે. અન્યથા અજ્ઞાનનો વિગમ શક્ય નથી. તે ઉપર જણાવેલી ગાથાની બંને ટીકામાં જણાવેલી વાતનો આશય એક જ છે. ચિત્ત- સ્વરૂપ ધર્મ છે. એ ચિત્તથી આગમમાં કર્તવ્ય તરીકે વર્ણવેલી અને અકર્તવ્ય નિષિદ્ધ] . તરીકે વર્ણવેલી ક્રિયાની અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ ચિત્તનો પરિણામ છે અને એ પરિણામવાળું ચિત્ત શુદ્ધિ અને પુષ્ટિથી યુક્ત છે. આવું ચિત્ત જ ધર્મ છે. આથી સમજી શકાશે કે આગમના અનુસાર જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપ ક્રિયા થાય છે, તેના કારણભૂત Page #77 -------------------------------------------------------------------------- ________________ જા. આ ત્રીજી જવલું ધર્મનું લેવાની ચિત્તને જ ધર્મ કહેવાય છે. જે ચિત્ત તેવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કારણ બનતું નથી, તે ચિત્ત અને ચિત્ત વિનાની તે તે ક્રિયા પણ ધર્મસ્વરૂપ નથી. આ ત્રીજા ષોડશકની બીજી ગાથાથી વર્ણવેલું ધર્મનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવાની આવશ્યકતા છે. જે ચિત્તના પરિણામોનું કાર્ય આગમાનુસારી ક્રિયા છે, તે ચિત્ત રાગાદિમલથી રહિત હોવાથી શુદ્ધ અને પુષ્ટ હોય છે. તે ચિત્ત ધર્મનું લક્ષણ છે. ચિત્તની પરિણતિસ્વરૂપ ધર્મ છે. આગમાનુસારી તે તે પ્રવૃત્તિ અને નિવૃત્તિ સ્વરૂપે ક્રિયાઓ ધર્મનું કાર્ય છે, જેનાથી ભવનિર્વેદાદિ થાય છે. ભવનિર્વેદાદિનું કારણ ન બને તો તેવા ચિત્તને ધર્મરૂપે વર્ણવાતું નથી. અશુદ્ધચિત્ત ધર્મ નથી. રાગાદિથી વાસિત ચિત્તથી કરેલી ધર્મક્રિયાઓ ધર્મનું કાર્ય નથી. કારણ કે એવી ક્રિયાઓથી ભવનિર્વેદ કે સંવેગાદિ પ્રાપ્ત થતા નથી. ઘર્મ ભવનિર્વેદાદિને પ્રાપ્ત કરાવનારો હોવો જોઈએએ સમજી શકાય છે. I-રા. આ પૂર્વે મલવિગમના કારણે ચિત્ત પુષ્ટિ વગેરેથી યુક્ત હોય છે-એ જણાવ્યું છે. તેના વિષયમાં મલ કયા છે; કેવી રીતે તેના વિગમ[વિયોગ-નાશથી ચિત્તની પુષ્ટિ કે શુદ્ધિ થાય છે-આ પ્રમાણેની જિજ્ઞાસાને પૂર્ણ કરવા ત્રીજી ગાથા ફરમાવી रागादयो मलाः खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियात एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ॥३-३॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ રાગાદિ [રાગ, દ્વેષ અને મોહ ત્રણ જ મલ છે. આગમને અનુસરી થતા સદ્યોગના કારણે રાગાદિ મલનો વિગમ અપગમ-નાશ પામવું થાય છે. તેથી આગમને અનુસરી થનાર સદ્યોગસ્વરૂપ ક્રિયાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય છે.આ પ્રમાણે ત્રીજી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ મલ છે. ચિત્તને અશુદ્ધ બનાવનારા હોવાથી તે ત્રણને મલ તરીકે વર્ણવ્યા છે. એ ત્રણને છોડીને બીજી કોઈ પણ વસ્તુ ચિત્તને અશુદ્ધ બનાવતી નથી. તેથી રાગાદિ ત્રણ જ મલ છે. જોકે રાગ, દ્વેષ અને મોહ જાતિની અપેક્ષાએ એક એક છે; પરંતુ તે તે વિષયના અથવા તો મન્દ, મધ્યમ કે ઉત્કૃષ્ટ વગેરે ભેદની વિવેક્ષાથી તે વ્યક્તિ પરત્વે અનેકાનેક છે. અહીં રાગાદિમલની ત્રિતયતા જાતિની અપેક્ષાએ વર્ણવી છે. આ રાગાદિ મલનો વિગમ-વિનાશ આગમાનુસાર થનારા સદ્યોગથી થાય છે. આગમના યથાર્થ-પારમાર્થિક જ્ઞાનને અહીં આગમ સ્વરૂપે વર્ણવ્યું છે. એ આગમના કારણે જે સુંદર કોટિની પ્રવૃત્તિ થાય છે તેને આગમસયોગ કહેવાય છે. તે સદ્યોગ સામાન્યથી સુંદર ક્રિયાસ્વરૂપ છે. ખરી રીતે આગમના કારણે થનારી વિહિતની પ્રવૃત્તિ કે નિષિદ્ધની નિવૃત્તિ આગમના ઉપયોગથી યુક્ત હોય તો જ તે રાગાદિ મલના વિગમને કરનારી બને છે. પરન્તુ આગમના ઉપયોગથી શૂન્ય એવી એ ક્રિયાઓ રાગાદિ મલના વિગમને કરતી નથી. તેથી આગમસહિત સલ્ફિયાસ્વરૂપ જ અહીં આગમસદ્યોગ છે.-આથી સમજી શકાશે કે માનનામાનઃ સગપરિચ્છેસ્તન સાઃ અહીં Page #79 -------------------------------------------------------------------------- ________________ તૃતીયા વિભક્તિ સાર્થમાં વિહિત છે.] આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે રાગાદિનો વિગમ આગમસદ્યોગથી થતો હોવાથી ઉપર જણાવ્યા મુજબ સર્વ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ ક્રિયા-એ આગમસદ્યોગ છે. ક્રિયા સ્વરૂપ આ આગમના સદ્યોગથી અથવા તો કારણને જ કાર્ય તરીકે ઉપચારથી વર્ણવીએ તો ક્રિયા સ્વરૂપ મલવિગમથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય છે, જેનું સ્વરૂપ આગળની ગાથાથી વર્ણવાશે. ૩-૩ પૂર્વગાથામાં જણાવેલી પુષ્ટિ અને શુદ્ધિનું લક્ષણ, સ્વરૂપ તેમ જ ફલ જણાવાય છે. पुष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया ॥३-४॥ “પુણ્યના ઉપચયને પુષ્ટિ કહેવાય છે; પાપના ક્ષયથી થનારી પાપની નિર્મલતાને શુદ્ધિ કહેવાય છે; આ પુષ્ટિ અને શુદ્ધિ-બંનેના અવિચ્છિન્ન [સતત] પ્રવાહમાં ક્રમે કરી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ ધર્મ કરવાથી પુણ્યબંધ થાય છે; વધતા એવા તે પુણ્યને પુષ્ટિ કહેવાય છે. વધતા પુણ્યનો યોગ-સંબંધ પુષ્ટિસ્વરૂપ છે- એ સમજી શકાય છે. જ્યાં સંબંધ હોય ત્યાં સંબંધી હોય જ એ સ્પષ્ટ છે. આથી સંબંધ અને સંબંધી એક અપેક્ષાએ જુદા ન હોવાથી પ્રવર્ધમાન પુણ્ય અથવા તો તેનો આત્માની સાથે જે સંબંધ તે પુષ્ટિસ્વરૂપ છે-એ સમજવાનું Page #80 -------------------------------------------------------------------------- ________________ અઘરું નથી. અનંતજ્ઞાનાદિસ્વરૂપ આત્મગુણોના આવરણસ્વરૂપ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અત્તરાય સ્વરૂપ જે ઘાતિકર્મ છે તેને અહીં પાપ તરીકે વર્ણવ્યું છે. એ જો સમજાય તો ચોક્કસ જ આત્માને તે તે આવરણોનો ક્ષય કરવા દ્વારા શુદ્ધ બનાવી શકાય. જ્ઞાનાવરણીય કર્માદિનો ક્ષય થવાથી અંશતઃ અથવા તો સર્વથા જે નિર્મલતા પ્રાપ્ત થાય છે; તેને અહીં શુદ્ધિ તરીકે વર્ણવી છે. ઘાતિકર્મને પાપ માનવાનું ઘણું જ કપરું છે. અનાદિકાળના કુસંસ્કારોને લઈને અશાતાવેદનીય, લાભાન્તરાય અને અપયશનામ-કર્મ વગેરે કર્મને પાપ માનવાનું ખૂબ જ પ્રસિદ્ધ છે. પરંતુ એના ઉદય કે ક્ષયથી જ્ઞાનાદિ ગુણોનો ઘાત કે આવિર્ભાવ થતો નથી. તકલીફ છે ઘાતિકર્મની, પરંતુ એ જણાતી નથી. વેદનીયાદિની તકલીફ ખરી રીતે નથી, પરંતુ તેની તકલીફ સદાને માટે લાગ્યા કરે છે. તેથી આત્મશુદ્ધિના ઉપાયોની પ્રાપ્તિ પછી પણ શુદ્ધિ મળતી નથી. દુઃખની પ્રાપ્તિ કે સુખના અભાવની પ્રાપ્તિ ચોક્કસ જ વેદનીયાદિ કર્મના ઉદયથી થઈ છે. પરંતુ એને પિડાકર બનાવ્યા વિના એની પ્રાપ્તિના કારણભૂત ઘાતિકર્મની પીડા અનુભવાય તો કર્મજન્ય દુઃખાદિનો અંત આવે. ધર્મીમાત્રનું ધ્યેય જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મનો ક્ષય કરી આત્મશુદ્ધિને પામવાનું હોવું જોઈએ. એના બદલે ધર્મથી અશાતાવેદનીયાદિ કર્મનો જ નાશ કરવાનું ધ્યેય હોય તો કોઈ પણ રીતે આત્મશુદ્ધિ પ્રાપ્ત નહિ થાય. દુઃખ કે સુખનો અભાવ વગેરે તો પાપનાં કાર્ય છે, તેને પાપસ્વરૂપ માનવાના બદલે તેના કારણભૂત મોહનીયાદિ ઘાતિકર્મને પાપ Page #81 -------------------------------------------------------------------------- ________________ માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓ વસ્તુને વર્તમાન અવસ્થાને લઈને સ ્ કે અસ ્ માનતા નથી, વસ્તુની ભવિષ્યની અવસ્થાનો વિચાર કરી તેની સદ્-અસ ્રૂપતાનો વિચાર કરે છે. જે પરિણામે અનિષ્ટપ્રદ છે; તે અનિષ્ટ છે. જે પરિણામે ઈષ્ટપ્રદ છે તેને અનિષ્ટ માની તેને દૂર કરવાની ભૂલ ધર્માર્થીએ તો નહીં જ કરવી જોઈએ. જ્ઞાનાવરણીયાદિ પાપકર્મના ક્ષયથી, કર્મજન્ય ઔપાધિકતા દૂર થાય છે. અનાદિના કર્મયોગથી આત્માનું સ્વરૂપ ઔપાધિક છે. પાપ-કર્મના ક્ષયથી તેટલા પ્રમાણમાં ઉપાધિ દૂર થાય છે. આ આત્માની નિરુપાધિકતા ‘શુદ્ધિ’ છે. આ પુષ્ટિ અને શુદ્ધિનો અનુબંધ અર્થાત્ પરંપરા-પ્રવાહ [અવિચ્છેદ] ચાલ્યા કરે તો અનુક્રમે પુણ્યનો સંગ્રહ અને પાપનો ક્ષય વધતો જાય છે; અને તેથી ક્રમે કરી આ જન્મમાં અથવા ભવાન્તરમાં વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમના પ્રકર્ષથી આત્મા સર્વકર્મના ક્ષયસ્વરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે. અન્ય દર્શનકારો આત્મા અને કર્મ વગેરેનું વાસ્તવિક સ્વરૂપ માનતા ન હોવાથી તેમને ત્યાં કર્મના ક્ષય વગેરે પણ વાસ્તવિક નથી. પરમતારક શ્રીવીતરાગ પરમાત્માના શાસનમાં આત્માદિ પદાર્થો વાસ્તવિક હોવાથી શ્રીતીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર આરાધના કરનારા પુણ્યાત્માઓને મુક્તિ પણ તાત્ત્વિક પ્રાપ્ત થાય છે, કાલ્પનિક-અવાસ્તવિક નહિ-આ વસ્તુને ‘પા’ આ વિશેષણથી ગાથામાં જણાવી છે. પરમતારક શ્રી જિનશાસનને છોડીને અન્ય કોઈ પણ ધર્મથી મુક્તિ નથી. અન્ય કોઈ પણ ધર્મમાં વર્ણવેલી મુક્તિ પરા-તાત્ત્વિકી નથી ७८ Page #82 -------------------------------------------------------------------------- ________________ એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. અન્યધર્મમાં પણ મોક્ષ છે-એ બોલી શકાય નહિ. અન્ય લિંગમાં સિદ્ધ થવું એ જુદી વાત છે. અન્ય લિંગ વિષ અને અન્ય ઘર્મ-આ બેમાં ઘણો ફરક છે. પ્રથમ ગુણસ્થાનકે ચાર દૃષ્ટિમાં રહેલા આત્માને કોઈ પણ ધર્મ હોય-એ સમજી શકાય, પરંતુ ચોથા ગુણસ્થાનકથી બીજાં બધાં જ ગુણસ્થાનકો માત્ર શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ઘર્મમાં જ હોય છે, અન્ય ઘર્મમાં નહિ. અન્યધર્મના પ્રણેતાની મોક્ષની પણ વાતોથી ભ્રાન્ત બનવું ના જોઈએ. કારણ કે એ લોકોનો મોક્ષ પારમાર્થિક નથી. If૩-૪ પૂર્વે જણાવેલી પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધરહિત જે કારણે થાય છે તેને જણાવતાં પાંચમી ગાથામાં ફરમાવ્યું છે न प्रणिधानायाशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् । भिन्नग्रन्थेर्निर्मलंबोधवतः स्यादियं च परा ॥३-५॥ : “પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે આગળની ગાથામાં જેનું વર્ણન કરાશે તે અધ્યવસાયના સ્થાનવિશેષોનું જે સંવેદન [અનુભવ છે; તેના અભાવના કારણે પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળાં થતાં નથી. રાગદ્વેષના તીવ્રપરિણામસ્વરૂપ પ્રન્થિના ભેદથી નાશથી] અને તેથી જ નિર્મળ બોધ જેને પ્રાપ્ત થયો છે, તે પુણ્યાત્માઓને પ્રણિધાનાદિ પાંચ આશયનું સંવેદન શ્રેષ્ઠ. થાય છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો Page #83 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય અર્થ છે. આશય એ છે કે-આગળની ગાથામાં પ્રણિધાન વગેરે પાંચ આશયનું વર્ણન કરાશે. દરેક ક્રિયા વખતે એ પાંચે આશય [આત્મપરિણામ] અવશ્ય હોવા જોઈએ. અન્યથા એ આશય વિનાની કોઈ પણ ક્રિયા શુદ્ધ થતી નથી. ચિત્તમાં પુષ્ટિ અને દ્ધિ અને શિધ્ધાદિ ચ આશયોના અનુભવથી રહિત હોય તો તે પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળાં નથી. અનુબંધવાળાં પુષ્ટિ અને શુદ્ધિ બનાવવા માટે મુમુક્ષુ જનોએ પ્રણિધાનાદિ પાંચ આશયોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી પ્રણિધાનાદિ આશયનું સંવેદન નહિ થાય ત્યાં સુધી સાનુબંધ, પુષ્ટિ અને શુદ્ધિ-એ બંન્ને પ્રાપ્ત નહિ થાય. સામાન્ય પુણ્ય અને સામાન્ય કોટિનો પાપક્ષય બંન્ને નિરનુબંધ હોવાથી વિશિષ્ટ ફલનું પ્રદાન કરી શકતાં નથી. વિશિષ્ટ ફલની પ્રાપ્તિ માટે અનુબંધની અપેક્ષા છે. અનુબંધના કારણે તે તે અનુબંધવાળા કારણનું અસ્તિત્વ અવિરત બનતું રહે છે અને એથી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. કારણનું સાતત્ય ન હોય તો કાર્યસિદ્ધિ નહિ થાય-એ સમજી શકાય છે. આથી જ પ્રણિધાનાદિ પાંચ આશયનું સંવેદન [અનુભવ] કરવાનું અનિવાર્ય છે.’-એ સમજી શકનારા મુમુક્ષુ આત્માઓને તેવા પ્રકારના સંવેદનનો ઉપાય ગ્રંથકારશ્રીએ ગાથાના ઉત્તરાર્ધ્વથી જણાવ્યો છે. સંસારના સુખ ઉપરનો તીવ્ર રાગ અને દુઃખ ઉપરનો તીવ્ર દ્વેષ સ્વરૂપ આત્માના પરિણામને ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિસ્વરૂપ આત્મપરૅિણામને જેઓએ ભેદી નાખ્યો છે, તે ભિન્નગ્રંથિક જીવો છે. એ ८० Page #84 -------------------------------------------------------------------------- ________________ ભિન્નગ્રંથિક જીવોને ગ્રંથિને ભેદવાથી જ નિર્મલ બોધ પ્રાપ્ત થાય છે. તેથી નિર્મલબોધના કારણે નિર્મલબોધવાળા આત્માઓને ઉપર જણાવ્યા મુજબ પ્રણિધાનાદિ પાંચ આશયનું ઉત્તમ સંવેદન થાય છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે તીવરાગ-દ્વેષની પરિણતિને દૂર કર્યા વિના પ્રણિધાનાદિ પાંચ આશયનો અનુભવ શક્ય નથી. અને એ વિના પુષ્ટિ કે શુદ્ધિ સાનુબંધ બને એ શક્ય નથી. સાનુબંધ જ પુષ્ટિ-શુદ્ધિ મોક્ષનું કારણ બને છે. આથી જ પ્રણિધાનાદિ-આશય-વિહીન ક્રિયાઓને તુચ્છકોટિની કહી છે. મોકલક્ષી ક્રિયાઓ મોક્ષનું કારણ ન બને તો તે તુચ્છઅસાર છે-એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ll૩-પા પ્રણિધાનાદિ આશય કેટલા છે અને કયા છે-તે વર્ણવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે - प्रणिधिप्रवृत्तिविघ्नजयसिद्धिविनियोगभेदतः प्रायः । - ઘર્મલરાધ્યાતિઃ શુભાશયઃ પચાSત્ર વિધી રૂ-દા “પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગ આ ભેદો[પ્રકારોને આશ્રયીને શાસ્ત્રોમાં મોટા ભાગે કર્તવ્યના ઉપદેશના પ્રસંગે પુષ્ટિ-શુદ્ધિના અનુબંધના વિષયમાં ધર્મના જાણકારોએ પાંચ પ્રકારનો શુભાશય વર્ણવ્યો છે.” છઠ્ઠી ગાથામાં જણાવેલી એ વાતનો પરમાર્થ એ છે કે-જ્યારે જ્યારે શાસ્ત્રોમાં કોઈ પણ અનુષ્ઠાનનો કર્તવ્ય તરીકે ઉલ્લેખ કરાય છે; ત્યારે તે તે કર્તવ્ય, સામાન્યપણે એક જ વાર કરવા Page #85 -------------------------------------------------------------------------- ________________ માત્રથી સિદ્ધિનું કારણ બને છે-એમ જણાવવાનું તાત્પર્ય હોતું નથી. પરંતુ પુષ્ટિ [પુણ્યનો ઉપચય-સંચય] અને શુદ્ધિ [પાપનો વિગમ-હ્રાસ]-એ બન્નેના ઉત્તરોત્તર અનુબંધથી તે તે અનુષ્ઠાનો મોક્ષનું કારણ બનતાં હોય છે. એ અનુબંધની પ્રાપ્તિ માટે પ્રણિધિ, પ્રવૃત્તિ, વિઘ્નજય વગેરે પાંચ શુભાશયોને પ્રાપ્ત કરી લેવા જોઈએ. અન્યથા એ શુભાશય વિનાનાં એ અનુષ્ઠાનો મોક્ષનું કારણ નહિ બને. જેને ઉદ્દેશીને જે પ્રવૃત્તિનો આરંભ કર્યો હોય તે પ્રવૃત્તિ તે ઉદ્દેશની સિદ્ધિનું કારણ ન બને તો કોઈ પણ બુદ્ધિમાનને ચિંતા થાય એ સ્વાભાવિક છે. અર્થ-કામ વગેરેનીં સિદ્ધિના પ્રસંગે-એ બરાબર સમજાય છે. પરંતુ મોક્ષની સિદ્ધિના વિષયમાં એ સમજી લેવાનું અને સમજાવવાનું ખૂબ જ અઘરું પડે છે. અનાદિકાળના કુસંસ્કારો એ વાતને સમજવા જ દેતા નથી. કુસંસ્કારના કારણે થતી પ્રવૃત્તિ, થોડો પ્રયત્ન વધારે કરવામાં આવે તો હજી અટકી જાય; પરંતુ કુસંસ્કારોને ભૂંસવાનું ખૂબ જ કપરું છે. પ્રવૃત્તિ [કુપ્રવૃત્તિ] અટકાવવાનો પ્રયત્ન થાયએ ઉચિત જ છે. પણ એની સાથેના કુસંસ્કારોને દૂર કરવાનો વિચાર પણ આવે નહિ તો ગમે ત્યારે તે તે દુષ્ટપ્રવૃત્તિનું ચક્ર ફર્યા જ કરશે. માટે કોઈ પણ અનુષ્ઠાન વખતે પ્રણિધાનાદિ પાંચ આશયને પ્રાપ્ત કરી ભૂતકાળના એ કુસંસ્કારોને દૂર કરવા પ્રયત્ન કરવાનું ખૂબ જ આવશ્યક છે. ક્રિયાને તુચ્છ બનાવનારા એ કુસંસ્કારો વહેલામાં વહેલી તકે મુમુક્ષુઓએ દૂર કરવા જોઈએ. ॥૩-૬॥ *** ' ૮૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રણિધાનાદિ પાંચ આશયમાંના પ્રથમ પ્રણિધાન” નામના આશયનું લક્ષણ જણાવાય છે - प्रणिधानं तत्समये स्थितिमत्तदधः कृपानुगं चैव । निरवद्यवस्तुविषयं परार्थनिष्पत्तिसारं च ॥३-७॥ પ્રણિધાન તેને કહેવાય છે કે જે ધર્મનું કોઈ પણ નાનું કે મોટું અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું હોય તે વખતની પ્રતિજ્ઞા સમયે જે અવસ્થા હતી તે અવસ્થામાં સ્થિર રહેવું; પોતાની અપેક્ષાએ જેઓ હીન ગુણવાળા છે તેમની ઉપર દ્વેષ કર્યા વિના કૃપા રાખવી; જે અનુષ્ઠાન કરીએ છીએ તેમાં સાવદ્ય-પાપનો અંશ નહિ હોવો જોઈએ અર્થાત્ તે નિરવદ્યવિષયવાળું હોવું જોઈએ; અને પરોપકાર-પ્રધાન હોવું જોઈએએ અનુષ્ઠાનને પ્રણિધાનીથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. સાતમી ગાથાનો એ સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જે કોઈ અનુષ્ઠાન કરવાનું ચોક્કસ કરીએ ત્યારે તે અનુષ્ઠાનનો સમય, તેની વિધિ અને તેનો ઉદ્દેશ વગેરેની જે મર્યાદા છે; તે મર્યાદાના પાલનથી આપણે આપણા આત્માને વિચલિત થવા દેવો નહિ જોઈએ. જ્યાં સુધી એ અનુષ્ઠાન સિદ્ધ થતું નથી ત્યાં સુધી તે અનુષ્ઠાનની સિદ્ધિનાં જે નિમિત્ત-કારણ છે; તે કારણોમાં આપણું ચિત્ત લીન બની રહેવું જોઈએ. જેથી તે તે અનુષ્ઠાનના સમય, વિધિ અને ઉદ્દેશાદિ વિષયમાં સંસ્કારો સદૈવ રહેતા હોય છે. આ રીતે સંસ્કારરૂપે અનુષ્ઠાનમાં આપણો આત્મા સ્થિર રહે છે, વિચલિત બનતો નથી. જે અનુષ્ઠાનમાં આપણો આત્મા વિચલિત બનતો નથી તે Page #87 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન “સ્થિતિમ છે. આવું સ્થિતિમત્ત્વ જ અનુષ્ઠાનને સપ્રણિધાન બનાવતું હોય છે. પૂજા વગેરે કોઈ પણ અનુષ્ઠાન, શ્રી તીર્થંકર પરમાત્માએ ક્યારે કરવાનું ફરમાવ્યું છે; એની વિધિ કઈ જણાવી છે અને પરમતારક એ અનુષ્ઠાન કયા આશયથી ફરમાવ છે-વગેરે નિરંતર યાદ રાખવું જોઈએ, જેથી તે તે અનુષ્ઠાન કરતી વખતે ઉપયોગનું સાતત્ય રહેવાથી ઉપયોગવાળું તે અનુષ્ઠાન પરિશુદ્ધ બને છે, જેમાં ઉપર જણાવ્યા મુજબનો પ્રણિધાનનો અંશ મુખ્યપણે કારણ બને છે. અપ્રશસ્ત અર્થ અને કામની લગભગ દરેક પ્રવૃત્તિ ઉપર જણાવ્યા મુજબ પ્રણિધાનયુક્ત બનતી હોય છે. તે તે પ્રવૃત્તિના સમય, વિધિ કે ઉદ્દેશાદિનું ભાન સતત રહેતું હોય છે. પરંતુ ધર્મનાં અનુષ્ઠાનો વખતે એવું ભાન લગભગ રહેતું નથી. આપણી દરરોજની અથવા તો વિશિષ્ટ પ્રસંગ વખતની બધી જ ક્રિયાઓમાં ભાગ્યે જ પ્રણિધાન-શૂન્યતા જોવા મળે છે. પરંતુ ખૂબ જ અલ્પ પ્રમાણમાં થનારી ધાર્મિક ક્રિયાઓમાં ભાગ્યે જ પ્રણિધાન જોવા મળે. શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલાં પૂજાદિ અનુષ્ઠાનો મધ્યાહ્નાદિ સમયે તે તે શુદ્ધ દ્રવ્યનો ઉપયોગથી શ્રી સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે કરવામાં છે. પૂજાદિ અનુષ્ઠાનો કરનારા મુમુક્ષુ આત્માઓએ એનો સતત ઉપયોગ રાખવો જોઈએ. અયોગ્ય કાળે કરાતાં અથવા તો યોગ્ય કાળે પણ જેમ-તેમ કરાતાં ખેતી વગેરેનાં કાર્યો જેમ હાનિકારક છે તેમ પ્રણિધાન-શૂન્યપણે કરાતાં ધર્માનુષ્ઠાનો પણ હાનિકારક-તુચ્છ છે. શિવાનં તત્સમયે સ્થિતિમ-આ Page #88 -------------------------------------------------------------------------- ________________ પદથી સાતમી ગાથામાં પ્રણિધાનનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરી છે. તેમણે સ્થિતિમતુ આ પદનો સામાન્યાર્થ ઉપર જણાવ્યા મુજબ કાલાદિની મર્યાદામાં સ્થિર રહેવું, વિચલિત ન બનવું-આવો છે. એનો વિચાર કરવાથી સમજાશે કે આપણે પ્રણિધાનપૂર્વક અનુષ્ઠાનને કેમ કરી શકતા નથી. ખરી રીતે દરેકેદરેક અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વકનું જ હોવું જોઈએ. અન્યથા એનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થતું નથી. આજ્ઞા મુજબ ધર્મ કરવાના બદલે ઈચ્છા મુજબ ઘર્મ કરવાનું ગમતું હોવાથી પ્રણિધાનથી રહિત ઘર્મ થાય છે. - “સમયે સ્થિતિમા’ આ પ્રણિધાનનો અંશ છે. પ્રણિધાનના બીજા અંશનું નિરૂપણ “નવઘઃ પાનુ ચવ' આ પદથી કરાય છે. પ્રધાન અહીં વિશેષ્ય છે. તેનાં વિશેષણ “સમયે સ્થિતિનત’ વગેરે છે. પોતે જે ઘર્મ આરાધવાની પ્રતિજ્ઞા કરી છે તે ધર્મની અપેક્ષાએ જે ધર્મ નીચો છે તે ધર્મના આરાધકોની પ્રત્યે એટલે કે પોતે જે ધર્મ આરાધે છે તે ધર્મની આરાધના જેઓ કરતા નથી, તે આત્માઓ પ્રત્યેની કૃપાથી અનુસરતું જે અનુષ્ઠાન છે તે અનુષ્ઠાનને પ્રણિધાનયુક્ત અનુષ્ઠાન કહેવાય છે. પરંતુ પોતાની અપેક્ષાએ તે આત્માઓ ગુણહીન હોવાથી તેમની ઉપર દ્વેષ આવે તો એવા ષયુક્ત અનુષ્ઠાનને પ્રણિધાનવાળું અનુષ્ઠાન ગણતા નથી. આમ પણ ધર્મજનોએ કોઈની ઉપર દ્વેષ કરવાનો નથી. આવા સંયોગોમાં કોઈને આપણા કરતાં ગુણહીન દેખીને તેમની ઉપર તો કોઈ પણ રીતે દ્વેષ આવવો ના જોઈએ, પરંતુ તેમની ઉપર તો એકમાત્ર કૃપાં રાખવી જોઈએ. આવી સ્થિતિ જળવાય તો મોટા ભાગે Page #89 -------------------------------------------------------------------------- ________________ ધર્મીજનને ધર્માત્માઓ પ્રત્યે દ્વેષ નહિ આવે. પરિણામે ધર્મ પ્રત્યેના દ્વેષથી દૂર રહેવાશે. ધર્મ પ્રત્યેનો દ્વેષ ખૂબ જ ખરાબ હોવાથી તેનાથી દૂર રહેવું જોઈએ. આપણી અપેક્ષાએ જેમને ઘર, દુકાન કે સંસારની કોઈ પણ વસ્તુ ખરાબ-ગુણહીન મળી હોય ત્યારે તે જોઈને તેમની પ્રત્યે દ્વેષ આવતો નથી. પરંતુ આપણી શક્તિ હોય તો તેમની પ્રત્યે કૃપાનો પરિણામ પ્રગટે છે. આવું જ ધર્માનુષ્ઠાનના વિષયમાં પણ થવું જોઈએ ને? આપણી અપેક્ષાએ ધર્મથી ન્યૂન એવા આત્માઓ પ્રત્યે દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. સ્વકર્મની વિચિત્રતાને લઈને જેઓ આપણી અપેક્ષાએ ગુણહીન અવસ્થાને પામ્યા છે, તેઓ ખરેખર જ કરુણાપાત્ર છે. તેઓ કોઈ પણ રીતે ગુણસંપન્ન બને એ રીતે પ્રયત્ન કરવો જોઈએ. એના બદલે એવા આત્માઓ પ્રત્યે દ્વેષ કરીએ તો આપણું અનુષ્ઠાન પ્રણિધાનશૂન્ય બને, જેથી વિવક્ષિત-ઈષ્ટ મોક્ષસ્વરૂપ ફળની સિદ્ધિ નહિ થાય. સાતમી ગાથાના ઉત્તરાર્ધ્વમાં પ્રણિધાનનું સ્વરૂપ સમજાવતાં જણાવ્યું છે કે જે અનુષ્ઠાનનો વિષય સાવદ્યપાપનો ત્યાગ કરવાથી નિરવદ્ય છે-તે અનુષ્ઠાન પ્રણિધાનશુદ્ધ છે. સામાન્ય રીતે જે કોઈ અનુષ્ઠાન કરવાનું આપણે ધાર્યું હોય તે ધર્માનુષ્ઠાનસંબંધી વસ્તુ [ઉપાય નિરવદ્ય હોવી જોઈએ, જેથી નિરવદ્ય તે તે ઉપાયોના કારણે કાલાન્તરે ચોક્કસપણે ધર્માનુષ્ઠાન સિદ્ધ થાય છે. સાવદ્ય ઉપાયોના આસેવનથી ધર્માનુષ્ઠાન સિદ્ધ નહીં થાય. સાવદ્ય-પાપયુક્ત ઉપાયોના કારણે જે અનુષ્ઠાન થશે તે નિરવદ્ય નહીં હોય Page #90 -------------------------------------------------------------------------- ________________ અને તેથી તે અનુષ્ઠાન મોક્ષસાધક નહીં બને એ સમજી શકાય છે. નિરાઘવસ્તુવિષયમ્-આ પદથી સૂચવેલા અર્થને જણાવતાં મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ફરમાવ્યું છે કે જે અનુષ્ઠાન કરવાનું ધાર્યું છે તે અધિકૃત ધર્માનુષ્ઠાનની સિદ્ધિ માટે દરરોજ જે કરવું જોઈએ તે નિરવદ્ય [પાપરહિત] વસ્તુનું જે ધ્યાન [સતત ઉપયોગ] છે-તેને પ્રણિધાન કહેવાય છે. ખૂબ જ સૂક્ષ્મ રીતે જણાવેલી એ વાતનો ઉપયોગપૂર્વક વિચાર કરવાથી એનો પરમાર્થ સમજી શકાશે. મુમુક્ષુ આત્મા સામાન્ય રીતે જ્યારે પણ ઘર્મ કરવાનો નિર્ણય કરે છે ત્યારે તે ધર્માનુષ્ઠાન મોક્ષને આપનારું બને એવી ભાવના હોય-એ સમજી શકાય છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આરંભેલું ઘર્માનુષ્ઠાન સતત ચાલુ રાખવાનું લક્ષ્ય હોવું જોઈએ. અન્યથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કોઈ પણ ધર્માનુષ્ઠાન ફલમોક્ષનું કારણ ન બને તો માનવું પડે કે ધર્માનુષ્ઠાન પૂર્ણ-સિદ્ધ થયું નથી. એની સિદ્ધિ થાય એ માટે દરરોજ સિદ્ધિને અનુકૂળ જે કરવાની જરૂર છે; તેનો ખ્યાલ મુમુક્ષુએ રખવો જોઈએ-આ પ્રણિધાન છે. તેમ જ આ પ્રમાણે પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિજ્ઞાથી આત્માને વિચલિત બનાવ્યા વિના સમય, વિધિ વગેરેના ઉપયોગપૂર્વક કરાતું અને નિરવદ્ય-વિષયાદિ-સ્વરૂપવાળું અનુષ્ઠાન પણ પરોપકારનું કારણ બનવું જોઈએ. પુરુષોની દરેક પ્રવૃત્તિ પોતાના સ્વાર્થ-પ્રયોજનને ગૌણ બનાવી પરોપકારને મુખ્ય બનાવનારી હોય છે. આમ પણ શ્રી તીર્થકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કોઈ પણ અનુષ્ઠાન Page #91 -------------------------------------------------------------------------- ________________ કરીએ તો તે અનુષ્ઠાન કોઈના પણ અહિતનું કારણ બનતું નથી. પરંતુ બીજાની યોગ્યતા મુજબ એ અનુષ્ઠાન પર ઉપકારનું કારણ બનતું હોય છે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ અનુષ્ઠાન ન થાય તો તે પર-ઉપકારનું કારણ નહિ બને. આથી સમજી શકાશે કે પરોપકારના આશયને મુખ્ય બનાવનારું અનુષ્ઠાન વાસ્તવિક રીતે પ્રણિધાનયુક્ત છે. સાતમી ગાથાથી વર્ણવેલું પ્રણિધાનનું સ્વરૂપ બરાબર સમજી લેવું જોઈએ. ૩-બા પ્રણિધાન નામના આશયનું નિરૂપણ કરીને હવે પ્રવૃત્તિ નામના આશયનું સ્વરૂપ જણાવાય છે तत्रैव तु प्रवृत्तिः शुभसारोंपायसंगतात्यन्तम् । अधिकृतयत्नातिशयादौत्सुक्यविवर्जिता' चैव ॥३-८॥ આપણે જે અનુષ્ઠાન કરવાનું ચોક્કસ કર્યું છે તે અનુષ્ઠાનના જ વિષયમાં તે ધર્માનુષ્ઠાનસંબન્ધી અતિશય પ્રયત્નના કારણે ઉઠાથી રહિત, સુંદર સારભૂત ઉપાયથી અત્યન્ત સદ્ગત પ્રવૃત્તિ થાય છે—” આ પ્રમાણે ત્રીજા ષોડશકની આઠમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન કરવાનું આપણે નક્કી કર્યું છે તે વિવક્ષિત પૂજાદિ ધર્માનુષ્ઠાનના વિષયમાં જે પ્રવૃત્તિ છે તેનું સ્વરૂપ અહીં વર્ણવવામાં આવ્યું છે. અહીં જે પ્રવૃત્તિનું સ્વરૂપ વર્ણવાય છે તે પ્રવૃત્તિ ક્રિયા સ્વરૂપ નથી. પરન્તુ આશય-આત્માના પરિણામવિશેષ-સ્વરૂપ છે. એ આશય સામાન્યજનો દ્વારા Page #92 -------------------------------------------------------------------------- ________________ જણાતો ન હોવા છતાં એ આશયવિશેષના કારણે થનારી બાહ્ય ક્રિયાથી તેનું અનુમાન કરી શકાય છે. તેથી જ અહીં પ્રવૃત્તિનો ખ્યાલ આપતી વખતે જે ‘શુમતારોપાવસક્તા’.... વગેરે છંદોથી વિશેષણો આપ્યાં છે તે બધાં; બાહ્ય તે તે ક્રિયા દ્વારા સમજી લેવાનાં છે. જે અનુષ્ઠાન આપણે કરવાનું છે તે અનુષ્ઠાનનો જે ઉપાય છે; તે ઉપાય સુંદર હોવો જોઈએ અને નિપુણતાથી યુક્ત હોવો જોઈએ. કહેવાનો ભાવ એ છે કે જે પૂજા વગેરે ધર્માનુષ્ઠાન કરવાનું છે; તેના ઉપાયસ્વરૂપ ફૂલ મેળવવા વગેરેની જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જયણાવાળી હોય તો તે સુંદર છે; અને તે પ્રવૃત્તિ કરતી વખતે એવી રીતે કરવી જોઈએ કે જોનારાને એમ જ લાગે કે કરનારો ખૂબ જ હોશિયાર છે—આવું જણાય તો તે ઉપાયની પ્રવૃત્તિ નૈપુણ્યથી યુક્ત મનાય છે. આ રીતે શુભ અને સારભૂત ઉપાયથી અત્યન્ત સદ્ગત પ્રવૃત્તિ-વિવક્ષિત ધર્માનુષ્ઠાન-પ્રવૃત્તિ નામના આશયથી યુક્ત હોય છે. વિવક્ષિત પૂજાદિ ધર્માનુષ્ઠાનમાં અતિશય પ્રયત્ન કરવાી પ્રવૃત્તિ શુભ અને સારભૂત ઉપાયથી અત્યન્ત સંગત બને છે. દરરોજની લૌકિક પ્રવૃત્તિના વિષયમાં ‘પ્રવૃત્તિ’ આશયનો વિચાર કરીએ તો ખૂબ જ સ્પષ્ટ રીતે પ્રવૃત્તિ’ નામના આશયનો ખ્યાલ આવશે. દરરોજની સ્નાનાદિથી માંડીને રાત્રે શયન વગેરેની જે પ્રવૃત્તિ છે તે બધી જ પ્રવૃત્તિઓ મોટા ભાગે ખૂબ જ કુશલતાપૂર્વક અને સુંદર ઉપાયપૂર્વક થતી હોય છે. પરન્તુ કોઈવાર જ કરાતી પણ ધર્મપ્રવૃત્તિ પ્રાયઃ કરીને ૮૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સુંદર ઉપાય વડે કુશળતાપૂર્વક થતી નથી. એવી ધર્મની પ્રવૃત્તિને અનન્તજ્ઞાનીઓ પ્રવૃત્તિ' નામના આશયવાળી માનતા નથી. માત્ર આ લોકમાં જ ફળને આપનારી અને શારીરિક દ્રષ્ટિએ જ લાભ કરનારી ક્રિયાઓ કરતી વખતે જે કુશલતા દર્શાવાય છે અને સુંદર કોટિના ઉપાયોનું સેવન કરાય છે, એવી કુશળતા વગેરેનાં દર્શન, પૂજા વગેરે ધર્માનુષ્ઠાનમાં ભાગ્યે જ થાય છે. આવડત વગરના અને સામાન્યસ્થિતિના માણસો ઘર્માનુષ્ઠાન કરતા હોય એવું જ મોટા ભાગે જોવા મળતું હોય છે. એવી ક્રિયાઓ પ્રવૃત્તિ” નામના આશયથી શૂન્ય હોય છે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞાનું પાલન અને ઉદારતાપૂર્વક કોઈ પણ ધર્માનુષ્ઠાન કરવાનો આગ્રહ રખાય તો ધર્માનુષ્ઠાન, પ્રવૃત્તિ નામના આશયથી ચોક્કસ જ યુકત બનશે. એવા આશયને પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ ધર્માનુષ્ઠાન વિવક્ષિત ફળને આપવા સમર્થ નહિ બને. આ રીતે તે તે અનુષ્ઠાન કરતી વખતે પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ કરવાથી તે તે અનુષ્ઠાનો પ્રયત્નાતિશયથી થવાના કારણે ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ’ નામના આશયથી સહિત બને છે. આવું પણ અનુષ્ઠાન ઉત્સુકતાથી રહિત હોવું જોઈએ. ફળની ઉત્કટ ઈચ્છા; જ્યારે અનવસરે - અકાલે ફળની ઈચ્છા સ્વરૂપ બને છે ત્યારે તેને ઉત્કંઠા - ઉત્સુકતા કહેવાય છે. જે ફળને પ્રાપ્ત કરવા માટે જે અનુષ્ઠાનની પ્રવૃત્તિ શરૂ કરી છે, એ જો સુવ્યવસ્થિત હશે તો નિશ્ચિતપણે તેનું ફળ મળવાનું છે જ. ખેતી વગેરેના કારણે Page #94 -------------------------------------------------------------------------- ________________ જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે પણ અમુક કાળે જ પ્રાપ્ત થતું હોય છે. ખૂબ જ વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતના પ્રમાદાદિને સેવ્યા વિના કરાયેલી છે તે પ્રવૃત્તિનું ફળ અમુક જ કાળે મળે છે. પરંતુ તેના અનવસરે નથી જ મળતું. અનવસરે ફળની ઈચ્છા રાખીએ તો પ્રવૃત્તિનું કોઈ ફળ તો મળવાનું નથી જ. પરન્તુ ફળની ઉત્સુકતાના કારણે વસ્તુતઃ આર્તધ્યાન થાય છે. સૂર્ય રાખવાનું ખરી રીતે અનુચિત છે. સાધનનો ઉપયોગ યોગ્ય રીતે કરવાથી સામગ્રી વિદ્યમાન હોય તો ચોક્કસપણે ફળની પ્રાપ્તિ થતી જ હોય છે. મુમુક્ષુ આત્માઓએ જે કોઈ પ્રયત્ન કરવાનો છે તે સાધનની પ્રાપ્તિ અને તેના સુયોગ્ય ઉપયોગ માટેફળની અધીરતા કોઈ પણ રીતે ફળની પ્રાપ્તિનું કારણ બનતી નથી. આ ગાથામાં પ્રવૃત્તિનું વર્ણન કરતી વખતે “ગૌસુવર્ચાવિવર્ણિતા' આવો ઉલ્લેખ કર્યો છે. તેનો ભાવાર્થ સ્પષ્ટ છે કે કાર્ય કરતી વખતે ઉતાવળ એટલે કે ઈચ્છાનો અતિરેક નહિ હોવો જોઈએ. “વોર્વિશિક્ષા’ની ટીકામાં “ગૌસુવવિર્નતાનો અર્થ જણાવતી વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે–શરૂ કરેલી ક્રિયા ઝટ પૂરી થાય એવા પ્રકારના સુકયથી રહિત એવી પ્રવૃત્તિ હોવી જોઈએ. એનું તાત્પર્ય પણ સ્પષ્ટ જ છે. સામાન્ય રીતે ફળની અઘરતા ક્રિયામાં ઉતાવળ કરાવતી હોય છે. તેવા પ્રકારની ફળની ઉત્કંઠા ન હોય તો ક્રિયા ઝટ પૂર્ણ થાય એવી ઈચ્છાનું ખરી રીતે કોઈ કારણ નથી. આથી સમજી શકાશે કે– વિવક્ષિત પૂજા વગેરે અનુષ્ઠાનના વિષયમાં પુષ્કળ પ્રયત્ન કરવાથી શુભ અને Page #95 -------------------------------------------------------------------------- ________________ સારભૂત ઉપાયથી અત્યન્ત સંગત અને ઉત્સુકતાથી રહિત એવી પ્રવૃત્તિ થાય છે, જે “પ્રવૃત્તિ' નામના આશયથી સહિત હોય છે. અહીં યાદ રાખવું જોઈએ કે વેઠ ઉતારવા સ્વરૂપે કરાતી ક્રિયાઓ જેમ પ્રણિધાનાદિશૂન્ય હોય છે તેમ ફળની ઉત્કટ ઈચ્છાથી ત્વરા-ઉતાવળથી કરાતી ક્રિયા પણ પ્રવૃત્તિ - આશયથી રહિત બને છે. પ્રણિધાનપૂર્વકનું પણ તે તે અનુષ્ઠાન પ્રવૃત્તિ' નામના આશયથી સહિત કઈ રીતે થાય - એ જણાવવાનું તાત્પર્ય હોવાથી વેઠ ઉતારવા સ્વરૂપે થયેલ અનુષ્ઠાનનો અહીં વિચાર કર્યો નથી. - “તવૈવ તુ પ્રવૃત્તિઃ....” આ આઠમી ગાથાનો પરમાર્થ સ્પષ્ટ રીતે જણાવવા પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ન્યાયની પરિભાષામાં ફરમાવ્યું છે કે અધિકૃત પૂજા વગેરે અનુષ્ઠાનને ઉદ્દેશ્ય બનાવીને જે પ્રવૃત્તિ છે તે; સુન્દર અને સારભૂત (નૈપુણ્યથી યુતિ) વિચાર - વિમર્શાદિસ્વરૂપ ઉપાયથી અત્યન્ત સદ્ગત હોવી જોઈએ. આવી પ્રવૃત્તિના કારણે અનુષ્ઠાન સિદ્ધ થાય છે. અનુષ્ઠાન (પૂજાદિ અનુષ્ઠાન) સાધ્ય છે. તેને સિદ્ધ કરવા માટે જે ઉપાય સેવવામાં આવે છે; તે ઉપાય સાધન છે. એ સાધનનું સાધ્ય અનુષ્ઠાન છે. તેથી ઉપાયસંબન્ધિની પ્રવૃત્તિથી સમ્બધ સાધ્ય છે. આને જ સાધ્યત્વસ્વરૂપ વિષયરૂપે સબંધ - ઉપાયસદ્ગત પ્રવૃત્તિ કહેવાય છે. ઉદ્દેશ્ય અને સાધ્યનો ભેદ જેઓ સમજી શકે છે તેઓ સ્પષ્ટ રીતે સાધ્યત્વાખ્યવિષયતાને સમજી શકે છે. સામાન્ય રીતે ફલવિષણિી પ્રવૃત્તિ અને તેના ઉપાયવિષણિી પ્રવૃત્તિનો જે ભેદ છે તે ભેદ બંને વિષયતામાં છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ અકાળ- ઉસમજી અનુષ્ઠાનને જિજ્ઞાસુઓએ કોઈ સુયોગ્ય વિદ્વાન પાસેથી એ સમજી લેવું જોઈએ. .. અધિકૃત ધર્માનુષ્ઠાનમાં શુભસારભૂત ઉપાયસંગત પ્રવૃત્તિ; પ્રયત્નાતિશયથી શકય બને છે. નિદ્રા, અનાદર, વિકથાદિ પ્રમાદના અભાવની ભાવનાથી જે પ્રયત્ન થાય છે; તે પ્રયત્નને પ્રયત્નાતિશય કહેવાય છે. આવા પ્રયત્નાતિશયથી થનારી પ્રવૃત્તિ પણ પૂર્વે જણાવ્યા મુજબ અકાળે ફળની ઈચ્છા સ્વરૂપ ઉત્સુકતાથી રહિત હોવી જોઈએ. કારણ કે અકાળ-ઉત્સુકતા ખરી રીતે આર્તધ્યાનસ્વરૂપ છે. આથી સમજી શકાશે કે- જે ધર્માનુષ્ઠાન કરવાનું નિશ્ચિત કર્યું છે; તે પૂજાદિ અનુષ્ઠાનને શુભસારભૂત ઉપાયથી સંગત પ્રવૃત્તિસ્વરૂપ બનાવવાથી તે હેતુશુદ્ધ અનુષ્ઠાન બને છે. અને પ્રયત્નાતિશયથી થયેલી એ પ્રવૃત્તિ સૂક્યથી રહિત હોવાથી સ્વરૂપશુદ્ધ અને અનુબન્ધશુદ્ધ બને છે. આવા પ્રકારની પ્રવૃત્તિ આમ જોઈએ તો ક્રિયા સ્વરૂપ છે. પરન્તુ ખરી રીતે તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવાનો જે આશયવિશેષ છે તેને પ્રવૃત્તિ નામનો આશય કહેવાય છે. - યોગવિંશિકા'ની ટીકામાં પૂજ્યપાદ મહા-મહોપાધ્યાયજી મહારાજાએ “પ્રવૃત્તિ' નામના આશયનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - પૂજા વગેરે જે અનુષ્ઠાન કરવાનું આપણે નિશ્ચિત કર્યું છે એ ઘર્મસ્થાનને ઉદ્દેશીને, તે તે ધર્મસ્થાનના જે ઉપાયો છે, તે તે ઉપાયસંબન્ધી ઉત્કટ પ્રયત્નને પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ પ્રયત્નાતિશય [ઉત્કટ પ્રયત્ન “આ અનુષ્ઠાન આ પ્રમાણે કરવાનું છે?—આવા પ્રકારના અધ્યવસાય [પરિણામ અનુભવી પી છે તેની ટીકાશયનું Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ તિરૂંચતા થી પરિશુદ્ધ હોય છે. અને “મારું આ ધર્માનુષ્ઠાન જલદીથી પૂર્ણ થાય” આવા પ્રકારની ઈચ્છાથી [ઉત્સુકતાથી રહિત હોય છે. અહીં ઉપાયશુદ્ધિના કારણે અનુષ્ઠાન હેતુશુદ્ધ બને છે. ઈતિકર્તવ્યતાની શુદ્ધિના કારણે અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ બને છે. અને ઔસૂક્યના વિરહના કારણે અનુષ્ઠાન અનુબન્ધશુદ્ધ બને છે-એ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. ખૂબ જ આદરપૂર્વક અને પ્રમાદાદિના ત્યાગપૂર્વક અનુષ્ઠાન કરાય તો જ ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ આશય પ્રાપ્ત થશે. અન્યથા પ્રાપ્ત નહિ થાય. ને ૩-૮ હવે વિનજય નામના આશયનું વર્ણન કરાય છેविघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। મા ફુદ દવષ્યમોહનયસમ પ્રવૃત્તિપઃ | -૬ . માર્ગે જનારાને કંટકવિદન, જ્વરવિદન અને મોહવિદનનો જેમ જય કરવો પડે છે, તેમ અહીં મોક્ષમાર્ગે જનારાને હીનવિહ્ન, મધ્યમવિન અને ઉત્કૃષ્ટ વિદનનો જય કરવાનો હોય છે. આ રીતે ત્રણ પ્રકારનો વિનજય છે, જેનું ફળ પ્રવૃત્તિ છે-આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. ઘર્મની આરાધનામાં અન્તરાય કરનારાને વિદન કહેવાય છે. તેનો પરાભવ કરવા સ્વરૂપ વિદનજય છે. તે ત્રણ પ્રકારનો છે. હીનવિદનજય; મધ્યમવદનજય અને ઉત્કૃષ્ટવિનજય. મધ્યમ-વિદનજય, હીનવિનયથી સહિત હોય છે. અને ઉત્કૃષ્ટવિનજય, હીન અને મધ્યમ-બંને Page #98 -------------------------------------------------------------------------- ________________ વિઘ્નજયથી સહિત હોય છે. આ ત્રણ પ્રકારના વિઘ્નજયને દૃષ્ટાન્તથી વર્ણવતાં .ગાથાનાં છેલ્લાં બે પદોથી જણાવ્યું છે કે—માર્ગમાં પ્રવર્તેલા પુરુષને જેમ કંટકવિઘ્નજય, જ્વરવિઘ્નજય અને મોહવિઘ્નજય હોય છે તેમ અહીં મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા ધર્માત્માને કંટક-વિદન-જયસમાન હીનવિઘ્નજય; જ્વરવિઘ્નજયસમાન મધ્યમવિઘ્નજય અને મોહવિઘ્નજયસમાન ઉત્કૃષ્ટવિઘ્નજય હોય છે. કહેવાનો આશય એ છે કે - કોઈ એક પુરુષ કોઈ કાર્યપ્રસંગે ઈષ્ટસ્થાને જવા માટે માર્ગે પ્રવૃત્ત થયો હોય ત્યારે કાંટાળા તે માર્ગમાં તેને સરળતાથી જવામાં કાંટાનું વિઘ્ન ઉત્પન્ન થાય છે. જો તે વિઘ્ન ન હોય તો ઈષ્ટ સ્થાને આકુલતા વિના જઈ શકે છે. આવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત મુમુક્ષુજનને કાંટાના વિઘ્નના જયસમાન પહેલો હીનવિઘ્નનજય પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષમાર્ગે પ્રવૃત્ત થયેલા મુમુક્ષુને ધર્મસ્થાન સ્થિતિ]માં વિઘ્નનાં કારણ શીત, ઉષ્ણ વગેરે બધા જ પ્રતિકૂલ પરીષહો કાંટાજેવાં વિઘ્ન છે. એ વિઘ્નોથી પીડાયેલાને; તે ધર્મનો અર્થી હોવા છતાં ધર્મની પ્રવૃત્તિ આકુલતા વિના કરવાનું શક્ય બનતું નથી. તેથી એ વિઘ્નને આધીન બન્યા વિના ગમે તે રીતે ધર્મની પ્રવૃત્તિ આકુલતા વિના ચાલુ રહે - એ જોવું જોઈએ. આને જ પ્રથમ હીનવિઘ્નજય કહેવાય છે. વિઘ્નનો જય કરવાના પરિણામવિશેષને જ અહીં વિઘ્નજય કહેવાય છે. બાહ્યકંટકવિઘ્નજયના દૃષ્ટાન્તથી તે અહીં જણાવાયો છે. ઉપર જણાવ્યા મુજબ માર્ગમાં પ્રવૃત્ત થયેલાને જ્યારે ૯૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ તાવ આવે છે ત્યારે તાવની વેદનાના કારણે પગ માંડવા માટે પણ વિવલ એવા તેને આકુલ બન્યા વિના જવાની ઈચ્છા હોવા છતાં તે રીતે તે જઈ શકતો નથી. આવા વખતે કાંટાના વિદન કરતાં પણ અધિક એવું જ્વરવિન આવે છે. તે વિદનનો જય કરવાથી શરીરની આકુલતા રહેતી નથી. તેથી . એ જ્વરવિનય ખૂબ જ સારી રીતે, જવાની પ્રવૃત્તિનું કારણ બને છે. જ્વરવિદનજયસમાન મધ્યમ-વિદનજય છે. મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારાને જ્વરજેવા, શરીરની અંદર ઉત્પન્ન થનારા રોગાદિ પરિસહ સ્વરૂપ વિદનો આવતાં હોય છે. એવા રોગાદિ પરીસહોથી અભિભૂત થયેલા મુમુક્ષુ વિશિષ્ટ રીતે ધર્મારાધન કરવા કોઈ પણ રીતે સમર્થ બનતા નથી. તાવની જેમ શરીરદુઃખોનો જય કરવાથી મુમુક્ષુ આત્માઓ સારી રીતે ધર્મની આરાધના કરવા સમર્થ બને છે. માર્ગે પ્રવર્તેલા પુરુષને જેમ દિમોહ દિશાભ્રમ) થાય તેમ મુમુક્ષુજનને મોહવિદનનો સંભવ છે. એ વિદનના કારણે પરાભવ પામેલાને; બીજા લોકો મુસાફરો] વારંવાર માર્ગ બતાવી આગળ જવાની પ્રેરણા કરતા હોય તો પણ કોઈ પણ રીતે આગળ જવાનો ઉત્સાહ પ્રગટતો નથી. અહીં મોક્ષમાર્ગના પ્રયાણના વિષયમાં દિમોહ-સ્વરૂપ ગમનના વિદનજેવું વિદન મિથ્યાત્વ અવિરતિ વગેરેના કારણે ઉત્પન થયેલ મનના વિભ્રમસ્વરૂપ છે. મિથ્યાત્વ કે અવિરતિ વગેરે દોષના નિરાકરણથી દિમોહ જેવા ઉત્કૃષ્ટ વિનનો જય થાય છે. તેથી મનનો વિભ્રમ દૂર થવાના કારણે મોક્ષમાર્ગસ્વરૂપ ધર્મમાર્ગમાં નિરનાર પ્રયાણની પ્રવૃત્તિ થવાથી મોક્ષગમન Page #100 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે. આ રીતે કંટકવિદનજય; જ્યરવિદનજય અને મોહવિદનજય જેવા હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિદનજય છે. એ ત્રણ પ્રકારના વિનયથી ઘર્માનુષ્ઠાન-સ્વરૂપ પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. આથી સમજી શકાશે કે ઘર્મમાં અન્તરાય કરનારાં વિનનો જય એક હોવા છતાં, તેના પ્રતિયોગી એવાં હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિનના કારણે વિદન-જય ત્રણ પ્રકારનો છે. કંટકનું વિન પગ વીંધાયાથી અઅલિત ગતિને રોકે છે. વરનું વિન અવિદ્ગલગતિને રોકે છે અને દિલ્મોહવિદન નિયત કરેલી દિશાની પ્રવૃત્તિને રોકે છે. તેનો જય વિશિષ્ટ | પ્રવૃત્તિનું કારણ બને છે. આવી જ રીતે ધર્મસ્થાનમાં પણ કાંટા જેવા શીતોષ્ણાદિ પરીષહ; તાવ જેવા શરીરસંબંધી રોગાદિ અને દિગ્બોહજેવા મિથ્યાત્વ વગેરે હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ - વિક્નોનો જય કરવાથી વિવક્ષિત-પ્રવૃત્તિ-સ્વરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ત્રણ પ્રકારના વિનજયો થવાથી એ ફળની પ્રાપ્તિ થાય છે. અલ્પ પણ વિદન વિદ્યમાન હશે તો કાર્યની સિદ્ધિ કોઈ 'પણ રીતે શક્ય નથી. શીતોષ્ણાદિં હીનવિદનના જય માટે પરીષહોની તિતિક્ષા એ એકમાત્ર ઉપાય છે. દીનતા વિના દુઃખ વેઠી લેવું અને તિતિક્ષા કહેવાય છે. મધ્યમવિજ્ઞસ્વરૂપ શારીરિક રોગના જય માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આરોગ્યના હેતુસ્વરૂપ પરિમિત અને હિતકર એવા આહાર વગેરેની પ્રવૃત્તિ ઉપાય છે. અને સમ્યગ્દર્શનાદિની ભાવનાથી મનનો વિભ્રમ દૂર થવાથી દિમોહસ્વરૂપ ઉત્કૃષ્ટવિટનનો જય Page #101 -------------------------------------------------------------------------- ________________ થાય છે. સામાન્ય રીતે દુનિયાના કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ વખતે ઓછા-વધતા પ્રમાણમાં પ્રાયઃ વિદનો આવતાં જ હોય છે. આવી સ્થિતિમાં એ વિનોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ માણસ કોઈ કાર્ય કરી શકશે નહીં. પરન્તુ એ વિદનોને જીતીને બધાં જ કાર્ય પૂર્ણ કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો બધાં જ કાર્યો આપણે પૂર્ણ કરી શકીએ. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ અનેક વિદનો આવતાં હોય છે. આવા વખતે મુમુક્ષુજનો શરીરની ચિંતા છોડી માત્ર ઈષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતન્ય કેળવી લે તો હીન, મધ્યમ કે ઉત્કૃષ્ટ વિદનજય કરવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી શકશે. દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિધ્વજય કરવાનું અનિવાર્ય ન હોય. વર્તમાનમાં પ્રાયઃ ધર્મ એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં તેની આરાધના કરનારાને વિદનજય કરવાનું અનિવાર્ય ન જણાય ! લોકોત્તર ધર્મની પ્રવૃત્તિ માટે ઉપર જણાવ્યા મુજબ વિદનજય કર્યા વિના કોઈ પણ રીતે ચાલે એવું નથી-એ ગાથાનો પરમાર્થ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૩-લા ત્રીજા વિશનજયસ્વરૂપ આશયવિશેષનું નિરૂપણ કરીને સિદ્ધિસ્વરૂપ ચોથા આશયનું નિરૂપણ કરાય છે. • सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ॥३-१०॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવક્ષિત તે તે પૂિજાદિ] ધર્માનુષ્ઠાનની તાત્વિક પ્રાપ્તિને સિદ્ધિ' નામનો ચોથો આશય કહેવાય છે. એ સિદ્ધિ, પોતાના કરતાં અધિકગુણસંપન્ન આત્માઓને વિશે વિનયબહુમાનવાળી હોય છે અને હનગુણવાળા જીવોને વિશે દયા દાન વગેરે ગુણવાળી હોય છે.” આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. તેને સ્પષ્ટ રીતે સમજાવતાં ટીકાકારપરમર્ષિએ ફરમાવ્યું છે કે, “સિદ્ધિ’-એ આશયવિશેષ છે. તાત્ત્વિક રીતે તે તે ધર્મસ્થાનસ્વરૂપ અહિંસા સત્ય વગેરેની જે પ્રાપ્તિ છે તે જ વસ્તુતઃ સિદ્ધિ છે. અહિંસાદિસ્વરૂપ તે તે ધર્મસ્થાનની અવાસ્તવિક પ્રાપ્તિ “સિદ્ધિ' નથી. આ સિદ્ધિ પોતાના કરતાં અધિકગુણવાળા એવા પુરુષવિશેષમાં વિનય, વૈયાવચ્ચ અને બહુમાન વગેરેથી યુક્ત હોવી જોઈએ. સૂત્ર-અર્થ-ઉભયના ૮ અને ભાવ-માર્ગ જેમણે અસ્ત છે એવા તીર્થસ્વરૂપ ગુરુભગવંત આપણા કરતાં અધિક છે. તેમની પ્રત્યે વિનય-બહુમાનાદિ ન હોય તો ગમે તેવી ઉત્કૃષ્ટ સિદ્ધિ મળે તોપણ તે સિદ્ધિ તાત્વિક નહિ થાય. આવી જ રીતે આપણે ગમે તેટલા ગુણસંપન હોઈએ તોપણ આપણને જે ધર્મ પ્રાપ્ત થયો છે તેની અપેક્ષાએ જેઓ હીનગુણવાળા છે અથવા તો નિર્ગુણ છે એવા સામાન્ય જીવો પ્રત્યે દયા, દાન, દુઃખમાં પડેલાના દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવના વગેરે ભાવના હોવી જોઈએ અને આપણી અપેક્ષાએ જેઓ અધિક કે હીન નથી એવા મધ્યમ જીવો પ્રત્યે ઉપકાર કરવાની ભાવના હોવી જોઈએ. અન્યથા સિદ્ધિ અતાત્ત્વિક થશે. આવી સિદ્ધિના પુણ્યપ્રભાવે અહિંસાદિ-ધર્મ તાત્ત્વિકરૂપે સિદ્ધ થયો Page #103 -------------------------------------------------------------------------- ________________ છે એવા મહાત્માઓને પ્રસંગથી તેમની પાસે નિત્યવૈરવાળા જીવો પણ વૈરાદિનો ત્યાગ કરનારા બને છે, જે પારમાર્થિક સિદ્ધિને જણાવે છે. પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિઘ્નજય-આ ત્રણ આશયની પ્રાપ્તિ થયા પછી સિદ્ધિને પ્રાપ્ત કરવાનું અઘરું નથી. તે તે ધર્માનુષ્ઠાનના વિધિ, સ્વરૂપ વગેરેનો અને તેના બાધક દોષનો જેને ખ્યાલ છે-એવા સાધકો ઉપયોગપૂર્વક સાધના કરે તો તેમના માટે નિરતિચાર સાધનાની પ્રાપ્તિ દ્વારા સિદ્ધિ મેળવવાનું ખૂબ જ સરળ છે. વર્તમાનમાં થતાં અનુષ્ઠાનો મોટા ભાગે વિધિ વગેરેનો ખ્યાલ રાખીને કરાતાં હોય એવું લાગતું નથી. સામાયિકાદિ અનુષ્ઠાનોને કરનારાઓને તેના તે તે દોષોનું જ્ઞાન ન હોય તો અને જ્ઞાન હોય તોપણ તેનું વર્જન કરવા માટે ઉપયોગ રાખવામાં ન આવે તો તે તે અનુષ્ઠાનો નિરતિચાર કઈ રીતે બને ? ચાલુ વ્યવહારમાં અર્થ અને કામની સિદ્ધિને પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને તે તે સિદ્ધિના સાધક-બાધકનો જેવો ખ્યાલ છે, તેવો ખ્યાલ ધર્માર્થી જનોને તે તે અનુષ્ઠાનો કરતી વખતે હોવો જોઈએ ને ? સાધકબાધકની ચિંતા વિનાની ધર્મપ્રવૃત્તિ સિદ્ધિનું કારણ નથી. ‘સિદ્ધિ’ નામના ચોથા આશયને પ્રાપ્ત કરવા ધર્મનું ખૂબ જ સૂક્ષ્મ રીતે વાસ્તવિક જ્ઞાન મેળવવું જોઈએ. અને ત્યાર પછી તે તે ધર્મની આરાધના કરતી વખતે એ અંગેની સાધક પ્રવૃત્તિ અને બાધક પ્રવૃત્તિનો ખૂબ જ ઉપયોગપૂર્વક ખ્યાલ રાખવો જોઈએ.. II૩-૧૦॥ ** ૧૦૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિ'નું વર્ણન કરીને તેના ફળસ્વરૂપ વિનિયોગ નામના આશયનું વર્ણન કરાય છે सिद्धेश्चोत्तरकाएँ विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत्परं यावत् ॥३-११॥ સિદ્ધિનું ઉત્તર કાર્ય, વિનિયોગ' નામનો આશયવિશેષ જાણવો. આ વિનિયોગ નામનો આશય પ્રાપ્ત થયે છતે પૂર્વે સિદ્ધ થયેલા અહિંસાદિધર્મનો અન્વય-અવિચ્છેદ થતો હોવાથી તે તે ધર્મ અવધ્ય એટલે ચોક્કસ જ વિવક્ષિત એવા ફળનું મોક્ષનું કારણ બને છે, જે ક્રમે કરી સુંદર પરમોચ્ચકોટિનું બને છે.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્યાર્થ છે. | આશય એ છે કે-સિદ્ધિ પ્રાપ્ત થયા પછી થનારું કાર્ય વિનિયોગ નામના આશય તરીકે જાણવું. આ વિનિયોગને લઈને નિરન્તર અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થવાથી કાલાન્તરે તે અનુષ્ઠાન સુંદર અને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત થાય છે, જેથી તે અનુષ્ઠાન અવધ્ય-સફળ-ચોક્કસ જ મોક્ષસ્વરૂપ ફળને આપનારું-બને છે, પણ નિષ્ફળ જતું નથી. આથી સમજી શકાશે કે વિનિયોગના કારણે અહિંસાદિસ્વરૂપ ધર્માનુષ્ઠાનનો અનેક જન્મોમાં સંક્રમ થવાથી શ્રેષ્ઠ કોટિના ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે પ્રકૃષ્ટ ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિ પ્રત્યે વિનિયોગ કારણ બને છે. - ભાવાર્થ એ છે કે અહિંસાદિસ્વરૂપ ધર્મસ્થાનની પ્રાપ્તિ સ્ટ બાદ સ્વ અને પરના ઉપકારનો વિચ્છેદ ન થાય-એ રીતે તે તે ધર્મનો વિનિયોગ-વ્યાપાર પ્રયત્ન કરવો જોઈએ. અહિંસાદિસ્વરૂપ ધર્મ વગેરે પોતાને જે રીતે પ્રાપ્ત થયું છે તેવું Page #105 -------------------------------------------------------------------------- ________________ કે બીજામાં અને વિનિયોગ કરતા ઉપકાર વિનિયોગ જ બીજાને પણ પ્રાપ્ત થાય-એવું કરવા સ્વરૂપ વિનિયોગ છે. આ રીતે પોતાને સિદ્ધ થયેલી વસ્તુનો સારી રીતે વિનિયોગ કરવાનું ત્યારે જ થાય છે કે જ્યારે બીજાને પણ એવું ફળ પ્રાપ્ત થાય. “વિશેષે કરી નિયોગ-નિયોજન એટલે કે બીજામાં આરોપણ કરવું” -આ પ્રમાણે વિનિયોગ શબ્દનો અર્થ હોવાથી વિનિયોગ, પરના ઉપકારનું કારણ છે-એ સ્પષ્ટ થાય છે. અને વિનિયોગ' ઉપર જણાવ્યા મુજબ આશયવિશેષ શુિભભાવ સ્વરૂપ હોવાથી સ્વ-ઉપકારનું પણ કારણ છે-એ સ્પષ્ટ થાય છે. આવી રીતે સૂત્રકારશ્રીએ નિરૂપણ કરીને વિનિયોગ' સ્વ-પર-ઉપકારનું કારણ છે-એ જણાવ્યું છે. મહામહોપાધ્યાયજી મહારાજાએ પણ ખૂબ જ ઓછા શબ્દોમાં વિનિયોગનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સિદ્ધિના ઉત્તરકાળમાં થનારું કાર્ય વિનિયોગ નામનો આશયવિશેષ છે. તે વિનિયોગનામનું કાર્ય અવધ્ય છે, ક્યારે પણ નિષ્ફળ નથી બનતું. ઉત્તરોત્તર જન્મમાં તે તે ધર્મસ્થાનનો તેથી વિચ્છેદ થતો નથી. કોઈ વાર ભંગ થાય તોપણ: સોનાનો ઘડો કોઈ વાર નાશ પામે તોપણ સોનું જેમ કામ લાગે છે તેમ સોનાના ઘડાની જેમ સર્વથા ફળનો નાશ થતો નથી. તેથી તેવા વખતે તે તે અનુષ્ઠાનના સંસ્કારો ઝડપથી પ્રગટ થતા હોવાથી અનેક જન્મોની પરંપરાના ક્રમે છે તે અનુષ્ઠાનોનો વિચ્છેદ ન થવાના કારણે સિદ્ધિની ઉત્તરક્ષણમાં થનારું કાર્ય શ્રેષ્ઠ-શૈલેશી અવસ્થાસ્વરૂપ સર્વોત્કૃષ્ટ ધર્મસ્થાનમાં પરિણમે છે, જે સુંદર પરોપકાર કરવાના અદ્ભુત સામર્થ્યવાળું અને તીર્થકર પરમાત્માની વિભૂતિ સુધીના વિપાકસ્વરૂપ કાર્યમાં પણ Page #106 -------------------------------------------------------------------------- ________________ પરિણમનારું હોય છે. આશય એ છે કે અહિંસાદિધર્મની સિદ્ધિ થયા પછી તેનો વિનિયોગ કરવાથી ઉત્તરોત્તર જન્મમાં શ્રેષ્ઠ એવા અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. વચ્ચે વચ્ચે કોઈવાર અહિંસાદિ ઘર્મની પ્રવૃત્તિનો વિચ્છેદ-ભંગ થાય તોપણ ઉપર જણાવ્યા મુજબ સોનાના ઘડાનો ભંગ થયા પછી પણ વિદ્યમાન એવા સોનાની જેમ તે તે અનુષ્ઠાનના સંસ્કારો, ખૂબ જ ઝડપથી તેના ઉદ્ધોધકની પ્રાપ્તિ થવાથી ઉબુદ્ધપ્રગટ] થાય છે, જેના પ્રભાવે; નષ્ટ થયેલી અનુષ્ઠાનની પ્રવૃત્તિ પૂર્વની અપેક્ષાએ ખૂબ જ સુંદર રીતે થવા માંડે છે, ' જેનું ફળ વધારેમાં વધારે શ્રી તીર્થંકર પરમાત્માની વિભૂતિનો વિપાકનુભવ છે. અને ક્રમે કરી આ રીતે અનેક જન્મોની પરંપરામાં વિચ્છેદને નહિ પામેલું આ અનુષ્ઠાન સર્વસંવરભાવરવરૂપ શૈલેશી અવસ્થામાં પરિણમે છે. આ બધું વર્ણન વિનિયોગના ફળસ્વરૂપે કર્યું છે. વિનિયોગનું લક્ષણ તો ઉપર જણાવ્યા મુજબ “પોતાને પ્રાપ્ત થયેલા ફળને બીજાને પ્રાપ્ત કરાવવું” તે છે. ખૂબ જ ઉપયોગપૂર્વક વિચારવાથી બને ટીકામાં વર્ણવેલા વિનિયોગના સ્વરૂપનું તાત્પર્ય એક જ છેએ સમજી શકાશે. ૩-૧૧૧ આ રીતે આ પ્રણિધાન વગેરે પાંચ આશયનું વર્ણન કરીને, સામાન્યથી એ આશયો ક્રિયા સ્વરૂપે જણાતા હોવા છતાં તે આશયો ભાવવિશેષ [આત્મપરિણામ સ્વરૂપ છે, તે જણાવાય છે - Page #107 -------------------------------------------------------------------------- ________________ आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥३-१२॥ “પ્રણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગઆ બધા પરમાર્થથી આશય[ભાવ-આત્મપરિણામ)વિશેષ સ્વરૂપ છે, જેને ભાવ એટલે શુભ અધ્યવસાય કહેવાય છે. એ વિનાની ચેષ્ટા દ્રવ્યક્રિયા સ્વરૂપ છે; તુચ્છ-અસાર છે. આ પ્રમાણે બારમી ગાથાનો શબ્દાર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કેપૂર્વે જણાવેલા બધા જ પ્રણિધાન વગેરે ક્રિયા-વિશેષ-સ્વરૂપ જણાતા હોવા છતાં એ આશયવિશેષ; તે તે ક્રિયાના કારણે જણાતા ભાવવિશેષ સ્વરૂપ જાણવા જોઈએ, જે આત્માના પરિણામવિશેષ છે. આ ષોડશકની છઠ્ઠી ગાથામાં ધર્મના ઉપદેશના વિષયમાં પાંચ પ્રકારના શુભ આશયને જણાવ્યો છે તે શુભાશય ભાવથી અતિરિક્ત છે કે ભાવસ્વરૂપ છે?-આવી શંકાનું નિરાકરણ કરતાં ફરમાવ્યું છે કે એ પાંચે ય પ્રકારનો શુભાશય ભાવ કહેવાય છે; ભાવથી એ જુદો નથી. આવી જાતના ભાવ વિના, કાયા, વચન અને મનથી સદ્ગત એવી ઘર્મપ્રવૃત્તિસ્વરૂપ ચેષ્ટા; દ્રવ્યક્રિયા છે. તે, ભાવથી વિકલ હોવાથી પોતાના મોક્ષ વગેરે સ્વરૂપ ફળને સિદ્ધ કરતી ન હોવાના કારણે તુચ્છ અસાર છે. ભાવના[ભાવ સ્વરૂપ ઉપયોગ હોવાથી ભાવ વગરની એટલે કે ઉપયોગ વગરની દ્રવ્યક્રિયા ફળને ઉત્પન્ન કરતી ન હોવાથી તે અસાર છે-એ સ્પષ્ટ છે. ઉપયોગસહિત જે ધર્મક્રિયાઓ ફળની પ્રાપ્તિને કરાવનારી છે-એ મુમુક્ષુજનોએ નિરંતર યાદ રાખવું જોઈએ. પ્રણિધાનાદિ-શુદ્ધ ધર્માનુષ્ઠાન યોગસ્વરૂપ બનતું હોવાથી તે Page #108 -------------------------------------------------------------------------- ________________ મોક્ષનું કારણ બને છે. પ્રણિધાનાદિશૂન્ય ધર્માનુષ્ઠાન યોગસ્વરૂપ નથી, જેથી તેવા અનુષ્ઠાનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. ૩-૧રો આ રીતે દ્રવ્યક્રિયાઓ તુચ્છ છે-એ જણાવીને જે કારણથી ભાવની પ્રધાનતા વર્ણવાય છે તે જણાવાય છે अस्माच्च सानुबन्धाच्छुद्ध्यन्तोऽवाप्यन्ते द्रुतं क्रमशः । एतदिह धर्मतत्त्वं परमो योगो विमुक्तिरसः ॥३-१३॥ ક્રમે કરી અનુબંધ [ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેના આ ભાવ પિરિણામ)થી શુદ્ધિકર્મક્ષયનો પ્રકર્ષ જલદી પ્રાપ્ત થાય છે. આ ભાવ જ અહીં પરમાર્થથી ધર્મનું રહસ્ય છે; પરમોચ્ચકોટિનો યોગ છે. અને વિમુક્તિરસ (મોક્ષરસ છે-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-પૂર્વે જણાવેલા પ્રણિધાન, પ્રવૃત્તિ વગેરે પાંચ આશયસ્વરૂપ જે ભાવ છે તે અનુબંધસહિત હોય તો તે ભાવ સાનુબંધ કહેવાય છે. વર્તમાનમાં જે ભાવ છે તે ક્રમે કરી ઉત્તરોત્તર જન્મમાં અવિચ્છિન્નપણે ચાલ્યા કરે ત્યારે તેની પરંપરાસ્વરૂપ ઉત્તરોત્તર જે વૃદ્ધિ થાય છે તેને ભાવનો અનુબંધ કહેવાય છે. એવા અનુબંધની સાથે હંમેશાં રહેનારા ભાવના કારણે વિના વિલંબે કમે કરી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં કે બીજા જન્મમાં ક્રમે કરી જ્ઞાનાવરણીયાદિ કર્મક્ષય પ્રાપ્ત થાય છે તેના પ્રકર્ષસ્વરૂપ જ અહીં શુદ્ધિનો પ્રકર્ષ છે. ભાવના પ્રકર્ષથી અશુદ્ધિનો ચિકાર હૂાસ થવાથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય-એ સમજી શકાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિના પ્રકર્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવો આ ભાવ; ધર્મનો પરમાર્થ છે કે બીજું ધર્મનું સ્વરૂપ છે ? આ શંકાનું સમાધાન કરતાં ગાથાના ઉત્તરાર્ધથી ફરમાવ્યું છે કે આ ભાવ અહીં ધર્મનું તત્ત્વ છે. જોકે અહીં ભાવનું નિરૂપણ ચાલુ હોવાથી પતર્ ના સ્થાને પુષઃ આવો પુલ્લિંગનો નિર્દેશ હોવો જોઈતો હતો. પરંતુ ધર્મતત્ત્વમ્ આ પદની અપેક્ષાએ [મુખ્યતાએ] તવું આવો નપુંસકલિઙ્ગનો નિર્દેશ કર્યો છે. એનો અર્થ સ્પષ્ટ છે કે અહીં આ ભાવસ્વરૂપ ધર્મતત્ત્વ પરમયોગ છે. પરમયોગ વિમુક્તિરસસ્વરૂપ છે. વિશિષ્ટમુક્તિસ્વરૂપ વિમુક્તિ [સકલ કર્મક્ષય સ્વરૂપ મુક્તિ] છે. તેના વિષયમાં જે રસપ્રીતિ; જે યોગમાં છે તે યોગને વિમુક્તિરસ કહેવાય છે. વિમુક્તિમાં રસ છે જેનો આવો વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ વગેરે કાર્ય કરીને પણ વિમુક્તિરસ આ યોગનું વિશેષણ બને છે. અથવા આવો ક્યારેક થનારો 'સમાસ કર્યા વિના ‘વિમુક્તિરસ’ને વિશેષણ બનાવ્યા વિના તેને સ્વતન્ત્ર પદ માનવું, જેથી આ ભાવ જ વિમુક્તિમાં રસસ્વરૂપ છે-આવો અર્થ થાય છે. આથી સ્પષ્ટ છે કે ભાવ એ જ ધર્મતત્ત્વ છે; ભાવ એ જ પરમયોગ છે અને ભાવ એ જ વિમુક્તિમાં રસ [વિમુક્તિરસ] છે-આ અર્થ વ્યાકરણના જાણકારો સરળતાથી સમજી શકે છે. તેરમી ગાથાનો અર્થ સ્પષ્ટ કરતી વખતે પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે જેની પરંપરા અવિચ્છિન્નપણે ચાલે છે એવા સાનુબંધ પ્રણિધાનાદિ પાંચ આશયથી ક્રમે કરી તે જન્મમાં કે બીજા જન્મમાં અવિલમ્બે ૧૦૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષયસ્વરૂપ શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. ગાથામાં “ધર્મતત્ત્વ આ વિધેયપદના લિફ્ટની વિવક્ષાના કારણે પતરું આ પ્રમાણે નપુંસકલિફ્ટનો નિર્દેશ છે. તેથી ભાવનું નિરૂપણ ચાલુ હોવા છતાં પણ?' આ પ્રમાણે પુલિંગ-નિર્દેશ કર્યો નથી. આ ભાવ જ ધર્મનું તત્ત્વ છે, બીજાં અનુષ્ઠાન વગેરે નહિ. આ ભાવ; ઉપર જણાવ્યા મુજબ આત્માનો પરિણામ હોવાથી અધ્યાત્મગર્ભિત હોવાથી પરમયોગસ્વરૂપ છે, જે યોગ; મુક્તિના વિશિષ્ટ અભિલાષસ્વરૂપ છે અથવા પૂર્વે જણાવ્યા મુજબ વિશિષ્ટ મુક્તિના રસ-આસ્વાદ સ્વરૂપ છે. li૩-૧૩ ઉપર જણાવ્યા મુજબ ભાવથી શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે-એ વાત બરાબર છે. તેમ જ એની પણ પૂર્વે શુદ્ધિ વાપના ક્ષયથી થાય છે એ પણ જણાવ્યું છે. પરંતુ અનાદિના અતીત [ભૂત કાળમાં વારંવાર પાપનું સારી રીતે સેવન કર્યું છે, તેને છોડીને આત્મા ભાવને જ અભિલશે અને "ભવોભવથી અભ્યસ્ત બનેલા એવા શુદ્ધિના વિરોધી પાપ ઉપર બહુમાન કરે નહિ-એ કઈ રીતે બને ? ખરી રીતે તો પાપ ઉપર જ બહુમાનનો સંભવ છે-આવી શંકાનું સમાધાન કરતાં ચૌદમી ગાથામાં ફરમાવ્યું છે કે – अमृतरसास्वादज्ञः कुभक्तरसलालितोऽपि बहुकालम् । त्यक्त्वा तत्क्षणमेनं वाञ्छत्युच्चैरमृतमेव ॥३-१४॥ ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે-અમૃતરસનો જાણકાર; ઘણા કાળથી ખરાબ અનના રસ[કુરસથી લાલન-પાલન કરાયેલો Page #111 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં કુભક્ત[ખરાબ અન્નના રસને તુરત જ છોડી દઈને સારી રીતે અમૃતને જ ઈચ્છે છે. આશય એ છે કે વર્ષોથી નિરંતર જે માણસ ખરાબ અન્નથી લાલન-પાલજ કરાયેલો છે તેને નિરંતર ખરાબ જ સંસ્કાર પડેલા છે. ગાથામાં “વહુવારુ”-આ પ્રમાણે દ્વિતીયા વિભક્તિનો નિર્દેશ કરીને ખરાબ સંસ્કારોની નિરંતરતા જણાવી છે. આવો પણ માણસ જ્યારે પણ અમૃતરસનો જાણકાર, બની અમૃતરસની પ્રાપ્તિના ઉપાયને સાંભળે છે ત્યારે તે ક્ષણે જ ખરાબ અનના રસનો ત્યાગ કરી દેવતાઓના ભોજનરૂપે પ્રસિદ્ધ એવા અમૃતને જ સારી રીતે ઈચ્છે છે, જે સર્વસિસંપન હોવાથી અત્યંત સ્પૃહણીય હોય છે. તેના આસ્વાદ માટે બીજા કોઈ જ દ્રવ્યની અપેક્ષા ન હોવાથી તે અમૃતમાં નિરુપાધિ-સ્પૃહણીયતા હોય છે.. li૩-૧૪ ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતને જણાવીને પ્રકૃતિ વિષયમાં સંગત કરતાં ફરમાવ્યું છે કે - एवं त्वपूर्वकरणात् सम्यक्त्वामृतरसज्ञ इह जीवः । चिरकालासेवितमपि न जातु बहुमन्यते पापम् ॥३-१५॥ આવી રીતે [ઉપર જણાવેલા દૃષ્ટાંતની રીતે] અપૂર્વકરણ સ્વરૂપ આત્મપરિણામના કારણે સમ્યક્ત-સ્વરૂપ અમૃતરસનો જ્ઞાતા એવો જીવ અહીં લાંબા કાળથી સેવેલા પણ પાપનું ક્યારે પણ બહુમાન કરતો નથી.” આ પ્રમાણે સામાન્ય ગાથાર્થ છે. આશય એ છે કે અપૂર્વકરણ સ્વરૂપ Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મપરિણામના અચિનન્ય સામર્થ્યથી રાગ-દ્વેષની તીવ્રપરિણતિસ્વરૂપ ગ્રન્થિ ભેદાય છે. એના યોગે જે જીવે સમ્યગ્દર્શન સ્વરૂપ અમૃતરસનો અનુભવ કર્યો છે તે સમ્યક્તઅમૃતરસના જાણકાર પુણ્યાત્માને; લાંબા કાળથી સારી રીતે સેવેલા પણ મિથ્યાત્વમોહનીય વગેરે પાપ પ્રત્યે ઉત્કટ ઈચ્છા સ્વરૂપ બહુમાન થતું નથી. તેમ જ પાપના કારણે થનારા પ્રવચનના ઉપઘાતાદિ કાર્ય પ્રત્યે પણ તેવું બહુમાન થતું નથી. અહીં, દૃષ્ટાંતમાં જણાવેલા કુભક્તરસજેવું મિથ્યાત્વમોહનીય વગેરે પાપ છે. અને અમૃતરસાસ્વાદ-જેવો તેવા પ્રકારનો સમ્યગુદર્શનાદિ સ્વરૂપ આત્માનો ભાવપરિણામ જાણવો. | મુમુક્ષુ આત્માઓએ એ યાદ રાખવાની જરૂર છે કે પાપ તરીકે અહીં મિથ્યાત્વમોહનીય વગેરેને જણાવ્યું છે. રાગ - દ્વેષની તીવ્રપરિણતિસ્વરૂપ ગ્રન્થિના કારણે મિથ્યાત્વમોહનીયસ્વરૂપ પાપનો નાશ થતો નથી. અનાદિકાળથી ચારગતિમય આ સંસારમાં પરિભ્રમણનું જો કોઈ કારણ હોય તો તે રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ છે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ સ્વરૂપ આત્મપરિણામથી એ ગ્રન્થિને જાણીને અપૂર્વકરણ સ્વરૂપ આત્મપરિણામના અચિજ્ય સામર્થ્યથી અનાદિકાળની રાગલેષની તીવ્ર પરિણતિ ભેદાય છે. ગ્રન્થિભેદ વિના અથવા તો તે ભેદવાના લક્ષ્ય વિના કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષસાધક બનતું નથી. ધર્માનુષ્ઠાનો પાછળનો એ આશય આજે લગભગ વીસરાયો છે. મોક્ષસાધક યોગો અસંખ્ય છે. પરન્તુ એ બોલતાં પહેલાં એ યાદ રાખવાની જરૂર છે કે અસંખ્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગીની પાછળ આશય તો એક માત્ર મોક્ષનો જ છે. અસંખ્ય યોગોમાંથી કોઈ યોગ સંયોગવશ રહી જાય તો બીજા યોગની આરાધના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે; પરન્તુ અસંખ્ય યોગોની પાછળનો એ એકમાત્ર મોક્ષનો આશય વીસરી જવાય તો ક્યો યોગ મોક્ષની સિદ્ધિનું કારણ બનશે? મોક્ષના આશયની પ્રાપ્તિમાં અવરોધ કરનારી તીવરાગદ્વેષની પરિણતિને કોઈ પણ રીતે તોડ્યા વિના ચાલે એવું નથી. મુમુક્ષુજનોએ દરેક ધર્માનુષ્ઠાનો કરતી વખતે એ તરફ ધ્યાન આપવું જોઈએ. અન્યથા લક્ષ્ય વિનાનાં અનુષ્ઠાનો સિદ્ધિનાં કારણ નહીં બને. ગાથામાંના પાપ પદનો અર્થ સમજાવતી વખતે તત વાર્થ વા પ્રવચનો ધાતારિ આ પ્રમાણે જણાવ્યું છે. જેનો આશય સ્પષ્ટ છે કે-મિથ્યાત્વથી વાસિત બનેલા, પ્રવચનનો ઉપઘાત હિાનિ પહોંચાડવી.] વગેરે કાર્ય કરતા રહે છે. સામાન્ય રીતે તે જીવોને રાગદ્વેષની પરિણતિ તીવ્ર હોવાથી પોતે સારા નહિ હોવા છતાં સારા દેખાવા માટે પ્રયત્ન કરતા રહે છે. એ માટે જરૂર પડે તો પ્રવચનની હાનિ થાય તો પણ તેની તેઓ ચિંતા રાખતા નથી. પોતાની જાત કરતાં પ્રવચન અધિક છે એવી માન્યતા તેમની ન હોવાથી પ્રવચનનો ઉપઘાત કરીને પણ તેઓ પોતાના દોષોને છુપાવીને પોતાના ગૌરવને વધારતા રહે છે. પોતાના દોષોને વ્યાજબી બનાવવા માટે પ્રવચનમાં કાંઈ એકાન્ત નથી; જેની જેવી શક્તિ, તે પ્રમાણે તેઓ ધર્મ કરે; યોગ અસંખ્ય છે; બધા જ બધા આરાધે એવું નથી.”. વગેરે જણાવી પ્રવચનનો ઉપઘાત કરવો-એ Page #114 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વનું કાર્ય છે. આવા પાપ પ્રત્યે સમકિત-સ્વરૂપ અમૃતના રસના અનુભવને કરનાર પુણ્યાત્માને બહુમાન હોતું નથી..એ પંદરમી ગાથાનો પરમાર્થ છે. ૩-૧પ ઉપર જણાવેલી ગાથામાં “સમ્યક્તામૃતરસના જ્ઞાતાને પાપ પ્રત્યે બહુમાન હોતું નથી-એ જણાવ્યું; પરન્તુ સમ્યકત્વવત્ત જીવો પણ વિરતિમાન નહિ હોવાથી પાપ કરતા દેખાય તો છે. એટલે કે સમકિતદૃષ્ટિ આત્માઓ વિરતિના અભાવમાં પાપની પ્રવૃત્તિ કરતા દેખાય છે તો તેમને પાપ પ્રત્યે બહુમાન નથી-એ કઈ રીતે માનવું? આ પ્રમાણેની શંકાનું સમાધાન કરતાં જણાવાય છે કે - यद्यपि कर्मनियोगात् करोति तत्तदपि भावशून्यमलम् । अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ॥३-१६॥ “જોકે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ કર્મનિયોગે પાપ કરે છે તોપણ તે અત્યન્ત ક્લિષ્ટ અધ્યવસાયથી શૂન્ય હોય છે; આથી જ પાપ પ્રત્યે બહુમાન ન હોવાથી; ધર્મ પ્રત્યે તીવ્ર ઉત્સાહ હોય છે, તેથી જલદી ધર્મની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.” સોળમી ગાથાનો એ અર્થ છે. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિરતિના અભાવે જે પાપક્રિયાઓ કરવી પડે છે, તે ચારિત્રમોહનીય કર્મ નિકાચિત હોવાથી કરવી પડે છે. તે પાપ પણ અત્યન્ત ક્લિષ્ટ અધ્યવસાય વિના કરે છે. તેથી તે પાપની પ્રવૃત્તિ તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી, પોતાની ઈચ્છા વિના જ થાય છે. જેમાં બહુમાનનો અવકાશ જ Page #115 -------------------------------------------------------------------------- ________________ રહેતો નથી. આથી હું જે કરું છું તે જ સારું છે. આવા પ્રકારના બહુમાનના અભાવે ઘર્મના વિષયમાં તીવ્ર ઉત્સાહ પ્રાપ્ત થાય છે, જેના યોગે તે ધર્મની સિદ્ધિને તે સમ્યગ્દષ્ટિ આત્મા પ્રાપ્ત કરે છે. ll૩-૧દશા | | કૃતિ તૃતીય ષોડશવમ્ | સરક अथ चतुर्थं षोडशकम् । ત્રીજા ષોડશકમાં ધર્મનું પોતાનું સ્વરૂપ વર્ણવ્યું. હવે ધર્મનાં લિફ્ટો વિસ્તારથી વર્ણવાય છે - सिद्धस्य चास्य सम्यग्लिङ्गान्येतानि धर्मतत्त्वस्य । विहितानि तत्त्वविद्भिः सुखावबोधाय भव्यानाम् ॥४-१॥ “ભવ્યજીવોના સુખપૂર્વક બોધ માટે તત્ત્વના જાણકારોએ, સિદ્ધ થયેલા આ ધર્મતત્ત્વના આગળ કહેવાશે તે લિંગો શાસ્ત્રમાં સારી રીતે કહ્યાં છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે-ત્રીજા ષોડશકમાં “ શ્ચત્તમ.' ઈત્યાદિ વચનોથી ઘર્મનું સ્વરૂપ ગ્રન્થકારે વર્ણવ્યું છે. એ સાંભળ્યા પછી સ્વભાવથી જ મુમુક્ષુને ચિંતા હોય છે કે મને ધર્મની સિદ્ધિ થઈ છે કે નહિ ?” એ ચિંતાને દૂર કરવા આ ચોથા ષોડશકમાં ગ્રન્થકારશ્રીએ ધર્મસિદ્ધિનાં લિંગો વર્ણવ્યાં છે. એ લિલ્ગોના જ્ઞાનથી ખૂબ જ સરળતાથી ધર્મસિદ્ધિનો બોધ થાય છે. ધર્મ, કર્મના ક્ષયનું કારણ છે. કર્મ આત્મબદ્ધ છે. એ કર્મના નાશ માટે કરાતો ધર્મ પણ આત્મપરિણત Page #116 -------------------------------------------------------------------------- ________________ હોવો જોઈએ. અન્યથા માત્ર શરીરમાં વર્તતો ઘર્મ કર્મનો નાશ કરી શકશે નહિ. નાશ્ય કર્મ અને નાશક ધર્મભિન્ન અધિકરણમાં હોય તો નાશકથી નાશ્યનો નાશ થશે નહિ-એ સ્પષ્ટ છે. કપડાના મેલનો નાશ પાણીથી થાય છે, પરંતુ એ પાણી મેલા કપડામાં ન પહોંચે તો પાણી કપડાના મેલનો નાશ કઈ રીતે કરે ? બાહ્ય-અનુષ્ઠાનસ્વરૂપ તે તે ધર્મ આત્મપરિણત ન બને તો કોઈ પણ રીતે તે ઘર્મ, કર્મનો નાશ નહિ કરે. આથી જ આત્મપરિણત ધર્મસિદ્ધિનાં લિંગો અહીં વર્ણવ્યાં છે. આમ પણ બાહ્ય ધર્મ તો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી તેનાં લિંગો જણાવવાનું કોઈ પ્રયોજન નથી. આત્મપરિણત ધર્મ અતીન્દ્રિય હોવાથી તેને જાણવા માટે લિગોનું વર્ણન અહીં કર્યું છે. ' ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે સિદ્ધ એટલે નિષ્પન-પ્રાપ્ત થયેલા અને અનુભવેલા ઘર્મતત્ત્વનાં, અવિપરીતપણે કહેવાશે તે લિો છે. અથવા આગળ કહેવાશે એ પ્રશસ્ત લિંગો છે, જે; તત્ત્વના જાણકાર મહાત્માઓએ ભવ્ય એટલે યોગ્ય જીવોને સુખપૂર્વક સમજાય - એ માટે શાસ્ત્રમાં જણાવ્યાં છે. I૪-૧ ધર્મસિદ્ધિનાં લિગોને સ્વરૂપથી નામમાત્રથીજણાવાય છે. ન્યાયની પરિભાષામાં કહીએ તો લિગોનો વિભાગ કરાય છે. અર્થાત્ તે જેટલા પ્રકારના છે તેટલા બધા જ પ્રકારો નામમાત્રથી-સ્વરૂપથી જણાવાય છે - Page #117 -------------------------------------------------------------------------- ________________ औदार्यं दाक्षिण्यं पापजुगुप्साथ निर्मलो बोधः । .. સિંગાનિ ઘર્મસિઃ પ્રાયેન નનયિત્વે જ આ૪-રા ઉદારજનના ભાવને ઔદાર્ય કહેવાય છે અને અનુકૂળતાને દાક્ષિણ્ય કહેવાય છે. બંનેનું સ્વરૂપ આગળની ગાથામાં જણાવાશે. પાપના પરિહારને પાપગુપ્તા કહેવાય છે. નિર્મળબોધનું સ્વરૂપ પણ આગળની ગાથામાં વર્ણવાશે. ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપગુપ્તા, નિર્મળબોધ અને મોટાભાગે જનપ્રિયત્વ- આ ઘર્મસિદ્ધિનાં લક્ષણ-ચિહ્ન છે - આ પ્રમાણે બીજી ગાથાનો સામાન્યાર્થ છે. ઔદાર્ય વગેરે આત્માના પરિણામ છે. જનપ્રિયત્વ, વિશિષ્ટકર્મના ઉદયે પ્રાપ્ત થનારો ઔદયિક પરિણામ છે. ગાથામાં પાંચ લિગો છે. ચાર લિંગોને જણાવીને પછી પાંચમું લિંગ જુદું જણાવ્યું છે. આથી લિંગોના ઉપર જણાવ્યા મુજબ ક્ષાયોપશમિક અને વિશિષ્ટ ઔદયિકભાવ સ્વરૂપ બે ભેદ સમજાય છે, જે દરેક લિંગના આગળની ગાથાઓમાં કરેલા વર્ણનથી સ્પષ્ટપણે સમજી શકાશે. I૪-રા ' હવે “ઔદાર્યનું સ્વરૂપ જણાવાય છે - ' औदार्यं कार्पण्यत्यागाद् विज्ञेयमाशयमहत्त्वम् । गुरुदीनादिष्वौचित्यवृत्ति कार्ये तदत्यन्तम् ॥४-३॥ કૃપણતાનો ત્યાગ કરવા પૂર્વક, ગુરુ વગેરેના તેમ જ દીન વગેરેના દાનાદિસંબંધી કોઈ પણ કાર્યમાં અત્યન્ત ઉચિત વર્તન કરવા સ્વરૂપ જે ચિત્તનું મહત્ત્વ છે-તેને ઔદાર્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે-‘ઔદાર્ય-ઉદારતા' ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. આમ જુઓ તો ‘ઔદાર્ય'નું સ્વરૂપ ખૂબ જ પ્રસિદ્ધ છે. ઉદારતા કોને કહેવાય છે-એ સમજાવવાની લગભગ આવશ્યકતા નથી. પ્રસિદ્ધ એવા એ ઔદાર્યનું સ્વરૂપ શાસ્ત્રીય પરિભાષામાં વર્ણવતાં ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે કે-કૃપણતાનો ત્યાગ કરવાથી અતુચ્છવૃત્તિના કારણે આશયવિશેષ એટલે કે અધ્યવસાયવિશેષનું અથવા તો ચિત્તનું જે મહત્ત્વ છે, તે મહત્ત્વને ઔદાર્ય કહેવાય છે. આ ઔદાર્યસ્વરૂપ આશયમહત્ત્વ, ગુરુ વગેરે અને દીન વગેરેમાં ઉચિતવર્તનસ્વરૂપ હોવું જોઈએ. યોગબિન્દુમાં જણાવ્યા મુજબ માતા, પિતા, કલાચાર્ય [અધ્યાપક], તેમના જ્ઞાતિજનો, વૃદ્ધપુરુષો અને ધર્મના ઉપદેશકો આ બધા ગુરુવર્ગ[ગુરુ વગેરે]માં ગણાય છે. તેમ જ દીન, કૃપણ, અન્ધ અને પડ્યું વગેરે દીનવર્ગ [આધાર વિનાના]માં ગણાય છે. એ ગુરુ વગેરેનું અને દીન વગેરેનું જે દાન વગેરે કાર્ય ઉપસ્થિત થાય ત્યારે અત્યન્ત ઔચિત્યપૂર્વક વર્તન કરવાથી જ ઔદાર્ય ધર્મસિદ્ધિનું લિંગ બને છે. તુચ્છતાને ધારણ કર્યા વિના ઉદારતાપૂર્વક જે કોઈ પણ દાનાદિ કાર્ય કરીએ ત્યારે ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુ વગેરેમાં અને દીન, કૃપણ, અંધ વગેરે નિરાધાર જનોને વિશે અત્યન્ત ઔચિત્યપૂર્વક વર્તવું જોઈએ. એવા વર્તનથી સહિત જ આશયવિશેષના મહત્ત્વને ઔદાર્ય કહેવાય છે. દાનાદિનું કાર્ય જ્યારે પણ ઉપસ્થિત થાય ત્યારે કોઈ પણ જાતના સંકુચિત પરિણામનો ત્યાગ કરી માતાપિતાદિ ૧૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ ગુરુવર્ગસંબંધી અને દીન-અંધ વગેરે અનાધાર-જનસંબંધી તે તે દાનાદિ કાર્ય ઔચિત્યપૂર્વક કરવું તેને ઔદાર્ય કહેવાય છે. અહીં ધર્મસિદ્ધિના પ્રથમ લિંગ તરીકે વર્ણવેલા ઔદાર્યમાં અને પ્રસિદ્ધ એવા ઔદાર્યમાં ઘણો ફરક છે. કોઈ પણ કામ માટે મુક્તહસ્તે ધન વગેરેનો વ્યય કરવાથી સામાન્ય રીતે તે વ્યક્તિમાં ઔદાર્ય મનાય છે. એ પ્રસિદ્ધ ઔદાર્યની અપેક્ષાએ ધર્મસિદ્ધિના લિંગ તરીકે વર્ણવેલા ઔદાર્યમાં થોડો ફરક છે. અહીં દાનાદિ ચારેય ધર્મની સિદ્ધિનું લિંગ ઔદાર્ય વર્ણવ્યું છે, માત્ર દાનધર્મની સિદ્ધિનું લિંગ જ ઔદાર્ય નથી. તુચ્છવૃત્તિના અભાવ સ્વરૂપ ઔદાર્યને જ અહીં ઔદાર્ય માન્યું છે, જે; દાનાદિ ચારેય ધર્મની સિદ્ધિને જણાવનારું છે. તુચ્છવૃત્તિ પરાસહિષ્ણુતાનું કારણ છે. પોતાને કે પોતાનાને છોડીને સમગ્ર પદાર્થો પર છે. એના કારણે ગમે તેટલી પ્રતિકૂળતા પ્રાપ્ત થાય તોપણ તેને દીનતા વિના સહન કરી લેવાની જે વૃત્તિ છે-તેને સહિષ્ણુતા કહેવાય છે, જે; તુચ્છવૃત્તિના અભાવને સૂચવે છે. વ્યવહારમાં પણ સહનશીલ માણસને ઉદાર કહેવાય છે. સહેજ પણ સહન નહિ કરનારા માણસને દુનિયામાં તુચ્છવૃત્તિવાળો કહેવાય છે. સંસારમાં પણ સારા માણસો સહનશીલ-ઉદારવૃત્તિવાળા કહેવાય છે. કોઈનું પણ વેઠી લેવાનો સ્વભાવ, ઉદાર-સ્વભાવ છે. ધર્માત્મામાં એ હોવો ખૂબ જ જરૂરી છે. આપણી પાસેની કોઈ પણ વસ્તુ આપી દેવી-એ ઉદારતાની એક બાજુ છે. એથી પણ વધારે સારી ઉદારતાની બીજી બાજુ એ છે કે આપણને કોઈ કશું જ ન આપે અથવા તો પ્રતિકૂળતા આપે તોપણ વેઠી લેવાની ૧૧૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ. આના માટે હૈયાની ઉદારતા કેળવવી પડે. સહનશીલતાને પ્રાણ બનાવ્યા વિના તુચ્છવૃત્તિ નાશ નહીં પામે. આપવું અને જતું કરવું એ બેમાં ફરક સમજી શકાય તો પારમાર્થિક ઉદારતાનો પરીચય થયા વિના નહીં રહે. આપવા માટેની ઉદારતા અને જતું કરવા માટેની ઉદારતાઃ એ બેમાં ઘણો જ ફરક છે. ધર્માત્માઓએ એ ફરક સમજી લેવો જોઈએ. દાન આપવું એ જુદી વસ્તુ છે અને આપણા હકની પણ વસ્તુ જતી કરવી એ જુદી વસ્તુ છે. અઘરું છે આ બધું ! ઘર્મ કરનારાની મનોદશા કેવી હોવી જોઈએ-તે આથી સમજી શકાય છે. સહન કરવાની વૃત્તિ કોઈ પણ રીતે નાશ ન પામે એનો, ધર્મ કરનારાએ સતત ખ્યાલ રાખી આ ઔદાર્ય આત્મસાત્ કરી લેવું જોઈએ. શક્તિ કેટલી છે-એનો વિચાર કર્યા વિના શક્તિ મેળવી લેવાનો વિચાર કરીએ તો “ઔદાર્ય પ્રાપ્ત થયેલું જ છે. દાનાદિ ઘર્મની આરાધનામાં સંકુચિત પરિણામનો એથી ત્યાગ કરી શકાશે. શક્તિ મુજબ કરશું એના બદલે શક્તિ મેળવીને કરશું-આવો પરિણામ સર્વદા ટકી રહે તો ધર્મની સિદ્ધિ નિર્વિવાદપણે છે.. I૪-૩ - હવે દાક્ષિણ્ય' નામના બીજા ધર્મસિદ્ધિના લિંગનું વર્ણન કરાય છે - दाक्षिण्यं परकृत्येष्वपि योगपरः शुभाशयो ज्ञेयः । गाम्भीर्यधैर्यसचिवो मात्सर्यविघातकृत्परमः ॥४-४॥ 'ગંભીરતા. અને ધીરજ પૂર્વક બીજાના કાર્યમાં પણ Page #121 -------------------------------------------------------------------------- ________________ પોતાના કાર્યની જેમ ઉત્સાહને અનુકૂળ અને માત્સર્યના વિઘાતને કરનારો એવો પરમ-શ્રેષ્ઠ જે શુભાશય-તે દાક્ષિણ્ય જાણવું-આ પ્રમાણે ચોથી ગાથાનો શબ્દાર્થ છે. ઓશય એ છે કે સામાન્ય રીતે પૂર્વે જણાવ્યા મુજબ બીજાને અનુકૂળ થવાના પરિણામને દાક્ષિણ્ય' કહેવાય છે, જે; બીજાના કાર્યમાં પણ પોતાના કાર્યની જેમ ઉત્સાહ સ્વરૂપ શુભ અધ્યવસાય છે. એ શુભ અધ્યવસાયના, ગાંભીર્ય અને શૈર્યસહાયભૂત પરિણામ છે. એ બંનેની સહાય ન હોય તો દાક્ષિણ્ય' ખરી રીતે દાક્ષિણ્ય નથી રહેતું. જેના મધ્યભાગને હૈિયાને બીજા જાણી શકતા નથી તેને ગંભીર કહેવાય છે. તેના ઘર્મને ગાંભીર્ય કહેવાય છે. ગાંભીર્ય, આમ જુઓ તો સ્પષ્ટ જ છે. કોઈ પણ કામ કર્યા પછી કે કરતાં પૂર્વે કોઈને પણ તેની જાણ નહીં થવા દેવાના પરિણામને ગાંભીર્ય કહેવાય છે. દાક્ષિણ્યની સાથે જો એવું ગાંભીર્ય ન હોય તો સામી વ્યક્તિ આપણને એનું કામ કરવા દેશે નહિ. અથવા તો તેને એમ થશે કે “આના કરતાં તો આની પાસે કામ કરાવ્યું ન હોત તો સારું !” દાક્ષિણ્યને આધીન બની જે કોઈ પણ કામ કરીએ તોપણ તેની જાણ કોઈને પણ કરવાની ન હોય. એ માટે ગાંભીર્ય હોવું જોઈએ.. કામ કર્યા પછી એને ચાર જણની વચ્ચે ગાયા કરવાની પ્રવૃત્તિ સારી નથી. સારું કામ કર્યા પછી એને છુપાવવાનું પણ શીખી લેવું જોઈએ. નહિ તો સારા કામનું જોઈએ તેવું ફળ નહીં મળે. પાપની પ્રવૃત્તિ કર્યા પછી જે ગંભીરતા રખાય છે, એવી જ ગંભીરતા; સારું કાર્ય કર્યા પછી પણ રાખવી જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ આવી જ રીતે બીજાનું કામ કરતી વખતે વૈર્ય-[ધીરતા] રાખવું જોઈએ. ધીરજ-સ્થિરતા વિના જેમતેમ કરાતું કાર્ય પોતાના અર્થની સિદ્ધિનું કારણ બનતું નથી. કાર્યની અસ્થિરતા કાર્યની અસિદ્ધિનું કારણ છે. સ્થિરતાપૂર્વકનું કાર્ય વિરક્ષિત ફળને આપનારું છે. ધીરજ ન હોય તો “દાક્ષિણ્ય'નો કોઈ અર્થ નથી. દાક્ષિણ્ય પાછળ જે આશય રહ્યો છે, એ આશયની સિદ્ધિ ધૈર્ય વિના શક્ય નથી. વૈર્ય-સ્થિરતા ખરેખર જ સર્વસિદ્ધિનું મૂળ છે. આ રીતે ઘીરતા અને સ્થિરતા પૂર્વક કરાયેલું કાર્ય સિદ્ધિનું કારણ બને છે. આવી સિદ્ધિ મળી ગયા પછી જો બીજાને મળેલી સિદ્ધિ જોઈને માત્સર્ય આવે તો દાક્ષિણ્ય' ટકશે નહિ. કારણ કે એકવાર બીજાના ગુણોની પ્રશંસા સહન ન થવા સ્વરૂપ જે માત્સર્ય છે; તેના કારણે રાતદિવસ બીજાને ઉતારી પાડવાનો પરિણામ રહેવાથી, બીજાને અનુકૂળ બની રહેવાનો પરિણામ નાશ પામ્યા વિના નહિ રહે. આથી જ દાક્ષિણ્ય' નામના શુભાશયને માત્સર્યનો નાશ કરનાર તરીકે વર્ણવ્યો છે. જે શુભાશય માત્સર્યનો વિઘાત-નાશ કરી શકતો નથી તે દાક્ષિણ્યસ્વરૂપ શુભાશય મનાતો નથી. માત્સર્યનો નાશ કરનાર શુભપરિણામ ગુણના અનુરાગનું કારણ બને છે. અને ગુણનો અનુરાગ ક્રમે કરી આત્માને ગુણસમ્પન્ન બનાવી ગુણથી પરિપૂર્ણ [સિદ્ધ બનાવે છે. ગુણસંપન્ન આત્માએ ગુણથી પરિપૂર્ણ બનવા માટે ગુણના અનુરાગી બની રહેવું જોઈએ, જે માત્સર્યના ત્યાગથી જ શક્ય બને છે. ૪-૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ હવે ધર્મસિદ્ધિના ત્રીજા લિંગ પાપજાગુપ્તાનું સ્વરૂપ જણાવાય છે - पापजुगुप्सा तु तथा सम्यक्परिशुद्धचेतसा सततम् । पापोबेगोऽकरणं तदचिन्ता चेत्यनुक्रमतः ॥४-५॥ ઘર્મસિદ્ધિનાં બે લિંગોનું વર્ણન કરીને ચોથા ષોડશકની પાંચમી ગાથાથી “પાપજુગુપ્સા' નામના લિંગનું સ્વરૂપ જણાવાય છે. ઔદાર્ય અને દાક્ષિણ્ય-આ બે લિંગોને પ્રાપ્ત કર્યા પછી તેને ટકાવવા માટે પાપજાગુપ્તાને પ્રાપ્ત કરી લેવાનું ખૂબ જ આવશ્યક છે. પાપ નહિ કરવા છતાં કેટલીકવાર પાપની જુગુપ્સા હોતી નથી. પાપ કરવાની અનુકૂળતા કે સામર્થ્ય વગેરે ન મળે તો પાપની પ્રવૃત્તિ ન પણ થાય; પરંતુ આવા પ્રસંગે એ જીવોને પાપની જુગુપ્સા છે જ'-આવું મનાય નહિ. અત્યંત અરુચિને જુગુપ્સા કહેવાય છે. જોવાની પણ ઈચ્છા ન થવી-એ જાગુપ્તાનું લક્ષણ છે. અશુચિપદાર્થોની જુગુપ્સાનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. એવો અનુભવ જો પાપના વિષયમાં થાય તો ધર્મસિદ્ધિનું ત્રીજું લિંગ પ્રાપ્ત થયા વિના નહીં રહે. અશુચિપદાર્થો કરતાં પાપની ભયંકરતા સમજાય તો જ એ શક્ય બને. પાપની જાગુપ્તા વિના ઔદાર્ય કે દાક્ષિણ્ય વાસ્તવિકપણે રહેતાં નથી. માત્ર દેખાવપૂરતા-અવાસ્તવિક એ લિંગો ધર્મસિદ્ધિનું કારણ બનતાં નથી. સમ્યક-અવિપરીત એવા પરિશુદ્ધ મનથી સતત ભૂતકાળના પાપનો ઉગ નિંદા કરવો; વર્તમાનમાં પાપ Page #124 -------------------------------------------------------------------------- ________________ કરવું નહિ અને ભવિષ્યમાં પાપ કરવાની વિચારણા ન કરવા સ્વરૂપ પાપની બ્રુગુપ્સા અનુક્રમે વર્તમાનાદિ-ત્રણકાળ-સંબંધિની છે”-આ પ્રમાણે ગાથાનો સામાન્યાર્થ છે. ભાવાર્થ એ છે કેપાપના પરિહાર સ્વરૂપ પાપજીગુપ્સા છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન-એ ત્રણકાળ-સંબંધી પાપનો પરિહાર [ત્યાગ] પણ ત્રણ પ્રકારનો છે. ભૂતકાળમાં થયેલાં પાપ તો થઈ ગયાં હોવાથી જોકે તેનો પરિહાર કરવાનું શક્ય નથી; પરન્તુ જે ભાવથી એ પાપ કર્યાં હતાં તે ભાવની નિવૃત્તિ કરીને તેની નિંદા-સ્વરૂપ તેનો પરિહાર શક્ય છે. સમ્યગ્ એટલે અવિપરીત એવા પરિશુદ્ધ મન વડે નિરંતર પાપનો ઉદ્વેગ કરવા સ્વરૂપ અહીં પાપજીગુપ્સા છે. પાપનો નિષેધ કરનારા મુખ કે હાથ વગેરેની ચેષ્ટાવિશેષના કારણે જણાતા અવિપરીત પરિશુદ્ધ મન વડે સતત અતીતભૂતકાળના પાપની નિંદા કરવાની છે. એકવાર પણ કરેલા પાપની નિંદા સતત કરવાની. અર્થ-કામની દરરોજની પ્રવૃત્તિઓમાં એકાદવાર પણ ભૂલ થયા પછી એનો ખેદ દરરોજ રહ્યા કરે છે. આવો ખેદ અતીતકાળમાં થયેલાં પાપઅંગે અનુભવાય તો તેની નિંદા ઉપર જણાવ્યા મુજબ પરિશુદ્ધ મન વડે થઈ શકશે. બાહ્યપ્રવૃત્તિ અને મનના વિચારો-એ બેનો મેળ બેસે તો સમજવાનું કે મન અવિપરીત છે. અન્યથા બાહ્યપ્રવૃત્તિ સાથે મનના વિચારોને વિરોધ હોય તો ત્યાં મન વિપરીત હોય છે. પ્રવૃત્તિની સાથે સંવાદી મન વડે પાપની નિંદા કરવી જોઈએ. મુખ ઉપર દુ:ખની ઘેરી છાયા હોય; અંજલિબદ્ધ હાથ હોય અને શરીરમાં નમ્રતા ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ હોય પરંતુ મનમાં એવો કોઈ ભાવ ના હોય તો તે રીતે કરાયેલી પાપની નિંદા પાપજાગુપ્તાનું પ્રતીક નહિ બને. તે એક જાતનો દંભ છે. વર્તમાનમાં મન-વચન-કાયાથી ત્રિવિધ [કરવું, કરાવવું અને અનુમોદવું પાપનો ત્યાગ કરવા સ્વરૂપ પાપાકરણ છે. અને ભવિષ્યકાળમાં થનારી પાપપ્રવૃત્તિના વિષયમાં કોઈ પણ જાતની વિચારણા ન કરવી તે પાપાચિંતા છે. કાલાનુક્રમે પાપોદ્ગ, પાપાકરણ અને પાપાચિંતા-એ પાપજુગુપ્સા છે. અથવા ત્રણ કાળના ક્રમના બદલે કાયા, વચન અને મન-આ ત્રણ યોગના ક્રમે પાપજુગુપ્સા [પાપપરિહાર કરવી જોઈએ. કાયાથી પાપનો ઉદ્વેગ, વચનથી પાપાકરણ અને મનથી પાપની અચિંતા એ પાપજુગુપ્સા છે. મન-વચન-કાયાને આશ્રયી ક્રમ રાખવાથી દરેક વખતે પાપજુગુપ્સા એકસ્વરૂપે વર્ણવાય છે. અને કાળને આશ્રયી ક્રમ રાખવાથી પાપજુગુપ્સા તેવા પ્રકારની એકસ્વરૂપે વર્ણવાતી નથી. એટલો ફરક છે. I૪-પા હવે નિર્મળબોધસ્વરૂપ ચોથા ધર્મસિદ્ધિના લિંગનું વર્ણન કરાય છે - निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसम्भवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगाच्छ्तचिन्ताभावनासारः ॥४-६॥ “રાગ-દ્વેષના અભાવ સ્વરૂપ શમ ગર્ભિત શાસ્ત્રના યોગે શુશ્રુષા[સાંભળવાની ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલ Page #126 -------------------------------------------------------------------------- ________________ અને શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન તથા ભાવનાજ્ઞાન સારભૂત છે જેમાં એવો નિર્મળબોધ' ધર્મસિદ્ધિનું લિંગ જાણવું.”- આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે નિર્મળ બોધ ધર્મસિદ્ધિનું ચોથું લિંગ છે. માત્ર બોધ ઘર્મસિદ્ધિનું લિંગ નથી. બોધની નિર્મળતાના કારણે એ બોધ ઘર્મસિદ્ધિનું લિંગ બને છે. ઘર્મસિદ્ધિની કારણભૂત નિર્મળતા શુશ્રુષાભાવથી ઉત્પન છે. ભવનિસ્તારક પૂજ્ય ગુરુભગવંત પાસેથી વિનયબહુમાનાદિપૂર્વક સાંભળીને બોધ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે તેને શુશ્રુષા કહેવાય છે. તે શુશ્રુષાનો જે પરિણામ છે, તેથી ઉત્પન્ન થયેલો બોધ અથવા તો શુશ્રુષા સ્વરૂપ જે પરિણામભાવ, તેનાથી ઉત્પન્ન થયેલો બોધ નિર્મળ બોધ છે-એ ધર્મસિદ્ધિનું લિંગ છે. “શુભૂષામાવસિષ્યવ’ આ પદથી ગ્રંથકારશ્રીએ એક માર્મિક વાત કરી છે. કોઈ પણ શાસ્ત્રનો બોધ પ્રાપ્ત કરવા માટે પૂ. ગુરુદેવશ્રી પાસે શ્રવણ કરવું જોઈએ. જ્યાં સુધી પૂ. ગુરુભગવંત શાસ્ત્રનું શ્રવણ કરાવે છે, ત્યાં સુધી તે તે શાસ્ત્રનો બોધ તે તે શાસ્ત્રના શ્રવણથી જ પ્રાપ્ત કરવો જોઈએ. શાસ્ત્રના બોધની સાથે પૂ. ગુરુદેવશ્રીને પ્રાપ્ત થયેલ અનુભવજ્ઞાન પણ પ્રાપ્ત થતું હોય છે. ગ્રન્થના માત્ર વાંચનથી એવો વિશેષ બોધ પ્રાપ્ત થતો નથી. જે જ્ઞાન ગુરુગમથી શક્યા છે; એ જ્ઞાન માત્ર શાસ્ત્રવાંચનથી શક્ય નથી. વર્તમાનમાં આ શુશ્રુષાગુણ લગભગ નાશ પામતો જાય છે. પુસ્તકો વગેરેના કારણે ખૂબ જ સરળતાથી જ્ઞાન-બોધ મળવાથી “ગુરુગમથી પ્રાપ્ત થનારો નિર્મળબોધ પ્રાપ્ત ન થયો. માત્ર શબ્દાનુસારી Page #127 -------------------------------------------------------------------------- ________________ બોધ ધર્મસિદ્ધિનું લિંગ બનતો નથી. બુદ્ધિના આઠ ગુણોમાં શુશ્રુષાનો સમાવેશ છે. માર્ગાનુસારી બોધ માટે માર્ગાનુસારી માર્ગના જ્ઞાતાઓ પાસે નિરંતર શ્રવણ કરવું જોઈએ. શુષા-એ બુદ્ધિના આઠ ગુણોમાંનો ગુણ છે. સામાન્ય રીતે શુશ્રુષાનો અર્થ, સાંભળવાની ઈચ્છા છે. અર્થ-કામસંબંધી ગ્રંથોને સાંભળવાની ઈચ્છા સ્વરૂપ શુશ્રુષા અહીં સમજવાની નથી-એ “શનાર્મશાસ્ત્રયાત'- આ પદથી સૂચવ્યું છે. ક્રોધ, માન વગેરે કષયના અભાવ સ્વરૂપ શમનું વર્ણન જેમાં મુખ્યપણે કરાયું છે, તે શાસ્ત્રને શમગર્ભશાસ્ત્ર કહેવાય છે. આવા પરમતારક શાસ્ત્રના શ્રવણથી જે બોધ પ્રાપ્ત કરવાનો છે તેનું શ્રુત, ચિંતા અને ભાવનાના સારવાળો હોવો જોઈએ. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું સ્વરૂપ આ ગ્રંથમાં આગળ વર્ણવાશે. I૪-દ્દા - હવે ધર્મસિદ્ધિનું પાંચમું જનપ્રિયત્વ' લિંગ અને તેનું ફળ વર્ણવાય છે - युक्तं जनप्रियत्वं शुद्धं तद्धर्मसिद्धिफलदमलम् । धर्मप्रशंसनादे /जाधानादिभावेन ॥४-७॥ શુદ્ધ ઉચિત એવું જનપ્રિયત્વ; તેનાથી ઘર્મની પ્રશંસાદિના કારણે બીજાધાનાદિ [પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ વગેરે) થતું હોવાથી સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફલને આપનારું થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યુક્ત જનપ્રિયત્વ એ ધર્મસિદ્ધિનું Page #128 -------------------------------------------------------------------------- ________________ માત્ર લિંગ છે. અર્થ અને કામની સિદ્ધિનું કારણ બનવાના કારણે આપણે જનપ્રિય બનીએ તો એવી જનપ્રિયતા ધર્મસિદ્ધિનું લિંગ નથી. તેથી તે જનપ્રિયત્વ અયુક્ત મનાય છે. ધર્મની સિદ્ધિના કારણે જનપ્રિયત્વ હોય તો તે યુક્ત જનપ્રિયત્વ હોવાથી ધર્મસિદ્ધિનું લિંગ બને છે. આથી જ આ જનપ્રિયત્વ શુદ્ધ હોય છે. એમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન વગેરે દોષનો આવિર્ભાવ હોતો નથી. અર્થકામાદિના કારણે જે જનપ્રિયત્વ પ્રાપ્ત થાય છે તેમાં રાગ-દ્વેષાદિ દોષોનું અસ્તિત્વ હોય છે. અશુદ્ધ જનપ્રિયત્વ ધર્મસિદ્ધિનું લિંગ નહીં બને-એ સમજી શકાય છે. એવું યુક્ત અને શુભ જનપ્રિયત્વ, સ્વ અને પરને સારી રીતે ધર્મસિદ્ધિસ્વરૂપ ફલને આપનારું બને છે. આપણો ધર્મ જોઈને, જોનારા ધર્મપ્રશંસા અને ધર્મની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા વગેરે કરે છે. તેથી તેઓને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવા સ્વરૂપ બીજનું આધાન થાય છે. આશય એ છે કે ધર્મસ્વરૂપ વૃક્ષનું બીજ પુણ્યાનુબંધી પુણ્ય છે. આપણો ધર્મ જોવાથી જેઓ ધર્મની પ્રશંસા, ધર્મ કરવાની ઈચ્છા, તેનો અનુબંધ [સાતત્ય], ધર્મ કરવા માટેના ઉપાયોને શોધવા, ધર્મની પ્રવૃત્તિ, પૂ. ગુરુદેવશ્રીનો સંયોગ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે તેઓને ધર્મવૃક્ષના બીજ સ્વરૂપ પુણ્યાનુબંધી પુણ્યનું આધાન [પ્રાપ્તિ] થાય છે. નીખાધાનવિ' અહીં ‘વિ' પદથી ધર્મવૃક્ષના અંકુર, પત્ર, પુષ્પ અને ફલ સ્વરૂપ દેશવિરતિ, સર્વ-વિરતિ, કેવલજ્ઞાન અને મોક્ષનું ગ્રહણ કરવાનું છે. ઉપર જણાવ્યા મુજબ ધર્મપ્રશંસા, ધર્મ કરવાની ઈચ્છા.. વગેરેના કારણે ધર્મવૃક્ષના ૧૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ બીજાધાનાદિની જેમ અકુરાદિની પણ પ્રાપ્તિ થાય છે, જેથી અત્યંત ધર્મસિદ્ધિને આપનારું યુક્ત એવું શુદ્ધ જનપ્રિયત્ન બને છે. કારણ કે જે લોકોને પ્રિય છે, તેનો ઘર્મ પ્રશંસાપાત્ર બને છે. તેથી તે પ્રશંસાદિના કારણે લોકોને બીજાધાનાદિ પ્રાપ્ત થવાથી ઘર્મસિદ્ધિ થાય છે. આ રીતે ઘર્મસિદ્ધિના કારણભૂત ઘર્મપ્રશંસાદિનું નિમિત્ત જનપ્રિયત્ન છે-એ સ્પષ્ટ છે. ૪-ળી ઉપર જણાવ્યા મુજબંધર્મતત્ત્વસિદ્ધિનાં ઔદાર્ય, દાક્ષિણ વગેરે લિંગોનું વિધિમુખે વર્ણન કર્યું. જે ધર્મની વિદ્યમાનતામાં જે હોય છે, તેને તે ધર્મની સાથે “અન્વય” સ્વરૂપ સંબંધ હોય છે. એને આશ્રયીને વર્ણન કરવાથી એ વર્ણન વિધિમુખવર્ણન કહેવાય છે. અને જે ધર્મની વિદ્યમાનતામાં જે હોતા નથી; તે ધર્મની સાથે તેને “વ્યતિરેક સ્વરૂપ સંબંધ હોય છે. તેને આશ્રયીને કરાતા વર્ણનને વ્યતિરેક નિષેધ] મુખથી કરાતું વર્ણન કહેવાય છે. આ પૂર્વે ધર્મતત્ત્વનાં ઔદાર્યાદિ લિગોનું વિધિમુખે વર્ણન કર્યું. હવે ધર્મતત્ત્વને પામેલા પુણ્યાત્માઓને વિષયતૃષ્ણાદિ લિંગોનું વ્યતિરેકમુખથી વર્ણન કરવાની ઈચ્છાથી દૃષ્ટાંતપૂર્વક વિકારાભાવનું વર્ણન કરાય છે - . आरोग्ये सति यद्वद् व्याधिविकारा भवन्ति नो पुंसाम् । तद्वद् धर्मारोग्ये पापविकारा अपि ज्ञेयाः ॥४-८॥ કહેવાનો આશય એ છે કે ઔદાર્ય વગેરે લિંગ જ્યાં જણાય છે ત્યાં તે પુણ્યાત્માઓને ધર્મની સિદ્ધિ મળી છે એ Page #130 -------------------------------------------------------------------------- ________________ સમજાય છે. અને જ્યાં વિષયતૃષ્ણા વગેરે લિંગો જણાય છે ત્યાં તે તે આત્માઓને ધર્મની સિદ્ધિ થઈ નથી-એ સમજાય છે. આ રીતે આત્માનો સ્વભાવ એ વિધિમુખે ધર્મની સિદ્ધિનું લિંગ છે. અને વિકારો વિષયતૃષ્ણાદિ] એ વ્યતિરેકમુખે લિંગ છે. અંતે તો વિકારના અભાવે તે તે પુણ્યાત્માઓને ઘર્મની સિદ્ધિ થઈ છે-એ સમજાવવાનું જ તાત્પર્ય હોય છે. આથી સમજી શકાશે કે શરૂઆતનાં ઔદાર્યાદિ ગુણ સ્વરૂપ લિલ્ગોનું વર્ણન કરીને વિષયતૃષ્ણાદિ સ્વરૂપ દોષોના અભાવ સ્વરૂપ લિંગોનું આઠમી ગાથાથી વર્ણન કરાય છે. “બાહ્ય શરીરના રોગોનો અભાવ હોતે છતે જેમ રોગોના વિકારો [પીડા વગેરે નીરોગી માણસોને પ્રાપ્ત થતા નથી; તેમ ધર્મસ્વરૂપ ભાવ-આરોગ્ય પ્રાપ્ત થયે છતે આગળ જણાવાતા પાપવિકારો પણ થતા નથી.”- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. આનો આશય સમજી શકાય છે કે શરીરમાં રોગ ના હોય તો નીરોગી માણસને રોગના વિકાર અશક્તિ, પીડા કે મૂચ્છ વગેરે પ્રાપ્ત થતા નથી. રોગના અભાવમાં રોગપ્રતિકારક શક્તિ હોવાથી મોટા ભાગે નવા રોગોનું આક્રમણ પણ થતું નથી. આવી જ રીતે ધર્મ-સ્વરૂપ - ભાવારોગ્ય પ્રાપ્ત થયે છતે ભાવારોગ્યને હાનિ પહોંચાડનારા પાપવિકારો પણ પ્રાપ્ત થતા નથી. આગળ કહેવાતા પાપના વિકારો નડતા હોય તો ઘર્મસ્વરૂપ ભાવારોગ્ય પ્રાપ્ત થયું નથીએ માન્યા વિના ચાલે એવું નથી. ધર્મસિદ્ધિમાં ઔદાર્યાદિ ગુણોનું જે મહત્ત્વ છે, એટલું જ નહિ એથી પણ વધારે મહત્ત્વ પાપવિકારના અભાવનું છે. શરીરની સુંદરતા કરતાં Page #131 -------------------------------------------------------------------------- ________________ તેની નીરોગિતાનું મહત્ત્વ વિશેષ છે-એ સમજી શકાય છે. I૪-૮. ધર્મસ્વરૂપ ભાવારોગ્ય પ્રાપ્ત થયે છતે પાપવિકારો પ્રાપ્ત . થતા નથી-એમ સામાન્યથી વર્ણવીને હવે જે પાપ-વિકારો પ્રાપ્ત થતા નથી, તેને વિશેષથી જણાવાય છે - तन्नास्य विषयतृष्णा •प्रभवत्युच्चै न दृष्टिसम्मोहः । अरुचिर्न धर्मपथ्ये न च पापा क्रोधकण्डूतिः ॥४-९॥ ઉપર જણાવ્યા મુજબ ધર્મતત્ત્વને પ્રાપ્ત કરેલા પુણ્યાત્માઓને પાપવિકારો હોતા નથી તેથી ઘર્મતત્ત્વથી યુક્ત એવા આત્માને; જેનું સ્વરૂપ આગળ વર્ણવાશે એવી વિષયતૃષ્ણા, ઉત્કટ દૃષ્ટિસંમોહ, ઘર્મ માટે હિતકર એવા વિષયમાં ઈચ્છાના અભાવ સ્વરૂપ અરુચિ અને પાપસ્વરૂપ અથવા પાપના કારણ સ્વરૂપ ક્રોધકંડૂતિ ચિળ]- આ પાપવિકારો ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. વિષયતૃષ્ણાદિ પાપવિકારોનું સ્વરૂપ આગળની ગાથાઓમાં જણાવાશે. વહૂતિ શબ્દ ધાતુને ક્રિયાપદને રિ(તિ) પ્રત્યયાદિ કાર્ય થવાથી બને છે. વ્યાકરણના જાણકારો તે સમજી શકે છે. અહીં ક્રોધને જ કહૂતિખિજવાળ]રૂપે વર્ણવ્યો છે. શરૂઆતમાં શરીરના કોઈ પણ ભાગમાં ખજવાળ ઊપડે છે. પછી ખણવાથી આનંદ થાય છે-સારું લાગે છે, પણ પછીથી શરીર વલોરાય છે અને તેથી તે તે સ્થાને ચચરે છે. આવું જ આંતરિક પરિણતિ અંગે બનતું હોય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શમસ્વરૂપ શાંત પરિણતિમાં કોઈ પણ નિમિત્તને લઈને સામાન્ય ખજવાળ ઊપડે છે. એને દૂર કરવા કટુ વચનાદિનો પ્રયોગ કરવા વગેરે દ્વારા શમનું ઘર્ષણ થાય છે. પછી આનંદ થાય છે-સારું લાગે છે, આને જ ક્રોધકહૂતિ કહેવાય છે. પરિણામે પરિણતિ શિમપરિણતિ વિકૃત બને છે, જે ધર્મતત્ત્વને પામેલા માટે અપાયસ્વરૂપ છે. ધર્મતત્ત્વની સિદ્ધિને . જણાવનારું એ લક્ષણ નથી. ૪-લા હવે ઉપર જણાવેલા વિષયતૃષ્ણા વગેરે વિશેષ પાપવિકારોમાંના વિષયતૃષ્ણાનું લક્ષણ-સ્વરૂપ જણાવાય છે गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ॥४-१०॥ જેણીના કારણે ગમ્ય અને અગમ્ય એવા કોઈ પણ જાતના વિભાગનો વિચાર કર્યા વિના એ વિભાગનો ત્યાગ કરી વિષયોમાં તૃપ્તિ નહિ પામેલો એવો આત્મા અત્યંત પ્રવૃત્તિ કરે છે, તે આ વિષયતૃષ્ણા કહેવાય છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવેલા પાપવિકારોમાં વિષયતૃષ્ણાસ્વરૂપ પાપનો વિકાર ખૂબ જ ખરાબ છે. એ વિષયતૃષ્ણાના કારણે ગમ્ય . વિવાયોગ્ય અને અગમ્ય [સેવવા અયોગ્ય] તેમ જ ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેય તથા ઈચ્છનીય અને અનિચ્છનીય આવો કોઈ પણ પ્રકારનો વિભાગ કર્યા વિના એટલે કે ગમ્ય, ભક્ષ્ય વગેરેનું આસેવન અને અગમ્ય, Page #133 -------------------------------------------------------------------------- ________________ અભક્ષ્ય વગેરેનો પરિહાર કર્યા વિના પ્રાણી સર્વત્ર ગમ્ય કે અગમ્ય; ભક્ષ્ય કે અભક્ષ્ય અને પેય કે અપેય વગેરેમાં ચિકાર પ્રવૃત્તિ કરે છે. જાણે કે અત્યાર સુધી કોઈ પણ જાતના વિષયની પ્રાપ્તિ થઈ જ નથી. દરેક જાતના અનુકૂળ એવા શબ્દાદિ વિષયોમાં સદાને માટે તૃપ્તિ વિનાનો થઈ ચિકાર પ્રમાણમાં અભિલાષાને ધારણ કરી તે આત્મા વિષયોના પરિભોગ માટે પ્રયત્નશીલ બને છે. આવી જાતની પ્રવૃત્તિનું, જે વિષયતૃષ્ણા કારણ બને છે તે ‘વિષયતૃષ્ણા’ પ્રથમ પાપનો વિકાર છે. આવા વિકારની પરવશતાથી જીવની વિષયાભિલાષા ક્યારે પણ શાંત થતી નથી. . મોક્ષમાર્ગની સાધનામાં પ્રવૃત્ત બનેલા મુમુક્ષુ જનોને ‘વિષયતૃષ્ણા’સ્વરૂપ પાપનો વિકાર નડતો નથી. વિષયોની ભયંકરતાનો જેને ખ્યાલ છે, એવા આત્માઓ વિષયની તૃષ્ણાથી દૂર રહેતા હોય છે. વિવેકશૂન્ય બનાવનારી એ વિષયતૃષ્ણાની પરવશતા આત્માના ધર્મારોગ્યને હાનિ પહોંચાડે છે. મુમુક્ષુ આત્માઓને એ પાલવે નહિ, તેથી શક્ય પ્રયત્ને વિષયતૃષ્ણાને દૂર કરવી જોઈએ..૪-૧૦|| *** છે - હવે દૃષ્ટિસંમોહસ્વરૂપ પાપવિકારનું સ્વરૂપ જણાવાય गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ॥४- ११ ॥ “ઉપકારસ્વરૂપ ફલને આશ્રયી તત્ત્વ એકસરખું] ૧૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં જે કારણે નામની ભિન્નતાએ આગમમાં વિપરીત દૃષ્ટિ થાય છૅ, તે દોષને અધમ એવો દૃષ્ટિસંમોહ કહેવાય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે બે વસ્તુઓથી સામાન્ય રીતે એક જ ઉપકાર થતો હોવા છતાં, જે દોષને લઈને; નામ જુદું હોવાથી આગમના સંદર્ભમાં આત્મા વિપરીત-દૃષ્ટિવાળો થાય છે, તે અધમ દૃષ્ટિસંમોહ નામનો દોષ છે. દેખીતી રીતે હિંસાદિ બે આરંભનું ભોગોપભોગ-સ્વરૂપ ફળ સમાન હોવાથી બંન્ને આરંભનું તત્ત્વ એક જ-તુલ્ય-હોવા છતાં તેમાંના એક આરંભમાં પ્રવૃત્ત બનેલો પુરુષ; તે-પોતાના ફલમાં ઉપયોગી એવા- આરંભને સાવદ્ય [પાપયુક્ત] માને છે. જ્યારે બીજો પુરુષ તે આરંભ જેવા જ આરંભમાં પ્રવૃત્ત થયેલો; તે આરંભને નિર્દોષ માને છે; તે આરંભનું ફળ પોતે જ ભોગવે છે.- આવું જે દોષને લઈને થાય છે; તે ‘દૃષ્ટિસંમોહ' નામનો દોષ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે હિંસાદિ-આરંભનું ફળ દુઃખ દૂર કરવું કે માંસાહાર કરવો વગેરે છે. એવા વખતે યજ્ઞબાહ્ય હિંસાના આરંભને સાવધ માનવો અને તેના જેવા જ યજ્ઞીય હિંસા વગેરેના આરંભને નિર્દોષ માનવો; એ દૃષ્ટિસંમોહ દોષના કારણે થાય છે. કારણ કે બંને સ્થાને પોતાની ફલોપયોગિતાનું સામ્ય છે. છતાં એકને સાવધ અને બીજાને નિરવધ માનવોએ દૃષ્ટિસંમોહ છે. અથવા ગુણ એટલે ભાવ-અધ્યવસાયવિશેષ છે; તેને આશ્રયી તત્ત્વ તુલ્ય હોવા છતાં નામના ભેદથી આગમમાં ૧૩૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ વિપરીત દૃષ્ટિવાળો પુરુષ જે દોષના કારણે પ્રવર્તે છે તે દોષને દૃષ્ટિસંમોહ દોષ કહેવાય છે. પોતાની ઈચ્છા મુજબ કલ્પેલી યજ્ઞીય હિંસાને વિશેષ હિંસા માનવાનું કાર્ય વૈદિકોએ દૃષ્ટિસંમોહ' નામના દોષના કારણે કર્યું છે. માંસ ખાવા વગેરે સ્વરૂપ પોતાના ઉપભોગમાત્ર ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા સંક્લેશ છે. એ સંક્લિષ્ટભાવ યજ્ઞીય અને યજ્ઞબાહ્ય બંને હિંસામાં સમાન હોવા છતાં યજ્ઞયહિંસાને વિશેષ સ્વરૂપે વર્ણવવાનું વૈદિકોએ વિદને માનનારાએ દૃષ્ટિસંમોહ નામના દોષના કારણે કર્યું છે. તે જ્યાં બે આરંભમાં ગુણ-ભાવના કારણે સમાનતા નથી; અર્થાત્ જુદા જુદા ભાવથી થયેલી આરંભની પ્રવૃત્તિ છે; ત્યાં દૃષ્ટિસંમોહ નામનો દોષ નથી. પરમતારક શ્રી જિનાલયસંબંધી તિના નિભાવ સંબંધી ખેતર કે સુવર્ણાદિની પ્રાપ્તિ કે સારસંભાળ લેવામાં શાસ્ત્રાજ્ઞા મુજબ શુભઅધ્યવસાયવિશેષથી પ્રવર્તતો હોવાથી અને પોતે તે ખેતર કે સુવર્ણાદિનો ઉપયોગ કરતો ન હોવાથી માત્ર આગમને અનુસરી પરમતારક શ્રી જિનાલય સંબંધી તે તે વિષયમાં ઉપેક્ષાનો પરિત્યાગ કરે છે. તેથી શ્રી જિનાલયસંબંધી ગામ, ખેતર કે સુવર્ણાદિના વિષયમાં આરંભનો પરિહાર ન કરવા છતાં તે આત્માને “દૃષ્ટિસંમોહ” નામનો દોષ હોતો નથી. કારણ કે આવો આરંભ તાત્વિક દૃષ્ટિએ આરંભ નથી. પરંતુ પરમાર્થથી આરંભનું વર્જન જ છે. “દૃષ્ટિસંમોહ’ શબ્દનો અર્થ સમજાય તો એ વાત સારી રીતે સમજી શકાશે. દૃષ્ટિ એટલે દર્શન અને દર્શન એટલે આગમ છે. શ્રી જિનેશ્વરભગવંતોએ કાર થી આરંભત સારી છે Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપેલા મતને આગમ કહેવાય છે. આવા પરમતારક શ્રી જિનાગમમાં જે સંમોહ-સંમૂઢતા છે તેને દૃષ્ટિસંમોહ કહેવાય છે. જે અભિપ્રાયથી જે વસ્તુ ફરમાવી હોય તે વસ્તુને તેનાથી જુદી જ રીતે જાણવી તેને દૂષ્ટિસંમોહ નામનો દોષ કહેવાય છે. આગમના વચનને અનુસરનારાને આવો દોષ સંભવતો નથી. આગમમાં એ વાતનું સમર્થન કરતાં ફરમાવ્યું છે કેવોડું રેફયા. આ ગાથાનો અર્થ, શંકા અને તેનો પરિવાર બને કરવા પૂર્વક સમજવાનો છે. આશય એ છે કે પરમતારક શ્રી જિનાલયસંબંધી ખેતર, સુવર્ણ વગેરે અને ગામ, ગાય વગેરે દ્રવ્યમાં લાગેલા યતિ-સાધુજનોને મનવચન-કાયાની શુદ્ધિ કેવી રીતે રહે? આ પ્રમાણેની શંકા છે. તેનો પરિહાર ઉપર જણાવ્યા મુજબ જ છે. જ્યારે ગૃહસ્થો એવા શ્રી જિનાલયસંબંધી દ્રવ્યની સારસંભાળ લેતા નથી અને ઉપેક્ષા કરવા પૂર્વક વિનાશ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે યતિજનો પરમતારક શ્રી જિનાગમને અનુસરી શ્રી જિનાલયસંબંધી ખેતર વગેરેની સારસંભાળ લે છે. અને તેમ કરવાથી પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ પોતે કરતા નથી. આથી તેમના મન-વચન-કાયાની શુદ્ધિમાં કોઈ બાધ આવતો નથી.. અથવા અહિંસા અને પ્રશમ [કષાયનો અનુદય] વગેરેનું તત્ત્વ અન્ય જૈનશાસ્ત્રોમાં સમાન હોવા છતાં માત્ર પારિભાષિક શબ્દના ભેદના કારણે આગમમાં વિપરીત | દૃષ્ટિવાળો પુરુષ થાય છે; તેનું કારણ તે તે પુરુષનો દૃષ્ટિસંમોહ નામનો દોષ છે. આશય એ છે કે હિંસાદિનું Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ તુલ્ય હોતે છતે તેનાથી વિરામ પામવા સ્વરૂપ મહાવ્રતોનું પ્રતિપાદન જૈનાગમોમાં કર્યું છે અને અકરણનિયમ વગેરે પરિભાષાવિશેષથી પાતંજલાદિ શાસ્ત્રોમાં પ્રતિપાદન કરાયું છે. એ જોઈને “મહાવ્રતાદિનાં પ્રતિપાદક મારાં આગમ સાચાં અને અકરણનિયમાદિ-પ્રતિપાદક આગમ બરાબર નહિ”-આ કદાગ્રહ છે. અન્યદર્શનોમાં પણ રહેલાં સર્વચનો પોતાના આગમથી ભિન્ન નથી. આથી જ ઉપદેશપદમાં કહ્યું છે કે-“શ્રીજિનેશ્વરદેવે પ્રરૂપેલી દ્વાદશાર્ગી સર્વ પ્રવાદોદર્શનોનું ઉત્પત્તિસ્થાન છે. તેથી રત્નાકરતુલ્ય એવી દ્વાદશાંગીમાં બધું જ સુંદર છે.”-ઈત્યાદિ વિસ્તારથી બીજા ગ્રંથોમાં જણાવ્યું છે. ll૪-૧૧ આ રીતે દૃષ્ટિસંમોહનું વર્ણન કરીને હવે ધર્મપથ્યની અરુચિનું લિંગો દ્વારા સ્વરૂપ વર્ણવાય છે - धर्मश्रवणेऽवज्ञाः तत्त्वरसास्वादविमुखता चैव । धार्मिकसत्त्वासक्तिश्च धर्मपथ्येऽरुचे लिङ्गम् ॥४-१२॥ પૂર્વે જણાવ્યા મુજબ ધર્મસિદ્ધિના કારણે વિષયતૃષ્ણા વગેરે પાપના વિકારો ઉત્પન થતા નથી. વિષયતૃષ્ણા અને દૃષ્ટિસંમોહ નામના પાપવિકારોના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે ધર્મપથ્યની અરુચિનું સ્વરૂપ વર્ણવવા તેનાં લિજ્ઞો-ચિહ્નો વર્ણવાય છે. “ધર્મશ્રવણમાં અવજ્ઞા; તત્ત્વસંબંધી રસના આસ્વાદ પ્રત્યે વિમુખતા અને ધાર્મિક જનોનો સમ્પર્ક | કરવો.આ ધર્મસ્વરૂપ પથ્યની અરુચિનાં લિફ્ટ છે આ Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે, ધર્મપથ્યની જેને રુચિ ન હોય તેઓ ધર્મ સાંભળવામાં અવજ્ઞા કરતા હોય છે; ધર્મના પરમાર્થનો રસ લેવામાં ઉદાસીન હોય છે. આવા આત્માઓને કોઈ વાર ધર્મના શ્રવણનો પ્રસંગ આવે ત્યારે નિરુપાયે તેઓ ધર્મશ્રવણ કરે, પરંતુ તે વખતે ધર્મના પરમાર્થમાં તેમને રસ નથી હોતો. આથી ધાર્મિક લોકોનો તેઓ સંપર્ક રાખતા નથી. ધર્મશ્રવણ પ્રત્યે અવજ્ઞા હોવાના કારણે ધર્મ સાંભળવાનો ભૂલેચૂકે પણ પ્રસંગ ન આવે એ માટે શક્ય પ્રયત્ને તેઓ ધાર્મિક જનોથી દૂર રહેતા હોય છે-આ બધાં ધર્મપથ્યની અરુચિનાં સ્પષ્ટ લિંગો છે. પાપસ્વરૂપ રોગને દૂર કરવાથી ધર્મને પથ્ય કહેવાય છે. રોગીઓને જેમ પથ્ય રુચતું નથી, તેમ ભવના રોગીઓને ધર્મપથ્ય રુચતું નથી, જે ઉપર જણાવેલાં તેની અરુચિનાં લિંગોથી સ્પષ્ટપણે જણાય છે. ધર્મપથ્યમાં અરુચિ સ્વરૂપ પાપવિકાર, ધર્મ—આરોગ્ય પ્રાપ્ત થયા પછી નડતા નથી. ૫૪-૧૨॥ *** આ પૂર્વે નવમી ગાથામાં ધર્મારોગ્યની પ્રાપ્તિના કારણે જે પાપવિકારોની પીડા થતી નથી તેને જણાવતી વખતે ન ચ પાપા ોષવૃતિ:-આ પ્રમાણે જણાવ્યું હતું. તે ક્રોધકંડૂતિનું લક્ષણ-ચિહ્ન કહેવાય છે सत्येतरदोषश्रुतिभावादन्तर्बहिश्च यत्स्फुरणम् । अवियार्य कार्यतत्त्वं तच्चिनं क्रोधकण्डूतेः ॥४- १३॥ ૧૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ “સાચા કે ખોટા દોષો સાંભળવાના કારણે અંદરમનમાં અને બહાર-શરીરમાં જે ફુરણ [ક્રોધના વિકાર]. સ્વરૂપ અવિચારી કાર્યનો પરિણામ છે તે ક્રોધકંડૂતિનું ચિહ્નલક્ષણ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દોષથી પરિપૂર્ણ આ જીવન છે – એમાં કોઈ જ શંકા નથી. દોષોનો પાર નહિ હોવા છતાં આપણા દોષને સાંભળવાનું મોટાભાગે આપણને ગમતું નથી. એમાં પણ સાચા કે ખોટા દોષને સાંભળવાનો અવસર આવે છે ત્યારે . ક્રોધ આવે છે. એના વિપાક-ફળસ્વરૂપે અંદર મનમાં ને મનમાં બળવાનું થાય છે. શું કરું ને શું ન કરું – એવો પરિણામ આવે છે. એ આન્તરિક પરિણામવિશેષને અંતઃસ્કુરણ કહેવાય છે; અને બહાર શરીરમાં અપ્રસન્નતા, હાથ વગેરેની ચેષ્ટાવિશેષ અને મુખાદિની વિકૃતિવિશેષ દેખાય છે તેને બહિસ્કુરણ કહેવાય છે. અથવા અંદર, ક્રોધનું વધવું અને બહારથી, ચાલવા માંડવું તેને અનુક્રમે અંતઃસ્કુરણ અને બાહ્યસ્કુરણ કહેવાય છે, જે, ધર્મના અર્થીઓ માટે અવિચારી કાર્ય સ્વરૂપ છે. આપણા હિત માટે કોઈ કહે તો ક્રોધ આવવો ના જોઈએ. આવે તો પણ તેને કાર્યસ્વરૂપે પરિણમવા દેવો નહિ જોઈએ. કારણ કે એ વખતે હિતનો વિચાર કર્યા વિના કરેલું એ કાર્ય હોય છે. કોઈ પણ હિતની અર્થી એવું કાર્ય ન કરે. લોકોત્તરહિતના અર્થીએ તો ગમે તે રીતે એવા અવિચારી કાર્યથી સર્વથા દૂર રહેવું જોઈએ. પોતાના અત્યંત અહિતનું કારણ અને દુર્ગતિ સ્વરૂપ ફળને આપનારું એ અવિચારી કૃત્ય ક્રોધકંડૂતિનું લક્ષણ છે, જે ધર્મ-આરોગ્યનું Page #140 -------------------------------------------------------------------------- ________________ બાધક છે. ૪-૧૩ આ રીતે વિષયતૃષ્ણા વગેરે અભાવસ્વરૂપે ધર્મસિદ્ધિનાં લિંગો છે તે જણાવ્યું. ધર્મસિદ્ધિ વખતે વિષયતૃષ્ણાદિના અભાવના સદ્ભાવને જણાવતા મૈત્યાદિ ગુણો હોય છે - તે જણાવાય છે - एते पापविकारा न प्रभवन्त्यस्य धीमतः सततम् । धर्मामृतप्रभावाद् भवन्ति मैत्र्यादयश्च गुणाः ॥४-१४॥ બુદ્ધિમાન આ ધર્માર્થી જનને પૂર્વે જણાવેલા વિષયતૃષ્ણા વગેરે પાપના વિકારો ઉત્પન્ન થતા નથી. સતત ધર્મસ્વરૂપ અમૃતના સામર્થ્યથી મૈત્રી, પ્રમોદ વગેરે ગુણો પ્રાપ્ત થાય છેઆ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. - આશય એ છે કે ઘર્મનાં અર્થ જની સમજણપૂર્વક ધર્મ કરતા હોવાથી ઘર્મના ઉદ્દેશ વગેરેનો તેમને ખૂબ જ સારી રીતે ખ્યાલ હોય છે. એથી તેઓ સારી રીતે સમજી શકે છે કે ધર્મના બાધક એવા પાપવિકારોનો ઉચ્છેદ કર્યા વિના ધર્મની સિદ્ધિ થતી નથી. વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ઘર્મપથ્યમાં અરુચિ અને ક્રોધકંડૂતિ-આ બધા પાપવિકારોનો ખ્યાલ આવ્યા પછી એને દૂર કરવા માટે કોઈ પણ રીતે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી. ઘર્માર્થી આત્માઓની બુદ્ધિમત્તા એમાં સમાયેલી છે. ગાથામાં ગ0 ઘીમતઃ-આ પ્રમાણેના નિર્દેશથી એ વાત ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. બુદ્ધિમાન આત્માઓ ધર્મ કરતી વખતે પાપવિકારોને દૂર કરવા સતત પ્રયત્નશીલ Page #141 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તેમને એ પાપવિકારોનો ઉદ્ભવ થતો નથી. પરંતુ સતત ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે મૈત્રી, પ્રમોદ વગેરે શરૂઆતની કક્ષાના ગુણોનો આવિર્ભાવ થાય છે. પાપનો વિનાશ કરીને ધર્મ; મરણને દૂર કરે છે તેથી તેને અમૃત કહેવાય છે. આ રીતે પાપવિકારોના અભાવ સ્વરૂપ; ધર્મસિદ્ધિનાં લિંગો અને અભ્યાસદશા[ધર્મની પ્રારંભદશા]ના મૈત્રી વગેરે ગુણો ધર્મસ્વરૂપ અમૃતના પ્રભાવે પ્રાપ્ત થાય છે-એ સ્પષ્ટ 99... 118-9811 *** મૈત્રી વગેરે ગુણોનું સ્વરૂપ જણાવાય છે परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टि मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥४- १५॥ બીજા જીવોના હિતની ચિંતાને મૈત્રી કહેવાય છે. બીજાના દુઃખનો વિનાશ કરનારી કરુણા છે. બીજાના સુખમાં સંતોષ એ મુદિતા છે અને પરદોષની ઉપેક્ષાને ઉપેક્ષા કહેવાય છે.” આ પ્રમાણે પંદરમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે ધર્મની સિદ્ધિના અર્થીઓએ પૂર્વે જણાવ્યા મુજબ મૈત્રી વગેરે ભાવનાઓથી વાસિત બનવાની આવશ્યકતા છે. બીજાના હિતની વિચારણાને સામાન્ય રીતે મૈત્રી' કહેવાય છે. કોઈ પણ જીવ પાપ ન કરે તેથી જ કોઈ પણ જીવ દુ:ખી ન બને અને આ સમગ્ર જગત સંસારથી મુક્ત બને’ આવા પ્રકારની આત્મપરિણતિને મૈત્રી' હેવાય છે. આવી ૧૩૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ભાવનાથી આપણી મનની પરિણતિ ખૂબ જ સારી રહે છે. દુનિયાના બધા જીવો પાપ ન કરે-એ ભાવના પાછળ આપણો એ આશય છે કે તેથી આપણને કોઈ પણ; પાપની પ્રવૃત્તિમાં સહાય ન કરે. આમ થવાથી સંયોગોને આધીન બનવાના કારણે થનારાં મોટાભાગનાં પાપથી આપણે દૂર રહી શકીએ. બીજાના દુઃખનો વિનાશ કરવાના આત્મપરિણામને ‘કરુણા' કહેવાય છે. દીન, પીડા પામેલા, ભયભીત થયેલા અને જીવનની યાચના કરનારા એવા જીવોનાં દુઃખોનો પ્રતીકાર કરવાની બુદ્ધિને કરુણાસ્વરૂપે વર્ણવી છે. બીજાના સુખથી અથવા તો બીજાના સુખમાં સંતોષ થવો—અપ્રીતિ ન કરવી—તેને ‘મુદિતા' કહેવાય છે. જેમના સમગ્ર દોષો ક્ષય પામ્યા છે અને જેઓ વસ્તુના પારમાર્થિક સ્વરૂપને જોનારા છે; તેમના ગુણોની પ્રત્યે જે પક્ષપાત છે તેને પ્રમોદ કહેવાય છે. પ્રમોદ અને મુદિતા-એ બંન્ને પરમાર્થથી એક જ છે. સુખ પણ ગુણવિશેષસ્વરૂપ છે. દુઃખનું કારણ ગુણની ન્યૂનતા છે. જેટલા પ્રમાણમાં ગુણોનો આવિર્ભાવ હોય છે એટલા પ્રમાણમાં ચોક્કસ જ સુખનો અનુભવ થતો હોય છે. આવા બીજાના સુખને જોઈને અપ્રીતિ કરવાનું વસ્તુતઃ કોઈ કારણ નથી. પરંતુ જીવના અનાદિના કુસંસ્કારો આત્માને આ મુદિતાથી દૂર રાખતા હોય છે. ગુણ પ્રત્યે અર્થીપણું જાગે તો મુદિતાગુણને પામવાનું સરળ બને. બીજાના અવિનય વગેરે દોષો કોઈ પણ રીતે દૂર કરી શકાય એવા ન હોય તો તેની ઉપેક્ષા એટલે અવધીરણા [તેની પ્રત્યે ઔદાસીન્ય રાખવું] કરવી-તેને ઉપેક્ષા નામનો ગુણ ૧૩૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. દેવ–ગુરુ વગેરેમાં નિઃશંકપણે ક્રૂર આચરણને કરનારા અને પોતાની પ્રશંસાને કરનારા જીવો પ્રત્યે કોઈ પણ જાતનો દ્વેષ કર્યા વિના માધ્યસ્થ રાખવું-તેને માધ્યસ્થ્યભાવના કહેવાય છે. ઉપેક્ષા અને માધ્યસ્થ્ય સામાન્યથી એક જ છે. જે દોષોનો પ્રતીકાર શક્ય છે એવા દોષોની ઉપેક્ષા સ્થવિરકલ્પી મહાત્માઓએ ના કરવી. પરંતુ શક્ય પ્રયત્ને તેનો પ્રતીકાર અવશ્ય કરવો જોઈએ. સામી વ્યક્તિમાં હિતની યોગ્યતા હોય તો તેના હિતની ઉપેક્ષા કરવાનું સ્થવિરકલ્પિકો માટે ઉચિત નથી. જિનકલ્પિક મહાત્માઓને ઉપદેશ આપવાનો હોતો નથી. તેથી તેઓ તે પ્રમાણે કરતા નથી. અને ગૃહસ્થોને તો સામાન્યથી ઉપદેશ આપવાનો અધિકાર જ નથી. તેથી તેઓએ પણ પરદોષના પ્રતીકાર માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. અનધિકાર ચેષ્ટા સ્વપરના અહિતનું કારણ બનતી હોય છે. બીજા જીવોની પ્રત્યેના દ્વેષથી દૂર રહેવા માટે આ ‘ઉપેક્ષા’ ખૂબ જ સરસ ઉપાય છે. જીવનમાં પરમશાંતિનો અનુભવ કરવા માટે જેમ રાગથી દૂર રહેવાનું આવશ્યક છે, તેમ દ્વેષથી પણ દૂર રહેવાનું અનિવાર્ય છે. અનંતજ્ઞાનીઓથી પણ જે કાર્ય થયું ન હોય તે કાર્ય કરવાની ભાવના રાખવાથી કશું જ વળવાનું નથી. આવા સંયોગોમાં સમયનો દુર્વ્યય કર્યા વિના માધ્યસ્થ્ય દ્વારા આત્મકલ્યાણ સાધી લેવાનું લક્ષ્ય કેળવી લેવું જોઈએ. ॥૪-૧૫॥ *** ઉપર જણાવ્યા મુજબ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના સ્વરૂપ શરૂઆતની અવસ્થાના ધર્મસિદ્ધિના ગુણોનું ૧૪૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરીને ધર્મતત્ત્વના સ્વરૂપનું નિરૂપણ પૂર્ણ કરાય છે - एतज्जिनप्रणीतं. लिङ्गं खलु धर्मसिद्धिमज्जन्तोः । पुण्यादिसिद्धिसिद्धेः सिद्धं सद्धेतुभावेन ॥४-१६॥ પૂર્વે જણાવેલાં, વિહિત ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે અને નિષિદ્ધ વિષયતૃષ્ણા, પાપજુગુપ્સા વગેરે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં લિંગો; જીવની ઘર્મની સિદ્ધિને જણાવનારાં તેમ જ પુણ્યાદિના ઉપાયની સિદ્ધિનાં અવધ્ય કારણ સ્વરૂપે સિદ્ધપ્રસિદ્ધ છે. આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ધર્મસિદ્ધિનાં પૂર્વે જણાવેલાં જે લિંગો છે એમાં ઔદાર્ય વગેરે વિહિત [ઉપાદેય] છે અને વિષયતૃષ્ણા વગેરે નિષિદ્ધહિય છે. શ્રી જિનેશ્વરદેવોએ વર્ણવેલાં એ લિંગો જીવની ઘર્મસિદ્ધિને જણાવનારાં ભિંજક હોવાથી વ્યંજકતાસંબંધથી ઘર્મસિદ્ધિમતું છે. લિંગ અને ધર્મની સિદ્ધિ-બંને, જીવમાં છે. પુણ્ય વગેરેના ઉપાયભૂત ઘર્મની સિદ્ધિના અવધ્યકારણ સ્વરૂપે ઔદાર્યાદિ લિંગો પ્રસિદ્ધ છે. પ્રાણીઓને વિશે દયા, વૈરાગ્ય, ઉચિત એવું વિધિપૂર્વકનું દાન અને વિશુદ્ધ સદાચારનું વર્તન-આ ચાર પુણ્યના ઉપાય છે. એ ઔદાર્ય વગેરે માત્ર પુણ્યના ઉપાય છે-એવું નથી. પરંતુ નિર્જરાના અનન્ય ઉપાય સ્વરૂપ જ્ઞાનયોગના પણ ઉપાય છે. પુષ્ટિ અને શુદ્ધિ-એ બેમાં જે ફરક છે તે ફરકનો વિચાર કરવાથી પુણ્ય અને જ્ઞાનયોગમાં જે વિશેષતા છે તે સ્પષ્ટપણે સમજી શકાશે. ll૪-૧દા | | કૃતિ ચતુર્થ વોશ Page #145 -------------------------------------------------------------------------- ________________ अथ पञ्चमं षोडशकम् પૂર્વે જણાવ્યા મુજબ ધર્મનું પારમાર્થિક સ્વરૂપ સામાન્યથી વર્ણવવા પૂર્વક વિસ્તારથી તેનાં લિંગોને જણાવીને હવે લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિને જણાવાય છે. एवं सिद्ध धर्म सामान्येनेह लिङ्गसंयुक्ते । नियमेन भवति पुंसां लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥५-१॥ “આ પૂર્વે જણાવ્યા મુજબ સામાન્યથી ઔદાર્ય વગેરે લિંગોથી યુક્ત એવા ધર્મની સિદ્ધિ થયે છતે જીવોને લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ ચોક્કસ થાય છે.”- આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે આ પૂર્વેનાં ષોડશકોમાં લૌકિક કે લોકોત્તરાદિ ધર્મની વિવક્ષા કર્યા વિના ઘર્મનું સામાન્યથી જ નિરૂપણ કરી તેનાં ઔદાર્ય, દાક્ષિણ્ય વગેરે લિંગોનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. તે ધર્મની સિદ્ધિ થયે છતે નિયમે કરી [ચોક્કસ] લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ આત્માને થતી હોય છે. તે તે સાંખ્ય કે બૌદ્ધ દર્શન વગેરેમાં મુમુક્ષુ મોશે પહોંચવાની ઈચ્છાવાળા જનો માટે યોગ્ય એવા આચારોનું વર્ણન કરનારા એવા જુદી જુદી અવસ્થામાં રહેલા અપુનબંધક જીવતિ તે દર્શનના પ્રણેતાની અપેક્ષાએ સ્વશ્રીવીતરાગપરમાત્માના]દર્શનમાં રહેલા શુદ્ધ અપુનબંધક જીવોને અને સમ્યગુદૃષ્ટિ આત્માઓને લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. લોકોત્તરતત્ત્વને નહિ પામેલા મિથ્યાદૃષ્ટિલોકો જેને ઈતિકર્તવ્યતા સ્વરૂપે સમજી શકતા નથી, તેને લોકોત્તરતત્ત્વ કહેવાય છે. આ; આ પ્રમાણે , s Page #146 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઈએ'-આવા અધ્યવસાયવિચારને ઈતિકર્તવ્યતા કહેવાય છે. . આથી સમજી શકાશે કે પરદર્શનના પ્રણેતાઓની અપેક્ષાએ સ્વદર્શનમાં પ્રવેશેલા આત્માઓની યોગ્યતા વિશિષ્ટ કોટિની છે. એ યોગ્યતાના કારણે લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ તે આત્માઓને થતી હોય છે. જે આત્માઓ ભવિષ્યમાં ક્યારે પણ મિથ્યાત્વ'ની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાના નથી; એવા આત્માઓને અપુનર્બન્ધક કહેવાય છે. લોકોત્તરતત્ત્વની સમ્માપ્તિ માટે માત્ર અપુનર્બન્ધક અવસ્થા ઉપયોગી નથી. એની સાથે સ્વદર્શનપરમતારક શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શનમાં પ્રવેશની પણ અપેક્ષા છે. મુમુક્ષુ આત્માઓએ એનો ખ્યાલ રાખવાની આવશ્યકતા છે. અન્યદર્શનની અપુનર્બન્ધક અવસ્થા લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિનું કારણ નથી પરંતુ સ્વદર્શનની અપુનર્બન્ધક અવસ્થા લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિનું કારણ છે-એ સ્પષ્ટ છે. આમ છતાં ષોડશક પ્રકરણ ભા. ૧ પ્રિકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘમાં અન્યદર્શનમાં રહેલા અપુનબંધક જીવોને વિલંબથી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે.ઈત્યાદિ જણાવ્યું છે તેનો આશય સમજાતો નથી. આવા જીવો જ્યારે સ્વદર્શનમાં પ્રવેશ પામશે ત્યારે જ તેમને લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થાય છે.ઈત્યાદિ યાદ રાખવું. પ-૧ આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિનું જ સ્વરૂપ છે અને તેનો જે કાળમાં સંભવ છે-તે જણાવવા માટે કહે છે - Page #147 -------------------------------------------------------------------------- ________________ आयं भावारोग्यं बीजं चैषा परस्य तस्यैव । अधिकारिणो नियोगाच्चरम इयं पुद्गलावर्ते ॥५-२॥ . “આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ પ્રાથમિક ભાવારોગ્ય સ્વરૂપ છે અને પર-શ્રેષ્ઠ ભાવારોગ્ય સ્વરૂપ મોક્ષનું બીજ છે. નિયમે કરી છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં અધિકારી[યોગ્ય જીવને એની પ્રાપ્તિ થાય છે.”- આ પ્રમાણે બીજી ગાથાનો શબ્દાર્થ છે. પહેલીવાર પ્રાપ્ત થનાર આરોગ્યને આદ્ય આરોગ્ય કહેવાય છે. શરીરના આરોગ્યને દ્રવ્યારોગ્ય કહેવાય છે. આત્માની રાગાદિથી રહિત અવસ્થાને ભાવારોગ્ય કહેવાય છે. અહીં ભાવારોગ્યસ્વરૂપ લોકારતત્ત્વની સંપ્રાપ્તિ સમ્યકત્વસ્વરૂપ છે. ' આશય એ છે કે આ લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ આદ્યભાવારોગ્યસ્વરૂપ છે, જે સમ્યકત્વસ્વરૂપ છે. આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિમાં “સમ્યકત્વનો સ્પર્શ હોવાથી તે પર-શ્રેષ્ઠ એવા ભાવારોગ્યનું બીજ બને છે. આ પરમભાવારોગ્ય મોક્ષસ્વરૂપ છે. કારણ કે આમાં રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપ ભાવરોગોનો અભાવ હોવાથી સર્વથા પાપરહિત છે. રાગ, વેષ અને મોહની જેમ તેના કારણે થનારાં જાતિ-જન્મ; જરા અને મરણ વગેરે પણ ભાવરોગ છે. તેનો પણ અભાવ મોક્ષમાં હોવાથી “મોક્ષ' ભાવ-આરોગ્યસ્વરૂપ છે. આવી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ અધિકારીને થાય છે. જેમનો સંસાર લગભગ ક્ષીણ થયો છે-એવા આત્માઓ અહીં અધિકારી છે. આવા અધિકારીઓને છેલ્લા પુદ્ગલપરાવર્તમાં જ લોકોત્તરતત્ત્વની સમ્મામિ ચોક્કસ થાય Page #148 -------------------------------------------------------------------------- ________________ છે. ઔદારિક, વૈક્રિય, કાર્પણ, તૈજસ, શ્વાસોશ્વાસ, ભાષા અને મન વર્ગણાનાં પુદ્ગલો દ્વારા પરિણામ પામેલાં બધાં જ પુદ્ગલોને ગ્રહણ કરવા માટે જીવને જે સમય લાગે તે સમયને આગમની પરિભાષામાં પુદ્ગલપરાવર્ત’ કહેવાય છે. જેમાં અનંતી ઉત્સર્પિણીઓ અને અનંતી અવસર્પિણીઓ સમાય છે. એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી-એ બંન્ને મળીને એક ‘કાળચક્ર' થાય છે. આવાં અનંતાં કાળચક્રોનો એક પુદ્ગલપરાવર્ત્તકાળ થાય છે. અનંતાનંત પુદ્ગલપરાવર્તો આજ સુધીમાં આ સંસારમાં આપણે વિતાવ્યાં છે. મોક્ષપ્રાપ્તિ માટે જે જીવોનો હવે એક પુદ્ગલપરાવર્ત્તથી વધારે કાળ બાકી નથી એવા જીવોને ચરમાવર્ત્તવર્ણી કહેવાય છે. એ અધિકારી એવા ચરમાવર્ત્તવર્તી આત્માને જ આવા પ્રકારની લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે. અન્ય[અચરમ] પુદ્ગલપરાવર્ત્તકાળમાં લોકોત્તરંતત્ત્વની સમ્પ્રાપ્તિ થતી નથી. • ઉપર જણાવેલી વાતથી અનુક્ત [નહિ જણાવેલી] વાતને પણ સમજી લેવાની છે એ જણાવતાં પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે અમ્યુચ્ચયપક્ષોઽયમ્.. આશય એ છે કે જે કારણથી અન્યદર્શનસંબંધી કે સ્વદર્શનસંબંધી અપુનર્બન્ધકાવસ્થાની ક્રિયાઓ પણ અચરમાવર્ત્તકાળમાં પ્રાપ્ત થતી નથી. કારણ કે ‘મુવલ્લાસગો વિ નન્નત્ય હો' (વિંશતિ વિશિા ૪/૨ ગાથા) આ વચનથી ત્યાં[અચરમાવર્તમાં] મોક્ષનો આશય પણ પ્રાપ્ત થતો નથી-આ પ્રમાણે મોક્ષના આશયનો સ્પષ્ટ નિષેધ છે. આ રીતે અનુક્ત વાતનું અનુસંધાન કરી ઉક્તવાતનું સમર્થન કરવા ૧૪૫ - Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ ‘અમ્યુચ્ચય’ અહીં સ્પષ્ટ હોવા છતાં ષોડશક પ્રકરણ ભા. ૧માં જે રીતે તેનું વર્ણન કરાયું છે-તે તેના વર્ણન કરનારા પાસેથી જ સમજી લેવું પડશે.. ॥૫-૨॥ *** આ ચરમપુદ્ગલપરાવર્ત્તકાળ કયા કારણે થાય છે આવી શંકાનું સમાધાન કરવા માટે કહે છે स भवति कालादेव प्राधान्येन सुकृतादिभावेऽपि । ज्वरशमनौषधसमयवदितिं समयविदो विदु र्निपुणम् ||५-३॥ એ ચરમાવર્ત્તકાળ; સુકૃતાદિ કારણો હોવા છતાં મુખ્યપણે કાળના કારણે જ થાય છે. તાવને દૂર કરનારું ઔષધ તાવ દૂર થવાના સમયમાં જેમ પોતાનું કાર્ય કરે છે તેમ આ ચરમપરાવર્ત્તકાળ પણ કાળની મુખ્યતાએ જ થતો હોય છે-આ પ્રમાણે આગમના જાણકારો સારી રીતે જાણે છે. ત્રીજી ગાથાનો પરમાર્થ એ છે કે - મુખ્યપણે કાળના કારણે જ ચરમાવર્ત્તકાળની પ્રાપ્તિ થતી હોય છે. ચરમાવર્ત્તકાળના કારણની વિચારણા કરીએ તો મુખ્ય-પ્રધાન કારણ કાળ જ છે-એમ માનવું રહ્યું. એ વખતે કર્મ, પુરુષાર્થ વગેરે કારણ હોવા છતાં તે ગૌણ છે. તેથી તે કર્માદિકારણોની અપેક્ષાનો વિલંબ રહેતો નથી. આવા વિલંબનો જે અભાવ છે તે વિલંબાભાવ જ કાળનું પ્રાધાન્ય છે. આશય એ છે કે જ્યારે ચરમાવર્ત્તકાળનો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ, પુરુષાર્થ કે નિયતિ વગેરે છે કે નહિએ જોવાતું નથી. આને જ કાળની પ્રધાનતા કહેવાય છે. અને ૧૪૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ અન્ય કર્માદિ. કારણને ગૌણ કહેવાય છે. સુતરિમાવે પિ અહીં “સુરત” પદથી સુકૃત-દુષ્કત-સ્વરૂપ સામાન્યથી કર્મમાત્રનું ગ્રહણ કરવાનું છે. અહીં ચરમાવર્તકાળની પ્રાપ્તિના કારણની વિચારણી હોવાથી સુકૃતનું ગ્રહણ કર્યું છે. સર્વસામાન્ય કાર્યમાત્રની પ્રત્યે કારણભૂત સામગ્રીમાં સુકૃતાદિનો સમાવેશ તો છે જ. પરંતુ ચરમપુદ્ગલપરાવર્તકાળની પ્રાપ્તિ માટે સુકતાદિ મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ તો કાળ જ છે. અહીં “સુતે' પદથી ઉપર જણાવ્યા મુજબ કર્મનસામાન્યનું ગ્રહણ કર્યું છે. અને “મરિ’ પદથી નિયતિ, પુરુષાર્થ, સ્વભાવ વગેરે ગૃહીત છે. નિયતિ ભવિતવ્યતાને સમજાવે છે. નિયતિ વગેરેનું સ્વરૂપ અન્યગ્રન્થોથી અથવા તેના જાણકારો પાસેથી સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ઉપર જણાવેલી વાતને દૃષ્ટાંતથી સમજાવવા ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે જેમ તાવને શમાવનારું પણ ઔષધ; તાવ ચઢતો હોય ત્યારે અપાય તો કોઈ પણ ગુણફાયદો થતો નથી, ઉપરથી દોષને કરનારું બને છે; પરંતુ તાવ ઊતરતો હોય તો તે જ ઔષધ ગુણને કરનારું બને છે. આ રીતે કાળની પરિપક્વતામાં જ ઔષધ ગુણકારી બને છે. તેમ સદ્ધર્મસ્વરૂપ ઔષધ પણ ચરમાવર્તકાળમાં અપાય તો જ ગુણકારક બને છે. અચરમાવર્તકાળમાં અપાય તો ગુણકારક બનતું નથી, પણ ઉપરથી દોષોનું કારણ જ બને છે. આ રીતે કાળની પરિપક્વતાના કારણે ચરમાવમાં જ સધર્મસ્વરૂપ ઔષધ ગુણકારી બને છે-એમ આગમના જાણકારો નિપુણતાપૂર્વક જાણે છે. પ-૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ કયા કારણથી લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ માટે ચરમાવર્ત્તકાળની પ્રધાનતા મનાય છે-આવી શંકાનું સમાધાન કરતાં કહે છે नागमवचनं तदधः सम्यक्परिणमति नियम एषोऽत्र । शमनीयमिवाभिनवे ज्वरोदयेऽकाल इति कृत्वा ॥५-४॥ “ચરમ [છેલ્લા] પુદ્ગલપરાવર્ત્તથી નીચેના અચરમપુદ્ગલપરાવર્ત્તકાળમાં આગમનું વચન સારી રીતે પરિણામ પામતું નથી-આ પ્રમાણે, લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિના વિષયમાં નિયમ છે. તાવની પ્રારંભિક અવસ્થામાં તાવને દૂર કરવાનું ઔષધ પરિણામ પામતું નથી.. કારણ કે તે વખતે તાવને દૂર કરવાનો અવસર નથી હોતો.’- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ રીતે સમજાવવા આ ગાથાથી જણાવ્યું છે કે - જે વખતે તાવની શરૂઆત થાય છે તે વખતનો કાળ તેને દૂર કરવા માટે અકાળ એટલે કે અનવસર હોવાથી તાવને દૂર કરનારું ઔષધ પરિણામ પામતું નથી. તેમ છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળથી અધિક કાળ સુધી જેમને સંસારમાં ભટકવાનું છે એવા જીવો માટે એ અચરમપુદ્ગલપરાવર્ત્તકાળ અવસર નહિ હોવાથી તે જીવોને આગમતત્ત્વ; હેય અને ઉપાદેય.. વગેરેના વિવેકપૂર્વક પરિણામ પામતું નથી - આ પ્રમાણે અહીં લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિની વિચારણામાં નિયમ છે.. ૫-૪॥ *** ચોથી ગાથામાં જે આગમતત્ત્વ પરિણામ પામતું નથી ૧૪૮ Page #152 -------------------------------------------------------------------------- ________________ એમ જણાવ્યું છે તેને જણાવતાં ફરમાવ્યું છે કે - आगमदीपेऽथ्यारोपमण्डलं तत्त्वतोऽसदेव तथा । पश्यन्त्यपवादात्मकमविषय इह मन्दधीनयनाः ॥५-५॥ “મન્દ છે બુદ્ધિસ્વરૂપ નયનો જેનાં એવા મંદબુદ્ધિવાળા આત્માઓ આ લોકમાં આગમસ્વરૂપ પ્રદીપમાં અપવાદનો વિષય ન હોવા છતાં અપવાદસ્વરૂપે ભ્રાન્તિમંડલને વસ્તુતઃ અસત જ જુએ છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય એ છે કે અચરમાવર્તકાળમાં પૂર્વે જણાવ્યા મુજબ આગમતત્ત્વ પરિણામ પામતું નથી. તે જણાવતાં આ પાંચમી ગાથામાં ફરમાવ્યું છે કે એ જીવોને આગમસ્વરૂપ દીપકમાં ભ્રમ થવાના કારણે મંડલ-ગોળ આકાર અથવા ભ્રમસમૂહ દેખાય છે, જે પરમાર્થથી વિદ્યમાન હોતું નથી. સામાન્યથી મોરનાં પીછાંના ગુચ્છકાકાર અને રક્ત-નીલવર્ણવાળું પ્રદીપની ચારે બાજુ મન્દ આંખોવાળા મંડલ જેમ જુએ છે તેમ આ મન્દબુદ્ધિવાળા પણ આગમપ્રદીપમાં ઉપર જણાવ્યા મુજબ ભ્રમને લઈને મંડલાકા-જેવું અસદ્ વસ્તુને જોતા હોય છે. આંખના નૈમિરિક નામના દોષવિશેષના કારણે પ્રદીપની આસપાસ જેમ લાલલીલું વર્તુળદેખે છે તેમ દૃષ્ટિદોષમિથ્યાત્વાદિ]વિશેષના કારણે જીવને આગમપ્રદીપમાં ભ્રમાત્મક દર્શન થતું હોય છે. તેથી અપવાદનો જ્યાં વિષય નથી ત્યાં અવિદ્યમાન એવા અપવાદને મન્દબુદ્ધિસ્વરૂપ આંખોવાળા માણસો જોતા હોય છે. આ રીતે તેઓ પરમાર્થથી અસત જ વસ્તુને જોતા હોય છે. આથી સમજી શકાશે કે અચરમાવર્તવર્તી જીવોને Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમતત્ત્વ પરિણામ પામતું નથી. એટલું જ નહિ પરંતુ વિપરીત રીતે પરિણામ પામે છે. દૃષ્ટિદોષના વિગમ વિના આગમતત્ત્વ કોઈ પણ રીતે પરિણમે નહિ. ચરમાવર્તકાળમાં જ એ પરિણમે-એવી યોગ્યતા પ્રાપ્ત થતી હોય છે. એનો અર્થ એ નથી કે ચરમાવર્તમાં આગમતત્ત્વ દરેક જીવને પરિણમે છે. એવી જાતની યોગ્યતાની સાથે સદ્ગુરુદેવશ્રીના શ્રીમુખે આગમતત્ત્વના શ્રવણ વગેરેની પણ અપેક્ષા છે. સામગ્રીની પૂર્ણતાથી જ કાર્ય નિષ્પન થતું હોય છે. અચરમાવર્તકાળમાં તે તે આત્માઓને એવી સામગ્રી મળવા છતાં આગમતત્ત્વ પરિણમતું નથી. તેથી આગમતત્ત્વ પરિણમે તો શરમાવકાળમાં જ પરિણમે, અચરમાવર્તકાળમાં નહિ આ પ્રમાણે નિયમ છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું. પ-પો આગમપ્રદીપમાં જ કારણથી જ અધ્યારોપ મંડલના કારણે તત્ત્વથી અસનું દર્શન થાય છે, તે જાણવા માટે તેના કાર્યસ્વરૂપ લિંગ- ચિનને જણાવાય છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અચરમાવર્તવર્તી જીવોને આગમમાં ભ્રમ થવાથી સર્વદા તત્ત્વને આશ્રયી અસનું દર્શન થાય છે તે સમજવા માટે તેના કાર્યસ્વરૂપ લિંગ-લક્ષણને જણાવાય છે. [છઠ્ઠી ગાથાની અવતરણિકામાં “યત પ્રવા...પત્તિ' આવો પાઠ છે તે અપૂર્ણ લાગે છે.] तत एवाविधिसेवा दानादौ तत्प्रसिद्धफल एव । तत्तत्त्वदृशामेषा पापा कथमन्यथा भवति ? ॥५-६॥ “આગમપ્રદીપમાં બ્રાન્તિ થવાથી જ આગમમાં જેનું ફળ પ્રસિદ્ધ છે એવા જ દાનાદિ ધર્મના વિષયમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ અવિધિસેવા[આચરણાદિ] થાય છે. અન્યથા આગમપ્રદીપમાં જેમને ભ્રમ થયો નથી-એવા તત્ત્વદર્શીઓને પાપસ્વરૂપ એવી અવિધિસેવા કઈ રીતે થાય ?” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે દાન, શિયળ, તપ અને ભાવ સ્વરૂપ ધર્મનું આગમમાં મોક્ષાદિ-ફળ બતાવ્યું છે, તે જ દાનાદિધર્મનું આસેવન જ્યારે અવિધિપૂર્વક થાય છે ત્યારે તે આત્માઓને આગમપ્રદીપમાં અધ્યારોપ-ભ્રમ થયો છે-એમ માન્યા વગર ચાલે એવું નથી. આગમમાં જણાવેલાં તે તે મોક્ષાદિફળના આશયથી વિહિત કરાયેલા છે તે ધર્મનું આચરણ વિધિપૂર્વક કર્યું ન હોય તો તે તે આત્માને તે તે ફળની પ્રાપ્તિ થતી નથી. આનો ખ્યાલ હોવા છતાં તે તે આત્માઓ જો અવિધિનું આસેવન કરતા હોય તો તે આત્માઓને આગમપ્રદીપમાં ચોક્કસ જ ભ્રમ થયો છે. જો આવું ન હોય તો આગમના તત્ત્વ-પરમાર્થને જોનારા અને તેને પ્રામાયનો સ્વીકાર કરનારા આત્માઓને એવી પાપસ્વરૂપ અવિધિસેવા કેમ થતી નથી? ફલના અર્થીએ ફલના ઉપાયમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ-એ સમજી શકાય છે. ઉપાયની સેવા અવિધિથી કરાય તો કોઈ પણ સંયોગોમાં ફલની સિદ્ધિ થતી નથી. મોક્ષના અર્થીએ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ વિધિપૂર્વક જ સમ્યજ્ઞાનાદિસ્વરૂપ ઉપાયમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અવિધિપૂર્વક સેવેલા તે ઉપાયો મોક્ષનાં કારણ બનતા નથી.. આમ છતાં જ્યારે પણ ફળના અર્થજનો અવિધિનું આસેવને ફળના ઉપાય તરીકે કરે ત્યારે માનવું જ રહ્યું કે Page #155 -------------------------------------------------------------------------- ________________ તેમને ફળના ઉપાયમાં ચોક્કસ જ ભ્રમ થયો છે, આગમપ્રદીપમાં અધ્યારોપસ્વરૂપ છે. આગમપ્રદીપાદિમાં ભ્રમ વિના ફળના અનુપાયમાં કોઈ પણ રીતે ફલાર્થીની પ્રવૃત્તિ શક્ય નથી. સામાન્યબુદ્ધિથી પણ વિચાર કરવાથી એ સમજી શકાય છે કે સાધ્યની [કાર્યની] સિદ્ધિ સાધનના [કારણના આસેવનથી જ થાય. સાધ્યનો અર્થી સાધનને ન સેવે અને સાધનથી ભિન્નની [જે સાધન નથી તેની] સેવા કરે તો સાધ્યની સિદ્ધિ કઈ રીતે થાય ? મોક્ષના અર્થીઓને એ વસ્તુનો ખ્યાલ હોય છે કે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ વિધિપૂર્વક જ ધર્મારાધનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા સંયોગોમાં જો તેઓ અવિધિનું આસેવન કરે તો તે મોક્ષના અર્થીને આગમમાં ભ્રમ થયો છે-એમ માન્યા વિના ચાલે એવું નથી..વગેરે સારી રીતે સમજી લેવું જોઈએ. અવિધિની આસેવા [આચરણ], આગમસ્વરૂપ પ્રદીપમાં અધ્યારોપનું પ્રગટ લિંગ છે. વિધિપૂર્વકની ધર્મારાધનાથી જ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે-આવી શ્રદ્ધાને કેળવ્યા પછી મોક્ષના અર્થીને અવિધિની આસેવા કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. અહીં એ યાદ રાખવું જોઈએ કે કોઈ વાર શક્તિના અભાવાદિને લઈને અવિધિ થતી જણાતી હોય તોપણ તે ખરી રીતે અવિધિ નથી. અપવાદના સ્થાને સેવાતા અપવાદ પણ એક માર્ગ છે. તેની આરાધના કરનાર આત્માને અવિધિનો આસેવક ન કહેવાય. અવિધિ અને વિધિ - એ બેમાં જે ફરક છે-તેને ખૂબ જ સ્વસ્થતાપૂર્વક સમજી લેવાની આવશ્યકતા છે. અન્યથા અપવાદના સ્થાને અપવાદની ૧૫૨ g2 Page #156 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરનારાને પણ અવિધિના આરાધક માનવાનો અનિષ્ટ પ્રસંગ આવશે.. Hપ-શા અવિધિસેવા'ના વિષયમાં જ બીજી વાત કરાય છે. જેમ આગમપ્રદીપના અધ્યારોપ-ભ્રમનું લિંગ અવિધિસેવા છે તેમ તે બીજા કોનું લિંગ છે-તે જણાવાય છે - येषामेषा तेषामागमवचनं न परिणतं सम्यक् । अमृतरसास्वादशः को नाम विषे प्रवर्तेत ? ॥५-७॥ જેમને ઉપર જણાવ્યા મુજબ પાપસ્વરૂપ અવિધિસેવા છે તેમને આગમનું વચન સારી રીતે પરિણામ પામેલું નથી. કારણ કે જે અમૃતરસના સ્વાદનો જ્ઞાતા છે, તે વિષભક્ષણમાં કઈ રીતે પ્રવૃત્તિ કરે ?-આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે જે જીવો અવિધિપૂર્વક ધર્મની આરાધના કરે છે, તેમને આગમનું વચન એટલે કે શ્રી સર્વજ્ઞભગવંતનું વચન સારી રીતે પરિણામ પામેલું નથી. અર્થાત્ આગમથી જે પદાર્થ જાણી શકાય છે; તે પદાર્થોનો હેય અને ઉપાદેય સ્વરૂપે વિષયવિભાગ તે જીવોને જણાયો નથી. તેથી તે જીવોને થયેલું આગમનું જ્ઞાન હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને [જ્ઞાનના ફળને પ્રાપ્ત કરાવી શકે તે પ્રમાણે પરિણમેલું હોતું નથી. આ પ્રમાણે માનવાનું કારણ એ છે કે, જે અમૃતરસનો જાણકાર છે તે, મારી નાખનાર વિષમાં કઈ રીતે પ્રવર્તે ? આવા જીવો કોઈ પણ સંયોગોમાં વિષ ખાવાની પ્રવૃત્તિ કરતા Page #157 -------------------------------------------------------------------------- ________________ નથી. અહીં વિષ ખાવાની પ્રવૃત્તિ જેવી અવિધિસેવા છે; અને અમૃતરસાસ્વાદ જેવી વિધિસેવા છે. તે અમૃતરસાસ્વાદ જેમણે અનુભવ્યો છે તે આત્માઓ અવિધિસેવા કોઈ પણ રીતે ન કરે એ સ્પષ્ટ છે. આથી સમજી શકાય છે કે જેઓ અવિધિ-સેવા કરે છે એવા જીવોને આગમવચન; ઉપર જણાવ્યા મુજબ પરિણામ પામ્યું નથી. ફલના અર્થીને ફલના ઉપાયના જ્ઞાનની જેમ જ ફલના અનુપાયજે ઉપાય નથી તેનો પણ ખ્યાલ હોવો જ જોઈએ. “અવિધિસેવા' મોક્ષાદિકલનો ઉપાય નથી. મોક્ષના અર્થીજનોએ તેના અનુપાયસ્વરૂપ અવિધિસેવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે એવી દુષ્ટ પ્રવૃત્તિ ઈષ્ટની સિદ્ધિનું કારણ નથી. અવિધિસેવાને વિષભક્ષણની પ્રવૃત્તિ જેવી વર્ણવીને ગ્રંથકારશ્રીએ અવિધિસેવાની ભયંકરતા ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે, જેને મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવી જોઈએ. આપ “અવિધિસેવા કરનારને આગમવચન પરિણમતું નથીઆ પ્રમાણે નિષેધરૂપે જણાવીને હવે તે આગમવચન કોને પરિણમે છે-એ વિધિસ્વરૂપે વર્ણવાય છે – तस्माच्चरमे नियमादागमवचनमिह पुद्गलावर्ते । परिणमति तत्त्वतः खलु स चाधिकारी भवत्यस्याः ॥६-८॥ “અવિધિની સેવા કરનારાને ઉપર જણાવ્યા મુજબ આગમનું વચન પરિણમતું નથી. તેથી આ છેલ્લા પુદ્ગલપરાવર્તમાં આગમનું વચન નિયમે કરી તાત્ત્વિક રીતે Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિણમે છે. આગમનું વચન જેઓને પરિણમ્યું છે, તેઓ જ ખરેખર લોકોત્તરતત્ત્વસમ્પ્રાપ્તિના અધિકારી છે. બીજા જીવો અધિકારી નથી.”- આ પ્રમાણે આઠમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે આ સંસારમાં જે જીવોને એક પુદ્ગલપરાવર્તકાળથી વધારે કાળ ભ્રમણ કરવાનું નથી એવા જીવોને એ છેલ્લા પુગલપરાવર્તકાળમાં નિયમે કરી આગમનું વચન પરિણમે છે. શરૂઆતમાં જે પ્રમાણે તે પરિણમે છે, તેની અપેક્ષાએ ઉત્તરોત્તર વિશેષપરિણામને પ્રાપ્ત કરે છે, જેથી કમે કરી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આગમના વચનથી પરિણત થયેલા તે લઘુકર્મી આત્માઓ જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિના અધિકારી બને છે. જેમને આગમનું વચન પરિણામ પામતું નથી, તે જીવો લોકોત્તરતત્વની સમ્પ્રાપ્તિના અધિકારી બનતા નથી. આ પૂર્વે અવિધિસેવા કરનારને આગમવચનના પરિણામનો અભાવ હોય છે-આ પ્રમાણે જણાવ્યું હતું. હવે તેના નિષેધને, એટલે આગમવચનના પરિણામના અભાવનો અભાવ કોને હોય છે તેને જણાવાય છે-એ સમજી લઈએ તો “થોડી રળ” ભા. ૧ પ્રિકાશક : શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘમાં પૃ.નં. ૧૨૧માં જણાવ્યા મુજબ પાઠ સુધારવાની જરૂર નહીં પડે. ઈત્યાદિ યાદ રાખવું. પ-૮ એક એ. “આ રીતે આગમવચનની પરિણતિનું પ્રાધાન્ય કેમ જણાવાય છે' - આવી શંકાનું સમાધાન કરાય છે – Page #159 -------------------------------------------------------------------------- ________________ आगमवचनपरिणतिर्भवरोगसदौषधं यदनपायम् । तदिह परः सद्बोधः सदनुष्ठानस्य हेतुरिति ॥५-९॥ . “જે કારણથી સંસારસ્વરૂપ રોગને દૂર કરનાર હોવાથી આગમવચનની પરિણતિ નિર્દોષ સુંદર ઔષધ છે, તેથી તે સમ્યજ્ઞાન સદનુષ્ઠાનનું કારણ બને છે. આથી જ શ્રેષ્ઠ સબોધસ્વરૂપ આગમવચનની પરિણતિ નામનું ભવરોગનું ઔષધ હોવાથી પ્રધાનપણે વર્ણવાય છે.” - આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે મોક્ષમાર્ગની સાધનામાં આગમવચનના પરિણામની મુખ્યતા જણાવતાં ગ્રંથકારપરમર્ષિએ આ નવમી ગાથામાં ફરમાવ્યું છે કે-આગમવચનની પરિણતિ ભવરોગનું સદૌષધ છે. આગમવચનની પરિણતિ વસ્તુતત્ત્વના વાસ્તવિક પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ છે. આ જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના હાસ[ક્ષયથી ઉત્પન્ન થાય છે; અને ઉપાદેય, હેય તથા શેય સ્વરૂપે ગ્રાહ્ય થનારા વિષયસ્વરૂપે આત્મપરિણામવાળું હોય છે. એટલે જ આ જ્ઞાન; માત્ર વિષયપ્રતિભાસી હોતું નથી, માત્ર વિષયપ્રતિભાસી જ્ઞાનથી જુદું છે. બાલ અને સામાન્ય મૂર્ખ માણસોને જે જ્ઞાન થાય છે તેના જેવા જ્ઞાનને માત્ર વિષયપ્રતિભાસી જ્ઞાન કહેવાય છે. અગ્નિ, શસ્ત્ર કે ફૂલ વગેરે પદાર્થને બાલાદિ જીવો જોતા હોય છે ત્યારે તેમને તે તે વસ્તુનો ચોક્કસ ખ્યાલ તો આવતો હોય છે, તેથી તેને લેવાની તેઓ પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ તે વખતે તેમને એવો ખ્યાલ આવતો નથી કે આ ઉપાદેય છે કે હેય છે. આવું જ માત્ર વિષય-પ્રતિભાસી જ્ઞાનમાં બનતું હોય છે. વિષયનો Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભાસ થવા છતાં તે વખતે હેય-ઉપાદેયનો વિભાગ જણાતો નથી. તેથી હેય અને ઉપાદેયતાને વિષય બનાવ્યા વિનાનું એ જ્ઞાન માત્ર વિષયપ્રતિભાસી છે, જે અજ્ઞાનાવરણીય મિથ્યાત્વ-સહચરિત જ્ઞાનાવરણીય] કર્મના ક્ષયોપશમથી થાય છે. જ્યારે આત્મપરિણામવાળું જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. આવા વિષયપ્રતિભાસાખ્ય જ્ઞાનથી ભિન્ન આત્મ-પરિણતિમદ્ જ્ઞાન છે. આ જ્ઞાન ભવ [સંસાર] સ્વરૂપ રોગનો ઉચ્છેદ કરતું હોવાથી સુંદર ઔષધ સ્વરૂપ છે. આવી આત્મપરિણતિવાળા જ્ઞાનની ઉપસ્થિતિ વખતે ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદયને લઈને મોક્ષના સાધન ચારિત્રમાં પ્રતિબંધ-વિઘ્ન થાય તોપણ તેમાં [ચારિત્રમાં] શ્રદ્ધા, બહુમાન વગેરે હોવાથી બીજો કોઈ અપાય થતો ન હોવાથી તે ઔષધ [આગમવચનનો પરિણામ નિર્દોષ છે. સારું પણ ઔષધ જો અપાયનું કારણ બને તો તે નિર્દોષ કહેવાય નહિ-એ સમજી શકાય છે. આ રીતે ઉપર જણાવેલું આગમવચન પરિણામ પામ્યું છતે શ્રેષ્ઠ કોટિનો સદ્બોધ વિરતિસ્વરૂપ સદનુષ્ઠાનનો હેતુ બને છે. ‘તત્ત્વસંવેદન' નામનાં પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ આ સદ્બોધ સાનના આવરણભૂત કર્મના હ્રાસથી પ્રગટે છે. એ, શુદ્ધ ઉપાદેયતા અને હેયતાદિ વિષયનું અવગાહન કરતો હોવાથી સર્વથા પાપથી વિરામ પામવા સ્વરૂપ વિરતિચારિત્રનું કારણ બને છે. આથી સમજી શકાશે કે મોક્ષસ્વરૂપ ફળના કારણસ્વરૂપ વિરતિનું-સદનુષ્ઠાનનું કારણ હોવાથી ઉપર જણાવ્યા મુજબ આગમવચનના પરિણામની મુખ્યતા ૧૫૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ વર્ણવાય છે. નવમી ગાથામાં વર્ણવાયેલી વાત નિરંતર યાદ રાખવાની જરૂર છે. આગમનાં વચનો પરિણામ પામે નહિ તો મોક્ષસાધક ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના અર્થ આત્માઓને ચારિત્રનું મહત્ત્વ સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. તેઓ સારી રીતે સમજે છે કે સર્વવિરતિધર્મની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ કોઈ પણ રીતે શક્ય નથી. ચારિત્રની પ્રાપ્તિ માટે આગમના વચનની પરિણતિ અનિવાર્ય છે. મોક્ષાર્થી જનોને એની ઉપેક્ષા કરવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. એ જાતની ઉપેક્ષા કરનારાને મોક્ષાર્થી માની લેવાની ભૂલ કરવાનું કોઈ જ કારણ નથી. વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ વિચિત્ર છે. આગમના વચનની પરિણતિની ઉપેક્ષા જ નહીં, પરંતુ ઘોર અવજ્ઞા થઈ રહી છે. એ માટે વ્યવસ્થિત તંત્ર ગોઠવાયું છે. જેમના શિરે આગમનાં વચનોની પરિણતિનું મહત્ત્વ સમજાવવાની જવાબદારી છે, એ જ્યારે બેજવાબદાર બનવા લાગે ત્યારે ખૂબ જ વિચિત્ર સ્થિતિ સર્જાય છે. એને દૂર કરવાનું સામર્થ્ય ન હોય તોપણ એના ભોગ બની ના જઈએ-એટલી તકેદારી આપણે રાખવી જોઈએ. અન્યથા મોક્ષની સાધના કરવાનું આપણાથી શક્ય નહીં બને. આપના કોઈ ન લેવાની જર વચિત્ર છે. આથઈ રહી સદ્ધોધના કારણે અનુષ્ઠાન પરિપૂર્ણ કઈ રીતે થાય છે, સર્બોધપૂર્વકના અનુષ્ઠાનમાં એવી કઈ વિશેષતા છે કે Page #162 -------------------------------------------------------------------------- ________________ જેથી તે અનુષ્ઠાન સદનુષ્ઠાન કહેવાય છે - તે જણાવાય છે– दशसंज्ञाविष्कंभणयोगे सत्यविकलं ह्यदो भवति । परहितनिरतस्य सदा गंभीरोदारभावस्य ॥५-१०॥ “પરોપકાર કરવામાં તત્પર અને હમેશાં ગંભીર તથા ઉદાર આશયવાળા આત્માનું સદનુષ્ઠાન દશ પ્રકારની સંજ્ઞાઓના નિરોધના કારણે અવિકલ-પરિપૂર્ણ બને છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પરહિત કરવામાં જેઓ તત્પર છે અને જેમનો આશય ઉદાર અને ગંભીર છે, તેમનું અનુષ્ઠાન [સદનુષ્ઠાન અવિકલ-પરિપૂર્ણ બને છે. કારણ કે એ આત્માઓ શક્તિ અનુસાર દશ સંજ્ઞાઓને રોકે છે અથવા તેના નિરોધમાં ઉત્સાહવાળા હોય છે. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા - આ દશ સંજ્ઞાઓ છે. આહારાદિના ઈચ્છાદિના પરિણામવિશેષને સંજ્ઞા કહેવાય છે. વેલડી વગેરે જેને લઈને વૃક્ષ ઉપર ચઢી જવા વગેરેની પ્રવૃત્તિ કરે છે-તેને ઓઘસંજ્ઞા કહેવાય છે. અને લોકોનું રંજન કરવા માટે કરાતી પ્રવૃત્તિના પરિણામને લોકસંજ્ઞા કહેવાય છે. અનુષ્ઠાનને વિકલ બનાવનારી આ દશ સંજ્ઞાઓ છે. તેની શક્તિ અનુસાર નિરોધ કરવાથી સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે. આ રીતે સદ્ધોધના કારણે સદનુષ્ઠાન પરિપૂર્ણ બને છે; અને સબોધના કારણે સદનુષ્ઠાન વિશિષ્ટ કોટિનું બને છે એમાં મુખ્ય હેતુ સંજ્ઞાઓનો નિરોધ છે. સંજ્ઞાઓનો નિરોધ સંબોધથી જ શક્ય બને છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ આગમનું વચન પરિણમવાથી આહારાદિ દશ સંજ્ઞાઓની ભયંકરતાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. સંસારમાં આપણા પરિભ્રમણનું એ એક મોટું કારણ છે. સંસારના ઉચ્છેદ માટે પ્રયત્નશીલ બનેલા મુમુક્ષુઓએ સદનુષ્ઠાનમાં પ્રયત્ન કરતાં પૂર્વે દશ સંજ્ઞાઓને રોકવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અન્યથા અનિરુદ્ધ રોકવામાં નહિ આવેલી સંજ્ઞાઓ સદનુષ્ઠાનને સદનુષ્ઠાનરૂપે પરિણમવા દેશે નહિ. આહારાદિના તકૂપ આત્મપરિણામને સંજ્ઞા તરીકે ઓળખાય છે. એનો નિરોધ કરવા માટે સબોધની પ્રાપ્તિ કર્યા વિના ચાલે એવું નથી. સંજ્ઞાઓને રોકવા માટે આગમના વચનનું પરિશીલન નિરંતર કરવું જોઈએ. આપણને સારભૂત જણાતી વસ્તુઓની અસારતાનો ખ્યાલ આપવાનું કાર્ય શાસ્ત્રકાર પરમર્ષિઓએ નિરંતર કર્યું છે. એ પરમતારક વચનોની પરિભાવનાથી આત્માને ભાવિત બનાવીએ તો સંજ્ઞાઓનું વિખંભણ ખૂબ જ સરળતાથી થઈ શકશે. ગમે તે કારણ હોય પરંતુ સંજ્ઞાઓના નિરોધ માટેના અદ્ભુત સાધનની આપણે ઉપેક્ષા કરીએ છીએ-એ માનવું જ પડશે, જે મુમુક્ષુ આત્માઓ માટે યોગ્ય નથી.. //પ-૧all આહારાદિ દશ સંજ્ઞાઓનું વિખંભણ [નિરોધ દુર્લભ છે, તે કઈ રીતે પ્રાપ્ત થાય અર્થાત્ તે કઈ રીતે કરી શકાય - આ શંકાનું સમાધાન કરાય છે – Page #164 -------------------------------------------------------------------------- ________________ सर्वज्ञवचनमागमवचनं यत्परिणते ततस्तस्मिन् । नासुलभमिदं सर्व. युभयमलपरिक्षयात् पुंसाम् ॥५-११॥ જેથી સર્વજ્ઞભગવંતોનું વચન આગમવચન છે તેથી તે આગમનું વચન પરિણત થયે છતે આ સંજ્ઞાઓનો નિરોધ પુરુષોને અસુલભ નથી. કારણ કે આગમનું વચન પરિણત થવાથી ક્રિયા અને ભાવ-આ બંન્નેના માલનો સારી રીતે ક્ષય થાય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞભગવંતોનાં પરમતારક વચનોને પામીને રચાયેલાં આગમનાં વચનો સર્વજ્ઞભગવંતોનાં વચનો સ્વરૂપ છે. ત્રિકાલાબાધિત એ વચનો આત્મામાં પરિણામ પામે તો સંજ્ઞાઓનો વિરોધ કરવાનું જીવો માટે ખૂબ જ સરળ બને છે. કારણ કે સર્વજ્ઞભગવાનના વચન સ્વરૂપ આગમના વચનની પરિણતિથી ક્રિયાઓના મલની અને ભાવમલની હાનિ થાય છે, જેથી નિર્મળક્રિયાઓ અને નિર્મળભાવના યોગે સંજ્ઞાઓનો નિરોધ સરળતાથી થાય છે. વિધિમાં અરતિ અને અવિધિમાં રતિ-આ ક્રિયાઓનો મલ છે, જે વિધિમાં રતિ કેળવવાથી દૂર થાય છે. આત્માને છોડીને શરીરાદિના ઉદેશની સિદ્ધિના પરિણામને ભાવમલ કહેવાય છે, જે અધ્યાત્મભાવથી દૂર થાય છે. આત્માને ઉદ્દેશી કરાતી ક્રિયાના પરિણામને અધ્યાત્મ કહેવાય છે. આ રીતે પૂ. ઉપાધ્યાયજી મ.ની ટીકાના પરમાર્થથી સમજી લઈએ તો પડશન પ્રરણ-મા. પ્રિકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ વગેરેમાં જણાવ્યા મુજબ પાઠ સુધારવાની આવશ્યકતા નહીં રહે. . Page #165 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગની સાધનાના કાળમાં આ બંન્ને મલો તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે. અવિધિસેવા અને પૌદ્ગલિકસુખનો આશય આપણી ક્રિયાઓને અને આપણા ભાવને ખૂબ જ મલિન બનાવે છે. અવિધિની રતિ અને અધ્યાત્મભાવનો અભાવ-અનધ્યાત્મભાવ; આ બંન્ને મલોએ બાહ્ય અને આંતરિક ધર્મને મલિન બનાવવાનું નિરંતર શરૂ કર્યું છે. આમ છતાં વર્તમાનમાં આ વિષયમાં લગભગ ચિંતા નાશ પામી છે-એમ જણાયા કરે છે. મુમુક્ષુઓએ ઉપર જણાવેલા બંન્ને મલોને દૂર કરવા પ્રયત્નશીલ બની રહે જોઈએ.. II૫-૧૧॥ *** છઠ્ઠી ગાથામાં ‘આગમના અધ્યારોપ-ભ્રમથી અવિધિસેવા થાય છે'- આ પ્રમાણે જણાવ્યું છે, એ જ વસ્તુને વિપર્યયવ્યતિરેકથી અર્થાત્ એના નિષેધસ્વરૂપે જણાવાય છે विधिसेवा दानादौ सूत्रानुगता तु सा नियोगेन । गुरुपारतन्त्र्ययोगादौचित्याच्चैव सर्वत्र ॥५- १२॥ - છઠ્ઠી ગાથામાં આ પૂર્વે જણાવ્યું છે કે દાનાદિધર્મના વિષયમાં; આગમમાં ભ્રાન્તિ થવાથી અવિધિસેવા થાય છે. એમ જણાવ્યું હતું. હવે આ બારમી ગાથાથી આગમના અધ્યારોના અભાવથી જે થાય છે-તે જણાવાય છે. “ગુરુપારતન્ત્યના યોગથી અને સર્વત્ર ઔચિત્યના આસેવનથી દાનાદિના વિષયમાં; આગમને અનુસરી નિયમે કરી વિધિસેવા થાય છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. ૧૬૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે દાનાદિના વિષયમાં આગમને અનુસરી, આગમને અભિમત એવી ન્યાયસંગત વિધિપૂર્વક સેવા ગુરુષારતન્યાદિથી થાય છે. દાનાદિના વિષયમાં સર્વાર્ગે પરિશુદ્ધ પ્રવૃત્તિ સ્વરૂપ વિધિસેવા પ્રમાયથાર્થ-ભ્રમ વિનાત્મક આગમજ્ઞાનને અનુસરનારી જ હોય છે. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાની આધીનતા સ્વરૂપ ગુરુપારતન્યના યોગે અને દીન, અબ્ધ કે કૃપણ વગેરેમાં બધે ઔચિત્યના આસેવનથી જ ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક સેવા થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણેના જ્ઞાનથી કે ઔચિત્યનો પરિહાર-ત્યાગ કરવાથી વિધિપૂર્વકસેવા થતી નથી. [ આથી સમજી શકાશે કે વિધિના પાલન માટે આગમનું અનુસરણ કરવું જોઈએ. પોતાની ઈચ્છાનું અનુસરણ કરવાથી વિધિપૂર્વક આચરણ નહિ થાય. આગમના અનુસરણ માટે તેના યથાર્થજ્ઞાનની આવશ્યકતા છે, જે ગુરુપારતન્યથી જ શક્ય છે. આગમનું યથાર્થજ્ઞાન ગુરુદેવશ્રી પાસેથી જ પ્રાપ્ત થતું હોય છે. તેઓશ્રીનું પારતન્ય સ્વીકાર્યા વિના તેઓશ્રી પાસેથી આગમનું યથાર્થજ્ઞાન નહિ થાય. ગુરુષારતત્યની જેમ જ સર્વત્ર ઔચિત્યનું સેવન પણ આગમના યથાર્થજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે. ઔચિત્યના આસેવનથી વિનયાદિગુણની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાનનું પ્રધાન કારણ છે. આમ જોઈએ તો ઔચિત્ય બધા જ ગુણોનું મૂળ છે. એક તરફ બધા ગુણોનો સમુદાય રાખીએ અને બીજી તરફ ઔચિત્ય રાખીએ તો બંનેની સમાનતાનો ખ્યાલ આવશે. ઔચિત્યના અતિક્રમણથી ગુણોનું મહત્ત્વ રહેતું નથી. આવા Page #167 -------------------------------------------------------------------------- ________________ વખતે ગુણો દોષરૂપે પરિણમે છે. આથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે ઔચિત્યની પ્રવૃત્તિથી દાનાદિના વિષયમાં સૂત્રાનુસારી વિધિસેવા શક્ય બને છે. પ-૧ર બારમી ગાથામાં વિધિસેવાના વિષય તરીકે દાનાદિ જણાવ્યાં છે. તેમાં દાન અને મહાદાનમાં જે વિશેષતા છે. તે જણાવાય છે – न्यायात्तं स्वल्पमपि हि भृत्यानुपरोधतो महादानम् ।। दीनतपस्ख्यादौ गुर्वनुज्ञया दानमन्यत्तु ॥५-१३॥ ગુરુજનોની આજ્ઞાથી દીન, તપસ્વી વગેરેને ન્યાયનીતિથી પ્રાપ્ત કરેલ થોડું પણ; મૃત્ય[ભરણ-પોષણ કરવા યોગ્ય પરિવારજનોને અન્તરાય ન થાય-એ રીતે આપવું તેને મહાદાન' કહેવાય છે. એ સિવાય જે અપાય છે તેને “દાન કહેવાય છે-આ પ્રમાણે તેરમી ગાથાનો સામાન્યાર્થ છે. આશય એ છે કે ન્યાયથી પ્રાપ્ત કરેલા અર્થનું દાન જ “મહાદાન' કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોએ પોતપોતાની જાતિની અપેક્ષાએ વિહિત એવા વ્યવસાયથી ન્યાય-નીતિપૂર્વક મેળવેલા અર્થ-ધનાદિને “ન્યાયાત્ત' [ન્યાયોપાત્ત] કહેવાય છે. સામાન્ય રીતે બ્રાહ્મણોનો વ્યવસાય અધ્યાપન છે. ક્ષત્રિયોનો વ્યવસાય રક્ષા કરવાનો છે. વૈશ્યોનો વ્યવસાય વ્યાપાર છે અને શૂદ્રોનો વ્યવસાય ચર્મ-ઉદ્યોગાદિ છે. આવા વ્યવસાયાદિથી, સ્વામીદ્રોહાદિ અન્યાય કર્યા વિના જે ઘન વગેરે પ્રાપ્ત થાય છે તે “ન્યાયાર’ છે. આ ન્યાયારૂનું થોડું Page #168 -------------------------------------------------------------------------- ________________ પણ દાન મહાદાનસ્વરૂપ છે. ન્યાયથી પ્રાપ્ત અર્થનું દાન નૃત્યવર્ગના ઉપરોધનું કારણ નહીં બનવું જોઈએ. નૃત્યમધ્યવર્ગમાં માતા, પિતા, પત્ની, પુત્ર, ભાઈ-બહેન..વગેરેનો સમાવેશ થાય છે. ન્યાયોપાત્ત અર્થનું દાન એ રીતે કરવાનું નથી કે જેથી માતાપિતા વગેરે પરિજનોની જરૂરિયાતને હાનિ પહોંચે. સ્વપરિજનોને પોતાને જે ઈષ્ટ છે તેની પ્રાપ્તિમાં બાધા ન આવે તેનો ખ્યાલ રાખીને ન્યાયોપાત્ત અર્થનું દાન કરાય તો તે દાન ભૃત્યાનુપરોધિ દાન કહેવાય છે. ન્યાયોપાત્તનું મૃત્યાનુપરોધિ પણ દાન માતા પિતા ગેરે ગુરુજનોની અનુજ્ઞા-અનુમતિથી આપવું જોઈએ. આમ પણ આપણી કોઈ પણ પ્રવૃત્તિ તે તે ગુરુજનોની સંમતિપૂર્વકની ડોવી જોઈએ. એટલે શાસ્ત્રવિહિત આ દાનાદિની પ્રવૃત્તિ પણ પર જણાવ્યા મુજબ ગુરુજનોની સંમતિપૂર્વકની હોવી જોઈએ-એ સમજી શકાય છે. લોકોત્તરમાર્ગમાં જ નહિ, રૌકિકમાર્ગમાં પણ ગુરુપારતન્ત્યનું મહત્ત્વ સમજાવવાની ભાવશ્યકતા નથી. સૌ કોઈને તેનો ખ્યાલ છે જ. વધુપડતા ત્સાહી બની ગુરુજનોને પૂછ્યા વિના કે તેમની અનુમતિ ળવ્યા વિના જ આજે જે રીતે દ્દાનાદિની પ્રવૃત્તિ ચાલે છે તે મહાદાનાદિ-સ્વરૂપે પરિણમતી નથી. આ રીતે ન્યાયોપાત્ત અર્થનું દાન દીનાદિને કે તપસ્વી વગેરેને આપવામાં આવે તો તે દાન મહાદાન'સ્વરૂપે પરિણમે છે. અન્યથા દીન કે તપસ્વી વગેરેને અપાયેલું દાન ન્યાયોપાત્ત અર્થથી અપાયેલું ન હોય તેમ જ ભૃત્યોપરોધિ હોય અને ગુરુજનોની અનુજ્ઞા વિનાનું હોય તો તે દાન મહાદાન નથી. એ દાન માત્ર દાન ૧૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ જ છે. મહાદાનનું જે ફળ છે એવું ફળ એવા પ્રકારના દાનનું નથી - એ સમજાવવા માટે અહીં દાન અને મહાદાનનો ફરક સમજાવ્યો છે, જે ધર્માર્થી જનોએ કોઈ પણ રીતે યાદ રાખવો જોઈએ... પ-૧૩ આ રીતે મહાદાન અને દાનની વિશેષતા જણાવીને દેવપૂજાના વિષયમાં તેની વિશેષતાને જણાવાય છે – देवगुणपरिज्ञानात्तद्भावानुगतमुत्तमं विधिना । स्यादादरादियुक्तं यत्तद्देवार्चनं चेष्टम् ॥५-१४॥ વિધિપૂર્વક સેવા કરવાથી દાનાદિના વિષયમાં ઉપર જણાવ્યા મુજબ દાનાદિ મહાદાનાદિ બને છે, અન્યથા દાનાદિ દાનાદિ જ રહે છે. આવી જ રીતે વિધિપૂર્વક દેવપૂજા કરવાથી દેવપૂજા વાસ્તવિક રીતે દેવપૂજા બને છે; અન્યથા દેવપૂજા દેવપૂજા જ છે - આવી વાતને જણાવવા માટે આ ચૌદમી ગાથા છે. ગાથાનો અર્થ સ્પષ્ટ છે કે “દેવના ગુણોને સારી રીતે જાણીને તેની પ્રત્યેના બહુમાનથી યુક્ત અને આદર પ્રીતિ વગેરેથી યુક્ત એવું વિધિપૂર્વકનું ઉત્તમ દેવપૂજન ઈષ્ટ છે.” આશય એ છે કે વીતરાગતા, સર્વજ્ઞતા અને માર્ગદશકતા. વગેરે દેવગુણોને વાસ્તવિક રીતે જાણીને તે ગુણોની પ્રત્યે જે બહુમાન થાય છે તે બહુમાનને લઈને જ દેવની પૂજા કરવી જોઈએ. એ પણ શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલાં પરમતારક શાસ્ત્રમાં જણાવેલી વિધિપૂર્વક કરવી જોઈએ. શાસ્ત્રાનુસારી એ Page #170 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજામાં આદર; કરતી વખતે પ્રીતિ અને કોઈ પણ જાતનાં વિઘ્નોનો અભાવ..વગેરે લક્ષણો હોવાં જોઈએ. આદર; કરણ [પ્રવૃત્તિ]માં પ્રીતિ; વિઘ્નનો અભાવ; સમ્પત્તિની પ્રાપ્તિ; જિજ્ઞાસા અને તજ્જ્ઞની સેવા : આ સદનુષ્ઠાનનાં લક્ષણો છે. કોઈ પણ અનુષ્ઠાન પ્રત્યે આદર હોવો જોઈએ. તે કરવામાં પ્રીતિ હોવી જોઈએ. તે વખતે કોઈ પણ વિઘ્ન આવે તો વિઘ્ન, વિઘ્ન લાગવું ન જોઈએ. કુદરતી રીતે જ સાધનસમ્પત્તિ મળે; આપણા કરતાં બીજા કોઈ એ પ્રવૃત્તિ સારી રીતે કરતા હોય ત્યારે તે જોઈને આ કઈ રીતે બને'-આવી જિજ્ઞાસા થવી અને તે તે અનુષ્ઠાનના જ્ઞાતાઓની સેવા કરવી-આ છ, સદનુષ્ઠાનનાં લક્ષણો છે. ગાથામાં ‘આવાવિદ્યુત્ત’- આ પ્રમાણે જે લખ્યું છે ત્યાં ‘આવિ' પદથી કરણમાં પ્રીતિ.. ઈત્યાદિનો સંગ્રહ કર્યો છે. આ પ્રમાણે આદરાદિથી યુક્ત વિધિપૂર્વક કરાતું ઉત્તમ જે દેવપૂજન છે તે જ દેવાર્ચન ઈષ્ટ છે અર્થાત્ ઈષ્ટફલને આપનારું છે. અન્ય દેવાર્ચન, નામથી જ દેવાર્ચન છે. એનાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. ગુણો પ્રત્યેનું બહુમાન, વિધિપૂર્વકનું આસેવન અને આદરાદિ છ લક્ષણોનું અસ્તિત્વ; દેવાર્ચનાદિ અનુષ્ઠાનોને વિવક્ષિત-ઈષ્ટ ફલને આપનારાં બનાવે છે. તે તે અનુષ્ઠાનો કરતી વખતે ગુણો પ્રત્યે બહુમાન વગેરે ન હોય તો તે તે અનુષ્ઠાનો ઈષ્ટ વસ્તુઓને આપનારાં બનશે નહિ-એ સમજી શકાય છે. ।।૫-૧૪॥ *** પૂર્વે જણાવ્યા મુજબ દાન અને દેવપૂજાના પારમાર્થિક સ્વરૂપના વર્ણનના સંબંધમાં દરેક અનુષ્ઠાનોની પારમાર્થિકતા ૧૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ જણાવાય છે - एवं गुरुसेवादि च काले सयोगविघ्नवर्जन्या । इत्यादिकृत्यकरणं लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥५-१५॥ . આ રીતે વિધિપૂર્વક અવસરે સ્વાધ્યાયાદિસ્વરૂપ સદ્યોગ-ધર્મપ્રવૃત્તિનો વ્યાઘાત [બાધ ન થાય - એ રીતે કરાતી ગુરુસેવા કે ગુરુપૂજા વગેરે કરવી જોઈએ. આવા પ્રકારનાં આગમમાં જણાવેલાં અનુષ્ઠાનો કરવાં - એ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ સ્વરૂપ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ભવનિસ્તારક આચાર્યભગવંતાદિ ગુરુભગવંતની સેવા, પૂજા અને સત્કારાદિ પણ વિધિપૂર્વક જ કરવાના છે. એ પણ યોગ્ય અવસરે કરવાના છે. એ કરતી વખતે સ્વાધ્યાય વગેરે સદ્યોગનો વ્યાઘાત ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ રીતે જ કરાતી ગુરુસેવા વગેરે ઈષ્ટ ફલને આપનારી છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો તે તે સમયે અવશ્ય કરવાનાં છે. એકબીજાં અનુષ્ઠાનો, એકબીજાં અનુષ્ઠાનોના ભોગે નથી કરવાનાં. ગુરુસેવા વગેરે અનુષ્ઠાનો શ્રેષ્ઠ છે પરંતુ એનો અર્થ એ નથી કે તેઓશ્રીના સ્વાધ્યાયાદિ સદ્યોગમાં વિદન-બાધા કરનારાં બને. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા કરી ગુરુસેવાદિ કરવામાં આવે તો તે ઉચિત નથી. શ્રી વીતરાગપરમાત્માએ જણાવેલા સુંદર ધર્મવ્યાપારસ્વરૂપ સ્વાધ્યાય કે ધ્યાન વગેરે તે તે કાળે કર્યા વિના ચાલે એવું નથી. બીજા કોઈ પણ અનુષ્ઠાનના કારણે તેનો વ્યાઘાત થાય એ યોગ્ય નથી. આથી સમજી શકાશે કે Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉચિત કાળે વિધિપૂર્વક અને સ્વાધ્યાયાદિ સદ્યોગનો વિઘાત હાનિ ન થાય એ રીતે ગુરુસેવા વગેરે કરવું જોઈએ. અન્યથા ગુરુસેવાદિ વિવક્ષિત ફળને આપનારાં નહીં બને. ઉપર જણાવ્યા મુજબ ગુરુસેવાદિ જ નહિ; પરમતારક માગમમાં જણાવેલાં સઘળાંય અનુષ્ઠાનો, ઉચિત અવસરે વિધિપૂર્વક અને બીજાં વિહિત અનુષ્ઠાનોનો વિઘાત ન થાયએ રીતે કરવા જોઈએ. એ પ્રમાણે અનુષ્ઠાનોના વિધાનને લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ કહેવાય છે. ઉપર જણાવેલાં દાનાદિ, દેવપૂજાદિ કે ગુરુસેવાદિ સર્વ અનુષ્ઠાનો વિધિયુક્ત હોય તો જ તેને મહાન, ઈષ્ટ કે સદ્ [શોભન કહેવાય છે. મહતું, રૂપ અને સંત વગેરે પદોથી વિશેષે કરી જણાવેલાં તે તે અનુષ્ઠાનો જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ સ્વરૂપ છે, જે લોકોત્તર અનુષ્ઠાન તરીકે પ્રસિદ્ધ છે. મહંત, રૂદ અને સંત તેમ જ શુદ્ધ અનુષ્ઠાન જ લોકોત્તર અનુષ્ઠાન છે, તેને છોડીને બીજાં અનુષ્ઠાનો લોકોત્તર નથી. પ-૧૧| આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છેતે જણાવાય છે- इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या । भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥५-१६॥ “પરસ્પર વિરોધ વિનાની આ લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ; જીવોને પૂર્વે જણાવ્યા મુજબ પુણ્યના અનુભાવથી આપ્તપુરુષના વચન[આગમની પરિણતિના કારણે થાય છે.”- આ પ્રમાણે Page #173 -------------------------------------------------------------------------- ________________ સોળમી ગાથાનો પરમાર્થ છે. આ સોળમી ગાથામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ ઈતરેતરસાપેક્ષ હોય છે. એનો આશય એ છે કે જ્યારે પણ કોઈ એક ક્રિયા કરીએ ત્યારે તેને છોડીને અન્ય બધી જ ક્રિયાઓની હાનિ થાય નહિ . એવી સકલક્રિયાઓની અપેક્ષા વિદ્યમાન છે જ; તેથી લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ પરસ્પરવિરોધિની નથી. પરંતુ પરસ્પર-સાપેક્ષ અપેક્ષા સહિત છે. તે, આપ્તવચનઆગમ)ની પરિણતિથી પ્રાપ્ત થાય છે. એક વિવક્ષિતક્રિયા અન્ય સઘળી ય ક્રિયાઓની અપેક્ષાવાળી છે. આવા પ્રકારના જે સંસ્કાર છે, તેને આપ્તવચનની પરિણતિ કહેવાય છે. લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ માટે એ પરિણતિ ખૂબ જ જરૂરી છે. લોકોત્તર બધી જ ક્રિયાઓ શ્રી વીતરાગપરમાત્માએ મોક્ષસ્વરૂપ એક જ અર્થ માટે વિહિત કરી છે. એમાં એક ક્રિયા બીજી બધી ક્રિયાઓની વિરોધિની વિરોધવાળી બને તો તે ક્રિયા કોઈ પણ રીતે મોક્ષસાધક બને નહિ. અને તેથી તે ક્રિયાની લોકોત્તરતા નાશ પામે - એ સમજી શકાય છે. લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી - એ નિરંતર સ્મરણીય છે. આગમની પરિણતિથી પ્રાપ્ત થનારી લોકોત્તરતત્ત્વની સમ્માતિમાં પુણ્યાનુભાવ [પુણ્યનો ઉદય એક પ્રબળ સાધન છે. પૂર્વે જણાવેલાં મહાદાન, વિશિષ્ટદેવપૂજા અને સદ્ગુરુસેવાદિના યોગે વિશિષ્ટપુણ્યના ઉદયની પ્રાપ્તિ થાય છે. એ પુણ્યોદય સમ્બુદ્ધિનું કારણ છે. આવી જાતના Page #174 -------------------------------------------------------------------------- ________________ પુણ્યના અનુભાવથી જીવોને પરસ્પર વિરોધ વિનાની જ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ થાય છે. પરસ્પર-વિરોધિ એવું સત્કાર્યદાનાદિ] પણ લૌકિક છે, લોકોત્તર નથી; જેથી પરસ્પર-વિરોધિ એવાં અનુષ્ઠાન મોક્ષસાધક બનતાં નથી. પ-૧દા | | કૃતિ પમ છોડશમ્ | अथ षष्ठं षोडशकम् । આ પૂર્વેના ષોડશકમાં લોકોત્તરતત્ત્વ'ની સંપ્રાપ્તિનું વર્ણન કર્યું. હવે લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયે છતે જેની પ્રાપ્તિ થાય છે તે જણાવાય છે - अस्यां सत्यां नियमाद् विधिवग्जिनभवनकारणविधानम् । सिध्यति परमफलमलं ह्यधिकार्यारम्भकत्वेन ॥६-१॥ આ લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયે છતે, અધિકારીયોગ્ય આત્માએ કરેલું હોવાથી વિધિપૂર્વક શ્રી જિનેશ્વરદેવનું મંદિર બનાવવાનું કાર્ય સારી રીતે ચોક્કસપણે પરમફલને આપનારું બને છે.” આ પ્રમાણે છઠ્ઠા ષોડશકની પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શક્તિસંપન્ન આત્માઓ માટે પરમતારક શ્રી તીર્થંકરપરમાત્માનું મંદિર કરાવવાનું અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યું છે. લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ થયા પછી ધર્માર્થી આત્માને એ પરમકલ્યાણકારી કાર્ય વિધિપૂર્વક થતું હોવાથી પરમ-પ્રકૃષ્ટ ફલને આપનારું બને છે - એનું કારણ એ છે કે લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થવાથી Page #175 -------------------------------------------------------------------------- ________________ પરમતારક શ્રી જિનભવનના નિર્માણકાર્ય માટે આત્મા અધિકારી બને છે. અધિકારી-યોગ્ય આત્માઓ જે પણ અનુષ્ઠાન કરે છે તે વિધિપૂર્વક હોવાથી પરમફળ[મોક્ષાદિ]ને સિદ્ધ કરનારું બને-એ સમજી શકાય છે. શ્રી વીતરાગપરમાત્માનાં પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ પૂર્વે કરવામાં આવે તો તે એક જાતની અનધિકાર ચેષ્ટા છે. આવા વખતે તે તે કાર્યમાં વિધિનો આગ્રહ હોતો નથી. વિધિ વિનાનાં તે કાર્યો પરમફળનાં કારણ ન જ બને-એ સ્પષ્ટ છે. શ્રદ્ધાસંપન્ન આત્માઓએ શિલ્પીઓ વગેરે દ્વારા આ મંદિરના નિર્માણનું કાર્ય કરાવતી વખતે વિધિનું પાલન ખૂબ જ ચીવટથી કરવાનું ખ્યાલમાં રાખવું જોઈએ. શ્રી જિનાલયને બનાવનારા શિલ્પીઓને શ્રી જિનાલયના પ્રયોજ્યકર્તા કહેવાય છે. અને જેઓ તેને બનાવરાવે છે તે બધા તેનાં પ્રયોજક કર્તા છે. મોટા ભાગે શિલ્પીઓ વગેરે પ્રમાદી બની જેમ તેમ કાર્ય કરતા હોય છે, તેથી તે અંગે ખૂબ જ ધ્યાન રાખી શ્રદ્ધાસંપન્ન આત્માઓએ વિધિના અનુપાલન માટે અપ્રમત્ત બનવું જોઈએ. વિધિના અનુપાલન વિના કરાતાં કોઈ પણ અનુષ્ઠાનો તેના વિવક્ષિત ફળને પણ આપતાં નથી, તો પરમફળને કઈ રીતે આપે ? લોકોત્તરતત્ત્વની સમ્રાપ્તિ થવાથી વિધિપૂર્વક તે તે અનુષ્ઠાનો સહજપણે થાય છે, જેથી કાલાન્તરે તે તે અનુષ્ઠાનો પરમફળના પ્રયોજક બને છે. લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ આ રીતે પરમફળની પ્રત્યે કાર્રણ બનતી હોય છે. આથી પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક ૧૭૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ દાનાદિ સેવા; ગુરુદેવાદિની પૂજા અને ગુરુપારતન્ત્ય વગેરે સ્વરૂપ લોકોત્તરતત્ત્વની સમ્પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ।।૬-૧|| *** પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્ય માટે કયા ગુણોથી યુક્ત અધિકારી હોવો જોઈએ તે જણાવાય છે न्यायार्जितवित्तेशो मतिमान् स्फीताशयः सदाचारः । गुर्वादिमती जिनभवनकारणस्याधिकारीति ॥६-२॥ ન્યાયથી મેળવેલા ધનનો સ્વામી; પ્રતિભાસંપન્ન; વધતા એવા ધર્મના અધ્યવસાયવાળો; સુંદર આચારવાળો અને માતાપિતાદિ દ્વારા બહુમાન કરાયેલો શ્રી જિનેશ્વરદેવોના પરમતારક જિનાલયના નિર્માણનો અધિકારી છે.’- આ પ્રમાણે બીજી ગાથાનો શબ્દાર્થ છે. - કહેવાનો આશય એ છે કે-પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાની ભાવનાવાળા પુણ્યાત્માઓ કેવી જાતની યોગ્યતાવાળા હોવા જોઈએ-તે આ ગાથામાં જણાવ્યું છે. સામાન્ય રીતે ગૃહસ્થોએ સ્વદ્રવ્યથી શ્રી જિનાલય બાંધવું જોઈએ. એ દ્રવ્ય ન્યાયથી યુક્ત વ્યાપાર વગેરે દ્વારા પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અસત્ય બોલીને, છેતરીને, વિશ્વાસઘાત કરીને, ખોટાં તોલમાપ કરીને, ભેળસેળ કરીને કે અપ્રામાણિકપણે નોકરી . વગેરે કરીને પ્રાપ્ત કરેલું ધન ન્યાયાર્જિત નથી હોતું. અનંતજ્ઞાનીઓએ જેનું વિધાન કર્યું છે તે બધાં જ અનુષ્ઠાનો તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ ૧૭૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ જ કરવાં જોઈએ. અન્યથા એનું વિવણિત ફલ પ્રાપ્ત થતું નથી. પરમતારક શ્રી જિનાલય ન્યાયથી મેળવેલા ઘનથી બંધાવવું જોઈએ. જેની પાસે આવું ન્યાયથી મેળવેલું ધન નથી, તે વસ્તુતઃ શ્રી જિનાલયના નિર્માણ માટે અધિકારી નથી. મોટા ભાગે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શરૂઆતથી જ આ રીતે અવિધિનો પ્રારંભ થાય છે. પછી તો અવિધિની પરંપરા સર્જાય છે, જેને અટકાવવાનું લગભગ શક્ય બનતું નથી. આજે ભાગ્યે જ ન્યાયથી પ્રાપ્ત કરેલા વિત્તથી શ્રીજિનાલયના નિર્માણકાર્યાદિ થતાં હોય છે. અન્યાયથી ઉપાર્જન કરાયેલા અર્થના વ્યયથી થનારું શ્રી જિનાલય વગેરે સંબંધી કાર્ય પારમાર્થિક રીતે ફલને આપનારું નથી. પ્રારંભમાંથી જ અનધિકૃત રીતે કરાયેલાં તે તે કાર્યો પરમફળને ન જ આપે તે ન સમજાય એવી વાત નથી. પરંતુ આજની પરિસ્થિતિ જોતાં એ સમજાવવાનું ઘણું જ કપરું છે. શુદ્ધ દ્રવ્ય અને વિધિનો આગ્રહ સેવનારા પણ ન્યાયથી ઉપાર્જેલા અર્થથી જ તે તે કાર્ય કરવાનો આગ્રહ રાખતા નથી. એ ઘણું જ અનુચિત છે. ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાની ભાવનાવાળો આત્મા ન્યાયાર્જિત વિધિનનો સ્વામી હોવો જોઈએ. તેમ જ તે મતિમાન હોવો જોઈએ. તે તે અવસરે જે કરવાનું હોય તેને વિચારવાની પ્રતિભા જેની પાસે હોય અને ભવિષ્યની અપેક્ષાએ હિતનો જે જાણકાર હોય તેને મતિમાન કહેવાય છે. આવા બુદ્ધિમાન આત્માઓ શ્રી, જિનાલયના નિર્માણ માટે અધિકારી છે. બુદ્ધિથી રહિત, વિવેક વિનાના માણસોને એવો અધિકાર નથી. વિવેક વિનાનું Page #178 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન ગમે તેટલું સારું જણાતું હોય તોપણ તે પરિણામે સારું નથી. . આ રીતે ન્યાયપ્રાપ્ત અર્થના સદ્વ્યયથી વિવેકપૂર્વક પણ અનુષ્ઠાન કરનારા પુણ્યાત્માઓના પરિણામ કોઈવાર નષ્ટ થતા જોવાય છે; તેથી શ્રી જિનાલયને બંધાવનારા આત્માઓ વધતા પરિણામવાળા હોવા જોઈએ-એ પ્રમાણે “ીતાશય પદથી જણાવ્યું છે. આત્માની વિચિત્ર કર્મપરિણતિ વગેરે કારણે જીવની શુભપરિણામધારા દરેક વખતે સ્થિર રહેતી નથી. પરમતારક શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં શરૂઆતમાં જે પરિણામ હોય છે તે પરિણામ પ્રતિદિન વધતા હોવા જોઈએ. આવા પરિણામથી બંધાવેલું શ્રી જિનમંદિર સ્વપરના પરમકલ્યાણનું કારણ બને છે. પ્રારંભમાં પરિણામ; સારામાં સારું કરવાનો હોય છે, પરંતુ પાછળથી ગમે તે કારણે એ કાર્ય પતાવવાના પરિણામ જાગે છે, જેથી લગભગ વેઠ ઉતારવા જેવું બને છે. આવું ન બને-એ માટે શ્રી જિનાલયનું નિર્માણ કરવાની ભાવનાવાળા આત્માઓ વધતા પરિણામવાળા હોવા જોઈએ-એમ જણાવ્યું છે. ગમે તે કારણ હોય પરંતુ કાર્યારંભ વખતનો ઉલ્લાસ કાર્યસમાપ્તિ વખતે લગભગ જણાતો નથી. ધનની મૂચ્છ ઊતરે અને ઔદાર્ય કેળવી લેવાય તો પરિણામની ધારા વધતી રહે. “ધન છે માટે વાપરવાનું નથી, ધન છોડવું છે માટે વાપરવાનું છે - આ સમજાય તો કાર્યારંભ વખતનો ઉલ્લાસ પડી નહિ જાય. શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારા સુંદર-અનિંદનીય આચારવાળા હોવા જોઈએ. જો તેઓ સદાચારી ન હોય તો Page #179 -------------------------------------------------------------------------- ________________ તેઓએ આરંભેલું એ કાર્ય નિંદાને પાત્ર બનાવનારું બને છે, જે લોકોત્તર અનુષ્ઠાનની કિંમત ઘટાડે છે. લોકોત્તર ઘર્મના આરાધકોએ લોકમાં નિંદનીય એવા દુરાચારોથી સર્વથા દૂર રહેવું જોઈએ. જાગાર, મધ, માંસ વગેરે નિંદનીય આચાર છે. શિષ્ટ પુરુષો માટે એ ઉચિત નથી. દુષ્ટ આચારવાળા જીવો લોકોત્તર અનુષ્ઠાનની આરાધના કરતાં પૂર્વે પોતાના દુરાચારોનો ત્યાગ કરે તો તે આરાધના નિંદાને પાત્ર નહીં બને. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણ પણ માતા-પિતાદિ ગુરુજનોની સંમતિપૂર્વક કરવું જોઈએ. તેમની અનુમતિ વિના કરાતું આવું લોકોત્તર કાર્ય ઉચિત નથી મનાતું. આવા - લોકોત્તર કાર્યમાં અનુમતિ આપવા દ્વારા, શ્રી જિનાલયનું નિર્માણ કરનારા; તેઓશ્રીથી બહુમાન પ્રાપ્ત કરે છે. માતાપિતા કે પિતામહ વગેરે અને રાજા-મંત્રી કે પુરોહિત વગેરેથી આ રીતે બહુમત [અનુમતિ પામેલા પુણ્યાત્માઓ શ્રી જિનાલયને બંધાવે તો તે કાર્ય, પરમતારક શાસનની પ્રભાવનાનું કારણ બની રહે છે. અન્યથા તેઓશ્રીની અનુમતિ વિના કરાયેલું એ કાર્ય કોઈ પણ રીતે શોભાસ્પદ બનતું નથી. ગાથાના અંતે જે તિ શબ્દ છે તે, શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારા અધિકારીનાં વિશેષણોની સમાપ્તિને જણાવનારું છે. અર્થાત્ ન્યાયાર્જિત અર્થનો સ્વામી; મતિમાન; વધતા શુભ પરિણામવાળો; સદાચારી અને ગુર્નાદિ દ્વારા બહુમત-આ પાંચ વિશેષણોથી વિશિષ્ટ; શ્રી જિનાલયના નિર્માણનો અધિકારી છે. મદ્રા Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાલય બંધાવવાનું આ પૂર્વે કહ્યું છે, તે વિષયમાં વિધિ જણાવાય છે - कारणविधानमेतच्छुद्धा भूमिर्दलं च दादि । भृतकानतिसंधानं स्वाशयवृद्धिः समासेन ॥६-३॥ “શ્રી જિનેશ્વરદેવનું પરમતારક મંદિર બંધાવતી વખતે; શુદ્ધ ભૂમિ, કાષ્ઠ પાષાણ વગેરે તેનાં સાધનો, નોકરોને ઠગવા નહિ અને શુભ પરિણામની વૃદ્ધિ - આ પ્રમાણે સંક્ષેપથી વિધિ છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ શ્રી જિનાલય બંધાવવાનું જ્યારે પણ ચોક્કસ કરાય ત્યારે આવું પરમકલ્યાણને કરનારું કાર્ય જેમતેમ ન થાય પરંતુ વિધિપૂર્વક થાય એ માટે મુમુક્ષુઓને જે વિધિ સાચવવાનો છે - એનું વર્ણન આ ગાળામાં કર્યું છે. શ્રીજિનમંદિરનું નિર્માણ, બધા જીવો પોતે જ કરે - એ શક્ય નથી. આવા વખતે એ કાર્ય બીજા શિલ્પી વગેરે દ્વારા કરાવવાનું હોય છે. આ રીતે બીજાની પાસે કાર્ય કરાવવાનું પ્રયોજકવ્યાપાર-નિર્વર્તન કહેવાય છે. આ નિર્વર્તનસ્વરૂપ અહીં કારણ છે. “કારણ' પદનો અર્થ - હેતુ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ અહીં એ અર્થ અભિપ્રેત નથી; ' ઉપર જણાવ્યા મુજબ “કરાવવું” અર્થ અભિપ્રેત છે. . - આ ગાથામાં શ્રી જિનાલય કરાવતી વખતના વિધિનો, ભૂમિ, દલ [અવયવ-અંગ-સામગ્રી]; કર્મકર [મજૂર વગેરે) અને સ્વપરિણામઃ આ ચારને આશ્રયી વિચાર કર્યો છે. શ્રી જિનમંદિર જે ભૂમિ ઉપર બંધાવવાનું છે તે ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. ગમે તે અશુદ્ધભૂમિ ઉપર શ્રીજિનાલયનું નિર્માણકાર્ય Page #181 -------------------------------------------------------------------------- ________________ થાય નહિ. શુદ્ધ ભૂમિનું સ્વરૂપ આગળની ગાથામાં વર્ણવાશે. શ્રી જિનાલયના નિર્માણ માટે કાષ્ઠ, ઈટો વગેરે દલની અપેક્ષા છે. એનું પણ સ્વરૂપ હવે પછી આગળની ગાથામાં જણાવાશે. શ્રી જિનમંદિરના નિર્માણકાર્ય માટે જે માણસો રાખ્યા હોય, તેને ઉચિત પગાર વગેરે આપવો જોઈએ, અને મર્યાદિત જ કામ તેમની પાસેથી લેવું જોઈએ. અલ્પવેતન અને અમર્યાદિત કામ લેવા વગેરે દ્વારા તેમને ઠગવાનું ઉચિત નથી. આવી જ રીતે જે પરિણામથી શ્રી જિનાલયના નિર્માણની શરૂઆત કરી હોય તે પરિણામ ઉત્તરોત્તર વધવા જોઈએ. આ પ્રમાણે શ્રી જિનાલયના નિર્માણ અંગે સંક્ષેપથી વિધિ કહ્યો છે. આ સંક્ષિપ્ત વિધિની પણ ઉપેક્ષા આજે મોટા ભાગે થતી જોવા મળે છે. પૂર્વે જણાવ્યા મુજબ દરેક અનુષ્ઠાનમાં વિધિનો આગ્રહ હોવો જોઈએ. વિધિની ઉપેક્ષા, વસ્તુતઃ શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાની જ ઉપેક્ષા છે. આજ્ઞાની અવગણના કરવા પૂર્વકની કોઈ પણ પ્રવૃત્તિ તેના ફળને પ્રાપ્ત કરાવનારી નહીં બને. પરમતારક શ્રી જિનાલય જ જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ન બને ત્યારે કેવી વિચિત્રતા વર્તાય છે - એ સમજી શકાય છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની આરાધના માટેનું પરમ આલંબન જ જો આજ્ઞાની અવગણનાપૂર્વક બંધાય તો એ પરમતારક આલંબન ભવથી તારનારું કઈ રીતે બને - એ વિચારવું જોઈએ. શાસ્ત્રવિહિત વિધિની ઉપેક્ષા કોઈ પણ રીતે હિતાવહ નથી. સંક્ષેપથી વર્ણવેલા વિધિપૂર્વક શ્રી જિનાલયનું નિર્માણ થાય તો ચોક્કસ જ યોગ્ય આત્માઓને Page #182 -------------------------------------------------------------------------- ________________ તરવા માટેનું એક સુંદર આલંબન પ્રાપ્ત થશે. છેદ-૩ * શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય - સંબંધી વિધિમાં શુદ્ધભૂમિનું સ્વરૂપ જણાવાય છે - शुद्धा तु वास्तुविद्याविहिता सन्न्यायतश्च योपात्ता । न परोपतापहेतुश्च सा जिनेन्द्रैः समाख्याताः ॥६-४॥ “જે ભૂમિ વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ નથી; સમ્યગ્નીતિથી પ્રાપ્ત કરેલી હોય અને પ્રાપ્ત કરતી વખતે કે કર્યા પછી બીજા લોકોને પીડાનું કારણ બની ન હોય એ ભૂમિને શ્રી જિનાલયના નિર્માણ માટે શ્રી જિનેશ્વરદેવોએ શુદ્ધ જણાવી છે.”- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે જે ભૂમિ લેવાની છે; તે ભૂમિ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ સુગંધી માટીવાળી અને અસ્થિ હાડકાંવગેરે શલ્યથી રહિત હોવી જોઈએ. સુગંધી માટીવાળી પૃથ્વીને છોડીને અન્ય; ખરાબ ગંધવાળી માટી વગેરે જેમાં છે તેમ જ અસ્થિ વગેરે શલ્ય જેમાં છે એવી ભૂમિ વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રી જિનમંદિર માટે અશુદ્ધ મનાય છે. એવી ભૂમિમાં શ્રી જિનમંદિરનું નિર્માણ કરાય નહિ. મંદિર માટે જ્યારે ખનનવિધિ કરાય ત્યારે જે ભૂમિમાં પાણી નીકળે નહિ તે ભૂમિ પણ શુદ્ધ મનાતી નથી. આવા વખતે ભૂમિની શુદ્ધિ વાસ્તુશાસ્ત્રના જ્ઞાતાઓ જે પ્રમાણે કહે તેમ કરી લેવી જોઈએ. પૂ. સાધુભગવંતો માટે એવી મર્યાદા ન હોવાથી ખૂબ જ ચીવટથી પોતાની મર્યાદાનું તેઓએ Page #183 -------------------------------------------------------------------------- ________________ પાલન કરવું જોઈએ. શ્રી જિનાલય માટે જ્યારે ભૂમિ ખરીદવાની હોય અથવા તો બીજી કોઈ રીતે ભેટ વગેરે દ્વારા મેળવવાની હોય ત્યારે ન્યાય-નીતિપૂર્વક મેળવવી જોઈએ. માયા, અસત્ય કે ચોરી વગેરેનો પ્રયોગ કરીને મેળવેલી ભૂમિ શુદ્ધ નથી. ભૂમિના માલિક-શ્રીમંતને ગમે તે કહીને, છેતરીને કે તેનો વિશ્વાસઘાત કરીને પ્રાપ્ત કરેલી ભૂમિ શ્રી જિનાલય માટે ઉચિત નથી. શુદ્ધ ભૂમિ પણ કાયદાકીય દૃષ્ટિએ પણ પરિશુદ્ધ હોવી જોઈએ. આ રીતે મેળવેલી ભૂમિ ઉપર શ્રી જિનાલય બંધાવતી વખતે તે ભૂમિની આસપાસ રહેનારા પાડોશી વગેરેને સત્તાપ થતો હોય તો, તે જગ્યા ઉપર શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું ના જોઈએ. આવી ભૂમિ એ માટે શુદ્ધ મનાતી નથી. શક્ય પ્રયત્ન એ જગ્યાની આસપાસ રહેનારા લોકોના સન્તાપનો પરિહાર કરીને જ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું મુનીન્દ્ર શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે. શ્રી જિનાલયના નિર્માણ માટે જે રીતે ભૂમિ મેળવવાનું અહીં વર્ણવ્યું છે - એ જોતાં વર્તમાનમાં ચાલતી રીતભાતની વિચિત્રતાનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. મુમુક્ષુ આત્માઓએ ઉપર જણાવેલી શુદ્ધ ભૂમિને પ્રાપ્ત કરીને શ્રી જિનાલયનું નિર્માણ કાર્ય કરવું જોઈએ. ગમે તે જગ્યામાં, ગમે તે રીતે પ્રાપ્ત કરેલી જગ્યામાં કે પરને પીડા ઉપજાવનારી જગ્યામાં દેરાસર બંધાવવાનું ઉચિત નથી. II -૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ દેરાસરના નિર્માણ માટે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધભૂમિને પ્રાપ્ત કરવાનું શા માટે જણાવાય છે, એકાંતે કલ્યાણકારી શ્રી જિનાલય અનુકૂળતા મુજબ કોઈ પણ ભૂમિ ઉપર બંધાવાય તો તેમાં કયો દોષ છે ..આ શંકાનું સમાધાન કરાય છે - शास्त्रबहुमानतः खलु सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः । परपीडात्यागेन च विपर्ययात् पापसिद्धिरिव ॥६-५॥ ચોથી ગાથામાં જણાવ્યા મુજબ દેરાસર બંધાવવા માટે શુદ્ધભૂમિ પ્રાપ્ત કરવાથી “શાસ્ત્ર પ્રત્યેના બહુમાનના કારણે, સતુચેષ્ટાના કારણે અને પરપીડાનો ત્યાગ કરવાના કારણે; શાસ્ત્ર પ્રત્યે બહુમાનાદિના અભાવથી જેમ પાપની સિદ્ધિ થાય છે તેમ ધર્મની સિદ્ધિ થાય છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે કે, શ્રી જિનાલયના નિર્માણ માટે ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ ભૂમિને ગ્રહણ કરવાથી શ્રી જિનાલયના નિર્માણ - કાર્ય - સંબંધી વિધિને જણાવનારા વાસ્તુશાસ્ત્ર પ્રત્યે બહુમાન થવાથી જ ધર્મની સિદ્ધિ થાય છે. શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન ધર્મસિદ્ધિનું મુખ્ય કારણ છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણવ્યા મુજબની શુદ્ધભૂમિને પ્રાપ્ત કરવાનો પરિણામ, વાસ્તુશાસ્ત્ર પ્રત્યેના બહુમાન વિના શક્ય નથી. આજે મોટા ભાગે ધર્મ કરતી વખતે શાસ્ત્ર પ્રત્યે બહુમાન હોતું નથી. શાસ્ત્રને સમજ્યા પછી શરૂ થતી ધર્મપ્રવૃત્તિ વખતે શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન લગભગ નષ્ટ થતું જોવાય છે. કારણ ગમે તે હોય પરંતુ આ એક સાચી હકીકત છે. શાસ્ત્ર પ્રત્યેના બહુમાનનો અભાવ; અવિધિપૂર્ણ નથી હોતું નથી પ્રત્યેનું રન આ વિધિપૂર્ણ Page #185 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું કારણ છે. ધર્મની સિદ્ધિ, વિધિના પાલનથી થાય છે અને વિધિનું પાલન વિધિને જણાવનારા શાસ્ત્ર પ્રત્યેના બહુમાનથી જ શક્ય છે. ઉપર જણાવ્યા મુજબ વાસ્તુશાસ્ત્રપ્રસિદ્ધ શુદ્ધભૂમિ જેની પાસેથી મેળવવાની છે એ વ્યક્તિનો પરાભવ [નીચવૃત્તિ] ન થાય એ માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. એવા પ્રયત્નને અહીં સચેષ્ટા તરીકે વર્ણવ્યો છે. શ્રી જિનાલય માટે જે ભૂમિ મેળવવી છે; એના સ્વામીને સહેજ પણ શરમમાં પાડ્યા વિના કે નીચું જોવાનું થાય-એમ કર્યા વિના એમની પાસેથી જગ્યા મેળવવી જોઈએ. પૂર્ણ ઉદારતાપૂર્વક ભૂમિ મેળવવી જોઈએ. “મંદિર માટે જગ્યા જોઈએ છે; વ્યાજબી હોય તેટલું લેશો; તમને પણ લાભ મળશે..” વગેરે જણાવીને ભૂમિના સ્વામીને અભિભૂત [કશું જ બોલી ના શકે બનાવવાનું ઉચિત નથી. સ્વામીની પ્રસન્નતા અને ઉલ્લાસ વધે તેવી રીતે જગ્યા મેળવવી જોઈએ. આવી રીતે જ શ્રી જિનાલયની ભૂમિની આસપાસ રહેનારા લોકોને પીડા ન થાય-એવું કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે ભૂમિમાં દેરાસર બાંધવાનું છે, એ જગ્યાની આજુબાજુ રહેનારા લોકોને ભવિષ્યમાં મંદિરના કારણે પીડા થવી ના જોઈએ. તેથી એવા લોકોની તે તે પ્રકારની પીડાનો પરિહાર કરવા તત્પર રહેવું જોઈએ. વર્તમાનમાં તેમને જે પીડા હોય તેને દૂર કરવી જોઈએ અને ભવિષ્યમાં બીજી કોઈ તકલીફ ન થાય એ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ-આ પ્રમાણે કરવાથી ધર્મની સિદ્ધિ થાય છે. શાસ્ત્ર ૧૮૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે બહુમાન ન રાખીએ; અસતુચેષ્ટા માલિકનો પરાભવ વગેરે) કરીએ અને મંદિરની જગ્યાની આસપાસ રહેનારા લોકોને પીડા ઉપજાવીએ તો જેમ અધર્મની સિદ્ધિ થાય છે, તેમ તેના વિપર્યયથી [શાસ્ત્ર પ્રત્યેના અબહુમાનાદિના વિરુદ્ધ શાસ્ત્રબહુમાન, સચેષ્ટા અને પરપીડાપરિહારથી ઘર્મની સિદ્ધિ થાય છે-એ સમજી શકાય છે. જેનો વિપર્યય વિરોધી પાપનું કારણ બને, તેનાથી ઘર્મની સિદ્ધિ થાય - એ ન્યાયસંગત છે. શાસ્ત્રબહુમાનાદિનો વિપર્યય (શાસ્ત્ર - અબહુમાનાદિ] અધર્મ-પાપનું કારણ હોવાથી શાસ્ત્ર-બહુમાનાદિ ધર્મનાં કારણ છે - એ સ્પષ્ટ છે. કોઈ પણ રીતે મુમુક્ષુ આત્માઓએ ઘર્મની સિદ્ધિ માટે શાસ્ત્રબહુમાનાદિમાં પ્રયત્નશીલ બનવું જોઈએ-એ પાંચમી ગાથાનો પરમાર્થ છે. ll -પા ઉપર જણાવ્યા મુજબ શાસ્ત્રબહુમાનાદિથી જ ધર્મસિદ્ધિ થાય છે, એવું નથી, બીજા પણ ધર્મસિદ્ધિનાં અંગ છે - તે જણાવે છે.तत्रासन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो नियमाद् बोध्यङ्गमयमस्य ॥६-६॥ “પરમતારક શ્રી જિનાલયના નિર્માણની શરૂઆત કરતી વખતે, તે જગ્યાએ ઉપસ્થિત જનને, તે સંબંધી ન હોય તોપણ દાન, માન અને સત્કાર દ્વારા કુશલ આશયવાળો કરવો જોઈએ. એ કુશલાશય, નિયમે કરી ચોક્કસ તે જનને બોધિ-સમ્યગ્દર્શનનું અંગ બને છે.”- આ પ્રમાણે છઠ્ઠી Page #187 -------------------------------------------------------------------------- ________________ ગાથાનો સામાન્યર્થ છે. આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યનો જે. વખતે પ્રારંભ કરાય ત્યારે ત્યાં નજીકમાં રહેલા જનોને અન, પાન અને વસ્ત્ર વગેરેનું દાન આપવું જોઈએ. તેઓને તેઓ પોતાની પાસે આવે ત્યારે ઊભા થવું, સામે જવું વગેરે દ્વારા માન આપવું અને તેમનો બેસવા માટે આસન વગેરે આપવા દ્વારા સત્કાર કરવો. આવી દાનાદિની પ્રવૃત્તિના કારણે તેઓને “આ જૈનધર્મ ધન્ય છે કે જ્યાં આવા પ્રકારનું અમારા જેવાનું ઔચિત્ય કરાય છે”- આવી જાતિનો પ્રશંસા કરવા સ્વરૂપ શુભ પરિણામ ઉત્પન્ન થાય છે અને એ પરિણામથી જણાતો - એવો કુશલ પરિણામ-આશય તેઓને પ્રાપ્ત થાય છે. આ કુશલ આશય તે જનોને નિયમે કરી શ્રીસમ્યગ્દર્શનનું અંગ [કારણ બને છે. આ રીતે પરોપકાર કરવાના ગુણને લઈને શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરાવનારને મહાન લાભ થાય છે. અંતે પરોપકાર પણ સ્વાર્થસિદ્ધિમાં જ પરિણમે છે. ઈત્યાદિ સારી રીતે પરિભાવવું જોઈએ.. I - પૂર્વે ત્રીજી ગાથામાં ર ર રારિ...'- આ પ્રમાણે શ્રી જિનાલય બંધાવવા અંગે વિધિદ્વારા જણાવ્યું હતું, તે વિધિ જણાવાય છે - दलमिष्टकादि तदपि च शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत्स्यादानीतं चैव विधिना तु ॥६-७॥ . “શ્રી વીતરાગપરમાત્માના પરમતારક મંદિરના નિર્માણ Page #188 -------------------------------------------------------------------------- ________________ માટે આવશ્યક જે ઈટો અને પાષાણ વગેરે દ્રવ્ય છે તેને અહીં “દલ” કહેવાય છે. તે દ્રવ્યને જે બતાવનારા છે તેઓના સમુદાય પાસેથી ઉચિત મૂલ્ય-કિંમત આપીને ખરીદ કરેલું અને પોતાને ત્યાં વિધિપૂર્વક લાવેલું જે દલ [ઈટો વગેરે) છે તે અહીં શુદ્ધ દલ છે.”- આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે શ્રી જિનભવનના નિર્માણ માટે જે ઈટો વગેરે દ્રવ્ય આવશ્યક છે, તેને શ્રી જિનભવનનું ઉપાદાન કહેવાય છે. આ ઉપાદાનસ્વરૂપ “દલ” શુદ્ધ જ હોવું જોઈએ. અશુદ્ધ દલથી દેરાસરજીનું નિર્માણ કરાય નહિ. - દલની શુદ્ધિનું નિરૂપણ કરતાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે શ્રીજિનભવનના નિર્માણ માટે જે ઈટો, પાષાણ, ચૂનો કે કાષ્ઠ વગેરે સામગ્રી જોઈએ તે તેના ઉત્પાદકોના સમુદાય પાસેથી મેળવી લેવી. પરંતુ જાતે બનાવવી કે બનાવરાવવી નહિ અને કોઈ એક જ વ્યક્તિ પાસેથી ખરીદવી નહિ, જેથી વધારે આરંભ-સમારંભ કરવા કે કરાવવાનો પ્રસંગ આવે નહીં. સામગ્રીની ખરીદી વખતે પણ ઉચિત મૂલ્ય આપીને સામગ્રી ખરીદવી. મૂલ્ય અંગે કોઈ કચકચ કરવી નહિ. દેરાસર માટે જોઈએ છે; વ્યાજબી લેજો.” વગેરે જણાવી ઓછી રકમથી સામગ્રી મેળવવાનો કોઈ પણ પ્રયત્ન કરવો નહિ. શક્ય પ્રયત્ન ઉદારતાપૂર્વક ખૂબ જ ઉલ્લાસથી સામગ્રી મેળવવી જોઈએ. સામગ્રીના ઉત્પાદકોનું સહેજ પણ મન કચવાય નહિ-એનો ખ્યાલ રાખવો. - ઉપર જણાવ્યા મુજબ ખરીદ કરેલી સામગ્રી પણ શ્રી જિનભવની ભૂમિ. સુધી લઈ જતી વખતે ઉચિત-વિધિપૂર્વક Page #189 -------------------------------------------------------------------------- ________________ લઈ જવી જોઈએ. ભાર વહન કરનારા મજબૂર કે બળદ વગેરેને પીડા થાય નહિ-એમ સહજ રીતે સામગ્રીને લઈ જવી. અતિશય ભારનું આરોપણ કરી ઓછા ફેરામાં માલસામાન લઈ જવાનું હિતાવહ નથી. આ ગાથામાં જણાવેલી વિગતનો કદાગ્રહ વિના થોડો વિચાર કરવાથી સમજાશે કે - પ્રાચીન સંસ્કૃતિ; પર્યાવરણ; અનિવાર્ય હિંસા અને અલ્પપાપમય જીવન વગેરેના નામ નીચે વર્તમાનમાં જે ઉપદેશ અપાય છે-તે કેટલો યોગ્ય છે. પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે પણ સામગ્રી બનાવવાનો જ્યાં નિષેધ છે અને જેમ બને તેમ આરંભાદિની નિવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યાં પોતાની જીવનજરૂરિયાત માટે ખેતી વગેરે કરવાનો ઉપદેશ પૂ. મુનિભગવંતો કે શ્રાવકો કઈ રીતે આપી શકે ?, આ વિષયમાં ખૂબ જ વિવેકપૂર્વક વર્તવાની જરૂર છે. તૈયાર વસ્તુના ઉપયોગથી અનુમોદનાનું પાપ જણાવી પોતાની દૃષ્ટિએ શુદ્ધ વસ્તુના ઉત્પાદનમાં કોઈ દોષ નથી, પણ ધર્મ છે-એમ તેઓ જણાવે છે-એ ખૂબ જ વિચિત્ર છે. પર્યાવરણના રક્ષક આ ઉપદેશકોની આવી તો કંઈકેટલીય વિચિત્ર વાતો છે, જે મેં અન્યત્ર જણાવી છે. અહીં એ જણાવવાનો અવસર નહિ હોવાથી; જણાવ્યું નથી. છતાં પ્રસંગે એ બધું જણાવવાનો વિચાર છે જ. વર્તમાનમાં તો પર્યાવરણની રક્ષામાં ઓતપ્રોત બનેલાઓને ખૂબ જ મજબૂત પીઠબળ હોવાથી પ્રતીકાર અર્થહીન બની રહ્યો છે. વ્યક્તિ કરતાં શાસનનું મૂલ્ય જ્યારે હીન અંકાય છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાય છે: મુમુક્ષુ આત્માઓ ૧૮૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ આવી કોઈ વિચિત્ર વાતોમાં આવી જાય નહિ એ માટે પ્રસંગે પ્રતીકાર કરવાનું અનિવાર્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગને હાનિ પહોંચાડવાનું યોજનાબદ્ધ કાર્ય કરવા આજે અમુક વર્ગ જ્યારે પ્રયત્નશીલ બન્યો હોય ત્યારે શક્તિ મુજબ તેને અટકાવવાનું ખૂબ જ અગત્યનું છે. સમર્થોની ઉદાસીનતા પરમતારક શાસનને ખૂબ જ હાનિ પહોંચાડશે - એમાં કોઈ શંકા નથી. એક રીતે વિચારીએ તો સમજાશે કે સમર્થ ઉપદેશકોની ઉદાસીનતાએ માર્ગને જે નુકસાન પહોંચાડ્યું છે; તેટલું નુકસાન અયોગ્યોની પ્રવૃત્તિએ કોઈવાર પહોંચાડ્યું નથી. - હવે દલસંબંધી વિધિમાં દલવિશેષને આશ્રયી વિધિ જણાવાય છે - दापि च शुद्धमिह यत्नानीतं देवताग्रुपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चै ग्रन्थ्यादिरहितं च ॥६-८॥ દેવતાદિના ઉપવનાદિથી પ્રયત્નપૂર્વક લાવેલું, સીધું, મજબૂત, નવું અને ગાંઠ વગેરેના દોષથી અત્યંત શૂન્ય જે કાષ્ઠ છે તે શ્રી જિનાલયના નિર્માણ માટે શુદ્ધ જાણવું.”- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે જે કાષ્ઠ ઉપયોગમાં લેવાનું છે તે કાષ્ઠ દેવી અને દેવની નજીકમાં રહેલા વનમાંથી પ્રયત્નપૂર્વક લાવેલું હોવું જોઈએ. એ કાષ્ઠ પ્રાપ્ત કરતી વખતે વનના સ્વામી દેવ-દેવીને આરાધનાથી Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન કરી તેમની અનુમતિ પ્રાપ્ત કરી તે કાષ્ઠ લેવું જોઈએ. આવી જ રીતે જે વનમાં તિર્યંચો [પશુઓ રહેતા હોય અથવા જે મનુષ્યોના માલિકીનું વન હોય તે તિર્યંચોને તકલીફ ન પડે-એ રીતે અને તે મનુષ્યોની સંમતિપૂર્વક કાષ્ઠ લાવવું જોઈએ. ગમે તેમ લાવવાથી અનેક જાતના ઉપદ્રવોની સંભાવના રહે છે. . ઉપર જણાવ્યા મુજબ કાષ્ઠ લાવતી વખતે એનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે કાષ્ઠ પ્રગુણ-સીધું હોવું જોઈએ. વાંકું કાષ્ઠ શ્રી જિનાલય માટે ન ચાલે. પ્રગુણ-સરળ કાષ્ઠ પણ ખેરના લાકડાની જેમ સ્થિર અને મજબૂત હોવું જોઈએ. મજબૂત-સ્થિર કાષ્ઠ પણ નવું-તાજું હોવું જોઈએ, જીર્ણ થયેલું નહિ હોવું જોઈએ. અને આ કાષ્ઠ ગાંઠ વગેરે દોષોથી તદ્દન રહિત હોવું જોઈએ. બળેલું કે ગાંઠવાળું કાષ્ઠ શ્રી જિનમંદિરના નિર્માણ માટે વપરાય નહિ-એનો ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ. -૮ સાતમી ગાથામાં “દલ” [સામગ્રી વિધિપૂર્વક લાવેલું હોવું જોઈએ એમ જણાવ્યું છે, તે વિધિને જણાવાય છે - सर्वत्र शकुनपूर्व ग्रहणादावत्र वर्तितव्यमिति । पूर्णकलशादिरूपश्चित्तोत्साहानुगः शकुनः ॥६-९॥ શ્રી જિનાલય માટે ઈટો વગેરે લેતી વખતે તેમ જ લાવવા વગેરે વખતે બધે શકુન જોઈને પ્રવૃત્તિ કરવી જોઈએ. પાણીથી ભરેલ કળશાદિ શુભ વસ્તુઓ બાહ્યશકુન છે અને Page #192 -------------------------------------------------------------------------- ________________ ચિત્તના ઉત્સાહ-ઉલ્લાસનું અનુસરણ એ આંતરશકુન છે.”આ પ્રમાણે નવમી ગાથાનો સામાન્યાર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે શકુન જોઈને તે તે કાર્ય કરવામાં આવે છે. એવી રીતે શ્રી જિનાલયના નિર્માણ માટે ઈટો વગેરે સામગ્રીને લેતી વખતે, લાવતી વખતે અને તેનો ઉપયોગ કરતી વખતે પણ શકુન જોઈને તે તે પ્રવૃત્તિ કરવી જોઈએ. શકુન જોયા વિના પ્રવૃત્તિ કરવાનું હિતાવહ નથી. ગાથાનાં ત્રીજા-ચોથા પદથી અહીં શકુનનું વર્ણન કર્યું છે. પાણીથી ભરેલો ઘડો, દહીં, ચોખા, દૂર્વાદાસ અને માથે ઊંચકેલી માટી વગેરેને બાહ્યશકુન કહેવાય છે. ચિત્તના ઉત્સાહને અનુસરનારું આંતરશકુન છે, જેનું વર્ણન મનઃપ્રત્યયાનુસારીરૂપે અન્ય ગ્રંથમાં કર્યું છે. ચિત્તોત્સાહના અનુસરણથી અહીં પૂ. ગુરુભગવંતના વચનના અનુસરણને પણ સમજી લેવું. કહેવાનો આશય એ છે કે યોગબિંદુ વગેરે ગ્રંથમાં આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શકુનપ્રત્યય-આ ત્રણ પ્રત્ય[પ્રતીતિ]થી સામાન્ય રીતે કરવા ધારેલા કાર્યની સિદ્ધિનું જ્ઞાન થાય છે એમ જણાવ્યું છે. આપણે જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય એ કાર્ય કરવાનું પૂ. ગુરુભગવંત પણ ફરમાવે અને કાર્યના પ્રારંભે ઉપર જણાવ્યા મુજબ શુભ શકુનો પ્રાપ્ત થાય, ત્યારે આપણે જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય તે કાર્ય પ્રાયઃ ચોક્કસ જ સિદ્ધ થશે-એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન અનુક્રમે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને શકુનપ્રત્યયથી થયેલું જણાય છે. આથી વિપરીત રીતે, કોઈ વાર આપણે જે કાર્ય કરવાનો નિર્ણય Page #193 -------------------------------------------------------------------------- ________________ કરીએ ત્યારે તે કાર્ય કરવાનો પૂ. ગુરુદેવશ્રી નિષેધ કરે; કોઈવાર પૂ. ગુરુદેવશ્રી જે કાર્ય કરવા અંગે આપણને ઉપદેશ આપે ત્યારે તે કાર્ય કરવાનો આપણને ઉત્સાહ ન હોય. અને કોઈવાર એ બંન્ને હોય પરંતુ ત્યારે શકુનો સારાં ન થાયઆવું બનતું હોય છે. આવા વખતે કાર્યસિદ્ધિ થશે જ એવું જણાતું નથી. આથી સમજી શકાશે કે ત્રણ પ્રકારના ઉપર જણાવ્યા મુજબના પ્રત્યયોથી જ કાર્યસિદ્ધિની ઈચ્છાવાળા મુમુક્ષુ આત્માઓએ તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા કાર્યની સિદ્ધિ સંદેહયુક્ત બનશે.. lls-el *** શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ભૃતકો[નોકરો]ને ઠગવા નહિ-આ પ્રમાણે ત્રીજી ગાથાથી જણાવ્યું છે; એ વિષયમાં ભૃતકો કેવા હોય છે... ઈત્યાદિ જણાવાય છે - भृतका अपि कर्त्तव्या य इह विशिष्टाः स्वभावतः केचित् । यूयमपि गोष्ठिका इह वचनेन सुखं तु ते स्थाप्याः ॥६-१०॥ પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે કડિયા-માર વગેરે નોકરો તરીકે તેને રાખવા કે જેઓ સ્વભાવથી જ લોકમાં વિશિષ્ટગુણવાળા હોય; આવા ભૃતકો[નોકરોકર્મચારીઓ]ને નોકર માન્યા વિના ‘તમે પણ અમારી જેમ શ્રી જિનાલયના બાંધકામમાં સહાયક છો' એમ કહીને તેઓને સુપ્રસન્ન રાખવા- આ પ્રમાણે દસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-શ્રી જિનાલયના નિર્માણકાર્ય જેવા લોકોત્તરકાર્ય માટે કામ કરનારા[કર્મકર]ઓની ૧૯૦ Page #194 -------------------------------------------------------------------------- ________________ જરૂર પડે જ. આવા લોકોત્તરકાર્ય માટે, સામાન્ય રીતે લોકવ્યવહાર[સદાચાર, વિનય, વ્યસનરહિતતાવગેરેને આશ્રયીને જેઓ વિશિષ્ટ છે-એવા લોકોને નિયુક્ત કરવા જોઈએ. ગમે તેવા માણસોને નિયુક્ત કરવાથી શ્રી જિનાલયનું કાર્ય હિતકર નહીં બને. આ રીતે લોકવ્યવહારથી વિશિષ્ટ એવા કર્મકારોને પણ “તેઓ પગારદાર નોકરો છે'- એવું માન્યા વિના તેઓ પોતાની જેમ જ શ્રી જિનાલયના નિર્માણમાં સહાયક છે-એમ માનવા પૂર્વક તે લોકોને તે વચનો દ્વારા સુખપૂર્વક શ્રી જિનાલયના કાર્ય માટે નિયુક્ત કરવા જોઈએ. આમ કરવાથી તે લોકોને આપણે જે કાર્ય કરવા માટે જોડ્યા છે, તે કાર્ય તેઓ સારી રીતે ઝડપથી પૂર્ણ કરવા શક્તિમાન બને છે. વર્તમાનમાં જે રીતે કર્મચારીઓ પાસે કામ લેવાય છે-એનું વર્ણન થાય એવું નથી. આવી પરિસ્થિતિમાં આ ગાથામાં જણાવેલી વિગત ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ સંયોગોમાં એ તરફ દુર્લક્ષ્ય કરવાનું ઉચિત નથી. કરોડોના ખર્ચે તૈયાર થયેલા શ્રી જિનાલયના નિર્માણ વખતે પણ આ વાત ધ્યાનમાં લેવાનું અનિવાર્ય મનાતું હોય એમ જોવા મળતું નથી. ઔદાર્યાદિગુણોને કેળવ્યા વિના ઉપર જણાવેલી વાતનું પાલન શક્ય નથી. માણસ કોણ છે એનો વિચાર કરવાના બદલે, કામ કર્યું છેતે વિચારવું જોઈએ. કાર્યના કારણે માણસનું મહત્ત્વ છે, માણસના કારણે કાર્યનું મહત્ત્વ નથી. “શ્રી જિનાલયના નિર્માણ માટેના આ કારીગરો છે'- આવું વિચારવાના બદલે આ લોકો શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરી રહ્યા છે' - આ Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે વિચારવું જોઈએ.. -૧૦ હવે મૃતકોના અનતિસંધાનન ઠગવું તેનું સ્વરૂપ જણાવાય છે - अतिसंधानं चैषां कर्त्तव्यं न खलु धर्ममित्राणाम् । न व्याजादिह धर्मो भवति तु शुद्धाशयादेव ॥६-११॥ . ધર્મમિત્ર સ્વરૂપ આ મૃતકોનું [કારીગરાદિનું અતિસંધાન નહિ કરવું જોઈએ. કારણ કે અહીં-શુભકાર્યપ્રસંગે છળ-કપટ નહિ કરવાથી જ ધર્મ થાય છે. છળકપટ કરવાથી ધર્મ થતો નથી.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણ સ્વરૂપ શુભકાર્યના પ્રસંગે જે કર્મકારોને રાખ્યા હોય તે કર્મકારોને ઠગવા નહિ. ઓછો પગાર આપીને વધારે કામ લેવું, શક્તિ ઉપરાંત કામ લેવું, પ્રતિકૂળતામાં પણ રજા આપવી નહિ અને કોઈવાર તેઓ કામ પર આવ્યા ન હોય તો તેમનો પગાર કાપી લેવો. વગેરેને “મૃતકોનું અતિસંધાન” કહેવાય છે. પરમતા૨ક શ્રી જિનાલયના નિર્માણ-કાર્ય જેવા લોકોત્તરશુભકાર્યપ્રસંગે એવું ભૂતકોનું અતિસંધાન વિંચનઠગવું તેવું કરવું નહિ. ઘર્મના સહાયક હોવાથી જે કારીગરો વગેરે ધર્મમિત્રો છે, તેમના અતિસંધાનથી ધર્મની પ્રાપ્તિ ન થાય. કર્મકરોના અવંચન સ્વરૂપ શુદ્ધાશયથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. એવા શુદ્ધાશયની પ્રાપ્તિ માટે પરમતારક શ્રી જિનાલયની તારકતા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને હૃદયની Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં મોટા ભાગે દેવદ્રવ્યથી દેરાસરો બંધાતાં હોવાથી શ્રદ્ધા અને ઉદારતાની વાત કરવાની રહેતી નથી. નૂતન શ્રી જિનાલયના નિર્માણ માટે દેવદ્રવ્યનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઈએ. આજે જે રીતે દેવદ્રવ્યથી શ્રી જિનાલયનાં નિર્માણકાર્યો થઈ રહ્યાં છે-તે અંગે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. જીર્ણોદ્ધારના કાર્ય વખતે પણ જે રીતે ઉપેક્ષા સેવાય છે-એ સર્વથા અનુચિત છે. ઉદારતાનો અર્થ એ નથી કે નિષ્કાળજીપણે બેફામ ખર્ચ કરવો. પોતાના પૈસાની જેમ જ ચીવટથી દેવદ્રવ્યના પૈસાથી જીર્ણોદ્ધારનું પણ કાર્ય કરવું જોઈએ... II-૧૧ આ પૂર્વે ત્રીજી ગાથાથી શ્રી જિનાલયના નિર્માણ વખતે “સ્વાશયવૃદ્ધિ કરવાનું જણાવ્યું હતું, તેમાં સ્વાશય નું સ્વરૂપ જણાવાય છે - देवोद्देशेनैतद् गृहिणां - कर्त्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते. तज्ज्ञैः ॥६-१२॥ શ્રી તીર્થંકરદેવની ભક્તિને ઉદ્દેશીને જ આ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય ગૃહસ્થોએ કરવું જોઈએ. પરંતુ આ લોક સંબંધી માન-પાનાદિ ફળ અને પરલોકસંબંધી ઈદ્રાદિપદની પ્રાપ્તિ વગેરે ફળને ઉદ્દેશીને શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું ના જોઈએ. નિયાણાથી રહિત એ અત્યંત શુદ્ધ ભાવને સ્વાશયના જાણકારોએ “સ્વાશય-શુભાશય' તરીકે વર્ણવ્યો છે Page #197 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે શ્રી જિનાલયનું નિર્માણકાર્ય ગૃહસ્થોએ કરવાનું છે. આવશ્યકતા મુજબ શાસ્ત્રીય માર્ગદર્શન પૂ. આચાર્યભગવંતાદિ પાસેથી મેળવવું જોઈએ. શ્રી જિનાલયના નિર્માણનો અધિકાર ગૃહસ્થોને છે, પૂ. આચાર્યભગવંતાદિ મહાત્માઓને એનો અધિકાર નથી. ગૃહસ્થોએ આવું લોકોત્તરકાર્ય પણ માનપાનાદિ કે ઈન્દ્રાદિપદની ભવાન્તરે પ્રાપ્તિ વગેરે ફળના ઉદ્દેશથી કરવું ન જોઈએ. માત્ર શ્રી જિનેશ્વરદેવની ભક્તિના આશયથી જ શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય કરવું જોઈએ. આ લોક કે પરલોકસંબંધી કોઈ પણ જાતના ફળ સંબંધી આશયવિશેષસ્વરૂપ નિયાણાથી રહિત જે અત્યંત શુદ્ધ પરિણામ છે; તેને અહીં શુભાશયસ્વરૂપ ચાશ' વર્ણવ્યો છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે- “શ્રી પોદશા પ્રવર'... વગેરે ગ્રંથનો આધાર લઈને “સંસારના સુખ માટે ધર્મ જ કરવો જોઈએ”- આ પ્રમાણે જણાવવાનું કેટલું ઉચિત છે. શ્રી જિનાલય; નિયાણારહિત શુભાશયથી બંધાવવું જોઈએ-એમ શ્રી ષોડશપ્રકરણાદિમાં જણાવ્યું છે. અને આવા પરમતારક શ્રી જિનાલયમાં પૂજા વગેરે અનુષ્ઠાનો સંસારસુખના આશય સ્વરૂપ નિયાણાથી પણ કરી શકાય છેએમ આજે કેટલાક ઉપદેશકો જણાવી રહ્યા છે ! ભારે વિચિત્રતા છે અત્યારના એ ઉપદેશકોની. ૬-૧રા, હવે સ્વાશયસંબંધી વૃદ્ધિ જણાવાય છે - Page #198 -------------------------------------------------------------------------- ________________ प्रतिदिवसम॑स्य वृद्धिः कृताकृतप्रत्युपेक्षणविधानात् । एवमिदं क्रियमाणं शस्तमिह निदर्शितं समये ॥६- १३॥ “શ્રી જિનાલયના નિર્માણકાર્યનો આરંભ કર્યા પછી દરેક દિવસે, ‘કેટલું કાર્ય થયું અને કેટલું કાર્ય કરવાનું બાકી છે’-આ પ્રમાણે પ્રત્યુપેક્ષા-વિચારણા કરવા દ્વારા કુશલ આશયની વૃદ્ધિ કરવી જોઈએ. આવી રીતે કરાતું શ્રી જિનાલય, સિદ્ધાંતમાં પ્રશસ્ત જણાવાયું છે.’-આ પ્રમાણે તેરમી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે, શ્રી જિનાલયના નિર્માણનો જ્યારે પણ પ્રારંભ કરીએ ત્યારે દરરોજ એ કુશલ આશયની વૃદ્ધિ [ચઢિયાતા આશય સ્વરૂપ] કરવાની છે. એ માટે શ્રી જિનાલયનું કામ આજે કેટલું થયું અને કેટલું કરવાનું બાકી રહ્યું; તેમ જ આવતી કાલે કે ભવિષ્યકાળમાં પણ કેટલું કરવાનું બાકી છે- આ પ્રમાણે થયેલા અને નહિ થયેલા બંન્ને કાર્યની પ્રત્યુપેક્ષણા કરવી જોઈએ. આ વાતને તેના ફળનું વર્ણન કરવા દ્વારા અન્યત્ર કહ્યું છે કે-“શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારાઓનું પુણ્ય વધે છે. પ્રશમભા[કષાયરહિત અવસ્થા]ને પામેલા તેઓ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. સંયત [ઈદ્રિયોની દાન્ત અવસ્થાદિને પામેલા] તેઓ સ્વર્ગગામી હોય છે.’-આવી વિચારણાથી દરરોજ શ્રી જિનાલયના કાર્યની પ્રત્યુપેક્ષણાથી કરાતું આ શ્રી જિનાલય પ્રશસ્ત છે-આ પ્રમાણે સિદ્ધાંત-શાસ્ત્રમાં જણાવાયું છે. પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજાએ પણ ઉપર જણાવેલી વાતને જણાવતાં ફરમાવ્યું છે કે-કુશલાશયની વૃદ્ધિ ૧૯૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ કરવા માટે પરમતારક શ્રી જિનાલય પ્રત્યેના પ્રતિબંધ-રાગના કારણે કૃતાકૃત કાર્યનું નિરીક્ષણ કરવું જોઈએ. “શ્રી અરિહંતપરમાત્માના મંદિરને જોઈને આજ સુધી અનેક આત્માઓ સદ્ગતિને પામ્યા છે. ભવિષ્યમાં શ્રી અરિહંતપરમાત્માના ધ્યાનથી જેમનાં પાપો ધોવાયાં છે તેઓ સદ્ગતિને પ્રાપ્ત કરશે. આ જિનાલયમાં દર્શન, વંદન, પૂજન..વગેરે સ્વરૂપ યાત્રા અને સ્નાત્ર વગેરે કાર્યો થયાં છે. અને ભવિષ્યમાં થશે એ બધાં કલ્યાણનાં બીજ મને અરિહંતપરમાત્માના ચૈત્યના નિર્માણમાં છે. આ કામ સારું થયું છે; હવે પછી મારે આ કરવાનું છે.’-આ પ્રમાણે શ્રી અરિહંતપરમાત્માના મંદિર સંબંધી ધ્યાન; શ્રાવકને શુભની વૃદ્ધિ માટે થાય છે. હું પહેલાં, હું પહેલાં-આ પ્રમાણે જે યાત્રિકો ભક્તિ કરે છે તેઓ પણ શ્રદ્ધાસંપન્ન આત્માઓના ભાવને વધારે છે જ.”-આ પ્રમાણે ભાવ-આશયની વૃદ્ધિથી કરાતું શ્રી જિનાલય આગમમાં પ્રશસ્ત વર્ણવ્યું છે.. ૬-૧૩॥ *** ઉપર જણાવ્યા મુજબ જે કારણથી શ્રી જિનાલય પ્રશસ્ત જણાવાય છે તે જણાવાય છે - एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् । अभ्युदयाव्युच्छित्त्या नियमादपवर्गबीजमिति ॥६- १४॥ “આ લોકમાં આ શ્રી જિનાલય ભાવયજ્ઞ છે. સદ્ગૃહસ્થના જન્મનું આ પરમફળ છે. સ્વર્ગાદિ સતિના અવિચ્છેદના કારણે ચોક્કસપણે મોક્ષનું આ બીજ છે.’- આ ૧૯૬ Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-તેરમી ગાથામાં જણાવ્યા મુજબ આશયની વૃદ્ધિથી જ્યારે પરમતારક શ્રી જિનાલયના નિર્માણકાર્યની શરૂઆત થાય છે ત્યારે નિર્માણ પામતું આ શ્રી જિનાલય, આ લોકમાં ભાવયજ્ઞ એટલે કે ભાવપૂજાસ્વરૂપ છે. ‘ભાવવજ્ઞ' આ શબ્દમાં યત્ ધાતુ[ક્રિયાપદ]નો અર્થ દેવપૂજા હોવાથી ‘ભાવયજ્ઞ'નો અર્થ ભાવપૂજા થાય છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય બાહ્ય-અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી દ્રવ્યસ્તવ [દ્રવ્યાનુષ્ઠાન] સ્વરૂપ છે, તેથી અહીં તેને ભાવપૂજા સ્વરૂપ કેમ જણાવ્યું છે' ?-આવો પ્રશ્ન થાય-એ બનવાજોગ છે. પરંતુ અહીં નિર્માણ પામતું જિનાલય પૂર્વે જણાવ્યા મુજબ વિધિ અને શુદ્ધિ [દ્રવ્યાદિની શુદ્ધિ] દ્વારા આજ્ઞાની આરાધના સ્વરૂપ છે. તેથી તેવા પ્રકારના ભાવથી ગર્ભિત યુક્ત] હોવાથી શ્રી જિનાલયને અહીં ભાવપૂજાસ્વરૂપ વર્ણવ્યું છે. આ રીતે આશયની વૃદ્ધિ સાથે કરાતું શ્રી જિનાલય ગૃહસ્થજીવનનું પરમ-પ્રધાન ફળ છે. જન્મથી આરંભીને ઉપાર્જેલા ધનનું એ એક જ સારભૂત ફળ છે. એ ફળથી ઉપાર્જેલા વિશિષ્ટ પુણ્યોદયે ભવાંતરમાં સ્વર્ગાદિ સદ્ગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આત્માને પરમપદની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી એનો વિચ્છેદ થતો નહિ હોવાથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય મોક્ષસ્વરૂપ વૃક્ષનું બીજ બની જાય છે. આથી સમજી શકાશે કે દ્રવ્ય [બાહ્ય અનુષ્ઠાનો પણ શ્રી વીતરાગપરમાત્માની . આજ્ઞા મુજબ કરવામાં આવે તો તે ૧૯૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનો ભાવગર્ભિત હોવાથી ભાવાનુષ્ઠાનસ્વરૂપે પરિણમતાં હોય છે. પરમતારક આજ્ઞાની ઉપેક્ષાથી કોઈ પણ અનુષ્ઠાન ભાવસ્વરૂપ નહીં બને, જેથી તે મોક્ષના બીજ સ્વરૂપ નહિ બને- એનો ખ્યાલ દરેક મુમુક્ષુઓએ રાખવો જોઈએ. ગૃહસ્થજનો માટે વિહિત આ શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય, સ્પષ્ટપણે દ્રવ્યસ્તવસ્વરૂપ હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ વિધિ અને આશય-શુદ્ધિ વગેરે પૂર્વકનું હોવાથી તે ભાવગર્ભિત છે....એ યાદ રાખવું. ૫૬-૧૪॥ * * * આ રીતે ઉપર જણાવ્યા મુજબ શ્રી જિનાલયના નિર્માણ અંગેના વિધિને જણાવીને હવે શ્રી જિનાલયસંબંધી વિશેષ જણાવાય છે - देयं तु न साधुभ्यस्तिष्ठन्ति यथां च ते तथा कार्यम् । अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ॥ ६-१५॥ “પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય થયા બાદ તે પૂ. સાધુભગવંતોને આપવું નહિ, પરંતુ અક્ષયનીવિ દેરાસરના નિર્વાહાદિ માટે ભવિષ્યમાં ઉપયોગી બનનાર મૂલધન વડે એવું કરવું કે જેથી ત્યાં પૂ. સાધુભગવંતો રહી શકે. આ રીતે કરવાથી ભવિષ્યમાં થનારા પોતાના વંશીય આત્માઓ માટે આ શ્રી જિનાલય પરમતારક બની શકે છે.’-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. એને સ્પષ્ટપણે વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે એ શ્રીજિનેશ્વરદેવનું મંદિર બંધાવીને પૂ. સાધુભગવંતને ૧૯૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ સાઉભગવત રીતે હ. અરણો . અધિકાર માટે અર્પણ કરવું જોઈએ નહિ. “આ પરમતારક શ્રી જિનાલય તમારું છે; અને એના જીર્ણોદ્ધાર વગેરે તમારે કરવા'..વગેરે જણાવીને શ્રી જિનાલય પૂ. સાધુભગવંતોને ભળાવવાનું નથી, પરંતુ ગૃહસ્થોએ પોતે જ તેની સારસંભાળ લેવા પ્રયત્નશીલ બનવું જોઈએ. શ્રી જિનાલયાદિ ધર્મસ્થાનોની સારસંભાળ લેવાનું કાર્ય દ્રવ્યસ્તવસ્વરૂપ હોવાથી પૂ. સાધુભગવંતો માટે એ વિહિત નથી. મુખ્યપણે ભાવસ્તવના અધિકારી એવા સાધુભગવંતોને; અપવાદનાં કારણો સિવાય દ્રવ્યસ્તવમાં જોડવાનું કોઈ પણ રીતે ઉચિત નથી. આથી સમજી શકાશે કે પૂ. સાધુભગવંતો પોતે જ જો એવા દ્રવ્યસ્તવને કરે તો તે કેટલું ઉચિત છે? વિશિષ્ટ કારણ વિના એવા પ્રકારનો દ્રવ્યસ્તવ પૂ. સાધુભગવંતો ન કરે-એનો ખ્યાલ ગૃહસ્થોએ રાખવો જોઈએ. જે કાર્ય ગૃહસ્થોનું છે એ કાર્ય પૂ. સાધુભગવંતોએ કરવું ના જોઈએ.' આવી રીતે શ્રી જિનાલયનું કાર્ય કરતી વખતે એ ધ્યાનમાં રાખવું કે પૂ.સાધુભગવંતો પોતાના બાલ, વૃદ્ધ વગેરે પૂ. સાધુભગવંતોના પરિવાર સાથે ત્યાં વ્યાખ્યાનાદિ માટે સ્થિરતા કરી શકે એવી વ્યવસ્થા ઉપલબ્ધ બને. આ માટે ચોક્કસ રીતે પૂજાતા ચેત્યાયતમંદિર સંબંધી મૂલધન સ્વરૂપ અક્ષયનવિને શ્રાવકોએ સારી રીતે વધારવી જોઈએ. અને પૂરતા પ્રયત્ન તેનું સંરક્ષણ કરવું જોઈએ. આમ કરવાથી શ્રી જિનાલયના નિર્માણ બાદ તેના જીર્ણોદ્ધારાદિનું કાર્ય ખૂબ જ સુવ્યવસ્થિત થતું હોય છે, જેથી આરાધકોનો સમુદાય પણ સારો એવો આવતો હોય છે. સ્થાનની અનુકૂળતા હોય તો આરાધકવર્ગને શ્રી જિનવાણી-શ્રવણાદિનો અવસર પ્રાપ્ત થઈ Page #203 -------------------------------------------------------------------------- ________________ શકે એવા આશયથી નિર્માણ પામેલા આ સ્થાનમાં બાલ, વૃદ્ધ અને ગ્લાન સાધુઓને તેમ જ શ્રાવક-શ્રાવિકાઓને અનુકૂળતા હોવાથી પૂ. સાધુભગવંતો ધર્મનો ઉપદેશ આપવા માટે રહી શકે છે. આધાકર્માદિ દોષથી રહિત આવા સ્થાનમાં શ્રી જિનાલયની બહાર મંડપાદિમાં પૂ. સાધુભગવંતો ધર્મોપદેશ માટે રહે એમાં કોઈ દોષ નથી. આવા પ્રકારના ચૈત્યસ્વરૂપ શ્રેષ્ઠ ગુણથી શોભતા ક્ષેત્ર[ગામ-નગરાદિમાં જ સાધુભગવંતોએ સ્થિરતા કરવી જોઈએ, જેથી સ્વ અને પરને લાભ થઈ શકે. આવા પ્રકારનું ગુણયુક્ત [શ્રીજિનાલયાદિથી શોભતું સ્થાન જો ન મળે તો પૂ. સાધુભગવંતોને બીજા સ્થાને જવું પડે અને તેથી તેવા પ્રસંગે ગૃહસ્થોને વ્યાખ્યાન-શ્રવણાદિનો લાભ ના મળે તેથી લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિ માટે તત્પર એવા ગૃહસ્થો પોતાને ત્યાં પૂ. સાધુભગવંતો સ્થિરતા કરી શકે એવા આશયથી જ પૂર્વે જણાવ્યા મુજબ શ્રી જિનાલયના જીર્ણોદ્ધારાદિ બધાં કાર્યો કરે છે. પૂ. સાધુભગવંતો માટે આવા સ્થાનાદિનું નિર્માણ અહીં થતું નથી, પરંતુ આવા સ્થાનાદિ હોય તો પૂ સાધુભગવંતો ત્યાં સ્થિરતા કરી શકે અને તેથી પોતાને શ્રી જિનવાણીના શ્રવણાદનો લાભ મળી શકે એ એકમાત્ર આશયથી અહીં તે તે સ્થાનાદિ કરાય છે.ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ઉપર જણાવ્યા મુજબ અક્ષયનીવિના સંવર્ધનાદિના કારણે જીર્ણોદ્ધારાદિ દ્વારા નિર્માણ પામેલું શ્રી જિનાલય અનેકાનેક પુણ્યાત્માઓના ઉપકારને ચોક્કસપણે કરતું હોવાથી સકલ વંશનું પરમતારક બને છે. આ પ્રમાણે કરવાથી ભવિષ્યમાં થનારા પુરુષોની સમગ્ર પરંપરાને ભવથી Page #204 -------------------------------------------------------------------------- ________________ નિસ્તારનારું બને છે. “આપણા પૂર્વજોએ આ શ્રી જિનાલય બંધાવ્યું છે.'- આ પ્રમાણે પૂર્વપુરુષો પ્રત્યે પક્ષપાત થવાથી તેની પ્રત્યે વિશેષ ભક્તિભાવ જાગે છે; અને તેથી તેઓને સદ્ધર્મની પ્રાપ્તિ થવાથી ભવના નિસ્તારનું શ્રી જિનાલય કારણ બને છે. આ જિનાલય પોતાના પૂર્વપુરુષોએ બંધાવેલા પ્રત્યે વિશેષભક્તિ હોવા છતાં બીજાં શ્રી જિનાલયો પ્રત્યે પણ યથાશક્તિ ભક્તિનો ત્યાગ કર્યા વિના તેઓ ભક્તિ કરતા હોય છે. તેથી મિથ્યાત્વ વગેરેનો દોષ લાગતો નથી. અન્યથા માત્ર પોતાના પૂર્વજોએ બંધાવેલા શ્રી જિનાલયની ભક્તિ કરે અને બીજાં શ્રી જિનાલયોની શક્તિ હોવા છતાં ભક્તિ ન કરે તો મિથ્યાત્વ, વિરાધના આદિ દોષો લાગે. જિજ્ઞાસુઓએ એ વસ્તુ પૂ. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી સમજી લેવી જોઈએ. n૬-૧પો. - શ્રી જિનાલયનું નિર્માણ પૃથ્વીકાય વગેરે જીવોની હિંસા વિના શક્ય નથી, તેથી શ્રી જિનાલયનું નિર્માણ કરવામાં ધર્મની વૃદ્ધિ કઈ રીતે થાય-આવી શંકાનું સમાધાન કરવા માટે જણાવાય છે - यतनातो. न च हिंसा यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद् विहितमतोऽदुष्टमेतदिति ॥६-१६॥ શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરતી વખતે શાસ્ત્રાનુસારે પ્રયત્ન હોવાથી હિંસા, હિંસા મનાતી નથી. આવા પ્રસંગે જે પણ હિંસા દેખાય છે, તેના કરતાં અધિક હિંસાની નિવૃત્તિ થતી હોવાથી વર્તમાન હિંસા; હિંસાની નિવૃત્તિ સ્વરૂપ ફળને Page #205 -------------------------------------------------------------------------- ________________ આપનારી છે. શ્રી જિનાલય બંધાવવાનું શાસ્ત્રમાં વિહિત હોવાથી તેમાં હિંસાનો કોઈ દોષ નથી.” આ પ્રમાણે સોળમી ગાથાનો સામાન્ય અર્થ છે-કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલય બંધાવતી વખતે પૃથ્વીકાય, અકાય વગેરે જીવોની હિંસા થતી હોવાથી આવા પ્રકારના અનુષ્ઠાનનો ઉપદેશ કેમ અપાય છે. આવી શંકાનું સમાધાન કરતાં ઉપર જણાવેલી ગાથામાં ફરમાવ્યું છે કે-યતનાપૂર્વકનું આ અનુષ્ઠાન, હિંસાની નિવૃત્તિ સ્વરૂપ ફળવાળું હોવાથી તેમાં કોઈ દોષ નથી. જેનું ફળ સુંદર છે, તેની નિર્દોષતામાં કોઈ વિવાદ નથી. વર્તમાનમાં જે હિંસા થાય છે; એની અપેક્ષાએ અધિક નિવૃત્તિ યતનાના કારણે સ્પષ્ટ છે. તેમ જ શ્રી જિનાલયનું નિર્માણ કરવાનું શ્રી વીતરાગપરમાત્માએ ફરમાવ્યું છે તેથી તેમાં દોષ નથી. વિહિત અનુષ્ઠાનમાં પણ દોષ હિંસાદિ લાગે તો બીજું કોઈ પણ અનુષ્ઠાન કરી શકાશે નહિ. ગાથાના અર્થને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કે, શાસ્ત્રમાં જણાવ્યા મુજબના પ્રયત્નને યતના કહેવાય છે. તેના કારણે કરાતા કોઈ પણ અનુષ્ઠાનમાં હિંસાનો દોષ હોતો નથી. રાગ અને દ્વેષથી રહિત અને શાસ્ત્ર-આજ્ઞાથી શુદ્ધ એવા પ્રયત્ન સ્વરૂપ આ યાતના, અનુષ્ઠાનને હિંસાના દોષથી રહિત બનાવે છે. આથી જ અન્યત્ર પણ કહ્યું છે કે યતનાથી અશઠ-સરળ આત્માને રાગ-દ્વેષથી રહિત એવો યોગ હોય છે. આ પ્રમાણે યતનાનું સ્વરૂપ જણાવ્યું હોવાથી યતના જ્યાં હોય છે ત્યાં રાગદ્વેષનો અભાવ હોય છે-એ સમજી શકાય છે. અને તેથી એવા સ્થળે ભાવરાગ-દ્વેષનો પરિણામ)થી રહિત માત્ર દ્રવ્યહિંસા હોય છે. ભાવહિંસાને શાસ્ત્ર પરિહરવાયોગ્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે. ભાવથી રહિત એવી દ્રવ્યહિંસાને આશ્રયીને પણ અહીં વિચારીએ તો તેનું ફળ “હિંસાની નિવૃત્તિ' છે - એ સમજી શકાશે. યાતનાના કારણે અહીં દ્રવ્યહિંસા અહિંસાફળવાળી બને છે. આવી દ્રવ્યહિંસા તો પૂ. સાધુભગવંતોને સિર્વથા હિંસાથી વિરામ પામેલાને પણ] વિહારાદિ-પ્રસંગે દુઃખે કરી પરિહરવાયોગ્ય હોય છે. આથી એવી દ્રવ્યહિંસાજિયણા-યુક્ત]નો નિષેધ કર્યો નથી. અન્યથા કોઈ પણ અનુષ્ઠાન કરી શકાશે નહિ. યતનાના કારણે દ્રવ્યહિંસા-સ્થળે હિંસાની નિવૃત્તિ સ્વરૂપ જે ફળ પ્રાપ્ત થાય છે તેનું કારણ એ છે કે-યતના, અધિક આરંભની નિવૃત્તિ કરાવે છે. શ્રી જિનેશ્વરદેવનું ભવન બનાવતી વખતે સંપૂર્ણ આદરપૂર્વક પ્રવૃત્તિ કરનાર ભવ્યાત્મા નિષ્ફળ આરંભનો ત્યાગ કરે છે; અને સફળ જ પ્રવૃત્તિ કરે છે. તેથી ચોક્કસ જ બિનજરૂરી આરંભની નિવૃત્તિ થાય છે, જે માત્ર યતનાથી જ શક્ય બને છે. આ રીતે યતના અને તેના અભાવ સ્થળે આરંભની નિવૃત્તિમાં ફરક પડે છે. એકમાં બિન-જરૂરી આરંભની નિવૃત્તિ છે અને બીજે યતનાના અભાવ સ્થળે બિનજરૂરી આરંભની નિવૃત્તિ નથી. જોકે યતના-સ્થળે અધિક આરંભ ન હોવા છતાં આરંભ તો છે જ, તેથી હિંસાનો દોષ છે જ; પરંતુ શ્રી જિનાલયના નિર્માણનું વિધાન હોવાથી તેમાં કોઈ દોષ નથી. કહેવાનો આશય એ છે કે જેમ વીતરાગપરમાત્માએ સામાયિકાદિ કરવાનું વિધાન કર્યું છે તેમ શ્રી જિનાલયના નિર્માણનું પણ વિધાન કર્યું છે. સામાયિકાદિની જેમ જ વિહિત હોવાથી. શ્રી જિનાલયના નિર્માણમાં કોઈ દોષ નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ આથી સમજી શકાશે કે હિંસાદિનો દોષ, જે વિહિત ન હોય તેમાં હોય છે. જે વિહિત છે તેમાં એવો કોઈ દોષ નથી. દોષના જનક હિંસાદિ નથી, પરંતુ શાસ્ત્રનિષિદ્ધનું આચરણ છે. ગુણનું કારણ અહિંસાદિ નથી, પરંતુ શાસ્ત્રવિહિતનું આચરણ છે. “આરંભ વિનાનાં સામાયિકાદિ અને આરંભવાળાં શ્રી જિનાલયાદિ-એ બેમાં સ્પષ્ટપણે ભેદ [ફરક હોવાથી શ્રી જિનાલયના નિર્માણાદિમાં દોષ છે જ. કારણ કે શ્રી જિનાલયના નિર્માણાદિથી જે નિર્જરા [કર્મક્ષય વગેરે થાય છે તે, આરંભ વિનાનાં સામાયિકાદિને કરવાથી પણ થઈ શકે છે તો શ્રી જિનાલયાદિના નિર્માણનું વિધાન કરવાની જરૂર નથી.” આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એક અનુષ્ઠાન, બીજા વિહિત અનુષ્ઠાનને લઈને અન્યથાસિદ્ધ [નહિ કરવા યોગ્ય મનાય નહિ. એ અનુષ્ઠાન બીજા અનુષ્ઠાનનું અપવાદ નથી કે જેથી તે અનુષ્ઠાનથી બીજા અનુષ્ઠાનનો નિષેધ થાય. આ પ્રમાણે માનવામાં ન આવે અને એક અનુષ્ઠાનથી બીજા અનુષ્ઠાનનો નિષેધ કરાય તો દાનસુપાત્રદાન, તપ વગેરે અનુષ્ઠાનોનો પણ ઉપદેશ કરવાનું અનુચિત માનવું પડશે. કારણ કે સામાયિકાદિ અનુષ્ઠાનથી નિર્જરા કરી શકાય છે, એના માટે આરંભવાળાં દાનાદિ અનુષ્ઠાન કરવાની જરૂર નહિ રહે....ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અહીં તો એ અંગે માત્ર દિશાસૂચન જ કર્યું છે. છેદ-૧દા એ રૂત્તિ પણં ઘોડશ ! Page #208 -------------------------------------------------------------------------- ________________ अथ सप्तमं षोडशकम् | પૂર્વષોડશકથી શ્રી જિનાલયના નિર્માણ સંબંધી વિધિ જણાવીને હવે શ્રી જિનબિંબના નિર્માણકાર્યને જણાવાય છે. जिनभवने तद्विम्बं कारयितव्यं द्रुतं तु बुद्धिमता । साधिष्ठानं ह्येवं तद्भवनं वृद्धिमद् भवति ॥ ७ - १॥ “પરમતારક શ્રી જિનાલયમાં બુદ્ધિમાને શ્રી જિનબિંબ શીઘ્ર કરાવવું જોઈએ, જેથી શ્રી જિનબિંબથી અધિષ્ઠિત થયેલું એ પરમતારક શ્રી જિનાલય વૃદ્ધિમર્ થાય છે.’-આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્યાર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યની પૂર્ણતા પછી જેમ બને તેમ શીઘ્રપણે શ્રી જિનાલયમાં શ્રી જિનબિંબને ભરાવી લેવું જોઈએ. અન્યથા અધિષ્ઠાન-પ્રતિમા વિનાનું શ્રી જિનમંદિર થશે. અને તેથી શિલ્પ-શાસ્ત્રના જ્ઞાતાઓના જણાવ્યા મુજબ કોઈ વાર અધિષ્ઠાનશૂન્ય જિનાલયમાં દુષ્ટ દેવો પોતાનું સ્થાન જમાવતા હોય છે. માટે જેમ બને તેમ તુરત જ શ્રી જિનાલયમાં શ્રી જિનબિંબને કરાવી લેવું જોઈએ. પરમતારક શ્રી જિનબિંબ પણ બુદ્ધિમાને જ કરાવવું જોઈએ. જેઓ બુદ્ધિમાન નથી એવા લોકોમાં સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કરવાની યોગ્યતા હોતી નથી. પરમપવિત્ર શ્રી જિનબિંબના નિર્માણકાર્ય જેવા લોકોત્તર કાર્ય માટે તો વિશિષ્ટ બુદ્ધિમત્તા હોવી જોઈએ-એ સમજી શકાય છે. કાર્યના અવાંતર ક્રમને જાણવા માટે બુદ્ધિ જેમનામાં છે તેમને અહીં બુદ્ધિમાન તરીકે ગણ્યા છે. પ્રતિમાજી માટે પાષાણની પરીક્ષા ૨૦૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ કરવાથી માંડીને પ્રતિમાજી તૈયાર થાય ત્યાં સુધીનાં બધાં જ કાર્ય પ્રતિમાજીસંબંધી ગણાય છે. એ.બધાં ક્રમબદ્ધ કાર્યોનું જેને જ્ઞાન છે એવા બુદ્ધિમાને શ્રી જિનબિંબને કરાવવું જોઈએ. અજ્ઞાની કે અણઘડ માણસે પ્રતિમાજી બનાવવાનું યોગ્ય નથી. અયોગ્ય જનોને કોઈ પણ કાર્યનો અધિકાર આપવામાં આવ્યો નથી. ખાસ કરીને પ્રતિમાજી બનાવવાદિ લોકોત્તરકાર્ય અંગે ચોક્કસપણે યોગ્યતાનો ખ્યાલ રાખવો આવશ્યક છે. આવી રીતે શ્રી જિનબિંબને બનાવવાથી શ્રી જિનાલય અધિષ્ઠાનસહિત થવાથી વૃદ્ધિમ ્ થાય છે. કારણ કેપરમતારક પ્રતિમાજી બનાવવાના કારણે ઉત્પન્ન થયેલા પુણ્યથી શ્રી જિનાલયની વૃદ્ધિ થાય છે. અનેક ભવ્યાત્માઓને તરવાનું આલંબન બનવું-એ જ પરમતારક શ્રી જિનાલયની વૃદ્ધિ છે. ૫૭-૧૫ *** હવે શ્રી જિનબિંબ કરાવવા સંબંધી વિધિને જણાવાય जिनबिम्बकारणविधिः काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्याऽर्पणमनघस्य शुभेन भांवेन ॥ ७२ ॥ શ્રી જિનબિંબ કરાવવાનો વિધિ કહેવાય છે. પ્રતિમાજી ભરાવવાના અવસરે પ્રતિમાજી બનાવનારા-શિલ્પી કે જે વ્યસનરહિત છે-તેને શુભ પરિણામ વડે તેની પૂજા કરવા પૂર્વક પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય-કિંમત અર્પણ કરવું.” ૨૦૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે પ્રતિમાજી ભરાવવાનાં હોય ત્યારે શુભ મુહૂર્ત પ્રતિમાજી બનાવનાર શિલ્પીનો ભોજન, નાગરવેલના પાન, પુષ્પ અને ફળ વગેરે દ્રવ્યોથી સત્કાર કરીને પ્રતિમાજીસંબંધી મૂલ્ય આપવું જોઈએ. એ મૂલ્ય પણ પોતાની સંપત્તિ વિભવને અનુરૂપ હોવું જોઈએ. સ્થિતિસંપન્ન આત્માઓ નહિ-જેવા મૂલ્યવાળી પ્રતિમા કરાવે તે ઉચિત નથી. તેમ જ પ્રતિમાજીના મૂલ્ય અંગે કસ કાઢે એ ઉચિત નથી. પ્રતિમાજી ઘડનાર જે મૂલ્ય કહે તેટલું જ નહિ, પરંતુ પોતાની સમ્પત્તિને અનુરૂપ મૂલ્ય આપવું જોઈએ. પ્રતિમાજી બનાવનાર શિલ્પી વિશિષ્ટજ્ઞાની હોવો જોઈએ અને વ્યસનરહિત હોવો જોઈએ. આવા શિલ્પી દ્વારા ભવથી નિસ્તરવા સ્વરૂપ શુભ અધ્યવસાયથી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ. જ્ઞાન વગરના અને વ્યસની માણસ દ્વારા પ્રતિમાજી બનાવવાનું ઉચિત નથી. વર્તમાનમાં જે રીતે પ્રતિમાજી ભરાવાય છે અને દેવદ્રવ્યની રકમમાંથી પ્રતિમાજી ભરાવાય છે-એ અંગે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાનો પણ શાસ્ત્રીય રીતે જ કરવાનાં છે, આપણી ઈચ્છા મુજબ કરવાનાં નથી..//૭-રો . વિભવોચિત મૂલ્યનું અર્પણ અનઘ-નિર્વ્યસન [વ્યસનરહિત]ને આપવું જોઈએ એ પ્રમાણે પૂર્વગાથામાં જણાવ્યું છે. હવે તેના વ્યતિરેક-અભાવસ્વરૂપે તે પ્રમાણે Page #211 -------------------------------------------------------------------------- ________________ જણાવાય છે - नार्पणमितरस्य तथा युक्त्या वक्तव्यमेव मूल्यमिति । काले च दानमुचितं शुभभावेनैव विधिपूर्वम् ॥७-३॥ વ્યસનરહિત આત્માથી ઈતર જે; પરસ્ત્રી, જુગાર અને મદિરા વગેરેના વ્યસની છે તેમને પ્રતિમાજી સંબંધી મૂલ્યનું અર્પણ કરવું નહિ. લોકવ્યવહાર મુજબ પ્રતિમાજીનું મૂલ્ય ચોક્કસપણે કહેવું. પિરંતુ ઓછુંવધતું કહેવું નહિ.] અને યોગ્ય અવસરે વિધિપૂર્વક શુભભાવથી જ મૂલ્યનું પ્રદાન કરવાનું ઉચિત છે. આશય એ છે કે જે, પરસ્ત્રી, જાગાર અને મદિરા વગેરેના વ્યસની છે; તેના દ્વારા પ્રતિમાજી ભરાવવાનાં નથી. તેથી તેને તે અંગેના મૂલ્યનું પ્રદાન કરવાનું રહેતું નથી. લોકમાં સુપ્રસિદ્ધ વ્યવહારને અનુસરી પ્રતિમાજીનું મૂલ્ય ચોક્કસ કરી લેવું જોઈએ, જેથી પાછળથી તે અંગે કોઈ વિવાદ ઊભો થાય નહિ. મૂલ્ય ચોક્કસ કરતી વખતે પણ ઓછુંવધતું કહેવું નહિ. અન્યથા લોકળ્યાય-નીતિનો ભંગ થશે. આવી રીતે મૂલ્ય ચોક્કસ થયા પછી જે સમયે રકમ આપવાની હોય તે સમયે તે રકમ આપી દેવી જોઈએ. તે અંગે “આવતી કાલે આપીશ, પછી આપીશ.. વગેરે જાતના વાયદા કરવા નહીં. આ પ્રમાણે મૂલ્ય આપતી વખતે ભાવ શુભ હોવો જોઈએ, અશુભ નહિ હોવો જોઈએ. અહીં, ધનની મૂછ ઉતારવાનો પરિણામ અને શિલ્પી પ્રત્યે સદ્ભાવ વગેરે શુભભાવ સમજવો. શુભભાવપૂર્વક અપાતું મૂલ્ય પણ વિધિપૂર્વક આપવું. આદર, સત્કાર અને સન્માન પૂર્વક આવતી કાલ પ્રમાણે મૂલ્ય જોઈએ. અહી Page #212 -------------------------------------------------------------------------- ________________ આપવું નિષ્કામભાવે આપવું અને આપ્યા પછી બોલબોલ ન કરવું....વગેરે દાન પ્રદાન અંગેનો સામાન્ય વિધિ છે. એનાથી વિપરીત આચરણને અવિધિ કહેવાય છે. મૂલ્યનું પ્રદાન અવિધિપૂર્વક કરવાનું નથી. લોકોત્તર અનુષ્ઠાનમાં વિધિપૂર્વકતા હોવી જ જોઈએ-એ સમજી શકાય છે. ll૭-૩ પરસ્ત્રી, જાગાર અને મદિરા વગેરેના વ્યસનીને પ્રતિમાજી બનાવવા માટે મૂલ્ય અર્પણ કરવાનો નિષેધ કેમ કરાય છે-તે જણાવાય છે - चित्तविनाशो नैवं प्रायः सञ्जायते द्वयोरपि हि । अस्मिन् व्यतिकर एष प्रतिषिद्धो धर्मतत्त्वज्ञैः ॥७-४॥ પૂર્વે જણાવ્યા મુજબ વ્યસનસહિત આત્માને સિવ્યસન શિલ્પીને મૂલ્ય અર્પણ કરવાનો નિષેધ કર્યો હોવાથી પ્રતિમાજી કરાવનાર અને કરનાર-બંનેના ચિત્તમાં કલુષતા પ્રાયઃ થતી નથી. આ લોકોત્તર શુભ અનુષ્ઠાન કરતી વખતે; ધર્મતત્ત્વના જાણકારોએ ચિત્તના વિનાશ સ્વરૂપ કલુષતાનો નિષેધ કર્યો છે-આ પ્રમાણે ચોથી ગાથાનો શબ્દશઃ અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વ્યસની માણસને પ્રતિમાજી ભરાવવાનું કાર્ય સોંપીએ તો તે અંગેની રકમ તેને આપવી પડે. આથી એ રકમ હાથમાં આવે એટલે તે વ્યસનમાં તત્પર બને અને કામ ખોરંભે ચઢે. આવા વખતે આપણને એમ થાય કે આવા માણસને કયાં કામ સોંપ્યું? તેમ જ કારીગરને ઠપકો આપવો પડે. જેથી પ્રતિમાજી કરનાર અને કરાવનાર બંન્નેના ચિત્ત Page #213 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે ઉપાલંભ અને અનુશય [પશ્ચાત્તાપના કારણે મોટાભાગે કલુષિત થાય છે. કલુષિત ચિત્તને જ અહીં વિનષ્ટ ચિત્ત તરીકે વર્ણવ્યું છે. ચિત્તની કલુષિત અવસ્થાને જ અહીં ચિત્તનો વિનાશ કહ્યો છે. પ્રતિમાજી કરાવવાના આ શુભકાર્યનો આરંભ કરતી વખતે, એ ચિત્તના વિનાશનો નિષેધ કરાયો છે. ધર્મસ્વરૂપના જાણકારોએ શુભ કાર્યના આરંભે ચિત્તના વિનાશને અનિષ્ટ-વિપરીત ફળને આપનારા તરીકે ઉપદેશ્યો : છે. માટે વ્યસની માણસ દ્વારા પ્રતિમાજી કરાવવાનું યોગ્ય નથી-એ સ્પષ્ટ છે. અયોગ્ય પાસે આવા લોકોત્તર કાર્ય કરાવવાથી ઉભયના ચિત્તનો નાશ થાય-એવો પૂરતો સંભવ છે. ધર્માર્થી આત્માએ ચિત્તનો નાશ ન થાય-એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. li૭-૪ પૂર્વ ગાથામાં શુભ કાર્ય પ્રસંગે ચિત્તનો નાશ ન થાય, જેથી ઉભયનો સંબંધ બની રહે એ જણાવ્યું. હવે ચિત્તના અવિનષ્ટ [બની રહેલા સંબંધનું મહત્ત્વ જણાવાય છે - एष द्वयोरपि महान् विशिष्टकार्यप्रसाधकत्वेन । सम्बन्धमिह क्षुण्णं न मिथः सन्तः प्रशंसन्ति ॥७-५॥ “પરસ્પર નાશ નહિ પામેલો ચિત્તસંબંધ, પ્રતિમાજી કરાવનાર અને કરનાર એ બંને માટે વિશિષ્ટ કાર્યની સિદ્ધિનો સાધક હોવાથી મહાન છે. પરસ્પરના આ સંબંધમાં જે વૈકલ્ય છે, તેની સારા માણસો પ્રશંસા કરતા નથી.” પાંચમી ગાથાના સામાન્ય અર્થનું તાત્પર્ય એ છે કે પૂર્વે Page #214 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યા મુજબ પ્રતિમાજી કરાવનાર અને કરનાર બંન્નેને અનુક્રમે અનુશય અને ઉપાલંભના કારણે જો ચિત્તનો નાશ થાય તો કાર્યસિદ્ધિ નહિ થાય. પરંતુ પ્રતિમાજીના નિર્માણનું કાર્ય યોગ્યને આપવાથી ચિત્તનો નાશ નહિ થાય. ચિત્તની આ અવિનષ્ટ અવસ્થા વિશિષ્ટ કાર્યને સિદ્ધ કરનારી હોવાથી બંન્ને માટે ચિત્તનો અવિનષ્ટ સંબંધ મહાન છે. આ સંબંધમાં સહેજ પણ ઊણપ વર્તાય તો સત્પુરુષોની દૃષ્ટિએ તે પ્રશંસનીય નથી. કારણ કે થોડો પણ ચિત્તવિનાશ વિવક્ષિત ફળની હાનિને કરનારો છે. આથી સમજી શકાશે કે પૂર્વે જણાવેલા ચિત્તના અવિનષ્ટ સંબંધનું મહત્ત્વ કેટલું છે. સામાન્ય રીતે લોકોત્તર ફળની પ્રાપ્તિમાં અવિનષ્ટ ચિત્તનું જ પ્રાધાન્ય છે. સહેજ પણ ચિત્તમાં સંક્લેશનો આવિર્ભાવ થાય, એટલે સાધના ખંડિત બંને છે અને તેથી સાધ્યસિદ્ધિને હાનિ પહોંચે છે જે સિદ્ધિના અર્થીને કોઈ પણ સંયોગોમાં પાલવે એવું નથી. આથી જ સાધકોની દૃષ્ટિ નિરંતર ચિત્તની સુરક્ષા ઉપર સ્થિર રહેતી હોય છે. આવી સ્થિર દૃષ્ટિને પામ્યા વિના સાધક બનવાનું શક્ય નથી. અહીં ગાથામાં સમ્બન્ધમ્ ના સ્થાને સભ્યે આવો પાઠ હોવો જોઈએ.. ૫૭-પા *** શ્રી જિનબિંબને કરાવવામાં ભાવનું પ્રાધાન્ય જણાવાય यावन्तः परितोषाः कारयितुस्तत्समुद्भवाः केचित् । तबिम्बकारणानीह तस्य तावन्ति तत्त्वेन ॥७-६ ॥ ૨૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનબિંબ ભરાવતી વખતે શ્રી જિનબિંબને લઈને શ્રી જિનબિંબને કરાવનારને જેટલા કોઈ પણ જાતના પરિતોષ સંતોષના કારણે ઉત્પન્ન થતા આનંદવિશેષ ઉત્પન્ન થાય છે, તે બધા જ પરિતોષો વાસ્તવિક રીતે શ્રી જિનબિંબના નિર્માણનાં કારણો બનતાં હોય છે.”-આ પ્રમાણે - છઠ્ઠી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે શ્રી જિનપ્રતિમાજીના નિર્માણકાર્યના પ્રારંભથી માંડીને તે કાર્ય કરાવનાર પુણ્યાત્માને દિવસે દિવસે પ્રીતિવિશેષ ઉત્પન્ન થાય છે. થયેલા કામના કારણે જે સંતોષ થાય છે એ સંતોષ જે ભવિષ્યમાં થનારા કાર્ય માટે ઉલ્લાસસ્વરૂપે કારણ બને છે. એક પૂિર્વી સંતોષ, બીજા સંતોષનું [ઉત્તર સંતોષનું કારણ બને છે. અને અંતે આ બધા પરિતોષો પરમતારક શ્રી જિનબિંબના નિર્માણમાં નિમિત્ત બને છે. શ્રી જિનબિંબના કારણે ઉત્પન્ન થયેલા સંતોષના પરિણામો શ્રી જિનબિંબની નિષ્પત્તિમાં નિમિત્ત બને છે. કાર્યના ઉદ્દેશથી ઉત્પન્ન થયેલો હર્ષ જ ખરેખર કાર્યનિષ્પત્તિનું કારણ બને છે. કાર્યના પ્રારંભમાં જ જો ઉલ્લાસ ન હોય તો કાર્યની નિષ્પત્તિમાં કોઈ ભલીવાર નહિ હોય. આવા વખતે મોટાભાગે કાર્ય, અધવચ્ચે જ અટકી જતું હોય છે. કદાચ લાજેશરમે એ કાર્ય અટકી ન જાય અને ચાલુ રહે તોપણ લગભગ તો વેઠ ઉતાર્યા જેવું એ બને છે. આથી સમજી શકાશે કે કાર્યના ઉદેશના અને સાધનાના કાળમાં જે ભાવોલ્લાસ છે એ જ વસ્તુતઃ કાર્યસિદ્ધિનું પ્રધાન કારણ છે. આવી જાતના પરિતોષ વિના Page #216 -------------------------------------------------------------------------- ________________ કાર્યની સિદ્ધિમાં કોઈ જ વિશેષતા હોતી નથી. સામાન્ય રીતે લોકોત્તર કાર્યની સિદ્ધિ, બાહ્ય સાધનો કરતાં આત્યંતર ભાવના કારણે જ પ્રાપ્ત થતી હોય છે. એ ભૂલવા જેવું નથી. ll૭-કા ચોથી ગાથામાં ‘ચિત્તનો વિનાશ પ્રતિષિદ્ધ છે.આ પ્રમાણે કહ્યું છે, એનું પ્રબળ કારણ હવે જણાવાય છે - अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्त्तव्या ॥७-७॥ “શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રીજિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.”-આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનો આશય આમ જુઓ તો સ્પષ્ટ છે. ખૂબ જ માર્મિક રીતે જે વાત આ ગાથામાં કરી છે, તે કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. પ્રતિમાજી કરાવતી વખતે જે શિલ્પીને કામ આપ્યું હોય તેની પ્રત્યે જો કોઈ પણ કારણે અપ્રીતિ થાય તો ચિત્તનો વિનાશ થાય છે. પરિણામે હવે કામ આપ્યું છે તો પૂરું કરાવો'-આવો ભાવ આવવાથી પ્રતિમાજીના નિર્માણ કાર્ય ઉપર તેની અસર ખરાબ રીતે પડે છે. પ્રતિમાજીના નિર્માણકાર્ય પ્રત્યે રુચિ હોય તો તે આત્મા; તે કાર્ય બગડે નહિ-એ માટે પૂરતો પ્રયત્ન કરે. જે કાર્ય કરવાથી વિવક્ષિત કાર્ય ખરાબ થતું હોય તે કાર્ય; કાર્યરુચિવાળો ન કરે-એ Page #217 -------------------------------------------------------------------------- ________________ સમજી શકાય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ કરવાથી પ્રતિમાજીનું કાર્ય બગડે છે-એ જાણ્યા પછી પણ જો અપ્રીતિ કરાય તો એનો અર્થ એ છે કે પ્રતિમાજીનું કાર્ય બગડે-એની કોઈ ચિંતા નથી. આ પ્રમાણે કાર્ય પ્રત્યે અરુચિ જણાય છે. કારણ કે કારણની અરુચિ અપ્રીતિ કાર્યની અરુચિમૂલક હોય છે. પ્રતિમાજીના કારણભૂત શિલ્પી પ્રત્યેની અરુચિ-અપ્રીતિ; વસ્તુતઃ પરમાત્મા પ્રત્યેની અપ્રીતિના કારણે છે. જે આ અપ્રીતિ પામસ્વરૂપ છે અને સર્વ અપાયમોક્ષમાર્ગમાં વિદનનું નિમિત્ત છે, તેથી કોઈ પણ રીતે આવી અપ્રીતિ કરવી નહિ જોઈએ. ૭- શ્રી જિનબિંબનું નિર્માણ કરતી વખતે શિલ્પીને અપ્રીતિ ન થાય તેમ વર્તવાનું આ પૂર્વે જણાવ્યું. હવે તેને પ્રીતિ થાય તેમ કરીને શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ-તે જણાવાય છે अधिकगुणस्थै नियमात् कारयितव्यं स्वदौहृदै र्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥७-८॥ અધિકગુણવાળા એવા પરમાત્મા સંબંધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે તેનાથી યુક્ત એટલે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અંતઃકરણથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ.” આ પ્રમાણે આઠમી ગાથાનો અક્ષરાર્થ છે. આશય એ છે કે, જેમનું બિંબ કરાય છે તે બિંબના પ્રતિયોગી કહેવાય છે. બિંબના પ્રતિયોગી પરમાત્મા Page #218 -------------------------------------------------------------------------- ________________ અધિકગુણવાળા છે. આગળની ગાથામાં જેનું વર્ણન કરાશે તે પરમાત્માસંબંધી શિલ્પીના મનોરથોને પૂર્ણ કરીને ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન વડે શુદ્ધ ભાવથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. આ રીતે શિલ્પીના મનોરથો પૂર્ણ થવાથી તેને પ્રીતિ થાય છે. ગમે તેમ પણ શિલ્પીને પ્રીતિ થાય તેમ કરવું જોઈએ. આપણી ઈચ્છા ન હોય તોપણ શિલ્પીને પ્રીતિ થાય તેમ કરવું જોઈએ. શિલ્પીને કોઈ ઈચ્છા ન હોય તો તેને ઈચ્છા થાય એમ કરવું જોઈએ. આ બધી વિગત આગળની ગાથામાં જણાવાશે. પ્રતિમાજી ભરાવવા માટે જે દ્રવ્ય [ધન] વાપરવાનું છે તે દ્રવ્ય ન્યાય[સવ્યવહાર]થી પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. અન્યાય[ચોરી વગેરે]થી પ્રાપ્ત કરેલા ધનથી પરમાત્માનું પરમતારક બિંબ ભરાવાય નહિ. સામાન્ય રીતે કોઈ ધર્માનુષ્ઠાન અન્યાયથી પ્રાપ્ત કરેલા ધન વડે થાય નહિ. ન્યાયથી ઉપાર્જેલા દ્રવ્ય વડે શુદ્ધભાવથી [નિર્મળ અંતઃકરણથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. રાગ, દ્વેષ અને મોહ-આ ત્રણ મનના મેલ છે. રાગાદિને આધીન બન્યા વિના નિર્મળ મનથી જ પ્રતિમાજી ભરાવવાં જોઈએ: આ લોકાદિના ફળના આશયથી અથવા તો ગતાનુગતિકરૂપે અજ્ઞાનથી પ્રતિમાજી ભરાવવાદિ સ્વરૂપ કોઈ પણ ધર્માનુષ્ઠાન કરાય નહિ. સંસારના સુખના રાગથી; દુઃખ ઉપરના દ્વેષથી અને દેખાદેખી રીતથી ધર્માનુષ્ઠાન જેમ થાય છે તેમ પ્રતિમાજી પણ ભરાવવાનું શક્ય છે. એનો નિષેધ કરવા માટે અહીં ભાવશુઘેન આ પદ છે. ન્યાયથી પ્રાપ્ત વિત્ત હોય અને શુદ્ધ ૨૧૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત હોય તો કાર્ય ઉત્તમ રીતે થાય અને ધાર્યા મુજબ ફલપ્રદ બને-એમાં કોઈ શંકા નથી. આ ગાથામાં વિશેષભાવ ગૃહીત છે તે પણ દસમી ગાથામાં સ્પષ્ટપણે જણાવાશે. ૭-૮ પૂર્વે ગાથામાં વી.આ પ્રમાણે જણાવ્યું છે, ત્યાં વોક્ત પદાર્થનું વિવરણ કરાય છે - अत्रावस्थात्रयगामिनो, बुधैौठ्दाः समाख्याताः । : बालाघाश्चैत्ता यत् तत् क्रीडनकादि देयमिति ॥७-९॥ “અહીં શ્રી જિનબિંબ કરાવવાના પ્રસંગે બાલાદિ અવસ્થા-ત્રણને અનુસરનારા મનોરથો વિદ્વાનોએ કહ્યા છે. શિલ્પીના ચિત્તમાં ઉદ્ભવેલા એ બાલાદિ અવસ્થાનુરૂપ મનોરથો હોય તેથી તે ઈચ્છાઓની પૂર્તિ માટે રમકડાં વગેરે આપવાં.' આ પ્રમાણે નવમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી જિનબિંબનું નિર્માણકાર્ય જ્યારે શિલ્પીઓ કરે છે, ત્યારે બાલ, કુમાર અને યુવાન અવસ્થાને ઉચિત એવા રમવા વગેરેના મનોરથ [ઉત્કટ અભિલાષ ઉત્પન્ન થાય છે. આવા પ્રસંગે તેની એ ઈચ્છાઓને જાણીને સમયસર યોગ્ય રીતે પૂર્ણ કરવી જોઈએ. જો કોઈ સંયોગોમાં ઈચ્છાઓ અપૂર્ણ રહે તો શિલ્પીનું મન અપ્રસન્ન રહેશે અને તેથી પરિણામે પ્રતિમાજી ભરાવવાનું કામ વિલંબમાં પડશે, બગડશે પણ ખરું. આથી શિલ્પીની ઈચ્છાઓને સમયસર પૂર્ણ કરવાનું જરૂરી છે. કોઈ વાર શિલ્પી બાલ હોય તો તેને રમકડાં વગેરેથી રમવાની ઈચ્છા Page #220 -------------------------------------------------------------------------- ________________ થાય, કુમાર હોય તો બહાર મિત્રોની સાથે રમવા, ફરવા વગેરેની ઈચ્છા થાય અને યુવાન હોય તો વિશેષ આહારાદિની ઈચ્છા થાય. તેને ઉપયોગપૂર્વક જાણીને શિલ્પીને ઉપભોગનાં સાધન એવાં અને ભોગનાં સાધન એવાં રમકડાં વગેરે અને આહારાદિ વગેરે આપવાં, જે જોતાંની સાથે આશ્ચર્ય ઉપજાવે એવાં હોવાં જોઈએ. તેથી તેને પામીને ખુશ થયેલા તે સરસ કામ કરવા સમર્થ બનશે. આવા અવસરે તે તે મનોરથો શિલ્પીને થયા છે એમ માનવાના બદલે પ્રતિમાજીની જ એ અવસ્થાઓ છે-એમ સમજીને તે તે વસ્તુઓ શિલ્પીને આપીને પ્રતિમાજીની તે તે અવસ્થાને જોવાથી થયેલા તે તે મનોરથોને પૂર્ણ કરવા પ્રયત્ન કરવો. વિવેકપૂર્વક કરેલો એ પ્રયત્ન ચોક્કસ જ કાર્યસિદ્ધિનું કારણ બન્યા વિના નહીં રહે. ચાલુ વ્યવહારમાં પણ જેમની પાસેથી કામ લેવાનું છે, તે કાર્યકરોની તે તે જરૂરિયાત અંગે ખૂબ જ ઉપયોગપૂર્વક ધ્યાન આપીએ; અને તેઓને તે અંગે કહેવાની જરૂર જ ન પડે તો તે કાર્યકરો આપણું કામ સજ્વર અને સરસ રીતે કરી આપે છે - એ આપણે નજરે જોઈએ છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખીને શિલ્પીને ખુશ રાખવો જોઈએ-એ પરમાર્થ છે. II૭-૯ આઠમી ગાથામાં “ભાવશુબેન'-આ પ્રમાણે જણાવ્યું છે; તેનો આશય જણાવાય છે - • यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद् भावशुद्धं स्यात् ।।७-१०॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ “અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિત્ત મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે તે પુરુષને તેટલા પ્રમાણમાં પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ ! આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત “ભાવશુદ્ધ બને છે.”-આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવનાર ન્યાયથી પ્રાપ્ત જ પોતાના દ્રવ્યથી પ્રતિમાજી ભરાવે છે. આવા અવસરે કોઈ વ્યક્તિ ભાવપૂર્ણ આગ્રહથી થોડી રકમ આપે ત્યારે તે રીતે અથવા અજાણપણે કોઈ આપી ગયું હોય ત્યારે સ્થાવર જમીનરૂપે અથવા ઈટ, પથ્થર વગેરે સાધનરૂપે કે રકમરૂપે જે ઘન પોતાના ધનમાં ભેગું થયું હોય, એ પોતાનું ન હોવાથી સ્વદ્રવ્ય તરીકે અનુચિત છે. આવી જાતિના અનુચિત સ્વદ્રવ્યથી શ્રી જિનબિંબ કરાવનારનો એ શુભાશય છે કે; જેટલા અંશમાં પરદ્રવ્ય ભેગું થયું છે અને તેથી તે દ્રવ્યથી જે પુણ્ય થાય છે તે પુણ્ય તે તે દ્રવ્યના સ્વામીને થાય. આ રીતે સ્વદ્રવ્યમાં ભેગા થયેલા પારદ્રવ્યથી પુણ્ય નહિ કરવાના શુભભાવને લઈને પોતાનું ન્યાયપાર્જિત વિત્ત “ભાવશુદ્ધ બને છે. આઠમી ગાથામાં માવશુઘેન આ પદથી મુખ્યપણે આ ભાવને જણાવ્યો છે. આ ભાવના કારણે જ ઉપર જણાવ્યા મુજબ પરદ્રવ્ય; સ્વદ્રવ્યપ્રવિષ્ટ હોવા છતાં સ્વદ્રવ્ય સર્વથા શુદ્ધ મનાય છે.. ll૭-૧oll શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિધિવિશેષ કરવાનો Page #222 -------------------------------------------------------------------------- ________________ છે-તે જણાવાય છે मन्त्रन्यासच तथा प्रणवनमः पूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो मननत्राणे तो नियमात् ॥ ७-११॥ શ્રી જિનબિંબમાં મંત્રન્યાસ કરવો. ૐ નમઃપૂર્વક શ્રી વીતરાગપરમાત્માનું જે નામ છે તે પરમમંત્ર જાણવો. કારણ કે એથી નિયમે કરી મનન [જ્ઞાન] અને ત્રાણ [રક્ષા] થાય છે.' આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમાત્માનું જે પરમતારક બિંબ કરાવવાનું ધાર્યું છે તે શ્રી વીતરાગપરમાત્માના પુણ્યનામની પૂર્વમાં ૐ અને નમઃ જોડીને એ પુણ્યનામસ્વરૂપ જ મંત્રનો ન્યાસ કરવો. પરમાત્માના આ પરમપવિત્ર નામથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અપાયથી રક્ષા થાય છે, તેથી તે પરમ મંત્ર છે...... 119-9911 *** શ્રી જિનબિંબ રત્ન, સુવર્ણ કે પાષાણાદિનું બનાવીએ તો તેમ જ મોટું કે નાનું વગેરે બનાવીએ તો વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે કે સામાન્યથી • પરિણામની વિશેષતાથી ફળવિશેષની પ્રાપ્તિ થાય છે-આ શંકાના સમાધાન માટે જણાવાય છે बिम्बं महत् सुरूपं कनकादिमयं च यः खलु विशेषः । नास्मात् फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ॥७-१२॥ “શ્રી જિનબિંબ મોટું સુંદર આકૃતિવાળું કે સુવર્ણાદિનું હોય; એમાં જે બાહ્યવિશેષ છે તેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ ૨૧૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ થતી નથી. વિશિષ્ટ ફળની પ્રાપ્તિ તો આશયવિશેષના કારણે થાય છે.” આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પ્રતિમાજી મોટાં કે નાનાં બનાવીએ; વિશિષ્ટ અલ્ગોપાલ્ગની રચનાથી સુંદર હોય કે ન પણ હોય અથવા સુવર્ણાદિથી ઉત્તમોત્તમ દ્રવ્યમય હોય કે પાષાણાદિમય હોય; આવી કોઈ પણ જાતની બાહ્યવિશેષતાને લઈને કોઈ વિશિષ્ટ ફળ પ્રાપ્ત થતું નથી. વિશિષ્ટ અધિક ફળની પ્રાપ્તિ તો પ્રતિમાજી બનાવતી વખતના ભાવવિશેષને આશ્રયી થાય છે. ભાવ અધિક હોય તો ફળ અધિક મળે છે અને ભાવ અલ્પ હોય તો ફળ અલ્પ મળે છે. આ રીતે ભાવ અને ફળને વ્યાપ્તિ [અવિનાભાવ છે. પરંતુ પ્રતિમાજી મોટાં, સુંદર અથવા સુવર્ણાદિનાં હોય તો વિશિષ્ટ [અધિક ફળ અને પ્રતિમાજી નાનાં, અસુંદર અથવા પાષાણાદિનાં હોય તો અલ્પફળ : આવી વ્યક્તિ નિયમ નથી. મોટાં, સુંદર અને સુવર્ણાદિ ઉત્તમદ્રવ્યથી બનાવેલાં પ્રતિમાજી હોય અને ભાવ પણ સારો હોય તો અધિકફળ મળે. પરંતુ મોટાં, સુંદર કે સુવર્ણાદિનાં જે પ્રતિમાજી હોય તો અધિક ફળ મળે-એવો નિયમ નથી. . આથી સમજી શકાશે કે ભાવશૂન્ય માત્ર બાહ્યવિશેષ; ફળની વિશેષતાનું આધાન કરતો નથી. ભાવયુક્ત એવા બાહ્યવિશેષથી ફળની વિશેષતા પ્રાપ્ત થતી હોય છે. બિંબ મોટું હોય, સુંદર હોય અને સુવર્ણાદિમય હોય તો કોઈ વાર ભાવવિશેષનું કારણ બની જાય તો એટલાપૂરતો બાāવિશેષ આદરણીય બને છે. એવો બાહ્યવિશેષ ભાવવિશેષનું આધાન Page #224 -------------------------------------------------------------------------- ________________ કરવા દ્વારા ફળવિશેષનું કારણ બને છે. આ આશયથી જ વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે-“સમગ્ર અલંકારથી અલંકૃત અને વાસ્તુ-શિલ્પશાસ્ત્રોક્ત લક્ષણોથી યુક્ત એવી પ્રતિમાને જોઈને જેમ મન આનંદને પામે તેમ નિર્જરા થાય-એમ જાણવું.'' બાહ્યવિશેષતા સર્વથા અનુપયોગિની હોય તો બાહ્યભાવને આશ્રયીને વ્યવહારભાષ્યમાં જણાવેલી એ વાત સંગત નહિ બને.. ૭-૧૨ *** ઉપર જણાવ્યા મુજબ આશયવિશેષના કારણે વિશિષ્ટ ફળ મળે છે. એમાં જે આશયવિશેષ પ્રશસ્ત હોવાથી વિશિષ્ટ ફળનું કારણ બને છે, તે આશયવિશેષ જણાવાય છે आगमतन्त्रः सततं तंद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेषः ॥ ७-१३॥ “નિરંતર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભક્તિ વગેરે લિંગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.’-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલું કોઈ પણ અનુષ્ઠાન આશયવિશેષથી શુદ્ધ હોય તો જ તેનું ફળ મળે છે-એ સમજી શકાય છે. અનુષ્ઠાન આશયશુદ્ધ ત્યારે મનાય છે કે જ્યારે એ અનુષ્ઠાન આગમાનુસારી હોય છે. અનુષ્ઠાન કરતી વખતે; જે જે આત્માઓ આગમને ૨૨૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ અનુસરનારા હોય છે તેમની પ્રત્યે ભક્તિ, વિનય અને પૂજાસત્કારાદિ કરાતા હોય છે તેમ જ અનુષ્ઠાનની પ્રવૃત્તિ દરમ્યાન આગમનું સ્મરણ હોય છે. આવા અનુષ્ઠાનને આશયવિશેષથી શુદ્ધ અનુષ્ઠાન કહેવાય છે. આગમનું અનુસરણ; આગમના અનુસરણાદિને કરનારાઓ પ્રત્યે ભક્તિ, વિનય, પૂજન વગેરે અને આગમની સ્મૃતિથી યુક્ત આશયને [આત્માના શુભપરિણામને] પ્રશસ્ત આશયવિશેષ તરીકે અહીં વર્ણવ્યો છે, જે ફળવિશેષનું કારણ બને છે. II૭-૧૩ *** ઉપર જણાવેલા આશયવિશેષથી અને એના અભાવથી કરાવાતા શ્રી જિનબિંબના નામમાં અને ફળમાં જે ભેદ [વિશેષ-ફરક] છે-તે જણાવાય છે – एवंविधेन यद् बिम्बकारणं तद् वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ॥७-१४॥ આવી રીતે શુદ્ધ આશયથી જે જિનબિંબ કરાવાય છે તેને શાસ્ત્રના જાણકારો લોકોત્તર અર્થાત્ આગમાનુસારી તરીકે જણાવે છે. આશયવિશેષથી કરાવાતા શ્રી જિનબિંબને છોડીને અન્ય રીતે જે શ્રી જિનબિંબ કરાવાય છે; તે લૌકિક છે અને એનાથી અભ્યુદયની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આશયવિશેષથી કરાતું અનુષ્ઠાન લોકોત્તર હોય છે અને આશયવિશેષ વિના કરાતા અનુષ્ઠાનને લૌકિક કહેવાય છે. લૌકિક અનુષ્ઠાનનું ફળ અભ્યુદય છે અને આગળની ગાથામાં જણાવાશે એ મુજબ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આ ૨૨૨ Page #226 -------------------------------------------------------------------------- ________________ રીતે આશયસહિત અને આશયરહિત અનુષ્ઠાનના નામમાં અને ફળમાં ભેદ છે-એ સ્પષ્ટપણે સમજી શકાય છે. I૭૧૪ો પૂર્વગાથાથી લૌકિક અનુષ્ઠાનનું ફળ જણાવ્યું, હવે લોકોત્તર અનુષ્ઠાનનું ફળ કહેવાય છે - लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषङ्गेण ॥७-१५॥ “પરમપ્રકૃષ્ટ [છેલ્લી ફળને આશ્રયીને લોકોત્તર અનુષ્ઠાન નિર્વાણ-મોક્ષસાધક છે. અર્થાત્ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. આનુષજ્ઞિક રીતે લોકોત્તર અનુષ્ઠાનનું પરમશ્રેષ્ઠ અભ્યદય પણ ફળ છે.” - આ પ્રમાણે પંદરમી ગાથાનો શબ્દાર્થ સુગમ છે. એનો આશય પણ ખૂબ જ સ્પષ્ટ છે કે લોકોત્તર અનુષ્ઠાનનું મુખ્ય ફળ મોક્ષ છે; અને આનુષગિકગૌણ ફળ પરમઅભ્યદય છે. પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ મનુષ પદના અર્થનું વિવરણ ખૂબ જ માર્મિક રીતે કર્યું છે. મુખ્યફળ-સ્વરૂપ ઉદ્દેશ્યની સિદ્ધિ પ્રસંગે જેની | ઉત્પત્તિ ટાળી શકાતી નથી, તેને આનુષગિક કહેવાય છે; અને તેની ઉત્પત્તિના અવર્જનને અનુષડ્ઝ કહેવાય છે. લોકોત્તર તે તે અનુષ્ઠાનોનો મુખ્ય ઉદ્દેશ્ય મોક્ષ છે. પરંતુ તે તે અનુષ્ઠાનો તે ઉદ્દેશથી કરતી વખતે કાલાદિના પરિપાક સ્વરૂપ કારણસામગ્રીના અભાવે જ્યારે મોક્ષની સિદ્ધિ ન થાય ત્યારે જે પુણ્યબંધ થાય છે અને તેના વિપાક સ્વરૂપે જે Page #227 -------------------------------------------------------------------------- ________________ અભ્યદય પ્રાપ્ત થાય છે, તેના અવર્જનીયભાવ[અવર્જનને અહીં અનુષજ્ઞ કહેવાય છે. લોકોત્તર અનુષ્ઠાન સ્થળે મોક્ષનો ઉદ્દેશ હોવા છતાં અનુષગ્નથી શ્રેષ્ઠ અભ્યદયની પ્રાપ્તિ થાય છે. લૌકિક અનુષ્ઠાન સ્થળે તો મોક્ષનો તેવો ઉદ્દેશ નહિ હોવાથી અમ્યુદય મુખ્ય રીતે પ્રાપ્ત થાય છે; અને મોક્ષનો ઉદ્દેશ જ ન હોવાથી તેને પ્રાપ્ત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. I૭-૧પો. • કાક મુખ્ય અને આનુષઝિક ભાવના જ્ઞાન માટે દૃષ્ટાંત જણાવાય છે - कृषिकरण इव पलालं नियमादत्रानुषङ्गिकोऽभ्युदयः । फलमिह धान्यावाप्तिः परमं निर्वाणमिव बिम्बात् ॥७-१६॥ ખેતી કરતી વખતે ઘાસની જેમ અહીં આશયશુદ્ધ શ્રી જિનબિંબ કરવામાં આનુષડિક અભ્યદય-સ્વર્ગાદિફળ છે. અહીં દૃષ્ટાંતમાં ફળ ધાન્યની અનાજની પ્રાપ્તિ છે અને શ્રી જિનબિંબથી નિર્વાણપદની પ્રાપ્તિ એ ફળ છે. ગાથાનો અર્થ કરતી વખતે ખેતી કરવાથી જેમ મુખ્ય ફળ ધાન્યની પ્રાપ્તિ છે તેમ શ્રી જિનબિંબના નિર્માણથી મુખ્ય ફળ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સંબંધ જોડવા માટે “ઘાવાવ ઋષિર’ આ પ્રમાણે ગાથાનાં પદોની વિભક્તિમાં ફેરફાર કરી તે તે પદોનો સંબંધ કરી લેવો. અન્યથા ગાથાનો અર્થ સંગત નહિ જણાય. શ્રી જિનબિંબ આશયથી શુદ્ધ રીતે કરાવાય તો તે Page #228 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર અનુષ્ઠાનનું ફળ, અનુષકથી સ્વર્ગાદિ અભ્યદય જણાવ્યું છે. આનુષષિક એ ફળમાં અને લૌકિક અનુષ્ઠાનના મુખ્ય એ ફળમાં વિશેષતા એ છે કે આનુષનિક એ ફળ શીતળ છાયાયુક્ત માર્ગે પરંપરાએ મોશે પહોંચાડવાના સ્વભાવવાળું હોય છે. લૌકિક અનુષ્ઠાનથી મુખ્ય સ્વરૂપે પ્રાપ્ત અભ્યદયનો એવો સ્વભાવ નથી- એ યાદ રાખવું. વિધિપૂર્વક ખેતી અને શ્રી જિનબિંબના કરવામાં; આનુષકિક ઘાસ અને અભ્યદય ફળમાં તેમ જ ધાન્યની પ્રાપ્તિ અને નિર્વાણપદની પ્રાપ્તિમાં અહીં સામ્ય છે-તે સ્પષ્ટપણે સમજી શકાય છે. I૭૧૬ છે રૂતિ સપ્તમં પોદશમ્ 8 अथ अष्टमं षोडशकं प्रारभ्यते । * સાતમા ષોડશકમાં શ્રી જિનબિંબ કરાવવાના વિધિનું વર્ણન કરીને હવે પ્રતિષ્ઠાવિધિનું વર્ણન કરાય છે - निष्पन्नस्यैवं खलु जिनबिम्बस्योदिता. प्रतिष्ठाशु । - રંવિસામ્યન્તરતઃ સા ર ત્રિવિધ સમાજોન ૮-૧ - સાતમા ષોડશકમાં જણાવેલા વિધિ મુજબ કરાવેલા પરમતારક શ્રી જિનબિંબની જલદીથી દશ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું જણાવ્યું છે. અહીં “રવિવસાચ્ચત્તરતઃ'માં જે ત{ પ્રત્યય છે તે સપ્તમીના અર્થમાં વિહિત છે. આ પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. ના વર્તમાનમાં પ્રતિમાજી ભરાવ્યા પછી પ્રતિષ્ઠા કરવામાં Page #229 -------------------------------------------------------------------------- ________________ વર્ષો વીતી જતાં હોય છે. આવી જ રીતે શ્રી જિનાલયનું કામ બાકી રાખીને પણ પ્રતિષ્ઠા કરી લેવાય છે. સામાન્યથી તે બરાબર નથી. પરિણામે તે અનેક જાતની આશાતનાનું કારણ બનતી હોય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ પ્રતિમાજી ભરાવવાદિનું કાર્ય પૂર્ણ થયા પછી દશ દિવસમાં જ પ્રતિષ્ઠા કરાવી લેવી જોઈએ. ll૮-૧ પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર જણાવાય છે - व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या चापरा महाख्या च । . यस्तीर्थकृद् यदा किल तस्य तदायेति समयविदः ॥८-२॥ .. વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા-આ ત્રણ ભેદથી પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની છે. જે કાળે જે શ્રી તીર્થંકરપરમાત્માનું શાસન ચાલતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જ જે પ્રતિષ્ઠા કરાય છે-તેને આગમના જાણકારો પ્રથમ-વ્યક્તિપ્રતિષ્ઠા કહે છે. Iટ-રા બીજી ક્ષેત્રપ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાયું છે - ऋषभायानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया । सप्तत्यधिकशतस्य तु चरमेह महाप्रतिष्ठेति ॥८-३॥ શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ-ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે. ભારત-ઐરાવતમાં ચોવીશ શ્રી તીર્થંકર પરમાત્માઓ થાય છે. તેથી તે બધાની Page #230 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રને આશ્રયીને જે પ્રતિષ્ઠા કરાય છે તેને ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે. અનેક મહાવિદેહ, ભરત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર શ્રી તીર્થંકરપરમાત્માઓ થાય છે; તે બધાની જે પ્રતિષ્ઠા કરાય છે તેને “મહાપ્રતિષ્ઠા કહેવાય છે. મહાપ્રતિષ્ઠા આ નામ તેના અર્થને અનુસરનારું છે. કારણ કે બધા જ શ્રી તીર્થંકરપરમાત્માની અહીં પ્રતિષ્ઠા હોવાથી તે મોટી છે. ૮-૩ અહીં પ્રશ્ન એ છે કે આ પ્રતિષ્ઠા શું છે ? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા એવા દેવવિશેષને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે ?-આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ, માની શકાય એવો નથી. કારણ કે જે મોક્ષસ્વરૂપને પામ્યા છે તેઓશ્રીને મંત્ર સ્વરૂપ સંસ્કારવિશેષથી અહીં લાવી શકાય એમ નથી. મંત્રાદિ પ્રયોગથી જો તેઓશ્રીને લઈ આવી શકાય તો સમજવું કે તેઓ મુક્ત થયા નથી. કારણ કે ત્યાં મોક્ષમાં ગયેલા કોઈ પણ રીતે પાછાં આવતા નથી. જો પાછા આવે તો તેમનામાં મુક્તત્વનો વિરોધ આવે. તેથી પ્રથમ વિકલ્પ માની શકાય એમ નથી. ' આવી જ રીતે સંસારવર્તી દેવવિશેષને આશ્રયીને પ્રતિષ્ઠા કરાય તો તે દેવવિશેષનું મંત્રવિશેષથી કાયમ માટે સન્નિધાન નહીં રહે. કોઈ વાર સન્નિધાન રહે તો પ્રતિષ્ઠા કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે સર્વદા સન્નિધાન ન હોવાથી પ્રતિમાજી કાયમ માટે પૂજ્ય નહીં બને. આથી ઉપર Page #231 -------------------------------------------------------------------------- ________________ આશય અ ને પોતાના સાની પોતાની જણાવેલા બન્ને વિકલ્પો પ્રતિષ્ઠા માટે ઉપયોગી નથી. તેથી પ્રતિષ્ઠા શું છે ?' એ પ્રશ્નના સમાધાનમાં આત્માના શુદ્ધભાવવિશેષની જ પ્રતિષ્ઠા છે, એ જણાવાય છે – भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत्स्थापनमिह वचननीत्योच्चैः ॥८-४॥ “મુખ્યદેવતાને ઉદ્દેશીને પોતાના ભાવનું જ આગમના અનુસારે સારી રીતે પોતાના આત્મામાં જ જે સ્થાપન છે. તે અહીં પ્રતિષ્ઠા છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ મુખ્યદેવતા[મોક્ષે ગયેલા]ને ઉદ્દેશીને પોતાના ભાવની એટલે કે પોતાના ભાવના વિષય સ્વરૂપ મુખ્યદેવતાની પોતાના આત્મામાં જ આગમમાં જણાવેલી રીતે જે સ્થાપના છે તેને પ્રતિષ્ઠા કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. બાહ્ય શ્રી જિનેશ્વરદેવોનાં પ્રતિમાજીની જે પ્રતિષ્ઠા છે તેનું બહાર પોતાના [શ્રી જિનાલયાદિને કરાવનારાના ભાવના ઉપચારથી વિદ્વાનો માટે પૂજ્યતાનું કારણ બને છે. ભક્તિભાવવંત એવા તે વિદ્વાનો પ્રતિષ્ઠા કરાવનારના ભાવના વિષયભૂત પરમતારક પરમાત્મા આ જ છે આવા પ્રકારના અભેદ ઉપચારને કરતા હોય છે. એને લઈને બાહ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા પૂજ્યતાનું સ્થાન બને છે. - પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ પણ ઉપર જણાવ્યા મુજબ ગાથાની અવતરણિકા[ગાથા રચવા પાછળનો હેતુમાં ફરમાવ્યું છે કે Page #232 -------------------------------------------------------------------------- ________________ આ પ્રતિષ્ઠા શું છે ? મુક્તિમાં ગયેલા મુખ્યદેવતાવિશેષનું સન્નિધાન પ્રતિષ્ઠા છે કે પછી તેમના અનુવર્તી સંસારીદેવતાવિશેષનું સન્નિધાન પ્રતિષ્ઠા છે ? પૂર્વે જણાવ્યા મુજબ મુખ્યદેવતાવિશેષને મંત્રાદિ સંસ્કારોથી અહીં લઈ આવવાનું શક્ય ન હોવાથી પ્રથમ વિકલ્પ સ્વરૂપ પ્રતિષ્ઠા માની શકાશે નહિ. બીજા વિકલ્પ સ્વરૂપે પણ પ્રતિષ્ઠા માની શકાશે નહિ. કારણ કે સામાન્યદેવજાતીય એ દેવનું સન્નિધાન; મંત્રાદિ સંસ્કારોથી નિયતરૂપે શક્ય નથી. કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય. અનિયત સન્નિધાન, પ્રતિષ્ઠા કે અપ્રતિષ્ઠાથી પ્રયોજ્ય નહીં બને. તેથી આ પ્રતિષ્ઠા શું છે' - આવી શંકાના સમાધાન માટે આત્માનો ભાવવિશેષ જ પ્રતિષ્ઠા છે તે જણાવવા માટે ચોથી ગાથા છે. એનો પરમાર્થ સમજાવતાં પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે; સારી રીતે આગમાનુસારે મુખ્યદેવતાવિશેષને આશ્રયીને પોતાના ભાવને જ આત્મામાં જ સ્થાપન કરવો તે શાસ્ત્ર વર્ણવેલી પ્રતિષ્ઠા છે. પોતાના ભાવના વિષયભૂત દેવતાવિશેષને છોડીને અન્યની સ્થાપનાને પ્રતિષ્ઠાસ્વરૂપે વર્ણવી નથી. સામાન્યથી આગમના ઉપયોગપૂર્વક આગમથી વિહિત એવી કોઈ પણ ક્રિયા [માત્ર પ્રતિષ્ઠા જ નહિ] કરવાથી એ વચનાનુષ્ઠાન બને છે. તેના પ્રભાવે દરેક વચનાનુષ્ઠાનથી ભગવાનના ગુણોનું જે સ્મરણ થાય છે તેનાથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન થતું જ હોય છે. તેથી ઉપર જણાવ્યા મુજબ નિજભાવની આત્મામાં સ્થાપનાને પ્રતિષ્ઠા ૨૨૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ માનીએ તો યપિ દરેક વિહિત ક્રિયાને પ્રતિષ્ઠા માનવાનો પ્રસંગ આવશે; પરંતુ દેવપૂજાદિ વિહિત અનુષ્ઠાન વખતે સામાન્યથી તે તે ગુણની સિદ્ધિનો ઉદ્દેશ હોવાથી તે તે ગુણની સિદ્ધિ દ્વારા પ્રાયઃ વિશિષ્ટ બુદ્ધિ ધરાવનારાને પરમાત્માની સાથે સમાપત્તિ [એકરૂપતા] પ્રાપ્ત થાય છે. પ્રતિષ્ઠા વખતે તો શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક બિંબની સ્થાપનાનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે વચનાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ ભાવથી પરમાત્માના બધાં જ ગુણોનો આરોપ કરતી હોવાથી બધા જ ગુણોને આશ્રયીને ‘હું પરમાત્મા જ છું.’ આ પ્રમાણે અભેદસ્વરૂપે પોતાના આત્મામાં પરમાત્માની સ્થાપના થાય છે. તેથી દેવપૂજાદિ અનુષ્ઠાનોની અપેક્ષાએ આ પ્રતિષ્ઠાસ્વરૂપ અનુષ્ઠાનમાં મોટી વિશેષતા છે, જે ગાથામાં ઉજ્જૈઃ આ પદથી જણાવી છે. આ સર્વ ગુણોને આશ્રયીને અભેદોપચાર સ્વરૂપ] ભાવ તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. શ્રી જિનબિંબની સ્થાપના વખતે તે જ પરમાત્મા આ છે’-આ પ્રમાણેના નિજ [પોતાના] ભાવની મુખ્યદેવતાને આશ્રયી જે બાહ્યપ્રતિષ્ઠા થાય છે તે ઔપચારિક છે. આ પરમાત્મા પ્રતિષ્ઠિત છે' આવા પ્રકારના જ્ઞાનથી પ્રગટ થયેલી ભક્તિવિશેષના કારણે લોકોને તે પ્રતિષ્ઠા પૂજાના ફળને આપનારી છે. પ્રતિષ્ઠા કરાવનારનું અદૃષ્ટ [ધર્મ-પુણ્ય] પૂજાના ફળને આપનારું છે-એમ માની શકાશે નહિ. કારણ કે પ્રતિષ્ઠા કરાવનારનું એ અદૃષ્ટ પૂજા કરનારા આત્મામાં નથી. તેથી જ્યાં કારણ નથી ત્યાં કાર્ય ન થાય-એ સમજી શકાય છે. ૨૩૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા પાન ફી સંબંધથી પ્રતિષ્ઠા કરાવનારનું અદૃષ્ટ તત્ત્વજ્ઞાનાદિના કારણે જ્યારે નાશ પામશે ત્યારે પ્રતિમા પૂજ્ય નહીં રહે. જોકે પ્રતિષ્ઠા કરાવનારાનું અદૃષ્ટ સ્વજન્યત્વાદિ સંબંધથી પ્રતિમાજીની પ્રતિષ્ઠાદિમાં હોવાથી પૂજાના ફળમાં કોઈ અનુપપત્તિ નથી. તેમ જ પ્રતિષ્ઠા કરાવનારાના અદૃષ્ટનો ધ્વંસ થવા છતાં સ્વજન્યધ્વસવત્ત્વસંબંધથી અદૃષ્ટ વિદ્યમાન હોવાથી પ્રતિમામાં પૂજ્યત્વ પણ રહી શકે છે. પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના અદૃષ્ટને જો પૂજાના ફળને આપનારું માનીએ તો જ્યારે પ્રતિષ્ઠા થયા પછી પ્રતિમાજીને ચાંડાળનો સ્પર્શ થાય છે ત્યારે અદૃષ્ટ અને સ્પર્શના અનુક્રમે પ્રતિષ્ઠા કરાવનાર અને પ્રતિમાજી બંને અધિકરણો જુદાં હોવાથી સ્પર્શથી તે અદૃષ્ટનો નાશ નહીં થાય. અને તેથી ચાંડાળના સ્પર્શ પછી પણ પ્રતિમાજીમાં પૂજ્યત્વમાનવું પડશે. આવો પ્રસંગ આવે નહિ માટે પ્રતિષ્ઠા કરાવનારના અદૃષ્ટને પૂજાના ફળને આપનારું માનવાનું યોગ્ય ન હોવાથી “પ્રતિષ્ઠાથી ઉત્પન્ન થયેલી અને ચાંડાળાદિના સ્પર્શથી જેનો નાશ થાય છે એવી શક્તિ પૂજાના ફળ પ્રત્યે પ્રયોજક છે.'-આ પ્રમાણે મીમાંસકોની જે વિચારણા છે તે બરાબર નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભક્તિવિશેષને પ્રતિમાજીની પૂજાના ફળની પ્રયોજિકા માનવાથી કોઈ દોષ આવતો નથી. પ્રતિમાજીને ચાંડાળનો સ્પર્શ થયો છે-એના અનુસંધાનથી ભક્તિવિશેષ રહેતી નથી, જેથી તેવા સ્થળે પૂજાના ફળને માનવાનો પ્રસંગ આવતો નથી. યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ ભક્તિવિશેષને પૂજાના Page #235 -------------------------------------------------------------------------- ________________ ફળની પ્રયોજક માનવાથી જેમ કોઈ દોષ નથી, તેમ મીમાંસકોની માન્યતા મુજબ શક્તિવિશેષને પૂજાના ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં દોષ નથી. પરંતુ જ્યાં પ્રતિષ્ઠા થયેલી છે અને તેનાથી શક્તિ પણ ઉત્પન્ન થયેલી છે, આવા સ્થળે પ્રતિષ્ઠા થઈ નથી” આવા પ્રકારનું ભ્રમાત્મક જ્ઞાન થાય તોપણ વિશિષ્ટ પૂજાફળની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. તેથી ઉપર જણાવ્યા મુજબ ભક્તિવિશેષને પૂજાના ફળની પ્રયોજિકા માનવાથી મીમાંસકોની માન્યતાનું નિરાકરણ થયું છે. આથી જ અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શાભાવવિશિષ્ટ પ્રતિષ્ઠાધ્વસને પૂજાફળની પ્રત્યે પ્રયોજક માનનારા ચિંતામણિકારના મતનું પણ નિરાકરણ થાય છે. કારણ કે એમના મતે પણ તેવા પ્રકારનો પ્રતિષ્ઠાધ્વંસ વિદ્યમાન હોય ત્યારે પ્રતિષ્ઠા થઈ નથી' આવા પ્રકારનું અપ્રતિષ્ઠિતત્વનું ભ્રમાત્મક જ્ઞાન થાય ત્યારે પણ વિશિષ્ટ પૂજાફળની આપત્તિનો પ્રસંગ ઊભો છે જ... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. દાર્શનિક પરિભાષાનું અધ્યયન કર્યા વિના ઉપર જણાવેલી વિગત સ્પષ્ટ રીતે સમજવાનું શક્ય નથી. આ રીતે પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભક્તિવિશેષની પ્રાપ્તિના કારણે જ પ્રતિષ્ઠા ફલવતી છે એ સમજી શકાય છે. તેથી જ પોતે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે અથવા પોતાના સ્વજનોએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે... વગેરે જ્ઞાનના કારણે કોઈ પુરુષ-જીવને ભક્તિવિશેષની પ્રાપ્તિ થતી હોય છે, તેથી સ્વપ્રતિષ્ઠિતત્વ વગેરે ધર્મોનો આદર કરાય છે. અર્થાત્ એવા જ્ઞાનથી કોઈ દોષ Page #236 -------------------------------------------------------------------------- ________________ નથી. આથી જ ગ્રંથકાર પરમર્ષિએ “પૂજાવિંશિકા'માં ફરમાવ્યું છે કે-પોતે કરાવેલી હોવાથી આ સ્થાપના-પ્રતિષ્ઠા ઘણા ફળને આપનારી છે-આ પ્રમાણે કેટલાક માને છે. ગુર્નાદિકે-માતા પિતા, દાદા વગેરેએ કરાવેલી છે માટે આ સ્થાપના બહુફળને આપનારી છે-એમ કેટલાક માને છે. વિશિષ્ટવિધિથી કરાયેલી આ સ્થાપના છે તેથી તે ઘણા ફળને આપનારી છેએમ કેટલાક માને છે. શુદ્ધ સ્થાનમાત્રમાં પણ મનથી જ સ્થાપના કરાય, કોઈ વિશિષ્ટ સામગ્રી વિના માત્ર નવકાર બોલીને કરાય તોપણ એ પ્રશસ્ત છે. જે જગ્યાએ સ્થાપના કરવાની છે તે જગ્યાએ ઉપર નીચે પવિત્ર છાણ વગેરેથી લીંપીને સ્થાપના કરાય તો એટલાં પણ વિધિમાત્રથી સ્થાપના ફળને આપનારી છે. આ બધી જ માન્યતાઓમાં પોતે જે માનતા હોય તેમાં ઉપયોગ રાખવાપૂર્વક કરાયેલા અનુષ્ઠાનવાળા જીવોને સામાન્યથી વિશિષ્ટ અભિમત ફળ પ્રાપ્ત થાય છે, તેથી તે ઉપકારનું અંગ બને છે. સામાન્યથી અનુષ્ઠાન, બધાને તેના પોતાના ઉપયોગાનુસાર પ્રશસ્ત મનાય છે. પરંતુ કોઈના માટે કોઈ એક અનુષ્ઠાન નિયત સ્વરૂપે પ્રશસ્ત મનાતું નથી, તેથી જે જેના માટે ઉપકારક છે તે તેના માટે ઈષ્ટ હોય છે. ઉપર જણાવેલી; પોતે કરાવેલી સ્થાપના હોવાથી ઘણા ફળને આપનારી છે.. વગેરે બધી જ માન્યતાઓ એકાંતે બરાબર નથી. એવી તે તે માન્યતાને લઈને ભક્તિવિશેષની ઉત્પત્તિ થતી હોય તો યોગ્ય છે. પરંતુ મમત્વ કે કલહ વગેરેનું કારણ બને તો અયોગ્ય છે-એ યાદ રાખવું. આ રીતે Page #237 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતા હોવા છતાં ગુર્વાદિ પ્રતિષ્ઠા કરાવે તો તેથી કાંઈ ફળ મળતું નથી-આ પ્રમાણે કેટલાક કહે છે. વિધિપૂર્વક જ પ્રતિષ્ઠા કરાય તો જ ફળ મળે છે-આ પ્રમાણે કેટલાક માને છે તેની પાછળ કયો આશય છે તે તેઓ જ જાણે..૮-૪ *** પોતાના આત્મામાં જ પરમાત્માની સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાય છે. પોતાના આત્માને છોડીને બીજે કરાતી સ્થાપનાને તાત્ત્વિક પ્રતિષ્ઠા કહેવાતી નથી-તેનું કારણ જણાવાય છે बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥८-५ ॥ જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું એ પરમ સમરસાપત્તિનું કારણ છે. બાહ્યબિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું એ પરમસમરસાપત્તિનું કારણ છે તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજમુખ્ય-તાત્ત્વિક જાણવી અર્થ છે. એનો આશય એ છે કે-પૂર્વે જણાવ્યા મુજબ પોતાના આત્માગુણના નિધાન એવા શ્રી વીતરાગ પરમાત્માની સ્થાપના કરાય છે. તે જ ખરેખર તાત્ત્વિક પ્રતિષ્ઠા છે. એનું કારણ એ છે કે આ રીતે પ્રતિષ્ઠા કરવાથી શ્રી વીતરાગ પરમાત્માના વીતરાગતાદિ અનંત ગુણોની સ્થાપના આત્મામાં થાય છે. આથી પોતાના આત્માનું સ્વરૂપ પરમાત્માના સ્વરૂપ જેવું બને છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં સમરસાપત્તિ ૨૩૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. એ સમરસાપત્તિ પરમાત્મપદની પ્રાપ્તિનું અવધ્ય કારણ છે. આ રીતે આત્મામાં કરેલી સ્થાપનાને ઉપચારથી બહાર પ્રતિમાજીની સાથે સ્થાપના કરાય છે તે પણ સમરસાપત્તિનું પરમ બીજ છે. તેથી આ નિજભાવની જ પ્રતિષ્ઠા મુખ્ય એટલે કે ઉપચાર વિનાની તાત્ત્વિક છે. બીજી નહિ. ૮-પા મુક્તિ કે દેવલોકાદિના સ્થાનમાં રહેલાની જ પ્રતિષ્ઠા છે એમ શા માટે મનાતું નથી ? આવી શંકાનું સમાધાન કરતા જણાવે છે કે - मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानायभावेन ॥८-६॥ “પારમાર્થિક રીતે મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયેલ દેવતાની પ્રતિમાજીને વિશે તે દેવતાનું અધિષ્ઠાન વગેરે સંભવિત ન હોવાથી આ મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે પરમાત્મા મુક્તિ વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠિત થયા છે; તે દૂર હોવાથી સ્થાપ્ય-બિંબપ્રતિમાજી]ને વિશે મુખ્ય પ્રતિષ્ઠા શક્ય નથી. કારણ કે મંત્રના સંસ્કારથી તે દેવતાનું ત્યાં અધિષ્ઠાન રિહેવાનું; તેમ અહષ્કાર[આ હું છું એવી બુદ્ધિ અને મમત્વ વગેરે સ્વરૂપ સનિધાન શક્ય નથી. દેવતા જો વિતરાગી ન હોય તો હજુ એ પ્રતિષ્ઠા શક્ય બને પરંતુ વીતરાગ પરમાત્મા માટે તો તે કોઈ પણ રીતે શક્ય નથી. Page #239 -------------------------------------------------------------------------- ________________ આથી સમજી શકાશે કે પરમાર્થથી મોક્ષમાં પ્રતિષ્ઠિત થયેલા દેવની પ્રતિષ્ઠા પોતાના આત્મામાં શક્ય નથી. પરંતુ તેઓશ્રીની પ્રત્યેના અભેદભાવની જ પ્રતિષ્ઠા શક્ય છે. અને પ્રતિમાજીને વિશે મુખ્ય દેવતા-વિષયક આ પ્રતિષ્ઠા નથી. પૂર્વે જણાવ્યા મુજબ ઔપચારિક છે. ૮-દા શ્રી વીતરાગદેવતા મુક્તિમાં પ્રતિષ્ઠિત હોવાથી તેમની પ્રતિષ્ઠા પ્રતિમાજીમાં કરાતી નથી-એ વાતના સમર્થન માટે જ યુક્તિ જણાવાય છે - ' इज्यादे न च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । .. तदतत्त्वकल्पनेषा बालक्रीडासमा भवति ॥८-७॥ પૂજા વગેરે દ્વારા પ્રતિષ્ઠિત કરાતી દેવતાને કોઈ મુખ્ય ઉપકાર અહીં નથી. તેથી આ અતત્ત્વની કલ્પના બાલક્રીડા જેવી થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યા મુજબ મુક્તિમાં પ્રતિષ્ઠિત થયેલ શ્રી વીતરાગ પરમાત્માની આ પ્રતિષ્ઠા નથી. પ્રતિમાજીની પૂજા સત્કાર આંગી અને અભિષેક વગેરેની પ્રવૃત્તિ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માને સુખનો અનુભવ કરાવવા સ્વરૂપ કોઈ ઉપકાર મુખ્યપણે [ઉપચાર વિના] થવાનો નથી. મુખ્ય એવો ઉપકાર શક્ય ન હોવાથી મુક્તિમાં રહેલા દેવતાવિશેષની પ્રતિષ્ઠા કરવાનો અર્થ પણ નથી. તેથી મુક્તિમાં રહેલા દેવતાવિશેષની આ પ્રતિષ્ઠાની કલ્પના પારમાર્થિક નથી. એ કલ્પના Page #240 -------------------------------------------------------------------------- ________________ બાલક્રીડાદેવી બને છે. બાળક જેમ અનેક જાતના ઉપાયોને સેવી રમતના આનંદને અનુભવે છે. પરંતુ તે જેમ અજ્ઞાનમૂલક છે તેવી જ રીતે પૂજા કે સત્કાર વગેરે દ્વારા મુક્તિમાં રહેલા દેવતાવિશેષને પરિતોષ થાય છે-એ માનવાનું અજ્ઞાનમૂલક છે. આથી સમજાશે કે એ રીતે ઉપકારની માન્યતામાં ઉપર જણાવ્યા મુજબ બાલક્રીડાની સમાનતા સ્વરૂપ દોષ આવે છે. જે લોકો દેવતાવિશેષને પરિતોષ થાય-એ માટે નહિ પરંતુ પોતાના આત્મકલ્યાણ માટે પૂજા કે સત્કાર વગેરે કરે છે, તે લોકોને એ દોષ (બાલક્રીડાનું તુલ્યત્વ નથી. ૮-al પરમાત્માની પ્રત્યે નિજ ભાવની પોતાના અભેદભાવની જ પ્રતિષ્ઠા છે-એ પ્રમાણે જે જણાવ્યું છે-તેમાં ઉપપત્તિ [ફલ પ્રયોજક યુક્તિ] જણાવાય છે - भावरसेन्द्रात्तु ततो. महोदयाज्जीवता स्वरूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ॥८-८॥ તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબંધી પુણ્યસંપત્તિમિહોદયનો લાભ થવાથી કાલાંતરે જીવ સ્વરૂ૫; પ્રકૃષ્ટ અને અપ્રતિહત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે.”આ પ્રમાણે આઠમી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે મુખ્યદેવતા સ્વરૂપ પરમાત્માના આલંબન સ્વરૂપ જે ભાવ છે તે રસેન્દ્રસ્વરૂપ ભાવથી મહોદય-પુણ્યાનુબંધી પુણ્યસંપત્તિ મળવાથી જીવતાસ્વરૂપ એટલે આત્મભાવની Page #241 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધકાંચનતા થાય છે. કાલાંતરે પ્રાપ્ત થનારી એ સિદ્ધકાંચનતા પરમ કોટિની અને અપ્રતિબદ્ધ છે. કારણ કે સકલ કર્મના ક્ષયથી સિદ્ધકાંચનતા પ્રાપ્ત થતી હોવાથી પરમ પ્રકૃષ્ટ છે. અને કોઈ પણ સ્થાને વ્યાઘાત વિનાની હોવાથી અપ્રતિબદ્ધ છે. તાંબામાં રસસુવર્ણ રસનો અનુવેધ થવાથી - જેમ તાંબુ સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે તેમ ઉપર જણાવ્યા મુજબના ભાવરમેન્દ્રથી જીવસ્વરૂપતાંબુ સિદ્ધકાંચનતા[મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. ૮-૮ , જીવસ્વરૂપ સિદ્ધકાંચનતાને કઈ રીતે પ્રાપ્ત કરે છે તે જણાવાય છે. આશય એ છે કે, પૂર્વે જણાવ્યા મુજબ ભાવરસેન્દ્રના કારણે કાલાન્તરે જીવને સિદ્ધકાંચનતા પ્રાપ્ત થાય છે. એ જણાવ્યું છે જ. પરંતુ ભાવથી જ પ્રાપ્ત થતી સિદ્ધકાંચનતામાં શાસ્ત્ર કઈ રીતે ઉપયોગી બને છે-તે જણાવાય છે - वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयाऽतः सफलैषाप्यत्र भावविधौ ॥८-९॥ “વચન એટલે આગમ [શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઈન્જનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે. તેથી અહીં ભાવવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.”-આ પ્રમાણે નવમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ અનુષ્ઠાન, શ્રી વીતરાગપરમાત્માએ પ્રરૂપેલા પરમતારક વચનાનુસાર હોય Page #242 -------------------------------------------------------------------------- ________________ તો જ તે વિવક્ષિત ફળને આપનારું બને છે. અનુષ્ઠાનમાત્રનું ફળ મોક્ષ છે. તે સકલકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે અને તે વચનાનુસાર અનુષ્ઠાનથી જ શક્ય છે. અહીં વચનઆગમને અગ્નિની ઉપમા આપી છે. વચનાનલની ક્રિયા એટલે વચનનો ઉપયોગ રાખી તે મુજબ વર્તવું તે. એ વચનાનલની ક્રિયાથી કર્મસ્વરૂપ ઈન્ધનનો નાશ થાય છે. અને તેથી સિદ્ધકાંચનતાની પ્રાપ્તિ થાય છે. માત્ર ભાવસ્વરૂપ રસેન્દ્રથી જ; વચનાનલની ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કર્મેન્ધનદાહ વિના સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તેથી કર્મસ્વરૂપ ઈન્ધનના દાહમાં નિમિત્ત એવી વચનાનલની ક્રિયાનો પણ આદર કરવો જોઈએ. પ્રતિષ્ઠા વચનાનલક્રિયા સ્વરૂપ હોવાથી; “આ, આ પ્રમાણે કરવાનું છે? આવા પ્રકારની; શુભવ્યાપાર સ્વરૂપ અને વચનાનલક્રિયામાં અંતર્ગત એવી ઈતિકર્તવ્યતાથી યુક્ત છે. અગ્નિમાં ઈન્ધન નાખવા સ્વરૂપ એ ઈતિકર્તવ્યતાના કારણે આ બિંબની પ્રતિષ્ઠા ફલવાલી બને છે. આ રીતે મુખ્ય દેવતાને ઉદ્દેશીને પોતાના ભાવની જે પ્રતિષ્ઠા છે; એ ભાવના કારણે બિંબની પ્રતિષ્ઠા ફલવતી બને છે. એમાં ઉપર જણાવ્યા મુજબ વચનાનલક્રિયા [આગમાનુસારિતા પણ કારણ છે-એ સ્પષ્ટ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ એ વાતને જણાવતા ફરમાવ્યું છે કે બિંબગત પ્રતિષ્ઠા પણ પ્રકૃતમાં એ ભાવની સહકારિતાના કારણે વચનક્રિયા સ્વરૂપ હોવાથી ઈતિ-કર્તવ્યતાથી ફલવતી છે. અહીં ઈતિકર્તવ્યતાને ઈન્દનપ્રક્ષેપ જેવા શુભવ્યાપાર તરીકે વર્ણવી છે. એ શુભવ્યાપાર કર્મની ઉદીરણા રૂપ સમજવો. વચનાનલક્રિયાથી Page #243 -------------------------------------------------------------------------- ________________ કર્મ-ઈન્દનના દાહ માટે કર્મને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરાવવાનો એ પ્રયત્ન અહીં શુભવ્યાપાર છે. ઈત્યાદિ વિચારવું જોઈએ..I૮-લા પૂર્વગાથામાં પ્રતિષ્ઠા સફળ છે-એ જણાવ્યું તે કર્તાએ કેવી રીતે જાણવું અર્થાત્ કર્તાએ પ્રતિષ્ઠાને સફળ બનાવવા શું કરવું તે જણાવાય છે - एषा च लोकसिद्धा शिष्टजनापेक्षयाऽखिलैवेति । प्रायो नानात्वं पुनरिह मंत्रगतं बुधाः प्राहुः ॥८-१०॥ “શિષ્ટ જનની અપેક્ષાએ બધી જ પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ છે. “મોટા ભાગે લોકોત્તર પ્રતિષ્ઠામાં મંત્રને આશ્રયી વિશેષ છે.' આ પ્રમાણે પંડિત પુરુષો જણાવે છે.”-દશમી ગાથાનો આ અર્થ છે. આશય અત્યંત સ્પષ્ટ છે કે આ લૌકિક કે લોકોત્તર બધી જ પ્રતિષ્ઠા વિશિષ્ટ ભવ્યજનની અપેક્ષાએ લોકસિદ્ધ છે. કારણ કે પૂર્વપુરુષોની પરંપરાથી પ્રતીત જ છે. બહુલતયા પંડિત પુરુષોના જણાવ્યા મુજબ અહીં લોકોત્તર પ્રતિષ્ઠામાં મંત્રના વિષયમાં વિશેષતા છે. ૮-૧૦ લોકોત્તર પ્રતિષ્ઠાની વિશેષતા જણાવાય છે - आवाहनादि सर्च वायुकुमारादि गोचरं चात्र । सम्मार्जनादिसिद्ध्यै कर्त्तव्यं मन्त्रपूर्वन्तु ॥८-११॥ “આ પ્રતિષ્ઠામાં સમાર્જિન [ભૂમિશુદ્ધિ વગેરેની Page #244 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ માટે વાયુકુમારાદિ દેવોને ઉદ્દેશી આવાહનાદિ બધું જ મંત્રપૂર્વક કરવું. આ પ્રમાણે અગિયારમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે આવાહન, પૂજન, પોતાના કામમાં જોડવું અને રક્ષા વગેરે-આ બધું જ વાયુકુમાર અને મેઘકુમાર વગેરે દેવોને ઉદ્દેશીને કરવું. ક્ષેત્રશુદ્ધિ અને ક્ષેત્રમાં અભિવર્ષણ જિલનું સિચ્ચન વગેરે માટે કરાતા આવાહનાદિ કુળની પરંપરાથી પ્રાપ્ત થયેલા મંત્રપૂર્વક જ કરવા. ૮-૧૧|| એ પ્રતિષ્ઠા કેવી રીતે કરવી તે જણાવાય છે - न्याससमये तु सम्यक् सिद्धानुस्मरणपूर्वकमसंगम् । सिद्धौ तत्स्थापनमिव कर्त्तव्यं स्थापनं मनसा ॥८-१२॥ ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે, મંત્રનો ન્યાસ કરતી વખતે વિપરીતતા કર્યા વિના પરમપદે બિરાજમાન એવા શ્રી સિદ્ધપરમાત્માનું અનુસ્મરણ કરી શરીર કે મનની ચિંતા કર્યા વિના અત્યંત ઉપયોગપૂર્વક પરમતારક પ્રતિમાજીની સ્થાપના કરવી. પરમપદમાં શ્રી સિદ્ધપરમાત્માની જ જાણે સ્થાપના કરતા હોઈએ તેમ કેવલદર્શન અને કેવલજ્ઞાનાદિ સ્વરૂપ ચૈતન્ય શક્તિથી સમન્વિત [સહિત] એવા શ્રી સિદ્ધપરમાત્માની સ્થાપનાની જેમ જ પ્રતિમાજીની સ્થાપના પ્રતિષ્ઠાવિધિથી શુદ્ધ એવા અંતઃકરણથી કરવી જોઈએ. કારણ કે એ ભાવની ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરવાનું પ્રબળ કારણ છે.. એ યાદ રાખવું જોઈએ. ૮-૧રી/ Page #245 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય દેવતાને ઉદ્દેશીને આ રીતે પોતાના ભાવની કરાયેલી પ્રતિષ્ઠાને શું કહેવાય છે; જે કહેવાય છે તે જણાવાય છે - बीजन्यासः सोऽयं मुक्तौ भावविनिवेशतः परमः । . सकलावञ्चकयोगप्राप्तिफलोऽभ्युदयसचिवश्च ॥८-१३॥ ' “મુક્તિમાં ભાવનો વિનિવેશ થવાથી; આ જે પ્રતિષ્ઠા છે તે આ પરમ કોટિનો “બીજન્યાસ' કહેવાય છે. આ બીજન્યાસથી અભ્યદય વિશિષ્ટ પુણ્યોદય] સહાયક બને છે અને સકલ અવંચક યોગની પ્રાપ્તિ થાય છે.”-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ નિજભાવની પ્રતિષ્ઠા કરતી વખતે મુક્તિમાં ભાવનો એટલે સદન્તઃકરણનો પ્રવેશ થવાથી પુણ્યાનુબંધી પુણ્યનો અથવા સમ્યગ્દર્શનનો પરમ કોટિનો નિક્ષેપ થાય છે. તેથી પ્રતિષ્ઠાને બીજન્યાસ કહેવાય છે. એ બીજના ચાસથી ભવિષ્યમાં સકલ અવશ્ચક યોગની પ્રાપ્તિ થાય છે અને અભ્યદયની સહાયક તરીકે પ્રાપ્તિ થાય છે.. સદ્યોગાવંચક ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક-આ ત્રણ અવશ્યકયોગ છે. તેનું સ્વરૂપ વર્ણવતાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં ફરમાવ્યું છે કે-વિશિષ્ટ પુણ્યશાળી કે જેમના દર્શનથી જ આપણે પવિત્ર બનીએ એવા પવિત્ર પુરુષોનો; તેઓશ્રી ગુણસંપન છે એમ માનીને તેઓશ્રીના દર્શનને આશ્રયીને જે સંબંધ થાય છે તેને પ્રથમ સદ્યોગાવચ્ચક યોગ કહેવાય છે. તે પરમ પવિત્ર પુરુષો ગુણસંપન્ન હોવાથી તેમને Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રણામ, વંદન વગેરે કરવાનો જે સારી રીતે ચોક્કસ નિયમ છે તેને ક્રિયાવચ્ચક નામનો બીજો અવચ્ચક યોગ કહેવાય છે જે મહાપાપના ક્ષયનું પરમ કારણ છે. કારણ કે આ ક્રિયાવચ્ચક યોગથી નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. નીચગોત્રકર્મના ઉદયથી જીવને એવા કુળમાં જનમવું પડે છે કે જ્યાં ધર્મનું નામ પણ સાંભળવા ન મળે. આથી નીચગોત્રકર્મ મોટું પાપ છે, તેનો ક્ષય ક્રિયાવચ્ચકયોગથી થાય છે. તે પરમપવિત્ર પુરુષો પાસેથી ઘર્મોપદેશનાં શ્રવણ, મનન વગેરે દ્વારા ચોક્કસ રીતે ધર્મના વિષયમાં ઉત્તરોત્તર સિદ્ધિ સ્વરૂપ ફળની જે પ્રાપ્તિ થાય છે-તેને ત્રીજો ફલાવચ્ચક યોગ કહેવાય છે. આ ત્રણ પ્રકારના અવચ્ચકયોગની પ્રાપ્તિ બીજન્યાસથી થાય છે. ૧૮-૧૩ - પૂર્વગાથામાં જણાવેલા બીજન્યાસને ઉપાયથી વધારવો જોઈએ તે જણાવાય છે – . लवमात्रमयं नियमादुचितोचितभाववृद्धिकरणेन । . क्षान्त्यादियुतैर्भत्र्यादिसङ्मतै बृंहणीय इति ॥८-१४॥ લેશમાત્ર પણ એવો પ્રતિષ્ઠા સંબંધી જે ભાવ છે; તે નિયમે કરી ઉચિત ઉચિત એવા ભાવની વૃદ્ધિ વડે; ક્ષમા વગેરે ધર્મથી યુક્ત અને મૈત્રી વગેરે ભાવોથી સદ્ગત એવા આત્માઓએ વધારવો જોઈએ.” આ પ્રમાણે ચૌદમી ગાથાનો શબ્દશઃ અર્થ છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે પ્રતિષ્ઠા વખતે થોડો પણ બીજન્યાસ સ્વરૂપ જે ભાવ છે તેને ચોક્કસપણે દેશકાલાદિને અનુરૂપ ઉચિત ઉચિત ભાવની વૃદ્ધિ કરવા વડે વધારે જોઈએ. ક્ષમા, મૃદુતા, સરળતા અને સંતોષને જેણે પ્રાપ્ત કર્યો છે તેમ જ મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવનાથી જેઓ ભાવિત છે તે લોકોએ દેશકાલાદિને અનુરૂપ ભાવની વૃદ્ધિ કરવા વડે પ્રતિષ્ઠાસંબંધી ભાવને ઉપર જણાવ્યા મુજબ વધારવો જોઈએ. al૮-૧૪ જે બીજન્યાસને સંવર્ધિત કરવાનો છે; તે બીજન્યાસની વિશિષ્ટ સ્તવના કરાય છે અર્થાત્ તે બીજન્યાસનો પ્રભાવ જણાવાય છે – निरपायः सिद्धार्थः स्वात्मस्थो मंत्रराडसङ्गश्च । आनंदो ब्रह्मरसश्चिन्त्यस्तत्त्वज्ञमुष्टिरियम् ॥८-१५॥ “નિરપાય, સિદ્ધાર્થ, સ્વાત્મસ્થ, મન્નરાજ, અસ” આનંદ, બ્રહ્મરસ, ચિત્ત્વ અને તત્ત્વજ્ઞપુરુષોનું રહસ્ય પ્રતિષ્ઠાગત ભાવ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે અપાયોથી દૂર છે-તેને નિરાય કહેવાય છે. જે પ્રાપ્ત થયે છતે ઈષ્ટ વસ્તુઓની સિદ્ધિ થઈ જાય છે તેને સિદ્ધાર્થ કહેવાય છે. પોતાના સ્વરૂપમાં જ જે સ્થિર છે, પરના સ્વરૂપમાં નહિ-તેને સ્થાત્મિસ્થ કહેવાય છે. સ્વાભાવિકગુણસ્વરૂપ હોવાથી આ પ્રતિષ્ઠા સંબંધી ભાવ અલ્પ પણ બળવાન હોવાથી પાધિક પર એવા પ્રબળ કર્મનો Page #248 -------------------------------------------------------------------------- ________________ નાશ કરે છે. મનનથી રક્ષણ કરનારને મંત્ર કહેવાય છે. પ્રતિષ્ઠાગતભાવ પરમમંત્ર-સમાન હોવાથી મરીનું કહેવાય છે. સદ્ગપરપદાર્થમાં રતિથી વિકલ હોય તેને બસ કહેવાય છે. બ્રહ્મ એટલે સત્ય, તપ અને જ્ઞાન; તેમાં રસ એટલે રુચિ-આસ્વાદ; તેને પ્રહાર કહેવાય છે. ચિત્તનીય અનુપ્રેક્ષાદિ યોગ્યને વિન્ચ કહેવાય છે. અલ્પથી ઘણા હિતની પ્રાપ્તિ- તેને પુષ્ટિ કહેવાય છે, જે હિતોપદેશ અને અવિસંવાદનું સ્થાન છે. તત્ત્વજ્ઞપુરુષોની મુષ્ટિને તત્ત્વજ્ઞમુરિ કહેવાય છે. પ્રતિષ્ઠા સંબંધી ભાવમાં નિરપાયતા, સિદ્ધાર્થતા વગેરે સ્પષ્ટ છે. કારણ પરમાત્માની સાથે સમરસાપત્તિ સ્વરૂપ એ ભાવમાં અપાય વગેરેનો સંભવ નથી. I૮-૧પ આ રીતે પ્રતિષ્ઠાવિધિનું નિરૂપણ પૂર્ણ કરીને તેમાં જે બાકી છે તે જણાવાય છે – अष्टौ दिवसान् यावत् पूजाऽविच्छेदतोऽस्य कर्त्तव्या । दानं च यथाविभवं • दातव्यं सर्वसत्त्वेभ्यः ॥८-१६॥ ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પ્રતિષ્ઠા પ્રસંગે પ્રતિમાજીની પૂજા; પુષ્પ અને બલિબાકળા વગેરેના વિધાનથી આઠ દિવસ સુધી નિરંતર કરવી અને પોતાની સંપત્તિ મુજબ શાસનની ઉન્નતિ નિમિત્તે સર્વ જીવોને દાન આપવું. સંક્ષેપથી અહીં પ્રતિષ્ઠાવિધિનું વર્ણન પૂર્ણ થાય છે. આ ષોડશકમાં પ્રતિષ્ઠાવિધિનું દિશાસૂચન માત્ર છે. શાસ્ત્રશુદ્ધ રીતે આવાં પરમતારક અનુષ્ઠાનો થાય તો ખરેખર જ શાત્રે દર્શાવેલા Page #249 -------------------------------------------------------------------------- ________________ ફળની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. શાસ્ત્ર ખૂબ જ સંક્ષેપથી દિશાસૂચન કરતું હોય છે. પરમ શ્રદ્ધા અને આદરપૂર્વક એના પરમાર્થને ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતની પાસે સમજી લઈને શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરવાના આગ્રહી બનવું જોઈએ. વર્તમાનમાં થતાં અનુષ્ઠાનો મોટા ભાગે અજ્ઞાનબહુલ હોય છે-એમ લાગ્યા વિના નહીં રહે. કોઈ પણ જાતના કદાગ્રહને રાખ્યા વિના અનુષ્ઠાનોને શાસ્ત્રાનુસારી બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. શાસનની ઉન્નતિ માટે પણ શાસ્ત્રીય મર્યાદાનું પાલન કર્યા વિના ચાલે એવું નથી. શાસનની ઉન્નતિના નામે શાસ્રમર્યાદાનું જે અતિક્રમણ થાય છે-તે કોઈના પણ હિતનું કારણ નહીં થાય. આપણી ઈચ્છા અને શાસ્ત્રની આજ્ઞા-એ બે વચ્ચે જે વિસંવાદ છે એ આપણા સંસારપરિભ્રમણનું એકમાત્ર કારણ છે. એ બે વચ્ચે જો વિસંવાદ ન રહે અને સંવાદિતા સર્જાય તો આપણા કલ્યાણને કોઈ જ અવરોધ નથી. ॥ इत्यष्टमं षोडशकम् ॥ . ॥ અથ નવમં ષોડશમ્ || આઠમા ષોડશકના અંતે વિચ્છેદ વિના પૂજા કરવાનું જણાવ્યું. હવે પૂજાનું સ્વરૂપ આ ષોડશકમાં જણાવાય છે— स्नानविलेपनसुसुगन्धिपुष्पधूपादिभिः शुभैः कान्तम् । विभवानुसारतो यत्काले नियतं विधानेन ॥ ९ १ ॥ ૨૪૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ अनुपकृतपरहितनिरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानामिति भक्त्या पूजनं पूजा ॥९-२॥ સ્નાન, વિલેપન, ઉત્તમ જાતિનાં સુગંધી પુષ્પો અને ધૂપ વગેરે દ્રવ્યોથી તેમ જ સુંદર બીજાં પણ સુગંધી દ્રવ્યોથી; પોતાની સંપત્તિને અનુસાર તે તે કાળમાં નિયત; જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી એવા પણ પરજનોના હિતમાં રક્ત; મોક્ષને આપનારા અને દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓને પૂજ્ય છે.'-આ પ્રમાણેની ભક્તિથી મનને હરી જનારું શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત એવું જે શ્રી જિનેશ્વરદેવોનું પૂજન છે; તેને પૂજા કહેવાય છે. આ પ્રમાણે પહેલી-બીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાજીની પૂજા કરતી વખતે સૌથી પ્રથમ પ્રતિમાજીને સુગંધી એવા જલથી સ્નાત્ર કરવું. ચંદન, કંકુ વગેરે દ્રવ્યોથી વિલેપન કરવું. સુગંધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં. સુગંધી ધૂપ અને બીજાં પણ સુગંધી દ્રવ્યોથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વપરના મનનું હરણ કરે એવી રીતે પોતાની સંપત્તિને અનુસારે ઉદારતાપૂર્વક ત્રિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલા તે તે કાળે અથવા પોતાની આજીવિકાને બાધા ન પહોંચે તે કાળે પૂજન કરવું. તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી એવા પણ પરજનોના હિતમાં તત્પર; મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજ્ય છે.”- આવી ભક્તિભાવનાથી શ્રી - જિનેશ્વરદેવનું પૂજન કરવું જોઈએ. આવા પૂજનને પૂજા Page #251 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. વર્તમાનમાં આ બધું ભાગ્યે જ જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન; શુદ્ધ દ્રવ્યોનો ઉદારતાપૂર્વક ઉપયોગ; કાલાદિનું રૈયત્ય અને ઉપર જણાવેલો સદ્ભાવ... વગેરેથી કરાતી પૂજા જ પૂજા છે-એ યાદ રાખવું જોઈએ. અનુષ્ઠાનોને તારક બનાવવાં હોય તો તેની તારકતા શામાં છે-એ સમજી લેવું જોઈએ. કોઈ પણ અનુષ્ઠાન; શાસ્ત્રમાં જણાવેલા વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. પૂજા કરવા છતાં તેનું ફળ મળે નહિ તો પ્રવૃત્તિ સુધારવાની જરૂર છે-એનો ખ્યાલ આવવો જ જોઈએ. અહીં ગ્રંથકાર પરમર્ષિએ સંક્ષેપથી પણ પૂજાનું સ્વરૂપ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિની વાતની ઉપેક્ષા કરવાથી વસ્તુતઃ આપણે પરમપદાદિ ફળની ઉપેક્ષા કરીએ છીએ. પુણ્યથી પ્રાપ્ત થયેલી સામગ્રીને સર્વથા નિષ્ફળ બનાવનારી એ ઉપેક્ષાની જ ઉપેક્ષા કરવી જોઈએ. ૯-૨ *** તે પૂજાના જ હવે પ્રકાર જણાવાય છે - पञ्चोपचारयुक्ता काचिचाष्टोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ९ - ३॥ ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પચ્ચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા - આ રીતે ત્રણ પ્રકારની પૂજા છે. પશ્ચા[પાંચ અગો]પ્રણિપાત સ્વરૂપ પચ્ચોપચારા પૂજા છે. અષ્ટાઙ્ગપ્રણિપાત સ્વરૂપ અષ્ટોપચારા પૂજા છે. અને દશાર્ણભદ્ર વગેરે પુણ્યાત્માઓની ઋદ્ધિવિશેષે થતી ૨૪૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી સર્વોપચારા પૂજા છે. એમાં બધી રીતે અંતઃપુર હાથી, ઘોડા, રથ વગેરે સામગ્રીથી વિનય-ઉપચાર કરાય છે; તેથી તે સર્વોપચાર પૂજા કહેવાય છે. આ ત્રણ પ્રકારમાંની પહેલી જે પૂજા છે તે બે જાનુ [ઢીંચણ], બે હાથ અને એક મસ્તકએમ મળીને પાંચ અોથી વિનય-ઉપચાર કરવાથી પચ્ચોપચારા' કહેવાય છે. તેમ જ આગમમાં જણાવ્યા મુજબ પાંચ વિનયનાં સ્થાનોથી સહિત હોવાથી “પચ્ચોપચારા' કહેવાય છે. એ - સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો, ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાંની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી-આ પાંચ પ્રકારે જે વિનય-ઉપચાર કરાય છે, તેને પચ્ચોપચારા પૂજા કહેવાય છે. બીજી “અષ્ટોપચારા” પૂજામાં આઠ અલ્ગથી વિનય-ઉપચાર કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ-આ આઠ અંગોથી દંડવત્ જે પ્રણામ કરાય છે, તેને “અષ્ટોપચારા” પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઈદ્રાદિદેવની જેમ સર્વ બલ [ચતુરન્ગસેના સર્વવાહનાદિ; સર્વ પરિવાર, સર્વસંપત્તિ; સર્વ અલંકાર અને સર્વ આદર વડે જે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તે સર્વોપચારા પૂજા કહેવાય છે. અર્થાત્ સવ્યવસેvi..ઈત્યાદિ આગમમાં જણાવ્યા મુજબ ઈદ્રાદિની જેમ શ્રીદશાર્ણભદ્રાદિએ જે પૂજા કરી તેવા પ્રકારની પૂજાને સર્વોપચારા પૂજા કહેવાય છે. I૯-૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબની પણ પૂજા કેવા પૈસાથી અને કેવા આત્માએ કરવી જોઈએ-તે જણાવાય છે – न्यायार्जितेन परिशोधितेन वित्तेन निरवशेषेयम् ।। कर्त्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ॥९-४॥ ભાવવિશેષથી પરિશુદ્ધ કરેલા અને ન્યાયથી ઉપાર્જેલા ધનથી સારી રીતે સાધનોનો પ્રયોગ-ઉપયોગ જેણે કર્યો છે એવા બુદ્ધિમાન આત્માએ સકલ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે કોઈ પણ જાતની પૂજા કરતી વખતે પૂજા માટે જે દ્રવ્ય વાપરવાનું છે; તે ન્યાયથી મેળવેલું હોવું જોઈએ, ચોરી વગેરે અન્યાયથી મેળવેલું નહીં હોવું જોઈએ. સામગ્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરંતુ તે સામગ્રી અન્યાયથી મેળવેલા દ્રવ્યથી મેળવેલી નહીં હોવી જોઈએ. આ વિષયમાં અત્યારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. “ન્યાયથી મેળવેલું ધન પણ છોડવાજેવું છે, રાખવાજેવું નથી. આજે નહિ તો કાલે ગમે ત્યારે જે અવશ્ય વિનષ્ટ થવાનું છે તો તેનો ઉપયોગ ગમે તે રીતે કરી જ લેવો એ હિતાવહ છે. સદ્ધવ્યને સન્માર્ગમાં આપણે નહિ વાપરીએ તો એ ધનનો કોણ જાણે ક્યાં ઉપયોગ થશે'ઈત્યાદિ ભાવનાથી એ વિત્ત પરિશુદ્ધ બનાવેલું હોવું જોઈએ. આ રીતે ન્યાયોપાર્જિત પરિશોધિત ઘનના વ્યયથી બુદ્ધિમાને પૂજા કરવાની છે. વિશિષ્ટ પ્રજ્ઞા હોવાથી બુદ્ધિમાનને વિધિ, અવિધિ વગેરેનો પૂર્ણ ખ્યાલ હોય છે. તેથી તેઓ પૂજા કરતી વખતે આશાતનાદિને ખૂબ જ સરળતાથી Page #254 -------------------------------------------------------------------------- ________________ દૂર કરી શકે છે. આથી જ પૂજા કરતી વખતે જે જે સાધનનો ઉપયોગ કરવાનો હોય છે તે તે સાધનનો સારી રીતે ઉપયોગ તેઓ કરી લે છે. કોઈ પણ ફળની સિદ્ધિ-પ્રાપ્તિ માટે તેનાં સાધનોનો સપ્રયોગ કરવાનું અનિવાર્ય હોય છે. આથી સમજી શકાશે કે ફળના સાધનનો સારી રીતે પ્રયોગ-ઉપયોગ કર્યો છે જેણે એવા બુદ્ધિમાને પૂજા કરવાની છે. કારણ કે પૂજાના ફળને પ્રાપ્ત કરવાની યોગ્યતા એ આત્માઓમાં જ હોય છે. ઈત્યાદિ અહીં વિચારવું જોઈએ. l૯-૪તા બુદ્ધિમાન આત્માઓએ પણ કયા પ્રયત્ન વડે પૂજા કરવી જોઈએ તે જણાવાય છે – शुचिनात्मसंयमपरं 'सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चैः ॥९-५॥ વ્યસ્નાન અને ભાવ સ્નાનથી પવિત્ર થવા વડે; પવિત્ર ઉજ્વળ એવા વસ્ત્રને ધારણ કરી તેમ જ આ લોક કે પરલોક સંબંધી કોઈ વસ્તુની આશંસા રાખ્યા વિના ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિથી આગમનાં વચન મુજબ શરીરનાં અંગોપાંગાદિનો સંવર થાય એ રીતે પૂજા કરવી જોઈએ.” આ પ્રમાણે પાંચમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમપવિત્ર એવા શ્રી તીર્થંકરપરમાત્માની પૂજા પવિત્ર બનીને કરવી જોઈએ. પવિત્ર બનવા માટે દ્રવ્યસ્નાન અને ભાવસ્નાન છે. દેશથી અને સર્વથા એ રીતે દ્રવ્ય-બાહ્ય સ્નાન બે પ્રકારનું છે. હાથ, પગ અને મુખના પ્રક્ષાલનને દેશથી Page #255 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસ્નાન કહેવાય છે; તેમ જ જ્યારે મસ્તક ઉપર પણ સ્નાન કરાય છે ત્યારે પગથી માથા સુધીના એ સ્નાનને સર્વથા દ્રવ્યસ્નાન કહેવાય છે. આગમપ્રસિદ્ધ એવા કર્મમલના પ્રક્ષાલનના અધ્યવસાયવિશેષને ભાવસ્નાન કહેવાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ-ઉભય સ્નાનથી પવિત્ર બની પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે શરીરનાં અંગ અને ઉપાંગ તેમ જ ઈંદ્રિયોનો સંવર [તે તે દ્વારા થતાં કર્મબંધનો અભાવ થાય તે રીતે પૂજા કરવી જોઈએ. અર્થાત્ વિહિત પ્રવૃત્તિને છોડીને બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરીને શરીર કે ઈદ્રિયો દ્વારા કર્મબંધ ન થાય એ રીતે પૂજા કરવી જોઈએ. અન્યથા શરીરનાં અંગોપાંગ કે ઈદ્રિયોનો સંવર શક્ય નહીં બને. ગ્રંથકારશ્રીએ આ સંવરને આત્મસંયમરૂપે અહીં વર્ણવ્યો છે અને આત્માનો અર્થ ‘શરીર’ કર્યો છે. શરીરને સંયમિત રાખ્યા વિના પૂજા કરવાથી પૂજાના વાસ્તવિક ફળને પામી શકાશે નહિ. કાયાનો સંયમ મનની એકાગ્રતા માટે ખૂબ જ આવશ્યક છે. અપ્રશા વિષય ખાન-પાનાદિમાં એ અનુભવસિદ્ધ છે. પૂજા માટે વસ્ત્ર શ્વેત અને સુંદર હોવાં જોઈએ; લાલ પીળા વગેરે વર્ણવાળાં પણ સુંદર વસ્ત્રો ચાલે. સામાન્ય રીતે સારા પ્રસંગે વપરાતાં ઉજ્જ્વળ અને સુંદર એવાં વસ્ત્ર પૂજા માટે વાપરવાં જોઈએ. વસ્ત્રશુદ્ધિ પણ ભાવને પ્રાપ્ત કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ સાધન છે. વસ્ત્રશુદ્ધિ વિના કરાતી પૂજામાં આદર ન હોવાથી પૂજા કરતી વખતે વિવક્ષિત ભાવ આવતો નથી. એ ભાવને લાવવા માટે વસ્રની પણ પરિશુદ્ધિ ઉપર Page #256 -------------------------------------------------------------------------- ________________ જાળવી લેવી જોઈએ. પૂજા, શાસ્ત્રવિહિત હોવાથી આગમનાં વચનો મુજબ જ કરવાની છે અને તે પણ આ લોક કે પરલોક સંબંધી ફળની અપેક્ષા રાખ્યા વિના અનાશંસભાવે કરવાની છે. પુષ્પ, વસ્ર વગેરે દ્વારા અંગરચના કરવાથી તે તે પ્રકારે પ્રતિદિન અંગરચનાદિના કારણે વધેલા ભાવ વડે સારી રીતે પૂજા કરવી જોઈએ. ૯-૫]l *** પ્રતિષ્ઠા પછી પૂજા કરવાની હોય છે, તેથી પ્રતિષ્ઠાનિરૂપણ પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. એ પૂજા; પુષ્પ, નૈવેદ્ય વગેરે દ્રવ્યો અને સ્તોત્ર વગેરે ભાવના ભેદથી અનેક પ્રકારની છે. તેમાંની પુષ્પાદિ પૂજાનું સ્વરૂપ વર્ણવીને હવે સ્તોત્રપૂજાનું સ્વરૂપ બે ગાથાઓથી જણાવાય છે । पिण्डक्रियागुणगतै भीरै विविधवर्ण संयुक्तैः आशयविशुद्धजनकैः संवेगपरायणैः पुण्यैः ॥ ९-६ ॥ पापनिवेदनगर्भैः प्रणिधान पुरस्सरैर्विचित्रार्थेः अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ॥ ९-७॥ “શ્રી તીર્થંકરપરમાત્માનું અદ્ભુત શરીર, ચારિત્રની ક્રિયા અને શ્રદ્ધાજ્ઞાનાદિ ગુણોને જણાવનારાં; સૂક્ષ્મબુદ્ધિથી સમજી શકાય એવા ગંભીર અર્થવાળાં; છન્દ અને અલંકારાદિના કારણે વિવિધ વર્ણોની રચનાવાળાં; આશયશુદ્ધિને કરનારાં; સંવેગની પ્રાપ્તિને કરાવનારાં; પરમ પવિત્ર; પાપને [પોતે કરેલા પાપને જણાવનારાં, ઉપયોગ-પ્રધાન; વિવિધ અર્થને ૯ ૨૫૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ જણાવનારાં, અસ્મલિતાદિ ગુણોવાળાં અને મહાબુદ્ધિશાળી મહાત્માઓએ રચેલા સ્તોત્રો [સ્તવનાદિ] વડે પૂજા કરવી જોઈએ.”- આ પ્રમાણે છઠ્ઠી-સાતમી ગાથાનો સામાન્ય અર્થ આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ઉત્તમ પુષ્પાદિ પૂજાદ્રવ્યો વડે પૂજા કરવી જોઈએ. ત્યાર બાદ સ્તોત્રાદિ દ્વારા સ્તોત્રપૂજા [ભાવપૂજા કરવી જોઈએ. એક હજાર ને આઠ લક્ષણો અને અતિશયો વગેરેના વર્ણનથી પરમાત્માના સર્વોત્કૃષ્ટ શરીરનું વર્ણન જેમાં કરાય છે તે સ્તોત્ર, પિંડશરીરને જણાવનારું છે. દુઃખે કરીને નિવારી શકાય એવા પરીષહ અને ઉપસર્ગમાં પણ ભયભીત બન્યા વિના તેની ઉપર વિજય પ્રાપ્ત કરવાદિ સ્વરૂપ, પરમાત્માનું જે સર્વોત્કૃષ્ટ આચરણ છે તેને અહીં ક્રિયા કહેવાય છે. એ ક્રિયાનું વર્ણન જેમાં છે તે સ્તોત્ર, ક્રિયાને જણાવનારું છે. શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિનો પરિણામ વગેરે, આત્માની સાથે કાયમ માટે રહેનારા ગુણો છે. એ સામાન્યથી અલ્પાંશે પણ દરેક જીવમાં હોવાથી સામાન્ય ગુણો છે. વિશેષથી તો કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ગુણો છે. એ ગુણોનું વર્ણન જેમાં છે એ સ્તોત્ર, ગુણોને જણાવનારું છે. આ રીતે પરમાત્માના પિંડ, ક્રિયા અને ગુણોના વિષયવાળાં જણાવનારા સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. ઉપર જણાવેલી બે ગાથાથી સ્તોત્ર-પૂજાનું વર્ણન કરતી વખતે ગ્રંથકારપરમર્ષિએ સ્તોત્રનું અગિયાર વિશેષણોથી વર્ણન કર્યું છે. એમાં પ્રથમ વિશેષણ પિયા !પતિ’નું વર્ણન કરીને બીજા વિશેષણનું વર્ણન Page #258 -------------------------------------------------------------------------- ________________ કરતાં જણાવ્યું છે કે સ્તોત્ર ગંભીર હોવાં જોઈએ. સૂકમબુદ્ધિ-પ્રજ્ઞાથી ગ્રાહ્ય એવા ભાવોને જણાવનારાં જે સ્તોત્રો છે અને અંતરના શુભ ભાવોથી જે પ્રવર્તેલાં [ઉદ્ભવેલાં છે એવાં સ્તોત્રોને “ગંભીર કહેવાય છે. જે સ્તોત્રોથી પૂજા કરવાની છે તે સ્તોત્રો, વિવિધ વર્ષોથી એટલે કે છંદો અને અલકારો[સાહિત્યપ્રસિદ્ધ વર્ણાદિ અને અર્થાદિની રચનાવિશેષને લઈને વિવિધ અક્ષરોથી સારી રીતે રચેલાં હોવાં જોઈએ. સ્તોત્રપૂજા કરતી વખતે એવાં સ્તોત્રથી પૂજા કરવાની છે કે જે સ્તોત્રો બોલતાં વિશુદ્ધ આશયની પ્રાપ્તિ થતી હોય. એવાં સ્તોત્રોને આશયવિશુદ્ધિનાં જનક કહેવાય છે. સંવેગપરાયણ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ. સંવેગ એટલે સંસારનો ભય અથવા મોક્ષની અભિલાષા અને પરાયણ તેને કહેવાય છે કે જે હોતે છતે ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. જે સ્તોત્રથી ઉપર જણાવ્યા મુજબ સંવેગમાં જવાય છે [સંવેગ પ્રાપ્ત થાય છે તે સ્તોત્રો સંવેગપરાયણ છે. તેમ જ એ સ્તોત્રો પુણ્યબંધનાં કારણ હોવાથી તેને પુણ્યસ્વરૂપ કહેવાય છે. આવાં પુણ્યસ્વરૂપપવિત્ર-સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાની છે. દા. - સાતમી ગાથાથી સ્તોત્રનું વર્ણન કરતી વખતે ફરમાવ્યું છે કે સ્તોત્ર પાપનિવેદનગર્ભિત હોવાં જોઈએ. રાગ, દ્વેષ અને મોહને લઈને પોતે કરેલાં જે પાપ પ્રિાણાતિપાતાદિ અઢાર છે, તેનું તે રીતે [પોતે કરેલા રૂપે વર્ણન નિવેદન જેમાં કરાયું છે; અર્થાત્ તે તે પાપોને તે તે રીતે જણાવવાનો આંતરિકભાવ [ગભ] જેમાં છે તે સ્તોત્રોને પાપનિવેદનગર્ભ Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્રો કહેવાય છે. આ રીતે પોતાના પાપને પ્રગટ કરીને પણ પરમાત્માની પૂજા થાય છે. કારણ કે એ વખતે સહજ રીતે “હું કેવો પાપાત્મા છું અને પરમાત્મા કેટલા મહાન-નિષ્પાપ છે'...આવો ભાવ સ્થાયી હોય છે. સ્તોત્રપૂજા કરતી વખતે પ્રણિધાનપુરસ્સર” સ્તોત્રો હોવાં જોઈએ. મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક તન્મય બનીને જે સ્તોત્ર બોલાય છે, તે સ્તોત્રને પ્રણિધાનપુરસ્સર સ્તોત્ર કહેવાય છે. ઉપયોગની અહીં મુખ્યતા છે. ઉપયોગ વિનાની અને ઉપયોગવાળી-બને ક્રિયાનું અંતર આપણે સમજી શકીએ છીએ. સ્તોત્રપૂજા ભાવપૂજાસ્વરૂપ છે. એ ઉપયોગની મુખ્યતા વિના શક્ય નથી. તેથી પ્રણિધાનપુરસ્સર સ્તોત્રને ઉપયોગપ્રધાન કહેવાય છે. આ પ્રમાણે ઉપયોગપૂર્વક બોલાતાં સ્તોત્રો વિચિત્રાર્થવાળાં અર્થાત્ અનેક અર્થવાળાં હોવાં જોઈએ. આવી જાતના સ્તોત્રના; ન નિક્ષેપાદિને આશ્રયીને થતા અનેક અર્થનું અનુસંધાન કરવાથી તન્મયતા સાધવાનું ખૂબ જ સરળ બને છે. ' સ્તોત્રપૂજા માટે સ્તોત્ર બોલતી વખતે અસ્મલિતાદિ ગુણપૂર્વક બોલાય-એનો ખ્યાલ રાખવો જોઈએ. જે સૂત્ર બોલતી વખતે યાદ કરી કરી, અટકી-અટકીને બોલાતું હોય તે સૂત્રને અલિત કહેવાય છે. જે સૂત્ર બોલતી વખતે પદ વગેરે ક્યાં પૂરાં થયાં-એ જણાય નહિ તે રીતે પદાદિ જેમાં ભેગાં બોલાય છે તે સૂત્રને મિલિત કહેવાય છે અને જે સૂત્ર બોલતી વખતે બીજાં સૂત્રોનાં પદો ભેગાં કરવાથી, બોલાતા સૂત્રના સ્વરૂપમાં વિકૃતિ રૂપાંતરી આવે છે તે સૂત્રને Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્યત્યાગ્રેડિત કહેવાય છે. એવા પ્રકારના અલિત, મિલિત કે વ્યત્યાગ્રંડિત સૂત્રો સ્તોત્રપૂજામાં ન હોવાં જોઈએ. પરંતુ અસ્તુલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ અને અહીનાક્ષરાદિ સૂત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ. આવાં સ્તોત્રો પણ મહાબુદ્ધિશાળી એવા મહાપુરુષો દ્વારા રચાયેલાં હોવાં જોઈએ. આવાં સ્તોત્રોથી સ્તુિતિવિશેષથી] આ સ્તોત્રપૂજા કરવાની છે. દ્રવ્યપૂજા જેમ ઉત્તમોત્તમ દ્રવ્યથી કરવાની છે, તેમ ભાવપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રોથી કરવાની છે. સ્તોત્રની ઉત્તમોત્તમતા અહીં અગિયાર વિશેષણો. દ્વારા વર્ણવી છે. એનો વિચાર કરવાથી સમજી શકાશે કે સ્તોત્રપૂજા માટે સ્તોત્ર કેવું હોવું જોઈએ. આજે રચાતાં સ્તોત્રમાં લગભગ એવી વિશેષતા જોવા મળતી નથી. ઉપર જણાવ્યા મુજબના સ્તોત્રની રચના બધા જ કરી શકે એવું તો ન જ બને એ સમજી શકાય. પરંતુ પૂર્વાચાર્ય ભગવંતાદિ સમર્થ મહાબુદ્ધિશાળીઓએ રચેલાં સ્તોત્રથી સ્તોત્ર-પૂજા બધા જ કરી શકે. મહાપુરુષો દ્વારા રચાયેલાં પરમ પવિત્ર સ્તોત્રોથી પૂજા કરવાનું આપણને સાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ કોઈ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહીં. આવી સ્થિતિમાં ભાવાવવાહી સ્તોત્રોની રચના કરીને મહાપુરુષોએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવેલાં ઉત્તમોત્તમ સ્તોત્રથી જ સ્તોત્રપૂજા કરવી જોઈએ Page #261 -------------------------------------------------------------------------- ________________ એ છઠ્ઠી-સાતમી ગાથાનો પરમાર્થ છે. ૯-૬, ગા *** સામાન્ય રીતે દ્રવ્ય વગેરે ઉપકરણોથી પૂજા કરાય છે. અહીં સ્તોત્રથી પૂજા થાય છે-એમ જણાવ્યું છે, તો તે કઈ રીતે કહેવાય છે..તે જણાવાય છે - शुभभावार्थं पूजा स्तोत्रेभ्यः स च परः शुभो भवति । सद्भूतगुणोत्कीर्तनसंवेगात् समरसापत्त्या ॥ ९-८ ॥ “શુભ ભાવની પ્રાપ્તિ માટે પૂજા છે. પારમાર્થિક ગુણોના ઉત્કીર્તનના કારણે મોક્ષની ઈચ્છાથી સમરસની પ્રાપ્તિ થાય છે, તેથી તેવા પ્રકારની સ્તોત્રપૂજાથી અધિક શુભ ભાવ થાય છે.’’- આ પ્રમાણે સામાન્યથી આઠમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પુષ્પ વગેરે દ્રવ્યોથી કરાતી બધી જ પૂજા શુભ ભાવની પ્રાપ્તિ માટે છે. સ્તોત્ર-સ્તુતિ દ્વારા પણ શુભ ભાવ ઉત્કૃષ્ટ થાય છે અર્થાત્ શુભ-કલ્યાણનું કારણ બને એવો ઉત્કૃષ્ટ શુભ ભાવ થાય છે. આથી સમજી શકાય છે કે પુષ્પવસ્ત્રાદિથી કરાતી પૂજાની જેમ જ સ્તોત્રથી કરાતી પૂજા પણ; પૂર્વશુભઅધ્યવસાય[પરિણામ-ભાવ]ની અપેક્ષાએ શુભતર અધ્યવસાયનું કારણ બને છે. તેથી સ્તોત્રમાં વિશિષ્ટપૂજાનું કારણત્વ સિદ્ધ થાય છે. સ્તોત્રપૂજાથી જે રીતે શુભતરભાવની પ્રાપ્તિ થાય છે, તે જણાવતાં ગાથાના ઉત્તરાદ્ધથી જણાવ્યું છે કે સ્તોત્રો દ્વારા થતી પૂજામાં; પરમાત્મામાં રહેલા પારમાર્થિક જ્ઞાનાદિગુણોનું ઉત્કીર્તન થાય છે. તેનાથી સંવેગ પ્રાપ્ત થાય છે. મોક્ષની ૨૫૮ Page #262 -------------------------------------------------------------------------- ________________ અભિલાષાને સંવેગ કહેવાય છે. જ્ઞાનાદિ ગુણોના ઉત્કીર્તનથી તે તે ગુણોને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થવાથી; તે જ્યાં પૂર્ણપણે ફળે છે તે મોક્ષની ઉત્કટ અભિલાષા સહજ રીતે થાય છે. આ સંવેગના કારણે આત્માને રાગ-દ્વેષની આધીનતાના અભાવ સ્વરૂપ સમભાવના અભિલાષની પ્રાપ્તિ થાય છે. અને તેથી પરમાત્માના ગુણનો ઉપયોગ હોવાથી પરમાર્થથી તે તે ગુણસ્વરૂપ જ આત્મા બની જાય છે. આ પ્રમાણે પરમાત્માની સાથે અભેદ થવા સ્વરૂપ સમરસાપત્તિ થવાથી; પુષ્પ વગેરેથી થતી પૂજાની અપેક્ષાએ સ્તોત્રપૂજાથી શુભતર પરિણામ થાય છે. આથી સમજી શકાશે કે સ્તોત્રો વિશિષ્ટ પૂજાનાં કારણ છે. - આ ગાથામાંની શુભભાવાર્થ પૂના-આ વાત નિરંતર યાદ રાખવી જોઈએ. ગ્રંથકારશ્રીએ તો પરમાત્માની સાથેની અભેદ પરિણતિને અહીં શુભતર ભાવસ્વરૂપે વર્ણવી છે. એને પામવા માટે શ્રી જિનપૂજા વિહિત છે. પુષ્પાદિથી કે સ્તોત્રથી કરાતી પૂજા પાછળનો આશય એક જ છે કે પૂજા કરવાથી ઉપર જણાવ્યા મુજબનો શુભ ભાવ પ્રાપ્ત થાય. વર્તમાનમાં પૂજા કરનારા એ આશયથી પૂજા કરે છે કે નહિ-એ પૂજા કરનારાને જ પૂછીને જાણવું પડશે. ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. જવાબ આપી શકાય એવો એ પ્રશ્ન નથી. ઉત્તર હોવા છતાં અનુત્તર એવો એ નાજૂક પ્રશ્ન છે. આવી સ્થિતિમાં પૂજાથી શુભભાવ પામવાનો ભાવ પ્રાપ્ત કરવાની ભાવના જન્મે તો ય પૂજા સફળ બને. અન્યથા પૂજાને સફળ બનાવવાનું શક્ય નથી. ૯-૮ો. Page #263 -------------------------------------------------------------------------- ________________ હવે પ્રકારમંતરથી [બીજી રીતે પૂજાના જ ત્રણ પ્રકાર જણાવાય છે – कायादियोगसारा त्रिविधा तच्छुद्ध्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्ये तु समयविदः ॥९-९॥ કાયાદિ યોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસાર, વચનયોગસારા અને મનોયોગસારા - આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિધિન)થી જે પૂજા થાય છે તે શ્રેષ્ઠ પૂજા છે-એમ બીજા આગમના જાણકારો કહે છે.”- આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઈએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે, સૂત્ર-સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિ ક્રિયામાં પ્રવર્તાવવાની છે, તેનો ચોક્કસપણે ઉપયોગ રાખી તે તે રીતે જે પૂજા કરાય છે તેને અનુક્રમે મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા પૂજા કહેવાય છે. પૂજામાં મન, વચન અને કાયાની શુદ્ધિનું ખૂબ જ મહત્ત્વ છે. યોગશુદ્ધિ અને યોગપ્રણિધાનાદિસ્વરૂપે એનું વર્ણન અનેક ગ્રંથોમાં કરાયેલું છે. પૂજા કરનારાએ એનો ખ્યાલ રાખી મન, વચન અને કાયાના યોગને સારભૂત બનાવવા જોઈએ. મનમાં ભવથી તરવાનો ભાવ હોય; જ્ઞાનની પ્રત્યે અગાધ પ્રેમ હોય અને વિધિ પ્રત્યે ઉત્કટ રાગ હોય તો મનોયોગ, વચનયોગ અને કાયયોગ સારભૂત છે જેમાં એવી પૂજા ખૂબ જ સરળતાથી થઈ શકશે. મન, વચન અને કાયાના દોષોનો ત્યાગ કરી Page #264 -------------------------------------------------------------------------- ________________ મનવચનકાયાની એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી જે પૂજા થાય છે; તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે. મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિથી યોગશુદ્ધિમાં કોઈ અતિચાર થતા નથી, તેથી અતિચારથી રહિત એ પૂજા શ્રેષ્ઠ બને છે. આ પ્રમાણે કેટલાક આગમના જ્ઞાતાઓનું કહેવું છે.I૯-૯ો. ક ઉપર જણાવ્યા મુજબની કાયાદિ યોગના સારવાળી પૂજા જે કારણે ત્રણ પ્રકારની મનાય છે તે જણાવાય છે– विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चान्या । निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः ॥९-१०॥ પહેલી “કાયયોગસારાપૂજા વિનોને ઉપશમાવતી હોવાથી વિનોપશમની' કહેવાય છે. બીજી “વાગ્યોગસારા પૂજા અભ્યદય[આ લોકાદિમાં સુખને પ્રસાધતી હોવાથી “અભ્યદયપ્રસાધની કહેવાય છે, અને ત્રીજી “મનોયોગસારા” પૂજા વાસ્તવિક ફળને આપનારી હોવાથી તેને નિર્વાણ[મોક્ષ)સાધની કહેવાય છે. તે તે અર્થને અનુરૂપ નામવાળી તે તે પૂજા છેઆ પ્રમાણે દેશમી ગાથાનો અર્થ છે. ' કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે કાયાદિ યોગની સારતાને લઈને તે તે યોગની મુખ્યતાએ પૂજાની ત્રિવિધતા આ પૂર્વે જણાવી હતી. આ ગાથાથી તેના નામને અનુરૂપ અર્થને લઈને પૂજાની ત્રિવિધતા વર્ણવાય છે. વિદનોપશમન, અભ્યદયપ્રસાધન અને નિર્વાણસાધન સ્વરૂપ Page #265 -------------------------------------------------------------------------- ________________ તે તે કાર્યના ભેદથી પૂજા ત્રણ પ્રકારની છે. કાયયોગસારાદિ પૂજાના અનુક્રમે સમંતભદ્રા, સર્વમઙ્ગલા અને સર્વસિદ્ધિકલા આ પ્રમાણે નામો છે. તેના અર્થને અનુરૂપ તે તે પૂજા અનુક્રમે વિઘ્નોપશમ, અભ્યુદયપ્રસાધન અને નિર્વાણસાધનને કરનારી છે. ત્રણ પ્રકારની તે તે પૂજા સ્વતંત્ર રીતે વિઘ્નોપશમાદિ તે તે ફળને આપનારી છે. તેમ જ અહીં પ્રથમ કાયયોગસારા-વિનોપશમની [સમંતભદ્રા] આ પૂજા; આદ્ય અવગ્ધક યોગ સ્વરૂપ યોગાવત્ચકયોગની પ્રાપ્તિ થવાથી સમકિતદૃષ્ટિને હોય છે. બીજી વાગ્યોગસારા-અભ્યુદય-પ્રસાધની [સર્વમંગલા]-આ પૂજા; બીજા અવગ્ધક યોગ સ્વરૂપ ક્રિયાવચ્ચક-યોગની પ્રાપ્તિ થવાથી શ્રાવકપણામાં દેશવિરતિધર્મના પાલન માટે જે ગુણો આવશ્યક છે તે ઉત્તરગુણને ધરનારા શ્રાવકને હોય છે અને ત્રીજી મનોયોગસારા નિર્વાણસાધની સર્વસિદ્ધિફલા]- આ પૂજા; ત્રીજા અવગ્ધક યોગ સ્વરૂપ ફલાવચ્ચક-યોગની પ્રાપ્તિ થવાથી પરમશ્રાવકને જ હોય છે. યથાપ્રવૃત્તિકરણવિશેષથી જે લોકો ગ્રંથિદેશે આવેલા છે તેમને ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ ફળને આપનારી પૂજા હોય છે. તેથી સદ્યોગાદિ ભાવની પ્રાપ્તિ થાય છે; પરંતુ તેથી એવી જાતના કોઈ અનુબંધની સિદ્ધિ થતી નથી. સામાન્ય રીતે યોગી પુરુષો, યોગના સાધન અને યોગને પ્રાપ્ત કરવાના અવસર વગેરેની પ્રાપ્તિ થવાથી યોગાવર્ગીક યોગનું અસ્તિત્વ જણાય છે. ત્યાર પછી યોગી જનોને વંદનાદિ કરવા વગેરેની પ્રવૃત્તિથી ક્રિયાવચ્ચકયોગનું અસ્તિત્વ જણાય છે અને યોગની સિદ્ધિ સ્વરૂપ ફળની પ્રાપ્તિથી ૨૨ Page #266 -------------------------------------------------------------------------- ________________ " ફલાવચ્ચક્યોગનું અસ્તિત્વ જણાય છે. આ ત્રણ અવચ્ચકયોગનું સ્વરૂપ યોગદૃષ્ટિ એક પરિશીલન”માં જણાવ્યું છે. રાગદ્વેષના આત્માના તીવ્ર પરિણામને ગ્રંથિ કહેવાય છે. આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂનઓછી થાય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે છે. તે વખતની આત્માની પરિણતિને યથા-પ્રવૃત્તિકરણ કહેવાય છે. અવચ્ચકક્યોગ-ત્રણને આશ્રયીને પૂજાની ત્રિવિધતાનું વર્ણન પૂજા-વિશિકા'માં છે. ચાલુ પ્રકરણમાં એ ઉપયોગી જણાયાથી પ્રસંગથી એની વાત પણ અહીં જણાવી દીધી છે. જિજ્ઞાસુવર્ગે તેનું વિસ્તારથી સ્વરૂપ જાણવા માટે તે તે ગ્રંથોનું પરિશીલન કરવું જોઈએ. અહીં તો ખૂબ જ સંક્ષેપથી તેનું વર્ણન છે. ૯-૧૦ ત્રણેત્રણ પૂજામાં જે થાય છે તે જણાવાય છે– प्रवरं पुष्पादि सदा चायायां सेवते तु तदाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ॥९-११॥ त्रैलोक्यसुन्दरं यन्मनसापादयति ,तत्तुं चरमायाम् ।. अखिलगुणाधिकसद्योगसारसद्ब्रह्मयागपरः ॥९-१२॥ પ્રથમ વિદનોપશમની પૂજા વખતે, તે પૂજા કરનારો પ્રવર-સારામાંનાં પુષ્પો વગેરેને સદા સેવે છે અર્થાત્ પોતાના હાથે અર્પણ કરે છે. બીજી અભ્યદયપ્રસાધની પૂજામાં, તે પૂજા કરનારો ચોક્કસ રીતે બીજે સ્થાનેથી સારામાંનાં પુષ્પો વગેરે મંગાવે પણ છે. નિર્વાણ સાધની છેલ્લી પૂજામાં, સમગ્ર Page #267 -------------------------------------------------------------------------- ________________ ગુણોથી અધિક અને સદ્ધર્મોનું સારભૂત જે પરમાત્મસ્વરૂપ છે તેની પૂજા કરવામાં તત્પર એવો તે પૂજાને કરનારો; ત્રણ લોકમાં જે સુંદર છે, તેવાં પુષ્પાદિને મનથી પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે અગિયારમી અને બારમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સમજી શકાય છે કે કાયયોગસારા નામની . પહેલી પૂજામાં તે પૂજા કરનારા; પુષ્પો, સુગંધી દ્રવ્યો અને પુષ્પોની ગૂંથેલી માળા વગેરે પૂજાનાં દ્રવ્યો જે સારામાંનાં છે તે જ કાયમ માટે વાપરે છે. શ્રી વીતરાગપરમાત્માની પૂજા માટે ઉપલબ્ધ દ્રવ્ય જેમાં શ્રેષ્ઠ હોય છે તે પ્રથમ વિદનોપશમની પૂજા છે. ગમે તેવાં પુષ્પાદિ દ્રવ્યોથી વિનોપશમની પૂજા થતી નથી. પ્રારંભિક કક્ષાની પૂજામાં જે રીતે દ્રવ્યની શુદ્ધિ જાળવવી જોઈએ એ રીતે આજે લગભગ દ્રવ્યશુદ્ધિ જળવાતી નથી. આથી સમજી શકાશે કે કાયયોગસારા” પૂજા કરવાનું પણ કેટલું અઘરું છે. જે દ્રવ્ય મળે છે એમાંથી પણ શ્રેષ્ઠ દ્રવ્યને ગ્રહણ કરીને પૂજા કરાયા તો પ્રથમ પૂજા થઈ શકે છે.' પૂજામાં આવશ્યક એવાં ઉત્તમ દ્રવ્યો પોતાના સ્થાનમાં મળતાં ન હોય તો બીજે સ્થાનેથી કોઈને કહીને તે તે દ્રવ્યો મંગાવીને પણ તે તે દ્રવ્યોથી કરાતી પૂજા બીજી વાગ્યોગસારાઅભ્યદયપ્રસાધની પૂજા છે. હૈયાની ઉદારતા અને પરમાત્માની પ્રત્યે ઉત્કટ બહુમાન હોય તો આ બીજી પૂજા થઈ શકે. “આ દ્રવ્ય વિના નહિ જ ચાલે'-આવા પરિણામના કારણે બીજી પૂજામાં આ રીતે બીજે સ્થાનેથી પણ ઉત્તમ દ્રવ્યો મંગાવીને પૂજા કરવામાં આવે છે. શક્તિસંપન્નતા કરતાં પણ Page #268 -------------------------------------------------------------------------- ________________ ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે, જેની અત્યારે ઘોર ઉપેક્ષા સેવાય છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટપકારિતાનો યથાર્થ રીતે ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો પણ ઉપકાર કરનારા પ્રત્યે જો અહોભાવ આવતો હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે ભાવ ન આવવાનું કોઈ જ કારણ નથી. - છેલ્લી નિર્વાણસાધની પૂજામાં તે પૂજાને કરનારા પુણ્યાત્માઓ ત્રણ લોકમાં જે સારામાં સારી વસ્તુ છે, તેને પ્રાપ્ત કરી તેનાથી પૂજા કરવાની ભાવનાવાળા હોય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો તેઓ દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં સુંદર એવા નંદનવન વગેરે સ્થાને પ્રાપ્ત થતાં પારિજાતનાં પુષ્પો વગેરે દ્રવ્યને તેઓ મનથી પ્રાપ્ત કરે છે. અપ્રશસ્તમાર્ગમાં વિષયોનું સંપાદન મનથી કરવાનું આપણા માટે પ્રસિદ્ધ છે. જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લઈને પરમતૃપ્તિનો અનુભવ કરવાનું કાર્ય લગભગ દરરોજનું છે. ઈદ્રાદિ દેવો વગેરે પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે એવાં દ્રવ્યોના અભાવમાં મનથી જ એ દ્રવ્યોની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યથી “મનોયોગસારા” પૂજા કરાય છે. આવી પૂજાને કરનારા પુણ્યાત્માઓ “પવિત્રગુણાવિયોગસારસંત્રિમથી પર' હોય છે. આશય એ છે કે ત્રીજી-છેલ્લી નિર્વાણ સાધની પૂજા કરનારા બરાબર સમજે છે કે સમગ્ર ગુણોથી અધિક શ્રેિષ્ઠી પરમાત્મસ્વરૂપ સબ્રહ્મ છે તેમ જ અજરામરત્વસ્વરૂપ એ પરમાત્મસ્વરૂપ હોવાથી સદ્યોગ Page #269 -------------------------------------------------------------------------- ________________ સદ્ધર્મવ્યાપારોનું સારભૂત સબ્રહ્મ છે. એ સબ્રહ્મની પૂજામાં જે તત્પર છે; એટલે કે એ પૂજામાં જ જેમનું મન લાગેલું છે; તેઓ જ ઉપર જણાવ્યા મુજબ નિર્વાણ સાધની પૂજા કરી શકે છે. સમગ્ર ગુણથી અધિક એવા પરમાત્માના સ્વરૂપની સમગ્રગુણોથી શ્રેષ્ઠ એવાં પૂજાનાં ઉપકરણોને મનમાં ધારણ કરીને સર્વોત્કૃષ્ટ આત્મિક સંતોષ માટે બુદ્ધિમાને પૂજા કરવી જોઈએ. છેલ્લી નિર્વાણસાધની પૂજામાં એ શક્ય છે. ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. ૯૧૧,૧૨ પ્રતિષ્ઠા પછી પૂજા માટે સ્નાન વગેરે કરવાનું છે. પરંતુ એમાં ષષ્કાય જીવોનો વધ થાય છે, તેથી તે યુક્ત નથી-આ પ્રમાણેની શકા કરતાં પૂર્વપક્ષ જણાવાય છે स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्या पूजेति मुग्धमतिः ॥९-१३॥ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે પ્રતિષ્ઠા પછી પ્રતિમાજીની પૂજા માટે સ્નાન, વિલેપન, સુગંધી પુષ્પો અને ધૂપ-દીપાદિ પૂર્વે જણાવ્યા મુજબ અપેક્ષિત છે. એમાં જલ, વનસ્પતિ અને અગ્નિ વગેરેના જીવોની વિરાધના સ્પષ્ટ છે, જે સર્વથા નિષિદ્ધ છે. આવી પણ વિરાધનાથી થતી પૂજા દ્વારા શ્રી જિનેશ્વરદેવને સુખના અનુભવ સ્વરૂપ થોડો પણ ઉપકાર થતો હોય તો વિરાધનાને ગૌણ કરીએ, પરંતુ એ પણ શક્ય નથી. કારણ કે ભગવાનનાં બધાં જ કાર્યો પૂર્ણ થયેલાં Page #270 -------------------------------------------------------------------------- ________________ હોવાથી કૃતકૃત્ય એવા ભગવાનને પૂજાથી કોઈ જ ઉપકાર નથી. બીજાઓ દ્વારા તેઓશ્રીનું કોઈ જ કાર્ય કરણીય નથી. આથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે મોક્ષે પહોંચેલા શ્રી વીતરાગપરમાત્માને પૂજાથી કોઈ જ ઉપકાર ન હોવાથી પૂજા વ્યર્થ છે. આ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે. II૯-૧૩ *** ઉપર જણાવેલી પૂજાની નિષ્પ્રયોજનતાને નીચેની બે ગાથાઓથી દૂર કરાય છે - कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो गृहिणः । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ॥९-१४॥ कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् । 'तस्मादव्यर्थेषाऽऽरम्भवतोऽन्यत्र विमलधियः ॥९-१५॥ કૂપ[કૂવો]ના દૃષ્ટાંતથી અહીં પૂજાના વિષયમાં થતો કાય[પૃથ્વીકાયાદિ-વધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને લાભ ન હોવા છતાં પણ મંત્ર વગેરેથી તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે; તેમ પૂજા કરનારને પણ પૂજાથી લાભ થાય છે. આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્ય અર્થ છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપ ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ[હિંસાદિ]ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ પ્રયોજન-રહિત] નથી. આ પ્રમાણે પંદરમી ગાથાનો સામાન્ય અર્થ છે. * ૨૬૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે પૂર્વ ગાથામાં પૂજા માટે સ્નાનાદિ કરવાથી જલ, વનસ્પતિ વગેરેના વધનો પ્રસન્ગ આવવાથી દોષ જણાવ્યો હતો. તે દોષના નિવારણ માટે આ ગાથામાં જણાવ્યું છે કે કૂવાના ઉદાહરણથી અહીં દોષ નથી, પરંતુ ગુણ છે. પાણી માટે જ્યારે કૂવો ખોદવાનું કાર્ય કરાય છે; ત્યારે થાક લાગે છે, પરસેવો થાય છે; તરસ લાગે છે અને શરીરાદિ માટી વગેરેથી મલિન થાય છે.ઈત્યાદિ અનિષ્ટની પ્રાપ્તિ થવા છતાં એ બધાં જ અનિષ્ટો પાણી મળવાથી દૂર થાય છે; અને ઉપરથી સ્વ-પરને અનેક રીતે લાભ થાય છે. આવી જ રીતે પૂજા માટે કરાતા સ્નાનાદિથી. જલાદિકાયવધસ્વરૂપ અનિષ્ટ પ્રાપ્ત થવા છતાં પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થવાથી સ્વ-પરને અનેક રીતે ગુણોની પ્રાપ્તિ થાય છે. આ રીતે ગૃહસ્થને પૂજા કરવાથી ગુણની પ્રાપ્તિ થતી હોવાથી સ્નાનાદિના કારણે થતા કાયવધનો દોષ રહેતો નથી. ચૌદમી ગાથાના પૂર્વાદ્ધથી એ દોષનો પરિહાર થાય છે. ચૌદમી ગાથાના ઉત્તરાદ્ધથી એ વાત જણાવાય છે કે પૂજા કરવાથી શ્રી જિનેશ્વરદેવોને કોઈ પણ જાતનો ઉપકાર નહિ હોવા છતાં પૂજા કરનારને ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મંત્રનું સ્મરણ કરવાથી, અગ્નિનું સેવન કરવાથી અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ પણ જાતનો ઉપકાર નહિ હોવા છતાં જેમ મંત્રનું સ્મરણ કરનારાને વિષની બાધા દૂર થાય છે, અગ્નિનું સેવન કરનારાને શીતનો અપહાર દૂર થવું. થાય છે અને વિદ્યાનો અભ્યાસ કરનારાને વિદ્યા સિદ્ધ થાય Page #272 -------------------------------------------------------------------------- ________________ છે-તેમ પૂજા કરવાથી શ્રી જિનેશ્વરદેવોને કોઈ પણ જાતનો ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારાને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે. આથી સમજી શકાશે કે પૂર્વ ગાથામાં જણાવેલા “શ્રી જિનેશ્વરદેવને પૂજાથી કોઈ ઉપકાર નથી'- આ દોષનો પરિહાર થાય છે. કારણ કે પરમાત્માના ઉપકાર માટે પૂજા નથી, પોતાના લાભ માટે પૂજા વિહિત છે. પૂજાથી પોતાને લાભ થાય છે જ. પંદરમી ગાથાથી “પૂજા વ્યર્થ છે-એ શંકાનું નિરાકરણ કરાય છે. એનો આશય એ છે કે શંકા કરનારે, “ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમની પૂજા કરવાથી કોઈ જ લાભ નથી'એમ જણાવ્યું હતું, પરંતુ તે બરાબર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ ઉત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણના ઉત્કર્ષના કારણે જ તેઓશ્રીની પૂજા સફળ છે. આથી સમજી શકાશે કે પૂજા નહિ કરવા માટે શંકા કરનારે ભગવાનની કૃતકૃત્યતાને કારણ તરીકે વર્ણવી હતી. તેનું અહીં નિરાકરણ થાય છે. પૂર્વપક્ષમાં જે હેતુ, પૂજાના નિષેધ માટે આપ્યો હતો તે હેતુથી જ પૂજા કરવાનું સિદ્ધ થાય છે. પૂજા વ્યર્થ નથી, પ્રયોજનવાળી છે. કારણ કે પોતાનાં શરીર, સ્વજન અને ઘર વગેરે માટે જેઓ આરંભ કરે છે; તે નિર્મળબુદ્ધિવાળા જીવોને પૂજા, અનેક જાતિના લાભનું પરમ કારણ બને છે. અહીં આ કેવો નિયમ છે કે, પોતાના શરીરાદિ માટે આરંભ કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થોને આ રીતે પૂજાનો અધિકાર છે. કારણ કે કૂવાના દૃષ્ટાંતથી શ્રી જિનપૂજા; પોતાથી પૂિજાથી] ઉત્પન થનારા આરંભની વિશુદ્ધિપૂર્વક Page #273 -------------------------------------------------------------------------- ________________ ગુણાંતરને પ્રાપ્ત કરાવનારી હોય તો તેવી પૂજા કરવાનો અધિકાર પૂ. સાધુભગવંતોને આપવાનો પ્રસંગ આવશે. આ પ્રસંગના નિવારણ માટે એમ કહેવામાં આવે કે પૂજા સાવધ હોવાથી સર્વસાવધયોગથી વિરામ પામેલા પૂ. સાધુભગવંતોને એનો અધિકાર નથી, તો ગૃહસ્થોને પણ [તેઓ શીરાદિ માટે આરંભ કરતા હોવા છતાં] સાવઘ પૂજાનો અધિકાર નહિ આપવો જોઈએ. કારણ કે તેઓ કુટુંબાદિ માટે આરંભ કરે છે એનો અર્થ એ નથી કે તેથી ધર્મ માટે પણ તેઓ આરંભ કરે. એક પાપ કર્યું, એટલે બીજું પાપ પણ કરવું જોઈએ-એવો નિયમ નથી. તેથી સ્વકુટુંબાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થોને પૂજાનો અધિકાર આપવાનું યોગ્ય નથી.”. આ પ્રમાણે શંકા નહિ કરવી જોઈએ. કારણ કે પોતાના કુંટુંબાદિ માટે આરંભ કરનારા ગૃહસ્થોને એ અસદ્ આરંભના નાશ માટે સદારંભ સ્વરૂપ શ્રી જિનપૂજાદિનો અધિકાર છે. અનુબંધ-અહિંસા [અનુબંધ (પરિણામ)થી હિંસાનો અભાવ]સ્વરૂપ શ્રી જિનપૂજાદિથી ગૃહસ્થના અસરંભનો નાશ થાય છે. પૂ. સાધુભગવંતો તો સદાને માટે અસદ્ આરંભથી વિરામ પામેલા હોવાથી તેઓશ્રીને શ્રી જિનપૂજાદિનો અધિકાર નથી. કારણ કે કાદવમાં પગ નાંખવા અને પછી તે સાફ કરવા એની અપેક્ષાએ કાદવમાં પગ નાંખવા જ નહિ-એ સારું છે. આથી સમજી શકાશે કે અસદ્ આરંભથી નિવૃત્ત થવાની ઈચ્છાવાળા ગૃહસ્થો શ્રી જિનપૂજાદિના અધિકારી છે. સર્વથા અસદારંભથી નિવૃત્ત બનેલા પૂ. સાધુભગવંતો શ્રી જિનપૂજાદિના ૨૭૦ Page #274 -------------------------------------------------------------------------- ________________ અધિકારી નથી, તેથી કોઈ દોષ નથી. કૂવાના દૃષ્ટાંતથી શ્રી જિનપૂજા કરનારા ગૃહસ્થને જેમ દોષ નથી તેમ પૂ. સાધુભગવંતને શ્રી જિનપૂજા કરવાથી દોષ નહિ લાગે, તેથી તેઓશ્રીને પણ શ્રી જિનપૂજાનો અધિકાર આપવો જોઈએ-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સર્વથા સાવદ્યયોગથી નિવૃત્ત બનેલા પૂ. સાધુભગવંતો કૂવાના ઉદાહરણથી પણ શ્રી જિનપૂજાદિમાં પ્રવૃત્તિ કરે તો તેઓશ્રીને ચિત્તમાં અવદ્ય [પાપ જ લાગે. કારણ કે તેઓશ્રી સર્વવિરતિ પ્રમુખ ઉત્કૃષ્ટ ગુણોના ધારક છે. પરંતુ ગૃહસ્થો તેવા પ્રકારના ઉત્કૃષ્ટગુણોના ઘારક ન હોવાથી તેમને અવદ્ય નહિ લાગે. ક[ગૃહસ્થતિના પરિણામને આશ્રયીને અહીં શ્રી જિનપૂજાદિના અધિકાર અને અનધિકારનો વિચાર કર્યો છે. આથી જ સામાયિકમાં રહેલા ગૃહસ્થને પણ શ્રી જિનપૂજાદિનો અધિકાર નથી. બીજા પણ ગૃહસ્થોને કે જેઓ પૃથ્વીકાયાદિ જીવોની હિંસાથી ભય પામેલા છે, યતનાપરાયણ છે, સાવઘક્રિયાનો સંક્ષેપ કરવાની રુચિવાળા છે અને પૂ. સાધુ મહાત્માઓની ક્રિયાની પ્રત્યે અનુરાગ ઘરે છે એવા ગૃહસ્થો માટે ધર્મના અર્થે સાવઘક્રિયાપૂજાદિની પ્રવૃત્તિ ઉચિત નથીએવું પણ કેટલાક કહે છે. આ વિષયમાં વધારે કહેવાથી સર્યું. જિજ્ઞાસુએ તે તે વિષયના જાણકારો પાસેથી સમજી લેવું. જોઈએ. / ૯ -૧૪,૧૫. આ રીતે પૂર્વે જણાવ્યા મુજબ પ્રશ્ન અને તેના જવાબ સાથે પૂજાનું નિરૂપણ કરીને હવે ફળના નિરૂપણ સાથે પૂજાનું Page #275 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યત્વ જણાવાય છે – इति जिनपूजां धन्यः शृण्वन् कुर्वंस्तदोचितां नियमात् । भवविरहकारणं खलु सदनुष्ठानं द्रुतं लभते ॥९-१६॥ ગાથાનો અર્થ ખૂબ જ સરળ છે. આશય એ છે કે ધર્મસ્વરૂપ ધન છે જેની પાસે એવો પુણ્યશાળી આ પ્રમાણે શ્રી જિનપૂજાનું વર્ણન સાંભળે છે અને એ મુજબ તેના અર્થને સમજીને શ્રી જિનપૂજા તે તે કાળે ઉચિતપણે કરે છે, તે ધન્યાત્મા ભવવિરહના કારણભૂત સદનુષ્ઠાનને ચોક્કસપણે જલદીથી પ્રાપ્ત કરે છે. ભવના વિરહમાં કારણભૂત સદનુષ્ઠાનનું વર્ણન હવે પછીના ષોડશકમાં કરાશે. ૯-૧દા | | તિ નવ રોડશવમ્ | अथ दशमं षोडशकम् । નવમા ષોડશકના અન્તમાં શીધ્ર સદનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે - તે પ્રમાણે જણાવ્યું હતું. તે સદનુષ્ઠાનનું સ્વરૂપ હવે વર્ણવાય છે - सदनुष्ठानमतः खलु बीजन्यासात् प्रशान्तवाहितया । सायते नियोगात् पुंसां पुण्योदयसहायम् ॥१०-१॥ પ્રશાન્તવાહિતાના કારણે આ બીજન્યાસથી પુરુષોને અભ્યાસે કરી પુણ્યોદયની સહાયવાળું સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂજાને કરનારા ધન્યાત્માને જે પ્રશાન્તવાહિતા પ્રાપ્ત થાય Page #276 -------------------------------------------------------------------------- ________________ છે તેનાથી બીજનો ન્યાસ થાય છે. એ બીજન્યાસના કારણે શ્રી જિનપૂજાદિના અભ્યાસથી આત્માને પુણ્યોદયની સહાય પ્રાપ્ત થાય છે, જેથી ક્રમે કરી સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. વિષયકષાયની પરિણતિ જેની શાન્ત થઈ છે એવા ચિત્તને પ્રશાન્તચિત્ત કહેવાય છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માની પૂજા કરવાથી રાગાદિની પરિણતિ શાન્ત થાય - એ સમજી શકાય-એવી વાત છે. પ્રશાન્તચિત્તને વહન કરવાના સ્વભાવના આશ્રયને પ્રશાન્તવાહી કહેવાય છે. એમાં પ્રશાન્તવાહિતા રહી છે, જે ચિત્તના સંસ્કારવિશેષસ્વરૂપ છે. એ સંસ્કારથી ચિત્ત પ્રશાન્ત બની રહે છે અને તેથી પ્રશાન્તવાહિતાને લઈને પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ બીજનો ન્યાસ થાય છે. આ પુણ્યાનુબન્ધી પુણ્યની પ્રાપ્તિ પણ ઉચિતક્રમના કારણે થાય છે. અહીં પૂજાના અનુષ્ઠાનના ઉચિતક્રમને જાળવવામાં ન આવે તો પુણ્યાનુબન્ધી પુણ્યનું ઉપાર્જન થતું નથી. દ્રવ્ય, દેશ, કાળ, અવસ્થા, શબ્દ, સ્થાપના ઇત્યાદિનાં વિષયમાં ઔચિત્ય અનેક જાતનું છે. પૂજા કરનારે ન્યાયોપાત્તવત્તથી મેળવેલાં, સારભૂત પ્રમાણોપેત અને અતુચ્છ દ્રવ્યોથી પૂજા કરવી જોઈએ. યોગ્ય દેશમાં ઊભા રહીને બીજાને દર્શનાદિમાં અન્તરાય ન થાય એ રીતે તે તે જગ્યાએ ઊભા રહીને પૂજા કરવી જોઈએ. મધ્યાહ્નાદિ કાળે પૂજા કરવી જોઈએ. પરમાત્માની ત્રણ અવસ્થા (પિંડસ્થાદિ) ભાવવી જોઈએ. સ્તોત્રપૂજા વખતે સૂત્ર, ચૈત્યવંદન, સ્તુતિ વગેરે મધુરાદિ શબ્દોથી બોલવાં જોઈએ અને પ્રતિમાજી ધાતુનાં કે આરસાદિનાં છે - એ જોઈને તે તે રીતે Page #277 -------------------------------------------------------------------------- ________________ પૂજા વગેરે કરવું જોઈએ... આવી રીતે પૂજા વગેરે સંબન્ધી ઉચિતક્રમ અનેક જાતનો છે. એવા ઉચિત ક્રમને આચરવાથી પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ બીજનો વાસ થાય છે. વિવેકપૂર્ણ પ્રવૃત્તિમાં જ ઉચિત ક્રમ સચવાય છે. વિવેકશૂન્ય પ્રવૃત્તિથી પુણ્યાનુબન્ધી પુણ્યનો નિક્ષેપ થતો નથી. - પ્રશાન્તવાહિતાથી થયેલા એ બીજન્યાસથી અનુષ્ઠાનની પ્રવૃત્તિ નિયમિતપણે થાય છે. અનુષ્ઠાનના એ અભ્યાસથી પુરુષોને એ અનુષ્ઠાન સદનુષ્ઠાન સ્વરૂપે પરિણમે છે. ૧૦-૧ સદનુષ્ઠાનને તેના પ્રકારને આશ્રયીને જણાવાય છેतत्प्रीतिभक्तिचनासङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेवैतत् ॥१०-२॥ “પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ-આ પૂર્વપદ છે જેનાં એવું સદનુષ્ઠાન તત્ત્વજ્ઞોએ ચાર પ્રકારનું જણાવ્યું છે. એ ચારેય સદનુષ્ઠાન પરમપદનાં સાધન છે.” - આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે “પ્રીતિ', “ભક્તિ', “વચન”, “અસલ્ગ' - આ ચાર પદોને “અનુષ્ઠાન' પદની પૂર્વમાં જોડીને તે તે પદથી જણાતાં અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અર્થાત્ પ્રીત્યનુષ્ઠાન, ભકત્યનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અજ્ઞાનુષ્ઠાન- આ ચાર પ્રકારના કારણે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સદનુષ્ઠાનના સ્વરૂપના જાણકારોએ ચાર પ્રકારના સદનુષ્ઠાનને પરમપદ-મોક્ષના સાધન તરીકે જણાવ્યું છે. પ્રત્યનુષ્ઠાનાદિ દરેક સદનુષ્ઠાનને મોક્ષનું સાધન Page #278 -------------------------------------------------------------------------- ________________ તરીકે અહીં વર્ણવવા છતાં સંસારસુખની ઇચ્છાથી પણ કરાતા અનુષ્ઠાનને પ્રીતિ કે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે -એ જણાવનારા; શ્રી ષોડશકપ્રકરણને વિકૃતરૂપે રજૂ કરી રહ્યા છે. સર્વમેવૈતનું પરમ સાધનમ્' બીજી ગાથાનાં આ પદોનો વિચાર કરવાથી સમજી શકાશે કે પ્રત્યનુષ્ઠાનાદિને સદનુષ્ઠાન કહેવાનું કારણ એ એક જ છે કે તે પરમપદનાં સાધન છે. “પરમપદનું સાક્ષાત્ કે પરંપરાએ સાધન ન બને તોપણ તે સદનુષ્ઠાન છે.'-આ પ્રમાણે જણાવવાનું તાત્પર્ય અહીં નથી. ૧૦-રો ચાર પ્રકારના સદનુષ્ઠાનમાંના પ્રથમ સદનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે – यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥ જે અનુષ્ઠાનમાં પરમ આદર છે; એ કરનારને હિતના 'ઉદયવાળી પ્રીતિ થાય છે અને બીજાં કાર્યોનો ત્યાગ કરીને જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. - આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન કરતી વખતે પરમ આદર હોય છે, તે અનુષ્ઠાનને સામાન્યથી પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાન માટે કરાતો પ્રયત્નાતિશય અહીં અનુષ્ઠાન પ્રત્યેનો પરમ આદર છે. સામાન્યકોટિના પ્રયત્નથી થતા અનુષ્ઠાનને પ્રીતિઅનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી. અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિના કારણે પૂરતા પ્રયત્ન એ અનુષ્ઠાન થતું હોય છે. “સાધન Page #279 -------------------------------------------------------------------------- ________________ નથી; શક્તિ નથી, ઉલ્લાસ નથી, ઘરના લોકો ના પાડે છે; શરીર પ્રતિકૂળ છે; વાતાવરણ સારું નથી......' વગેરે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જે જે વસ્તુની ઊણપ વર્તાતી હોય, તે તે ઊણપને દૂર કરી અનુષ્ઠાનને પૂર્ણ બનાવનારા પ્રયત્નને પ્રયત્નાતિશય કહેવાય છે. અપ્રશસ્ત માર્ગમાં થનારી પ્રવૃત્તિ વખતે એ પ્રયત્નાતિશયનો આપણને અનુભવ છે. પૂજા વગેરે; ગૃહસ્થસંબન્ધી અને સ્વાધ્યાયાદિ; મુનિભગવન્તો સંબન્ધી અનુષ્ઠાનમાં આવો પ્રયત્નાતિશયસ્વરૂપ આદર બહુ જ ઓછો જોવા મળે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને થનારાં તે તે અનુષ્ઠાન વખતે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પ્રાપ્ત કરવા ખૂબ જ પ્રયત્ન કરવો પડતો હોય છે. અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ વગર એ શક્ય નથી. દુનિયાના દરેક ક્ષેત્રમાં એ સ્પષ્ટપણે જોવા મળે છે. આવું જ લોકોત્તર અનુષ્ઠાનમાં બની જાય તોં પ્રીતિ-અનુષ્ઠાન સહજ રીતે જ બની જાય. સાવ જ શિથિલ પ્રયત્નથી કરાતાં અનુષ્ઠાનોપ્રીતિ-અનુષ્ઠાનસ્વરૂપ નહિ બને. આ રીતે આદરપૂર્વક કરાતા એ અનુષ્ઠાનમાં તેના કર્તાને અભિરુચિ જાગે છે, જેનાથી ભવિષ્યમાં હિતની પ્રાપ્તિ થતી હોય છે. રોગીને અપથ્યમાં અભિરુચિ થાય છે પરન્તુ એનાથી તેને અહિતની પ્રાપ્તિ થાય છે. એવું પ્રીત્યનુષ્ઠાનસ્થળે બનતું નથી. પ્રીત્યનુષ્ઠાનસંબન્ધી જે અભિરુચિ (ગાઢરુચિ) છે, તે હિતના ઉદયવાળી છે. આવી અભિરુચિને લઇને જ પ્રીત્યનુષ્ઠાન બીજાં બધાં કામોને પડતાં મૂકીને કરવામાં આવે છે. જેની પ્રત્યે પરમ પ્રીતિ છે તે અનુષ્ઠાન ૨૭૬ Page #280 -------------------------------------------------------------------------- ________________ બીજાં બધાં કામો પડતાં મૂકીને કરાય છે - એ આપણા અનુભવની વાત છે. અત્યારે શું કામ છે ? અત્યારે નથી કરવું; પછી કરીશ - આવા પ્રકારની કોઈ પણ જાતની વિચારણા કર્યા વિના તત્કાલ તન્મયતાપૂર્વક જે અનુષ્ઠાન થાય છે - એ પ્રીત્યનુષ્ઠાન છે. આથી સમજી શકાશે કે જે અનુષ્ઠાન બીજાં બધાં કામો પડતાં મૂકી કરાય છે, જેમાં પરમ હિતોદયવાળી પ્રીતિ થાય છે અને જે અનુષ્ઠાન પરમ આદરથી થાય છે તે અનુષ્ઠાનને પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. મોક્ષસાધક અનુષ્ઠાનની શરૂઆત જ આ પ્રીત્યનુષ્ઠાનથી થાય છે. મોક્ષની પ્રીતિ તેના સાધનભૂત અનુષ્ઠાનમાં પરિણમે છે, જેથી પ્રીત્યનુષ્ઠાનનો ઉદ્ભવ થાય છે. “મોક્ષની પ્રીતિ ન હોય તોપણ પ્રીત્યનુષ્ઠાન થાય છે” એમ માનવાનું ઉચિત નથી. સંસારના સુખ પ્રત્યેની પ્રીતિથી પ્રીત્યનુષ્ઠાન ન થાય, એટલી સમજણ મોક્ષના અર્થમાં હોવી જ જોઈએ. ૧૦-૩ ભઢ્યનુષ્ઠાનસ્વરૂપ બીજા સદનુષ્ઠાનનું સ્વરૂપ વર્ણવાય __ गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्वशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥१०-४॥ પ્રીતિ-અનુષ્ઠાનજેવું પણ જે અનુષ્ઠાન; ગૌરવવિશેષના યોગથી બુદ્ધિમાન માણસનું વિશુદ્ધતરવ્યાપારવાનું છે તે અનુષ્ઠાનને “ભકત્યનુષ્ઠાન” કહેવાય છે. - આ પ્રમાણે ચોથી Page #281 -------------------------------------------------------------------------- ________________ ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે; ભકત્યનુષ્ઠાન બાહ્યદૃષ્ટિએ પ્રવૃત્તિ વગેરેને આશ્રયીને પ્રીત્યનુષ્ઠાનજેવું જ હોય છે. પરંતુ ભકત્યનુષ્ઠાનમાં એક પૂજ્યત્વનો સંબંધ અધિક હોય છે. પ્રીતિ-અનુષ્ઠાન વખતે જે પરિણામ છે એ પરિણામની અપેક્ષાએ ભકત્યનુષ્ઠાન વખતે ગૌરવ-પૂજ્યત્વનો પરિણામ વિશેષ હોય છે. એ પૂજ્યત્વના ભાવના કારણે ભકત્યનુષ્ઠાનકર્તાનું એ અનુષ્ઠાન, પ્રીત્યનુષ્ઠાનની અપેક્ષાએ વિશુદ્ધતર ક્રિયાવાળું હોય છે. પ્રીતિ અને પૂજ્યતા - એ બેના યોગે અનુષ્ઠાન ખૂબ જ વિશુદ્ધ બને. એ સમજી શકાય છે. પ્રીતિ-અનુષ્ઠાન અને ભઢ્યનુષ્ઠાન એ બંનેમાં જે વિશેષતા છે – તેને ગ્રહણ (સમજવું) કરવા માટે સમર્થ એવા બુદ્ધિમાન આત્માઓ; પોતાના એ સામર્થ્યથી વિશુદ્ધતર અનુષ્ઠાન કરે છે. બુદ્ધિમાન આત્માઓનું ગૌરવવિશેષથી યુક્ત પ્રકૃષ્ટ વિશુદ્ધિવાળું અને બાહ્યદૃષ્ટિએ પ્રીત્યનુષ્ઠાનજેવું અનુષ્ઠાન ભઢ્યનુષ્ઠાન છે... I૧૦-૪ll પ્રીતિ અને ભક્તિ-એ બેમાં જે વિશેષ છે તે જણાવાય . अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयो तिं स्यात् प्रीतिभक्तिगतम् ॥१०-५॥ પત્ની અત્યન્ત પ્રિય જ છે; તેમ માતા પણ હિત કરનારી હોવાથી અત્યન્ત પ્રિય જ છે. તે બંનેને કૃત્યપ્રયોજન (ભોજન, વસ્ત્ર વગેરેનું) પણ સરખું છે; છતાં એ Page #282 -------------------------------------------------------------------------- ________________ બંન્નેના કૃત્યમાં જે વિશેષ છે; એ વિશેષ અહીં પ્રીતિ અને ભક્તિના વિશેષમાં દૃષ્ટાન્ત છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પત્ની અને માતા અત્યન્ત પ્રિય છે. બંન્નેને ભોજન, વસ્ત્ર, અલંકાર અને ઔષધાદિની આવશ્યકતા હોય છે. તેમને તે તે વસ્તુ આપતી વખતે આપવાની ક્રિયા સરખી હોવા છતાં ભાવમાં ફરક છે. પત્નીનું કાર્ય પ્રેમથી કરાય છે અને માતાનું કાર્ય ભક્તિથી કરાય છે. આવી જાતિનો જ ફરક પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાનમાં છે. અનુષ્ઠાન અનુષ્ઠાનસ્વરૂપે એક હોવા છતાં પ્રીતિ અને ભક્તિના કારણે એ બંન્ને જાદાં છે. અનુષ્ઠાન પ્રીતિ અને ભક્તિથી જન્ય છે. તેથી તેને અનુક્રમે પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનમાં કોઈ પ્રીતિ નથી અને કોઈ ભક્તિ નથી. પ્રીતિ અને ભક્તિ આત્માનો પરિણામવિશેષ છે: દાર્શનિક પરિભાષામાં કહીએ તો હર્ષમાં રહેલ જાતિવિશેષસ્વરૂપ પ્રીતિત્વ અને ભક્તિત્વ છે. અર્થાત્ હર્ષવિશેષસ્વરૂપ પ્રીતિ છે અને હર્ષ-વિશેષ-સ્વરૂપ ભક્તિ છે. અહીં એ સમજી લેવું જોઈએ કે પ્રીતિ-અનુષ્ઠાન કરતી વખતે સામાન્ય રીતે અનુષ્ઠાન સરસ છે’ - એવા ભાવથી તે અનુષ્ઠાન થતું હોય છે. એમાં મુખ્યપણે ક્રિયાની અભિરુચિ કરવાની અભિરુચિ) કારણ બને છે; અને ભક્તિ-અનુષ્ઠાન કરતી વખતે અનુષ્ઠાન પ્રત્યેની ભક્તિબહુમાન (અનુષ્ઠાન પરમપવિત્ર છે, આત્માને ગુણસમ્પન્ન બનાવનારું છે...... ઇત્યાદિ પ્રકારનું) હોવાથી તે થાય છે. ૨૭૯૦ Page #283 -------------------------------------------------------------------------- ________________ એમાં મુખ્યપણે અનુષ્ઠાન પ્રત્યેનું બહુમાન કારણ બને છે. આવું જ દૃષ્ટાન્તમાં પણ બને છે. પત્નીનું કાર્ય કરતી વખતે પત્ની અને તેનું કાર્ય - એ પ્રત્યેની પ્રીતિથી એ કાર્ય થાય છે. અને માતાનું કાર્ય કરતી વખતે માતા પ્રત્યેના બહુમાનથી એ કાર્ય થાય છે. બંને સ્થળે કાર્ય કરતી વખતે હર્ષ થાય છે; જે અનુક્રમે ક્રિયા-અનુષ્ઠાન કરવાના મનોરથથી અને બહુમાનાદિગુણના મનોરથથી જન્મેલો છે. ક્રિયાસંબન્ધી મનોરથથી જન્મેલા હર્ષમાં પ્રીતિત્વ છે; અને ગુણસમ્બન્ધી મનોરથથી જન્મેલા હર્ષમાં ભક્તિત્વ છે. ઉપર જણાવેલી વાતના અનુસંન્ધાનમાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ “યોગવિંશિકા ની ટીકામાં ફરમાવ્યું છે કે સન્તોષ્ય પત્ની વગેરેનું કાર્ય કરવાનો અવસર આવ્યો છે - એમ જાણવાથી જે આનંદ થાય છે એ આનંદમાં રહેનાર જાતિવિશેષને પ્રીતિત્વ કહેવાય છે અને પૂજ્ય માતા વગેરેનું કાર્ય કરવાનો અવસર આવ્યો છે - એમ જાણવાથી જે આનંદ થાય છે એમાં રહેનાર જાતિવિશેષને ભક્તિત્વ કહેવાય છે. સન્તોષ્ય અને પૂજ્ય બંન્નેનાં કાર્ય કરવાના અવસરે આનંદ થાય છે, પરંતુ તે તે આનંદમાં ફરક છે. એક આનંદ પ્રીતિથી જન્ય છે અને બીજો ભક્તિથી જન્ય છે. કલ્યાણકંદલી ટીકામાં આને અનુલક્ષી ને જણાવ્યું છે તે તેમની પાસેથી સમજી લેવું જોઈએ. (જાઓ ષોડશક પ્રકરણ ભા. ૨ પ્રકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંધ : અંધેરી વેસ્ટ : મુંબઈ પ૬) /૧૦-પી Page #284 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સદનુષ્ઠાનમાંથી ત્રીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે – - वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥१०-६॥ “સર્વત્ર ઔચિત્યના યોગથી જે આગમાનુસારિણી [તેથી જ આગમસ્વરૂપ જે પ્રવૃત્તિ છે; તે આ વચનાનુષ્ઠાન છે. ચારિત્રસંપન્ન આત્માઓને જ તે અનુષ્ઠાન હોય છે. બીજાને વચનાનુષ્ઠાન હોતું નથી.”- આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ક્ષમા કે પ્રતિલેખના પિડિલેહણ] વગેરે બધાં જ ધર્માનુષ્ઠાનોની જે પ્રવૃત્તિ છે, તે જો આગમમાં જણાવેલા અર્થના સ્મરણપૂર્વક થતી હોય અને દેશ, કાળ, પુરુષ અને વ્યવહારના ઔચિત્યપૂર્વક થતી હોય તો તેને “વચનાનુષ્ઠાન' કહેવાય છે. પરિણામસ્વરૂપ પ્રવૃત્તિ કે ક્રિયાસ્વરૂપ [બાહ્ય પ્રવૃત્તિ કરવાનું આગમમાં જે રીતે ફરમાવ્યું છે, તેનું સ્મરણ કરીને તે તે પ્રવૃત્તિ કરીએ અને ત્યારે દેશ, કાળ, પુરુષ કે વ્યવહારના ઔચિત્યનો ભંગ થતો ન હોય તો તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાન સ્વરૂપ છે. * ક્ષમા વગેરે અનુષ્ઠાનો આગમમાં વિહિત છે તેથી તે અનુષ્ઠાનો તે રીતે જ કરવાં જોઈએ. અન્યથા અનુષ્ઠાનની પ્રીતિ અથવા પવિત્રતાને જ જોઈને તે તે અનુષ્ઠાનો કરીએ તો તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાનસ્વરૂપે નહિ પરિણમે. “શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા છે માટે કરવાનું છે, મને ગમે છે માટે નહિ અને એ પૂજ્ય-મહાન [પવિત્ર છે માટે નહિ'આવો ભાવ જ અનુષ્ઠાનને વચનાનુષ્ઠાનસ્વરૂપે પરિણાવે Page #285 -------------------------------------------------------------------------- ________________ છે. આગમ પ્રત્યેના અગાધ બહુમાનના કારણે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આથી જ આગમમાં જણાવ્યા મુજબ દેશ, કાળ, પુરુષ અને વ્યવહાર વગેરેને આશ્રયીને ઔચિત્ય સચવાય છે. પડિલેહણાદિ અનુષ્ઠાનો માટે જે દેશ, કાળ વગેરે આગમમાં જણાવ્યા છે તે દેશકાલાદિમાં અનુષ્ઠાન કરવાથી સર્વત્ર ઔચિત્ય સચવાય છે. દેશકાળાદિને આશ્રયીને ઔચિત્યપૂર્વકની આગમાનુસારિણી પ્રવૃત્તિ વચનાનુષ્ઠાન છે. અપરિણતાદિ લોકો જ્યાં ન હોય ત્યાં પડિલેહણ કરવું; ત્રીજા પ્રહરના અંતે અને ચોથા પ્રહરના અંતે પડિલેહણ કરવું રત્નાધિકોના ક્રમે પડિલેહણ કરવું અને મુહપત્તી, રજોહરણ, આસન વગેરેના ક્રમે પડિલેહણ કરવું. ઈત્યાદિ રીતે, પડિલેહણાદિ અનુષ્ઠાન [ધર્મવ્યાપાર પ્રત્યે જે દેશ, કાળ, પુરુષ, વ્યવહાર વગેરે દ્રિવ્ય, ભાવ વગેરે) આગમમાં વિહિત છે તે દેશકાલાદિને અનુસરીને જ તે તે અનુષ્ઠાન કરવાથી ઉપર જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું વચનાનુષ્ઠાન ચારિત્રવંતને જ હોય છે. કારણ કે ચારિત્રવંત સાધુભગવંતને જ ભવદુર્ગ[કિલ્લોને લંઘી જવાનું શક્ય બને છે. પૂ. સાધુભગવંતોને લોકસંજ્ઞાનો અભાવ હોવાથી છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાના કારણે ભવદુર્ગને લંઘી જવાનું શક્ય બને છે. ઘણા લોકોનું આલંબન લઈને જે કરાય છે, તેને લોકસંજ્ઞા કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો એવી લોકસંજ્ઞાથી મુક્ત હોય છે. ઘણા લોકો કરે છે માટે તે પ્રવૃત્તિને કર્તવ્યરૂપે તેઓ માનતા નથી. પરંતુ શ્રી તીર્થંકરપરમાત્માએ. જેનું વિધાન કર્યું Page #286 -------------------------------------------------------------------------- ________________ છે તેને જ તેઓ કર્તવ્ય તરીકે માને છે. છઠ્ઠ ગુણસ્થાનક આ રીતે લોકસંજ્ઞાથી રહિત હોવાથી તે ગુણસ્થાનકની પ્રાપ્તિના કારણે પૂ. સાધુભગવંતો ભવસ્વરૂપ દુર્ગને લંઘી જાય છે. આવા ચારિત્રવંત મહાત્માઓને જ વચનાનુષ્ઠાન હોય છે, બીજાને તે હોતું નથી. આ ગાળામાં જણાવેલી એ વાત નિશ્ચયનયને આશ્રયીને છે. વ્યવહારનયની અપેક્ષાએ તો પ્રથમ ગુણસ્થાનકે રહેલા માર્ગાનુસારી જીવોને પણ પોતાની ભૂમિકા મુજબ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનમાં પ્રવૃત્તિ કરતી વખતે અંશતઃ વચનાનુષ્ઠાન હોય છે. કારણ કે પ્રથમ ગુણસ્થાનકે સર્વથા વચનાનુષ્ઠાન ન હોય તો ત્યાર પછીના ચોથા, પાંચમા..વગેરે ગુણસ્થાનકે પણ તેનો સંભવ નહીં રહે. સર્વથા અસની ઉત્પત્તિનો સંભવ નથી. તેથી માર્ગાનુસારી જીવોને પણ અંશતઃ આ વચનાનુષ્ઠાન હોય છે જ. આથી સમજી શકાશે કે પૂર્ણપણે વચનાનુષ્ઠાન ચારિત્રસંપન મહાત્માઓને જ છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. એમાં લોકસંજ્ઞાનું રહિતપણું મુખ્ય કારણ છે. લોકસંજ્ઞાને આધીન બનેલા પોતે તો ભવદુર્ગનું ઉલ્લંઘન કરી જ શકતા નથી અને બીજાને પણ તે કરાવી શકતા નથી. .૧૦-દા પ્રથમ અસદા ગુણસ્થાન હોય તો સદનુષ્ઠાનમાંના ચોથા અસગ્ન અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે – यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत् तदावेधात् ॥१०-७॥ Page #287 -------------------------------------------------------------------------- ________________ જે વળી અભ્યાસના અતિશયે આત્મસાત્ થયાની જેમ પુરુષો દ્વારા કરાય છે; તેને અસંક્શ-અનુષ્ઠાન કહેવાય છે. પૂર્વવચનના સંસ્કારથી આ અસગ્ગાનુષ્ઠાન થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે વચનાનુષ્ઠાનને વારંવાર કરવાથી જે અનુષ્ઠાન અભ્યાસના પ્રકર્ષને લઈને આત્માની સાથે એકરૂપ થયેલું જાણે ન હોય તે રીતે કરાય છે, તે અનુષ્ઠાનને અસલ્ગાનુષ્ઠાન કહેવાય છે. ચંદનનો ગંધ જેમ સ્વભાવથી જ છે; કોઈ બીજા ગંધથી એ સુગંધિત થયેલું નથી તેમ ચંદનના ગંધન્યાયે શ્રી જિનકલ્પિક શ્રી તીર્થંકર પરમાત્માની જેમ ચારિત્રને પાળનારા વગેરે મહાત્માઓને આ અસગ્ગાનુષ્ઠાન સ્વભાવથી જ હોય છે. સંયમજીવનની વર્ષોની વચનાનુષ્ઠાનની આરાધનાના પ્રભાવે પ્રથમના એ વચનાનુષ્ઠાનના સંસ્કારના કારણે આ અસલ્ગાનુષ્ઠાન થાય છે. ૧૦-૭ી. વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાન-એ બેમાં જે વિશેષ છે તે જણાવાય છે – चक्रभ्रमणं दण्डात् तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥१०-८॥ દણ્ડના કારણે ચક્ર ફરે છે તેમ જ બીજાં ચક્રભ્રમણ દણ્ડના અભાવમાં થાય છે, આ ઉદાહરણ વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાનની વિશેષતામાં જાણવું.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ આ આશય એ છે કે ચક્રનું ભ્રમણ દણ્ડના સંયોગથી પણ થાય છે અને દણ્ડના સંયોગના અભાવમાં પણ થાય છે. ચક્રના ભ્રમણ માટે પ્રથમ દણ્ડનો પ્રયોગ કરવો પડે છે. એ પ્રયોગથી ચક્ર ફરતું થાય છે; અને ત્યાર બાદ દણ્ડ લઈ લીધા પછી પણ ચક્ર ફરતું રહે છે. આ રીતે ચક્રભ્રમણ દણ્ડસંયોગથી અને દણ્ડસંયોગના અભાવથી હોય છે. રીતે કુંભારના ચક્રનું ભ્રમણ; દણ્ડસંયોગથી ઉત્પન્ન થયેલું પ્રયત્નપૂર્વકનું છે અને બીજું દRsસંયોગના અભાવમાં જે ચક્રભ્રમણ છે; તે વેગસ્વરૂપ પૂર્વસંસ્કારનો ક્ષય થયો ન હોવાથી છે. આ પ્રમાણે જ વચનાનુષ્ઠાનમાં અને અસઙ્ગાનુષ્ઠાનમાં વિશેષતા સમજવાની છે. આગમના સંયોગના કારણે વચનાનુષ્ઠાન થાય છે અને આગમના સંસ્કારોનો પરિક્ષય ન થવાથી આગમના સંસ્કારમાત્રથી અસઙ્ગાનુષ્ઠાન થાય છે. કહેવાનો આશય એ છે કે આગમના વચનના અર્થનું સ્મરણ કરવા દ્વારા પૂ. સાધુભગવંતો ભિક્ષાટનાદિની જે પ્રવૃત્તિ કરે છે, તેને વચનાનુષ્ઠાન કહેવાય છે. મુખ્યપણે વચનાનુષ્ઠાન છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો નિર્દોષવસતિનું આસેવન, વિહાર અને ભિક્ષાટનાદિની જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે આગમમાં વિહિત હોવાથી કરે છે. અને સાવઘયોગની પ્રવૃત્તિ આગમમાં નિષિદ્ધ હોવાથી સાવધયોગની નિવૃત્તિ કરે છે. પોતાને ફાવે છે, ગમે છે કે આનંદ આવે છે...વગેરેનો વિચાર કર્યા વિના માત્ર આગમનો જ વિચાર કરીને કરાતી એ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ અનુષ્ઠાન ૨૮૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ આગમાનુસારી અને આગમાર્થના સ્મરણસ્વરૂપ ઉપયોગવાળું હોવાથી વચનાનુષ્ઠાન છે. વચનાનુષ્ઠાનના પ્રકૃષ્ટ અભ્યાસથી અપ્રમત્ત સાધુભગવંતોને અસલ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. ભૂતકાળના વચનાનુષ્ઠાનના પ્રબળ સંસ્કારની પરિક્ષય ન થવાથી કેવળ સંસ્કારના અપરિક્ષયથી માત્ર આગમસંસ્કારના કારણે એ અસલ્ગાનુષ્ઠાન થાય છે. વાસ્તવિક રીતે સ્વભાવથી જે અનુષ્ઠાન; વચન[આગમ)ની અપેક્ષા વિના જ થાય છે તે અસલ્ગાનુષ્ઠાન થાય છે. અનુષ્ઠાનના પ્રયોગકાળે આગમના ઉપયોગ વિનાનું એ અનુષ્ઠાન હોય છે. ઉપયોગ વિના પણ કરાતું એ અનુષ્ઠાન પરિશુદ્ધ હોય છે. અતિચારથી રહિત હોય છે. વચનાનુષ્ઠાન અને અસગ્ગાનુષ્ઠાન દેખીતી રીતે એકસરખાં હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ બંનેમાં મોટો ફરક છે. ૧૦-૮ પ્રતિ, ભક્તિ, વચન અને અસદ્ગ-આ ચાર અનુષ્ઠાનોના ફળના વિભાગ-પ્રકારને જણાવાય છે – अभ्युदयफले चाये निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥१०-९॥ પહેલાં બે અનુષ્ઠાનો સ્વર્ગસ્વરૂપ ફળને આપનારાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનો મોક્ષને આપનારાં છે. આ ચાર અનુષ્ઠાનોમાં છેલ્લાં બે અનુષ્ઠાનો મોક્ષનાં સાધન હોવાથી અપાય વિનાનાં જાણવાં.” આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન Page #290 -------------------------------------------------------------------------- ________________ એ બે અનુષ્ઠાનનું ફળ સ્વર્ગાદિ-અભ્યુદય છે અને વચનાનુષ્ઠાન તેમ જ અસાનુષ્ઠાન-એ બે અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ પૂર્વે પ્રીતિ, ભક્તિ વગેરે ચાર અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવ્યાં છે અને સદનુષ્ઠાનનું ફળ મોક્ષ છે-એ જણાવ્યું છે. અહીં પ્રીત્યનુષ્ઠાન કે ભક્ત્યનુષ્ઠાનનું ફળ અભ્યુદય[સ્વર્ગાદિ] વર્ણવ્યું છે-એ સાક્ષાત્ ફળની અપેક્ષાએ જણાવ્યું છે. પરંપરાએ તો એ બંન્ને અનુષ્ઠાનનું પણ ફળ મોક્ષ છે. સાક્ષાત્ કે પરંપરાએ જેનું ફળ મોક્ષ નથી, એ અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી. આ ગાથાનો આધાર લઈને સ્વર્ગાદિ સુખો માટે કરાતા અનુષ્ઠાનને સદનુષ્ઠાન [પ્રીત્યનુષ્ઠાન] તરીકે વર્ણવવાનું ઉચિત નથી. સદનુષ્ઠાનનો પ્રારંભ મોક્ષ માટે હોય છે, પરંતુ તેવા પ્રકારની સામગ્રીના અભાવે જીવને તે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ સાક્ષાત્ મોક્ષ-પ્રાપ્તિનું કારણ ન બનતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. એનો અર્થ એ નથી કે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ સંસારના સુખની પ્રાપ્તિ માટે કરી હતી. માત્ર સંસારસંબંધી સુખની પ્રાપ્તિ માટે કરાતાં અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી. દવા પીવા માટે,સાકર લેવી અને દવા પીવાથી સાકર મળશે-એ બંન્નેમાં જે ફરક છે, એવો જ ફરક પ્રીત્યનુષ્ઠાનાદિ સદનુષ્ઠાનમાં અને વિષાનુષ્ઠાનાદિ અસદનુષ્ઠાનમાં છે. “સંસારની દુઃખગહનતાનું ઓઘથી પણ પરિભાવન ન હોય અને એના યોગે સંસારના ઉચ્છેદની સહેજ પણ ભાવના ન હોય તોપણ અનુષ્ઠાન સદનુષ્ઠાન બને છે-” એ પ્રમાણે માનવાનું યોગ્ય નથી. ૨૮૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રીત્યનુષ્ઠાન, ભક્ત્યનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસઙ્ગાનુષ્ઠાન-આ ચાર અનુષ્ઠાનોમાં છેલ્લાં બે અનુષ્ઠાનો અપાયરહિત છે. સામાન્ય રીતે અતિચાર, આસઙ્ગ-આસિક્ત અને નિયાણું વગેરે મોક્ષના અપાય છે. આ અપાયો વચનાનુષ્ઠાન કે અસફ્ગાનુષ્ઠાન દરમ્યાન હોતા નથી. પ્રીત્યનુષ્ઠાન કે ભક્ત્યનુષ્ઠાનમાં એ અપાયો હોય છે. આથી જ આગમમાં જણાવ્યું છે કે પૂર્વસંયમ સ્વર્ગનું કારણ છે અને અપૂર્વસંયમ મોક્ષનું કારણ છે. સરાગસંયમને પૂર્વસંયમ કહેવાય છે અને અપૂર્વ-સંયમ; નીરાગસંયમને કહેવાય છે. પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન વખતે રાગ હોવાથી સરાગસંયમનો એ બેમાં સમાવેશ થાય છે અને અપૂર્વ-સંયમનો સમાવેશ વચનાનુષ્ઠાન અને અસઙ્ગાનુષ્ઠાનમાં થાય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાન અને અસાનુષ્ઠાનની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સંયમજીવનની સાધના પણ જ્યારે વચનાનુષ્ઠાનાદિમાં પરિણમતી હોય છે ત્યારે જ તે મોક્ષનું કારણ બનતી હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ; પ્રારંભથી જ મુમુક્ષુ આત્માઓને મોક્ષનો આશય પ્રાપ્ત થાયએ માટે વ્યવસ્થિત રીતે પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નથી રચાયેલાં પણ આવાં શાસ્ત્રોનો આધાર લઈને ‘સંસારના સુખ માટે પણ ધર્મ જ થાય અને એ ધર્મ સદનુષ્ઠાન છે...' વગેરે જણાવનારા કેટલાક ઉપદેશકો જાણી-જોઈને સદનુષ્ઠાનને વિકૃતસ્વરૂપે વર્ણવી રહ્યા છે. અનાદિકાળથી આ સંસારમાં જીવનું અસ્તિત્વ છે. આ સંસારમાંથી જીવનું અસ્તિત્વ મટી જાય-એ માટેના ઉપાયો જીવની યોગ્યતાને અનુલક્ષીને ૨૮૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યા છે. પોતપોતાની યોગ્યતાનુસાર તે તે ઉપાયોને આરાધી કાલક્રમે મુમુક્ષુ આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. કોઈ આત્મા વિલંબ વિના તે જ ભવે પરમપદને પ્રાપ્ત કરે છે. અને કોઈ આત્મા ભવાંતરે સ્વર્ગાદિને પ્રાપ્ત કરી પરમપદને પ્રાપ્ત કરે છે. એમાં સહકારી કારણોનો ભાવ અને અભાવે કામ કરે છે. આટલામાત્રથી એ લોકોએ સંસારસુખ માટે ધર્મ કર્યો હતો અને તેથી સંસારસુખ માટે પણ ધર્મ કરી શકાય છે.”ઈત્યાદિ જણાવવાનું ઉચિત નથી. એક જ આશયથી આરંભેલી પણ સાધના તથાવિધ સામગ્રીના અભાવે સિદ્ધિમાં વિલંબ કરે-એ સમજી શકાય છે. અન્યથા પરંપરાએ મોક્ષસાધક અનુષ્ઠાનો માત્ર અભ્યદયસાધક છે-એમ માનવાનો પ્રસંગ આવશે..ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં આશયનું શું મહત્ત્વ છે, તે આપણે જાણીએ છીએ. ૧૦-૯ આ પૂર્વે વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાં જે જે અનુષ્ઠાનમાં જે જે ક્ષમાધર્મનો સમાવેશ થાય છે-તે; પાંચ પ્રકારની ક્ષમાને આશ્રયીને જણાવાય છે –' उपकार्यपकारिविपाकवचनधर्मोत्तरा मता शान्तिः । आयद्वये त्रिभेदा घरमद्वितये द्विभेदेति ॥१०-१०॥ “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ જેમાં પ્રધાન છે-એવી પાંચ પ્રકારની ક્ષમા છે. આ પાંચ પ્રકારની Page #293 -------------------------------------------------------------------------- ________________ ક્ષમામાંથી પહેલા ત્રણ પ્રકારની ક્ષમાનો પહેલાં બે અનુષ્ઠાનમાં અને છેલ્લા બે પ્રકારની ક્ષમાનો છેલ્લાં બે અનુષ્ઠાનમાં સમાવેશ થાય છે.’- આ પ્રમાણે દશમી ગાથાનો સામાન્યાર્થ છે. આશય એ છે કે જેણે આપણી ઉપર ઉપકાર કર્યો છે તે આપણા ઉપકારી છે. જેણે આપણી ઉપર અપકાર કર્યો છે તે આપણો અપકારી છે. ઉપકાર કરનાર ઉપકારવાનને ઉપકારી કહેવાય છે અને અપકાર કરવામાં પ્રવૃત્તને અપકારી કહેવાય છે. શુભાશુભકર્મના ફળના અનુભવને સામાન્યથી વિપાક કહેવાય છે. અહીં અનર્થની પરંપરા સ્વરૂપ-એવો વિપાક ગ્રહણ કરવાનો છે. વચન આગમસ્વરૂપ છે અને પ્રશમ વગેરે આત્મસ્વભાવ અહીં ધર્મ છે. ઉપકારી વગેરે જેમાં પ્રધાન-મુખ્ય છે, એવી ક્ષમાને અનુક્રમે ઉપકારીક્ષમા; અપકારીક્ષમા; વિપાકક્ષમા; વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે. આ પાંચ પ્રકારની ક્ષમામાંથી પહેલા ત્રણ પ્રકારની ક્ષમા; પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાનમાં સમાય છે અને છેલ્લી બે ક્ષમાઓ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સમાય છે. ઉપકારને કરનારા ઉપકારી છે. ઉપકારીએ કહેલા દુર્વચનને સહન કરતી વખતે ઉપકારીક્ષમા હોય છે. ઉપકારીના વચનને હું સહન કરીશ નહિ તો ઉપકારનો સંબંધ ક્ષય પામશે.'-એમ સમજીને ઉપકારીના દુર્વચનને સહન કરાય છે ત્યારે આ પ્રથમ પ્રકારની ઉપકારીક્ષમા' કહેવાય છે. વચનક્ષમા અને ધર્મક્ષમાનું જે ફળ છે, તેવું ફળ ૨૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપકારક્ષમાનું નથી. પરંતુ ધર્મના પ્રારંભની અવસ્થામાં એનું ઘણું જ મહત્ત્વ છે. “આપણી ઉપર જેમણે ઉપકાર કર્યો છે તેઓ કોઈ વાર આપણી પ્રત્યે દુર્વચન કહે તો; તેઓએ કરેલા ઉપકારોને યાદ કરી તે દુર્વચનને સહન કરી લેવું જોઈએ. અન્યથા ઉપકારનો ક્ષય થશે.” આવા પરિણામના કારણે કરાતી ક્ષમા એ ઉપકારક્ષમા છે. “દુર્વચનને હું સહન નહિ કરું તો દુર્વચનને કહેનારા મારી ઉપર અપકાર કરશે’-એમ સમજીને જ્યારે દુર્વચનને સહન કરી લેવાય છે, ત્યારે બીજી અપકારી ક્ષમા હોય છે. સામાન્ય રીતે ઉપકાર ભૂતકાલીન હોય છે અને અપકાર ભવિષ્યકાળની અપેક્ષાએ હોય છે. ઉપકારી અને અપકારી પ્રત્યેની ક્ષમાને અનુક્રમે ઉપકારી ક્ષમા અને અપકારી ક્ષમા કહેવાય છે. ક્ષમાશીલતાની પ્રાપ્તિ માટે કારણભૂત અપકારી ક્ષમા પણ આત્માને ક્રોધાદિથી દૂર રાખે છે અને સહનશીલ બનાવે છે. કષાયોની ભયંકરતા સમજાયા વિના ક્ષમાનું મહત્ત્વ નહિ સમજાય. - વિપાકનો વિચાર કરીને જે ક્ષમા કરાય છે તેને વિપાકક્ષમા કહેવાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા વગેરે સ્વરૂપ જે કર્મનાં ફળ છે; તેને વિપાક કહેવાય છે. ક્રોધાદિ કષાય કરીશ તો નરકાદિ દુર્ગતિમાં અનેક જાતનાં દુઃખો ભોગવવા સ્વરૂપ કડવા વિપાકો અનુભવવા પડશે-એનો વિચાર કરીને કરાતી ક્ષમા ‘વિપાકક્ષમાં” છે. અથવા દુઃખના ડરને લઈને આ મનુષ્યભવમાં જ કષાયના કારણે અનર્થોની પરંપરા સર્જાશે-એમ સમજીને કરાતી ક્ષમાને વિપાકક્ષમા કહેવાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ પરલોક પ્રત્યે થોડી પણ શ્રદ્ધા હોય તો આ વિપાકક્ષમાના આસેવનથી આત્માને કષાયરહિત બનાવી શકાશે. ભવિષ્યની પ્રત્યે શ્રદ્ધા હોય તો ભવિષ્યનો વિચાર નહિ કરવાનું કોઈ કારણ નથી. ઉપકારક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમાઆ ત્રણ જાતની ક્ષમાનો સમાવેશ પ્રીત્યનુષ્ઠાન અને ભકત્યનુષ્ઠાનમાં થાય છે. ઉપકારી ક્ષમાદિના કારણે વચનક્ષમાદિની પ્રાપ્તિ થવાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય “માતુરતં એંજ્ઞા લુન્યા નિસાસ. શ્રી જિનેશ્વરદેવોનાં પરમતારક વચનોને સાંભળીને “આસુરીવૃત્તિકષાયપરિણતિ’ને નહિ રાખવી જોઈએ.” ઈત્યાદિ વચનોને અનુસરી જ્યારે ક્ષમા કરાય છે ત્યારે “વચનક્ષમા' હોય છે. ક્ષમા કરતી વખતે ઉપકાર, અપકાર કે વિપાક વગેરેનો વિચાર ન કરતાં માત્ર “શ્રી જિનેશ્વરદેવોએ ક્ષમા કરવાનું વિધાન કર્યું છે માટે ક્ષમા કરવી જોઈએ”- એમ સમજીને જે ક્ષમા કરાય છે, તેને વચનક્ષમાં કહેવાય છે. આ ક્ષમામાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક આગમવચનનું જ માત્ર આલંબન હોય છે, ઉપકારી વગેરે ત્રણની અપેક્ષા નથી હોતી. ઉપકારી વગેરે ત્રણ-વિષયમાં ક્ષમા હોવા છતાં જ્યારે શ્રી તીર્થકરપરમાત્માના વચનને લઈને જ એ ક્ષમા હોય છે, અને ઉપકારી, અપકારી કે વિપાકને લઈને એ ક્ષમા હોતી નથી ત્યારે તે ક્ષમાને “વચનક્ષમા' કહેવાય છે. આથી સમજી શકાશે કે-ઉપકારી વગેરેમાં ઉપકારી વગેરે સ્વરૂપે સમજીને કરાતી સમાને ઉપકારી ક્ષમા વગેરે કહેવાય છે અને શ્રી Page #296 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર-પરમાત્માના પરમતારક વચનના જ કારણે કરાતી ક્ષમાને વચનક્ષમા કહેવાય છે. ધર્મમાં તેને કહેવાય છે કે જે ક્ષમા આત્માના સ્વભાવભૂત છે. આશય એ છે કે ચંદનના વૃક્ષને કાપવામાં કે બાળવા વગેરેમાં આવે તો ચંદનવૃક્ષનો જે ધર્મ સુગંધ છે તે જેમ સ્થિર રહે છે અને વિક્રિયાને પામતો નથી, તેમ શરીરને કાપવામાં કે બાળવા વગેરેમાં આવે તો પરોપકાર કરનારી એવી ક્ષમા સ્થિર [આત્મસ્વભાવ બની રહે છે, કોઈ પણ જાતની વિક્રિયાને પામતી નથી. આ ક્ષમાને ધર્મક્ષમા કહેવાય છે. વચનક્ષમાના અભ્યાસના અતિશયથી ઘર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. ઉપકારી ક્ષમા વગેરે ચારેય ક્ષમાનો ઉદ્દેશ આ ક્ષમાની પ્રાપ્તિનો છે. વચનક્ષમા અને ધર્મક્ષમા : આ બે ક્ષમાનો સમાવેશ અનુક્રમે વચનાનુષ્ઠાન અને અસદ્ગાનુષ્ઠાનમાં થાય છે એ સમજી શકાય છે. વચનક્ષમા અને ધર્મક્ષમાનો પૂર્વાપરીભાવ છે. વચનક્ષમા પછી ઘર્મક્ષમા હોય છે, તેથી અનુક્રમે તે બેનો વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાનમાં સમાવેશ થાય છે../૧૦-૧૦ - હવે પાંચ પ્રકારની ક્ષમામાં ધર્મક્ષમાને છોડીને પહેલી ચાર ક્ષમાઓમાં સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારોનો સંભવ હોય છે તે જણાવાય છે – चरमायायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । .: ‘મારે તની યુ: છૂાશ તથા નાશ્ચવ ll૧૦-૧૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ “વચનામામાં પ્રાયઃ કોઈ કોઈ વાર સૂક્ષ્મ અતિચારો હોય છે; અને પહેલી ત્રણ ક્ષમામાં તો સ્થૂલ તેમ જ નિરંતર [વારંવાર અતિચારો હોય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે, આ પૂર્વે પાંચ પ્રકારની માને જણાવીને તેના પ્રથમ ત્રણ ભેદોનો અને છેલ્લા બે ભેદોનો સમાવેશ અનુક્રમે પ્રથમ બે અને છેલ્લાં બે અનુષ્ઠાનમાં થાય છે તે જણાવ્યું છે. એમાં છેલ્લી બે ક્ષમામાં જે પહેલી ક્ષમા વચનક્ષમા છે, તેમાં અતિચારો પ્રાયઃ કોઈ વાર જ થાય છે. એકવાર અતિચાર થયો હોય ત્યાર પછી બીજો અતિચાર થાય તે બે અતિચાર વચ્ચે ઘણા કાળનું અંતર હોય છે, તેથી તે ખૂબ વિરલ હોય છે. પહેલી ત્રણ ઉપકારી ક્ષમા વગેરે ક્ષમામાં તો અતિચાર નિરંતર થતા જ હોય છે. વચનક્ષમામાં જે અતિવિરલ અતિચારનો સંભવ છે તે અતિચાર પણ સૂક્ષ્મ હોય છે અને પહેલી ત્રણ ક્ષમામાં જે અતિચાર નિરંતર થતા હોય છે તે સ્થૂલ-બાદર હોય છે. જે અતિચાર થવા છતાં જાણી શકાતા નથી તે સૂક્ષ્મ અતિચાર છે અને એનાથી બીજા અતિચારો બાદર છે. છેલ્લી ઘર્મક્ષમા અસગ્ગાનુષ્ઠાન સ્વરૂપ હોવાથી તેમાં કોઈ અતિચારનો સંભવ નથી. એ ક્ષમામાં મહાત્માઓ નિરતિચારપદના યોગી હોય છે. ll૧૦-૧૧ આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યું છે કે વચનાનુષ્ઠાન ચોક્કસપણે ચારિત્રવંતને જ હોય છે તેમાં જ્ઞાનના સંબંધને Page #298 -------------------------------------------------------------------------- ________________ જણાવાય છે – श्रुतमयमात्रापोहाच्चिन्तामयभावनामये भवतः । ज्ञाने परे यथार्ह गुरुभक्तिविधानसल्लिङ्गे ॥१०-१२॥ “માત્ર ઋતમયજ્ઞાનને દૂર કરવાથી ચિંતામય અને ભાવનામય જ્ઞાન, વચનાનુષ્ઠાનના સ્વામી એવા ચારિત્રસંપન્ન આત્માઓને હોય છે. એ બન્ને જ્ઞાનને જણાવનારું લિડ્ઝ ઔચિત્યપૂર્વકની ગુરુભક્તિ છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યું હતું કે વચનાનુષ્ઠાન ચારિત્રવંતને જ હોય છે, એમાં મુખ્ય હેતુ જે જ્ઞાન છે તે જણાવાય છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન : આ ત્રણ ભેદથી જ્ઞાન ત્રણ પ્રકારનું છે. શ્રતથી ઉત્પન્ન થયેલું માત્ર શબ્દાર્થને ગ્રહણ કરનારું જે જ્ઞાન છે તેને શ્રુતમય જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચિંતામય અને ભાવનામય આ બે જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. તાત્પર્ય એ છે કે ચારિત્રસંપન આત્માઓને જે ચિંતામય અને ભાવનામય જ્ઞાન હોય છે તે જ્ઞાનમાં શ્રુતમયજ્ઞાન તો હોય છે, પરંતુ તે ચિતામય અને ભાવનામય જ્ઞાનથી સાપેક્ષ હોય છે. અહીં કેવલ શ્રુતમયજ્ઞાનની વાત હોવાથી તેને અન્ય બે જ્ઞાનથી નિરપેક્ષ સ્વરૂપે વર્ણવ્યું છે. ચારિત્રવંતને જ જે જ્ઞાન હોય છે તે ચિંતામય અને ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ હવે પછીના ષોડશકમાં વર્ણવાશે. કેવલ શ્રુતમયજ્ઞાનને દૂર કરવાથી નય, પ્રમાણ અને સૂક્ષ્મયુક્તિની વિચારણાથી જે જ્ઞાન થાય છે, તેને “ચિંતાજ્ઞાન Page #299 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. ચિંતાજ્ઞાનના વિષયના હેતુ, સ્વરૂપ અને ફળઆ ત્રણ પ્રકારથી ત્રણ કાળને વિષય બનાવનારું જે જ્ઞાન થાય છે તેને ભાવનાજ્ઞાન કહેવાય છે. ચારિત્રસંપન આત્માઓને મુખ્યપણે આ બે જ્ઞાન હોય છે. તેની પૂર્વે તેઓશ્રીને શ્રુતજ્ઞાન પણ હોય છે પરંતુ તે શ્રુતજ્ઞાન, ચિંતા કે ભાવના જ્ઞાનથી નિરપેક્ષ હોતું નથી. અહીં જે શ્રુતમયજ્ઞાનની વિવેક્ષા છે તે શ્રુતજ્ઞાન અન્ય બે જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આવું શ્રુતજ્ઞાન ચારિત્રવંતને હોતું નથી. ચિંતામય અને ભાવનામય જ્ઞાનને જણાવનારું લિગ્ન ઔચિત્યપૂર્વકની ગુરુભક્તિ છે. “પૂ. ગુરુભગવંત મારા ભવનિસ્તારક છે'.આ અધ્યવસાયથી પૂ. ગુરુભગવંતની સેવા, શુશ્રુષા વગેરે જે પ્રવૃત્તિ થાય છે તે ગુરુભક્તિ છે. ઔચિત્યપૂર્વકની આ ગુરુભક્તિ, ચિંતામય અને ભાવનામય જ્ઞાનનું કાર્યસ્વરૂપ લિંગ છે. ગુરુપરતંત્ર્ય વિના ગુરુભક્તિ શક્ય નથી. જ્ઞાનીને ગુરુપરતંત્ર્ય ન હોય એ કોઈ પણ રીતે બની શકે એમ નથી. સ્વતંત્રતા અજ્ઞાનનું કાર્ય છે. જ્ઞાનીભગવંતો સ્વતંત્ર નથી હોતા. સદાને માટે ગુરુપરતંત્ર હોય છે. ભવનિતારક ગુરુભગવંતમાં ગુણની પૂર્ણતાનું દર્શન કરનારા જ્ઞાનીભગવંતો ગુરુભક્તિ ન કરે તે સંભવિત જ નથી. II૧૦-૧રા, શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનના ફળને દૂત દ્વારા જણાવાય उदकपयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवाख्यातम् । विधियत्नवत्तु गुरुभि विषयतृडपहारि नियमेन ॥१०-१३॥ Page #300 -------------------------------------------------------------------------- ________________ પાણી, દૂધ અને અમૃત જેવાં, વિદ્વાનોનાં અનુક્રમે જે શ્રુતજ્ઞાનાદિ ત્રણ-જ્ઞાન છે તેને આચાર્યભગવંતો સજ્ઞાન કહે છે. એ સજ્ઞાન વિધિમાં પ્રયત્નવાળું અને ચોક્કસપણે વિષયતૃષ્ણાને હરનારું હોય છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. ઉપર જણાવ્યા મુજબ આ ગાથાથી દૃષ્ટાંતપૂર્વક શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનનો રસવિશેષ જણાવાયો છે. શ્રુતમયજ્ઞાન સ્વચ્છ, મીઠા પાણીના સ્વાદ જેવા સ્વાદવાળું છે. ચિંતાજ્ઞાનનો રસ દૂધના સ્વાદ જેવો છે અને ભાવનામયજ્ઞાનનો સ્વાદ અમૃતના સ્વાદ જેવો છે. વિદ્વાન પુરુષોને એ સ્વાદનો અનુભવ હોય છે. વિદ્વાનોના આ જ્ઞાનને આચાર્યભગવંતોએ સજ્ઞાન-સમ્યજ્ઞાન તરીકે વર્ણવ્યું છે. સજ્ઞાન સદાને માટે વિધિમાં પ્રયત્નવાળું હિય છે. સમ્યજ્ઞાન હોય અને શ્રી વિતરાગપરમાત્માએ દર્શાવેલા વિધિમાં પ્રયત્ન ન હોય એવું બનતું નથી. સજ્ઞાનનું લક્ષણ જ વિધિમાં પ્રયત્ન છે. શ્રી તીર્થંકરપરમાત્માએ ઉપદેશેલાં તે તે અનુષ્ઠાનો તે તે સ્થાને જણાવેલા વિધિ મુજંબ જ થવાં જોઈએ-તે સમ્યજ્ઞાનીને ચોક્કસ જ સમજાતું હોવાથી તેઓ વિધિમાં પ્રયત્નવંત જ હોય છે. વિધિમાં પ્રયત્ન ન હોય તો તે સ્થળે વાસ્તવિક રીતે સમ્યજ્ઞાન હોતું નથી. વિધિનું પાલન કોઈ વાર સંયોગવશ શક્ય ન બને તોપણ એ શક્ય બને એવો પ્રયત્ન સજ્ઞાનના કારણે નિરંતર ચાલુ હોય છે. આપણાં અનુષ્ઠાનોમાં વિધિયત્ન છે જ, એમ માની શકાય એવી વાત નથી. શક્ય પ્રયત્ન વિધિમાં કેટલો કાપ મૂકી શકાય છે એ જોવાનું જ Page #301 -------------------------------------------------------------------------- ________________ લગભગ આજે ચાલે છે. શક્તિ મુજબના વિધિપાલનના બદલે શક્તિ મુજબ વિધિમાં કાપ મૂકવાનું જ ચાલતું હોય છે. વિધિમાં પ્રયત્નવાળું આ સદ્જ્ઞાન ઉત્તરોત્તર અધિક ગુણસંપન્ન હોવા છતાં ત્રણે ય જ્ઞાનનું સામાન્યથી ફળ ‘વિષયતૃષ્ણાને દૂર કરવી’ તે છે. સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈંદ્રિયોના વિષયો આપણા માટે નવા નથી. અનાદિકાળથી વિષયોનો પરિભોગ કરતા આવ્યા હોવા છતાં વિષયતૃષ્ણાનો હજી અંત આવ્યો નથી. વિષયોનો પરિભોગ તૃષ્ણાને મિટાવનારો નથીએનો પરિપૂર્ણ ખ્યાલ સમ્યજ્ઞાનીને છે, તેથી તેઓ વિષયથી દૂર રહી સતત વિષયતૃષ્ણાને દૂર કરે છે. વિષયની તૃષ્ણાને દૂર કરવાનો સ્વભાવ આ શ્રુતમયાદિ ત્રણ જ્ઞાન સ્વરૂપ સાન સિવાય બીજા કોઈનો નથી.. ૧૦-૧૩ *** પૂર્વ ગાથામાં સજ્ઞાનને; વિષયતૃષ્ણાને દૂર કરનારા સ્વરૂપે વર્ણવ્યું છે, પરંતુ કોઈ કોઈ વાર એવા સજ્ઞાનીઓને વિષયતૃષ્ણા ઘણી હોય છે-એમ જોવા મળે છે તો ત્યાં સાન હોવા છતાં વિષયતૃષ્ણાપહાર કેમ થતો નથી - આવી શંકાનું નિરાકરણ કરતાં જણાવાય છે કે-જેને અતિશય વિષયની અભિલાષા હોય છે; તેને વિષયતૃષ્ણાના અભાવ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થયેલી ન હોવાથી વસ્તુતઃ તે ત્રણ [શ્રુતાદિ] જ્ઞાનવાળો જ નથી. ત્રણ જ્ઞાન માટે તે અયોગ્ય છે— श्रुण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः : प्राप्नोति न संवेगं तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥ १०-१४॥ ૨૯૮ Page #302 -------------------------------------------------------------------------- ________________ “વિષયતૃષ્ણાના અતિરેકથી જે પાપી, સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં સંવેગને પ્રાપ્ત કરતો નથી; તે સિદ્ધાંતના શ્રવણ વખતે પણ ચિકિત્સા માટે યોગ્ય નથી.” આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે-પાંચ ઈદ્રિયોના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની અભિલાષાના અતિરેકના કારણે; સિદ્ધાંતને સાંભળનારને પણ સંવેગની પ્રાપ્તિ થતી નથી. શ્રી તીર્થંકરપરમાત્માએ અર્થને આશ્રયીને જેનું નિરૂપણ કર્યું છે તે અર્થને સ્વપક્ષસ્વરૂપે પ્રતિષ્ઠિત જેમાં કરાયો છે; તે ગણધરભગવંતાદિએ રચેલા આગમને સિદ્ધાંત કહેવાય છે. આવા સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં વિષયતૃષ્ણાના અતિરેક સ્વરૂપ સક્લિષ્ટ અધ્યવસાયના કારણે પાપવાન આત્મા મોક્ષની અભિલાષા સ્વરૂપ સંવેગને પામતો નથી. વિષયની ઉત્કટ અભિલાષા, મોક્ષની અભિલાષા ન જ થવા દે-એ. સમજી શકાય છે. આવા જીવો. સિદ્ધાંતના શ્રવણકાળમાં પણ ચિકિત્સાને યોગ્ય નથી. " કહેવાનો ભાવ એ છે કે વિષયતૃષ્ણાની માત્રા અલ્પ હોય તો પૂ. ગુર્નાદિક સામાન્યથી સમજાવીને દૂર કરી શકતા હોય છે, પરંતુ એ માત્રા જ્યારે પ્રમાણાતીત બને છે ત્યારે તેને દૂર કરવા જલદ ઔષધસમાન સિદ્ધાંતનું શ્રવણ છે. ભવના નિસ્તારક પૂ. ગુરુદેવશ્રી જ્યારે એ શ્રવણ કરાવે છે ત્યારે તેનું શ્રવણ કરવા છતાં સક્લેશની તીવ્રતાના કારણે તેને સંવેગની પ્રાપ્તિ થતી નથી. આવા આત્માઓને આવી છેલ્લામાં છેલ્લી દવા પણ અસર કરતી ન હોવાથી તેઓ ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય નથી. સિદ્ધાંતના શ્રવણ Page #303 -------------------------------------------------------------------------- ________________ વખતે પણ જ્યાં આવી દશા હોય ત્યાં બીજા અવસરે તો કોઈ પણ જાતની ચિકિત્સા શક્ય નથી: કારણ કે તેના રાગાદિ દોષોને કોઈ પણ જાતનો ઉપક્રમ લાગે એવો નથી. જે દોષો પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય એવા છે તે દોષોને સોપક્રમ દોષ કહેવાય છે; અને જે દોષોને પ્રયત્ને પણ દૂર કરી શકાય એવા નથી તેને નિરુપક્રમ દોષો [ઉપક્રમ વિનાના દોષો] કહેવાય છે. વિષયતૃષ્ણાના અતિરેકવાળા જીવોના રાગાદિ દોષો નિરુપક્રમ હોવાથી તેઓ ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય નથી; અયોગ્ય છે. ૧૦-૧૪ *** ઉપર જણાવ્યા મુજબ રાગાદિના અતિરેકના કારણે કર્મદોષવાળાને શું કરવું જોઈએ-તે જણાવાય છે— नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ॥१० - १५॥ ગાથાર્થ સુગમ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આગમનું શ્રવણ કરવા છતાં સંવેગની પ્રાપ્તિ જેમને થતી નથી એવા ભવવ્યાધિની ચિકિત્સા માટે અયોગ્ય જીવોને અર્થમાંડલીમાં બેસવા દેવાનું પ્રશસ્ત નથી. શ્રી તીર્થંકરપરમાત્માએ તે અંગે અનુજ્ઞા આપી નથી. સૂત્રમાંડલી અને અર્થમાંડલી-આ બે માંડલી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વર્તમાનમાં સૂત્રમાંડલી લગભગ અપ્રસિદ્ધ છે. વાચનાદિના કારણે અર્થમાંડલી હજી જોવા મળે છે. પૂ. ઉપાધ્યાય ભગવંતો મૌખિક રીતે યથાયોગ્ય તે તે. આત્માને સૂત્ર 300 Page #304 -------------------------------------------------------------------------- ________________ ભણાવતા ત્યારે સૂત્રમાંડલી સારી રીતે જોવા મળતી. ગમે તે કા૨ણે આજે સૂત્ર ભણવાનું જ ઓછું થયું છે અને થતું જાય છે. તેથી સૂત્રમાંડલી લગભગ અદૃશ્ય બની છે. અર્થમાંડલી કોઈ કોઈ સ્થાને ચાલતી હોય છે. જોકે એમાં યોગ્યાયોગ્યનો વિવેક કરાતો નથી. એનું કારણ એ છે કે આજે નહિ તો કાલે શ્રોતાને સંવેગ પ્રાપ્ત થશે એવી આશા રહી છે. - સૂત્ર અને અર્થ માંડલીમાં અર્થમાંડલીનું ઘણું મહત્ત્વ છે. શાસ્ત્રીય રીતે; સૂત્રનું અધ્યયન જેમણે કર્યું નથી તેમને અર્થનું અધ્યયન કરાવાતું નથી. સૂત્રનું અધ્યયન જેમણે કર્યું છે તેમને જ્યારે અર્થમાંડલીમાં અર્થનું શ્રવણ કરાવાય છે ત્યારે તેમને ઉપર જણાવ્યા મુજબ જો સંવેગ પ્રાપ્ત થતો ન હોય તો તેવા અયોગ્ય જીવોને અર્થશ્રવણ માટે માંડલીમાં બેસવા દેવાનું શાસ્ત્રસમ્મત નથી, તો પછી અર્થના પ્રદાન અંગે શાસ્રસમ્મતિ ક્યાંથી હોય ? આમ હોવા છતાં આવા અયોગ્યને અર્થમાંડલીમાં બેસવા દેનાર અને તેને સૂત્રના અર્થને આપનાર ગુરુને એ અયોગ્ય શ્રોતાની અપેક્ષાએ દોષ અધિક છે. કારણ કે જાણીજોઈને ગુરુએ સિદ્ધાંતની અવજ્ઞા કરાયી છે. અવજ્ઞા કરનાર તો અજ્ઞાનાદિપરવશ હોવાથી અવજ્ઞા કરે પરંતુ ગુરુ તો જ્ઞાની હોવા છતાં જાણી-જોઈને સિદ્ધાંતની અવજ્ઞા કરાવે છે તેથી તેમને અધિક દોષ લાગે છે. જેમના શિરે સિદ્ધાંતની રક્ષા વગેરે કરવાની જવાબદારી છે; તેઓ આ રીતે સિદ્ધાંતની અવજ્ઞા કરાવેએ મહાદોષનું કારણ છે-એ સમજી શકાય છે. ૧૦-૧૫ ॥ *** ૩૦૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં જેને સંવેગની પ્રાપ્તિ થતી નથી તે ચિકિત્સા માટે અયોગ્ય છે. આથી વિપરીત રીતે, સિદ્ધાંતનું શ્રવણ કરવાથી જેમને સંવેગની પ્રાપ્તિ થાય છે તેઓ ચિકિત્સા માટે યોગ્ય છે તે જણાવાય છે – यः शृण्वन् संवेगं गच्छति तस्यायमिह मतं ज्ञानम् । गुरुभक्त्यादिविधानात्कारणमेतद् द्वयस्येष्टम् ॥१०-१६॥ જે કોઈ યોગ્ય આત્મા સિદ્ધાંતનું શ્રવણ કરતાં સંવેગને પ્રાપ્ત કરે છે, તેનું પ્રથમ શ્રુતજ્ઞાન, ગુરુની ભક્તિ વિનય વગેરે કરવાથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું કારણ સ્વરૂપ ઈષ્ટ છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જેને આગમનું શ્રવણ કરતાં મોક્ષની અભિલાષા થાય છે, તે ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય છે. આવા યોગ્ય આત્માને જ ત્રણ જ્ઞાનમાંનું પહેલું શ્રુતજ્ઞાન મનાય છે. એ શ્રુતજ્ઞાનના પ્રભાવે આત્મા ગુરુભક્તિ, વિનય, બહુમાન વગેરે કરે છે; જેથી અનુક્રમે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની તે યોગ્ય જીવને પ્રાપ્તિ થાય છે. આ રીતે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું કારણભૂત જે શ્રુતજ્ઞાન છે તે ઈષ્ટ છે. જે શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે શ્રુતજ્ઞાન ઈષ્ટ નથી. આગમના પુણ્યશ્રવણથી સંવેગની જેને પ્રાપ્તિ થાય છે તેનું શ્રુતજ્ઞાન ઈષ્ટ છે. તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર : આ ત્રણ રત્નસમાન; શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનમાં પરમ આદર કરવો જોઈએ. દશમા ષોડશકના અંતે ટીકાકાર પરમર્ષિએ કરેલી Page #306 -------------------------------------------------------------------------- ________________ ભલામણ નિરંતર યાદ રાખવી જોઈએ. રત્નત્રયીની આરાધના કરનારાને પણ શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન માટે આદર હોય એવું બહુ ઓછું જોવા મળે છે. મોટા ભાગના આરાધકોને શ્રુતજ્ઞાનાદિનો ખ્યાલ જ નથી, તેથી તેની પ્રત્યે આદર રાખવાની વાતનો વિચાર આવવાનું કોઈ કારણ જ નથી. ગમે તેટલી રત્નત્રયીની ઉત્કટ આરાધના કરીએ; પરંતુ શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનને પ્રાપ્ત કરીએ નહિ; તો તે આરાધના નિર્વાણપદની પ્રાપ્તિનું કારણ નહીં બને. કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ ભાવનાજ્ઞાન છે. તેની પ્રાપ્તિ શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી થાય છે, જેનાં સાધન; ગુરુભક્તિ, ગુરુવિનય અને ગુરુબહુમાન વગેરે છે. ગ્રંથકારશ્રીએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે શ્રુતજ્ઞાનાદિનું અર્થીપણું ન હોવાથી ગુરુભક્તિ વગેરે પણ ઉપેક્ષાપાત્ર બન્યાં છે. સામાન્યથી સાધ્યની અનિચ્છા સાધનની ઉપેક્ષા કરાવે છે૧૦-૧al આ છે રિ રશ શ્રીપોદશમ્ | છે અથ વાદશં શ્રીજોશવં પ્રાપ્ય છે. દશમા ષોડશકના અંતે શ્રુતજ્ઞાનાદિ ત્રણમાં આદર કરવાનું ફરમાવીને ચિંતાજ્ઞાન તેમ જ ભાવનાજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે તેના કારણ સ્વરૂપે શ્રુતજ્ઞાનને જણાવ્યું. એ શ્રુતજ્ઞાનની પૂર્વે થનારું લિગ્ન કર્યું છે-આવી જિજ્ઞાસામાં તેનું પૂર્વલિન્ગ-કારણ જણાવાય છે – Page #307 -------------------------------------------------------------------------- ________________ शुश्रूषा चेहायं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावोऽपि श्रावणमसिरावनिकूपखननसमम् ॥११-१॥ . “અહીં શ્રુતજ્ઞાનમાં પ્રથમ લિલ્ગ તરીકે તેના જાણકારો શુશ્રુષાને વર્ણવે છે. શુશ્રુષા સાંભળવાની ઈચ્છા ન હોય તોપણ સિદ્ધાંતનું શ્રવણ કરાવવામાં આવે તો તે; જે ભૂમિમાં સિરા [પાણીની સરવાણી] નથી-એવી ભૂમિમાં કૂવો ખોદવા જેવું છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રુતજ્ઞાનનું કારણ સ્વરૂપ લિગ્ન શુશ્રુષા છે. શુક્રૂષાના કારણે તેના કાર્ય-શ્રુતજ્ઞાન-નું અનુમાન થઈ શકે છે. કારણ કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ શુશ્રુષા છે. જિજ્ઞાસા પછી શુશ્રુષા અને શુશ્રુષા પછી શ્રવણ થાય છે, તેથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ શુશ્રુષા છે. શિષ્યને આવી શુશ્રુષા છે કે નહિતેને જોઈને પછી જ શુશ્રુષા હોય તો ગુરુએ શિષ્યને શ્રવણ કરાવવું જોઈએ. અન્યથા શિષ્યને શુશ્રુષા ન હોય તોપણ, આગમશ્રવણ કરાવવાનું પોતાનું કર્તવ્ય છે' એમ સમજીને ગુરુ શિષ્યને શ્રવણ કરાવે તો તેમનું તે કૃત્ય અસિરાવનિમાં કૂવો ખોદવા જેવું થશે. જે ભૂમિમાં પાણીની સરવાણી જ નથી; તે ભૂમિમાં કૂવો ખોદવાથી કોઈ પણ ફાયદો નથી, ઉપરથી નુકસાન ઘણું છે. આવી જ રીતે શુશ્રુષાના અભાવમાં આગમનું શ્રવણ કરાવવાથી કોઈ લાભ નથી, પરંતુ નુકસાન ઘણું છે. આવી પ્રવૃત્તિ આગમની અવજ્ઞા કરાવનારી જ બને છે. સિરા વિનાની પૃથ્વીમાં કૂવો ખોદવાથી જેમ પાણીની પ્રાપ્તિ થતી નથી, તેમ શુશ્રષાસ્વરૂપ બોધની-સેર [સરવાણી) Page #308 -------------------------------------------------------------------------- ________________ વિના બોંધસિમ્યજ્ઞાન]ની પ્રાપ્તિ થતી નથી. આર્થી સ્પષ્ટ છે કે સિરા વિનાની ભૂમિમાં કૂવો ખોદવાની જે પ્રવૃત્તિ છે તે ભ્રમમૂલક છે અને તેનું શ્રમમાત્ર ફળ છે, તેમ શુશ્રૂષા વિના શિષ્યને આંગમશ્રવણ કરાવવાની જે પ્રવૃત્તિ છે, તે પણ ભ્રમમૂલક અને શ્રમમાત્ર-ફળવાળી છે. પાણીને પ્રાપ્ત કરવુંએ કૂવો ખોદવાનું ફળ છે. અને આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવુંએ આગમનું શ્રવણ કરાવવાનું ફળ છે. શુશ્રૂષાના અભાવમાં શિષ્યને ગમે તેટલું આગમશ્રવણ કરાવીએ તોપણ તેને કોઈ પણ રીતે આગમનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી વ્યર્થ શ્રમ લેવાનો કોઈ જ અર્થ નથી. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ; શુશ્રુષા વિના શક્ય નથી. ૧૧-૧ *** શ્રુતજ્ઞાનના પૂર્વલિઙ્ગ-[કારણ]ભૂત શુશ્રૂષાના પ્રકાર જણાવાય છે — शुश्रूषाऽपि द्विविधा परमेतरभेदतो बुधैरुक्ता । परमा क्षयोपशमतः परमाच्छ्रवणादिसिद्धिफला ॥११-२॥ પૂર્વે જણાવેલી શુશ્રુષા પણ પરમ અને અપરમભેદથી બે પ્રકારની; વિદ્વાનોએ જણાવી છે. પરમક્ષયોપશમના કારણે ઉપન્ન થનારી શુશ્રૂષા પરમ છે, જેનાથી શ્રવણ વગેરે ફળની સિદ્ધિ થાય છે.’-આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ અને અપરમ એવી બે પ્રકારની શુશ્રૂષામાં જે પરમ શુશ્રૂષા છે તે, તેને રોકનારા કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે શુશ્રૂષાને આવૃત્ત ૩૦૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ કરનાર કર્મ મિથ્યાત્વમોહનીય વગેરે સ્વરૂપ છે. તે તે કર્મના વિશુદ્ધ સ્વરૂપ અથવા મંદરસનો જે વિપાક-અનુભવ છે; તેને તે તે કર્મનો ક્ષયોપશમ કહેવાય છે. પરમક્ષયોપશમના કારણે પરમ એવી શુશ્રુષા ઉત્પન્ન થાય છે અને તે શુશ્રૂષાથી અનુક્રમે શ્રવણ, ગ્રહણ[જ્ઞાન], ધારણા વગેરેની સિદ્ધિ થાય છે, જે; તત્ત્વપ્રતિપત્તિમાં અંતે પરિણમે છે. શુશ્રૂષા આમ તો આપણા માટે નવી નથી. અનાદિકાળથી અર્થ અને કામ સંબંધી ઉપાયોને સાંભળવાની ઈચ્છાઓ તો પડેલી જ છે. પરંતુ જ્યારે સંસારનો ઉચ્છેદ કરનારા ધર્મને સાંભળવાની ઈચ્છા થાય ત્યારે શુશ્રૂષાગુણનો આવિર્ભાવ થાય છે. શુશ્રૂષાને આચ્છાદિત કરનારાં કર્મોનો ઉદય અનાદિકાળથી છે. તે કર્મોના ક્ષયોપશમથી વાસ્તવિક કોટિની શુશ્રૂષાનો આવિર્ભાવ થાય છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે શુશ્રુષાજેવું એક પણ સાધન નથી. વર્તમાનમાં એક અપેક્ષાએ પુસ્તકોના માધ્યમે ‘શુશ્રુષા’નો નાશ થતો આવ્યો છે. જ્યાં ચૌદ પૂર્વનું જ્ઞાન; વિના પુસ્તકે પરમતારક ગુરુદેવશ્રીના વરદ મુખે શ્રવણ કરવાથી પ્રાપ્ત થતું હતું, ત્યાં પુસ્તકોથી પણ એવું જ્ઞાન મેળવાતું નથી. પ્રાયઃ કરીને; “પુસ્તકમાં છે ને ! જોઈ લઈશું”-આવી મનોવૃત્તિના કારણે શુશ્રુષા નાશ પામી છે. એથી સૂત્ર બોલવાની મૂળભૂત રીત નષ્ટ થઈ અને અર્થના જ્ઞાનમાં અધ્યાપકનો અનુભવ અપ્રાપ્ય બન્યો. વાંચવા કરતાં પણ શ્રવણથી જે જ્ઞાન થાય છે; તે ખૂબ જ દૃઢ હોય છેએનો આપણને સારો એવો અનુભવ છે. પરંતુ વાંચવાથી જ્ઞાન મળતું હોય તો ગુર્વાદિક પાસે સાંભળવું નથી-એ વિચાર go Page #310 -------------------------------------------------------------------------- ________________ ખૂબ જ દૃઢ બનતો જાય છે. મુનિજીવનમાં જ્યાં આવી દશા હોય, ત્યાં ગૃહસ્થજીવનમાં કહેવાજેવું કાંઈ જ રહેતું નથી. સિદ્ધાંતની રક્ષા માટે ભયંકર આપત્તિના કાળમાં પૂર્વાચાર્યોએ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા. આપણે સૌ શુશ્રૂષા વગરના બનીએ : એ માટેનો એ પ્રયત્ન ન હતો. સિદ્ધાંતરક્ષાના સાધનને ખરેખર જ સિદ્ધાંતના જ્ઞાનનું સાધન બનાવવાની જરૂર ન હતી. પુસ્તક હોય એનો કોઈ વાંધો નથી. પરંતુ શુશ્રુષા વિના તેના વાંચનથી જ જ્ઞાન મેળવી લેવાનું બરાબર નથી. પૂર્વાચાર્યોના પ્રયત્નની પાછળના આશયને સમજીને જ્યાં સુધી શ્રવણ દ્વારા જ્ઞાન મળતું હોય ત્યાં સુધી તે રીતે જ જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. પરંતુ વર્તમાન જીવોની મનોદશા જોતાં એ આગ્રહ રાખવાનું સહેલું નથી. કારણ કે શુશ્રુષા કેળવવાથી ગુરુપારતંત્ર્ય સેવવું પડે છે. સૌથી અઘરું જ એ છે. લોકોત્તરમાર્ગમાં જ નહિ, લૌકિકમાર્ગમાં પણ જ્ઞાનની પ્રાપ્તિ ગુરુદેવશ્રીને આધીન બતાવી છે. આમ છતાં આજે જ્ઞાનના અર્થીઓને પણ ગુરુદેવશ્રી પાસે શ્રવણ કરવા દ્વારા જ્ઞાન મેળવવાનું ફાવે એવું નથી. ગુરુકૃપાનું કેવું સુંદર ફળ પ્રાપ્ત થાય છે-એ આપણી જાણબહાર નથી. ગુરુદેવશ્રીએ ભણાવવાની ના પાડવા છતાં તેઓશ્રીની પુણ્યમૂર્તિની સ્થાપનાની સાક્ષીએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરનારા એકલવ્યને ગુરુદેવશ્રીનું જેટલું મહત્ત્વ સમજાયું હતું એટલું મહત્ત્વ આપણે સમજી શકીશું ત્યારે શુશ્રુષા કેળવી શકીશું. પોતાના ગુરુદેવશ્રી અધ્યયન કરાવવા સમર્થ હોવા છતાં સાધુ-સાધ્વી, ગૃહસ્થ પંડિતો પાસે શા માટે અધ્યયન કરે છે ૩૦૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ તે સમજાતું નથી. તે અંગે વિચારવાથી સમજાશે કે ગુરુપારતંત્ર અને શુશ્રુષાનો અભાવ હોવાથી આવી કરુણ પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ વિષયમાં ગંભીરતાપૂર્વક ઘણું વિચારવાનું છે. અહીં અત્યારે એ શક્ય નથી. અવસરે અન્યત્ર એ અંગે જણાવીશ. ત્યાં સુધી મુમુક્ષુઓ એટલું યાદ રાખે કે કોઈ પણ રીતે સમયસર શુશ્રુષાને કેળવી લે તો તેમના જીવનમાં કોઈ અપૂર્વ આનંદની અનુભૂતિ કરી શકશે. ||૧૧-રા પરમશુશ્રુષાનું ફળ જણાવાય છે - यूनो वैदग्ध्यवतः कान्तायुक्तस्य कामिनोऽपि दृढम् । किन्नरगेयश्रवणादधिको धर्मश्रुतौ रागः ॥११-३॥ “સર્વકલાઓમાં કુશલ; મનોહરપત્નીથી યુક્ત અને ગીતના રસિક એવા યુવાનને કિન્નરો દ્વારા ગવાતા ગીતના શ્રવણમાં જે રાગ છે તેથી પણ અધિક ઘર્મશ્રવણમાં પરમશુશ્રુષા હોતે છતે રાગ હોય છે.” આ પ્રમાણે ત્રીજી ગાથાનો સામાન્ય અર્થ છે. એનો આશય એ છે કે પરમશુશ્રુષાનું ફળ અત્યન્ત ઉત્કટ કોટિનો ધર્મશ્રવણસંબંધી રાગ છે. એની ઉત્કટતાને સમજાવવા યુવાનના ગીતશ્રવણના રાગનું દૃષ્ટાંત આપ્યું છે. યુવાન પુરુષ હોય, સર્વ કલાઓમાં તે કુશલ હોય; પાસે અત્યંત પ્રિય એવી પત્ની હોય અને સંગીતનો તે રસિયો હોય. આવા માણસને કિન્નર જાતિના દેવો દ્વારા ગવાતું સંગીત સાંભળવામાં જે રાગ થાય છે, તેથી પણ અધિક રાગ; Page #312 -------------------------------------------------------------------------- ________________ ધર્માર્થીને ઘર્મશ્રવણમાં પરમશુશ્રુષાની વિદ્યમાનતામાં થાય છે. ગાથામાં જણાવેલી યુવાન પુરુષની સુખપૂર્ણ અવસ્થા અને નૈસર્ગિક સંગીતનું શ્રવણ : એ બેનો વિચાર કરવાથી તે વખતના દિવ્યસંગીતશ્રવણ-સંબંધી રાગ કેવો હશે તે સમજી શકાય છે. આવા સહજ રાગથી પણ અત્યધિક રાગ પરમશુશ્રુષાની વિદ્યમાનતામાં ઘર્માર્થી જનોને ધર્મશ્રવણમાં હોય છે. એવા યુવાન પુરુષને દિવ્યસંગીતનું શ્રવણ સર્વશ્રેષ્ઠ અમૃતતુલ્ય હોય છે. એથી પણ વિશેષ રાગ; પરમશુશ્રુષાના કારણે ધર્માત્માને ધર્મશ્રવણમાં હોય છે. આ રીતે પરમશુશ્રુષા ધર્મશ્રવણના ફળને આપનારી બને છે. ધર્મશ્રવણમાં રાગ [ઉત્કટરાગ]થાય તો જ ધર્મનું નિરંતર શ્રવણ ઉલ્લાસપૂર્વક થઈ શકે. અન્યથા ધર્મનું શ્રવણ વેઠ ઉતારવા જેવું થાય છે. શુશ્રુષા શ્રવણનું કારણ છે. શુશ્રુષાથી શ્રવણમાં ભલીવાર ન આવે તો શુશ્રુષામાં જ કોઈ તથ્ય નથી : એમ માન્યા વિના ચાલે એવું નથી. યોગની ત્રીજી દૃષ્ટિમાં યોગના સાધકને આવી પરમશુશ્રુષા પ્રાપ્ત થતી હોય છે, જે ચોથી દૃષ્ટિમાં શ્રવણને પ્રાપ્ત કરાવનાર બને છે. યદ્યપિ અહીં શુક્રૂષાના કારણે ઉત્પન્ન થનારો ઘર્મશ્રવણનો રાગ; ધર્મ સાંભળવાની અભિલાષા સ્વરૂપ છે અને પરમશુશ્રુષા પણ ધર્મ સાંભળવાની ઈચ્છા સ્વરૂપ છે, તેથી ફળ અને હેતુશ્રવણરાગ અને શુશ્રુષા]માં કોઈ જ ભેદ નથી. પરંતુ શુશ્રુષા ઈચ્છા સ્વરૂપ અને રાગ પ્રશસ્તવાસનાસ્વરૂપ હોવાથી ફળ અને હેતુમાં ભેદ છે એ સમજી શકાય છે. ભોગની ઈચ્છા અને ભોગની વાસના : આ બેમાં જે ભેદ Page #313 -------------------------------------------------------------------------- ________________ છે - તેને સમજી શકનારા ખૂબ જ સારી રીતે શુશ્રૂષા અને શ્રવણનો રાગ : આ બેમાંના ભેદને [ફરકને] સમજી શકશે. ઈચ્છા વાસિત બનાવે છે અને વાસના પ્લાવિત બનાવે છે. આમ તો વાસના દુષ્ટ જ છે, પરંતુ વિષયની પ્રશસ્તતાને લઈને વાસનામાં પ્રશસ્તત્વનો આરોપ કરાય છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા શુશ્રુષા અને શ્રવણનો રાગ ઃ એ બેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને. ||૧૧-૩॥ *** આ પરમશુશ્રૂષાની વિદ્યમાનતામાં જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે જણાવાય છે અર્થાત્ પરમશુશ્રૂષાનાં જ લિગો[લક્ષણો] જણાવાય છે - गुरुभक्तिः परमास्यां विधौ प्रयत्नस्तथाऽऽदृतिः करणे । सद्ग्रन्थाप्तिः श्रवणं तत्त्वाभिनिवेशपरमफलम् ॥११- ४॥ “પરમશુશ્રુષા હોતે છતે શ્રેષ્ઠ ગુરુભક્તિ, વિધિમાં પ્રયત્ન, કરતી વખતે આદર, સદ્ગ્રંથની [સૂત્રની] પ્રાપ્તિ[જ્ઞાન] અને તત્ત્વજ્ઞાનસ્વરૂપ શ્રેષ્ઠ ફળવાળું અર્થનું શ્રવણ પ્રાપ્ત થાય છે.’-આ ચોથી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પૂ. ગુરુભગવંત પાસે સૂત્રાર્થનું શ્રવણ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જેઓશ્રીની પાસે સૂત્રાર્થનું શ્રવણ કરવાની ઈચ્છા છે; તે પૂજ્ય ગુરુભગવંતને વિશે ભક્તિ પૂજ્યભાવ-ભવનિસ્તારની ઈચ્છા વગેરે] અવશ્યપણે હોવી જોઈએ. એવી ભક્તિ ન હોય તો તેઓશ્રી કોઈ પણ ૩૧૦ Page #314 -------------------------------------------------------------------------- ________________ રીતે શ્રવણ કરાવશે નહિ. ભક્તિ વિનાની શુશ્રુષા ખરી રીતે બનાવટી છે. “સંભળાવવું હોય તો સંભળાવે નહિ તો કાંઈ નહિ'-આવી જાતની ઉપેક્ષાનો ભાવ એમાં રહેલો છે. વાસ્તવિક શુશ્રુષા હોય તો તેના કાર્ય સ્વરૂપે શ્રવણની પ્રાપ્તિ માટે જ્ઞાનના અર્થીને પૂરતો પ્રયત્ન કરવો પડે છે. તેથી સહજ રીતે તેઓ પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે ભક્તિવાળા હોય છે. એ ભક્તિ પરમશુશ્રુષાને જ જણાવનારી છે. મુમુક્ષુ આત્માઓ પરમશુશ્રુષાના કારણે; એનું સતત ધ્યાન રાખે છે કે કોઈ પણ રીતે શુશ્રષાના કાર્ય-શ્રવણ-ની સિદ્ધિ થવી જ જોઈએ. એ માટે જે જે કરવું પડે તે બધું જ આત્મસાત્ કરવા માટે તેઓ અપ્રમત્ત રહે છે. - આ પ્રમાણે પરમશુશ્રુષાના કારણે પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે બહુમાનને ધારણ કરનારા મુમુક્ષુઓ જ્યારે ધર્મશ્રવણ માટે તેઓશ્રીની પાસે જાય છે, ત્યારે ઘર્મશ્રવણના વિધિમાં તેઓ પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય રીતે જે સ્થાનમાં ઘર્મશ્રવણ કરવાનું હોય તેની ચારે બાજુ સો હાથ જેટલી જગ્યામાં લોહી, માંસ, હાડકાં વગેરેની અશુદ્ધિ ન હોય તે જોવું જોઈએ. આ રીતે ક્ષેત્રશુદ્ધિ કર્યા પછી; વાચનાની જગ્યાએ કાજો લેવો જોઈએ. યોગ્ય સ્થાને પાટ વગેરે મૂકવી, સ્થાપનાજી માટે અને પૂ. ગુરુદેવશ્રી માટે નિષદ્યા [બાજોઠ, રૂમાલ અને આસન વગેરે તૈયાર કરવી; પુસ્તક વગેરે ગોઠવવાં અને માંડલીમાં ક્રમાનુસાર બેસવું...વગેરે ધર્મશ્રવણસંબંધી વિધિ છે. તે વિધિમાં પ્રયત્ન ન કરે તો પૂ. ગુરુભગવંત ઘર્મશ્રવણ નહિ કરાવે, તેથી પરમશુશ્રષાવાળા Page #315 -------------------------------------------------------------------------- ________________ તેવા વિધિમાં પ્રયત્નશીલ હોય છે. વિધિમાં પ્રયત્ન કર્યા પછી પરમશુશ્રૂષાના કારણે પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે ધર્મનું શ્રવણ કર્યા પછી આગમમાં વિહિત તે તે ક્રિયામાં આદર જન્મે છે. ધર્મશ્રવણ દરમ્યાન આગમમાં જે જે ક્રિયા કરવાયોગ્ય જણાય છે તેમાં તેને આદર થાય છે. સાંભળ્યા પછી કરવાનું મન થાય નહિ તો એવા લોકોને શાસ્રશ્રવણ કરાવવાનો કોઈ અર્થ નથી. શાસ્ત્રશ્રવણ હિતની પ્રવૃત્તિ માટે અને અહિતની નિવૃત્તિ માટે કરવાનું છે. શક્તિના અભાવમાં કોઈ વાર એ પ્રવૃત્તિ-નિવૃત્તિ શક્ય ન બને તોપણ તેની પ્રત્યે આદર તો હોવો જ જોઈએ. પરમશુશ્રૂષાના કારણે આગમમાં જણાવેલી ક્રિયામાં પરમ આદર હોય છે. એ આદરથી પરમશુશ્રૂષાનું અસ્તિત્વ જણાય છે. આ આદરને કારણે મુમુક્ષુને સૂત્ર અને તેના અર્થનું અત્યંત સ્પષ્ટ એવું જ્ઞાન થાય છે. પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ કર્યા પછી અભ્યાસાદિના કારણે પૂર્વે જાણેલા અર્થો અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થાય છે. તેથી દરરોજ નવા નવા અર્થને સાંભળવામાં રસ પડે છે. એ માટે સૂત્રોનું પણ અધ્યયન કરવાનું બને છે. કારણ કે સૂત્રના અધ્યયન વિના અર્થનું જ્ઞાન મુખ્યત્વે અપાતું નથી. આથી પરમષાના કારણે અત્યંત સ્પષ્ટ એવું સૂત્ર-અર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અંતે તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન[આ આમ જ છે; ઈત્યાદિ આકારવાળું] પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ જેનું ફળ છે, એવું અર્થશ્રવણ પરમ શુશ્રૂષાના કારણે પ્રાપ્ત થતું હોય છે. ૧૧-૪ *** ૩૧૨ Page #316 -------------------------------------------------------------------------- ________________ પરમશુશ્રુષાનું વર્ણન કરીને હવે અપરમ [અપર]શુશ્રુષાનું વર્ણન કરે છે – विपरीता त्वितरा स्यात् प्रायोऽनय देहिनां सा तु । या सुप्तनृपकथानकशुश्रूषावत् स्थिता लोके ॥११-५॥ “ પરમ શુશ્રુષાની અપેક્ષાએ વિપરીત એવી ઈતર અપરમ શુશ્રુષા છે. તે તો મોટા ભાગે જીવોને અનર્થનું કારણ બને છે; જે, સૂતેલા રાજાની કથાનક સાંભળવાની ઈચ્છા જેવી લોકમાં પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ[પરમા] શુશ્રુષા કરતાં તદ્દન વિપરીત અપરમ શુશ્રુષા છે, જે સૂતા રાજાની કથા સાંભળવાની ઈચ્છા જેવી છે. સામાન્ય રીતે રાજાને ઊંઘવાની ઈચ્છા થાય ત્યારે હજામ પગચંપી કરતાં કરતાં કથા સંભળાવે. એમ કરતાં રાજા ઊંઘી જાય એટલે હજામ બારણું બંધ કરીને જતો રહે. રાજાને કથા સાંભળવાની જે ઈચ્છા છે, તેવી જ અહીં લોકમાં અપરમ શુશ્રુષા પ્રસિદ્ધ છે. જેમ રાજાજી થોડી કથા સાંભળે; થોડી ન પણ સાંભળે. જે સાંભળે તે પણ મહાન આદરથી નહિ. આવી જ સ્થિતિ અપરમ શુશ્રુષા વખતે હોય છે. થોડો ધર્મ સાંભળ્યો. થોડો ન સાંભળ્યો. જે સાંભળ્યું તે પણ આદરથી નહિ. પલંગમાં સૂતેલા રાજાજી અનાયાસે ઊંઘી જવા માટે આનુષગ્નિક રીતે[મુખ્ય ઉદ્દેશ વિનાકથામાં કાન માંડે છે. પરંતુ તેમાં તેમને આદર હોતો નથી. આવી જ રીતે અપરમ શુષાવાળા પણ ધર્મશ્રવણ વખતે રમતાં રમતાં થોડું સાંભળે છે. પરંતુ તેમાં તેમને આદર હોતો નથી. એક જાતનો તેમને Page #317 -------------------------------------------------------------------------- ________________ એ શોખ હોય છે. આ જાતની શુશ્રુષાથી આત્માનું પ્રાયઃ હિત થતું નથી. પરંતુ અનાદરના કારણે આત્માને અહિતની જ પ્રાપ્તિ થાય છે. કોઈ જીવવિશેષને આશ્રયીને અનાદરપૂર્વક સાંભળવા છતાં ભવિષ્યમાં તથાભવ્યતાદિના યોગે પૂર્વના સંસ્કારો હિતનું કારણ બનતા હોય છે તેથી શ્લોકમાં પ્રાયોડના દિનાનું અહીં પ્રાયઃ આ પ્રમાણે લખ્યું છે. પ્રાયઃ દરેક અનુષ્ઠાનમાં અનાદરજેવું એક પણ પાપ નથી. સર્વ અનર્થોનું મૂળ એ છે. સંયોગવિશેષમાં કોઈ વાર કોઈ વસ્તુ ન પણ થાય પરંતુ તેની પ્રત્યે અનાદર તો ન જ હોવો જોઈએ. અપરમશુશ્રુષા વખતે અનાદર સ્પષ્ટપણે પ્રતીત થતો હોય છે, જે; અનર્થનું જ કારણ બને છે. પૂર્વે જણાવ્યા મુજબ વર્તમાનમાં મોટા ભાગે અપરમ શુશ્રુષાનાં દર્શન થાય છે. તેથી ધર્મશ્રવણના તાત્ત્વિક ફળને પ્રાપ્ત કરવાનું શક્ય બનતું નથી. સારા ગણાતા વક્તાની પાસે વ્યાખ્યાન સાંભળવા જવુંએ પણ જ્યાં એક જીવનશૈલીનો ભાગ ગણાતો હોય ત્યાં અપરમશુશ્રુષા જ હોય ને ? પ્રાયઃ અનર્થને કરનારી એવી અપરમશુશ્રુષાને દૂર કરી મુમુક્ષુ જનોએ પરમશુશ્રષાને કેળવી લેવી જોઈએ. ll૧૧-પી આ ષોડશકની પહેલી ગાથામાં શુશ્રુષાનું ફળ બોધપ્રવાહ છે તે જણાવ્યું છે. તે બોધનો શ્રુત, ચિંતા અને ભાવના સ્વરૂપે વિભાગ જણાવાય છે - ऊहादिरहितमायं तयुक्तं मध्यमं भवेज्ज्ञानम् । चरमं हितकरणफलं विपर्ययो मोहतोऽन्य इति ॥११-६॥ Page #318 -------------------------------------------------------------------------- ________________ ઊહાદિરહિત પ્રથમ શ્રુતમય જ્ઞાન હોય છે. મધ્યમ ચિંતામય જ્ઞાન ઊહાદિસહિત હોય છે અને ચરમભાવનામય જ્ઞાન હિતકર હોય છે. શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનને છોડીને અન્ય જે બોધ છે તે મોહના કારણે થતો હોવાથી વિપર્યય સ્વરૂપ હોય છે.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અક્ષરાર્થ છે. 1. આશય એ છે કે; શુશ્રુષાના કારણે શ્રવણાદિ દ્વારા બોધનો પ્રવાહ વહે છે. તે બોધ ત્રણ પ્રકારનો છે. એમાં પ્રથમ જે શ્રતમય બોધ છે તે ઊહ અને અપોહ વગેરેથી રહિત હોય છે. કોઈ પણ વાક્ય સાંભળવામાત્રથી જે અર્થ પ્રતીત થાય છે તે અંગે વાસ્તવિક નિર્ણય થાય એ માટે કરાતી વિચારણાને ઊહ કહેવાય છે. એ વિચારણા વખતે જણાતા વિષયમાં જે જે ધર્મ નથી તે તે ધર્મને દૂર કરવા માટે જે વિચારણા કરાય છે તેને અપોહ કહેવાય છે. ઊહાપોહાદિથી રહિત શ્રમયજ્ઞાન હોય છે. ચિંતામયજ્ઞાન ઊહાપોહાદિથી સહિત હોય છે. ભાવનામય જ્ઞાન હિત કરવાના ફળવાળું હોય છે અર્થાત્ તે એકાંતે હિતને કરનારું બને છે. શ્રુતજ્ઞાનાદિનું સ્વરૂપ હવે પછીની ગાથાઓથી વર્ણવાશે. આ ત્રણ જ્ઞાનથી ભિન્ન જે જ્ઞાન છે; તે વિપર્યયમિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાન મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થયેલું હોય છે. તેથી તેવા જ્ઞાનને ખરી રીતે બોઘ સ્વરૂપ જ મનાતું નથી. ૧૧-દા ત્રણ પ્રકારના જ્ઞાનમાંના કૃતમય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે – . Page #319 -------------------------------------------------------------------------- ________________ वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥११-७॥ . વાક્યાર્થમાત્ર જેનો વિષય છે અને જે મિથ્યા અભિનિવેશથી સારી રીતે રહિત છે; એવું કોઠીમાં રહેલા બીજજેવું જે જ્ઞાન છે, તે શ્રુતજ્ઞાન છે.”-આ પ્રમાણે સાતમી તે ગાથાનો અર્થ છે. આ ગાથાનો આશય સમજતાં પૂર્વે એ સમજી લેવું જોઈએ કે શુશ્રૂષાના કારણે થનારાં ત્રણ જ્ઞાનમાંના પ્રથમ ‘શ્રુતમય જ્ઞાન'નું અહીં નિરૂપણ કરાયું છે. મોહના કારણે ઉત્પન્ન થનારા અબોધસ્વરૂપ જ્ઞાનનું [વિપર્યયનું] અહીં નિરૂપણ નથી. અબોધ-સ્વરૂપ જ્ઞાનથી શ્રુતજ્ઞાનાદિની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વની મંદતાદિના પ્રભાવે શ્રુતજ્ઞાનાદિત્રયની પ્રાપ્તિ થતી હોય છે. અનુક્રમે એ ત્રણનું અહીં નિરૂપણ શરૂ કરાયું છે. એમાં જે જ્ઞાન વાક્યાર્થમાત્રનું જ અવગાહન કરે છે, તે શ્રુતજ્ઞાન છે. સ્વપર [સકલ] શાસ્ત્રમાં રહેલા કોઈ પણ વચનનો જે વિરોધી ન હોય એવા અર્થનો નિર્ણય કરાવનાર વચનને અહીં વાક્ય કહેવાય છે. 7 હિંસ્યાત્ સર્વભૂતાનિ [કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી]; નામૃત વહેતુ [અસત્ય બોલવું નહિ]...ઈત્યાદિ વાક્યો સકલશાસ્રના અવિરોધી અર્થને જણાવનારાં છે. એ વાક્યના અર્થમાત્રનું અવગાહન શ્રુતમયજ્ઞાનથી થાય છે. પ્રમાણ અને નયની અપેક્ષાએ આ જ્ઞાનમાં એ વાક્યાર્થની વિચારણા નથી. માત્ર યથાશ્રુત વાક્યાર્થનું જ અહીં જ્ઞાન છે. પરસ્પર જુદા જુદા વિષયને જણાવનારા શાસ્ત્રના અવયવ[અંગ]ભૂત પદમાત્રથી જણાતા ૩૧૬ . Page #320 -------------------------------------------------------------------------- ________________ અર્થને જણાવનારું આ જ્ઞાન નથી. કારણ કે તે જ્ઞાન સંશયસ્વરૂપ હોવાથી અજ્ઞાન છે અને આ કૃતમય જ્ઞાન જ્ઞાનસ્વરૂપે છે. લોઢું કે માટી વગેરેથી બનાવેલી કોઠીમાં પડેલા બીજની જેમ આ શ્રુતમય જ્ઞાન છે. કોઠીમાં રહેલું બીજ અનાજ ન હોવા છતાં તેમાં અનાજ પ્રાપ્ત કરાવવાની જેમ યોગ્યતા છે; તેમ આ કૃતમય જ્ઞાનમાં ભાવનામય જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા છે. તેથી તેને કોઠીમાં રહેલા બીજની ઉપમા આપી છે. આ શ્રુતમયજ્ઞાન મિથ્યા અભિનિવેશ[આ આમ જ છે-એવા અસદ્ગહથી સારી રીતે મુક્ત છે. કારણ કે શ્રુતમયજ્ઞાનથી જે પદાર્થમાત્રનું જ્ઞાન થયું છે, તેનાથી જણાતી કોઈ પણ અનુપપત્તિનું પૂર્વાપર અસંગતિનું નિરાકરણ કરવાની મુખ્યતા રહેલી છે. જે સમજાયું છે તે બરાબર જ છે એવી જાતનો કોઈ અભિનિવેશ આ જ્ઞાનમાં નથી. યથાશ્રુત વાક્યના શ્રવણમાત્રથી જે પદાર્થજ્ઞાન થાય ત્યાં એટલામાત્રથી થોડી વિચારણાદિ કરવાથી થોડી-ઘણી અસદ્ગતિ તો જણાય. પરંતુ તે વખતે જે સમજાયું છે તે જ બરાબર... ઈત્યાદિ અસગ્ગહ ન હોવાથી શ્રુતમય જ્ઞાનની ઉત્તરક્ષણમાં ચિંતામય અને ભાવનામય જ્ઞાનના આવિર્ભાવ માટે અવકાશ રહે છે. અન્યથા એવો અવકાશ ન રહે તો શ્રુતમયજ્ઞાનને જ્ઞાન માનવાના બદલે અજ્ઞાન - અબોધ માનવાનો પ્રસન્ગ આવશે. ./૧૧-ાા, હવે ચિંતામયજ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે Page #321 -------------------------------------------------------------------------- ________________ यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत्स्यात् ॥११-८॥. “જે, મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું અને અત્યંત સૂક્ષ્મ એવી સુયુક્તિઓની વિચારણાથી યુક્ત છે-તે, પાણીમાં ફેલાતા તેલના બિંદુ જેવું વિસ્તારવાળું ચિંતામય જ્ઞાન છે.”-આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. એનું વર્ણન કરતાં ટીકાકારશ્રીએ ફરમાવ્યું છે કે વાક્યર્થના શ્રુતજ્ઞાનથી અલિપ્ત અને બીજા[ઈતર) સર્વ ધર્માત્મક વસ્તુતત્ત્વને જણાવનાર અનેકાંતવાદના વિષયભૂત અર્થને અહીં મહાવાક્યર્થ કહેવાય છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે “હિંસા કરવી નહિ'ઈત્યાદિ અર્થને જણાવનારા “હિંસ્યા સર્વભૂતાનિ' ઈત્યાદિ વાક્યર્થનું શ્રુતજ્ઞાન થયા પછી બીજા શાસ્ત્ર વગેરેમાં જણાવેલા તે તે અર્થની સાથે વિરોધ ન આવે તે રીતે અર્થની વિચારણા થાય છે. તે વખતે તે તે અપેક્ષાએ વસ્તુમાત્રમાં સર્વધર્મમયતાનું પણ જ્ઞાન થઈ જાય છે. આ અનેકાંતવાદના જ્ઞાનથી વસ્તુમાત્રમાં સર્વધર્મોનું જ્ઞાન થાય છે. તેથી તે તે અપેક્ષાએ જણાયેલ અર્થ મહાવાક્યર્થ છે. તે મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને ચિંતામયજ્ઞાન કહેવાય છે. અનેકાંતવાદની વ્યુત્પત્તિજ્ઞાનવિશેષથી આ ચિંતામયજ્ઞાન થતું હોવાથી તેમાં અત્યંત સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજાય તેવી અને નય તથા પ્રમાણથી ગર્ભિત એવી અવિસંવાદી જે યુક્તિઓ છે, તેની વિચારણા હોય છે. આક્ષિપ્ત [ઉલિખિત] અનાક્ષિપ્ત [અનુલ્લિખિત બધા ધર્મો વસ્તુમાત્રામાં છે. કહેવાનો આશય એ છે કે શ્રુતમયજ્ઞાન પછી થનારું Page #322 -------------------------------------------------------------------------- ________________ ચિંતામયજ્ઞાન સમગ્ર વિષયને આવરી લે છે. જે અર્થને સમજવાનો હોય તેની પ્રમાણથી સફ્ળતતા; તે તે નયોની અપેક્ષાએ સમગ્ર ધર્માત્મકતા અને અવિસંવાદિતા[સંવાદિફલની જનકતા] વગેરે ભૂમિકાથી અહીં ચિંતાજ્ઞાનમાં વિચારણા હોય છે. તે માટે પ્રમાણ અને નય સાપેક્ષ યુક્તિથી વિચારણા કરાય છે. અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી જ તે યુક્તિઓ સમજાય છે અને જ્ઞાનના ફળની સાથે એનો મેળ જામે છે. સત્ત્વ-અસત્ત્વ અને નિત્યત્વ-અનિત્યત્વ વગેરે વિરુદ્ધ ધર્મોનો પણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક વસ્તુમાં સમાવેશ અનેકાંતવાદથી થાય છે. વસ્તુની વાસ્તવિકતાનો બોધ અનેકાંતવાદની વ્યુત્પત્તિ વિના શક્ય નથી. ચિંતામયજ્ઞાન વસ્તુના સંમગ્ર સ્વરૂપને આવરી લે છે. પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ પાણીના પ્રદેશે પ્રદેશે ફેલાય છે તેમ આ જ્ઞાન પણ વસ્તુના દરેક ધર્મમાં વિસ્તરે છે. શ્રુતમયજ્ઞાનથી જાણેલો અર્થ કઈ રીતે સફ્ળત બને : આવી જિજ્ઞાસામાંથી આ ચિંતામયજ્ઞાન પ્રગટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વગેરે પ્રમાણો; નૈગમાદિ નયો અને સપ્તભંગી વગેરેથી ગર્ભિત યુક્તિઓની વિચારણા સ્વરૂપ ચિંતાથી ઉત્પન્ન થયેલું આ જ્ઞાન હોવાથી તેને ઉપર જણાવ્યા મુજબ ચિંતામયજ્ઞાન કહેવાય છે. અહીં વર્ણવેલું ચિંતામયજ્ઞાનનું સ્વરૂપ સમજવાનું થોડું અઘરું છે. જિજ્ઞાસુઓએ દેશના બત્રીશી-એક પરિશીલન'માં બારમા શ્લોકના નિરૂપણમાં જણાવેલી વિગત ખ્યાલમાં રાખવી. જેથી અહીં જણાવેલી વિગત સમજવાનું સરળ પડશે. નિરૂપણીય પદાર્થમાં ફરક નથી. પરંતુ નિરૂપણની શૈલીમાં થોડો ફરક છે. અહીં ષોડશકની પકૃતિઓના ૩૧૯ Page #323 -------------------------------------------------------------------------- ________________ આધારે નિરૂપણ કરવાનું હોવાથી નિરૂપણ થોડું અઘરું થયું છે. માટે જિજ્ઞાસુઓએ એ સમજવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઈએ. ૧૧-૮॥ *** ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत् तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ॥११- ९॥ “જે જ્ઞાન તાત્પર્યવિષયવાળું છે અને સારી રીતે વિધિ વગેરેમાં પ્રયત્નથી યુક્ત છે એ જ્ઞાન, અશુદ્ધ એવા સદ્નની સ્વાભાવિક પ્રભા જેવું ભાવના જ્ઞાન છે.”-આ પ્રમાણે નવી ગાથાનો અર્થ છે. આશય એ છે કે બધા જ્ઞેય એવા ક્રિયાવિષયમાં સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞા જ મુખ્ય કારણ છે. દરેક પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કોઈ પણ મુખ્ય કારણ હોય તો તે શ્રી સર્વજ્ઞભગવંતોની પરમતારક આશા જ છે. ભાવનામયજ્ઞાનમાં બધા જ્ઞેયના વિષયમાં [બધા જ્ઞેય વિશે આ તાત્પર્ય સારી રીતે જણાય છે. અહીં ઉજ્જૈઃ આ પ તાત્પર્ય-ઐદસ્પર્યની અપેક્ષાએ છે અને તથૈવ પદ ઐદમ્પર્યની સાથે જ્ઞાનમાં યત્નનો સમુચ્ચય કરવા માટે છે. ભાવનામય આ જ્ઞાન જેમ ઐદસ્પર્યવાળું છે તેમ વિધિ વગેરેમાં પ્રયત્નવાળું પણ છે. કોઈ પણ કાર્ય [વિહિતકાર્ય કરતી વખતે તેના વિધિના પાલન માટે પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. તેમ તે માટે વિહિત દ્રવ્ય; તેને આપનાર અને તેનું પાત્ર વગેરે વિષયમાં પણ પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ તે તે વિષયમાં પૂર્ણ આદરવાળા બનવું જોઈએ. ભાવનામય ૩ર૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ એ વગર કે જે કાતિ જ અસર જ્ઞાન આવા પ્રકારના પ્રયત્નવાળું હોય છે. આવો આદર જ ભગવાનની આજ્ઞાની મુખ્યતાને જણાવે છે. એવા પ્રકારનો આદર ન હોય તો શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાની મુખ્યતાને જણાવનારું ભાવનાજ્ઞાન થયું નથી ? એમ માનવું પડે. શ્રી સર્વજ્ઞભગવાનના વચનની ભાવના[વારંવાર પરિશીલનથી ઉત્પન્ન થયેલું આ ભાવનામય જ્ઞાન; અશુદ્ધ એવા ઉત્તમજાતિના રત્નની સ્વભાવથી જ; ક્ષારયુક્તમાટીના પુટ વગેરે કે પાક વગેરે અિગ્નિમાં તપાવવું વગેરે) કરેલો નહિ હોવા છતાં જે કાત્તિ હોય છે; તેની જેમ હોય છે. અશુદ્ધ જાત્યરત્ન સ્વભાવથી જ અસંસ્કૃત હોય તોપણ અન્યરત્નો કરતાં અત્યધિક કાંતિવાળું હોય છે તેમ આ ભાવનાજ્ઞાન પણ; અશુદ્ધજાત્યરત્નસમાન ભવ્ય જીવનું તે કર્મમલથી મલિન હોવા છતાં શ્રુતજ્ઞાનાદિ કરતાં અધિક પ્રકાશને કરનારું હોય છે. આ ભાવનાજ્ઞાનથી જાણવું તે જ 'જ્ઞાન છે. આવા પારમાર્થિક જ્ઞાનપૂર્વકની જે ક્રિયા છે તે જ ક્રિયા છે. તેથી જ વિના વિલંબે મોક્ષ પ્રાપ્ત થાય છે. ભાવનાજ્ઞાનથી જાણેલું જ જાણેલું છે. એક જ વાક્યથી આ રીતે શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં વાક્યાર્થજ્ઞાન અને મહાવાક્યર્થજ્ઞાન; મહાવાક્યર્થના શાબ્દબોધમાં અને ભાવનાજ્ઞાનમાં અવાંતર વ્યાપાર બને છે. વાક્યનું શ્રવણ વાક્યર્થના સ્મરણ દ્વારા વાક્યાર્થજ્ઞાનનું કારણ બને છે અને વાક્યર્થના જ્ઞાન દ્વારા તેમ જ મહાવાક્યર્થના જ્ઞાન દ્વારા તે [વાક્યનું શ્રવણ] અનુક્રમે મહાવાક્યાર્થજ્ઞાન અને ભાવનાજ્ઞાનની Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે કારણ બને છે. “એક જ વાક્યનો, અવાંતર વ્યાપાર દ્વારા તે તે કાર્યને અનુકૂળ એવો વ્યાપાર આવા લાંબા સમય સુધી ઘટી શકતો નથી. અને એક કાર્ય કરીને વિરામ પામેલ [નષ્ટ થયેલ] બીજા કાર્યની પ્રત્યે કારણ નહિ બને.” આવી શંકા નિરર્થક છે. કારણ કે જે અર્થનો બોધ કરાવવાના આશયથી શબ્દ પ્રયુક્ત હોય તેને જણાવવામાં તે શબ્દ તત્પર હોય છે. તે અર્થ જ શબ્દાર્થ છે. લક્ષ્ય વીંધવામાં લક્ષ્યની દૂરવર્તિતા કે સમીપવńિતાદિને અનુલક્ષી એક જ બાણનો અવાંતર વ્યાપાર હોય છે. એ પ્રમાણે તર્કશાસ્ત્રના જ્ઞાતાઓ પણ બાણના દીર્ઘ, દીર્ઘતર વ્યાપારને વર્ણવતા હોય છે. આ બધું ઉપદેશરહસ્યાદિમાં વિસ્તારથી જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તેનું અવલોકન કરી લેવું જોઈએ. ।।૧૧-૯ *** હવે શ્રુતમયજ્ઞાન, ચિંતામયજ્ઞાન અને ભાવનામયજ્ઞાન આ ત્રણના વિષયનો વિભાગ કરવા માટે ફળ જણાવવાની ઈચ્છાથી બે ગાથા દ્વારા પ્રયત્ન કરાય છે आद्य इह मनाक्पुंसस्तद्रागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि ॥११-१०॥ चारिचरक सञ्जीवन्यचरकचारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्त्या ॥११- ११॥ આ પ્રવચનમાં શ્રુતમયજ્ઞાન હોતે છતે શ્રુતમયજ્ઞાનના અનુરાગથી આત્માને પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. ચિંતાના યોગે બીજા ચિંતામય જ્ઞાન વખતે ક્યારે પણ ૩૨૨ Page #326 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ થતો નથી. ચારાને ચરનાર અને સંજીવનીને નહિ ચરનાર એવા બળદને ચારો ચરાવવાની રીતે છેલ્લા ભાવનામયજ્ઞાન વખતે ગંભીર આશયથી સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાના પરિણામ વડે સર્વત્ર હિતને કરનારી પ્રવૃત્તિ થાય છે. આ પ્રમાણે ઉપર જણાવેલી બે ગાથાઓનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શ્રુતમયજ્ઞાનના અનુરાગથી માત્ર શ્રુતમયજ્ઞાનીને ‘અહીં જે કહ્યું છે તે જ પ્રમાણ છે. બીજું કાંઈ પ્રમાણ નથી.' આવી જાતનો પોતાના દર્શન પ્રત્યેનો થોડો આગ્રહ હોય છે. પરંતુ ચિંતામયજ્ઞાનીને એવો આગ્રહ ક્યારે પણ હોતો નથી. કારણ કે અત્યંત સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજી શકાય એવી સદ્યુક્તિઓથી ચિંતન કરવામાં આવતું હોવાથી અહીં શક્ય પ્રયત્ને શાસ્ત્રાન્તરની સાથેનો પણ વિરોધ દૂર કરાય છે. નૈગમાદિનયો અને પ્રત્યક્ષાદિ પ્રમાણથી પ્રાપ્ત થયેલ જ્ઞાનવાળા, બુદ્ધિમાન હોવાથી સ્વ અને પર દર્શનમાં પ્રસિદ્ધ એવો ન્યાયસડ્ગત અર્થ કોઈ પણ જાતના ખચકાટ વિના તે ચિંતામયજ્ઞાની સ્વીકારી જ લે છે. તેથી તે આત્માને સહેજ પણ દર્શનનો ગ્રહ[આગ્રહ] થતો નથી. આનો અર્થ એવો નથી કે ન્યાયથી અસગત. એવો પણ અર્થ તેઓ સ્વીકારી લે છે. જેણે નય અને પ્રમાણ સ્વરૂપ સિદ્ધાંતને જોયા છે; તે સ્વપરદર્શનમાં જણાવેલા અર્થને તે તે સ્થાનના વિરોધ વિના સ્વીકારી લે છે. પરંતુ ત્યાં તે એકાંતથી વિપ્રતિપત્તિવિવાદ] કરતો નથી. તે પ્રમાણે સમ્મતિતર્કમાં પણ જણાવ્યું છે કે-દરેક નયો પોતાની માન્યતામાં સાચા છે. બીજાની માન્યતાની વિચારણા કરવામાં મૂઢ છે. જેને આગમની મર્યાદાની ખબર નથી, એવો જ આ સાચો અને ૩૨૩ . Page #327 -------------------------------------------------------------------------- ________________ આ ખોટો' આ પ્રમાણે વિભાગ કરે છે. ૧૧-૧૦ના ***** ભાવનાજ્ઞાનમાં સર્વ જીવોને વિશે સદાને માટે હિતકર પ્રવૃત્તિ થાય છે. ભાવનાજ્ઞાનથી ભાવિત હોવાથી તે આત્માને સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાની પરિણતિ હોય છે અને સાથે ગાંભીર્ય[કામ કર્યા પછી કોઈની આગળ ન બોલવા સ્વરૂપ] સ્વરૂપ આશયવિશેષ હોય છે. તેને લઈને; ચારાને ચરનાર અને સંજીવનીને નહિ ચરનાર એવા બળદને ચારો ચરાવવાની પ્રવૃત્તિ જેમ હિતકર બની તે રીતે ભાવનામયજ્ઞાનીની પ્રવૃત્તિ સર્વદા બધા જીવોને હિત કરનારી બને છે. ચારિચરકવૃત્તાંતનું વર્ણન કરતાં એ પ્રમાણે જણાવ્યું છે કે-કોઈ એક સ્ત્રીએ કોઈ એક પુરુષને પોતાને વશ કરવા માટે પરિત્રાજિકાને જણાવ્યું કે આ પુરુષ મને વશ થાય તેમ તેને બળદ કર' તે સાંભળીને પરિવ્રાજિકાએ કોઈ સામર્થ્યવિશેષથી તેને બળદ કર્યો. તે સ્ત્રી તે બળદને ચરાવતી અને પાણી પિવરાવતી રહે છે. એક વાર વડના વૃક્ષ નીચે તે બળદ બેઠો હતો. ત્યારે ત્યાં આકાશમાર્ગે બે વિદ્યાધરીઓ આવી. તેમાંની એક વિદ્યાધરીએ કહ્યું કે આ બળદ સ્વભાવથી નથી પરંતુ પુરુષને બળદ બનાવ્યો છે. ત્યારે બીજી વિદ્યાધરીએ કહ્યું કે તો પછી આ બળદ સ્વાભાવિક પુરુષ કઈ રીતે થશે ? એ સાંભળીને પહેલી વિદ્યાધરીએ કહ્યું કે; આ વડલાની નીચે સંજીવની છે. તેનો ચારો ચરશે એટલે તે પુરુષ થશે. આ પ્રમાણેનું વિદ્યાધરીનું વચન તે સ્ત્રીએ સાંભળ્યું. તે સ્ત્રીએ, સંજીવની નામની ઔષધિવિશેષને જાણતી ન હોવાથી તે ૩૨૪૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશમાં રહેલી બધી જ જાતનો ચારો તે બળદને ચરાવ્યો. આ રીતે ચારો ચરતાં તે બળદ સંજીવનીનો ઉપયોગ કર્યો કે તુરત જ તે પુરુષ થયો. આવું ઉદાહરણ લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં જેમ સ્ત્રીની તે પુરુષ-બળદને આશ્રયીને હિતકારિણી પ્રવૃત્તિ થઈ, એવી રીતે ભાવનાજ્ઞાનથી સહિત આત્માની દરેક ભવ્યાત્માઓ ઉપર અનુગ્રહ કરવાની પ્રવૃત્તિ હિતકારિણી જ થાય છે. આ દૃષ્ટાંત વર્ણવતી વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ જે જણાવ્યું છે તેમાં થોડો ફરક છે. આવી જ રીતે યોગબિંદુ વગેરેમાં જણાવ્યા મુજબ થોડો ફરક છે. પરંતુ સર્વત્ર ભાવાર્થ એક જ છે. અહીં ગાથામાં વર્ણવેલી સમરસાપત્તિનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાની પરિણતિ સમરસાપત્તિ છે. એ સમરસાપત્તિનું કારણ સ્વસમય[દર્શનનું જ્ઞાન છે. સર્વદર્શનોના સમૂહ સ્વરૂપ સ્વસમય છે. કારણ કે સર્વ પ્રવાદોનું મૂળ દૃષ્ટિવાદસ્વસમય છે. એ અપેક્ષાએ અહીં સર્વદર્શનોના સમૂહ સ્વરૂપે સ્વસમયનું વર્ણન કર્યું છે. ષોડશક પ્રકરણ ભા. ૨ પ્રિકાશક : શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ અંધેરી-વેસ્ટ મુંબઈ-૫]આ પુસ્તકમાં ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે આ ગાથાના ગુજરાતી વર્ણનમાં જે જણાવ્યું છે તે વિચારણીય છે. * અહીં સમજી લેવું જોઈએ કે જૈનદર્શનમાંથી સ્વિસમયમાંથી] ઉદ્ભવેલાં તે તે દર્શનોમાં સર્વાશે સ્વસમયની વાત જ નથી. અહીંથી લીધેલી વાત યથાસ્થિતરૂપે તે તે દર્શનકારોએ તે તે સ્થાને જણાવેલી નથી. જેટલા પણ અંશે Page #329 -------------------------------------------------------------------------- ________________ ત્યાં વિતથપણે તેઓએ નિરૂપણ કર્યું છે તેનું નિરાકરણ આપણે ત્યાં કરાયું જ છે અને ભવિષ્યમાં પણ કરાતું જ રહેવાનું છે. શ્રી મહાવીરપરમાત્માએ અવસરે ` અવસરે જમાલી, ગોશાલક અને પાખંડીઓના મતનું નિરસન ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે. સ્વપરતંત્રમાં ન્યાયસંગત જે અર્થ છે; તેને ભાવનામયજ્ઞાની સ્વીકારે છે. આ પ્રમાણે જણાવેલું હોવા છતાં ઉપર જણાવેલા પુસ્તકમાં ખૂબ જ વિચિત્ર રીતે પોતાની વાત જણાવી છે. એ જણાવતી વખતે મહામહોપાધ્યાયજી મહારાજાએ કરેલા અન્ય-દર્શનોના નિરસન અને સ્વસમયમાં થયેલા ધર્મસાગરજી મ. આદિ તેમ જ નિહ્નવો વગેરેની માન્યતાઓનાં નિરસનોનું પરિશીલન કરવાની જરૂર હતી. સમગ્ર જીવન સમુદાયના ખંડનમાં વિતાવનારા આજે તેથી આટલા કેમ ગભરાય છે તે સમજાતું નથી. શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને સંવંશે માનવાના હોત તો એક પણ દર્શન ઉત્પન્ન થાત નહિ અને સ્વસમયમાં જુદા ચોકા થાત નહિ.. આટલું પણ જેઓ સમજી શકતા ન હોય તેમણે શ્રી ષોડશકપ્રકરણજેવા ગ્રંથોના અનુવાદથી દૂર રહેવું જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચનથી વિપરીત જેટલો પણ અંશ જ્યાં પણ સ્વસમયમાં કે પરસમયમાં હોય ત્યાં તેનું નિરાકરણ કર્યા વિના ચાલે એવું નથી. શ્રી તીર્થંકર પરમાત્માના વચનનું અહીં નિરાકરણ નથી. પરંતુ તેમાં ભેળવેલા વિપરીત અંશનું નિરાકરણ છે-એ યાદ રાખવું જોઈએ. કોઈ પૂર્વગ્રહાદિને આધીન થઈને સત્ય હણી નાંખે તો એનું પાપ એને લાગશે જ. આવા વખતે સત્યની રક્ષા માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે. કોઈ પણ જાતની ચિંતા ઉર Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્યા વિના એ પ્રવૃત્તિનું ખંડન કરી સત્યની રક્ષા અને પ્રભાવના કરવાનો નિષેધ કરીને ખોટું દુઃસાહસ કરવું નહિ જોઈએ. ૧૧-૧૧ આ પૂર્વે છઠ્ઠી ગાથામાં મોહથી વિપર્યય થાય છે-એ પ્રમાણે જણાવ્યું છે. શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનના તે વિપર્યયને જણાવાય છે – गुर्वादिविनयरहितस्य यस्तु मिथ्यात्वदोषतो वचनात् । दीप इव मण्डलगतो बोधः स विपर्यायः पापः ॥११-१२॥ “ગુર્નાદિકના વિનયથી રહિત એવાને મિથ્યાત્વદોષના કારણે આગમ-વચનથી જે બોધ થાય છે; તે આંખના દોષના કારણે દીપકમાં ગોલાકાર જણાતા પ્રકાશની જેમ પાપસ્વરૂપ વિપધ્યેય છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આગમના વાક્યથી મૃતમયજ્ઞાન, ચિંતામયજ્ઞાન અને ભાવનામયજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત રીતે મોહના કારણે જીવને પાપસ્વરૂપ વિપર્યયાત્મક બોધ પ્રાપ્ત થાય છે, આગમવાક્યથી જ મોહના કારણે થનારા વિપર્યયનાં બીજાં કારણોનું વર્ણન કરતી વખતે ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે આગમવચનનું શ્રવણ કરનાર પૂ. ઉપાધ્યાયભગવંત અને પૂ. આચાર્યભગવંતાદિ ગુરુદેવશ્રીના વિનયથી રહિત હોય તો તેને શ્ર તમયાદિજ્ઞાનના બદલે વિપર્યયાત્મક વિપરીતસ્વરૂપવાળોબોધ થાય છે. ગુર્નાદિકનો વિનય નહિ કરનારાને તત્ત્વાર્થની અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વનો ઉદય Page #331 -------------------------------------------------------------------------- ________________ હોવાથી; આગમાર્થના બોધક વાક્યશ્રવણથી પણ શ્રવણ કરનારને વિપરીત જ બોધ થાય છે. આ વાતને સમજાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં દીપકસંબંધી બોધનું દૃષ્ટાંત જણાવ્યું છે. આંખના દોષવિશેષ સ્વરૂપ તૈમિરિકથી તે દોષવાળાને દીપકમાં ગોળાકાર દૃશ્ય દેખાય છે. પરંતુ તે જેમ વાસ્તવિક નથી પણ વિપર્યય- સ્વરૂપ છે; તેવી જ રીતે ગુરુવિનયાદિના અભાવમાં આગમવાક્યથી જે બોધ થાય છે, તે પણ વિપર્યયસ્વરૂપ છે. કારણ કે એ બોધ ગુરુના વિનયના અભાવમાં મિથ્યાત્વદોષથી થયેલો છે. જોકે આ બોધ; થાય છે તો આગમના જ વાક્યથી પરંતુ પોતાની આગ્રહ[કદાગ્રહ]પૂર્ણ માન્યતાથી થતો એ બોધ મિથ્યાપ્રત્યય-સ્વરૂપ પદાર્થમાત્રને જ જણાવે છે. વાક્યાદિને જણાવવાનું એમાં સામર્થ્ય નથી. આવો બોધ પરિણામે પાપનું કારણ બને છે. જે આશયથી શાસ્ત્રે વાત જણાવી હોય તે આશયથી વિપરીત રીતે તે વાતનો બોધ કરવા સ્વરૂપ આ બોધ પદાર્થમાત્રવિષયક હોય છે. વિષયના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ' આ વિધાન પાછળ ધર્મની અત્યંત ઉપાદેયતા જણાવવાનો આશય હોવા છતાં એનો વિચાર કર્યા વિના વિષયની પ્રાપ્તિ વિષયની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ધર્મ જ કરવો જોઈએ.' - આવા પ્રકારનો જે બોધ કરાય છે તે પદાર્થમાત્રનો બોધ છે. ||૧૧-૧૨ *** વિપર્યયના જ નિરૂપણમાં દૃષ્ટાંત જણાવવા પૂર્વક તેનો વિપર્યયમાં ઉપનય કરાય છે ૩૨૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ दण्डीखण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमूलं ग्रही नरेन्द्रादपि यधिकम् ॥११-१३॥ मोहविकारसमेतः पश्यत्यात्मानमेवमकृतार्थम् । तंद्व्यत्ययलिङ्गरतं कृतार्थमिति तद्ग्रहादेव ॥११-१४॥ “સાંધેલા જીર્ણવસ્ત્ર[દાંડિયું]માંથી બનાવેલ કપડાંને જેણે શરીર પર ધારણ કર્યાં છે અને અલંકાર માટે પોતાના શરીર પર જેણે રાખ વગેરે લગાડી છે; એવો વિદ્વાનોને દયાપાત્ર માણસ જેમ કદાગ્રહયુક્ત બની પોતાની જાતને અત્યંત નિર્મળ અને ચક્રવર્તી કરતાં પણ અધિક જાણે છે; તેમ મોહના વિકારવાળો આત્મા, અકૃતાર્થ અને કૃતાર્થથી વિપરીત એવા અકૃતાર્થનાં લિગો-લક્ષણોમાં રક્ત હોવા છતાં તે ગ્રહ[વિપર્યય]થી જ પોતાની જાતને કૃતાર્થ તરીકે જાણે છે.”- આ પ્રમાણે તેરમી અને ચૌદમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જેના શરીર પર સાંધા મારીમારીને બનાવેલાં ચીથરાંજેવાં વસ્ત્ર છે તેમ જ જેના સમગ્ર શરીર ઉપર રાખ વગેરે લગાડીને શરીરની શોભા કરાઈ છે; એવો જોતાંની સાથે સારા માણસોની દયાનું પાત્ર બનેલો માણસ આગ્રહી હોવાથી પોતાના આત્માને અત્યંત નિર્મળ અને ચક્રવર્તી કરતાં પણ અત્યધિક જાણે તો એ જેમ વિપર્યય છે તેમ અહીં મનના વિભ્રમ સ્વરૂપ દોષથી સહિત પો અકૃતાર્થ હોવા છતાં તે વિપર્યયાત્મક બોધવાળો પોતાની જાતને કૃતાર્થ માને છે- એ વિપર્યય છે. મોહના વિકાર[દુશ્ચેષ્ટા]થી સહિત માણસ અકૃતાર્થ છે, તેનું [તેની અકૃતાર્થતાનું કારણ જણાવવા માટે ચૌદમી ગાથાના ઉત્તરાર્ધમાં ૩૨૯ - Page #333 -------------------------------------------------------------------------- ________________ તવ્યચરિતમ્-આ પદ છે. કૃતાર્થ આત્માનાં ચિહ્નો[લક્ષણો]થી વિપરીત ચિહ્નોલિંગોમાં રક્ત સતત પ્રયત્નશીલ-હોવાથી મોહવિકારસહિત આત્મા વસ્તુતઃ અકૃતાર્થ છે. “મોહવિકારસહિતની અકૃતાર્થતા હોવા છતાં તેઓ વિપરીત રીતે પોતાની જાતને કૃતાર્થ કેમ માને છે, તેનું કારણ શું છે.”- આવી જિજ્ઞાસામાં ગાથામાં જણાવ્યું છે. તિ તરવ... કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ પોતે અકૃતાર્થ હોવા છતાં મોહવિકારસહિત જીવો પોતાની જાતને કૃતાર્થસ્વરૂપે જુએ છે. તેનું કારણ એ છે કે, તિ એટલે ગુરુને આધીન ન થવું, તેમનો અવિનય વગેરે કરવો.વગેરે પ્રકાર વડે તે મોહના વિકારોને આત્મામાં પ્રવૃત્તિ કે પ્રવૃત્તિની શક્તિ સ્વરૂપે ગ્રહણ કરે છે. તેથી જ પોતાની જાતને કૃતાર્થ આ પ્રમાણે જુએ છે. જે આત્માઓ ગુર્નાદિકનો વિનય વગેરે કરતા નથી અને ગુરુપારતંત્ર્ય સેવતા નથી; તેઓ મોહના વિકાર સ્વરૂપ વિષય-કષાયની પરિણતિને પ્રવૃત્તિ સ્વરૂપે અથવા તેના સામર્થ્ય-શક્તિસ્વરૂપે આત્મામાં ગ્રહણ કરે છે. મોહવિકારથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિને તેમ જ તેવી પ્રવૃત્તિને અનુકૂળ શક્તિને તે જીવો ગ્રહણ કરે છે. તેથી જ તે જીવો વિપર્યય-સ્વરૂપે પોતાના આત્માને કૃતાર્થ તરીકે માને છે. પોતાના આત્માને કૃતાર્થ આ પ્રમાણે માને છે.”. આ પ્રમાણે તાર્થમિતિ પરત આવી યોજના કરીને અર્થ કરવામાં આવે તો કૃતાર્થ આ પ્રમાણે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ સદ્ગત નહિ બને. ત્યાં કૃતાર્થ તિ પતિ આવો પ્રથમ વિભક્તિનો પ્રસગ્ન આવત. તેથી તામિતિ આ પ્રમાણે દ્વિતીયા Page #334 -------------------------------------------------------------------------- ________________ વિભક્તિના પ્રયોગની અનુપપત્તિ ન થાય એ માટે ઉપર જણાવ્યા મુજબ તિ શબ્દનો અર્થ સમુના પ્રકારે કર્યો છે...ઈત્યાદિ ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. “વ્યાકરણાદિના જાણકાર ન હોય તેઓએ ગાથાર્થમાં જણાવ્યા મુજબની વાત યાદ રાખવી. વ્યાકરણાદિનું જ્ઞાન ન હોય તો ગ્રંથકારશ્રીના આશય સુધી પહોંચવામાં ઘણી જ તકલીફ પડે છે- એ આથી સમજી શકાય છે. “સમજાતું નથી એમ વિચારવાના બદલે “સમજવા માટે શું કરવું જોઈએ'એનો વિચાર કરવો જોઈએ. આમ કરવાથી ચોક્કસ જ કોઈને કોઈ માર્ગ મળી આવશે. ૧૧-૧૩/૧૪ મૃતમયાદિજ્ઞાન અને વિપર્યય (મિથ્યાજ્ઞાન] કોને હોય છે-તે જણાવાય છે – सम्यग्दर्शनयोगाज् ज्ञानं तद्ग्रन्थिभेदतः परमम् । सोऽपूर्वकरणतः स्याज्ञेयं लोकोत्तरं तच्च ॥११-१५॥ लोकोत्तरस्य तस्मान्महानुभावस्य शान्तचित्तस्य । औचित्यवतो ज्ञानं शेषस्य विपर्यायो ज्ञेयः ॥११-१६॥ “સમ્યગ્દર્શનના યોગે જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગ્રંથિભેદથી પરમસમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ગ્રંથિભેદ અપૂર્વકરણથી પ્રાપ્ત થાય છે. લોકમાં શ્રેષ્ઠ એવું અપૂર્વકરણ જાણવું. તેથી આવા લોકોત્તરજ્ઞાનવાળા, અચિજ્યશક્તિવાળા અને શાંતચિત્તવાળા એવા ઔચિત્યયુક્ત આત્માઓને જ જ્ઞાન હોય છે. બાકીના બધાને. તેનો વિપર્યય હોય છે.”- આ પ્રમાણે છેલ્લી બે ગાથાઓનો અર્થ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે આત્માનો ગુણ જ્ઞાન હોવાથી જ્ઞાનરહિત આત્મા ન જ હોય-એ સમજી શકાય છે. પરંતુ અહીં શ્રુતમયાદિજ્ઞાનની વિવક્ષા હોવાથી તેના સ્વામીનો વિચાર કરાયો છે. જ્ઞાન અને વિપર્યય : આ બંને અહીં જ્ઞાનસામાન્યના જ પ્રકાર છે. કયું જ્ઞાન જ્ઞાન છે અને કર્યું જ્ઞાન વિપર્યય છે. એ એના સ્વામીને જણાવવા પૂર્વક જણાવ્યું છે. સમ્યગ્દર્શનના સંબંધના કારણે જ્ઞાન, જ્ઞાન છે. અન્યથા સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન, વિપર્યયસ્વરૂપ હોય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા તત્ત્વભૂત અર્થની શ્રદ્ધાના પરિણામને સમ્યગ્દર્શન કહેવાય છે. સંસારના સુખાદિ પ્રત્યેનો અને દુઃખાદિ પ્રત્યેનો રાગ અને દ્વેષનો જે તીવ્ર પરિણામ છે તેને ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિના ભેદથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષની તીવ્રપરિણતિ સ્વરૂપ ગ્રંથિને ભેદવા માટે અપૂર્વકરણ સ્વરૂપ અધ્યવસાયવિશેષ” ઉપયોગી છે. ગ્રંથિને ભેદનાર અધ્યવસાયવિશેષને અપૂર્વકરણ કહેવાય છે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ, આત્માના અર્ધ્વપુલપરાવર્તકાળથી અધિક સંસારનો ઉચ્છેદ કરનારો છે. ગ્રંથિ-સ્વરૂપ સંલિષ્ટ પરિણામને ઓળખાવનારો અધ્યવસાયવિશેષ “શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિદેશને પ્રાપ્ત કરાવનારી આત્મપરિણતિ “યથાપ્રવૃત્તિકરણ' છે. અનંતી વાર પણ યથાપ્રવૃત્તિકરણને પ્રાપ્ત કરનાર આત્માને શુદ્ધયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય જ એવો નિયમ નથી. ભવિષ્યમાં જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું છે; એવા આત્માઓ જ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કરી શકે છે. એ કરણના સામર્થ્યથી ગ્રંથિને ઓળખીને તેને ભેદવા માટેનો પ્રયત્ન કરાવનાર Page #336 -------------------------------------------------------------------------- ________________ આત્માના પરિણામવિશેષને ‘અપૂર્વકરણ' કહેવાય છે. એ અપૂર્વકરણ લોકોત્તર છે. લો[લોકમાંની વસ્તુઓ]થી શ્રેષ્ઠ અપૂર્વકરણ છે. કારણ કે સૂત્ર અને અર્થનું ગ્રહણ-આસેવન કરવાદિ સ્વરૂપ તે તે ધર્મસ્થાન અનેકવાર પ્રાપ્ત થવા છતાં આ અપૂર્વકરણ પ્રાપ્ત થયું ન હતું. અપૂર્વ એવા આત્મપરિણામવિશેષને અપૂર્વકરણ કહેવાય છે. સ્થૂલ રીતે આ જણાવવું હોય તો; શત્રુ ગ્રંથિ છે. આંખ સામે શત્રુનું હોવું યથાપ્રવૃત્તિકરણ છે શત્રુને ઓળખવું તે શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે; અને શત્રુના વિનાશ માટેનો પ્રયત્ન અપૂર્વકરણ છે. ત્યાર પછીની શત્રુના વિનાશની અવસ્થા અનિવૃત્તિકરણ છે-આ પ્રમાણે જણાવી શકાય છે. આ રીતે અપૂર્વકરણાદિ દ્વારા પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનના યોગે જ્ઞાન પ્રાપ્ત થવાથી એ જ્ઞાનવાળા લોકોત્તર આત્માની કર્મક્ષયાદિ માટે શક્તિ અચિત્ત્વ હોય છે. જેમ જેમ એ શક્તિના પ્રભાવે કર્મનો-હ્રાસ થાય છે, ત્યારે તે આત્માનું ચિત્ત ખૂબ જ શાંત બને છે. રાગાદિની પરિણતિ દૂર કરી આત્મા નિર્મળ ચિત્તને પ્રાપ્ત કરે છે. એના યોગે સર્વત્ર ઔચિત્યપૂર્વક પ્રવર્તે છે. ઔચિત્યનું અતિક્રમણ રાગાદિના કારણે થતું હોય છે. જે આત્માઓ રાગાદિને પરવશ નથી; તેઓ ખૂબ જ સરળતાથી ઔચિત્યનું આસેવન કરી શકે છે. આવા ઔચિત્યથી યુક્ત; શાંતચિત્તવાળા અને અચિત્ત્વશક્તિમાન એવા લોકોત્તરઆત્માઓને જ જ્ઞાન હોય છે. કારણ કે એવા આત્માઓ જ અપૂર્વકરણ દ્વારા ગ્રંથિને ભેદીને, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે અને સમ્યગ્દર્શનના યોગે જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૩૩૩ Page #337 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા ગુણો જેમાં નથી તેને જ્ઞાનનો વિપર્યયા પ્રાપ્ત થાય છે. ઔચિત્યથી જેઓ રહિત છે; જેમનું ચિત્ત અશાંત છે અને જેઓ કર્મનિર્જરા માટે અસમર્થ છે, તેમને અપૂર્વકરણ પ્રાપ્ત ન થવાથી ગ્રંથિભેદ શક્ય બનતો નથી અને તેથી સમ્યગ્દર્શનના અભાવે તેમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરંતુ વિપર્યયસ્વરૂપ જ્ઞાન હોય છે, જે પદમાત્રથી જણાતા અર્થને જ જણાવે છે. વાક્યાર્થ, મહાવાક્યા કે ઔદંપર્યાર્થિને જણાવવાનું સામર્થ્ય વિપર્યયસ્વરૂપ બોધમાં નથી. શ્રુતમય વગેરે જ્ઞાન વાક્યર્થ વગેરેને જણાવે છે. આ ષોડશકમાં વર્ણવેલું - જ્ઞાનનું સ્વરૂપ મુમુક્ષુ આત્માઓએ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ભાવનાજ્ઞાનના સ્વરૂપનું વર્ણ કરતી વખતે ષોડશપ્રકરણ”ની કલ્યાણકંદલીટીકાકારે અને “બત્રી"ના અનુવાદ કરનારાએ જે જણાવ્યું છે, તે વિવેકપૂર્વક વિચારવું જોઈએ. પંદરમી અને સોળમી ગાથામાં જણાવેલા જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયોને નિરંતર યાદ રાખી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા. ૧૧-૧૫/૧ | ત્તિ વિશે થોડશવમ્ अथ द्वादशं षोडशकं प्रारभ्यते ॥ અગિયારમા ષોડશકમાં ત્રણ જ્ઞાનનું નિરૂપણ કર્યું. હવે એ જ્ઞાનથી સહિત અને રહિત એવા આત્માઓ; અનુક્રમે દીક્ષાના અધિકારી અને અનધિકારી છે, તે જણાવાય છે Page #338 -------------------------------------------------------------------------- ________________ अस्मिन् सति दीक्षाया अधिकारी तत्त्वतो भवति सत्त्वः । इतरस्य - पुनर्दीक्षा वसन्तनृपसन्निभा ज्ञेया ॥१२- १॥ “શ્રુતમય, ચિંતામય અને ભાવનામય-આ જ્ઞાનત્રય હોતે છતે આત્મા દીક્ષા પ્રાપ્ત કરવા અધિકારી બને છે. બીજાને- જ્ઞાનત્રયથી રહિત આત્માને- પ્રાપ્ત થતી દીક્ષા વસંતઋતુના રાજા જેવી જાણવી.’- આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે અગિયારમા ષોડશકમાં જેનું વર્ણન કર્યું છે એ શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનની જેમને પ્રાપ્તિ થઈ છે તેમને સર્વસાવદ્યયોગથી વિરામ પામવા, સ્વરૂપ દીક્ષાનો અધિકાર છે. કારણ કે શાસ્ત્રમાં જણાવેલી નીતિમર્યાદા મુજબ પરમાર્થથી તેઓને દીક્ષાનું આરાધન શક્ય છે. પારમાર્થિક રીતે મોક્ષફળને આપનારી દીક્ષા; શ્રુતમયાદિ જ્ઞાનત્રય વિના પ્રાપ્ત થતી નથી. ત્રણ જ્ઞાનથી જેઓ રહિત છે; તેઓ પારમાર્થિક દીક્ષાના અધિકારી નથી. આવા અનધિકારીની દીક્ષા વસંતઋતુના રાજા જેવી છે. ચૈત્ર માસમાં વસંતોત્સવ દરમ્યાન રમતમાં બનાવેલા રાજાને જેમ રાજસુખોની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનેક જાતની કંદર્થના જ પ્રાપ્ત થાય છે; તેમ અનધિકારીને પણ દીક્ષાથી કોઈ લાભ થતો નથી, ઉપરથી વિટંબના પ્રાપ્ત થાય છે. વસંતઋતુના રાજાને છત્રની જગ્યાએ ચાલણી ધરે, ચામરની જગ્યાએ ઝાડું વીંઝે, હારની જગ્યાએ ખાસડાનો હાર પહેરાવે અને ઘોડા ઉપર બેસાડવાના બદલે ગધેડા ઉપર બેસાડે...વગેરે ચેષ્ટાઓથી ચિકાર કદર્શના પ્રાપ્ત થાય છે. આવી જ કદર્થના-વિટંબના અનધિકારીને ૩૩૫ Page #339 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાથી થતી હોય છે. કારણ કે મુખ્ય રાજાની જેમ પારમાર્થિક દીક્ષાના કાર્યને, વસંતનૃપની જેમ અધિકારીની દીક્ષા કરતી નથી. પોતાના કાર્યને જે ન કરે તે વસ્તુ; વસ્તુ નથી-એ સમજી શકાય છે. [૧૨-૧ જ્ઞાનીને જ દીક્ષા હોય છે, અજ્ઞાનીને નહિ? આ નિયમ કરવા “રીક્ષા’ શબ્દની વ્યુત્પત્યર્થ જણાવાય છે – श्रेयोदानादशिवक्षपणाच्च सतां मतेह दीक्षेति । सा ज्ञानिनो नियोगाद् यथोदितस्यैव ,साध्वीति ॥१२-२॥ શ્રેયઃ-સુંદર વસ્તુને આપતી હોવાથી અને અશિવપ્રત્યપાયનો ક્ષય કરતી હોવાથી પુરુષોને દીક્ષા ઈષ્ટ છે. ચોક્કસપણે અધિકારી એવા જ્ઞાની ભગવંતને જ તે નિર્દોષ હોય છે.”- આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે રીક્ષા' શબ્દની વ્યુત્પત્તિનો અર્થ એ છે કે જે શ્રેયઃકલ્યાણને આપનારી છે અને અશિવ-પ્રત્યપાયને દૂર કરનારી છે, તેને દીક્ષા કહેવાય છે. મોક્ષ સિવાય બીજું કોઈ શ્રેયઃકલ્યાણ નથી અને આ સંસારને છોડીને બીજો કોઈ અપાય નથી. જે સંસારના ઉચ્છેદ માટે દીક્ષા ગ્રહણ કરાય છે, એ દીક્ષાથી જ સંસારની વૃદ્ધિ થાય તો તે પ્રત્યપાયને હરનારી નહિ બને. અપાયને દૂર કરવાના બદલે અપાયનું જે કારણ બને તે પ્રત્યપાયકર બને છે. દીક્ષાનું સ્વરૂપ પ્રત્યપાયઅશિવનો ઉચ્છેદ કરનારું છે અને શ્રેયઃ-કલ્યાણને પ્રાપ્ત કરાવનારું છે. આવું સ્વરૂપ ચોક્કસપણે અધિકારી એવા Page #340 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભગવંતોની જ દીક્ષામાં છે. અજ્ઞાનીની દીક્ષામાં એવું સામર્થ્ય નથી કે તે શ્રેયઃનું પ્રદાન કરે અને અશિવનું હરણ કરે. તેથી જ અજ્ઞાનીની દીક્ષા સત્પુરુષોને માન્ય નથી. સત્પુરુષોને માન્ય એવી દીક્ષા અધિકારી એવા જ્ઞાની ભગવંતોને જ હોય છે. તે દીક્ષા જ સાધ્વી-નિરવદ્ય છે. સર્વથા દોષથી રહિત છે.].... ૧૨-૨ *** આ રીતે શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનથી યુક્ત જ આત્માની દીક્ષા નિરવદ્ય ગણાતી હોય તો તે ત્રણ જ્ઞાનથી રહિત એવા માતુષ વગેરે મુનિભગવંતોની દીક્ષા કલ્યાણકારિણી હતી : એ શાસ્ત્રમાં વર્ણવેલું કઈ રીતે ઉચિત છે : આવી શકાનું સમાધાન કરતાં જણાવાય છે - यो निरनुबन्धदोषाच्छ्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥१२- ३ ॥ · ' “જે; અનુબંધથી રહિત એવા જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ દોષને લઈને શ્રદ્ધાવાન, અજ્ઞાની; પાપભીરુ, ગુરુભક્ત અને આગ્રહરહિત છે, તે પણ ફળને [જ્ઞાનના ફળને] આશ્રયીને જ્ઞાની જ છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનીને દીક્ષાનું જે ફળ પ્રાપ્ત થાય છે, એ ફળ અજ્ઞાનીને પણ દીક્ષાથી પ્રાપ્ત થાય તો તે અજ્ઞાની પણ વસ્તુતઃ જ્ઞાની જ છે. તેથી માષતુષાદિ મુનિભગવંતોની પણ દીક્ષા; ફળને લઈને જ્ઞાનીની જ હતી. આથી સમજી શકાશે કે માષતૃષાદિ મુનિભગવંતોની દીક્ષાને કલ્યાણકારિણી ૩૩૭ Page #341 -------------------------------------------------------------------------- ________________ વર્ણવવામાં કોઈ દોષ નથી. જેની પરંપરા નાશ પામેલી છે એવા રાગાદિ કે જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ દોષના કારણે જેઓ શ્રદ્ધાવાન છે, તેવા જ અજ્ઞાનીનું અહીં ઉપાદાન છે. રાગાદિદોષો જેમના સાનુબંધ એટલે કે ઉત્તરોત્તર જેની પરંપરા ચાલુ છે. તેવા છે તેવા શ્રદ્ધાવાન અજ્ઞાનીનું અહીં ગ્રહણ નથી. આવા જીવોને નિરુપક્રમક્લિષ્ટ કર્મના યોગે કોઈ વાર ભાવનો પ્રતિઘાત થવાથી; એટલાપૂરતી મંદ શ્રદ્ધા હોવા છતાં તે સ્થિર હોતી નથી. કારણ કે નજીકના સમયમાં જ ક્લિષ્ટ કર્મનો ઉદય શરૂ હોવાથી શ્રદ્ધા નાશ પામે છે. આથી અહીં નિરનુબંધદોષનું ગ્રહણ છે, સાનુબંધદોષનું ગ્રહણ નથી. આવી જ રીતે અનાભોગવાન પણ સામાન્ય રીતે સૂક્ષ્મબુદ્ધિથી સમજી શકાય એવા ગ્રંથના અર્થના જ્ઞાનથી રહિત વિવક્ષિત છે. શ્રાદ્ધ અને અનાભોગવાળા પાપભીરુ લેવાના છે. તેમની તે પાપભીરુતામાં ભવવિરક્તતાને કારણ તરીકે વર્ણવી છે. જેમને વાસ્તવિક રીતે ભવની પ્રત્યે વૈરાગ્ય થયો નથી; તેઓ વાસ્તવિક રીતે પાપના ભીરુ [ડરવાળા) પણ નથી. પાપનું મૂળ જ ભવનો રાગ છે. પુણ્યથી સુખમય જણાતા ભવની પ્રત્યે રાગ થાય તો તે આત્મા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય છે. પાપનું કારણ રાગ છે અને તેથી દુઃખ ઉપર દ્વેષ થતો હોવાથી તેનો તે પ્રયોજક બને છે. પરિણામે જીવ; સુખને પામવા અને દુઃખને ટાળવા પાપ કરે છે. આથી ભવથી વિરક્ત પાપના ભીરુ હોય છે : એ સમજી શકાય છે. પાપભીરુ આત્માઓ ગુરુ-પૂજનીય પુણ્યાત્માઓના ભક્ત હોય છે. તેઓ સારી રીતે સમજે છે કે પાપથી રક્ષણ Page #342 -------------------------------------------------------------------------- ________________ કરનાર જો કોઈ હોય તો તે પરમતારક ગુરુભગવંત છે. પાપથી ભયભીત હોવાના કારણે સહજ રીતે જ પાપથી દૂર રાખનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે બહુમાન-ભક્તિભાવ જન્મ છે. ભયથી મુક્ત થવા શરણ વિના બીજો કોઈ ઉપાય નથી. પાપના ભયથી મુક્ત થવા પાપથી મુક્ત કરનારા પૂ. ગુરુભગવંતના શરણે ગયા વિના ચાલે એવું નથી-એમ સમજીને પાપભીરુ આત્માઓ પૂ. ગુરુભગવંતો પ્રત્યે અત્યંત બહુમાન મેળવી લે છે અને તેથી મિથ્યાભિનિવેશને તેઓ ધારણ કરતા નથી. અભિનિવેશ-આગ્રહ, સામાન્ય રીતે બહુમાનનો નાશ કરે છે. મિથ્યા અભિનિવેશના કારણે પૂ. ગુરુભગવંત પ્રત્યે બહુમાન રહેતું નથી. તેથી ગુરુભક્ત ગ્રહરહિત હોવા જોઈએ. શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનથી સહિત મહાત્માઓને જ્ઞાનના ફળ સ્વરૂપે ભવવિરક્તતા વગેરેની જેમ પ્રાપ્તિ થાય છે, તેમ શ્રદ્ધા, પાપભીરુતા, ગુરુબહુમાન અને અભિનિવેશનો અભાવ વગેરે ગુણોથી યુક્ત એવા માષતુષાદિ મુનિભગવંતોને પણ જ્ઞાન ન હોવા છતાં ભવવિરક્તતાદિ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી ફળને આશ્રયીને માષતુષાદિ મુનિભગવંતો પણ જ્ઞાની જ છે. આથી સ્પષ્ટ છે કે માષતુષાદિ મહાત્માઓની દીક્ષા પણ જ્ઞાનપૂર્વકની જ હોવાથી તે કલ્યાણકારિણી છે. ૧૨-all માત્ર ગુરુબહુમાનાદિના કારણે ત્રણ જ્ઞાનથી વિકલ એવા માણતુષાદિ મહાત્માઓને સન્માર્ગગમનાદિ કઈ રીતે શક્ય બને? કારણ કે સન્માર્ગગમનાદિ; જ્ઞાનનું કાર્ય છે, તે Page #343 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના અભાવમાં કઈ રીતે થાય-આવી શકાનું સમાધાન કરાય છે चक्षुष्मानेकः स्यादन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥१२- ४॥ “એક ચક્ષુવાળો [દેખતો] અને બીજો તેને અનુસરનારો ચક્ષુવિહીન [અંધ] છે. ગન્તવ્ય-ઈષ્ટ સ્થાને બંન્ને એકી સાથે જ પહોંચે છે.’- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે, જ્ઞાની અને અજ્ઞાની માષતુષાદિ પૂ. મહાત્માઓ : એ બંન્નેની દીક્ષા કલ્યાણકારિણી છે-એ પ્રમાણે જણાવ્યું છે, તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીને એકસરખું ફળ કઈ રીતે મળે-આવી શંકાના સમાધાન માટે દૃષ્ટાંત જણાવાય છે : કોઈ એક માર્ગગમનમાં પ્રયત્નશીલ, નિર્મળ અને અનુપહત [રોગરહિત] ચક્ષુવાળો માણસ હોય અને બીજો ચક્ષુહીન [અંધ] પરંતુ માર્ગાનુસારી અને વિશિષ્ટવિવેકસંપન્ન હોવાથી ચક્ષુવાળા માણસના અભિપ્રાય મુજબ તેના જણાવ્યા મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર હોય અર્થાર્ બીજા બધાના અભિપ્રાય મુજબ ન ચાલતાં માત્ર ચક્ષુષ્માનના અભિપ્રાય મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર હોય એ બંન્ને જણા ગંતવ્ય [ઈષ્ટ] સ્થાનમાં એક જ કાળે પહોંચે છે. ચક્ષુવાળો માણસ માર્ગને સ્પષ્ટપણે દેખતો હોવાથી અને ચક્ષુવિહીન માણસ માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરાવનારા અદૃષ્ટ [શુભકર્મ]ના કારણે પ્રવર્તકને છોડીને બીજાનું અનુસરણ કરતો ન હોવાથી એ બંન્ને એક સાથે ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરે છે. દેખતા અને તેમને અનુસરતા ઃ બંન્ને એક સાથે ઈષ્ટ : ૩૪૦ Page #344 -------------------------------------------------------------------------- ________________ સ્થાનને પ્રાપ્ત કરે-એ સમજી શકાય છે. ચક્ષુષ્માન આગળ ચાલે અને તેની પાછળ ચક્ષુવિહીન[અંધ માણસ ચાલે. આ રીતે માર્ગે જતાં બંનેને બહુ-બહુ તો એક પગલા જેટલું જ અંતર રહે છે, તેથી વધારે નહિ. અથવા હાથ પકડીને ચાલે તો ઈષ્ટ સ્થાને પહોંચતાં એટલું પણ અંતર રહેતું નથી. એક જ કાળમાં તેઓ બંને ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરે છે. આવી જ રીતે જ્ઞાની પૂિ. ગુરુભગવંતાદિ અને અજ્ઞાની [માષતુષાદિ મુનિભગવંતો મહાત્માઓ પણ ગંતવ્ય-મોક્ષસ્વરૂપ સ્થાનને એક જ કાળમાં પ્રાપ્ત કરે છે. જ્ઞાની અને તેમને જ અનુસરનારા અજ્ઞાની : બંને સન્માર્ગગમનમાં પ્રવૃત્ત હોવાથી મુક્તિસ્વરૂપ સ્થાનને પ્રાપ્ત કરવામાં કોઈ જ અંતર પડતું નથી... II૧૨-૪ આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીને એકરૂપ ફળની પ્રાપ્તિ થાય છે-તે જણાવીને હવે વિશેષજ્ઞાનથી રહિત હોવા છતાં પણ તેની દીક્ષા માટેની યોગ્યતા જણાવાય છે – यस्यास्ति सक्रियायामित्थं सामर्थ्ययोग्यताऽविकला । गुरुभावप्रतिबन्धाद् दीक्षोचित एव सोऽपि किल ॥१२-५॥ * “જેની સક્રિયામાં જ્ઞાનીને પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરાવવાના સામર્થ્યના કારણે પરિપૂર્ણ યોગ્યતા રહેલી છે, તેને પૂ. ગુરુભગવંત પ્રત્યે ભાવથી પ્રતિબંધ હોવાથી તે પણ દીક્ષા માટે ખરેખર યોગ્ય જ છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જેમને વિશિષ્ટ જ્ઞાન ન હોય તોપણ તેમની સદાચારસ્વરૂપ ક્રિયામાં પૂર્વે જણાવ્યા મુજબ Page #345 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીના ફળની જેમ ફળને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય હોવાથી તે સામર્થ્યને લઈને પરિપૂર્ણ યોગ્યતા હેલી છે. તેઓ ધર્માચાર્ય-ગુરુભગવંતને વિશે ભાવથી પ્રતિબદ્ધ હોવાથી દીક્ષા માટે સર્વથા યોગ્ય જ છે. આ પ્રમાણે આપ્તપુરુષો ફરમાવે છે. તેઓશ્રીએ ફરમાવ્યું છે કે બીજા ગુણો ન હોય તો પણ માત્ર સંસારવિરક્ત હોય તો તે દીક્ષાનો અધિકારી છે. ધર્માચાર્યોને વિશે ભાવથી પ્રતિબદ્ધતા સંસારની વિરક્તતા વિના શક્ય નથી. સંસાર પ્રત્યે રાગ હોય તો ધર્માચાર્યો પ્રત્યે રાગ ન થાય. સંસાર પ્રત્યેનો રાગ ધર્માચાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને કોઈ પણ રીતે આવવા દેતો નથી. જ્ઞાનીને અનુસરનારા એવા તે અજ્ઞાની આત્માઓ ગુરુભગવંત પ્રત્યે પ્રતિબદ્ધ હોવાથી ચોક્કસપણે તેઓ સંસાર પ્રત્યે વિરક્ત છે અને તેથી જ તેઓ દીક્ષા માટે અધિકારી છે. ll૧૨-પા. હવે, જ્ઞાની અને જ્ઞાનીની નિશ્રામાં રહેતા એવા અજ્ઞાની : એ બંનેને દીક્ષાનું સમાન ફળ પ્રાપ્ત થતું હોવાથી એ યોગ્ય આત્માઓને દીક્ષા આપવી જોઈએ તે જણાવવા પૂર્વક, જેને દીક્ષાનું વિષમવિપરીત]ફળ પ્રાપ્ત થતું હોય એવા અયોગ્યને દીક્ષા આપવી ના જોઈએ-તે જણાવાય છે – देयाऽस्मै विधिपूर्वं सम्यक् तन्त्रानुसारतो दीक्षा । निर्वाणबीजमेषेत्यनिष्टफलदान्यथाऽत्यन्तम् ॥१२-६॥ ગાથાર્થ સુગમ છે. કહેવાનો આશય એ છે કે આ યોગ્ય-ને અવિપરીત રીતે વિધિપૂર્વક શાસ્ત્રનીતિ મુજબ દીક્ષા Page #346 -------------------------------------------------------------------------- ________________ આપવી જોઈએ. આ પ્રમાણે અપાતી દીક્ષા મોક્ષનું બીજકારણ બને છે. અન્યથા અયોગ્યને અપાતી દીક્ષા અત્યંત અનિષ્ટ ફળને અર્થોદ્ દુઃખે કરી જેનો અંત આવે એવા દુરન્તસંસારસ્વરૂપ ફળને આપનારી બને છે. આથી સમજી શકાશે કે યોગ્યતા કેટલી મહત્ત્વની છે. જે દીક્ષા સંસારનો સર્વથા ઉચ્છેદ કરનારી છે એ દીક્ષા સંસારવૃદ્ધિનું જો કારણ બનતી હોય તો તેમાં જીવની અયોગ્યતાને છોડીને બીજું કોઈ કારણ નથી. કોઈ વાર આપણા ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીએ આપણી ઉપર વિશ્વાસ મૂકી નજીકમાં જ યોગ્યતા પ્રાપ્ત થઈ જશે એમ સમજીને આપણને દીક્ષા આપી પણ દીધી હોય તો; એ વખતે ગમે તે રીતે યોગ્યતાનું સંપાદન કરી તેઓશ્રીના વિશ્વાસનું ધામ બની રહેવું જોઈએ. એકાંતે નિરવદ્ય એવી દીક્ષા કોઈ પણ રીતે દુરન્ત સંસારનું કારણ ન બને એ માટે પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ફળસિદ્ધિ માટે મહત્ત્વનું અંગ યોગ્યતા છે. એની ઉપેક્ષા કરીને ગમે તેને ગમે તે રીતે દીક્ષા આપવાથી સ્વ-પરનું કોઈ પણ જાતનું હિત નહિ થાય. |૧૨-૬॥ *** દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે देशसमग्राख्येयं विरतिर्न्यासोऽत्र तद्वति च सम्यक् । तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ॥ १२-७॥ દેશ અને સમગ્ર નામની જે વિરતિ છે-તેને દીક્ષા કહેવાય છે. દેશથી અને સર્વથા જેમણે વિરતિને ગ્રહણ કરી ૩૪૩૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ છે તેમને વિશે આગમ-પ્રસિદ્ધ નામાદિની ઉપદ્રવથી રહિતપણે પોતાના ગુર્વાદિની પરંપરા મુજબ સ્થાપના કરવા સ્વરૂપ દીક્ષામાં ન્યાસ છે.'’-આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દેશાખ્ય અને સમગ્રાખ્ય વિરતિને એટલે કે દેશવિરતિ અને સર્વવિરતિને દીક્ષા કહેવાય છે. આ દીક્ષામાં વ્રતન્યાસ; નામાદિની સ્થાપના સ્વરૂપ છે. દેશદીક્ષાસંપન્ન અને સમગ્ર[સર્વ-સર્વથા]દીક્ષાસંપન્ન પુરુષ [આત્મા]માં; શ્રી વીતરાગ્રપરમાત્માના પરમતારક પ્રવચનમાં પ્રસિદ્ધ એવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપના ઉપદ્રવરહિતપણે કરવામાં આવે છે. જે કાળમાં વ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરાય છે, તે કાળમાં વિહિત એવો આ નામાદિસ્થાપનનો આચાર પોતાના પૂજ્ય એવા ગુર્વાદિ દ્વારા કરાવવાનો હોય છે. તેઓ પોતાના પૂર્વમહાત્માઓની આચરણા મુજબ દીક્ષામાં નામાદિની સ્થાપના સ્વરૂપ ન્યાસ કરે છે. નામાદિની સ્થાપના સ્વરૂપ ન્યાસ જ વસ્તુતઃ દીક્ષા છે. બાકીનો બધો વિધિ ઉપચાર છે. એ બધો વિધિ વસ્તુતઃ નામાદિના ન્યાસ માટે છે. ૧૨-૭ા *** પોતાના ગુરુદેવશ્રી દ્વારા કરાયેલ પ્રસાદસ્વરૂપ નામાદિનો ન્યાસ દીક્ષાનું નિમિત્ત કઈ રીતે બને ? [અર્થાર્ ન બને] એવું માનનારાની પ્રત્યે શંકાનું નિરાકરણ કરાય છે -- नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह - तत्स्थापना तु दीक्षा तत्त्वेनान्यस्तदुपचारः ॥१२- ८॥ ૩૪૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ “આ શ્રી જિનશાસનમાં પૂર્વમહર્ષિઓએ નામ જેમાં નિમિત્ત છે એવા દીક્ષાસ્વરૂપનો જે કારણથી નિર્વાહ કર્યો છે તે કારણે તત્ત્વથી નામની સ્થાપના જ દીક્ષા છે. બીજો બધો વિધિ; મુખ્ય એવી દીક્ષાનો ઉપચાર છે.’-આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દીક્ષાનું સ્વરૂપ; નામથી જણાવાતા તે ગુણ સ્વરૂપ હોવાથી નામનિમિત્ત[હેતુ]ક છે. કારણ કે ‘પ્રશાંત’ વગેરે નામ કરવાથી પ્રશમ વગેરે સ્વરૂપ પ્રાપ્ત થતું જોવા મળે છે. તે તે નામથી તે તે ગુણનું સ્મરણ થવાથી તે તે ગુણની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય એ છે કે કોઈ મુમુક્ષુ આત્માને દીક્ષા આપતી વખતે તેનું પ્રશાંત, પ્રશમ, ભદ્ર..વગેરે નામ રાખવાથી તે તે નામના પ્રશમાદિ અર્થનું સ્મરણ થાય છે. તેવા પ્રકારના નામથી જ તે તે નામના પવિત્ર આત્માઓના ગુણો યાદ આવે છે અને તેથી ઉત્તમકુળ અને જાતિસંપન્ન આત્માઓને; ગ્રહણ કરેલી સર્વવિરતિસંબંધી પ્રતિજ્ઞાનું પાલન ખૂબ જ સરળ બને છે. કોઈ સંયોગવશ સાધુ મહાત્માને પરિષહાદિના કારણે અતિ વગેરે થાય ત્યારે પોતાના તે તે પ્રશાંતાદિ નામના તે તે અર્થનું સ્મરણ કરવાથી તેમને ત્યારે એમ થાય કે મારું નામ ક્યાં અને મારું વર્તન ક્યાં? તે તે નામવાળા પૂર્વમહાત્માઓ પરિષહો કઈ રીતે સહેતા ? ક્યાં એમની સહનશીલતા અને ક્યાં મારી અસહિષ્ણુતા ? આવી અતિ વગેરેના કારણે તો તે તારક આત્માઓનું નામ બગડે. આથી એ તારક આત્માઓના પરમપવિત્ર એવા નામને ધારણ કરનારા મને આ અરિત ના શોભે...આ રીતે વિચારવાથી એ. સાધુમહાત્મા અતિ વગેરેને દૂર કરી; ગ્રહણ કરેલી સર્વવિરતિધર્મની પ્રતિજ્ઞાનું પાલન બરાબર કરી શકે છે. આ ૩૪૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ બધો લાભ કુલીન આત્માઓને થઈ શકે છે. અકુલીનોને તેવા કોઈ લજ્જાદિ ગુણો ન હોવાથી એ લાભ થતો નથી. પૂર્વના મહાપુરુષોએ તે તે સ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ તે તે નામને ધારણ કર્યું હતું તેથી તે નામની જ સ્થાપના પરમાર્થથી દીક્ષા તરીકે વર્ણવાય છે. બાકી બધી ક્રિયાઓ તો તે મુખ્ય દીક્ષાના ઉપચાર સ્વરૂપે કરાય છે. એમાંની દેવવંદનાદિ ક્રિયાઓ દીક્ષામાં નામસ્થાપનની પૂર્વે હોય છે અને કાયોત્સર્ગાદિ ક્રિયાઓ ઉત્તરમાં [પછી] હોય છે. તેથી તે ક્રિયાઓ મુખ્યદીક્ષાના ઉપચાર સ્વરૂપે વર્ણવાય છે. કારણ કે તે જ્ઞાનના ઉપચાર પૂજ] સ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૨-૮ નામ, સ્થાપના વગેરેના ન્યાસમાં આટલો બધો આદર શાથી કરાય છે ?- આવી શંકાનું સમાધાન કરાય છે – कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥१२-९॥ “કીર્તિ, આરોગ્ય, સ્થિરતા અને પદની સંપ્રાપ્તિને ચોક્કસપણે સૂચવનારાં નામાદિ છે-એમ આચાર્યભગવંતો કહે છે; તેથી તે નામાદિના ન્યાસમાં પ્રયત્ન કરવો જોઈએ.”- આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે આઠમી ગાથાથી દીક્ષાનું નિમિત્તત્વ નામસ્થાપનમાં સિદ્ધ કરીને જણાવ્યું. સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપનાન્યાસમાં દીક્ષાનું નિમિત્તત્વ છે - એ પ્રસિદ્ધ હોવાથી એમાં કોઈ વિવાદ જ નથી. તેથી સ્થાપનાદિના ન્યાસમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાના નિમિત્તત્વની સિદ્ધિ કર્યા વિના દીક્ષા-સ્વરૂપ નામાદિની સ્થાપનાનું દરેકનું સ્વતંત્ર રીતે ફળનું વર્ણન કરવા પૂર્વક નામાદિની સ્થાપનામાં પ્રયત્ન કરવો જોઈએ-એ આ નવમી ગાથા દ્વારા જણાવ્યું છે. કીર્ત્તિ પ્રશંસાવિશેષ છે. આરોગ્ય રોગરહિત અવસ્થા સ્વરૂપ છે. પૂર્વે ઉત્પન્ન થયેલા, જન્મથી જ થયેલા અથવા તો કોઈ પણ નિમિત્તે થનારા જે રોગ છે તેના અભાવને આરોગ્ય કહેવાય છે. ‘ધ્રુવ’ પદનો અર્થ આમ તો સ્થિર છે; પરંતુ અહીં એ ભાવપ્રધાન નિર્દેશ હોવાથી તેનો અર્થ સ્થિરતા છે. ભાવાચાર્યપણું વગેરે અહીં ‘પવ' શબ્દથી વિવક્ષિત છે. આ પૂર્વે [દીક્ષાગ્રહણ પૂર્વે] જે કીર્તિ, આરોગ્ય, ધ્રુવત્વ અને પદ પ્રાપ્ત થયાં ન હતાં તેની પ્રાપ્તિ અહીં સંપ્રાપ્તિ પદથી જણાવી છે. તેને અનુક્રમે નિયમે કરી જણાવનારા, નામાદિના ન્યાસ [સ્થાપના] છે. આ પ્રમાણે પૂજ્ય આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિની સ્થાપના કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. નામાદિના ન્યાસથી શિષ્યને અનુક્રમે કીર્ત્તિ, આરોગ્ય, સ્વૈર્ય અને ભાવાચાર્યાદિ પદની પ્રાપ્તિ થાય-એ માટે અત્યંત આદર ધારણ કરવો જોઈએ. ગ્રંથનો આશય એ છે કે, જે નામ એના અર્થને અનુસરતું હોય તે નામના શ્રવણમાત્રથી જ તેના અર્થની પ્રતીતિ થવાથી વિદ્વાનોના તેમ જ સામાન્ય બુદ્ધિમાનોના મન પ્રસન્ન થાય છે અને તેથી તે નામના શિષ્યને કીર્તિ-પ્રશંસા પ્રાપ્ત થાય છે. જેમ સુધર્મસ્વામી, ભદ્રબાહુસ્વામી આદિ મહાત્માઓને તેઓશ્રીના નામ પ્રમાણે કીર્તિ પ્રાપ્ત થઈ હતી. સ્થાપના; અહીં રજોહરણ અને મુખવસ્તિકા[મુહપત્તી] વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ છે. તેથી તેવા વેષને ધારણ ૩૪૭ Page #351 -------------------------------------------------------------------------- ________________ કરનારને નિરંતર પોતાની પ્રતિજ્ઞાનું અનુસ્મરણ રહેવાથી ભાવપૂર્વક સાધુપણાની પ્રવૃત્તિ થવાના કારણે ભાવારોગ્ય[કર્મનિર્જરાદિની પ્રાપ્તિ થાય છે. શ્રી આચારાંગ વગેરે શ્રુત અને સકલ સાધુકિયા અહીં દ્રવ્ય રૂપે વિવક્ષિત છે. એના નિરંતર અભ્યાસથી મહાવ્રતોનાં પાલનાદિમાં સ્થિરતા આવે છે અને સમ્યગ્દર્શનાદિસ્વરૂપ ભાવ [ક્ષયોપશમાદિ ભાવાચાર્યપદાદિની પ્રાપ્તિનું કારણ બને છે. આવા સમ્યગ્દર્શનાદિ ભાવો વિશેષવિશુદ્ધ-પુણ્યાદિ-સહચરિત સ્વરૂપે પ્રાપ્ત ન થાય તો કોઈ પણ રીતે શ્રી આચાર્યાદિપદની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ભાવાચાર્યપદાદિની પ્રાપ્તિ માટે ક્ષયોપશમાદિ ભાવો અપેક્ષિત છે. આ રીતે નામાદિની સ્થાપના કર્યાદિની પ્રાપ્તિ માટે અત્યંત ઉપયોગી બને છે.. અથવા નામાદિની સ્થાપના સામાન્યથી ઉપર જણાવ્યા મુજબ કીર્તિ-આરોગ્યસ્વરૂપ મોક્ષની સમ્માપ્તિને સૂચવનારી છે. વર્તમાનમાં કેટલાક વિવેચકો આ ગાથાનો આધાર લઈને કર્યાદિ માટે પણ ઘર્મ કરી શકાય છે...વગેરે જણાવે છે. એ વિષયમાં શ્રી જિનશાસનની મોક્ષેકલક્ષિતા-આ પુસ્તિકામાં પે.નં. ૩૪માં જણાવેલી વિગત અહીં યાદ રાખવી..૧૨-૯ | *** દીક્ષાના વિષયમાં નામાદિન્યાસ માટે કેમ પ્રયત્ન કરવો? એમ યત્ન કરવાથી શું પ્રાપ્ત થાય છે ?- આવી શક્કાનું સમાધાન કરાય છે – तत्संस्कारादे षा दीक्षा सम्पद्यते महापुंसः । पापविषापगमात् खलु सम्यग्गुरुधारणायोगात् ॥१२-१०॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ “નામાદિના સંસ્કારના કારણે સારી રીતે ગુરુપારતન્યના યોગે પાપસ્વરૂપ વિષનો નાશ થવાથી આ દીક્ષા મહાપુરુષોને પ્રાપ્ત થાય છે.”-આ પ્રમાણે દસમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપના સ્વરૂપ સંસ્કારથી મહાપુરુષોને દેશવિરતિ અને સર્વવિરતિ સ્વરૂપ બે પ્રકારની દીક્ષા પ્રાપ્ત થાય છે. જેઓ મહાપુરુષો નથી તેઓ કોઈ પણ વ્રતને ધરનારા હોતા નથી. કારણ કે મહાપુરુષોની જેમ દૃઢપ્રતિજ્ઞાવાળા તેઓ હોતા નથી. નામાદિના સંસ્કારથી શિષ્યને એમ થાય છે કે, “હું હવે સાધુ થયો. મારાથી હવે કોઈ પણ જાતનું પાપ ન થાય. પ્રમાદાદિને આધીન બનાય નહિ'..ઈત્યાદિ પરિણામથી તેને દીક્ષાની પ્રાપ્તિ થાય છે. કારણ કે સારી રીતે પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય તે કેળવી લે છે. પાપસ્વરૂપ વિષને દૂર કરવા માટે પૂ. ગુરુભગવંત પરમગારુડિક છે. તેઓશ્રીના પરમપાતંત્ર્યના કારણે પાપસ્વરૂપ વિષ દૂર થવાથી જ મહાપુરુષોને દીક્ષા પરિણમે છે. “વિષપદારિણી રીક્ષા' વિષને દૂર કરનારી દીક્ષા છે - આ પ્રમાણે કેટલાક લોકોના વચનના આધારે અહીં પાપસ્વરૂપ વિષને અથવા પાપ અને વિષને રિાગાદિને દૂર કરવાની વાત જણાવી છે. અવિપરીતપણે ગુરુદેવશ્રીના પરમતારક યોગે તેમ જ વ્રતપ્રતિજ્ઞાની ધારણાના યોગે પાપવિષનો અપગમ થાય છે...ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૨-૧૦ | મહાપુરુષોને આ રીતે દીક્ષાની સમ્પ્રાપ્તિ થયે છતે Page #353 -------------------------------------------------------------------------- ________________ સર્વથા પાપથી વિરામ પામેલા એવા તેઓશ્રીને જે પ્રાપ્ત થાય છે તે જણાવાય છે – सम्पन्नायां चास्यां लिङ्गं व्यावर्णयन्ति समयविदः । धर्मैकनिष्ठतैव हि शेषत्यागेन विधिपूर्वम् ॥१२-११॥ “આ દીક્ષા પ્રાપ્ત થયે છતે એનું લિગ્ન-લક્ષણ, બીજાં બધું છોડીને વિધિપૂર્વક માત્ર એક ધર્મમાં જ તત્પર રહેવું એ છે : એમ આગમના જાણકારો ફરમાવે છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે મહાપુરુષોને દીક્ષાની સુષ્માપ્તિ થાય છે, તે મહાપુરુષો સર્વદા ઘર્મ કરવા માટે પ્રતિબદ્ધ હોય છે. એ ઘર્મ પણ શાસ્ત્રમાં વર્ણવેલી વિધિપૂર્વક જ તેઓ કરતા હોય છે અને ધર્મ સિવાય બીજા બધા જ અનુપાદેયનો [ગ્રહણ કરવા યોગ્ય ન હોય તેનો ત્યાગ કરવા વડે તેઓ ઘર્મ કરવામાં તત્પર હોય છે. આવી ઘર્મક્રિયા તાત્ત્વિક દીક્ષાનું લિગ છે. ગાથામાં સિા પદ પછી તટુ આ પદ પૂર્ણ કરવાનું છે અને જ્યિા આ પદ અધ્યાહારથી લેવાનું છે. તેથી સમજી શકાશે કે ઉપર જણાવ્યા મુજબ ઘર્મેકતત્પરતાસ્વરૂપ આ કિયા મહાપુરુષોની દીક્ષાનું લિંગ છે. અર્થા આવી ક્રિયા મહાપુરુષોની દિક્ષાસપ્રાપ્તિને જણાવનારી છે. દક્ષિાસંપન આત્માઓ એ મુજબ ધર્મ કરવામાં તત્પર હોય છે. ./૧ર-૧૧ આ સર્વવિરતિસ્વરૂપ દીક્ષામાં ક્ષમા વગેરે ધર્મની યોજના[સંબંધીને હવે બે ગાથાથી જણાવાય છે – Page #354 -------------------------------------------------------------------------- ________________ वचनक्षान्तिरिहादौ धर्मक्षान्त्यादिसाधनं भवति । शुद्धं च तपो नियमाद् यमश्च सत्यं च शौचं च ॥ १२-१२॥ आकिञ्चन्यं मुख्यं ब्रह्मापि परं सदागमविशुद्धम् । “સર્વ જીવમિ હજુ નિયમાનૂ સંવત્સર પૂર્વમ્ ||૧૨-૧૩|| દીક્ષામાં શરૂઆતના કાળમાં ધર્મક્ષમાદિના સાધન સ્વરૂપ વચનક્ષમા, નિયમે કરી શુદ્ધ તપ, સંયમ, સત્ય, પવિત્રતા, વાસ્તવિક અપરિગ્રહતા અને બ્રહ્મચર્ય પણ સદ્ભૂત અર્થને જણાવનાર આગમથી વિશુદ્ધ હોય છે-આ બધું એક વર્ષનો દીક્ષાનો પર્યાય પૂર્ણ થયે છતે નિયમે કરી શુક્લ [નિરતિચાર] બંને છે-આ પ્રમાણે બારમી અને તેરમી ગાથાનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે ક્ષમા, મૃદુતા, સરળતા અને મુક્તિ વગેરે દશ પ્રકારના યતિધર્મમાં ક્ષમાધર્મ પ્રથમ છે. આ પૂર્વે દશમા ષોડશકમાં જણાવ્યા મુજબ શ્રી તીર્થંકરપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ થનારી ક્ષમાને વચન-આગમક્ષમા કહેવાય છે. આ વચનક્ષાન્તિ [ક્ષમા]; આત્મસ્વભાવભૂત ધર્મક્ષમા વગેરે દશનું સાધન છે. અર્થાત્ પ્રધાન કારણ છે. મૂળમાં ધર્મક્ષમા પદથી ધર્મમૃદુતા વગેરે યતિધર્મનું ગ્રહણ કરવાનું છે. વચનક્ષમા સિદ્ઘ થવાથી અસઙ્ગાનુષ્ઠાન સ્વરૂપ ધર્મક્ષમાદિની પ્રાપ્તિ થાય છે. દીક્ષાના પ્રારંભકાળમાં જે તપ હોય છે, તે બાર પ્રકારનું અને સંક્લેશથી રહિત હોય છે. આ વખતે સંયમ-સ્વરૂપ યમ; અવિસંવાદિ વગેરે સ્વરૂપ સત્ય વચનાદિ; બાહ્ય અને આભ્યન્તર નિર્મળતાદિ સ્વરૂપ શૌચ, બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહના ત્યાગ સ્વરૂપ આચિન્ય ૩૫૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના પરમતારક આગમાનુસાર અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય વિશુદ્ધ હોય છે. આ બધા ક્ષમા; મૃદુતા અને આર્જવ [સરળતા] વગેરે ધર્મો, દીક્ષા ગ્રહણ કર્યા પછી એક વર્ષના પર્યાયના અંતે નિયમે કરી ‘શુક્લ’ હોય છે. કારણ કે તે વખતે રાગ, દ્વેષ અને મોહઃ આ ક્રિયાના મળનો ત્યાગ થાય છે; મલરહિત તે તે ક્ષમાદિ દશ ધર્મો અતિચારરહિત થતા હોવાથી તેને ‘શુક્લ' કહેવાય છે. ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ સામાન્યથી પ્રસિદ્ધ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, શૌચ, બ્રહ્મચર્ય, સત્ય અને આકિચ્ચત્ય-આ દશ પ્રકારનો યતિધર્મ છે. માનનો અભાવ માર્દવ છે. ઈચ્છાનો અભાવ મુક્તિ છે. ચિત્તની નિર્મળતા શૌચ છે. ક્ષમા વગેરે સુપ્રસિદ્ધ છે. ૧૨-૧૨/૧૩ | *** આ દીક્ષાસંપન્ન આત્માઓના પૂર્વ અને ઉત્તરકાળ સંબંધી ગુણોના સંબંધને જણાવાય છે ध्यानाध्ययनाभिरतिः प्रथमं पश्चात्तु भवति तन्मयता । सूक्ष्मार्थालोचनया संवेगः स्पर्शयोगश्च ॥१२- १४॥ દીક્ષામાં શરૂઆતના કાળમાં ધ્યાન અને અધ્યયનમાં અભિરતિ હોય છે. ત્યાર બાદ ધ્યાનના વિષયમાં તન્મયતા હોય છે. અને તેથી સૂક્ષ્માર્થની વિચારણાના કારણે મોક્ષનો અભિલાષ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સ્પર્શ-તત્ત્વજ્ઞાનનો યોગ-સંબંધ થાય છે.’-આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્ય અર્થ છે. ઉપર Page #356 -------------------------------------------------------------------------- ________________ આશય એ છે કે દીક્ષા લીધા પછી શરૂઆતમાં તે તે પુણ્યાત્માઓને ધ્યાન અને અધ્યયનમાં અભિરતિ હોય છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ભેદથી ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં છેલ્લાં બે ધ્યાન શુભ ધ્યાન છે. સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવાય છે. ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં અન્યત્ર ફરમાવ્યું છે કે “એક જ વિષયને ગ્રહણ કરનાર સમાન આકારવાળા જ્ઞાનના, જ્ઞાનાન્તરથી રહિત પ્રવાહને ધ્યાન કહેવાય છે.” પરમાત્માના ધ્યાનને આશ્રયીને ધ્યાનનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ વિચારવું જોઈએ. પરમાત્માના જ વિષયમાં તેઓશ્રીના એકાદ ગુણ-વીતરાગતાનું જ જે જ્ઞાન છે, એ અન્ય જ્ઞાનાદિથી વિનિર્મુક્ત હોવું જોઈએ; એમાં પરમાત્માના અન્ય જ્ઞાનાદિ ગુણો ભાસિત ન હોવા જોઈએ. આવા એક જ પ્રકારના જ્ઞાનના પ્રવાહને ધ્યાન કહેવાય છે. એક જ નદીના નિર્મળ જળપ્રવાહ જેવું ધ્યાન છે. એમાં એક જ નદીનું પાણી જ છે. રેતી કે મળનો તેમ જ અન્ય કોઈ પણ વસ્તુનો અંશ નથી. આવા પ્રકારના ધ્યાનમાં અને સૂત્ર તથા અર્થના પઠન વગેરેમાં પૂ. સાધુ-સાધ્વીઓની દીક્ષાના શરૂઆતના કાળમાં અભિરતિ અર્થાત્ અનવરત સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ હોય છે. એ પ્રવૃત્તિ જ અભિરતિ[પરિપૂર્ણ-સર્વાશે રતિ-આનંદ]ને જણાવે - અહીં એ યાદ રાખવું જોઈએ કે ધ્યાન અધ્યયનપૂર્વકનું હોય છે. તેથી અધ્યયન અને ધ્યાનની અભિરતિને જણાવવી જોઈએ. પરંતુ ધ્યાન અને અધ્યયન : આ બે પદના દ્વન્દ્ર સમાસમાં અધ્યયનની અપેક્ષાએ ધ્યાન પૂજ્યતર છે અને ધ્યાન પદમાં સ્વર ઓછા છે. તેથી ધ્યાનધ્યયન-આ પ્રમાણે Page #357 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનો પહેલા પ્રયોગ કર્યો છે. બાકી તો દીક્ષાના પૂર્વકાળમાં અધ્યયન પછી જ ધ્યાનની પ્રવૃત્તિ કરવાની છે. અધ્યયનથી રહિત ધ્યાનની પ્રવૃત્તિ વિહિત નથી-એ યાદ રાખવું. અધ્યયનના સમયમાં ધ્યાન માટે સમય મળે તો પૂ. ગુરુદેવશ્રીના માર્ગદર્શન મુજબ ધ્યાનનો અભ્યાસ કરવામાં બાધ નથી. આ રીતે અધ્યયન અને ધ્યાનની અનવરત પ્રવૃત્તિ પછી ધ્યાનના વિષયભૂત-ધ્યેયના તે તે ગુણોમાં તન્મયતા પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ બંધ, મોક્ષ વગેરે સ્વરૂપ સૂક્ષ્મ અર્થની વિચારણાના કારણે સંવેગ- મોક્ષનો અભિલાષ- ઉત્પન્ન થાય છે અને તેથી છેલ્લે સ્પર્શ અર્થાત્ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ॥૧૨-૧૪॥ *** પૂર્વગાથામાં જણાવેલ સ્પર્શનું સ્વરૂપ અને તેનું શ્રેષ્ઠ ફળ જણાવાય છે स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलदः ॥ १२-१५॥ “જીવાદિવસ્તુના તત્ત્વની પ્રાપ્તિને સ્પર્શ કહેવાય છે. જે સ્પર્શથી ભિન્ન છે તે સંવેદનમાત્ર છે, અવિદિત છે. તે વિફળ પણ હોય છે. સ્પર્શ તો વિના વિલંબે પોતાના ફળને પ્રાપ્ત કરાવે છે.’-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે, જેના વડે વસ્તુના તત્ત્વનો સ્પર્શ થાય છે તે સ્પર્શ છે’-આ સ્પર્શ શબ્દની વ્યુત્પત્તિના આધારે કોઈ પણ વિવક્ષિત વસ્તુના આરોપશૂન્ય સ્વરૂપની પ્રાપ્તિ-ઉપલંભને સ્પર્શ કહેવાય છે. જીવાદિ વસ્તુના પારમાર્થિક સ્વરૂપના ૩૫૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનને સ્પર્શ કહેવાય છે. આ સ્પર્શથી ભિન્ન સંવેદનમાત્ર હોય છે. તે તત્ત્વપરામર્શથી શૂન્ય હોય છે. ગમે તે રીતે વસ્તુનું ગ્રહણ કરતું હોવા છતાં પ્રમાણ-[આગમાદિથી શેયગ્રાહ્ય એવા સંપૂર્ણ અર્થનું ગ્રહણ સંવેદનથી થતું નથી. તેથી જાણ્યું, ન જાણ્યા બરાબર હોય છે. તેથી જ તે અવિદિત છે. અને તેનું ફળ ન હોવાથી તે સંવેદનમાત્ર વિફળ પણ છે. સ્પર્શ તો કોઈ પણ જાતના વિલંબ વિના પોતાના ફળને પ્રાપ્ત કરાવે છે. સ્પર્શ અને તેનાથી ભિન્ન અસ્પર્શ સ્વરૂપ એવા જ્ઞાનમાં આ [ વિફળતા અને વિલંબ વિના ફળને આપવા સ્વરૂપ ] વિશેષ છે. ૧૨-૧પ પૂર્વે જણાવ્યા મુજબ દીક્ષામાં અંતિમ ભાગમાં સંવેગ અને સ્પર્શ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી દીક્ષાસંપન્ન જે કરે છે તે જણાવાય છે - व्याध्यभिभूतो यद्वन्निर्विण्णस्तेन तत्-क्रियां यत्नात् । सम्यक्करोति तद्वद् दीक्षित इह साधुसच्चेष्टाम् ॥१२-१६॥ રોગથી પીડાયેલો એવો. રોંગથી ઉગ પામે ત્યારે જેમ પ્રયત્નપૂર્વક રોગની ચિકિત્સા સારી રીતે કરે છે તેમ અહીં દીક્ષિત થયેલ સાધુમહાત્મા, સાધુભગવંતની ગુરુવિનયાદિસચ્ચેષ્ટાને કરે છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સમજી શકાય એવો ખૂબ જ સ્પષ્ટ છે. કોઢ વગેરેથી પીડાગ્રસ્ત અને કોઢ વગેરેથી કંટાળેલો માણસ; જેમ તેના પ્રતીકર સ્વરૂપ ચિકિત્સાને સારી રીતે કરે છે તેમ અહીં Page #359 -------------------------------------------------------------------------- ________________ દીક્ષિત થયેલા પૂ. સાધુમહાત્મા પણ ખૂબ જ આદરપૂર્વક સાધુભગવંતોની ગુરુવિનયાદિની સચ્ચેષ્ટા સારી રીતે [કલાદિની અપેક્ષાએ અવિપરીત પણ કરે છે. ૧૨-૧દા | | રૂતિ વશ ષોડશવમ્ | | # # # | | ગણ ત્રયોદશ ઘોડશવં પ્રારતે આ પૂર્વે, પૂ. સાધુમહાત્મા સાધુસચ્ચેષ્ટા કરે છે તે જણાવ્યું છે. એ સાધુસચ્ચેષ્ટા જ હવે જણાવાય છે – गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणं च । इतिकर्त्तव्यतया सह विज्ञेया साधुसच्चेष्टा ॥१३-१॥ ગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ અને પરાર્થકરણ, ઈતિકર્તવ્યતા સાથે સાધુઓની સચ્ચેષ્ટા જાણવી.'-આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કેગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ, પરાર્થકરણ અને ઈતિકર્તવ્યતા : આ પાંચ સાધુસચ્ચેષ્ટા છે. એમાં ગુરુવિનયનું સ્વરૂપ આગળ કહેવાશે. સારી રીતે શાસ્ત્રની મર્યાદાએ જે અધ્યયન છે તેને સ્વાધ્યાય કહેવાય છે. અથવા આત્મલક્ષી અધ્યયનને સ્વાધ્યાય કહેવાય છે. એનું સ્વરૂપ હવે પછીની ગાથામાં વર્ણવાશે. ધ્યાનમાં અભ્યાસ-પરિચયને યોગાભ્યાસ કહેવાય છે. આનું પણ સ્વરૂપ આગળ જણાવાશે તે છે. બીજાની ઉપર ઉપકાર કરવા સ્વરૂપ પરાર્થકરણનું સ્વરૂપ પણ હવે પછી વર્ણવાશે. આગળ વર્ણવવામાં આવનારી ઈતિકર્તવ્યતા સાથે ગુરુવિનયાદિ સુંદર કોટિના બાહ્ય આચાર સ્વરૂપ Page #360 -------------------------------------------------------------------------- ________________ સાધુસચ્ચેષ્ટા છે. ૧૩-૧૧ પાંચ પ્રકારની સાધુસચ્ચેષ્ટાઓમાં ગુરુવિનયનું સ્વરૂપ જણાવાય છે – औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ॥१३-२॥ “ઔચિત્યથી પૂ. ગુરુભગવંતના કાર્યમાં પ્રવૃત્તિ કરવી; તેમના વિશે બહુમાન ધારણ કરવું; તેઓશ્રીએ કરેલા ઉપકારોની સ્મૃતિથી યુક્ત ચિત્તને ધારણ કરવું; આજ્ઞાનું પાલન કરવું; તેમ જ પૂ. ગુરુભગવંતે જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે જ કરવું.વગેરે ગુરુવિનય છે.” આ પ્રમાણે બીજી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. ગુરુભગવંતની અપેક્ષાએ તેઓશ્રીને આવશ્યક એવા વૈયાવૃત્યાદિ કાર્ય દ્વારા તેઓશ્રીને વિશે વર્તવું-તેને ગુરુવૃત્તિ સ્વરૂપ વિનય કહેવાય છે. ગુરુવૃત્તિ' આ બહુમાનનું વિશેષણ છે એમ માનીએ તો ગુરુવૃત્તિ-આ પદનો અર્થ ગુરુવિષયક અથવા ગુરુમાં રહેનાર આવી થાય છે. શિષ્યની અપેક્ષાએ પૂ. ગુરુદેવશ્રીની ઊંચી ભૂમિકા હોવાથી “આ મારા કરતાં મહાન છે' આવા પ્રકારના, ગુરુના વિષયવાળા બહુમાનને ગુરુવિનય કહેવાય છે. અથવા સ્વજન્યવૈયાવૃત્યપ્રતિયોગિત્વસંબંધથી ગુરુમાં રહેલ બહુમાન ગુરુવિનય છે. સ્વ-બહુમાનથી ઉત્પન્ન થયેલ વૈયાવૃજ્યનું પ્રતિયોગિત્વ [જનું વૈયાવૃત્ય કરાય છે તેમનામાં વૈયાવૃજ્યનું Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રતિયોગિત્વ રહે છે.) પૂ. ગુરુદેવમાં છે. એ સંબંધથી શિષ્યનું બહુમાન પૂ. ગુરુદેવશ્રીમાં રહે છે. આંતરિક પ્રીતિવિશેષ સ્વરૂપ જે ગુણરાગ છે, તેને બહુમાન કહેવાય છે. મોહના ઉદયથી જે પ્રીતિ ઉત્પન્ન થાય છે તેને બહુમાન સ્વરૂપ મનાતી નથી. મોહ સ[આસક્તિપૂર્વકની પ્રતિપત્તિ સ્વરૂપ છે. મમત્વપૂર્વકના સ્વીકારને સદ્ગપ્રતિપત્તિ કહેવાય છે. શાસ્ત્રમાં તે મોહનો નિષેધ કરાયો છે. પરમગુરુ શ્રી મહાવીર પરમાત્મામાં ગૌતમસ્વામીના રાગની જેમ તે મોક્ષની પ્રત્યે ઉપકારક ન હોવાથી તેનો નિષેધ છે. મોક્ષને અનુકૂળ એવા ગુરુભાવપ્રતિબંધરિાગનો નિષેધ નથી. કારણ કે તેથી સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે. જે કોઈ શિષ્ય પોતાની ઉપર કરેલા ગુરુસંબંધી ઉપકારને વિશિષ્ટવિવેકસંપન હોવાથી જાણે છે, જેમ કે મારી ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવા ગુરુદેવશ્રીએ પોતાના શારીરિક ખેદાદિ ક્લેશનો વિચાર કર્યા વિના [ક્લેશને ગણકાર્યા વિના રાત અને દિવસ ઘણા કાળ સુધી શાસ્ત્રના અધ્યયન[અધ્યાપન દ્વારા)થી પ્રાપ્ત થયેલા પરિજ્ઞાનસંબંધી પુષ્કળ પ્રયાસ કર્યો છે.” આ પ્રમાણે જાણે છે, એ શિષ્યને કૃતજ્ઞ કહેવાય છે. અથવા અલ્પ પણ ઉપકારને ઘણો માને છે, તેને કૃતજ્ઞ કહેવાય છે. અથવા કરેલ કે નહિ કરેલ ? એ લોકપ્રસિદ્ધ બંનેમાં વિભાગ વડે પોતાની બુદ્ધિની નિપુણતાથી, કરેલી વસ્તુના વિશેષ સ્વરૂપને જે બરાબર જાણે છે પરંતુ જડતાથી, કરેલી વસ્તુને પણ સાક્ષાત્ અથવા પરંપરાએ જાણતો નથી એવું બનતું નથી, તે શિષ્યને કૃતજ્ઞ કહેવાય છે. એમાં રહેલી એ કૃતજ્ઞતાસહિત ચિત્તને Page #362 -------------------------------------------------------------------------- ________________ તકૃતજ્ઞતાચિત્ત કહેવાય છે. આવું ગુરુસંબંધી કૃતજ્ઞતાચિત્ત ગુરુવિનય છે: શાસનસ્વરૂપ આજ્ઞાનિયોગ કહેવાય છે. આજ્ઞાયોગ આજ્ઞાનિયોગ સ્વરૂપ છે. જેમ રાજાના શાસનને રાજાજ્ઞા કહેવાય છે તેમ ગુરુશાસન ગુરુની આજ્ઞા સ્વરૂપ છે. એ પરમતારક આજ્ઞામાં ઉત્સાહને અથવા આજ્ઞા સાથેના સંબંધને અહીં આજ્ઞાયોગ તરીકે વર્ણવ્યો છે. પૂ. ગુરુદેવશ્રી જ્યારે આજ્ઞા આપે ત્યારે તેને નિષ્ફળ કરવાની ઈચ્છા ન કરવી એ આજ્ઞાયોગસ્વરૂપ ગુરુવિનય છે. તેમ જ દરેક કાર્ય પૂ. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાપૂર્વક કરવાનાં હોવાથી પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાની સાથે કાર્યવ્યાપકત્વસંબંધ છે, તેને આજ્ઞાયોગ કહેવાય છે. દરેક કાર્યમાં આ રીતે આજ્ઞાનું પ્રાધાન્ય રાખવા સ્વરૂપ આ આજ્ઞાયોગ છે. - પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને યથાર્થ રીતે પાર પમાડવા સ્વરૂપ તત્સત્યકરણતા છે. તેઓશ્રી વિદ્યમાન હોય કે સ્વર્ગસ્થ થયા હોય તોપણ તેઓશ્રીએ જે પ્રમાણે જણાવ્યું હોય તે પ્રમાણે તેઓશ્રીના પરમતારક વચનને પૂર્ણ કરવા સ્વરૂપ તત્સત્યકરણતા” પણ ગુરુવિનય છે. પૂ. ગુરુભગવંતે જે આજ્ઞા કરી હોય તે આજ્ઞાપાલનના ફળને પ્રાપ્ત કરવું, તેને તત્સત્યકરણતા કહેવાય છે. આ બધો [ગુરુવૃત્તિબહુમાનાદિ] જ ગુરુવિનય છે. કારણ કે ગુરુભગવંતની પ્રીતિ માટેનો એ બધો બાહ્ય વ્યાપાર છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૩-રા Page #363 -------------------------------------------------------------------------- ________________ હવે સ્વાધ્યાયસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ જણાવાય છે – यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो विनिर्दिष्टः ॥१३-३॥ ક્રમે કરી વિધિપૂર્વક ઘર્મકથા સુધી વાચનાદિનું છે આસેવન છે; તેને અહીં સ્વાધ્યાય કહેવાય છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે વાચના પ્રશ્ન પ્રિચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા-આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. ગાથામાં, “વાવનાર અહીંના ગાર પદથી પ્રશ્ન, પરાવર્તન અને અનુપ્રેક્ષાનો સંગ્રહ કરવાનો છે. વંદનાદિ વિધિપૂર્વક વાચનાદિના ક્રમે અથવા સૂત્ર વગેરેના ક્રમે વાચનાથી પ્રારંભીને ઘર્મકથા સુધીનું આસેવન કરવું તેને સ્વાધ્યાય કહેવાય છે. સંપૂર્ણપણે જે પ્રવૃત્તિ કરાય છે તેને અથવા પ્રવચનમાં જણાવેલી કલાદિની મર્યાદાનુસાર જે પ્રવૃત્તિ કરાય છે, તેને આસેવન કહેવાય છે. વાચનાદિનું આસેવન સ્વાધ્યાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મન, વચન કાયાની એકાગ્રતાપૂર્વકના અધ્યયનને અથવા આત્મલક્ષી અધ્યયનને સ્વાધ્યાય કહેવાય છે. ૧૩-૩ " યોગાભ્યાસસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ વર્ણવાય છેस्थानोऑलिम्बनतदन्ययोगपरिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥१३-४॥ “સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન Page #364 -------------------------------------------------------------------------- ________________ યોગના મોક્ષની સાથે સારી રીતે જોડી આપનાર સમ્યગ્ અભ્યાસને તત્ત્વના જાણકારો યોગાભ્યાસ કહે છે.’-આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. યોગમાં જેના વડે રહેવાય છે તેને સ્થાન કહેવાય છે, જે; કાયોત્સર્ગ, પર્યંકબંધ અને પદ્માસનાદિ રૂપ સકલશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ઊર્ણ વર્ણાત્મક શબ્દસ્વરૂપ છે. એ શબ્દનો અર્થ તે અર્થયોગ છે. બાહ્યવિષયસ્વરૂપ પ્રતિમાદિ આલંબન છે અને આલંબનના સ્વરૂપથી શૂન્ય [આલંબનથી ભિન્ન અનાલંબન છે. આલંબનના અભાવ સ્વરૂપ અનાલંબન છે. સ્થાનાદિનું સ્વરૂપ આ પૂર્વે ‘યોગવિંશિકા એક પરિશીલન’માં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી તે સમજી લેવું. સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન : આ યોગોનું વાસ્તવિક જે પરિભાવન [સર્વ રીતે અભ્યાસ] તેને યોગાભ્યાસસ્વરૂપ સાધુસચ્ચેષ્ટા કહેવાય છે. આ પરિભાવન સારી રીતે પરતત્ત્વસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનારું છે. તેમ જ યોગ અથવા યોગના અગ સ્વરૂપ ધ્યાનના અભ્યાસપરિચય સ્વરૂપ હોવાથી તે યોગાભ્યાસસ્વરૂપ છે- એમ તત્ત્વના જાણકારો કહે છે. આ રીતે સ્થાનાદિને યોગસ્વરૂપ અને તેના અભ્યાસને યોગાભ્યાસ સ્વરૂપ કઈ રીતે મનાય ? કારણ કે સ્થાનાદિ તો યોગનાં અગ્ગો છે.’-આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપ્રતિપાદક શાસ્ત્રોમાં યોગનાં અગોને પણ ઉપચારથી યોગ સ્વરૂપે વર્ણવ્યાં છે. સ્થાનાદિ યોગનાં અગો છે- એ પ્રમાણે તો પાતંજલયોગસૂત્રમાં જણાવ્યું છે. તેથી ઉપચારથી તેને [સ્થાનાદિ યોગાગોને] ૩૬૧ Page #365 -------------------------------------------------------------------------- ________________ યોગ તરીકે વર્ણવવામાં અને તેના અભ્યાસને યોગાભ્યાસ તરીકે વર્ણવવામાં કોઈ દોષ નથી. અહીં યાદ રાખવું જોઈએ કે પાતઋલ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગનું લક્ષણ વર્ણવ્યું છે. એના આધારે સ્થાનાદિ યોગસ્વરૂપ નથી. પરંતુ યોગના અગ્ર[કારણ છે. તેથી ઉપચાર કરીને તેને યોગસ્વરૂપ મનાય છે. પણ મોક્ષની સાથે જોડી આપનારને યોગ કહેવાય છે-આ પ્રમાણે સ્વદર્શનપ્રસિદ્ધ યોગના લક્ષણના આધારે તો સ્થાનાદિ યોગસ્વરૂપ છે જ. તેથી સ્થાનાદિમાં યોગત્વનો ઉપચાર કરવાની આવશ્યકતા નથી. ઈત્યાદિ “યોગવિંશિકા એક પરિશીલન' થી સમજી લેવું જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ આઠ યોગના અંગ છે. અન્યત્ર યોગદૃષ્ટિ એક પરિશીલન'માં એ બધાનું સ્વરૂપ વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ તે જાણી લેવું જોઈએ. ll૧૩-૪ * * * - હવે પરાર્થકરણસ્વરૂપ સાધુસચ્ચેષ્ટાનું સ્વરૂપ જણાવાયા છે - विहितानुष्ठानपरस्य तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं परार्थकरणं यते ज्ञेयम् ॥१३-५॥ મન, વચન, કાયાની શુદ્ધિથી સહિત અને વિહિતા અનુષ્ઠાનમાં તત્પર એવા સાધુભગવંતોનું ભિક્ષાટનદિ બધું વસ્તુતઃ પરાર્થકરણ સ્વરૂપ જાણવું.”- આ પ્રમાણે પાંચમી Page #366 -------------------------------------------------------------------------- ________________ ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શાસ્ત્રમાં જેનું વિધાન કરાયું છે; તે અનુષ્ઠાન કરવામાં તત્પર અને મન, વચન તથા કાયાની શુભ પ્રવૃત્તિના કારણે વિશુદ્ધયોગી એવા પૂ. ગુરુભગવંતોની આહાર, વસ્ત્ર, પાત્રાદિની ગવેષણા વગેરેની બધી જ પ્રવૃત્તિ પરાર્થકરણસ્વરૂપ છે. પૂ. ગુરુભગવંતો દ્વારા ગ્રહણ કરાતાં આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેના; દાતાઓને તે તે વસ્તુઓને આપવાથી પુણ્યબંધ થાય છે. તેમાં પૂ. ગુરુભગવંતોની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ કારણ બને છે. આ રીતે પૂ. સાધુભગવંતોનાં સઘળાંય અનુષ્ઠાનો પરાર્થક૨ણસ્વરૂપ બને છે. કારણ કે તે પરોપકારનું કારણ બને છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર વિશુદ્ધયોગપૂર્વકની પ્રવૃત્તિ પરોપકારનું કારણ બનતી હોય છે. ઉચિત પ્રવૃત્તિના કારણે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર સામાયિકની શક્તિ યોગ્યતા]થી સામાયિકના અર્થ વડે જ્યારે દાનાદિની પ્રવૃત્તિ થાય છે, ત્યારે ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ નિયતપણે થતી હોય છે. તેથી એ પ્રવૃત્તિથી દાતાઓને ઉપકાર થાય છે. અહીં અન્ય વિદ્વાનોએ વિશુદ્ધયો પ્રવૃત્તેશ્વ ના સ્થાને વિશુદ્ધયોગશòશ્વ અને સર્વાર્થના ના સ્થાને સર્વાર્થતા આવો પાઠ સ્વીકાર્યો છે. તેની પાછળનો તેઓશ્રીનો જે આશય છે તે ષોડશ પ્રજા ભા. ૨ [પ્રકાશક : અંધેરી ગુજરાતી જૈન સંઘ]થી જાણી લેવો... અહીં એ યાદ રાખવું જોઈએ કે શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચન મુજબ પૂ. સાધુભગવંતો મન, વચન, કાયાની વિશુદ્ધિપૂર્વક જે કોઈ પણ ભિક્ષાટનાદિ અનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનમાં સહભાગી થનાર દાતા વગેરેને પુણ્યનો ૩૬૩ Page #367 -------------------------------------------------------------------------- ________________ બંધ થાય છે. તેમાં પૂ. સાધુભગવંતો નિમિત્ત બને છે. પોતાની ઈચ્છા મુજબ મલિન આશયથી થતાં એ અનુષ્ઠાનો પરાર્થકરણ સ્વરૂપ નથી. પૂ. સાધુભગવંતો પરોપકાર કરવા માટે કોઈ અનુષ્ઠાન કરતા નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન માટે જ તેઓશ્રી તે પ્રમાણે કરતા હોય છે. એ સંયમની સાધનામાં સંયમની પ્રાપ્તિની ભાવનાના કારણે જે સહાયક બને છે તેને પરાર્થની પ્રાપ્તિ થાય છે, જેમાં નિમિત્ત તરીકે પૂ. સાધુભગવંતોનું ભિક્ષાટનાદિનું અનુષ્ઠાન છે. તે સઘળાંય અનુષ્ઠાનોને અહીં પરાર્થકરણસ્વરૂપે વર્ણવ્યાં છે. ખૂબ જ સંક્ષેપથી જાણવું હોય તો જ્યાં સુધજીવી અને મુધાદાયીનો ભાવ છે, ત્યાં પરાર્થકરણ શક્ય છે. અન્યથા પરાર્થકરણ વાસ્તવિક નહિ બને. ll૧૩-પા હવે ઈતિકર્તવ્યતાનું સ્વરૂપ જણાવાય છે – सर्वत्रानाकुलतायतिभावाव्ययपरा समासेन । कालादिग्रहणविधौ क्रियेतिकर्तव्यता भवति ॥१३-६॥ કાલાદિગ્રહણ સ્વરૂપ આચારના વિષયમાં સર્વત્ર નિરાકુલતાથી સાધુપણાના અવ્યયમાં અિપગમ-વિનાશના અભાવમાં તત્પર એવી જે ક્રિયા તેને સંક્ષેપથી ઈતિકર્તવ્યતા કહેવાય છે.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. ભાવાર્થ એ છે કે શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રના યોગોહનાદિ સંબંધી કાલગ્રહણ; સક્ઝાય પઠાવવી અને પાટલી વગેરે કરવી...વગેરે સ્વરૂપ કાલાદિગ્રહણવિધિ સંબંધી બધા જ આચારના વિષયમાં Page #368 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ જાતની ઉતાવળ વિરા] નહિ કરવા સ્વરૂપ અહીં અનાકુલતા છે. યતિઓનો ભાવ, સર્વવિરતિ- સામાયિકના પરિણામ સ્વરૂપ છે. કાલગ્રહણાદિ વખતે ત્વરા કરવાથી અપ્રમત્તતાસ્વરૂપ યતિભાવનો વ્યય નાશ થાય છે. કારણ કે જે અનુષ્ઠાન લાંબા[ઘણા કાળે થવાનું હોય તે અનુષ્ઠાન કરતી વખતે ત્વરા કરવાથી પ્રમાદ થાય છે. તેથી તેના પરિહાર માટે સર્વત્રાના તાત્તિમાં વપરા-આ પ્રમાણે ક્રિયાનું વિશેષણ છે. તે તે કાળમાં પ્રતિનિયત એવા કાલગ્રહણ, સ્વાધ્યાયપ્રસ્થાપન સિક્ઝાય પઠાવવી વગેરે સંબંધી જે ક્રિયા છે; તેને સંક્ષેપથી ઈતિકર્તવ્યતા કહેવાય છે. સામાન્યથી શાસ્ત્રમાં જણાવ્યા મુજબનાં કર્તવ્યોના ભાવ સ્વરૂપ ઈતિકર્તવ્યતા છે. રાત અને દિવસ વગેરે કાલની મર્યાદાએ ક્રમબદ્ધ કરાતી ક્રિયાની પરંપરા-એ તિર્તવ્યતા પદનો અર્થ છે. આથી સમજી શકાશે કે પૂ. સાધુભગવંતો; શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તે તે કાળમાં નિયત કરેલી કાલગ્રહણ લેવા જોગની ક્રિયાવિશેષ વગેરેની જે ક્રિયા કરે છે, તે ક્રિયાઓ જો કોઈ પણ જાતની ત્વરા કર્યા વિના કરાય તો તે પૂ. સાધુભગવંતોના મુનિપણાનો વ્યય કરનારી બનતી નથી. તેથી તે ક્રિયાઓ ઈતિકર્તવ્યતાસ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૧૩-દા આ રીતે સાધુભગવંતોની સચ્ચેષ્ટાનું નિરૂપણ કર્યું હવે એ ચેષ્ટાવંતોને જે મૈત્રી વગેરે ભાવોની સિદ્ધિ થાય છે, તે મૈત્ર્યદિભાવોનું નિરૂપણ કરાય છે – Page #369 -------------------------------------------------------------------------- ________________ इति चेष्टावत उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । मैत्रीकरुणामुदितोपेक्षाः किल सिद्धिमुपयान्ति ॥१३-७॥ ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે ચોથા ષોડશકના અંતે વર્ણવેલી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યથ્ય સ્વરૂપ જે ચાર ભાવનાઓ છે, તે ચાર ભાવનાઓ ગુરુવિનયાદિ સ્વરૂપ સાધુચેષ્ટાવંત વિશુદ્ધ અધ્યવસાયવાળા સુસાધુભગવંતોને જલદીથી સિદ્ધ થાય છે. પૂર્વે વર્ણવેલા મૈત્રી, કરુણા, મુદિતા[પ્રમોદ અને ઉપેક્ષા[માધ્યશ્ય ભાવો સાધુસચ્ચેષ્ટાની પ્રાપ્તિ પૂર્વે મંદકોટિના હોય છે. સાધુભગવંતોને સચ્ચેષ્ટાની પ્રાપ્તિ પછી એ ભાવો સિદ્ધજેવા બને છે - આ પ્રમાણે આપ્ત પુરુષો જણાવે છે. સામાન્ય રીતે ઈચ્છા પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપ ધર્મ છે. એમાંથી અપ્રમત્ત સાધુભગવંતોને સચ્ચેષ્ટાના કારણે સિદ્ધિસ્વરૂપ મૈત્ર્યાદિભાવો શીધ્રપણે પ્રાપ્ત થતા હોય છે-આ પ્રમાણે આ પુરુષોનું કથન છે. II૧૩-શા મૈત્રી વગેરે ભાવસંબંધી જ વિશેષ જણાવાય છે – एताश्चतुर्विधाः खलु भवन्ति सामान्यतश्चतम्रोऽपि । एतद्भावपरिणतावन्ते मुक्ति न तत्रैताः ॥१३-८॥ સામાન્યથી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા : આ ચારે પણ ભાવનાઓ ચાર ચાર પ્રકારવાળી છે. એ ચારે ભાવનાઓ વિશિષ્ટસ્વરૂપે[પરાકાષ્ઠાએ પ્રાપ્ત થયે છતે આત્માને મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિમાં તે ભાવનાઓ હોતી નથી. Page #370 -------------------------------------------------------------------------- ________________ કારણ કે સાંસારિકભાવો [કર્મજન્ય ભાવો] સર્વથા નષ્ટ થયે છતે મુક્તિ .પ્રાપ્ત થાય છે. મૈત્ર્યાદિ ભાવો કર્મના ક્ષયોપશમાદિજન્ય હોવાથી મુક્તિમાં તે ન હોય તે સમજી શકાય છે. સંસારી આત્માઓના અને સિદ્ધપરમાત્માઓના મૈત્ર્યાદિ-ભાવોનું સ્વરૂપ એક નથી-એ સમજી લેવું જોઈએ. સામાન્યથી મૈત્યાદિભાવોના દરેકના ચાર પ્રકાર છે. પરંતુ વિશેષ સ્વરૂપે તો દરેકના સ્વસ્થાનમાં અસંખ્ય ભેદો છે. મુક્તિમાં હિતાદિના અધ્યવસાય સ્વરૂપ મૈત્ર્યાદિભાવો સ્વાત્મગુણોમાં મગ્ન એવા સિદ્ધપરમાત્માઓને હોતા નથી. તે તારક આત્માઓના મૈત્રી વગેરે ભાવો; સ્વાત્મરમણતા સ્વરૂપ જ હોય છે. અહીં સાંસારિક ભાવ સ્વરૂપ જ મૈત્ર્યાદિભાવોનું વર્ણન હોવાથી ‘મુક્તિમાં તે ભાવો નથી’-આ પ્રમાણે વર્ણવ્યું .1193-211 *** મૈત્રી વગેરે દરેક ભાવનાના ચાર પ્રકાર વર્ણવવા માટે જણાવાય છે - उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥१३ - ९॥ “ઉપકારી, સ્વજન, ઈતર અને સામાન્ય જન : આ ચારના વિષયમાં હિતના પરિણામ રૂપ મૈત્રી ભાવના ચાર પ્રકારની છે. મોહ, અસુખ, સંવેગ અને અન્ય હિત ઃ આ ચારથી યુક્ત કરુણા ભાવના ચાર પ્રકારની છે.’-આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે ઉપકારી `જનો, સ્વજનો, ઈતર જનો અને સામાન્ય ૩૬૭ Page #371 -------------------------------------------------------------------------- ________________ જનોના વિષયમાં જે મૈત્રી છે તે વિષય[મૈત્રીના પાત્રના ભેદથી ચાર પ્રકારની છે. ઉપકાર કરવાનો જેનો સ્વભાવ છે એવા જીવોને ઉપકારી કહેવાય છે. એવા જનોના ઉપકારને આશ્રયીને જે મૈત્રીનો પરિણામ છે, તે પ્રથમ પ્રકારની મૈત્રી છે. પોતાના કે જેની સાથે લોહીનું સગપણ છે એવા જનને સ્વજન કહેવાય છે. તેનો ઉદ્ધાર કરવાનો જે પરિણામ છે. તેને સ્વજનમૈત્રીસ્વરૂપ બીજા પ્રકારની મૈત્રી કહેવાય છે. ઉપકારી કે સ્વજનના વિષયમાં ઉપકાર કે સગપણનો વિચાર કર્યા વિના અથવા પરિચિત એવા જનના વિષયમાં જે મૈત્રી પ્રવર્તે છે; તેને ત્રીજા પ્રકારની ઈતરમૈત્રી કહેવાય છે. અને સામાન્યથી બધા જનોમાં અપરિચિત હોય તોપણ હિતની ચિંતાનો જે પરિણામ પ્રવર્તે છે, તેને ચોથા પ્રકારની સામાન્યમૈત્રી કહેવાય છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી ચાર પ્રકારની મૈત્રીનું વર્ણન કરીને ઉત્તરાર્ધ્વથી ચાર પ્રકારની કરુણાનું વર્ણન કરાય છે. મોહ, અસુખ, સંવેગ અને અન્યહિતથી યુક્ત કરુણા મોહાદિના ભેદથી ચાર પ્રકારની છે. મોહ એટલે અજ્ઞાન. અજ્ઞાનપૂર્વકની કરુણાને દુઃખ દૂર કરવાની ભાવનાને] પ્રથમ પ્રકારની મોહકરુણા કહેવાય છે. માંદો માણસ અપથ્ય માંગે ત્યારે તેને તે આપવાની ઈચ્છા જેવી જે કરુણા છે તેને મોહકરુણા કહેવાય છે. પરિણામે એ કરુણા અહિતકારિણી બને છે. જેમને સુખ નથી એવા અસુખ-જનોને [દુઃખી જનોને] આહાર, વસ્ત્ર, શયન અને આસન વગેરે આપવાની જે ભાવના છે તેને બીજી અસુખકરુણા કહેવાય છે. સંવેગ ૩૬૮ Page #372 -------------------------------------------------------------------------- ________________ એટલે મોક્ષનો અભિલાષ. તેને લઈને સુખી એવા જનોને વિશે પણ પ્રીતિના કારણે છદ્મસ્થો[કેવલજ્ઞાનથી રહિત]ને સ્વભાવથી જ સંસારસંબંધી દુઃખથી પરિરક્ષણ કરવાની સંસારસ્વરૂપ દુઃખથી છોડાવવાની] જે ઈચ્છા પ્રવર્તે છે, તેને ત્રીજી સંવેગકરુણા કહેવાય છે. અને સામાન્યથી સામી વ્યક્તિને પ્રીતિ ન હોય તોપણ સર્વ જનોને વિશે શ્રી કેવલજ્ઞાની પરમાત્માની જેમ મહામુનિઓને બધી રીતે અનુગ્રહ કરવામાં તત્પર એવી જે હિતબુદ્ધિથી કરુણા હોય છે તેને ચોથી અન્યહિતકરુણા કહેવાય છે. ૧૩-૯॥ *** આ રીતે નવમી ગાથાથી મૈત્રી ભાવનાના અને કરુણા ભાવનાના ચાર પ્રકારો વર્ણવ્યા. હવે મુદિતા અને ઉપેક્ષા ભાવનાના ચાર પ્રકારો દશમી ગાથાથી વર્ણવાય છે सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु । करुणानुबन्धनिर्वेदतत्त्वसारा ह्युपेक्षेति ॥ १३-१०॥ - “સર્વ સુખને ર્વિશે; સુંદર હેતુને વિશે [સુંદર હેતુવાળા સુખને વિશે]; સાનુબંધ સુખને વિશે અને સર્વોત્કૃષ્ટ સુખને વિશે જે આનંદ છે; તે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મુદિતા ભાવના છે. અને કરુણાપ્રધાન, અનુબંધપ્રધાન, નિર્વેદપ્રધાન અને તત્ત્વપ્રધાન : આ ચાર પ્રકારની ઉપેક્ષા ભાવના છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે અપથ્ય આહારને વાપરવાથી ક્ષણવાર તૃપ્તિને કરાવનાર અને પરિણામે અસુંદર એવા સુખના જેવાં સામાન્યથી જ વિષયજન્ય સુખોમાં થનાર ૩૬૯ Page #373 -------------------------------------------------------------------------- ________________ આનંદને પ્રથમ પ્રકારની મુદિતાભાવના કહેવાય છે. પોતાનાં કે પારકાનાં એવાં સુખોમાં આનંદ પામવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. પરંતુ અનાદિકાળના મોહજન્ય સંસ્કારના કારણે આ પ્રમાણે બને છે. હિત અને મિત આહારના પરિણામના કારણે ઉત્પન્ન થયેલાની જેમ પરિણામે સુંદર અને પરિહૃષ્ટ એવા આ લોક સંબંધી સુખનો જે; તેવા પ્રકારના આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલા મધુરરસના સ્વાદ જેવો હેતુભૂત, પોતાના કે. બીજાના સુખવિશેષમાં જે આનંદ છે તે બીજા પ્રકારની મુદિતાભાવના છે. પરિણામે સુંદર-એવા સુખને ઉત્પન્ન કરવાની છે શક્તિ જેમાં એવો હેતુ છે જેનો તેવા પ્રકારના હિત-મિત આહારના પરિભોગથી ઉત્પન્ન થયેલા રસાસ્વાદના સુખ જેવા સુખવિશેષમાં જે આનંદ છે તેને બીજી મુદિતા ભાવના કહેવાય છે. પ્રથમ મુદિતાભાવના અનિષ્ટપરિણામજનક સુખમાં છે અને દ્વિતીય મુદિતાભાવના ઈષ્ટપરિણામજનક સુખમાં હોય છે. દેવ અને મનુષ્ય જન્મમાં સુખની પરંપરાનો વિચ્છેદ ન થવા સ્વરૂપ જે અનુબંધ છે તેનાથી યુક્ત એવા સુખના વિષયમાં જે આનંદ છે તે તૃતીય મુદિતાભાવના છે. પોતાના અને પરના ઉભયલોકસંબંધી સુખના વિષયમાં ત્રીજી મુદિતા ભાવના છે. મોહક્ષય વગેરેના કારણે ઉત્પન્ન થનારા અવ્યાબાધ, અનવદ્ય અને શાશ્વત એવા મોક્ષસુખમાં જે આનંદ છે તેને ચોથી મુદિતાભાવના કહેવાય છે. કરુણાસારા, અનુબંધસારા, નિર્વેદસારા અને તત્ત્વસારા Page #374 -------------------------------------------------------------------------- ________________ આ ચાર પ્રકારની ઉપેક્ષાભાવના છે. ઘૃણા[દયા]ને કરુણા કહેવાય છે. અહીં એ કરુણા રોગી માણસના અપથ્યઆસેવન-સંબંધી છે. પોતાની ઈચ્છાથી રોગી માણસ અપથ્યનું આસેવન કરે છે; એવા પ્રસંગે તેનું નિવારણ કરવાની ઉપેક્ષા કરે. જોકે તે જાણે છે કે આ અપથ્યનું આસેવન કરે છે, જે તેના અહિતનું જ કારણ છે. છતાં તેમ કરતાં તેને વારે નહિ. એ કરુણાસારા નામની પ્રથમ ઉપેક્ષાભાવના છે. આ કરુણા મોહયુક્ત છે. આવી કરુણાથી તે વ્યક્તિને એમ લાગે છે કે રોગીને અપથ્ય ખાતાં રોકવાથી અનુકંપાનો નાશ થાય છે. કાર્યસંબંધી પ્રવાહનો પરિણામ કે જે ફળની પ્રાપ્તિ સુધી ચાલતો હોય છે તેને અનુબંધ કહેવાય છે. જે ફળના ઉદ્દેશથી જે કાર્ય આરંભ્યું હોય તે ઉદ્દેશની સિદ્ધિ ન થાય ત્યાં સુધી તે કાર્ય ચાલતું હોય છે. તે કાર્યસંબંધી પ્રવાહપરિણામને અહીં અનુબંધ તરીકે વર્ણવ્યો છે. એ અનુબંધને આશ્રયીને થતી ઉપેક્ષાને દ્વિતીય ઉપેક્ષાભાવના કહેવાય છે. જેમ કે કોઈ પુરુષ અર્થના ઉપાર્જનમાં આળસુ છે. તેને કોઈ તેના હિતનો અર્થી માણસ કોઈ વાર અર્થના ઉપાર્જન માટે પ્રેરણા કરે; પરંતુ કોઈ વાર પરિણામે સુંદર એવા કાર્યની પરંપરાને જોઈને પ્રેરણા કર્યા વિના માધ્યસ્થ્યને ધારણ કરે તે અનુબંધસારા ઉપેક્ષાભાવના છે. : નિર્વેદ એટલે ભવવૈરાગ્ય. એને લઈને કરાતી ઉપેક્ષા એ નિર્વેદસારા નામની ત્રીજી ઉપેક્ષાભાવના છે. નરકાદિ ચારે ગતિમાં અનેક જાતિનાં દુ:ખો ભોગવનારને દેખીતી રીતે દેવ કે મનુષ્યગતિમાં ઈદ્રિયોને આહ્લાદકર સુખ જણાતું હોવા ૩૭૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ છતાં તે સુખની અસારતા તેમ જ કાદાચિત્કતાસદાને માટે ન રહેવું તે]ના કારણે તે સુખમાં જે ઉપેક્ષા છે તે નિર્વેદસારા નામની ત્રીજી ઉપેક્ષાભાવના છે. તત્ત્વ એટલે વસ્તુસ્વભાવ-એ છે સારભૂત જેમાં એવી ઉપેક્ષાભાવનાને ચોથી તત્ત્વસારા નામની ઉપેક્ષાભાવના કહેવાય છે. રમણીય કે અરમણીય એવી જીવ અને અજીવ સ્વરૂપ વસ્તુમાં પરમાર્થથી રાગ કે દ્વેષને ઉત્પન્ન કરવાનું કોઈ સામર્થ્ય નથી. એ વસ્તુને પામી એમાં રાગ કે દ્વેષ જાગે છે તેનું કારણ મોવિકારના કારણે ઉત્પન્ન થયેલો આપણો પોતાનો દોષ જ છે. જીવાજીવાદિ વસ્તુઓ તો પોતાના સ્વરૂપમાં જ વ્યવસ્થિત છે. આપણા રાગદ્વેષની પરિણતિમાં એ વસ્તુઓનો કોઈ દોષ નથી. એ વસ્તુમાં સુખદુઃખની કારણતા નથી. આ પ્રમાણેના પરિભાવનથી વસ્તુમાત્રમાં જે માધ્યસ્થ્ય-ઉપેક્ષા સેવાય છે તેને તત્ત્વસારા ઉપેક્ષાભાવના કહેવાય છે. નિર્વેદના અભાવમાં પણ આ ભાવના હોય છે. માત્ર બાહ્ય સ્વિભિન્ન પર] અર્થના પરિભાવનથી જ આ ભાવનાનો આવિર્ભાવ થાય છે. ૧૩-૧૦ *** ઉપર જણાવેલી મૈત્રી વગેરે ભાવનાઓ કેવા આત્માઓને પરિણમે છે-તે જણાવાય છે - एताः खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः ॥१३-११॥ગાથાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે વર્ણવેલી મૈત્રી, પ્રમોદ, કરુણા ૩૭૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના; તેના વારંવારના અભ્યાસથી વચન-આગમને ` અનુસરનારા તેમ જ સવૃત્ત-ચારિત્રવાળા એવા નિરંતર શ્રદ્ધાસંપન્ન પુરુષોને સારી રીતે પરિણમે છેઆત્મસાત્ થાય છે. ૧૩-૧૧। *** ઉપર જણાવ્યા મુજબ યોગની શરૂઆત કરનારા માટે મૈત્રી વગેરે ભાવનાઓ આત્મસાત્ થાય છે તે જણાવ્યું. હવે નિષ્પન્ન [સિદ્ધ] યોગીઓને ચિત્ત કેવું હોય છે અર્થાત્ મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત હોય છે કે નહિ-તે જણાવાય છે— एतद्रहितं तु तथा तत्त्वाभ्यासात् परार्थकार्येव । सद्बोधमात्रमेव हि चित्तं निष्पन्नयोगानाम् ॥१३- १२॥ “નિષ્પન્ન યોગીઓનું ચિત્ત સદ્-નિર્મળબોધમાત્ર સ્વરૂપ જ હોય છે. તે પ્રકારે તત્ત્વના અભ્યાસથી પરોપકાર કરવાના સ્વભાવવાળું એ ચિત્ત મૈત્ર્યાદિ ભાવોથી રહિત હોય છે.”આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વેની ગાથામાં; જે લોકોએ યોગનો આરંભ કરી લીધો છે; અને જે લોકો યોગનો આરંભ કરી રહ્યા છે-એ આત્માઓને મૈત્રી કરુણા વગેરે ભાવનાઓ આત્મસાત્ થાય છે-એ જણાવ્યું છે. એ જાણ્યા પછી સ્વભાવથી જ એ જાણવાનું મન થાય છે કે જે લોકોને યોગની સિદ્ધિ થઈ છે, એવા નિષ્પન્નયોગીઓને મૈત્રી વગેરે ભાવો હોય છે કે નથી હોતા ? આવી જિજ્ઞાસાને શાંત કરતાં આ ગાથામાં ફરમાવ્યું છે કે નિષ્પન્નયોગીઓને મૈત્રી વગેરે ભાવો હોતા નથી. કારણ કે ૩૭૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ તેમના નિર્વિકલ્પ સંસ્કારોના કારણે મૈત્રી વગેરે ભાવો નાશ પામે છે. આત્માના સહજભૂત સંસ્કારને નિર્વિકલ્પ સંસ્કાર કહેવાય છે. વૈભાવિક સંસ્કારોના અભાવથી નિર્વિકલ્પ સંસ્કારો પ્રતિબુદ્ધ થાય છે. મૈત્રી વગેરે ભાવો સાંસારિક [કષાયજન્ય ભાવો છે. બીજા આત્માઓ કરી ન શકે એ રીતે તત્ત્વ-પરમાર્થનો અભ્યાસ કરવાથી મૈત્ર્યાદિભાવો પ્રકૃષ્ટ બને છે. એ પ્રકૃષ્ટ ભાવનાના કારણે ઉત્પન્ન થયેલા અને મૈત્યાદિભાવોથી રહિત એવા તત્ત્વજ્ઞાન સ્વરૂપ ઈતર[બીજા સંસ્કારના કારણે નિષ્પન્નયોગીઓનું ચિત્ત પરોપકારના જે એક સ્વભાવવાળું હોય છે. આ આત્માઓનું એ ચિત્ત નિર્મળબોધવાળું અને . બીજા બધા જ દોષથી રહિત હોય છે. નિષ્પન્નયોગીઓનું લક્ષણ વર્ણવતાં યોગદૃષ્ટિ સમુચ્ચય'માં જણાવ્યું છે કે તેઓ; ભવાભિનંદીના ક્ષુદ્રતા, લાભરતિ ઈત્યાદિ દોષથી રહિત હોય છે. સમુચિત મનોવૃત્તિને ધારણ કરનારા હોય છે. સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને કરનારા હોય છે. શ્રેષ્ઠ કોટિની વૈરાગ્યપૂર્ણ સમતાને ઘરનારા હોય છે. નિત્યસ્વૈરવાળા પણ તેમના સાનિધ્યમાં વૈરનો ત્યાગ કરનારા બને છે અને સદાને માટે સત્યને ધારણ કરનારી માર્ગનુસારિણી તેમની પ્રજ્ઞા હોય છે. આ નિષ્પન્નયોગીનાં ચિહ્નો-લક્ષણો છે. આ યોગીઓ પૂર્વાવસ્થામાં; લોલુપતાથી રહિત હોય છે. મનોજ્ઞ વિષયોની પ્રત્યે જે ઈદ્રિયોનું આકર્ષણ છે તે આકર્ષણને લોલુપતા લિૌલ્ય કહેવાય છે. તેમની કાયા પ્રાયઃ રોગરહિત હોય છે. રોગ રોગ ન લાગે એવી પરિણતિને લઈને તેઓ નીરોગી હોય છે. અનિષ્કર પરિણામને તેઓ Page #378 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવથી જ ધરનારા હોય છે. તેમના શરીરાદિનો ગંધ શુભ હોય છે અને લઘુનીતિ વડી નીતિ અલ્પ હોય છે. તેમના શરીરની કાંતિ સુંદર હોય છે; મુખની પ્રસન્નતા અલૌકિક હોય છે અને સ્વરમાં સૌમ્યતા હોય છે. આ બધાં યોગની પ્રવૃત્તિના પ્રારંભકાળનાં ચિહ્નો છે. સર્વ જીવાદિના વિષયમાં નિષ્પયોગીઓનું ચિત્ત; મૈત્રીભાવાદિથી યુક્ત હોય છે, યોગમાર્ગમાં આવતાં વિદનોને જીતી લેવા માટે સામર્થ્યથી પરિપૂર્ણ અને વૈર્યયુક્ત હોય છે. તેમ જ એ યોગી પુરુષો શીત-ઉષ્ણ, સુખદુઃખ, હર્ષ-વિષાદ અને માન-અપમાન વગેરે દ્વન્દ્રોમાં કોઈ પણ રીતે પરાભવ પામતા નથી. પોતાના પરમપદસ્વરૂપ લક્ષ્યની સિદ્ધિ માટે તેમને અભીષ્ટની સિદ્ધિ થતી જ રહે છે. આવા નિષ્પન્નયોગીજનોને ક્રમે કરી જનપ્રિયત્ન પણ પુણ્યયોગે પ્રાપ્ત થતું રહે છે.. ઈત્યાદિનું વર્ણન, “યોગદૃષ્ટિ એક પરિશીલન'માં છઠ્ઠી કાંતાદૃષ્ટિના વર્ણન વખતે થોડું વિસ્તારથી કર્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જ સમજી લેવું જોઈએ. ૧૩-૧૨ - * * : તાઃ રત્ત્વગાસતુ. આ અગિયારમી ગાથાથી વચનાનુસાર અનુષ્ઠાન કરનારને; અભ્યાસથી મૈત્રી વગેરે ભાવો આત્મસાત થાય છે [પરિણમે છે-આ પ્રમાણે વર્ણવ્યું છે. ત્યાં એ અભ્યાસ કઈ રીતે શુદ્ધ થાય અને કોને તે પ્રાપ્ત થાય-એ જણાવાય છે – अभ्यासोऽपि प्रायः प्रभूतजन्मानुगो भवति शुद्धः । - कुलयोग्यादीनामिह तन्मूलाधानयुक्तानाम् ॥१३-१३॥ Page #379 -------------------------------------------------------------------------- ________________ “મૈત્રી વગેરે ભાવોના મૂળના આધાનથી યુક્ત એવા કુલયોગી વગેરે જનોને બહુલતયા અનેક. જન્મથી ચાલ્યો આવતો અભ્યાસ શુદ્ધ બને છે.’’- આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જેઓ ગોત્રયોગીથી ભિન્ન એવા કુલયોગી અને પ્રવૃત્તચક્રયોગી છે; તેઓને માર્ગાનુસારી ક્રિયા કરવાના કારણે ઉત્પન્ન થયેલા પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બીજન્યાસની પ્રાપ્તિ થાય છે. બીજન્યાસસ્વરૂપ મૂલાધાન [મૈત્ર્યાદિભાવોના મૂલાધાન]થી તેઓ યુક્ત હોવાથી તેમનો મૈત્ર્યાદિભાવોનો અભ્યાસ [પરિચય] પણ પ્રાયઃ કરીને અનેક જન્મનો હોય તો શુદ્ધ થાય છે. સો વાર ક્ષારપુટ આપવાથી જેમ રત્ન શુદ્ધ થાય છે; પરંતુ એક વાર પુટ આપવાથી તે શુદ્ધ થતું નથી તેમ મૈત્યાદિભાવોના પણ એક-બે વારના સેવનથી તેનો અભ્યાસ પરિશુદ્ધ થતો નથી. અનેક જન્મનો એ હોય તો તે પરિશુદ્ધ થાય છે. કોઈ જીવવિશેષને આશ્રયીને એ અભ્યાસ એકાદ જન્મમાં પણ પરિશુદ્ધ બને છે તે અપેક્ષાએ અહીં પ્રાયઃ શબ્દનો પ્રયોગ છે. તેથી મરુદેવીમાતાદિ આત્માઓને એકાદ જન્મમાં પરિશુદ્ધ એવા અભ્યાસથી પ્રાપ્તિ થવા છતાં અહીં વિરોધ આવતો નથી. યોગી પુરુષોના કુળમાં જન્મેલા સામાન્યથી ઉત્તમભવ્ય જીવો ગોત્રયોગી છે. પરંતુ તેઓ યોગીજનોના આચારથી શૂન્ય હોય છે. જેઓ; સર્વત્ર દ્વેષ વિનાના, યોગી જનોના કુળમાં જન્મેલા, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા, યોગી જનોના ધર્મને અનુસરનારા, દયાળુ, વિનયસંપન્ન, બોધવંત અને જિતેન્દ્રિય છે તેઓ કુલયોગી કહેવાય છે. તેમ ૩૭૬ Page #380 -------------------------------------------------------------------------- ________________ જ રાત અને દિવસ યોગીજનોચિત અનુષ્ઠાનોમાં જેઓ રચ્યાપચ્યા રહે છે તેઓ પ્રવૃત્તચક્રાયોગી છે. ગોત્રયોગીને છોડીને કુલયોગી અને પ્રવૃત્તચક્રોગીને અનેકજન્મથી ચાલ્યો આવતો અભ્યાસ પરિશુદ્ધ છે. ૧૩-૧૩ કોને કઈ રીતે એ અભ્યાસથી શુદ્ધિ થાય છે-તે જણાવાય છે – अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ॥१३-१४॥ ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે અપરાધવચન-આગમવિરુદ્ધના આસેવનને વિરાધના કહેવાય છે અને તેના પરિત્યાગને અવિરાધના કહેવાય છે. જે પુરુષ અવિરાધના વડે અભ્યાસમાં પ્રયત્ન કરે છે તેનો આ મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આજ્ઞાભંગના ભયનો પરિણામ; તેવા પ્રકારના જીવવિશેષના વીર્યને વધારનાર હોવાથી એ અભ્યાસ સિદ્ધિને પ્રાપ્ત કરે-એ સમજી શકાય છે. તે પૂર્વે જણાવ્યા મુજબ[બીજી ગાથામાં જણાવ્યા મુજબની ગુરુવિનય આગમાનુસાર હોય તો તે અવિરાધનાનું મૂળભૂત કારણ બને છે. કારણ કે એ શ્રુતગર્ભિત વિનયથી આજ્ઞાનું જ્ઞાન શક્ય બને છે. આથી સમજી શકાશે કે મૈત્રાદિભાવોને આત્મસાત્ કરવા માટેનું મૂળભૂત કારણ આગમસહિત ગુરુવિનય છે. [૧૩-૧૪ * * * Page #381 -------------------------------------------------------------------------- ________________ ગુરુવિનયનું મૂળભૂત કારણ કયું છે? આ પ્રશ્નનું સમાધાન કરાય છે – सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्यु परिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमथ मूलमस्याऽपि ॥१३-१५॥ “સિદ્ધાંતકથા, સપુરુષોનો સંપર્ક, મૃત્યુની પરિભાવના તેમ જ દુષ્કૃત અને સુકૃતના વિપાકોની વિચારણા : આ ગુરુવિનયનાં મૂળ-કારણ છે.”- આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અવિરાધનાનું મૂળ કારણ “ગુરુવિનય છે-એ જણાવ્યું હતું. પરંતુ ગુરુવિનયનું જ મૂળ કારણ કયું છે ? આ પ્રશ્ન થવાથી તેના પ્રત્યુત્તરમાં આ ગાથાથી જણાવાયું છે કે ગુરુવિનયનાં પણ મૂળ કારણ - સિદ્ધાંતકથા, સત્સદ્ગમ વગેરે છે. સ્વ[જૈન-આગમનું શ્રવણ કરવાથી સંસારની અસારતાદિનું યથાર્થજ્ઞાન થાય છે. એના યોગે જ્યારે પણ સંસારથી મુક્ત બનવાની ઈચ્છા થાય ત્યારે પૂ. ગુરુદેવશ્રીની ભવનિસ્તારકતા પ્રતીત થવા લાગે છે અને તેથી તેઓશ્રીના પરમતારક વિનયમાં પ્રવૃત્તિ થતી હોય છે. સમ્યગ્દર્શનના પ્રભાવે તત્ત્વશ્રવણની ઈચ્છા થવાથી તત્ત્વશ્રવણ માટે પૂ. ગુરુદેવશ્રીનો વિનય કરવાનો હોય છે. તદુપરાંત સ્વસમય[આગમમાં વિહિત પ્રવૃત્તિ પણ પૂ. ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાથી જ કરવાની હોવાથી, તે તે પ્રવૃત્તિમૂલક ગુરુવિનય છે. સુપ્રસિદ્ધ સત્યુરુષોના સંપર્કથી અથવા તો તેમના સંપર્ક માટે “ગુરુવિનય' થાય છે. સયુરુષો પરમવિનયી હોવાથી Page #382 -------------------------------------------------------------------------- ________________ તેમના સંપર્ક-પરિચયના કારણે આત્મા, પૂ. ગુરુદેવની પ્રત્યે વિનયવંત બને અને તેઓશ્રીના પરિચય માટે વિનય કરે-એ સ્પષ્ટ છે. "સર્વદા સર્વ જીવોને પોતાની તરફ ખેંચવા વગેરેના સ્વભાવવાળું મૃત્યુ છે તેમ જ રાજાઓ, ચંદ્ર, ઈંદ્ર, સૂર્ય, તિર્યગ્યો, નારકીઓ, મનુષ્યો, દેવતાઓ, મુનીન્દ્રો, વિદ્યાધરો અને કિન્નરો બધાને વિશે સ્વચ્છપૂર્વક ક્રીડા કરવાના સ્વભાવવાળું મૃત્યુ છે; ઈત્યાદિ સ્વરૂપે મૃત્યુની પરિભાવના કરવાથી મૃત્યુ અને તેના કારણભૂત જન્મ વગેરેના નિવારણ માટે ગુરુવિનય થાય છે. કારણ કે સર્વસિદ્ધિનું મૂળ ગુરુવિનય છે. આવી જ રીતે પાપ અને પુણ્યના વિપાકોની વિચારણા કરવાથી અર્થાત્ પાપ અને પુણ્યના હેતુ તેમ જ ફળની વિચારણા કરવાથી તેનાથી મુક્ત થવા માટે ગુરુવિનય થાય છે. સિદ્ધાંતકથા વગેરે ઉપર જણાવેલ બધો સમુદાય ગુરુવિનયથી સિદ્ધ થાય છે. એ સમુદાયની સિદ્ધિ માટે ગુરુવિનય છે અને એ સમુદાયથી ગુરુવિનયવિશેષની સિદ્ધિ થાય છે. આ રીતે એકબીજા એકબીજાનાં મૂળકારણ છે- એ સમજી શકાય છે. ૧૩-૧૫, *** જેના મૂળભૂત કારણનું નિરૂપણ કર્યું તે ગુરુવિનયની ઉપાદેયતા અને તેના મૂળભૂત તે કારણસમુદાયની ઉપાદેયતાને હવે જણાવાય છે एतस्मिन् खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्त्तव्यः । आमूलमिदं परमं सर्वस्य हि योगमार्गस्य ॥ १३-१६॥ ૩૭૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનજને સદાને માટે સારી રીતે સિદ્ધાંતકથાદિમાં જ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ સિદ્ધાંતકથાદિ સઘળાં, ય, યોગમાર્ગનું શરૂઆતથી અંત સુધીનું પરમ કારણ છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સિદ્ધાંત-સ્વસમયની કથા, સત્યરુષોનો સંગ, મૃત્યુનું પરિભાવન અને પુણ્ય પાપના વિપાકોની વિચારણા : આ ચારે ય માત્ર ગુરુવિનયના જ નહિ પરંતુ સમગ્ર યોગમાર્ગના મૂળભૂત કારણ છે- એ સમજી શકાય છે. મોક્ષની સાથે આત્માને જોડી આપનાર કોઈ પણ ધર્મવ્યાપાર યોગ છે. તેના માર્ગ સ્વરૂપ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સિદ્ધાંતકથાદિ અદ્ભુત સાધન છે. આજે ભાગ્યે જ એની સેવા થતી જોવા મળે. મુમુક્ષુ આત્માઓ પણ મોટા ભાગે તેની ઉપેક્ષા સેવતા હોય છે. કથા નથી થતી એવું નથી, પણ એ સિદ્ધાંતની હોતી નથી. સંગ નથી એવું પણ નથી, પણ એ સપુરુષોનો હોતો નથી. પરિભાવન નથી એવું પણ નથી, પરંતુ એ મૃત્યુસંબંધી હોતું નથી તેમ જ આલોચન પણ ચિકાર છે, પરંતુ એ પુણ્ય-પાપના વિપાકોનું હોતું નથી. આ સ્થિતિમાં યોગમાર્ગની પ્રાપ્તિ શક્ય નહિ બને. આથી સ્પષ્ટ છે કે મુમુક્ષુ બુદ્ધિમાન જનોએ ઉપર જણાવેલા સિદ્ધાંતકથાદિમાં આદર કરવો જોઈએ. આગમનું નિરંતર શ્રવણ, આગમના જ્ઞાતાઓનો સતત સમાગમ, મૃત્યુનું અવિરત સ્મરણ અને પુણ્ય-પાપના વિપાકોનું અનવરત દર્શન યોગમાર્ગની પ્રાપ્તિનું અનન્ય સાધન છે અને એનું મૂળ ગુરુવિનય છે. ૧૩-૧ છે. રિ ત્રયોદશં થોડશવમુ. Page #384 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते चतुर्दशं षोडशकम् ॥ આ પૂર્વે સિદ્ધાંતકથાદિ સઘળાય યોગમાર્ગનું શરૂઆતથી છેવટ સુધીનું પરમ કારણ છે તે જણાવ્યું છે. એમાં યોગના પ્રકાર કેટલા છે-એવી જિજ્ઞાસામાં યોગના પ્રકાર જણાવાય છે – सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः ।। जिनरूपध्यानं खल्वाधस्तत्तत्त्वगस्त्वपरः ॥१४-१॥ “સાલંબન અને નિરાલંબન - આ બે પ્રકારનો મુખ્ય યોગ જાણવો. એમાં શ્રી જિનેશ્વરદેવના રૂપનું જે ધ્યાન છે તે સાલંબન પ્રથમ યોગ છે અને તેઓશ્રીના આત્મતત્ત્વનું જે ધ્યાન છે; તે બીજો નિરાલંબનયોગ છે.” આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. આશય એ છે કે ચક્ષુ વગેરે ઈદ્રિયોને લઈને થનારા જ્ઞાનના વિષય એવા શ્રી જિનપ્રતિમાદિ સ્વરૂપ આલંબનની સાથે જે ધ્યાન છે, તેને સાલંબનધ્યાન કહેવાય છે. એ શ્રી જિનપ્રતિમાદિ સ્વરૂપ આલંબનથી રહિત જે ધ્યાન છે; તેને નિરાલંબનધ્યાન કહેવાય છે. જે છાસ્થના ધ્યાનનો વિષય બને છે પરંતુ તે સ્વરૂપે દેખાતો નથી-એવા વિષયવાળો યોગ, નિરાલંબનયોગ છે. ' - યોગ ધ્યાનવિશેષ સ્વરૂપ છે. શ્રેષ્ઠ ધ્યાનવિશેષ સ્વરૂપ યોગના બે પ્રકાર છે. સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપના ચિંતનને સાલંબનયોગ સ્વરૂપ પ્રથમ યોગ કહેવાય છે. તે જ શ્રી જિનેશ્વરદેવના માત્ર શુદ્ધઆત્મપ્રદેશ સ્વરૂપ કેવલજ્ઞાનાદિ સ્વભાવના વિષયવાળું જે ધ્યાન છે તેને નિરાલંબનયોગ સ્વરૂપ દ્વિતીયયોગ કહેવાય છે, Page #385 -------------------------------------------------------------------------- ________________ જે શુદ્ધ પરમાત્માના ગુણોના ધ્યાન સ્વરૂપ છે. ૧૪-૧પ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કઈ રીતે કરવું ? આવી | જિજ્ઞાસામાં જણાવાય છે - अष्टपृथग्जनचित्तत्यागाद् योगिकुलचित्तयोगेन । जिनरूपं ध्यातव्यं योगविधावन्यथा दोषः ॥१४-२॥ ગાથાર્થ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગીઓથી જે જુદા છે તે પૃથજનોના સામાન્યથી આઠ પ્રકારના ચિત્ત છે. તે ચિત્તોનો પરિહાર કરવાપૂર્વક અને યોગી જનોની પરંપરા સંબંધી જે ચિત્ત છે તેના સ્વીકાર વડે શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે. અર્થાત્ તે સ્વરૂપે પરમાત્માનું ચિંતન કરવું. અન્યથા પૃથજનોના ચિત્તનો પરિહાર કર્યા વિના અને યોગીઓના કુલના ચિત્તનો સ્વીકાર કર્યા વિના જો ધ્યાન કરવામાં આવે તો ધ્યાનના આચારમાં વિહિત પ્રવૃત્તિમાં દોષનો પ્રસંગ આવશે. કારણ કે નિરપેક્ષ પ્રવૃત્તિમાં મનસંબંધી અતિચાર પણ પ્રવૃત્તિના ભંગસ્વરૂપ મનાય છે. જેમાં બાહ્યસાધનસામગ્રીની અપેક્ષા છે તે પ્રતિલેખનાદિની પ્રવૃત્તિ સાપેક્ષ પ્રવૃત્તિ છે અને જેમાં એવી અપેક્ષા નથી તે નિરપેક્ષ પ્રવૃત્તિ મનાય છે. સામગ્રીની વિકલતામાં સાપેક્ષ પ્રવૃત્તિની અલના ભંગસ્વરૂપ મનાતી નથી, કારણ કે તેમાં પોતાનો અપરાધ નથી. પરંતુ જેમાં સામગ્રીની વિકલતા વગેરેનો પ્રસંગ નથી એવી નિરપેક્ષ પ્રવૃત્તિમાં જે અલના થાય છે, તેમાં પોતાનો જ અપરાધ Page #386 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તે નિશ્ચયનયની અપેક્ષાએ ભંગસ્વરૂપ છે. વ્યવહારનયની અપેક્ષાએ સાપેક્ષ પ્રવૃત્તિ સ્વીકારાય છે અને તેમાં અતિચારાદિ મનાય પણ છે. પરંતુ નિશ્ચયનયની અપેક્ષાએ તો નિરપેક્ષ પ્રવૃત્તિ જ આત્મપરિણતિસ્વરૂપ મનાય છે અને તેમાં જે દોષ લાગે છે, તે ભંગસ્વરૂપ જ મનાય છે, અતિચારસ્વરૂપ નહિ.ઈત્યાદિ બરાબર સમજવું. /૧૪-રા ધ્યાનના વિષયમાં ત્યજવાયોગ્ય જે આઠ ચિત્ત છે તે ચિત્તો જ જણાવાય છે – खेदोद्वेगक्षेपोत्थान - भ्रान्त्यन्यमुद्रुगासङ्गः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥१४-३॥ “ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, બ્રાન્તિ, અન્યમુદ્ર, રુગુ અને આસગથી યુક્ત એવાં ચિત્તોને પ્રવાહથી સિતત ન રહે તે રીતે બુદ્ધિમાને વર્જવા જોઈએ.”-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે, માર્ગમાં મુસાફર જેમ થાકી જાય છે અને આગળ ચાલવાનું બંધ કરે છે, તેમ ક્રિયાની પ્રવૃત્તિના અભાવમાં કારણભૂત જે પ્રાન્તતા [શ્રમ) છે; તેને ખેદ કહેવાય છે. પૂર્વક્રિયાની પ્રવૃત્તિના કારણે ઉત્પન્ન થયેલ અને ઉત્તરક્રિયાની પ્રવૃત્તિની પ્રત્યે પ્રતિબંધક દુઃખ સ્વરૂપ ખેદ છે. ખેદ નહિ હોવા છતાં સ્થાને બેઠા જ ઉદ્વેગ આવે છે. કદાચ કોઈ ક્રિયા કરે તો પણ તેમાં ઉગ જ હોય છે. સુખ મળતું નથી. મજા આવતી નથી. જે ક્રિયા કરવાની છે, તે Page #387 -------------------------------------------------------------------------- ________________ કષ્ટસાધ્ય છે-આવા જ્ઞાનથી ઉત્પન્ન થયેલા આળસને ઉગ કહેવાય છે, જેને લઈને શરીરનો શ્રમ ન હોય તોય સ્થાને બેઠા હોય તોપણ ક્રિયા કરવાનો ઉત્સાહ થતો નથી, કદાચ કરે તો પણ આનંદ આવતો નથી. ' જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજે ચિત્ત જોડવું તેને ક્ષેપ કહેવાય છે. આ એક પ્રકારની ચિત્તની ચંચળતા છે. જે કામ આપણે કરતા હોઈએ; તેનાથી બીજા કામમાં જોડેલા ચિત્ત જેવું ચિત્ત, કરાતા તે કામમાં હોય છે ત્યારે તે ક્ષેપદોષથી દુષ્ટ ચિત્ત હોય છે. ચિત્તની અપ્રશાન્તવાહિતાને ઉત્થાન કહેવાય છે. મનવચન-કાયાની; કામાદિ દોષોની ઉક્તિ અવસ્થાના કારણે જે ઉદ્દેકાવસ્થા છે તેને ઉત્થાન કહેવાય છે. મદથી અવષ્ટબ્ધ પુરુષની અવસ્થા જેવું આ ઉત્થાનદોષવાળું ચિત્ત હોય છે. છીપમાં રજતના ગ્રહની જેમ; જે વસ્તુ જેવી નથી તે વસ્તુમાં તેવો જે ગ્રહ[જ્ઞાન છે, તેને ભ્રમ કહેવાય છે. બ્રાન્તિભ્રમ ભ્રમાત્મક મિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. આરંભેલા કાર્યને છોડીને બીજા કાર્યમાં જે પ્રીતિ હિષ છે તેને અન્યમુદ્ નામનો દોષ કહેવાય છે. ગુદોષ રોગસ્વરૂપ છે, જે અનુષ્ઠાનની પીડા અથવા તેના ભંગ સ્વરૂપ છે. અને આરંભેલા અનુષ્ઠાનમાં, વિહિત એવાં બીજાં અનુષ્ઠાન કરતાં અતિશય પ્રીતિને આસદ્ગ કહેવાય છે. અત્યન્ત અભિપ્નગ સ્વરૂપ આ દોષ છે. આ આઠ દોષથી યુક્ત જે ચિત્ત છે તે બધાં ચિત્તનો પરિહાર બુદ્ધિમાને કરવો જોઈએ. ખેદાદિ દોષનું સામાન્ય સ્વરૂપ જ અહીં વર્ણવ્યું છે. હવે વિશેષ સ્વરૂપ આગળની ગાથાઓથી Page #388 -------------------------------------------------------------------------- ________________ વર્ણવાશે. ૧૪-૩ *** ખેદાદિ દોષોનું; તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કરાય खेदे दायभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥ १४-४॥ “આ યોગના વિષયમાં ખેદ નામનો દોષ હોય તો દૃઢતાનો અભાવ થવાથી મન, વચન અને કાયાની એકાગ્રતા [પ્રણિધાન] સુંદર રીતે થતી નથી. ખેતીમાં પાણીનું જેટલું મહત્ત્વ છે; એટલું યોગમાં પ્રણિધાનનું મહત્ત્વ જાણવું.’-આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે યોગની સાધનામાં શરૂઆતથી જ ખેદ હોય તો દૃઢતા નહિ જ આવે. જે કાર્યની શરૂઆત કરી છે, ત્યારથી આરંભીને તે પૂર્ણ થાય ત્યાં સુધી જે સ્થિરતા અપેક્ષિત છે તેને દૃઢતા કહેવાય છે. ખેદનાં કારણે આવી દૃઢતા શક્ય નથી બનતી. ખેદના કારણે ‘ક્યારે છુટું' એવો જ ભાવ આવતો હોય છે. સ્થિર થવાનો વિચાર પણ આવતો નથી. આરંભેલા કાર્યમાં મન-વચન-કાયાને સ્થિર કરવા માટે પ્રયત્ન કરવાના બદલે એ કાર્યમાંથી પડતું મૂકવા માટેના ઉપાયોમાં જ મન-વચનકાયાની પ્રવૃત્તિ ચાલતી હોય છે. તેથી ખેદના કારણે દૃઢતા તો આવતી નથી અને તેના કારણે પ્રણિધાન પણ સુંદર બનતું નથી. પ્રણિધાન સુંદર બને નહિ તોપણ યોગની ક્રિયા તો ચાલતી જ હોય છે-એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ ૩૮૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ કે યોગની સાધનામાં આ પ્રણિધાન ફળના અસાધારણ કારણ તરીકે વિવક્ષિત છે. અનાજની પ્રાપ્તિ કરવા માટેના ખેતી કરવા સ્વરૂપ કાર્યમાં જેમ પાણી ખૂબ જ મહત્ત્વનું કારણ મનાય છે તેમ યોગમાં પ્રણિધાન વિવક્ષિત છે. કૃષિ ખેતી કર્મમાં પાણીની અનિવાર્યતા આપણે સૌ સમજી શકીએ છીએ. એ જ રીતે યોગમાં પ્રણિધાનની અનિવાર્યતા સમજી શકીએ તો “ખેદ' દોષની ભયંકરતા સમજાવવાની આવશ્યકતા નહિ રહે. મોક્ષસાધક યોગના પ્રારંભે જ ખેદદોષ યોગની સાધનાને છિન્ન-ભિન્ન કરી નાંખે છે. મુમુક્ષુઓએ યોગના પ્રારંભે ખેદની ભયંકરતા સમજી લેવી જોઈએ. ll૧૪-જા ઉદ્વેગ નામના બીજા દોષનું વર્ણન કરાય છે – उद्वेगे विद्वेषाद् विष्टिसमं करणमस्य पापेन । .. योगिकुलजन्मबाधकमलमेतद् तद्विदामिष्टम् ॥१४-५॥ “ઉગ નામનો દોષ હોતે છતે વિશ્લેષના કારણે યોગની પ્રવૃત્તિ વેઠ ઉતારવા જેવી થાય છે. તેથી એ પાપ વડે યોગીઓના કુળમાં થનાર જન્મનો બાધ થાય છે. યોગના જાણકારો એ સારી રીતે માને[જાણે છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ખેદ ન હોવાના કારણે યોગની ક્રિયા ચાલુ હોય તો પણ તેની પ્રત્યેના વિદ્વેષના કારણે તે ક્રિયા વેઠ ઉતારવા જેવી થાય છે. રાજાનું કામ કરવાની ઈચ્છા ન હોવાથી; રાજાની આજ્ઞાથી એ કામ કરતી વખતે જેમ વેઠ ઉતારાય છે તેમ ઉદ્વેગનામના આ દોષના કારણે, યોગની ક્રિયા પણ વેઠ ઉતારવા જેવી થતી Page #390 -------------------------------------------------------------------------- ________________ હોય છે. આ પાપના કારણે એ યોગની પ્રવૃત્તિ ભવાન્તરે યોગીઓના કુળમાં જન્મનો જ બાધ કરે છે. ઉદ્વેગના કારણે કરવી પડતી ક્રિયાઓના કરનારાને યોગીના કુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી, પરિણામે યોગમાર્ગની પ્રાપ્તિ પણ થતી નથી. યોગની પ્રવૃત્તિ જ યોગમાં બાધા પહોંચાડે-એ કેટલું વિચિત્ર છે : એ સમજી શકાય છે. આવી વિચિત્ર પરિસ્થિતિ ઉદ્વેગના કારણે સર્જાય છે. ઉદ્વિગ્ન થયેલા-ક્રિયાને કરનારા-ને જન્માન્તરમાં યોગીઓનું કુળ પ્રાપ્ત થતું નથી - એ વાત યોગીજનો સારી રીતે માને છે. ૧૪-૫॥ *** હવે ક્ષેપ નામના દોષનું વર્ણન કરાય છે क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः || १४-६॥ - “ક્ષેપ નામનો દોષ હોતે છતે પણ યોગક્રિયાનું સાતત્ય ન હોવાથી તે ક્રિયા ક્યારે પણ ઈષ્ટફળની સિદ્ધિ માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી ડાંગર પણ પુરુષોને ફળદાયી બનતી નથી.”-આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તને જોડવું તેને ક્ષેપ નામનો દોષ કહેવાય છે. આ દોષના કારણે ચિત્તની પ્રબન્ધતા ક્રિયામાં ન રહેવાથી તે ક્રિયામાં સાતત્ય રહેતું નથી. ફળની પ્રાપ્તિ માટે જે ચિત્તની સ્થિરતા જોઈએ તે રહેતી નથી. તેના બદલે ચિત્ત શિથિલ-અસ્થિરમૂળવાળું બને છે. તેથી કોઈ ૩૮૭ Page #391 -------------------------------------------------------------------------- ________________ પણ રીતે વિવક્ષિત યોગપ્રાપ્તિ સ્વરૂપ ફળની સમૃદ્ધિ માટે તે ચિત્ત અથવા તે ક્રિયા થતી નથી. આ વાત સમજી શકાય એવી છે. જે ચિત્ત કે ક્રિયાથી યોગસ્વરૂપ ફળને પામવાનું છે તે ચિત્ત કે ક્રિયા જ જો સ્થિર ના હોય તો કઈ રીતે ફળની પ્રાપ્તિ થાય ? કાર્યની સિદ્ધિ માટે કારણનું સાતત્ય[અનવરત સાન્નિધ્ય] અનિવાર્ય છે. ગાથાના ઉત્તરાર્ધ્વથી દૃષ્ટાંતપૂર્વક એ વાત જણાવી છે. સામાન્ય રીતે ડાંગરનાં બીજ વાવ્યા પછી એનાં રોપટાં [નાનાં ઝાડવાં] ઊગે છે. તેને ઉખેડીને બીજી જગ્યામાં રોપવાથી ડાંગર પ્રાપ્ત થાય છે. પરંતુ અનેકવાર તેને ઉખેડીઉખેડી વાવવામાં આવે તો તેથી જેમ ડાંગરસ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ યોગની સાધનામાં વિવક્ષિત યોગની પ્રાપ્તિ પણ વારંવાર ચિત્ત કે ક્રિયાને જોડવી પડે તો તેનાથી થતી નથી. એકવાર ચિત્ત કે ક્રિયાને વિવક્ષિત યોગની સાધનામાં જોડી દીધા પછી તેનું સાતત્ય જાળવી લઈએ તો સિદ્ધિ મળી રહે છે. સિદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમાં જ ચિત્ત પ્રતિબદ્ધ હોવું જોઈએ. અન્યથા ચિત્ત ક્ષેપદોષથી દુષ્ટ બન્યા વિના નહિ રહે. ||૧૪-૬॥ * *** ઉત્થાનદોષનું વર્ણન કરાય છે उत्थाने निर्वेदात्करणमकरणोदयं सदैवास्य । अत्यागत्यागोचितमेतत्तु स्वसमयेऽपि मतम् ॥ १४-७॥ “ઉત્થાન નામનો દોષ હોતે છતે નિર્વેદ[કંટાળો]ના કારણે યોગની ક્રિયા કરતા હોવા છતાં ન કરવાનું જ ફળ ૩૮૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ યોગથી હંમેશાં પ્રાપ્ત થતું હોય છે. કોઈ કારણસર યોગની ક્રિયાનો અહીં ત્યાગ ન હોવા છતાં તે ત્યાગને જ ઉચિત છેએમ આપણા આગમમાં પણ મનાય છે.”- આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્થાનદોષ હોતે છતે ચિત્ત પ્રશાન્ત હોતું નથી. ચિત્તની અપ્રશાન્તાવસ્થાને કારણે યોગની પ્રવૃત્તિમાં નિર્વેદ આવે છે. આવા પ્રસંગે યોગની સાધના ચાલુ હોવા છતાં એ સાધનાથી યોગને આશ્રયીને પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થવાના બદલે યોગના અકરણનું જ ફળ મળતું હોય છે. ક્રિયા કરવા છતાં ક્રિયા ન કરવાનું ફળ જ પ્રાપ્ત થાય : એ વિચિત્ર છે. આ રીતે નિર્વેદથી કરાતી યોગની પ્રવૃત્તિ કથંચિત્ ઉપાદેય હોવાથી તેનો ત્યાગ કરાતો નથી, તેથી તે યોગકરણ અત્યાગ સ્વરૂપ ત્યિાગ વિનાનું છે. પરંતુ ખરેખર તો તેનું ફળ મળવાનું ન હોવાથી તે ત્યાગને જ ઉચિત છે. આશય એ છે કે ખેદ, ઉદ્વેગ અને ક્ષેપ નામના દોષના અભાવમાં પણ ચિત્તની અપ્રશાત અવસ્થાના કારણે યોગની પ્રવૃત્તિમાં પણ મન સ્વસ્થ રહેતું નથી. આન્તરિક રીતે પ્રતિજ્ઞાનો ભંગ તો થયેલો જ હોય છે. બાહ્ય રીતે પ્રતિજ્ઞાભંગ થાય તો લોકમાં નિંદા થશે એવા ભયથી નિંદા સહન થતી ન હોવાથી એ જીવો નિર્વેદથી પણ બાહ્ય રીતે ક્રિયા ચાલુ રાખે છે. આવી રીતે ક્રિયાનો ત્યાગ ન હોવા છતાં અપ્રશાન્તવાહિતાસ્વરૂપ વિષથી યુક્ત હોવાથી તેનો ત્યાગ જ ઉચિત છે. ગમે તેટલી ભૂખ લાગી હોય તોપણ વિષથી યુક્ત અનાજ ત્યજવું જ જોઈએ. આ પ્રમાણે આપણા આગમમાં પણ માનવામાં Page #393 -------------------------------------------------------------------------- ________________ આવ્યું છે. આથી જ દીક્ષા ગ્રહણ કર્યા પછી મૂળગુણ અને ઉત્તરગુણોનો નિર્વાહ કોઈ પણ રીતે શક્ય ન જ બને તો વિધિપૂર્વક શ્રાવકનો આચાર પાળવાનું તેવા જીવો માટે ફરમાવ્યું છે. - નિર્વેદના કારણે થનાર યોગકરણને અહીં અત્યા સ્વરૂપે અને ત્યાતિ સ્વરૂપે વર્ણવ્યું છે. તે પદોનું વિવરણ કરતી વખતે અનુક્રમે મત્યાગ માં કથંચિત્ ઉપાદેયત્વ અને ત્યાવિત માં દોષવત્ત્વને હેતુ તરીકે જણાવ્યો છે. એક જ ક્રિયામાં એ બંને ભાવવિશેષના કારણે સંગત બને છે. આ રીતે માનવાથી જ સંવિગ્નપાક્ષિકની વ્યવસ્થા શક્ય બને છે. પોતાની શિથિલતાને સમજ્યા પછી પણ સંવિગ્નજનોના પક્ષપાતના કારણે તેઓ સાધુવેષનો ત્યાગ કર્યા વિના સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વીકારે છે અને તેથી તેમને ગુણની પ્રાપ્તિ થાય છે. પરંતુ એવા પરિણામ ન હોય અને સાધુવેષમાં રહીને સાધ્વાચારનું પાલન ન કરે તો તેમને ચારિત્રમોહનીયાદિ કર્મના બંધ સ્વરૂપ દોષની પ્રાપ્તિ થાય છે. સંવિગ્નપાક્ષિક આદિનું સ્વરૂપ બીજા ગ્રંથોથી જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. અહીં તો માત્ર ઉત્થાન દોષના વિષયમાં અનુષ્ઠાનયોગકરણને આશ્રયીને અત્યાગ અને ત્યાગોચિતતા જ જણાવવાનું તાત્પર્ય છે. સાધુવેષને આશ્રયીને અત્યાગ અને ત્યાગોચિતતા ભાવવિશેષના કારણે ઉપર જણાવ્યા મુજબ સંગત બની શકે છે. એકમાં સાધુવેષનો અત્યાગ ગુણનું કારણ બને છે અને બીજે તેનો ત્યાગ ગુણનું કારણ બને છે, એમાં તે તે આત્માનો પરિણામ કારણ બને છે. આ બધો વિચાર કર્યાવિહુપત્નીત્યારનું આ Page #394 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણેની વ્યાખ્યાના અંગે કરવો. આથી સંવિગ્નપાક્ષિક થવાની અને સાધુવેષનો ત્યાગ કરવાની વ્યવસ્થા સિદ્ધ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે સંવિગ્નપાક્ષિકોને ઉત્થાન નામનો દોષ હોતો નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે ચોથી દૃષ્ટિમાં ઉત્થાન નામના દોષનો અભાવ હોય છે.. ઈત્યાદિ તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર દિશાસૂચન છે. ૧૪ હવે ભ્રાન્તિ નામના દોષનું વર્ણન કરાય છે – भ्रान्तौ विभ्रमयोगान्न हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥१४-८॥ “બ્રાન્તિભ્રમ]દોષ હોય ત્યારે વિશ્વમના કારણે “આ કર્યું અને આ ન કર્યું -વગેરે સંબંધી સંસ્કાર નથી હોતા. તેથી તેના અભાવમાં યોગની પ્રવૃત્તિ તેના વિરોધી એવા અનિષ્ટ ફળને પ્રાપ્ત કરાવે છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ભ્રાન્તિ નામનો ચિત્તદોષ હોય ત્યારે વિભ્રમના કારણે અર્થાત્ મનની વિકલતાના કારણે કતાદિ કે અકતાદિના સંસ્કાર હોતા નથી. આ મારા વડે કરાયું અને આ મારા વડે ન કરાયું તેમ જ આ મારા વડે બોલાયું અને આ ન બોલાયું-આવી જાતના સંસ્કારને કોતરાદિગત સંસ્કાર કહેવાય છે. વિપરીત સંસ્કારના કારણે સાચા સંસ્કારનો નાશ થાય છે. મનની વિકલતાના કારણે સંસ્કાર વિપરીત બને છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ કૃતેતરાદિગત સંસ્કારના અભાવે આરંભેલી યોગની પ્રવૃત્તિ; યોગના ઈષ્ટ ફળને આપતી નથી પરંતુ અનિષ્ટ ફળને આપે છે. કારણ કે કૃતેતરાદિ સંસ્કારથી યુક્ત જ ક્રિયા તે તે ઈષ્ટ ફળને આપનારી છે. અહીં યાદ રાખવું જોઈએ કે કોતરાદિગત સંસ્કારનો અભાવ ભ્રાંતિ નામના દોષના કારણે થયો છે. પરંતુ ભ્રાન્તિના કારણે જ એવું બને છે એવું નથી ઉપેક્ષાના કારણે પણ કૃતેતરાદિગત સંસ્કારનો અભાવ થાય છે. ત્યાં પણ યોગની ક્રિયાથી અનિષ્ટ ફળ પ્રાપ્ત થતું હોય છે. તેથી ભ્રાન્તિ નામના દોષથી ઉપેક્ષાનો પણ સંગ્રહ કરવાનો છે. અર્થાત્ જે જે કારણે કૃતેતરાદિ સંસ્કારોનો અભાવ થાય છે, તે તે બધાનો સમાવેશ આ બ્રાન્તિ નામના દોષમાં કરવાનો છે. કારણ કે કૃતેતરાદિગત સંસ્કારોના અભાવ દ્વારા ભ્રાન્તિદોષ યોગના ફળનો અવરોધ કરે છે. એ જ રીતે ઉપેક્ષા પણ યોગના ફળનો અવરોધ કરે છે. I૧૪-૮ અન્યમુદ્ નામના દોષનું વર્ણન કરાય છે – अन्यमुदि तत्र रागात्तदनादरताऽर्थतो महापाया । सर्वानर्थनिमित्तं मुद्विषयाङ्गारवृष्ट्याभा ॥१४-९॥ જ્યારે જે અનુષ્ઠાનનો આરંભ કર્યો હોય ત્યારે તે અનુષ્ઠાનથી અન્ય એવા અનુષ્ઠાનમાં જે આનંદ છે, તેને અન્યમુદ્ કહેવાય છે. એ અન્યમુદ્દોષ હોય ત્યારે અન્ય અનુષ્ઠાનના રાગના કારણે ચાલુપ્રિકૃતી અનુષ્ઠાન પ્રત્યે Page #396 -------------------------------------------------------------------------- ________________ અનાદરભાવ જન્મે છે. તે પરમાર્થથી મહાન અપાયનું કારણ બને છે. સર્વ અનર્થોનું તે કારણ છે અને જેની પ્રત્યે આનંદ છે તે અન્ય અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ કરવા જેવું છે”. આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આપણે જે અનુષ્ઠાન કરવાની શરૂઆત કરી હોય તે અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે જે આનંદ આવે છે તેને “અન્યમુદ્દ’ નામનો દોષ કહેવાય છે. આ ચિત્તદોષના કારણે બીજા અનુષ્ઠાન પ્રત્યે તીવ્રરાગ[અભિલાષ હોવાથી કરવા લીધેલા અનુષ્ઠાન પ્રત્યે અનાદરભાવ જાગે છે. કારણ કે તે તે ક્રિયા કરવાના સમયે અન્યક્રિયા પ્રત્યેનો રાગ તે તે ક્રિયા પ્રત્યે અરાગને [અનાદરને પ્રગટ કરે છે. તેથી આ અન્યમુદ્ નામનો દોષ, મહાન અપાયવિક્મનું કારણ બને છે. તેમ જ સઘળા ય અનર્થોનું એ નિમિત્ત છે. કારણ કે વિહિત અનુષ્ઠાન પ્રત્યે જો થોડો પણ અનાદર હોય તો તે દુઃખે કરીને જેનો નાશ થઈ શકે એવા દુરન્ત સંસારની પ્રત્યે કારણ બને છે. યદ્યપિ અન્ય અનુષ્ઠાન પ્રત્યે તીવરાગ હોવાથી ચાલુ અનુષ્ઠાન પ્રત્યે થોડો અનાદર હોય તોપણ અન્યઅનુષ્ઠાન પ્રત્યેના રાગ સ્વરૂપ ગુણના કારણે લાભ અને નુકસાન સરખા જ છે એવું લાગે; પરન્તુ તેવું ખરેખર નથી. કારણ કે આરંભેલા અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે થનારો એ તીવરાગ તે અનુષ્ઠાન ઉપર અંગારાની વર્ષા જેવો છે અર્થાત્ એ અનુષ્ઠાન પ્રત્યેનો તીવ્રરાગ જ તે અનુષ્ઠાનને ભસ્મસાત્ કરી નાંખે છે. કારણ કે જે અનુષ્ઠાન માટે કાલઅવસર ન હોય એવા અકાલ અનુષ્ઠાન પ્રત્યેનો રાગ, તે Page #397 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનના ફળનો ઉપઘાત કરે છે અર્થાત પ્રતિબંધ કરે છે. આ અન્યમુદ્દોષ શાસ્ત્રોક્ત ચૈત્યવંદનાદિ કે સ્વાધ્યાયાદિમાં પણ સંભવે છે. શ્રુત પ્રત્યેના અનુરાગને લઈને ચૈત્યવંદન કરવાના સમયમાં પણ ચૈત્યવન્દનનો અનાદર કરનારને અન્યમુદ્, દોષનું જ કારણ બને છે. શ્રુતમાં ચિત્ત આસક્ત હોવાથી ચૈત્યવન્દનમાં ઉપયોગ ન હોવાથી અન્યમુદ્ દોષ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રવિહિત બંન્ને અનુષ્ઠાનમાં; એકમાં આદર કરવો અને બીજામાં અનાદર કરવો-આવી કોઈ વિશેષતા નથી. ૧૪૯૭ *** હવે રુગુ(રોગ) નામના દોષનું નિરૂપણ કરાય છે रुजि निजजात्युच्छेदात् करणमपि हि नेष्टसिद्धये नियमात् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ||૧૪-૧૦ની “રુગ્(રોગ) નામનો ચિત્તદોષ હોતે છતે અનુષ્ઠાનસામાન્યનો ઉચ્છેદ થવાથી જે અનુષ્ઠાન કરાય છે તેનાથી નિયમે કરી ઈષ્ટની સિદ્ધિ થતી નથી. તેથી તે અનુષ્ઠાન ન કરવા સ્વરૂપ છે, માટે તે વન્ધ્યફળવાળું જ છે.” - આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે રોગ નામનો ચિત્તનો દોષ જ્યારે હોય ત્યારે કરાતા અનુષ્ઠાનની જાતિનો ઉચ્છેદ થાય છે અર્થાત્ અનુષ્ઠાનનું અનુષ્ઠાનત્વ જ રહેતું નથી. તેથી તે અનુષ્ઠાન કરવાથી ખરી રીતે ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી. ચોક્કસપણે ફળનું કારણ નહિ બનનાર એ અનુષ્ઠાન અનનુષ્ઠાન સ્વરૂપ એટલે કે ન કરવા સ્વરૂપ જ છે. તેથી તે વન્ધ્યફળવાળું-નિષ્ફળ જ છે. કારણ કે આવા " ૩૯૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનથી ઈષ્ટ એવા ફળની પ્રાપ્તિ થતી નથી. આ રોગ નામનો દોષ અનુષ્ઠાનના ભંગ અથવા તો પીડા(અતિચાર)સ્વરૂપ છે. એ દોષના કારણે અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનો ઉચ્છેદ થવાથી બાહ્ય રીતે જણાતું અનુષ્ઠાન પોતાના ફળને પ્રાપ્ત કરાવવા માટે સમર્થ બનતું નથી. નિરતિચાર અનુષ્ઠાન જ ફળની પ્રત્યે અવધ્ય કારણ બને છે. રોગ નામના દોષને લઈને તે તે અનુષ્ઠાનનો ભંગ અથવા તેને પીડા(અતિચાર) થાય છે. તેથી તેના સ્વરૂપની (અનુષ્ઠાનતાની) હાનિ થાય છે. આથી સમજી શકાય છે કે દોષયુક્ત આ સેગ નામના દોષનો ત્યાગ વિવેકી જનોએ કરવો જોઈએ. ' ભંગસ્વરૂપ કે પીડા સ્વરૂપ આ રોગ નામના દોષનો પરિહાર કરવાની શક્તિ હોવા છતાં તેનો પ્રતિકાર ન કરનારાને સ્વતંત્ર રીતે દોષાન્તર (શક્તિગોપના, ઉપેક્ષા) પ્રાપ્ત થાય અને તેથી અનુષ્ઠાનના ફળની પ્રાપ્તિ ન થાય પરન્તુ તે વખતે કરાતા અનુષ્ઠાનને શા માટે દુષ્ટ(સબ્યુક્ત) માનવું જોઈએ ?” આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે જે અનુષ્ઠાનસંબન્ધી રોગદોષના પરિહારના ઉપાયમાં ઉપયોગનો અભાવ છે, તે અનુષ્ઠાનમાં રાગદોષ સંગત જ છે. આ ગાથાની ટીકામાં ચાકૃત નામનુષ્યનાના ના સ્થાને કેટલાક વિદ્વાનોએ મચાવૃતાના મનુષ્ઠાનાનાનું આવો પાઠ માન્યો છે. તે અંગેનું તેમનું મન્તવ્ય તેમની પાસેથી સમજી લેવું. /૧૪-૧૦માં Page #399 -------------------------------------------------------------------------- ________________ ‘આસગ’ દોષનું નિરૂપણ કરાય છે – आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् ।. भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्गं यतः परमम् ॥१४- ११॥ ‘આસગ' દોષ હોતે છતે પણ અનુષ્ઠાનનું કોઈ જ ફળ નથી. કારણ કે એવું દોષયુક્ત અનુષ્ઠાન કરવાનું શાસ્ત્રવિહિત નથી. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન સફ્ળ વિના નિરાર કરવા યોગ્ય છે. તેથી આ આસગદોષથી યુક્ત અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન અસફ્ળસ્વરૂપ પરમકોટિનું હોય તો ઈષ્ટ ફળને સારી રીતે આપનારું છે.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે અનુષ્ઠાન કરાય છે; તે અનુષ્ઠાન જ સારું છે-આવી જાતનો જે ચિત્તની પરિણામ છે. તેને આસફ્ળ નામનો ચિત્તનો દોષ કહેવાય છે. તે દોષ હોય ત્યારે જે અનુષ્ઠાન કરાય છે તેનું; તે રીતે કરવાનું શાસ્ત્રમાં વિહિત ન હોવાથી ફળ મળતું નથી. અનુષ્ઠાનની સતત પ્રવૃત્તિ સ્વરૂપ સંક્તિ અભિગ(રાગ)નાં અભાવવાળી હોવી જોઈએ, તેને ઉચિત અનુષ્ઠાન હોય છે. તેથી આસગ દોષ હોતે છતે અનુષ્ઠાન અફળ-નિષ્ફળ બને છે. શાસ્ત્રવિધિ અનાસગભાવની મુખ્યતાએ પ્રવર્તે છે. તેના અભાવે અનુષ્ઠાનનું ફળ ન જ મળે એ સમજી શકાય છે. શાસ્ત્રમાં જણાવેલું અનુષ્ઠાન આસઙ્ગ(આ જ સુંદર છે - એવો અભિગ)રહિત હોય તો જ તે પરમકોટિનું બને છે. જેથી એ અનુષ્ઠાન ઈષ્ટ-મોક્ષફળને સારી રીતે આપે છે. આસગદોષવાળું અનુષ્ઠાન શ્રી ગૌતમસ્વામીજીની ગુરુભક્તિના ૩૯૦ Page #400 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્તથી તે ગુણસ્થાનકે (૬-૭મા ગુણસ્થાનકે) જ મુમુક્ષુને સ્થિર રાખે છે. તેનાથી આગળના (૮મા વગેરે) ગુણસ્થાનકે પહોંચાડતું નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે મોહનો વિનાશ કરી શ્રી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવવા માટે આસફ્ળયુક્ત અનુષ્ઠાન સમર્થ બનતું નથી. તેથી શ્રીકેવળજ્ઞાનના અર્થી આત્માઓએ આસફ્ળદોષને બરાબર સમજી લેવો જોઈએ. અનુષ્ઠાન પ્રત્યેના રાગના કારણે મુમુક્ષુ આત્માને એ અનુષ્ઠાનને છોડીને બીજા અનુષ્ઠાન પ્રત્યે જોઈએ તેવું બહુમાન રહેતું ન હોવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. તેથી અનુષ્ઠાન પ્રત્યે રાગ રાખ્યા વિના માત્ર શ્રીતીર્થંકરપરમાત્માનાં પરમતારક વચનનો વિચાર કરી મુમુક્ષુ આત્માઓએ તે તે કાળે વિહિત તે તે અનુષ્ઠાન પ્રત્યે રુચિ કેળવવી જોઈએ. |૧૪-૧૧|| *** આ પ્રમાણે આઠ પ્રકારના ચિત્તદોષોનો ત્યાગ કરવાથી યોગીજનોના ચિત્તનું જે સ્વરૂપ થાય છે; તે જણાવાય છે एतद्दोषविमुक्तं शान्तोदात्तादिभावसंयुक्तम् । सततं परार्थनियतं सङ्क्लेशविवर्जितं चैव ॥१४- १२॥ “આ આઠ દોષથી વિમુક્ત યોગીઓનું ચિત્ત; શાન્ત અને ઉદાત્તાદિભાવોથી યુક્ત, સતત પરાર્થમાં તત્પર તેમ જ સફ્લેશથી રહિત હોય છે.' - આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પૂર્વે વર્ણવેલા ખેદાદિ આ દોષોથી મુક્ત યોગીજનોનું ચિત્ત હોય છે. તેથી તે શાન્ત ૩૯૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ અને ઉદાત્તાદિ ભાવોથી યુક્ત હોય છે. સામાન્ય રીતે કષાયાદિના ઉપશમવાળા ચિત્તને શાન્તચિત્ત કહેવાય છે. એ પ્રમાણે અન્યત્ર જણાવાયું છે કે જ્યાં દુઃખ નથી; (કર્મજન્ય પૌલિક) સુખ નથી; રાગ નથી; ષ નથી; મોહ(અજ્ઞાન) નથી અને કોઈ પણ જાતની ઈચ્છા નથી - એવો દરેક વસ્તુઓમાં જે સમાન ભાવ છે; તે શાન્તરસ મુનિઓને વિહિત છે.” ક્રોધાદિ કષાયના અભાવ સ્વરૂપ શાન્તરસથી યુક્ત ચિત્ત યોગીઓને હોય છે.' - “આ મારો અને આ બીજાનો' આવો ભાવ જ્યાં હોય છે તે લઘુચિત્ત કહેવાય છે. તેવા પ્રકારની ગણનાના અભાવવાળા ચિત્તને, ઉદાત્ત-ઉદાર ચિત્ત કહેવાય છે. જેથી ઉદારચિત્તનું વર્ણન કરતાં કહ્યું છે કે આ મારો અને આ બીજાનો - આવી ગણના ચિત્તની લઘુતાવાળાને હોય છે. ઉદારચિત્તવાળાને તો સમગ્ર પૃથ્વી જ કુટુમ્બ હોય છે. શાન્તોલારિ અહીં ગારિ પદથી ગંભીર અને ઘીર વગેરે ભાવોનું ગ્રહણ કરવું. શાન્ત, ઉદાર, ગંભીર અને ઘીર વગેરે ભાવોથી યુક્ત ચિત્ત યોગીજનોને પ્રાપ્ત થયેલું હોય છે. એ ચિત્ત સતત-નિરંતર પરાર્થ(પરોપકાર) કરવામાં તત્પર હોય છે અને રાગાદિ સક્લેશથી વિરહિત હોય છે. વિશુદ્ધિના પ્રતિપક્ષ(વિરોધી)ભૂત અશુદ્ધિને સક્લેશ કહેવાય છે. ૧૪-૧રી અજવાનું ગાણ सुस्वप्नदर्शनपरं समुल्लसद्गुणगणौघमत्यन्तम् । कल्पतरुबीजकल्पं शुभोदयं योगिनां चित्तम् ॥१४-१३॥ Page #402 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે બારમી ગાથામાં વર્ણવ્યા મુજબનું યોગીઓનું ચિત્ત સક્લેશથી રહિત હોય છે. તેમ જ સુંદર કોટિના સ્વપ્નના દર્શનમાં પ્રવર્તતું હોય છે. સામાન્ય રીતે સફેદ સુગન્ધી પુષ્પ, વસ્ત્ર, છત્ર અને ચામરાદિનું સ્વપ્નમાં(નિદ્રાવસ્થામાં દર્શન થાય તો તેને સુસ્વપ્ન કહેવાય છે. યોગી જનોનું ચિત્ત અત્યન્ત ઉલ્લાસ પામતા(પ્રતિદિન વધતા અને વિશુદ્ધ થતા) ગુણોના સમુદાયના પ્રવાહવાળું હોય છે તેમ જ શુભના ઉદયવાળું એવું એ ચિત્ત કલ્પવૃક્ષના બીજ સમાન હોય છે. ઈષ્ટ-પરમપદસ્વરૂપ ફળને આપનાર ધર્મસ્વરૂપ કલ્પવૃક્ષનું કારણભૂત ચિત્ત યોગીઓને જ પ્રાપ્ત થતું હોય છે. ૧૪-૧૩ - શાન્ત-ઉદાત્તાદિભાવો વગેરેથી યુક્ત ચિત્ત જે યોગીઓને હોય છે તે યોગીઓનું સ્વરૂપ જણાવાય છે અર્થાત્ જે યોગીવિશેષને એ ચિત્ત હોય છે તે યોગીઓનું સ્વરૂપ વર્ણવાય છે– एवंविधमिह चित्तं भवति प्रायः प्रवृत्तचक्रस्य । ध्यानमपि शस्तमस्य त्वधिकृतमित्याहुराचार्याः ॥१४-१४॥ શાત્ત અને ઉદાત્ત વગેરે ભાવોથી યુક્ત તેમ જ દોષમુક્ત ઈત્યાદિ પૂર્વે વર્ણવેલા સ્વરૂપવાળું ચિત્ત પ્રાયઃ પ્રવૃત્તચક્ર યોગીઓને હોય છે. તેથી પૂર્વે વર્ણવેલું ધ્યાન પણ પ્રશસ્તસ્વરૂપે અધિકૃત રીતે તેમને જ હોય છે એમ આચાર્યભગવન્તો કહે છે.” - આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે બારમી અને તેરમી ગાથાથી યોગીઓના ચિત્તનું વર્ણન કર્યું છે. એવું ચિત્ત Page #403 -------------------------------------------------------------------------- ________________ દરેક યોગીઓને હોતું નથી; પરન્તુ બહુલતયા પ્રવૃત્તચક્રયોગીઓને હોય છે. રાત અને દિવસ પ્રવર્તતા અનુષ્ઠાનના સમુદાયવાળા આત્માને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી કરવા યોગ્ય એવું પ્રશસ્ત ધ્યાન પણ આવા જ યોગી જનોને હોય છે. કારણ કે તેઓને આવો ધ્યાનનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. આથી તેમના દ્વારા કરાતું ધ્યાન અધિકૃત અને પ્રશસ્ત મનાય છે – આ પ્રમાણે યોગના જ્ઞાતા આચાર્યભગવન્તો કહે છે. ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પનયોગીઃ આ ચાર પ્રકારના યોગીઓ છે. યોગીઓના કુળમાં જેઓ જન્મ્યા છે પરંતુ તેમના આચારને પાળતા નથી તેમને ગોત્રયોગી કહેવાય છે. જેઓ , યોગીઓના કુળમાં જન્મ્યા છે અને તેમના આચારને પાળે છે તેમને કુલયોગી કહેવાય છે. જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા નથી અને તેમના આચારને પાળે છે તેમને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. તેમ જ યોગની સિદ્ધિ જેમને થયેલી છે; તેમને નિષ્પનયોગી કહેવાય છે. ll૧૪-૧૪ આ રીતે અયોગી જનોને ઉચિત એવા ખેદાદિ આઠ દોષોથી રહિત બનીને ધ્યાન ધરવું જોઈએ, તે જણાવીને હવે દેશાદિને આશ્રયીને ધ્યાન કઈ રીતે કરવું તે જણાવાય છે शुद्धे विविक्तदेशे सम्यक्संयमितकाययोगस्य । कायोत्सर्गेण दृढं यद्वा पर्यङ्कबन्धेन ॥१४-१५॥ . “પવિત્ર અને લોકોની જ્યાં અવર-જવર નથી એવા એકાત્ત સ્થાનમાં સારી રીતે શરીરને સંયમિત કરીને Page #404 -------------------------------------------------------------------------- ________________ કાઉસ્સગ્નમુદ્રાએ અથવા તો પર્યશ્કબન્ધસ્વરૂપ આસનવિશેષથી દૃઢતાપૂર્વક ધ્યાન કરવું.”-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે ધ્યાન ધરતી વખતે જગ્યા પવિત્ર હોવી જોઈએ અને લોકોથી રહિત હોવી જોઈએ. અન્યથા અપવિત્ર અને લોક વગેરેથી આકીર્ણ (સતત અવરજવરવાળી) જગ્યામાં ધ્યાન અખંડિત રહેતું નથી. ધ્યાન કરતી વખતે કાયાની સર્વ ચેષ્ટાઓનું નિયમન કરીને સારી રીતે (કોઈ પણ પ્રકારની વિધિ વગેરેની વિપરીતતા વિના) કાઉસ્સગ્નમુદ્રાએ ઊભા ઊભા અથવા પર્યકબંધ વગેરે આસને બેસીને ખૂબ જ દૃઢતાથી સ્થિરપણે ધ્યાન કરવું જોઈએ. ૧૪-૧પ ધ્યાનથી પ્રાપ્ત થનારા ફળની સિદ્ધિ માટે જે રીતે ધ્યાન કરવાનું છે, તે જણાવાય છે – साध्वागमानुसाराच्चेतो विन्यस्य भगवति विशुद्धम् । स्पर्शावेधात् तत्सिद्धयोगि-संस्मरणयोगेन ॥१४-१६॥ જે રીતે સારું થાય તે રીતે આગમને અનુસરી ભગવાનમાં ચિત્તને સ્થાપી તત્ત્વજ્ઞાનના દૃઢ સંસ્કારથી સિદ્ધયોગી જનોના સ્મરણથી જે વિશુદ્ધ ધ્યાન થાય છે તે ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવનારું બને છે.” આ પ્રમાણે છેલ્લી ગાથાનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ખેદાદિ પૂર્વે જણાવેલા આઠ દોષોનો પરિહાર કરી પવિત્ર એકાન્ત જગ્યામાં કાયોત્સર્ગાદિ મુદ્રાએ કરાતું ધ્યાન ત્યારે જ ઈષ્ટફળને આપનારું બને છે કે જ્યારે તે આગમને અનુસરીને સારી રીતે કરાતું હોય છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ એ વખતે યોગી (ધ્યાન કરનાર)નું ચિત્ત પરમાત્માને વિશે સારી રીતે સ્થાપન કરાય છે. તત્ત્વ(પરમાત્મતત્ત્વ) જ્ઞાનના સંસ્કારથી કરાતું એ ધ્યાન; પરમાત્મતત્ત્વને પામેલા સિદ્ધ યોગીજનોના સ્મરણપૂર્વક કરાયેલું હોવાથી તે વિશુદ્ધિવાળું ધ્યાન; ઈષ્ટ(પરમપદ)ફળને પ્રાપ્ત કરાવનારું હોય છે. કારણ કે જે, જે કાર્યને વિશે સિદ્ધ છે; તેનું અનુસ્મરણ તે કાર્યની સિદ્ધિ માટે થાય છે. પરમાત્મસ્વરૂપને પામેલા સિદ્ધયોગીનું સ્મરણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કારણ બને છે. આગમનું અનુસરણ; પરમાત્મામાં ચિત્તનો વિન્યાસ; તત્ત્વજ્ઞાનના સંસ્કાર અને સિદ્ધયોગીનું સ્મરણ - આ ચારના કારણે પરમાત્માનું ધ્યાન ધ્યાતાને પરમપદસ્વરૂપ ઈષ્ટફળને આપનારું બને છે. અને આવા પ્રકારના વિશુદ્ધ ધ્યાન દ્વારા આત્માના પરમાત્મસ્વરૂપના આવિર્ભાવ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. II૧૪-૧૬ છે તિ ચતુર્દશ વોડશમ્ | अथ पञ्चदशं षोडशकं प्रारभ्यते । આ પૂર્વે ધ્યાનનું વર્ણન કર્યું હવે ધ્યાનના વિષયભૂત ધ્યેયના સ્વરૂપનું વર્ણન કરાય છે – सर्वजगद्वितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत् तत्परं चैव ॥१५-१॥ “સકલ વિશ્વના હિતને કરનારું, અનુપમ, અતિશયોના Page #406 -------------------------------------------------------------------------- ________________ સન્દોહવાળું, ઋદ્ધિઓથી યુક્ત અને સભામાં દેશના આપતું શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય છે અને ત્યાર પછીનું પરમતત્ત્વસ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ ધ્યાન કરવા માટે યોગ્ય ધ્યેય છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વષોડશકમાં યોગના પ્રકારો, યોગીઓનું ચિત્ત અને ધ્યાન વગેરેનું વર્ણન કર્યું છે. હવે ધ્યાનના વિષય-ધ્યેયનું અહીં વર્ણન કરાય છે. - આમ તો ચૌદમા ષોડશકની પહેલી ગાથાથી દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માનું ધ્યાન કરવાનું જણાવ્યું છે જ. પરમાત્માનું એ સ્વરૂપ કેવા પ્રકારનું છે : આવી જિજ્ઞાસામાં ધ્યેયરૂપે પરમાત્માનું સ્વરૂપ વર્ણવાય છે. પહેલી ચાર ગાથાઓથી એકવીસ વિશેષણોથી વિશિષ્ટ એવું ધ્યેયભૂત-પરમાત્માનું સ્વરૂપ-વર્ણવાયું છે. વિશ્વના સકલ જીવોને ઉપદેશાદિ દ્વારા હિતને કરનારું; શરીરનું સંસ્થાન(આકૃતિ) અને સૌન્દર્ય વગેરે ગુણોના કારણે જેને કોઈ ઉપમા નથી તેવું અનુપમ; અતિશયોને પૂર્ણ કરનારું અથવા અતિશયોના સમુદાયવાળું; આમર્ષાદિ અનેક પ્રકારની લબ્ધિઓ સ્વરૂપ ઋધિઓથી યુક્ત અને બધા જીવોને પોતપોતાની ભાષામાં પરિણામ પામવાવાળી વાણી વડે બાર પ્રકારની પર્ષદામાં દેશનાને આપનારું તેમ જ આ બધાની પછી પ્રગટ થવાવાળું, મુક્તિમાં પ્રાપ્ત થનારું ધર્મકાયાવસ્થા પછી પ્રાપ્ત થવાવાળું, તત્ત્વકાયાવસ્થાના સ્વભાવવાળું જે પરતત્ત્વ સ્વરૂપ શ્રી તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ છે, તે ધ્યેય છે. શ્રી તીર્થંકરપરમાત્માની દીક્ષા પછીની કેવલજ્ઞાન સુધીની Page #407 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા ધર્મકાયાવસ્થા છે. કેવલજ્ઞાન પછીની ચૌદમ ગુણસ્થાનક સુધીની અવસ્થા કર્મકાયાવસ્થા છે. અને ત્યાર પછીની સિદ્ધાવસ્થા તત્ત્વકાયાવસ્થા છે. ધર્મ અને કર્મ કાયાવસ્થા સાલંબન ધ્યાનનો વિષય છે અને તત્ત્વકાયાવસ્થા નિરાલંબનધ્યાનનો વિષય છે. ૧૫-૧ાા. સાલંબનધ્યાનના વિષયમાં પરમાત્માનું સ્વરૂપ કેવું ધ્યાવવું-આ શકાના સમાધાનમાં; જેવું ધ્યાવવાનું છે તેવું જણાવાય છે सिंहासनोपविष्टं छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं देशनया कान्तमत्यन्तम् ॥१५-२॥ “ત્રણ છત્ર અને કલ્પવૃક્ષની નીચે સિંહાસન ઉપર બિરાજમાન, દેશના વડે સર્વ જીવીના ઉપકાર માટે સારી રીતે પ્રવર્તેલું, અત્યન્ત રમણીય પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે.” આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય પણ સ્પષ્ટ છે કે પરમકૃપાળુ પરમાત્મા દેશના આપવા માટે જે આસન ઉપર બિરાજે છે તે દેવતાઓથી નિર્મિત હોય છે, સિંહની આકૃતિથી યુક્ત હોય છે, તેમ જ મૃગાધિપતિ-સિંહ જે રીતે શૌર્યસૂચક અનામૂલતાથી બેસે છે, તે રીતે બેસવાના કારણે અને સિંહાસન ઉપર બેસવાના કારણે પરમાત્માનું સ્વરૂપ સિંહાસનોપવિષ્ટ હોય છે. એ સિંહાસન કલ્પવૃક્ષ-અશોકવૃક્ષ અને એક ઉપર એક રહેલાં ત્રણ છત્રની નીચે હોય છે. આવા સર્વશ્રેષ્ઠ સિંહાસન ઉપર વિરાજમાન અને સર્વપ્રાણીઓના ઉપકાર માટે સારી રીતે કોઈ પણ જાતના Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમ વિના પ્રવર્તેલું એવું, ધર્મકથાના કારણે અત્યન્ત રમણીય પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે. ૧૫-રા ધ્યેયભૂત પરમાત્માનું સ્વરૂપ કેવું હોય છે તે જ જણાવાય છે – आधीनां परमौषधमव्याहतमखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं सर्वोत्तमपुण्यनिर्माणम् ॥१५-३॥ “આધિ(પીડા)ઓનું પરમ ઔષધ; અવ્યાહત, અખિલસંપત્તિઓનું બીજ, ચક્ર વગેરે લક્ષણોથી યુક્ત અને સર્વોત્તમ પુણ્યથી નિર્માણ થયેલું શ્રી તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ હોય છે” –આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે. શરીર અને મન સમ્બન્ધી પીડા- વિશેષને આધિ કહેવાય છે. તેને દૂર કરતું હોવાથી પરમાત્માનું સ્વરૂપ આધિઓના પરમ ઔષધ જેવું છે. કોઈ પણ સ્થાને તે આઘાત પામતું ન હોવાથી અવ્યાહત છે. સર્વ સમ્પત્તિઓને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત કારણ હોવાથી તેના બીજ સ્વરૂપ છે. - ચક્ર, સ્વસ્તિક, કમળ અને વેજ વગેરે લક્ષણોથી યુક્ત પરમાત્માનું સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ શ્રીતીર્થકર નામકર્માદિ સ્વરૂપ જે પુણ્ય છે તેનાથી તે નિર્મિત છે. જેનાથી નિર્માણ કરાય છે; તેને નિર્માણ કહેવાય છે. તેથી અહીં પુણ્ય નિર્માણ છે. સર્વશ્રેષ્ઠ અદૃષ્ટ[પુણ્ય)થી ખેંચાયેલા પરમાણુઓથી નિર્મિત પરમાત્માનું સ્વરૂપ છે. ૧૫-૩ો. Page #409 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના સ્વરૂપની જ વિશેષતા જણાવાય છે – निर्वाणसाधनं भुवि भव्यानामय्यमतुलमाहात्म्यम् । . . सुरसिद्धयोगिवन्यं वरेण्यशब्दाभिधेयं च ॥१५-४॥ “મોક્ષનું પ્રાપક, પૃથ્વીમાં બધા ભવ્યયોગ્ય જીવોમાં શ્રેષ્ઠ, અતુલમહિમાવાળું, દેવતાઓ વિદ્યામંત્રાદિ-સિદ્ધપુરુષો અને યોગી જનોને વંદનીય તેમ જ શ્રેષ્ઠ[વરેણ્ય શબ્દોથી વાચ્યકિહેવાયોગ્ય] પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનું સ્વરૂપ તેના ધ્યાનાદિ દ્વારા પરમપદને પ્રાપ્ત કરાવનારું છે અથવા સુખનું સાધન છે. આ પૃથ્વી ઉપર બધા ભવ્ય જીવોમાં પ્રધાન-મુખ્ય છે. અતુલમહિમાવંતું એટલે કે અસાધારણ પ્રભાવવાળું તે સ્વરૂપ છે. દેવતાઓ વિદ્યામંત્રાદિ જેને સિદ્ધ છે એવા સિદ્ધ પુરુષો અને યોગી જનોથી વંદાયેલું પરમાત્માનું સ્વરૂપ છે અને અહંતુ, શમ્મુ, બુદ્ધ, પરમેશ્વર, સર્વજ્ઞ, જિન અને પરબહ્મ..વગેરે વરેણ્ય શબ્દોથી વર્ણવાતું સ્વરૂપ પરમાત્માનું છે. એવું શ્રી જિનેન્દ્રરૂપ ધ્યેય છે. આ પ્રમાણે પહેલી ગાથાના “શેયં નિજ આ પદની સાથે આ ગાથાનો સંબંધ છે. આ રીતે ચાર ગાથાઓ સ્વરૂપ મહાવાક્યથી ધ્યેય સ્વરૂપ પરમાત્માના રૂપનું વર્ણન કર્યું. નીચે જણાવ્યા મુજબ સળંગ રીતે તે યાદ રાખી શકાય. ૧. સદુપદેશ દ્વારા સર્વને હિતકર. ૨. સૌન્દર્યાદિથી અનુપમ. ૩. અતિશયોથી સંપન. ૪. ઋદ્ધિઓથી યુક્ત. ૫. સ્વસ્વભાષામાં પરિણમનારી વાણીથી દેશનાને આપનારું. ૬. તત્ત્વકાયસ્વભાવવાળું૭. Page #410 -------------------------------------------------------------------------- ________________ સિંહાસન ઉપર બિરાજમાન. ૮. ત્રણ છત્રથી યુક્ત. ૯. અશોકવૃક્ષની નીચે બિરાજમાન. ૧૦. દેશના દ્વારા સર્વના હિતમાં પ્રવૃત્ત. ૧૧. અત્યંત રમણીય. ૧૨. પરમ ઔષધ. ૧૩. અવ્યાઘાત. ૧૪. સર્વસંપત્તિનું બીજ. ૧૫. ચક્રાદિ લક્ષણોથી યુક્ત. ૧૬. સર્વશ્રેષ્ઠ પુણ્યથી નિર્મિત. ૧૭. મોક્ષપ્રાપક. ૧૮. ભવ્યોમાં પ્રધાન. ૧૯. અસાધારણ પ્રભાવવનું, ૨૦. સુરસિદ્ધયોગી જનોને વંદનીય. ૨૧. વરેણ્ય શબ્દોથી વર્ણનીય. આવું અલૌકિક પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે. ૧૫-૪॥ *** આ રીતે પ્રથમ સાલંબનધ્યાનનું વર્ણન કરીને તેના ફળનું વર્ણન કરવાની ઈચ્છાથી જણાવાય છે परिणत एतस्मिन् सति सद्ध्याने क्षीणकिल्बिषो जीवः । निर्वाणपदासन्नः शुक्लाभोगो विगतमोहः ॥१५- ५॥ - “આ સધ્યાન પરિણત થયે છતે જીવના પાપ ક્ષીણ થાય છે, મોક્ષની નજીક જાય છે, જ્ઞાનના ઉપયોગવાળો તે બને છે અને મોહથી રહિત થાય,છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે આ રીતે શુભ ધ્યાન આત્મસાત્ થયે છતે ધ્યાનના ફળસ્વરૂપે આત્માને ચાર વસ્તુની પ્રાપ્તિ થાય છે. આત્માનાં પાપો ક્ષય પામતાં હોવાથી ‘ક્ષીણપાપ’ આત્મા બને છે. ધર્મમાત્રનું વાસ્તવિક જ એ ફળ છે. તો વિશિષ્ટ યોગ હોવાથી તેનું એ ફળ હોય-એ સમજી શકાય ધ્યાન ४०७ Page #411 -------------------------------------------------------------------------- ________________ છે. આ રીતે પાપઘાતિકર્મ ક્ષીણ થવાથી આત્મા મોક્ષની નિકટસિમીપ જાય છે. શુક્લમાર્થાનુસારી)જ્ઞાનના ઉપયોગવાળો આત્મા બને છે. જે મોક્ષની નજીક હોય તે માનુસારી હોય તે સમજી શકાય છે અને તેથી ક્રમે કરી આત્મા મોહથી રહિત બને ? એ પણ સ્પષ્ટ છે. આ ચાર, પ્રકારનાં ફળ જ્યાં ન હોય ત્યાં વાસ્તવિક ધ્યાન હોય નહિ. ધ્યાનના અર્થીઓએ ક્ષણપાપતા, નિર્વાણપદાસન્નતા, શુક્લાભોગ અને મોહનો અભાવ : આ ચારની અર્થિતા પોતામાં છે કે નહિ તેનો વિચાર કરવો જોઈએ. કારણ કે એની પ્રાપ્તિ માટે ધ્યાન વિહિત છે. એનું અર્થીપણું ન હોય તો ધ્યાન કરવાનું કોઈ પ્રયોજન નથી. ૧૫-પા . ધ્યાનનું ફલવિશેષ જ જણાવાય છે – चरमावञ्चकयोगात् प्रातिभसञ्जाततत्त्वसंदृष्टिः । इदमपरं तत्त्वं तद् यद्वशतस्त्वस्त्यतोऽप्यन्यत् ॥१५-६॥ સાલંબનધ્યાન ઉપર જણાવ્યા મુજબ પરિણત થયે છતે ચરમ અવંચક[ફલાવંચકયોગથી આત્મા પ્રાતિભતત્ત્વદૃષ્ટિવાળો થાય છે. પ્રત્યક્ષભૂત આ તે અપરતત્ત્વ છે કે જેના યોગે અન્ય પરતત્ત્વ પણ પ્રત્યક્ષ થાય છે.” - આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાલંબનધ્યાન આત્મસાતુ થયે છતે પૂર્વે જણાવેલા છેલ્લા ફલાવચ્ચક નામના યોગના સામર્થ્યથી જિાઓ ષોડશક નં. ૮માની ૧૩મી ગાથા ધ્યાતા Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભતત્ત્વદૃષ્ટિવાળો બને છે. મતિજ્ઞાનવિશેષને પ્રતિભા કહેવાય છે. તેનાથી ઉત્પન્ન થયેલાને અથવા તો પ્રતિભાને જ પ્રતિભ કહેવાય છે. તેનાથી પ્રતિભાથી ઉત્પન્ન થયું છે તત્ત્વદર્શન જેને એવા ધ્યાતાને પ્રતિભસજ્જાતતત્ત્વદૃષ્ટિ કહેવાય છે. અદૃષ્ટ અર્થને જણાવનારી મતિજ્ઞાનવિશેષ સ્વરૂપ પ્રતિભા છે. આવી પ્રતિભાથી અદૃષ્ટ પદાર્થોનું જ્ઞાન થતું હોય છે. આ પ્રાતિભજ્ઞાનથી તત્ત્વદર્શન થવાના કારણે શ્રી જિનેન્દ્રરૂપનું પ્રત્યક્ષ કરાય છે. તે શ્રી સિદ્ધપરમાત્માના પરતત્ત્વસ્વરૂપની પૂર્વે થતું હોવાથી તેને અપરતત્ત્વ કહેવાય છે. તે પરમાર્થસ્વરૂપ ધ્યેય[સાલંબનધ્યાનનો વિષય છે. જેનાઅપરતત્ત્વના સામર્થ્યથી મુક્તિમાં રહેલું પરતત્ત્વ આવિર્ભત થાય છે. ધ્યાનમાં તત્પર એવા બધા જ યોગીઓને અપરતત્ત્વના સામર્થ્યથી જ પરતત્ત્વનો આવિર્ભાવ થાય છે. અહીં ગાથામાં પ્રતિમસંજ્ઞાતિતત્ત્વરિટ આ પદ પછી મતિ આ ક્રિયાપદ અધ્યાહારથી સમજવાનું છે. ધ્યાતાના દરેક વિશેષણ પછી તે પ્રમાણે સમજવાનું છે, તેથી પૂર્વગાથામાં પણ એ રીતે સમજી લેવું. * પ્રતિભજ્ઞાન શાસ્ત્રાતિક્રાન્ત હોવાથી શ્રુતજ્ઞાનથી ભિન્ન છે. ક્ષાયોપશમિક હોવાથી કેવલજ્ઞાન સ્વરૂપ પણ નથી. અરુણોદયજેવું છે. અરુણોદય પછી અલ્પકાળમાં જ જેમ સૂર્યોદય થાય છે તેમ પ્રતિભાન પછી અલ્પકાળમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે...ઈત્યાદિ અધ્યાપકાદિ પાસેથી સમજી લેવું જોઈએ. /૧પ-દા Page #413 -------------------------------------------------------------------------- ________________ પરતત્ત્વની આટલી પ્રશંસાસ્તવના કેમ કરાય છે ? આ શંકાના સમાધાન માટે જણાવાય છે – तस्मिन् दृष्टे दृष्टं तद्भूतं तत्परं मतं ब्रह्म । तद्योगादस्यापि ह्येषा त्रैलोक्यसुन्दरता ॥१५-७॥ તે પરતત્ત્વ જોયું તો બધું જ જોયું છે. તે જ સિદ્ધસ્વરૂપ સત્ય પ્રકૃષ્ટ બ્રહ્મતત્ત્વ સ્વરૂપ મનાયું છે. પરતત્ત્વના યોગે આ અનાલંબન યોગની ત્રણ લોકમાં સુંદરતા મનાય છે.”. આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે; એ પરતત્ત્વ[સકલકર્મથી સર્વથા રહિત આત્મતત્ત્વ]નું દર્શન થયે છતે બધી જ વસ્તુઓનું દર્શન થઈ જાય છે. કારણ કે જીવાદિ અમૂર્ત વસ્તુઓનો જે બોધ છે તે સર્વવસ્તુવિષયક જ હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરતત્ત્વ અમૂર્ત છે. કેવલજ્ઞાનથી જ તે જણાય છે. જીવાદિ અમૂર્ત વસ્તુવિષયક બોધ કેવલજ્ઞાન સ્વરૂપ છે અને તે કેવલજ્ઞાનથી સર્વ વસ્તુઓનો બોધ થવાથી સર્વવસ્તુવિષયક છે. તેથી પરતત્ત્વનું દર્શન થયે છતે પરાપર સર્વ વસ્તુઓનું દર્શન થઈ જ જાય છે : એ સમજી શકાય છે. તે પરતત્ત્વ તભૂત એટલે કે સિદ્ધસ્વરૂપ સત્ય છે. સંસારી જીવનું સ્વરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આવૃત હોવાથી તે સભૂતતત્ત્વ નથી. કર્મથી મલિન આત્માનું સિદ્ધસ્વરૂપ વાસ્તવિક તત્ત્વ જણાતું નથી. કારણ કે કર્મવિકારથી તે આચ્છાદિત હોવાથી તેના તત્ત્વદર્શનમાં વિકારો અવરોધ કરે છે. સિદ્ધાવસ્થામાં તો તે તત્ત્વ; ઉપદ્રવથી[કર્મોપદ્રવથી] રહિત હોવાથી સિદ્ધસ્વરૂપ સત્યરૂપ જ સર્વદા ઉપલબ્ધ બને Page #414 -------------------------------------------------------------------------- ________________ છે. બીજું સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. તે પરતત્ત્વ જ પરમાત્મસ્વરૂપ પર બમ મનાય છે. કારણ કે એના સિવાય બીજું કોઈ બૃહત્તમ નથી. પર બર્મને છોડીને બીજા સંસારીઓનું સ્વરૂપ અપરબ્રહ્મ છે. આ પરતત્ત્વવિષયક જ્ઞાનવિશેષ સ્વરૂપ અનાલંબન યોગ કે જે લોક અને લોકોત્તર શાસનમાં સુંદર તરીકે સર્વ જગતમાં પ્રસિદ્ધ છે, તે પણ તેના પરતત્ત્વવિષયકત્વના સંબંધના કારણે છે. આથી આ પરતત્ત્વની પ્રશંસા થાય છે. ૧૫-૭. આ નિરાલંબનઅનાલમ્બન) યોગ ક્યો છે અને કેટલો કાળ એ હોય છે ? આ જિજ્ઞાસામાં જણાવાય છે– सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या । सानालम्बनयोगः प्रोक्तस्तदर्शनं यावत् ॥१५-८॥ સામર્થ્યયોગના કારણે અસગશક્તિથી પરિપૂર્ણ એવી; પરતત્ત્વદર્શન થાય ત્યાં સુધી જે પરતત્ત્વ જોવાની ઈચ્છા છે તે અનાલંબનયોગ છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે-“શાસે જેનો ઉપાય બતાવ્યો છે અને શક્તિ-સામર્થ્યના ઉક[માત્રાતિશયથી વિશેષ રીતે શાસ્ત્રના વિષયથી જે અતિક્રાન્ત છે; તે આ સામર્થ્યનામનો ઉત્તમ યોગ છે.” આ પ્રમાણે જેનું સ્વરૂપ વર્ણવાયું છે તે સામર્થ્યયોગ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ક્ષપકશ્રેણીમાં બીજા અપૂર્વકરણ પ્રસંગે પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે અપૂર્વકરણ હોય છે તે પ્રથમ અપૂર્વકરણ પ્રથમગુણસ્થાનકે Page #415 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને દ્વિતીય અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે હોય છે. આ સામર્થ્યયોગના કારણે યોગીને સાક્ષાત્ પરતત્વ જોવાની જે ઈચ્છા થાય છે, તેને દિદુલા કહેવાય છે. કોઈ પણ પ્રકારના અભિધ્વજ્ઞ વગરની અને અનવરતપણે પ્રવર્તેલી એ ઈચ્છા અસગશક્તિથી આદ્ય-પરિપૂર્ણ હોય છે. જ્યાં સુધી પરતત્ત્વનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી તે દિÉક્ષા હોય છે. કેવલજ્ઞાનથી . પરતત્ત્વનું દર્શન થયે છતે પરંતત્ત્વના દર્શનના આલમ્બને. પ્રવર્તેલો અનાલમ્બનયોગ હોતો નથી. કારણ કે જેને જોવા માટે જે પ્રવર્તતો હોય તે તેના દર્શન પછી ન જ હોય-એ સ્પષ્ટ છે. આવી દિદક્ષાને અનાલમ્બનયોગ તેના જાણકારોએ કહ્યો છે. ૧૫-૮ પરતત્ત્વ જોવાની ઈચ્છાથી પ્રવર્તેલા અનાલમ્બનયોગમાં પરતત્ત્વનું આલંબન હોવા છતાં તેને અનાલંબન કેમ કહેવાય છે : તે જણાવાય છે અર્થાત્ આ અનાલમ્બનયોગમાં અનાલમ્બનત્વ કઈ રીતે સદ્ગત થાય છે : આવી શક્કાના સમાધાન માટે જણાવાય છે – ' तत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥१५-९॥ પરતત્ત્વમાં આ[અનાલમ્બન) યોગ પ્રતિષ્ઠિત થયો નથી. પરંતુ વાસ્તવિક રીતે પરતત્ત્વના વિષયમાં તે પ્રવર્તેલો છે. સર્વોત્તમયોગની પૂર્વે પ્રવર્તેલો આ યોગ છે. તે કારણે તેને Page #416 -------------------------------------------------------------------------- ________________ અનાલમ્બનયોગ તરીકે વર્ણવ્યો છે.” આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે આ અનાલમ્બનયોગ પરતત્ત્વ જોવાની ઈચ્છા સ્વરૂપ દિÉક્ષાને લઈને પ્રવલો છે. પરંતુ વાસ્તવિક રીતે તેમાં પ્રતિષ્ઠાને પામેલો નથી. કારણ કે પરતત્ત્વ દૃષ્ટ નથી. તત્ત્વથી તો તેના ધ્યાન વડે તે પ્રવર્યો છે. અંશતઃ પણ અહીં પરતત્ત્વની અભિમુખતાનો પ્રચ્યવ નથી. તેમ જ આ યોગ બધા યોગમાં શ્રેષ્ઠ એવા યોગનિરોધ નામના યોગની પૂર્વે થતો હોવાથી તેને સર્વોત્તમાનુજ તરીકે વર્ણવ્યો છે. તે કારણે તેને અનાલમ્બનયોગ તરીકે વર્ણવ્યો છે. “આ, પરતત્ત્વની દિÉક્ષાના કારણે પ્રવર્તેલા યોગને ત્યાં પરતત્ત્વનું દર્શન થયેલું ન હોવાથી જેમ અનાલંબનયોગ મનાય છે તેમ અપરતત્ત્વની દિદૃક્ષાના કારણે પ્રવર્તેલા યોગને પણ જ્યાં સુધી અપરતત્ત્વનું દર્શન ન થાય ત્યાં સુધી અનાલંબનયોગ માનવાનો પ્રસંગ આવશે. ત્યાં જો અપરતત્ત્વનું દર્શન થઈ ગયું છે એમ માની લેવામાં આવે તો; પરતત્ત્વના દર્શન પછી જેમ ધ્યાન મનાતું નથી તેમ અપરતત્ત્વના દર્શન પછી ધ્યાન નહિ મનાય.” આવી શંકા નહિ કરવી જોઈએ. કારણ કે અપરતત્ત્વના વિષયમાં પ્રતિમાદિના આલમ્બનથી સામાન્યથી જોયેલા અર્થમાં પણ તેને વિશેષ સ્વરૂપે જોવા માટે ધ્યાન પ્રવર્તે છે. પરમ્પરાએ ત્યાં પ્રતિમાદિનું આલંબન હોવાથી ત્યાં સાલમ્બનધ્યાનનો વ્યવહાર સદ્ગત છે. પરતત્ત્વના વિષયમાં તો કોઈ પણ પ્રકારે સામાન્ય કે વિશેષ દ્વારા પરતત્ત્વના દર્શનનો અભાવ હોવાથી અનાલંબનત્વનો વ્યવહાર છે. ૧૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ અનાલમ્બનયોગથી શું થાય છે આ જિજ્ઞાસામાં જણાવાય છે – द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तज्ज्ञानं यत्तत् परं ज्योतिः ॥१५-१०॥ “અનાલંબનયોગથી તરત જ પરતત્ત્વનો સાક્ષાત્કાર બાણ પડવાના દૃષ્ટાંતથી જાણવો. આ પરતત્ત્વનું દર્શન કેવલજ્ઞાન સ્વરૂપ છે, કે જે પ્રકૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છે.”-આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. તેનો સાર એ છે કે શીઘ્રપણે આ અનાલંબનયોગથી પરતત્ત્વદર્શન થાય છે. બાણ પડવાનો છે વિષય જેનો એવા દૃષ્ટાંત[ઉદાહરણ]થી જ આ પરતત્ત્વદર્શન જાણવું. આ પરતત્ત્વ કેવ[સંપૂર્ણ] એવા પ્રસિદ્ધ જ્ઞાન[કેવલજ્ઞાન] સ્વરૂપ છે, જે પરમ[પ્રકૃષ્ટ] જ્યોતિ[પ્રકાશ]સ્વરૂપ છે. ઈષપાત ઉદાહરણ નીચે જણાવ્યા મુજબ સમજવું. જેમ કોઈ એક ધનુર્ધારી લક્ષ્યને અભિમુખ બાણને બરાબર ચોક્કસ નિશાન લઈને બાણ છોડે છે અને એ વખતે લક્ષ્ય ઉપર બાણ પડતાંની સાથે જ લક્ષ્ય વીંધાય છે તેમ અનાલંબનયોગથી પરતત્ત્વના સાક્ષાત્કાર સ્વરૂપ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીં જ્યાં સુધી બાણ છૂટતું નથી ત્યાં સુધી માત્ર પૂર્વતૈયારી હોય છે અને ચોક્કસ જ લક્ષ્ય વીંધાશે, તેથી અવિસંવાદ હોય છે. એ સ્વરૂપ અનાલંબનયોગ હોય છે. જ્યારે તે બાણ છૂટે છે અને લક્ષ્ય ઉપર બરાબર પડવામાત્રથી લક્ષ્યવેધક બને છે, ત્યારે તેના જેવો અનાલંબનયોગના ઉત્તરકાળમાં તેના પડવા જેવો કેવલજ્ઞાનનો સાલંબન પ્રકાશ થાય છે. ૪૧૪ Page #418 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણીમાં ચઢેલા સામર્થ્યયોગી અહીં ધનુર્ધારી છે. ક્ષપકશ્રેણી ધનુષ્ય છે. પરતત્ત્વના દર્શન સ્વરૂપ લક્ષ્યને સિદ્ધ કરવાના આશયથી યોજેલ અનાલંબનયોગ સ્વરૂપ વ્યાપાર બાણ છે અને તે છૂટવા સ્વરૂપ ધ્યાનાન્તરિકા [શુક્લધ્યાનના બીજા પાયાનું ધ્યાન] છે. તે વખતે ચોક્કસ લક્ષ્યાભિમુખ તે બાણના[અનાલંબનયોગના પડવાથી જ ઘાતિકર્મના ક્ષય બાદ કેવલજ્ઞાનસ્વરૂપ સાલંબન[સર્વવિષયક પ્રકાશ થાય છે તે અહીં લક્ષ્યવેધ છે.. ઈત્યાદિ સ્થિરતાપૂર્વક જાણકારો પાસેથી સમજી લેવું. ૫૧૫-૧૦ *** કેવલજ્ઞાનનું સ્વરૂપ કેવું છે-આ પ્રશ્નના સમાધાન માટે જણાવાય છે -- आत्मस्थं त्रैलोक्यप्रकाशकं निष्क्रियं परानन्दम् । तीतादिपरिच्छेदकमलं ध्रुवं चेति समयज्ञाः ॥१५-११॥ કેવલજ્ઞાન આત્મામાં રહે છે; ત્રણ લોકને પ્રકાશિત કરે છે; ક્રિયારહિત છે; પરમ આનંદયુક્ત છે; અતીતાદિ પદાર્થોને જાણવાના સ્વભાવવાળું છે; સમર્થ છે અને શાશ્વત છે-આ પ્રમાણે આગમના જ્ઞાતાઓ કહે છે.’-આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેવલજ્ઞાન એ આત્માનો મૂળભૂત ગુણ છે, તેથી આત્મસ્થ છે. આત્મસ્થ એવું કેવલજ્ઞાન ત્રણ લોકમાં વ્યવસ્થિત એવા જીવ અને અજીવ સ્વરૂપ સર્વ જ્ઞેય પદાર્થોનું પ્રકાશક છે. ગમનાદિ ક્રિયાઓથી રહિત છે, સર્વોત્કૃષ્ટ આનંદથી યુક્ત છે. પાનનમ્ ના સ્થાને પાનન્ધમ્ પાઠ માનીએ તો તે મુજબ બીજાઓ દ્વારા ૪૧૫ Page #419 -------------------------------------------------------------------------- ________________ અભિનંદાતું-પ્રાર્થનીય કેવલજ્ઞાન છે. અતીત, વર્તમાન અને અનાગત કાળમાં વર્તમાન પદાર્થોને યથાર્થસ્વરૂપે જણાવવાના સ્વભાવવાળું તે છે. “અતીત' શબ્દના અર્થમાં તીત શબ્દ વ Fછે. સિદ્ધિવિનિશ્ચય વગેરે ગ્રંથમાં એવો પ્રયોગ ઉપલબ્ધ છે અથવા તીતલિરિએ ના સ્થાને રૂપિરિઓનું આવો પાઠ સમજી લેવો. અચિન્ય, અનનું વીર્ય હોવાથી કેવલજ્ઞાન સમર્થ છે અને અવિનાશી હોવાથી તે શાશ્વત છે – આ પ્રમાણે આગમના જાણકારો કહે છે. “કેવલજ્ઞાનને અતીતાદિ પરિચ્છેદક તરીકે અહીં વર્ણવ્યું છે. પરંતુ તેમાં અતીત અને અનાગતકાલવૃત્તિ પદાર્થવિષયકત્વ સદ્ગત નથી. કારણ કે અતીત અને અનાગતનો વિચાર . કરીએ તો તે વસ્તુ જ નથી-એમ ચોક્કસ જણાય છે. અતીત વિનષ્ટ હોવાથી અને અનાગત અનુત્પન હોવાથી સર્વથા અસત્ છે. જે સર્વથા અસત્ છે, તેનું જ્ઞાન કઈ રીતે સંભવે? તેથી કેવલજ્ઞાન “કાલત્રયવર્તિપદાર્થવિષયક છે.” એ કથન અયુક્ત છે.” આવી શક્કાના સમાધાનમાં અહીં જણાવાય છે. વર્તમાનકાલ માત્રના જ પર્યાયથી પ્રતિબદ્ધ સ્વભાવવાળી વસ્તુ નથી. કારણ કે એવી વસ્તુ તો ક્ષણમાત્રવૃત્તિ હોય છે. જ્યારે વસ્તુના અસ્તિત્વમાં એવો ક્ષણમાત્રવૃત્તિત્વ સ્વભાવનો અનુભવ થતો નથી. ખરી રીતે વસ્તુ તો સઘળાય અતીત અનાગત અનાદિ-અનંતપર્યાયોના સમુદાયમાં સારી રીતે અનુગત એવા એક આકાર સ્વરૂપ છે. વર્તમાનપર્યાધ્યની જેમ સ્વલક્ષણ[સ્વરૂપ બનનારા અતીત અને અનાગત પર્યાયોની પ્રમાણ દ્વારા ઉપલબ્ધિ થતી હોવાથી વસ્તુ સત્ છે. અન્યથા Page #420 -------------------------------------------------------------------------- ________________ અતીતાદિ પર્યાયોને સર્વથા અસત્ માનવામાં આવે તો તેનું સ્મરણ વગેરે નહિ થાય અને સ્મરણના વિષય તરીકે તેનો અનુભવ થાય છે. તેથી અતીત અને અનાગતકાળ સંબંધી પર્યાયો પણ વાસ્તવિક છે. તે પર્યાયો વિના વસ્તુનું અખંડપિરિપૂર્ણ સ્વરૂપ સંભવતું ન હોવાથી અતીત અને અનાગત પણ વાસ્તવિક હોવાથી તેને જણાવનારું જ્ઞાન તેના પરિચ્છેદક તરીકે સંભવે છે. તેથી તીતરિ(તરિ) રિચ્છે-આ પ્રમાણે જે કેવલજ્ઞાનને વર્ણવ્યું છે તેમાં કોઈ દોષ નથી. ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ. સર્વથા અસતું કે સર્વથા સતુ, એકાંતે ક્ષણિક કે એકાંતે નિત્ય વગેરે સ્વરૂપ વસ્તુને માનવાથી જે દોષો આવે છે તેનો વિચાર કરવાથી સમજાશે કે ક્રમબદ્ધ તે તે પર્યાયોને અતીતાદિ સ્વરૂપે માન્યા વિના ચાલે એવું નથી. પૂર્વપર્યાયનો નાશ અને ભવિષ્યત્પર્યાયનો અનુત્પાદ ન માને તો વર્તમાનપર્યાયનું અસ્તિત્વ સદ્ગત નહીં થાય. અતીતાદિ-સંબધ વર્તમાન છે, અતીતાદિ-અસંબદ્ધ વર્તમાનનો સંભવ નથી ઈત્યાદિ અન્યત્ર અનુસધેય છે. I૧૫-૧૧ . * '. આ પ્રમાણે કેવલજ્ઞાનનું સ્વરૂપ જણાવીને તેમાં પરતત્ત્વનો સંબંધ જણાવાય છે – . एतद्योगफलं तत्परापरं दृश्यते परमनेन । तत् तत्त्वं यद् दृष्ट्वा निवर्त्तते दर्शनाकाङ्क्षा ॥१५-१२॥ . “આ કેવલજ્ઞાન પરાપરયોગનું ફળ છે. આનાથી Page #421 -------------------------------------------------------------------------- ________________ પરતત્ત્વ દેખાય છે. તે પરતત્ત્વ છે કે જેને જોઈને દર્શનની ઈચ્છા નિવૃત્ત થાય છે.” બારમી ગાથાના એ અર્થનો આશય સ્પષ્ટ છે. આ કેવલજ્ઞાન યોગનું ફળ છે, જે પરાપર સ્વરૂપ છે એટલે કે પરયોગ અને અપરયોગના ફલસ્વરૂપ છે. એનાથી બીજા કોઈના સ્વતંત્ર વ્યાપારનું એ ફળ નથી. આ કેવલજ્ઞાન વડે તે પરમાત્મસ્વરૂપ તત્ત્વ દેખાય છે કે જેને જોઈને દર્શનની ઈચ્છા નિવૃત્ત થાય છે. કારણ કે તેથી બધાનું . દર્શન થઈ જાય છે. ૧૫-૧રા હવે ચાર ગાથાઓથી પરતત્ત્વનું સ્વરૂપ જણાવાય છેतनुकरणादिविरहितं तच्चाचिन्त्यगुणसमुदयं सूक्ष्मम् । त्रैलोक्यमस्तकस्थं निवृत्तजन्मादिसङ्क्लेशम् ॥१५-१३॥ “શરીર, ઈદ્રિયો અને મનથી રહિત, અચિંત્યગુણોના સમુદાયવાળું, સૂક્ષ્મ; ત્રણ લોકના અગ્રભાગે રહેલું [અને] જન્માદિસક્લેશથી રહિત એવું પરતત્ત્વ છે.” આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે કે શ્રી સિદ્ધપરમાત્માનું સ્વરૂપ; પરતત્ત્વ છે. શરીર, બાહ્યકરણસ્વરૂપ ઈદ્રિયો અને અંતઃકરણ સ્વરૂપ મનથી રહિત પરતત્ત્વ છે. અચિજ્ય એવા જ્ઞાનાદિ અનન્તાના ગુણોના સમુદાયથી યુક્ત તે છે. કેવલજ્ઞાન વિના જોઈ ના શકાય એવું અદૃશ્ય સ્વભાવવાળું હોવાથી પરતત્ત્વ સૂક્ષમ છે. ત્રણ લોકની (બધાની) ઉપર જે સિદ્ધક્ષેત્ર છે ત્યાં રહેલું આ પરંતત્ત્વ છે અને તેમાંથી જન્માદિસક્લેશો નિવૃત્ત થયેલા[ચાલ્યા ગયેલા Page #422 -------------------------------------------------------------------------- ________________ છે. આ રીતે આ ગાથાથી પરતત્ત્વની પાંચ પ્રકારની વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૩ પરતત્ત્વનું જ સ્વરૂપ જણાવાય છે – ज्योतिः परं परस्तात् तमसो यद्गीयते महामुनिभिः । आदित्यवर्णममलं ब्रह्माद्यैरक्षरं ब्रह्म ॥१५-१४॥ પ્રકૃષ્ટ પ્રકાશસ્વરૂપ અંધકારથી પરભાગમાં વર્તતું સૂર્ય જેવા વર્ણવાળું, મલરહિત અને અક્ષર એવું બ્રહ્માદિ મહામુનિઓ દ્વારા બ્રહ્મ તરીકે વર્ણવાતું પરમતત્ત્વ છે.”-આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ એ છે કે, પરમતત્ત્વ અનંતજ્ઞાનમય હોવાથી શ્રેષ્ઠ પ્રકાશસ્વરૂપ છે. દ્રવ્ય અને ભાવ ઃ એ ય અંધકારથી પરભાગમાં વર્તનારું પરતત્ત્વ છે અર્થાત્ ત્યાં દ્રવ્યઅંધકાર અને ભાવ-અંધકાર [અજ્ઞાન] નથી. સૂર્યના વર્ણ જેવું તે ભાસ્વર [નિર્મળ] છે. સૂર્યનું અહીં દૃષ્ટાંત માત્ર સમજવાનું છે. પરંતુ એના જેવું પૌદ્ગલિક સ્વરૂપ સમજવાનું નથી. આ પરમતત્ત્વ ક્ષય પામતું ન હોવાથી અક્ષર છે. પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યવતું નથી. પરમતત્ત્વ સર્વવ્યાપક અને ગુણનું પોષક હોવાથી બ્રહ્મસ્વરૂપ છે-આ પ્રમાણે બ્રહ્મા વગેરે જ્ઞાનસંપન્ન મહાત્માઓ વર્ણવે છે. આ રીતે આ ગાથાથી પણ પરતત્ત્વની પાંચ વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૪ " પરતત્ત્વનું સ્વરૂપ વર્ણવાય છે – Page #423 -------------------------------------------------------------------------- ________________ नित्यं प्रकृतिवियुक्तं लोकालोकावलोकनाभोगम् । स्तिमिततरङ्गोदधिसममवर्णमस्पर्शमगुरुलघु ॥१५-१.५।। “નિત્ય પ્રકૃતિ[કમથી વિયુક્ત, લોક અને અલોકના અવલોકનના ઉપયોગવાળું; નિસ્તરજ્ઞ સમુદ્રજવું, પાંચ પ્રકારના વર્ણથી રહિત; આઠ પ્રકારના સ્પર્શથી રહિત અને અગુરુલઘુ પરતત્ત્વ છે.-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ, છે. કહેવાનો આશય એ છે કે આ પરમતત્ત્વ નિત્યધ્રુિવ), અવિનાશી છે. પ્રકૃતિથી રહિત છે. સ્વદર્શનની પરિભાષા મુજબ મૂળ અને ઉત્તર ભેદવાળી જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે અને પરદર્શનની પરિભાષા મુજબ સત્વ, રજસ અને તમસની સામ્યવસ્થા સ્વરૂપ પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે અથવા સાંસારિક સર્વ જીવોની પ્રકૃતિથી વિયુક્ત પરતત્ત્વ છે. સાંસારિક સર્વજીવોના સ્વરૂપને પ્રકૃતિ કહેવાય છે. પરતત્ત્વ એનાથી વિયુક્ત હોય આગમપ્રસિદ્ધ લોક અને અલોકને જોવાનો ઉપયોગ જેનો છે એવું પરતત્ત્વ છે. તરક્શોથી રહિત એવા સમુદ્રની જેમ ઊછળતી વૃત્તિઓથી રહિત શાન્તક્ષીણ]વૃત્તિવાળું પરતત્ત્વ છે. પાણીથી ભરેલા એવા નહિ છલકાતા કળશના જેવા સ્વભાવવાળું એ પરતત્ત્વ છે. કાળો, નીલો, લાલ, પીળો અને ધોળો ઃ એ પાંચ વર્ણથી રહિત પરતત્ત્વ છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, ઉષ્ણ, શીત, રુક્ષ અને સ્નિગ્ધ : એ આઠ પ્રકારના સ્પર્શથી રહિત પરતત્ત્વ છે. પરતત્ત્વ અમૂર્તદ્રવ્ય હોવાથી અગુરુલઘુપરિણામવાળું છે. આ રીતે આ ગાથાથી સાત Page #424 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની પરતત્ત્વની વિશેષતાઓ વર્ણવી છે. ૧૫-૧૫ા *** १९ २० પ્રરતત્ત્વનું જ સ્વરૂપ વર્ણવાય છે सर्वाबाधारहितं परमानन्दसुखसङ्गतमङ्गम् । निःशेषकलातीतं सदाशिवाद्यादिपदवाच्यम् ॥१५-१६॥ २३ - ૧૮ ૨૦ “સર્વપીડાઓથી રહિત; પરમાનંદસુખથી સગત; અસઙ્ગ; બધી કલાઓથી રહિત, સદાશિવ અને આદ્ય વગેરે પદોથી વર્ણવાતું પરતત્ત્વ છે.’-આ પ્રમાણે સોળમી ગાથાનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શરીર કે મન સંબંધી કોઈ પણ જાતની પીડાથી રહિત પરતત્ત્વ છે. પરમ આનંદ જ્યાં છે એવા સુખથી સદ્ગત પરતત્ત્વ છે. સર્વસાંસારિક સુખોથી શ્રેષ્ઠ સુખ પરંતત્ત્વમાં હોવાથી તે સુખ પરમાનંદથી યુક્ત છે. આથી મોક્ષમાં 'સુખદુઃખનો અભાવ છે-એવી માન્યતાનો વ્યવચ્છેદ થાય છે. ૧૯ ૪૨૧ પરતત્ત્વમાં સફ્ળ ન હોવાથી તે અસફ્ળ છે. ભય અને હર્ષના પ્રસંગે મતિનો વિકાર ન થાય. સુખમાં પણ અને દુઃખમાં પણ જે નિર્વિકારતા છે અને સ્તુતિમાં કે નિંદામાં જે તુલ્યસ્વભાવ છે, તેવી અવસ્થાને તત્ત્વના જાણકારો અસફ્ળતા કહે છે. આવી અસફ્ળતા પરતત્ત્વમાં છે. તથાભવ્યત્વ, અસિદ્ધત્વ, યોગસહરિત ક્ષાયિકભાવનું ચારિત્ર...વગેરે આત્મસ્વભાવભૂત અંશાત્મક કલાઓથી રહિત પરતત્ત્વ છે. કારણ કે નિર્વાણ સમયે તે કલાઓની નિવૃત્તિ થતી હોય છે. પરતત્ત્વ' ક્યારે પણ અશિવવાળું હોતું નથી, તેથી તે સદાશિવ Page #425 -------------------------------------------------------------------------- ________________ છે. સૌથી પ્રથમ આ પરતત્ત્વ થયેલું હોવાથી અથવા પ્રધાનશ્રેષ્ઠ સુખાદિ ભાવોના પ્રવાહની અપેક્ષાએ આદિભાવે વ્યવસ્થિત હોવાથી તેને માઘ શબ્દથી વર્ણવાય છે. ગાથામાં રહેલા ગરિ પદથી નિરક્શન, નિરીર વગેરે પદોનો સંગ્રહ કરવો અર્થાત્ પરતત્ત્વ નિરઝન અને નિરાશા.. વગેરે શબ્દોથી વર્ણવાય છે... ઈત્યાદિ સમજી લેવું. આ રીતે આ ગાથામાં છ પ્રકારની પરતત્ત્વની વિશેષતાઓ વર્ણવી છે. છેલ્લી ચારે. ય ગાથાઓમાં વિશેષ્યસ્વરૂપે પરતત્ત્વનો સંબંધ છે, જે ઉપર કરીને દર્શાવ્યો છે. ૧૫-૧૬ તિ પ્રખ્યાં પોશ છે. अथ षोडशं षोडशकं प्रारभ्यते । પૂર્વષોડશકમાં પરતત્ત્વનું અભિધાન કરીને હવે પરતત્ત્વના દર્શનથી જે થાય છે અર્થાત્ જે ફળ પ્રાપ્ત થાય છે તે જણાવાય છે – एतद् दृष्ट्वा तत्त्वं परममनेनैव समरसापत्तिः । सञ्जायतेऽस्य परमा परमानन्द इति यामाहुः ॥१६-१॥ ગાથાર્થ સુગમ છે. આશય એ છે કે આ પરતત્ત્વને [પરમતત્ત્વને જોઈને, આ પરતત્ત્વની સાથે તેને જોનારા શ્રીકેવલજ્ઞાનીની સમરસાપત્તિ સિમતા-એકતા] થાય છે. એ પરમકોટિની સમતાપત્તિને પરમાનન્દ શબ્દથી વેદાન્તીઓ વર્ણવે છે. પરતત્ત્વને જોનારા શ્રી કેવલીભગવંતો પરતત્ત્વને પામે છે. દૃશ્ય અને દ્રષ્ટા બન્નેનું સ્વરૂપ એક થાય છે, Page #426 -------------------------------------------------------------------------- ________________ સમાન થાય છે. ૧૬-૧ * પરતત્ત્વનું જ શબ્દાન્તરથી વાચ્યત્વ જણાવાય છે. આશય એ છે કે પરતત્ત્વના દર્શનથી થનારી સમરસાપત્તિ પરમાર શબ્દથી વેદાન્સીઓ દ્વારા વર્ણવાય છે. પરતત્ત્વ સમરસાપત્તિ સ્વરૂપ હોવાથી તે પણ પરમાનંદ સ્વરૂપ છે. આવી જ રીતે પરતત્ત્વ બીજા કયા શબ્દોથી વર્ણવાય છે, તે જણાવાય છે – सैषाऽविद्यारहितावस्था परमात्मशब्दवाच्येति । एषैव च विज्ञेया रागादिविवर्जिता तथता ॥१६-२॥ “આ પરતત્ત્વ ઃ એ જ અવિદ્યારહિત અવસ્થા છે. પરમાત્મ શબ્દથી વાંચ્ય[વર્ણનીય છે. આ અવસ્થા જ રાગાદિ-વિવર્જિત છે અને તથતાસ્વરૂપ છે.” આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે પરતંત્ર પિરદર્શનમાં પ્રસિદ્ધ અજ્ઞાનસ્વરૂપ અવિદ્યાથી રહિત અવસ્થા પરતત્ત્વ સ્વરૂપ છે. અહીં અવસ્થિતિને રહેવું તેને] અવસ્થા કહેવાય છે અથવા વાસ્તવિક સ્વરૂપને અવસ્થા કહેવાય છે. આ પરતત્ત્વસ્વરૂપ અવસ્થા પરમમિ શબ્દથી વાચ્ય [કથનીય સ્વરૂપ છે. ગાથામાંનો તિ શબ્દ સ્વરૂપને જણાવે છે. આ અવસ્થા જ રાગાદિથી વિવર્જિત જાણવી. આ અવસ્થા આત્માની સત્યરૂપતા સ્વરૂપ છે. સત્યતા, તથ્થતા અને તથતા ત્રણેય સમાનાર્થક છે. ૧૬-રા Page #427 -------------------------------------------------------------------------- ________________ આ જ અવસ્થામાં બીજું પણ જે પરદર્શનપ્રસિદ્ધ સંવાદિ છે તે જણાવાય છે --- वैशेषिकगुणरहितः पुरुषोऽस्यामेव भवति तत्त्वेन । विध्यातदीपकल्पस्य हन्त जात्यन्तराप्राप्तेः ॥ १६-३॥ “પરમાર્થથી આ જ અવસ્થામાં પુરુષ વિશેષગુણોથી રહિત થાય છે. બુઝાયેલા દીપક જેવો, જાત્યન્તર પ્રાપ્ત કરી ના શકે.’- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. એનો આશય વર્ણવતાં ગાથાની ટીકામાં ફરમાવ્યું છે કે-અન્યદર્શનાભિમત મુક્તાવસ્થામાં પુરુષ[આત્મા] વિશેષગુણથી રહિત હોય છે. આત્માની એ અવસ્થા પરતત્ત્વમાં જ તત્ત્વથી[વાસ્તવિક રીતે] સઙ્ગત થઈ શકે છે. વિશેષ અવસ્થામાં થયેલ ગુણોને સામાન્યથી વિશેષગુણો કહેવાય છે. તે ગુણો બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન સ્વરૂપ છે. એ ગુણોના અભાવથી યુક્ત પુરુષ; ખરેખર તો[તત્ત્વથી] પરતત્ત્વાવસ્થામાં જ હોય છે. બુદ્ધિ, સુખ, દુ:ખ વગેરે ગુણો કર્મના ક્ષયોપશમ કે ઉદયાદિના કારણે અંશતઃ પ્રાપ્ત થાય છે. સકલકર્મથી રહિત અવસ્થા સ્વરૂપ પરતત્ત્વમાં; કર્મના અભાવે, તેના ક્ષયોપશમાદિથી જન્ય ગુણોનો પણ અભાવ હોય : એ સ્પષ્ટ છે. આથી અખંડ[ક્ષાયિક] શુદ્ધ[નિરાવરણ સ્વભાવભૂત] કેવલજ્ઞાનાદિ ગુણોથી યુક્ત આત્મદ્રવ્યસ્વરૂપ, અશુદ્ધ કર્મક્ષયોપશમાદિથી જન્ય ઔપાધિક જ્ઞાનસુખાદિના અભાવ સ્વરૂપ મુક્તિ છેએ સિદ્ધ થાય છે. પરંતુ બૌદ્ધદર્શનાભિમત સર્વથા અભાવસ્વરૂપ મુક્તિ છે-એ સિદ્ધ થતું નથી. બુઝાઈ ગયેલા દીપકની જેમ ૪૨૪ . Page #428 -------------------------------------------------------------------------- ________________ સર્વથા તુચ્છ [અભાવરૂપ] આત્મા; પ્રથમ દોષવત્ એવો તે દોષના અભાવવાળો થયો : આવી બીજી જાતિને પામી ન શકે. ખર[ગઘેડો]શૃંગાદિની જેમ સર્વથા અસત્[તુચ્છ] વસ્તુ અવિદ્યારહિત અવસ્થાને પરમાર્થથી પ્રાપ્ત કઈ રીતે કરે ? આથી બૌદ્ધદર્શનાભિમત મુક્તિસ્થળે આત્મા તુચ્છ હોવાથી તેને જાત્યન્તરની પ્રાપ્તિ ઉપર જણાવ્યા મુજબ થઈ શકશે નહિ. યદ્યપિ વિધ્યા[બુઝાઈ ગયેલ]દીપકલ્પ મુક્તિને માનનારના મતે જાત્યન્તરની પ્રાપ્તિ ન થવી ઃ એ દોષ નથી. પરંતુ ખરી રીતે તેવું મુક્તિનું સ્વરૂપ માનવાનું જ બરાબર નથી. કોઈ પણ આત્મા પોતાના અભાવ માટે પ્રવૃત્તિ કરતો નથી. સર્વથા સ્વાભા[તુચ્છ]સ્વરૂપ મુક્તિને માની લેવાય તો મોક્ષ માટે કોઈ પ્રવૃત્તિ જ નહીં કરે. મોક્ષ તો પુરુષની કામનાદિનો વિષય હોવાથી સર્વથા અભાવ સ્વરૂપ તેને માનવાનું ઉચિત નથી. ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધજ્ઞાનાદિના અભાવ સ્વરૂપ શુદ્ધજ્ઞાનાદિગુણયુક્ત આત્મદ્રવ્ય સ્વરૂપ મોક્ષ તો પરતત્ત્વાવસ્થામાં જ સફ્ળત બને છે. આથી સર્વથા સંતાનના ઉચ્છેદ સ્વરૂપ વિધ્યાત દીપકલ્પ] મોક્ષને માનનારા કેટલાક બૌદ્ધોના મતનું નિરાકરણ થાય છે. કારણ કે આવા મોક્ષ માટે કોઈ જ પ્રવૃત્તિ નહીં કરે : એ દોષ છે. તેમ જ શુદ્ધક્ષણની ઉત્પત્તિ સ્વરૂપ મોક્ષને માનનારા કેટલાક બૌદ્ધોના મતનું પણ નિરાકરણ થાય છે. કારણ કે એ ક્ષણ સર્વથા પૂર્વક્ષણની સાથે અનન્વિત હોવાથી એકની મુક્તિને બીજાની પણ મુક્તિ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તે સ્વરૂપ સાકર્ય [મુક્તિસા] દોષ આવશે. ૪૨૫ Page #429 -------------------------------------------------------------------------- ________________ અને એ ક્ષણ[શુદ્ધક્ષણ), પૂર્વક્ષણ[અશુદ્ધક્ષણની સાથે અવિત છે એમ માની લેવાય તો સ્વસિદ્ધાંત[નિરન્વયનાશનો વ્યાઘાતવિરોધ થશે.. ઈત્યાદિ નિશ્ચિત રીતે સમજી લેવું. ગાથામાં વિશેષપુરતઃ આ પ્રમાણે વચનનો પ્રયોગ હોવાથી સર્વથા નિર્ગુણ અવસ્થાને મુક્તિ કહેવાય છે એમ માનવાના બદલે કથંચિત્ નિર્ગુણ અવસ્થાને મોક્ષ કહેવાય છેએમ માનવાથી તે પક્ષનો આદર થાય છે અને સર્વથા નિર્ગુણમુક્તિને માનનારા વેદાંતીઓનું નિરાકરણ થાય છે. I૧-૩. આ પ્રમાણે બૌદ્ધમતના નિરાકરણને જણાવીને અન્યદર્શનકારોએ જણાવેલી તે તે અવસ્થા વાસ્તવિક પરતત્ત્વમાં જ સંભવે છે-તે જણાવાય છે – , एवं पशुत्वविगमो दुःखान्तो भूतविगम इत्यादि । अन्यदपि तन्त्रसिद्धं सर्वमवस्थान्तरेऽत्रैव ॥१६-४॥ “આ રીતે પશુત્વનો વિગમ; દુઃખોનો અંત અને ભૂતનો વિગમ વગેરે બીજાં પણ તે તે દર્શનમાં જણાવેલું બધું આ જ પરતખ્તાવસ્થામાં જ સગત થાય છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અજ્ઞાનસ્વરૂપ પશુત્વનો; ફરીથી પાછું ક્યારેય ઉત્પન્ન થાય નહિ એ રીતે જે નાશ છે તેને પશુત્વનો વિગમ કહેવાય છે. સર્વ દુઃખોના નાશને દુઃખાત્ત કહેવાય છે. પૃથ્વી, પાણી વગેરે ભૂતોના આત્યન્તિક વિયોગને ભૂતવિગમ કહેવાય છે. આવી જ બીજી બધી તે તે આગમશાસ્ત્રમાં વર્ણવેલી મુક્તાવસ્થા છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ તે અવસ્થાઓ; આ અવસ્થાન્તર દોષરહિત શુદ્ધગુણોની અવસ્થા સ્વરૂપ પરતત્ત્વમાં જ સફ્ળત થાય છે, બીજે ક્યાંય એ સફ્ળત થતી નથી. ।।૧૬-૪ *** પૂર્વોક્ત આ બધું તે તે દર્શનશાસ્ત્રમાં વર્ણવેલું વસ્તુતત્ત્વના જેવા સ્વરૂપમાં સઙ્ગત થાય છે તે સ્વરૂપને જણાવાય છે - परिणामिन्यात्मनि सति तत्तद्ध्वनिवाच्यमेतदखिलं स्यात् । अर्थान्तरे च तत्त्वेऽविद्यादौ वस्तुसत्येव ॥ १६-५॥ પરિણામી આત્મા હોતે છતે તેમ જ અવિદ્યાદિ સ્વરૂપ અર્થાન્તર તત્ત્વ વાસ્તવિક જ હોય તો તે તે શબ્દોથી [વિશેષગુણરહિતાદિ શબ્દોથી વર્ણવેલું બધું ઘટે છે.’-આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. તેના પરમાર્થને સમજાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે-અન્યથા અન્યથા ભિન્ન ભિન્ન સ્વરૂપે] થનારા પણ અર્થની વિદ્યમાનતાને પરિણામ કહેવાય છે. કોઈ સ્વરૂપે વિધમાન એવા કોઈ સ્વરૂપે અવિદ્યમાનની અન્વયવિશિષ્ટ વ્યતિરેક અવસ્થાને પરિણામ કહેવાય છે. દ્રવ્યની પૂર્વસ્વરૂપે નિવૃત્તિ અને ઉત્તરસ્વરૂપે ઉત્પત્તિ : એ પરિણામ છે. મૃ[માટી]દ્રવ્યની પિણ્ડસ્વરૂપે નિવૃત્તિ અને ઘટસ્વરૂપે ઉત્પત્તિ : એ મૃદ્રવ્યનો પરિણામ છે. એવા પરિણામવદ્ દ્રવ્યને પરિણામી કહેવાય છે. મોક્ષને માનનારા બૌદ્ધો, સાખ્યો, નૈયાયિકો આદિ પરદાર્શનિકોને અને સ્વદાર્શનિકોને[આપણને] આત્માની સત્તામાં ૪૨૭ Page #431 -------------------------------------------------------------------------- ________________ કોઈ જ વિપ્રતિપત્તિવિવાદ] નથી. એ બધા જ આત્માને માને છે. ચૈતન્યસ્વરૂપવાળા પુરુષવિશેષને સૌએ માન્યો છે. એ આત્મા ક્ષણિક છે કે નિત્ય છે; વિભુ છે કે અવિભુ છે...ઈત્યાદિ વિષયમાં જ વિપ્રતિપત્તિ છે. તેથી તે વિપ્રતિપત્તિનો નિરાસ કરવા દ્વારા પરિણામિની; આત્મદ્રવ્યની સત્તાને જણાવી છે. તેથી આત્માની એકાંતે નિત્યત્વની અને એકાંતે અનિત્યત્વની માન્યતાનું નિરાકરણ થઈ જાય છે. તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલું પણ પરિવર્તન નહિ માનનારા એકાંતે નિત્યત્વવાદીઓના મતે પરિણામ ઘટી શકતો નથી તેમ જ એક ક્ષણમાં જ વિનાશ પામનાર વસ્તુનું સત્ત્વ જ ઉત્તરક્ષણમાં ન હોવાથી તેમના મતે પણ [એકાંતે અનિત્યત્વને માનનારાના મતે પણ] પરિણામ ઘટી શકતો નથી. કથંચિદ્ નિત્ય કે અનિત્ય પક્ષમાં[નિત્યાનિત્યત્વાદિ પક્ષમાં જ પરિણામનો સંભવ છે અને આત્માની પરિણામી અવસ્થામાં જ ઉપર આ પૂર્વે જણાવ્યા મુજબ અવિદ્યારહિત અવસ્થા, વૈશેષિકગુણરહિત પુરુષ અને પશુત્વનો વિગમ..વગેરે શબ્દોથી વર્ણવેલી અવસ્થાનો સંભવ છે અથવા સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સદનુષ્ઠાન વગેરે પ્રકરણોમાં જણાવેલું બધું જ સંભવે છે. આ રીતે આત્માને પરિણામી માન્યા પછી પણ બીજા બધા અવિદ્યા, અદૃષ્ટ, સંસ્કાર અને કર્મ વગેરે શબ્દોથી વર્ણવાતાં આત્માથી ભિન્ન એવાં તત્ત્વો વાસ્તવિક સત્ હોય તો જ ઉપર જણાવેલું બધું ઘટી શકે છે. પરંતુ સાંવૃતસત્ સ્વરૂપે કર્મ વગેરેને માની લેવાય તો ઉપર જણાવ્યા મુજબ પરતત્ત્વ ઘટી શકશે નહિ. કારણ કે તેને સાંવૃતસત્ સ્વરૂપે મનાય તો તે કાલ્પનિક હોવાથી તત્ત્વથી પોતે છે જ નહિ તો ===૪૨૮ . Page #432 -------------------------------------------------------------------------- ________________ તે બંધાદિ કાર્ય કઈ રીતે કરશે ? ઈત્યાદિ સ્પષ્ટપણે સમજી લેવું. .૧૬-પા ઉપર જણાવ્યા મુજબ આત્માને પરિણામી અને અવિદ્યાદિને પારમાર્થિક સત્ માની લેવાથી આ બધું ઘટી શકે છે કે પછી મુક્તામુક્ત અવસ્થાઓનો ભેદક બીજો પણ કોઈ હેતુ છે-આ શકાના સમાધાન માટે જણાવાય છે અર્થ પરતત્ત્વ વગેરે જે રીતે સદ્ગત થાય છે તે જ જણાવાય છે तद्योगयोग्यतायां चित्रायां चैव नान्यथा नियमात् । परिभावनीयमेतद् विद्वद्भिस्तत्त्वदृष्ट्योच्चैः ॥१६-६॥ “અવિવાદિની સાથે સંબંધ થવાની જુદી જુદી યોગ્યતા આત્મામાં હોય તો જ પૂર્વે જણાવેલું બધું ઘટી શકે છે, બાકી ન જ ઘટી શકે. ચોક્કસ રીતે તત્ત્વદૃષ્ટિથી વિદ્વાનોએ સારી રીતે તેનું પરિભાવન કરવું જોઈએ.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. તેના પરમાર્થને જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે - : આત્માથી ભિન્ન એવા વાસ્તવિક અવિદ્યાદિ પદથી વર્ણવેલા કર્મની સાથે સંબંધ[આત્માને કર્મબંધની જુદી જુદી જે યોગ્યતા છે તે વાસ્તવિક હોય તો જ આત્માને પરતત્ત્વની પ્રાપ્તિ સંભવે છે. જીવનો કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાનો સ્વભાવ યોગ્યતા છે. એ સ્વભાવ અનાદિકાલીન પારિણામિક ભવ્યત્વ સ્વરૂપ સહજમલરૂપ અને મુક્તાવસ્થામાં નિવૃત્ત થનારો છે. આવા સ્વભાવને અહીં યોગ્યતા તરીકે વર્ણવ્યો છે. એ યોગ્યતા અનેક પ્રકારની છે. કારણ કે સર્વ જીવોની Page #433 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ કાળ, ક્ષેત્ર અને દ્રવ્યાદિના ભેદથી સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ થતી હોય છે. બધા જીવોની યોગ્યતા સરખી જ હોય તો કાલાદિના ભેદથી ફળમાં વિશેષતા ઉપલબ્ધ થાત નહિ. એક જ પ્રકારની યોગ્યતામાં ફળભેદ શક્ય નથી. તેથી અનેક પ્રકારની યોગ્યતા માન્યા વિના ચાલે એવું નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લઈને ફળભેદ[ફળની ભિન્નતા પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી જ કેટલાક શ્રી તીર્થકર, પરમાત્મા, તીર્થંકરભિન્ન સિદ્ધ, પ્રત્યેકબુદ્ધ, સ્વયંસંબુદ્ધ...વગેરે સ્વરૂપે સિદ્ધપણાને પ્રાપ્ત કરનારા બન્યા છે. આવો ભેદ, તે તે આત્માની કર્મગ્રહણ કરવાદિ સંબંધી યોગ્યતા જુદી જુદી જાતની ન હોય તો સદ્ગત નહિ બને. તેથી તેવા પ્રકારના ફળભેદના નિયામક તરીકે યોગ્યતાભેદનો આશ્રય કરવો જોઈએ. યોગ્યતાના વૈચિચથી જ ઉપર જણાવેલી ફળભેદ શક્ય છે. ચોક્કસ રીતે જીવ, કર્મ અને ભવ્યત્વ [તથાભવ્યત્વ : આ ત્રણનું વિદ્વાન આચાર્યભગવંતોએ વિપર્યયના મલથી રહિત એવી નિર્મળ પ્રજ્ઞા વડે સારી રીતે સર્વ પ્રકારે ચિંતનપરિભાવન કરવું જોઈએ. યદ્યપિ નીલઘટવાદિની જેમ તીર્થંકરસિદ્ધત્વાદિ પણ અર્થસમાજથી સિદ્ધ છે. આશય એ છે કે ઘટની સામગ્રીથી ઘટની ઉત્પત્તિ થાય છે અને નીલરૂપની સામગ્રીથી ત્યાં નીલરૂપની ઉત્પત્તિ થાય છે. તેથી ઉભયસામગ્રીથી નીલઘટની ઉત્પત્તિ થાય છે, એ માટે નીલઘટની સ્વતંત્ર સામગ્રી જેમ મનાતી નથી તેમ તીર્થંકરસિદ્ધત્વાદિ સ્થળે પણ સિદ્ધ અને તીર્થકર પરમાત્મા : એ બેની સામગ્રીથ તીર્થંકરસિદ્ધત્વની Page #434 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ થાય છે. તેથી દરેક જીવની, તીર્થકરસિદ્ધત્વાદિ ફળવિશેષના કારણે યોગ્યતા જુદી જુદી છે એમ માનવાની આવશ્યકતા નથી. અર્થસમાજ[અનેક કાર્યોની સામગ્રીઓથી તે સિદ્ધ થઈ શકે છે. પરંતુ અમુક કાર્યમાં સિદ્ધત્વવત્ત્વ અને અમુક કાર્યમાં તીર્થકરતાદિવિશિષ્ટ સિદ્ધત્વવત્ત્વ-આવું જ બને છે તે ઉપર જણાવ્યા મુજબ યોગ્યતાવિશેષને લઈને છે. યોગ્યતા સામાન્યથી તો એક જ પ્રકારનું કાર્ય થતું હોય છે. યદ્યપિ તે તે કાર્યમાં, તે તે ધર્મવત્ત્વતિીર્થંકરસિદ્ધત્વાદિમાં તે તે ધર્મોની સામગ્રીઓનો સમુદાય પ્રયોજક છે. તેથી યોગ્યતાવિશેષ માનવાનું આવશ્યક નથી. પરંતુ તે તે ઘર્મવત્ત્વની સિદ્ધિમાં પ્રયોજક તરીકે માનેલી સામગ્રીઓના સમાજના પ્રયોજક તરીકે બીજું પણ પ્રયોજકાન્તર માનવું પડશે. પછી તે પ્રયોજકાન્તરના પણ પ્રયોજક તરીકે પ્રયોજકાન્તરાન્તર માનવાનો પ્રસંગ આવશે અને તેથી અનવસ્થા આવશે. એ જોતાં તો ફળભેદની પ્રયોજક તરીકે ઉપર જણાવ્યા મુજબ યોગ્યતાને માનવાનું જ ઉચિત છે. બીજ પછી અંકુર, એની પૂર્વે બીજ, એની પૂર્વે અક્રઃ આ ક્રમે બીજાકુરની જેમ આ અનવસ્થાને પ્રામાણિક પુરુષો દોષ માટે ન માનતા હોય તો તે તે નિયતધર્મકકાર્ય-શ્રિતીર્થકરતવિશિષ્ટસિદ્ધત્વાદિ]નો નિયામક એવો તે સામગ્રી- સમાજ જ કથંચિત્ એકરૂપે પ્રતિભાસિત થતો પરિણામિ-ભવ્યત્વસ્વરૂપ[યોગ્યતાવિશેષસ્વરૂપ સ્વીકારે તોપણ સ્યાદ્વાદશૈલીથી કોઈ દોષ નથી. કારણ કે તથાવિધ કાર્યનો નિયામક અર્થસામગ્રી) સમાજ અનેકત્વરૂપે ભાસિત થાય તો તેને પ્રયોજક માને અને એકસ્વરૂપે પ્રતિભાસિત થાય Page #435 -------------------------------------------------------------------------- ________________ તો યોગ્યતાવિશેષ સ્વરૂપે પ્રયોજક માને, અર્થતઃ કોઈ દોષ નથી. આ વિષયમાં ટીકાકાર પરમર્ષિ મહામહોપાધ્યાયજી મહારાજાએ “સ્યાદ્વાદકલ્પલતા' (શાસ્ત્રવાર્તા સમુચ્ચયની ટીકા)માં અધિક વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તેનું અનુસંધાન કરવું જોઈએ. ૧૬-દા આત્મા, કર્મ અને તથાભવ્યતઃ આ ત્રણને સ્વીકારવામાં ન આવે તો વાસ્તવિક સંસાર અને મોક્ષનો અભાવ થવાનો પ્રસંગ આવશે તે જણાવાય છે – पुरुषाद्वैतं तु यदा भवति विशिष्टमथ च बोधमात्रं वा । भवभवविगमविभेदस्तदा कथं युज्यते मुख्यः ? ॥१६-७।। “પુરુષાદ્વૈત અથવા તો વિશિષ્ટજ્ઞાનમાત્ર જ્યારે માનવામાં આવે ત્યારે સંસાર અને મોક્ષનો મુખ્ય ભેદ કઈ રીતે ઘટે?'-આ પ્રમાણે સાતમી ગાથાનો અક્ષરાર્થ છે. તેને સ્પષ્ટ કરતા ટીકામાં ફરમાવ્યું છે કે-બેના ભાવને દ્વિત-દ્વૈત કહેવાય છે. બેના અસ્તિત્વથી થયેલું અથવા તે અસ્તિત્વ જ વૈત સ્વરૂપ છે. વૈતભિન્ન એકત્વને અદ્વૈત કહેવાય છે. પુરુષ સિવાય બીજું કાંઈ જ નથી. એકમાત્ર પુરુષ જ છે. આ પ્રમાણે પુરુષ[આત્માના જ એકત્વ[અદ્વૈતનો સ્વીકાર કરનારા વેદાંતીઓ પુરુષાતવાદી છે અથવા કેવલ રાગાદિના સંસ્કારથી રહિત અવબોધમાત્ર જ તત્ત્વ છે : આ પ્રમાણે જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો કહે છે. - પુરુષાદ્વૈતવાદી વેદાંતીઓ કહે છે કે-આ બધું જે થઈ ગયું છે અને જે થવાનું છે તે પુરુષ છે. એના સિવાય બીજાં Page #436 -------------------------------------------------------------------------- ________________ કાંઈ નથી. અમૃતત્વ[સિદ્ધત્વનો સ્વામી પુરુષ છે. જે કમ્પન[ગતિ કરે છે, જે કમ્પન કરતો નથી, જે દૂર છે, જે નજીક છે, જે બધાની અંદરનું છે, જે બધાની બહારનું છેતે બધું જ પુરુષ છે. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો કે ચાણ્યાલ હોય. એ બધામાં પંડિતો સમાનદૃષ્ટિવાળા હોય છે. આ પ્રમાણે વેદની શ્રુતિ અને તમૂલક સ્મૃતિ વગેરેથી સુપ્રસિદ્ધ પુરુષને છોડીને બીજાં કાંઈ નથી. ' આવી જ રીતે વિજ્ઞાનવાદીઓ[જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો પોતાની માન્યતાને જણાવતાં જણાવે છે કે-નીલાદિ વસ્તુઓના વિકલ્પથી શૂન્ય વાસ્તવિક રાગાદિવાસનાવિશેષથી રહિત કેવલબોધમાત્ર સ્વરૂપ વસ્તુતત્ત્વ છે. રાગાદિ ક્લેશથી વાસિત ચિત્ત જ સંસાર છે અને રાગાદિ ક્લેશથી મુક્તરહિત] ચિત્ત જ ભવાન્તમોક્ષ કહેવાય છે. આ પ્રમાણે પુરુષાતવાદ કે જ્ઞાનાતવાદની માન્યતામાં ભવ અને ભવનો વિગમઃ એ બેમાં વાસ્તવિક ભેદ કઈ રીતે ઘટે? અર્થાત્ ન જ ઘટે. કારણ કે અર્થાન્તરસ્વરૂપ અવિદ્યાદિ પારમાર્થિક હોય તો તે ભેક ધર્મના કારણે સંસાર અને મોક્ષમાં વાસ્તવિક ભેદ. સદ્ગત થાય છે. અન્યથા પુરુષ કે જ્ઞાન સિવાય બીજું કાંઈ જ પારમાર્થિક ન હોય તો સંસાર અને મોક્ષને ભિન્ન માનવાનું શક્ય નહિ થાય. પુરુષાદ્વૈત સ્વરૂપ પરતત્ત્વને માનનારા વેદાંતીઓને અને વિશિષ્ટ-રાગાદિ વાસનાથી રહિત બોધમાત્ર સ્વરૂપ પરતત્ત્વને માનનારા બૌદ્ધોને ભવ અને ભવવિગમ : એ બેમાં જે મુખ્ય[વાસ્તવિક, ઉપચારરહિત ભેદ છે તે માનવાનું શક્ય નથી. એ ત્યારે Page #437 -------------------------------------------------------------------------- ________________ જ શક્ય બને કે જ્યારે પારમાર્થિક રીતે અવિદ્યાદિ અર્થાન્તરને ભેદક તરીકે તેઓ સ્વીકારે. પરંતુ એમ કરવાથી તેમને સિદ્ધાંતહાનિનો પ્રસંગ આવશે. ૫૧૬-૭ના **** પુરુષાદ્વૈત અથવા વિશિષ્ટબોધમાત્ર પરતત્ત્વસ્વરૂપ કેમ થતું નથી, તે જણાવાય છે અર્થાત્ પુરુષાદ્વૈત અથવા વિશિષ્ટબોધમાત્ર સ્વરૂપ પરતત્ત્વ માનવામાં પ્રત્યક્ષના બાધનો પ્રસઙ્ગ જણાવાય છે अग्निजलभूमयो यत्परितापकरा भवेऽनुभवसिद्धाः । रागादयश्च रौद्रा असत्प्रवृत्त्यास्पदं लोके ॥ १६-८ ॥ “અગ્નિ, જલ અને પૃથ્વી પરિતાપને કરનારાં છે, કારણ કે સંસારમાં એ પ્રમાણે તે અનુભવસિદ્ધ છે. તેમ જ રાગ, દ્વેષ અને મોહ; લોકમાં અસત્પ્રવૃત્તિના સ્થાન હોવાથી રૌદ્ર સ્વરૂપે અનુભવસિદ્ધ છે.’- આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-અગ્નિ, જલ અને પૃથ્વીઃ આ પદાર્થો સંસારમાં અનુભવથી સિદ્ધ છે કે તે પરિતાપને કરનારાં છે. પરમાર્થથી દુઃખનો અનુભવ કરાવનારાં હોવા છતાં કોઈ વાર વિષયજન્ય સુખના અનુભવને કરાવતાં હોય છે. પરંતુ એ સુખ ભાવથી દુઃખરૂપ હોવાથી પરમાર્થથી અગ્નિ, જલ અને પૃથ્વીને અહીં પરિતાપ કરનારા તરીકે જણાવ્યાં છે. ગાથામાં અગ્નિ આદિ ત્રણને જ પરિતાપકર ગણાવ્યાં છે. વાયુને કેમ ગણાવ્યો નથી ? શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ તો છે અને લોકમાં તે પ્રસિદ્ધ છે'-આવી શંકા નહિ કરવી ૪૩૪ Page #438 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. કારણ કે વાયુ દ્રવ્યસ્વરૂપ છે કે ગુણસ્વરૂપ છે એમાં વિપ્રતિપત્તિ છે. વાદીઓને એનો નિર્ણય ન હોવાથી તેનો ઉલ્લેખ કર્યો નથી. અગ્નિ વગેરેમાં એવો વિવાદ ન હોવાથી તેનો ઉલ્લેખ કર્યો છે. અથવા વાયુનો દ્રવ્યાદિસ્વરૂપે તે તે વાદીને નિર્ણય હોવા છતાં બધી ઈંદ્રિયોથી[કોઈ પણ ઈંદ્રિયથી] તેનો ઉપલંભ થતો ન હોવાથી ગાથામાં વાયુનું ગ્રહણ કર્યું નથી. અથવા સ્પર્શાદિ દ્વારા તેનું જ્ઞાન થતું હોવાથી અગ્નિપદથી તત્સહચરિત વાયુનું ગ્રહણ કર્યું છે. કારણ કે ‘જ્યાં અગ્નિ છે ત્યાં વાયુ છે'-આવું શાસ્ત્રવચન છે. રાગ, દ્વેષ અને મોહ દારુણ છે. તીવ્રસક્લેશરૂપે અસત્[દુષ્ટ] પ્રવૃત્તિના સ્થાન છે-આ પ્રમાણે લોકમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આથી સમજી શકાય છે કે અગ્નિ, જલ અને પૃથ્વી વગેરે બાહ્યતત્ત્વો અને રાગ-દ્વેષ વગેરે અભ્યન્તરતત્ત્વ સર્વજનપ્રસિદ્ધ છે. જો પુરુષાâત જ હોય તો બાહ્ય અગ્નિ વગેરે પદાર્થો સંભવી શકે નહિ. ચૈતન્યસ્વરૂપ પુરુષને છોડીને અગ્નિ વગેરે, ચૈતન્યને છોડીને બીજા સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. અગ્નિ વગેરે બાહ્યસ્વરૂપે વર્તતા પદાર્થોમાં ચૈતન્ય માનવામાં આવે તો બધા પદાર્થોનું ચૈતન્યાશ્રય તરીકે પુરુષ આ પ્રમાણે નામાન્તર જ કર્યું ગણાશે. અર્થાર્ આશય એ છે કે પુરુષને છોડીને બીજા પદાર્થો નથી : એવો સિદ્ધાંત નહીં રહે પરંતુ પુરુષ નામને છોડીને બીજા નામવાળા પદાર્થ નથી.. ઈત્યાદિ માનવું પડશે. આવું મનાય તો અમને કોઈ એમાં વિપ્રતિપત્તિ નથી. કારણ કે નામના કારણે કોઈ પદાર્થભેદ થતો નથી. આથી સમજી શકાશે કે પુરુષાદ્વૈતવાદીને પ્રત્યક્ષ[અનુભવ]સિદ્ધ અગ્નિ વગેરે બાહ્ય પદાર્થોનો અપલાપ ૪૩૫ Page #439 -------------------------------------------------------------------------- ________________ કરવાનો પ્રસંગ આવે છે. આવી જ રીતે જો વિજ્ઞાનાતવાદને માનવામાં આવે તો દરેક પ્રાણીને જેનો અનુભવ થાય છે; એવા અનુભવસિદ્ધ રાગાદિનો અભાવ થશે. તેથી રાગાદિને સારી રીતે જોનારાઅનુભવતા એવા પરીક્ષક સઘળાય લોકોનો વિરોધ ઊભો થશે. રાગાદિને બધા જ માને છે. અનુભવાતી વસ્તુનો અપલાપ કરવાનું શક્ય નથી. ઈત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું. /૧૬-ટો આ અગ્નિ, જલ અને પૃથ્વી વગેરે બાહ્ય અને અભ્યત્તર રાગાદિ પરિકલ્પિત સ્વરૂપ જે છે. આવી શક્કાના સમાધાન માટે જણાવાય છે - परिकल्पिता यदि ततो न सन्ति तत्त्वेन कथममी स्युरिति । तन्मात्र एव तत्त्वे भवभवविगमौ कथं युक्तौ ? ॥१६-९॥ ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો ભાવ એ છે કે અગ્નિ વગેરે બાહ્ય અને રાગાદિ અભ્યત્તર પદાર્થો પરિકલ્પિત અવાસ્તવિક અર્થાત્ કલ્પનામાત્રથી નિર્મિત સ્વરૂપવાળા જ હોય તો તે પરિકલ્પિત હોવાથી જ તત્ત્વથી-પરમાર્થથી એ છે જ નહિ. તો પછી જે આ અનુભવાય છે તે ઘટે જ કઈ રીતે? અર્થાત્ કોઈ રીતે એ ઘટી શકે નહીં. કારણ કે તમારા વડે [બૌદ્ધાદિ વડે એ પ્રમાણે સ્વીકારાયું નથી. અને આ પ્રમાણે પુરુષમાત્ર અથવા બોધમાત્ર સ્વરૂપ જ તત્ત્વ હોય તો ભવસંસાર અને ભવનો વિગમ [મોક્ષ) કઈ રીતે સદ્ગત Page #440 -------------------------------------------------------------------------- ________________ થાય ? અર્થાત્ કોઈ પણ રીતે સઙ્ગત નિહિ થાય. II૧૬-૯॥ *** આ બાહ્યાદિભાવો પરિકલ્પિત નથી-આવું કેમ કહેવાય છે ? આ પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે પરિકલ્પનાનો જ અભાવ હોવાથી એ પ્રમાણે કહેવાય છે'- આ પ્રમાણે જણાવાય છે. અર્થાત્ પરિકલ્પનાનો અભાવ હોવાથી પરિકલ્પિતનો અસંભવ છે : એમ જણાવાય છે . परिकल्पनापि चैषा हन्त विकल्पात्मिका न सम्भवति । तन्मात्र एव तत्त्वे यदि वाऽभावो न जात्वस्याः ॥१६-१०॥ વિકલ્પાત્મક આ પરિકલ્પના પણ સંભવતી નથી. અથવા જો તન્માત્રતત્ત્વ હોય તો ક્યારે પણ આ પરિકલ્પનાનો અભાવ નહિ થાય.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પરિકલ્પના વિકલ્પસ્વરૂપ છે અને વિકલ્પ વસ્તુશૂન્યબોધ સ્વરૂપ છે. આ વઘ્યાનો પુત્ર છે.’....ઈત્યાદિ આકારવાળો બોધ વસ્તુશૂન્યબોધ છે. જે વસ્તુ નથી તેના બોધને વિકલ્પ કહેવાય છે અને વિકલ્પસ્વરૂપ પરિકલ્પના છે. આ પરિકલ્પનાનો સંભવ નથી, કારણ કે પુરુષમાત્ર અથવા જ્ઞાનમાત્ર સ્વરૂપ જ તત્ત્વ હોય તો તેનાથી અતિરિક્ત કોઈ પણ પદાર્થ ન હોવાથી પરિકલ્પનાનું કોઈ બીજ[કારણ] નથી. નિર્બીજ વસ્તુનો સંભવ શક્ય નથી. આમ તો નિર્બીજ વસ્તુનો સંભવ જ નથી. પરંતુ તમારા જણાવ્યા મુજબ [અભ્યુપગમવાદથી] એ પરિકલ્પનાને સ્વીકારી લઈએ તોપણ બાહ્યાન્તર[અગ્નિ વગેરે અને રાગાદિ] ૪૩૭ Page #441 -------------------------------------------------------------------------- ________________ પદાર્થની પરિકલ્પના જેમ સંસારાવસ્થામાં છે તેમ તે મુક્તાવસ્થામાં પણ રહેવાની. કારણ કે તેનો નાશ થવાનું કોઈ કારણ નથી. આથી સંસાર અને મોક્ષ ઉભય અવસ્થામાં પરિકલ્પના રહેવાથી સંસાર અને મોક્ષમાં ભેદ નહીં રહે. પરિકલ્પનાના બીજનો સદ્ભાવ માની લઈએ તો એ બીજના ભાવાભાવને લઈને સંસારમાં અને મોક્ષમાં જે ભેદ છે તે સદ્ગત થઈ શકશે પરંતુ તેથી પુરુષથી અતિરિક્ત અથવા જ્ઞાનથી અતિરિક્ત વસ્તુનો સ્વીકાર કરવાથી બંન્ને અદ્વૈત[પુરુષાદ્વૈત અને બોધાદ્વૈતવાદીઓને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસન્ન આવે છે. ૧૬-૧૦ * આ રીતે પરપક્ષનું નિરાકરણ કરી પોતે જણાવેલી ત્રણ વસ્તુનું સમર્થન કરાય છે – , तस्माद् यथोक्तमैतत्त्रितयं नियमेन धीधनैः पुम्भिः । भवभवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥१६-११॥ “તેથી પૂર્વે જણાવ્યા મુજબ આ ત્રણ [જીવ, કર્મ અને તથાભવ્યત્વ ચોક્કસપણે બુદ્ધિમાન પુરુષોએ શાંતચિત્ત વડે સંસાર તથા મોક્ષના કારણ તરીકે વિચારવા જોઈએ.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. પુરુષાદ્વૈતવાદી વગેરેના મતે સંસાર અને મોક્ષનો ભેદ ઉત્પન્ન થતો ન હોવાથી રાગ-દ્વેષથી જેમનું ચિત્ત દુષ્ટ નથી એવા બુદ્ધિમાન પુરુષોએ પૂર્વે જણાવ્યા મુજબ જીવ અનાદિ પરિણામિક]; કર્મવસ્તુસ-પારમાર્થિક અને તથાભવ્યત્વ Page #442 -------------------------------------------------------------------------- ________________ [અનાદિપારિણામિક ભાવ : આ ત્રણ, ભવ અને ભવવિગમના કારણ તરીકે નિયમે કરી સારી રીતે વિચારવા જોઈએ. ૧૬-૧૧ પુરુષાદ્વૈત અથવા જ્ઞાનાદ્વૈતવાદીઓએ આગમનું આલંબન લઈને જ સિદ્ધાંત સ્વીકાર્યો છે; તેથી તેમાં તેમને કયો દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી. કારણ કે આગમને અનુસરીને પ્રવર્તવાનું તો ન્યાયસન્નત હોય છે-આવી શકાના સમાધાન માટે જણાવાય છે – ऐदम्पर्यं शुद्ध्यति यत्रासावागमः सुपरिशुद्धः । तदभावे तद्देशः कश्चित् स्यादन्यथाग्रहणात् ॥१६-१२॥ જે આગમમાં તાત્પર્ય શુદ્ધ બને છે તે આગમ સુપરિશુદ્ધ છે. તાત્પર્યાર્થિની પરિશુદ્ધિનો અભાવ હોય તો અન્યથા ગ્રહણ કરવાથી પરિશુદ્ધ આચમના દેશ સ્વરૂપ બીજાં જ કોઈક તે આગમ બનશે.”-આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિવક્ષિતનિરૂપણ કરવા માટે ઈચ્છેલો] જે કોઈ અર્થ છે તેને પ્રકૃતાર્થ કહેવાય છે. પ્રકૃતાર્થને સદ્ગત કરવાનું તાત્પર્ય દરેક આગમનું હોય છે. એ તાત્પર્યને ઐદત્પર્ય કહેવાય છે. જે આગમમાં ઐદત્પર્યની શુદ્ધિ એટલે કે ઐદપૂર્યનો નિર્વાહ થાય છે, એ આગમ પ્રમાણભૂત છે. કારણ કે પ્રમાણભૂત શબ્દ[આગમનો વ્યાપાર તાત્પર્ય-અર્થ સુધી હોય છે અર્થાત્ તાત્પર્ય-અર્થના જ્ઞાન સુધી પહોંચાડનાર આગમ છે. ઐદમ્પર્ધન નિર્વાહ ન થાય તો પરિશુદ્ધ આગમના Page #443 -------------------------------------------------------------------------- ________________ એકદેશ સ્વરૂપ જ અન્ય આગમ બને છે, પરંતુ તે મૂલાગમ સ્વરૂપ બનતું નથી. કારણ કે ઔદમ્પર્વની શુદ્ધિના અભાવે મૂલાગમના કોઈ એક વાક્યના અન્યથા-વિપરીતપણે ગ્રહણથી મૂલસ્વરૂપે તે અર્થ ગૃહીત બનતો નથી. કોઈ વચન, તેના સમાનાર્થક વાક્યથી સંગત ન હોય એવા વાક્યાન્તરથી મિશ્રિત હોવાથી તેનું વિપરીતસ્વરૂપે ગ્રહણ થાય છે. તેથી તે પ્રમાણભૂત સુપરિશુદ્ધ રહેતું નથી. મૂલાગમમાં જેમ કોઈ વાક્ય અર્થવાદ[જે બન્યું હોય તે જણાવનાર]રૂપે હોય તો તેને વિધિસ્વરૂપે ગ્રહણ કરાય તેમ જ જે અપવાદસ્વરૂપે હોય તેનું ઉત્સર્ગસ્વરૂપે ગ્રહણ કરાય તો તેને અન્યથા ગ્રહણ કહેવાય છે. તેને કોઈ જ પ્રમાણભૂત ન ગણે-એ સમજી શકાય છે. આથી જ જેઓ ઐદત્પર્યાર્થના અર્થી છે એવા સમતાને ધરનારા અન્યતીર્થિકો પણ ઐદપર્યાર્થનાં વિરુદ્ધ વાક્યોને ધ્યાનમાં લીધા વિના; જેટલું સદ્ગત છે તેટલું જ ઈચ્છે છે. પરંતુ મિથ્યા એકાંત-કૃદાગ્રહથી [આ અમારા શાસ્ત્રમાં છે માટે બરાબર છે-આવા આગ્રહથી વિરુદ્ધ અર્થને ઈચ્છતા નથી. ઈત્યાદિ વિવેકપૂર્વક વિચારવું. જ્ઞાનાદ્વૈતાદિમાં તાત્પર્યભૂત ભવ અને ભવનો વિગમ સદ્ગત થતો નથી, તેથી તેને જણાવનારાં તે તે આગમ પ્રમાણભૂત નથી. આવા અપ્રમાણભૂત આગમનું અવલંબન એ જ દોષ છે. ૧૬-૧રા આ રીતે મૂલાગમથી અતિરિક્ત તેના એકદેશસ્વરૂપ અન્યથા ગ્રહણ કરેલા આગમ પ્રત્યે દ્વેષ કરશે કે નહિ ? Page #444 -------------------------------------------------------------------------- ________________ આ શક્કાના સમાધાનમાં દ્વેષ ન કરવાનું જણાવાય છે— तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सवचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥ १६-१३॥ “મૂલાગમના એકદેશભૂત આગમાન્તરમાં પણ દ્વેષ કરવો નહિ. પરંતુ તેના વિષયને પ્રયત્નપૂર્વક વિચારવો. તેના પણ બધાં સચનો પ્રવચનથી ભિન્ન નથી.’-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મૂલાગમના એકદેશભૂત આગમાન્તરમાં પણ દ્વેષ કર્યા વિના તેના વિષયનું અન્વેષણ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. તેના અર્થની અનુપપત્તિના પરિહાર માટે પૂરતો પ્રયત્ન કરવો. કારણ કે ગુણરસિક મહાત્માઓ બીજાના વચનની અનુપપત્તિનો પરિહાર કરવામાં તત્પરસ્વભાવવાળા હોય છે. યપિ આ રીતે જ જો પ્રયત્ન કરવાનો હોય તો તેમના બધાં જ વચનોને પ્રમાણ માની લેવાં જોઈએ. પરંતુ તે આગમાન્તરનાં બધાં જ વચનો સત્-પ્રમાણભૂત નથી. જે પ્રવચનથી[મૂલાગમથી] અન્ય છે, તે પ્રમાણભૂત નથી. પરંતુ જે મૂલાગમને અનુસરનારાં છે તે સદ્ જ છે અર્થાત્ પ્રમાણભૂત છે. તેથી તેમનાં બધાં વચનોને પ્રમાણભૂત માની શકાશે નહિ. ઉપર જણાવ્યા મુજબ આગમાન્તરમાં દ્વેષ કર્યા વિના તેના વિષયની અનુપપત્તિના પરિહાર માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એ શક્ય નથી. કારણ કે ઉપપત્ન અર્થના વચનની અનુપપત્તિની શકાનો પરિહાર વસ્તુતઃ કરવાનો છે. સર્વથા અનુપપન્ન અર્થમાં તો એ કરવાનું નથી. ૪૪૧ Page #445 -------------------------------------------------------------------------- ________________ અને આગમાન્તરમાં તો અનુપપન્ન અર્થ જ પ્રાપ્ત થતો હોય છે. તેથી અનુપપત્તિના પરિહારનો ઉપદેશ યદ્યપિ નિરર્થક છે. પરંતુ આગમાન્તરનાં બધાં જ વચનો પ્રમાણભૂત છે કે જે મૂલ આગમથી ભિન્ન નથી, પરંતુ તેને અનુસરનારાં છે. તેથી એ બધાં વચનોને મૂળ આગમની સાથે સરખાવીને તેની ઉપપત્તિ-સતિ જ કરવી જોઈએ. આ રીતે કરવાથી જ તો સમ્યગ્દષ્ટિ આત્માએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત પણ સભ્યશ્રુત બને છે. મિથ્યાશ્રુત પ્રત્યેની અરુચિ વસ્તુતઃ દૃષ્ટિવાદની અરુચિમાં પરિણમનારી છે, આ વાત ઉપદેશપદાદિ ગ્રંથમાં સુપ્રસિદ્ધ છે..ઈત્યાદિ ત્યાંથી સમજી લેવું જોઈએ. ૫૧૬-૧૩।। *** આગમાન્તરમાં દ્વેષ કેમ ન કરવો તે જણાવાય છે અર્થાત્ આગમાન્તરમાં દ્વેષ ન કરીએ તો તેથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળની પ્રાપ્તિના આશયથી જ દ્વેષ નહિ કરવાનું જણાવાય છે www अद्वेषो जिज्ञासा शुश्रूषा श्रवणबोधमीमांसाः । परिशुद्धा प्रतिपत्तिः प्रवृत्तिरष्टांगिकी तत्त्वे ॥ १६-१४॥ અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધપ્રતિપત્તિ અને પ્રવૃત્તિ-આ પ્રમાણે આઠ અડ્ગવાળી તત્ત્વપ્રવૃત્તિ છે.’-આ પ્રમાણે ચૌદમી ગાથાનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે યોગની પ્રવૃત્તિ સ્વરૂપ તત્ત્વની પ્રવૃત્તિ છે. તત્ત્વની પ્રવૃત્તિ અદ્વેષથી આરંભાય છે અને જિજ્ઞાસાદિના ક્રમે પ્રવૃત્તિમાં સમાપ્ત થાય છે. તત્ત્વના વિષયમાં અપ્રીતિ ન થવા સ્વરૂપ અદ્વેષ છે. ૪૪૨ Page #446 -------------------------------------------------------------------------- ________________ પોતાની માન્યતાના આગ્રહના કારણે[પક્ષપાતના કારણે] તત્ત્વના વિષયમાં અપ્રીતિસ્વરૂપ દ્વેષ થતો હોય છે. તેના પરિહારથી અદ્વેષ નામનું પ્રથમ તત્ત્વાડ્ગ પ્રાપ્ત થાય છે, જે તત્ત્વની પ્રવૃત્તિનો પ્રારંભ કરાવે છે. જાણવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે. તત્ત્વજ્ઞાનની ઈચ્છાને જિજ્ઞાસા તરીકે અહીં વર્ણવી છે, તે અદ્વેષપૂર્વક હોય છે. તત્ત્વજ્ઞાનની પ્રત્યે દ્વેષ હોય તો તેની ઈચ્છા ન થાય-એ સમજી શકાય છે. બોધના પ્રવાહની સેર[સરવાણી]જેવી શુશ્રુષા છે. શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. જિજ્ઞાસાપૂર્વકની એ શુશ્રુષા યોગનું ત્રીજું અફ્ળ છે. તત્ત્વશુશ્રુષા જેનું કારણ છે તેવા શ્રવણને[સાંભળવું તેને] યોગનું ચોથું અફ્ળ કહેવાય છે. તત્ત્વશ્રવણના કારણે વિવક્ષિત અર્થનો તત્ત્વવિષયક જે અવગમપરિચ્છેદ થાય છે; તેને બોધ કહેવાય છે. એ બોધ પછી થનારી સદ્વિચારસ્વરૂપ તત્ત્વવિષયક જમીમાંસા સ્વરૂપ યોગનું છઠ્ઠું અગ છે. મીમાંસા પછી સર્વથા ભાવથી વિશુદ્ધ નિશ્ચયસ્વરૂપ ‘આ, આ પ્રમાણે જ છે' આવા પ્રકારની જે પરિચ્છિત્તિ[જ્ઞાન] થાય છે; તેને પ્રતિપત્તિ કહેવાય છે. પ્રતિપત્તિ પછી તત્ત્વવિષયક જે અનુષ્ઠાન-પ્રવૃત્તિ થાય છે, તેને યોગના આઠમા અગ-પ્રવૃત્તિસ્વરૂપે અહીં વર્ણવી છે. ગાથામાંનું પ્રવૃત્તિઃ આ પદ બીજી વાર અન્વિત થાય છે. તેથી ગાથાનો અર્થ એ થાય છે કે તત્ત્વના વિષયમાં થનારી પ્રવૃત્તિ અષ્ટાગિકી છે. અર્થાત્ અદ્વેષ નિજ્ઞાસા વગેરે આઠ અડ્ગોથી તત્ત્વ[યોગ]ની પ્રવૃત્તિ થાય છે. તેથી મૂલાગમના એકદેશ સ્વરૂપ આગમાન્તરમાં દ્વેષ કરવો ના જોઈએ. અન્યથા દ્વેષ કરવાના કારણે યોગનો[તત્ત્વનો] ૪૪૩ Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ શક્ય નહિ થાય. ||૧૬-૧૪॥ *** આ રીતે સદ્ધર્મના પરીક્ષક બાલાદિ ભાવોને જણાવીને સમસ્ત પ્રકરણના અર્થનો ઉપસંહાર કરતાં સદુપદેશ દ્વારા તેના ફળને વર્ણવાય છે गर्भार्थं खल्वेषां भावानां यत्नतः समालोच्य । पुंसा प्रवर्त्तितव्यं कुशले न्यायः स्तामेषः || १६ - १५॥ “આ ભાવોના ગર્ભિતાર્થનો પ્રયત્નપૂર્વક સારી રીતે વિચાર કરીને જ પુરુષોએ કુશલ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સજ્જનોનો માર્ગ છે.”-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-આ પૂર્વે જે પદાર્થોનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું તે ભાવોના [પદાર્થોના ભાવાર્થને પ્રયત્નથી સૂક્ષ્મ બુદ્ધિ વડે સારી રીતે વિચારીને જ પુરુષોએ, કુશલ-પુણ્યના કારણ હોવાથી કુશલ એવા સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. આ સત્પુરુષોનો ન્યાય-અવિચલિત માર્ગ છે, એનાથી બીજો કોઈ માર્ગ નથી. ।।૧૬-૧૫થી *** સદ્ધર્મ પરીક્ષકાદિ પૂર્વે જણાવેલા એ ભાવો આપશ્રીએ ક્યાંથી અને શા માટે વર્ણવ્યા-આવી શકાનું સમાધાન કરાય છે एते प्रवचनतः खलु समुद्धृता मन्दमतिहितार्थं तु । आत्मानुस्मरणाय च भावा भवविरहसिद्धिफलाः ॥ १६-१६॥ ૪૪૪ Page #448 -------------------------------------------------------------------------- ________________ મંદબુદ્ધિવાળા આત્માઓના હિત માટે અને પોતાના સ્મરણ માટે, ભવવિરહમોક્ષની સિદ્ધિસ્વરૂપ ફળવાળા આ ભાવો દ્વાદશાગ્રીમાંથી સમુદ્ધર્યા છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-શેષ આગમની અપેક્ષાએ સૂત્ર અને અર્થને આશ્રયીને જેનું વચન પ્રકૃષ્ટ [શ્રેષ્ઠ છે તેને પ્રવચન કહેવાય છે. તે દ્વાદશાર્ગી સ્વરૂપ પ્રવચનથી પૂર્વે પ્રરૂપેલા છે તે ભાવો કોઈ પણ જાતની વિપ્રતિપત્તિ વિના ઉદ્ઘત કર્યા છે. એનું પ્રયોજન પોતાનું અનુસ્મરણ છે અને વિસ્તારથી એ ભાવોનું અવગાહન કરવાની જેમનામાં બુદ્ધિની ક્ષમતા નથી એવા મંદબુદ્ધિવાળા જીવોનું હિત છે. પોતાના અનુસ્મરણ માટે અને મંદમતિજીવોના હિત માટે સમુદ્ભૂત એ ભાવો મોક્ષની સિદ્ધિ-પ્રાપ્તિ સ્વરૂપ ફળવાળા છે. [૧-૧ી . - પ્રકરણના અંતે પૂર્વોક્ત ભાવાર્થના સમ્યજ્ઞાન માટે ઉપાય તરીકે બહુશ્રુત આત્માઓની ભક્તિને ગ્રંથકાર પરમર્ષિ જણાવે છે – - ઘર્મશ્રવણે પત્નઃ સતત હાર્યો વકૃતસવીરે | हितकाङ्क्षिभिर्नृसिंहै वचनं ननु हारिभद्रमिदम् ॥१६-१७॥ હિતના અર્થી એવા ઉત્તમ પુરુષોએ બહુશ્રુત વ્યક્તિઓ પાસે ધર્મ સાંભળવાનો પ્રયત્ન સતત કરવો-આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું વચન છે.” આ પ્રમાણે સત્તરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે. દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારી રાખે તે ધર્મ છે જે શ્રત અને ચારિત્ર સ્વરૂપ Page #449 -------------------------------------------------------------------------- ________________ છે. એ ધર્મના શ્રવણને વિશે સતત આદર રાખવો જોઈએ. હિતની અભિલાષાવાળા ઉત્તમ પુરુષોએ પરમતારક ઘર્મનું પુણ્યશ્રવણ બહુશ્રુત મહાત્માઓના સનિધાને કરવું જોઈએ. આ પ્રાર્થનાસ્વરૂપ વચન પૂ.આ.ભ. શ્રી. હરિભદ્ર સૂ. મહારાજાનું છે કે, બહુશ્રુત મહાત્માઓની પાસે ધર્મ સાંભળવો. અથવા આગમસ્વરૂપ એ વચન મનોહર છે અને કલ્યાણકારી છે. તેથી વચનોથી જણાવેલા ઘર્મના શ્રવણમાં જે પ્રયત્ન કરવાનો છે તે પ્રયત્ન બહુશ્રુત મહાત્માઓની પાસે જ કરવાનું કલ્યાણકારી છે. જે બહુશ્રુત નથી તેવાની પાસે ધર્મશ્રવણ પણ કરવાથી વિપરીત અર્થના ગ્રહણથી પાપનો સંભવ છે. તેથી ધર્મશ્રવણ પણ બહુશ્રુત મહાત્માઓની પાસે જ કરવું. અથવા આ ગાથા ગ્રંથકારશ્રીને છોડીને બીજા કોઈ અનુયાયી મહાત્માએ બનાવી છે. ગ્રંથકાર પરમર્ષિની સ્તુતિ કરતાં તેઓશ્રી જણાવે છે કે પ્રકરણાન્તર્ગત ઘર્મસંબંધી આ વચન શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજાનું છે. તેથી ઘર્મશ્રવણમાં પ્રયત્ન બહુશ્રુત મહાત્માની પાસે જ કરવો. કારણ કે અબહુશ્રુતો તો શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજાનાં વચનો સમજાવી નહિ શકે- આ રીતે ગ્રંથકાર પરમર્ષિના વચનનું માહાત્મા દર્શાવવા પૂર્વક તેઓશ્રીની સ્તવના કરાઈ છે. /૧૬-૧૭ વિ ષોડશ છોડશમ્ II II થીષોડશમૂupપvi સમાધ્યમ્ II अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता || xxxx - Page #450 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહકાર શા. રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તે, શ્રી રત્નત્રયી આરાધક સંઘ નવસારીના શ્રી જ્ઞાનખાતાના દ્રવ્યના ઉપયોગથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. શ્રાવકોએ આ પુસ્તકનો ઉપયોગ કરતાં પૂર્વે તેની સંપૂર્ણ કિંમતની રકમ અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતે જમા કરવા ભલામણ છે. ' - લિ. અનેકાના પ્રકાશવાજીની રિલીજિયાટ્રસ્ટ