________________
અતીતાદિ પર્યાયોને સર્વથા અસત્ માનવામાં આવે તો તેનું સ્મરણ વગેરે નહિ થાય અને સ્મરણના વિષય તરીકે તેનો અનુભવ થાય છે. તેથી અતીત અને અનાગતકાળ સંબંધી પર્યાયો પણ વાસ્તવિક છે. તે પર્યાયો વિના વસ્તુનું અખંડપિરિપૂર્ણ સ્વરૂપ સંભવતું ન હોવાથી અતીત અને અનાગત પણ વાસ્તવિક હોવાથી તેને જણાવનારું જ્ઞાન તેના પરિચ્છેદક તરીકે સંભવે છે. તેથી તીતરિ(તરિ) રિચ્છે-આ પ્રમાણે જે કેવલજ્ઞાનને વર્ણવ્યું છે તેમાં કોઈ દોષ નથી. ઈત્યાદિ ભણાવનાર પાસેથી સમજી લેવું જોઈએ. સર્વથા અસતું કે સર્વથા સતુ, એકાંતે ક્ષણિક કે એકાંતે નિત્ય વગેરે સ્વરૂપ વસ્તુને માનવાથી જે દોષો આવે છે તેનો વિચાર કરવાથી સમજાશે કે ક્રમબદ્ધ તે તે પર્યાયોને અતીતાદિ સ્વરૂપે માન્યા વિના ચાલે એવું નથી. પૂર્વપર્યાયનો નાશ અને ભવિષ્યત્પર્યાયનો અનુત્પાદ ન માને તો વર્તમાનપર્યાયનું અસ્તિત્વ સદ્ગત નહીં થાય. અતીતાદિ-સંબધ વર્તમાન છે, અતીતાદિ-અસંબદ્ધ વર્તમાનનો સંભવ નથી ઈત્યાદિ અન્યત્ર અનુસધેય છે. I૧૫-૧૧ . * '.
આ પ્રમાણે કેવલજ્ઞાનનું સ્વરૂપ જણાવીને તેમાં પરતત્ત્વનો સંબંધ જણાવાય છે – . एतद्योगफलं तत्परापरं दृश्यते परमनेन ।
तत् तत्त्वं यद् दृष्ट्वा निवर्त्तते दर्शनाकाङ्क्षा ॥१५-१२॥ . “આ કેવલજ્ઞાન પરાપરયોગનું ફળ છે. આનાથી