________________
સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં જેને સંવેગની પ્રાપ્તિ થતી નથી તે ચિકિત્સા માટે અયોગ્ય છે. આથી વિપરીત રીતે, સિદ્ધાંતનું શ્રવણ કરવાથી જેમને સંવેગની પ્રાપ્તિ થાય છે તેઓ ચિકિત્સા માટે યોગ્ય છે તે જણાવાય છે –
यः शृण्वन् संवेगं गच्छति तस्यायमिह मतं ज्ञानम् । गुरुभक्त्यादिविधानात्कारणमेतद् द्वयस्येष्टम् ॥१०-१६॥
જે કોઈ યોગ્ય આત્મા સિદ્ધાંતનું શ્રવણ કરતાં સંવેગને પ્રાપ્ત કરે છે, તેનું પ્રથમ શ્રુતજ્ઞાન, ગુરુની ભક્તિ વિનય વગેરે કરવાથી ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું કારણ સ્વરૂપ ઈષ્ટ છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જેને આગમનું શ્રવણ કરતાં મોક્ષની અભિલાષા થાય છે, તે ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય છે. આવા યોગ્ય આત્માને જ ત્રણ જ્ઞાનમાંનું પહેલું શ્રુતજ્ઞાન મનાય છે. એ શ્રુતજ્ઞાનના પ્રભાવે આત્મા ગુરુભક્તિ, વિનય, બહુમાન વગેરે કરે છે; જેથી અનુક્રમે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનની તે યોગ્ય જીવને પ્રાપ્તિ થાય છે. આ રીતે ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનનું કારણભૂત જે શ્રુતજ્ઞાન છે તે ઈષ્ટ છે. જે શ્રુતજ્ઞાનથી ચિંતાજ્ઞાન કે ભાવનાજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે શ્રુતજ્ઞાન ઈષ્ટ નથી. આગમના પુણ્યશ્રવણથી સંવેગની જેને પ્રાપ્તિ થાય છે તેનું શ્રુતજ્ઞાન ઈષ્ટ છે. તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર : આ ત્રણ રત્નસમાન; શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાનમાં પરમ આદર કરવો જોઈએ.
દશમા ષોડશકના અંતે ટીકાકાર પરમર્ષિએ કરેલી