________________
ક્ષેત્રને આશ્રયીને જે પ્રતિષ્ઠા કરાય છે તેને ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે. અનેક મહાવિદેહ, ભરત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર શ્રી તીર્થંકરપરમાત્માઓ થાય છે; તે બધાની જે પ્રતિષ્ઠા કરાય છે તેને “મહાપ્રતિષ્ઠા કહેવાય છે. મહાપ્રતિષ્ઠા આ નામ તેના અર્થને અનુસરનારું છે. કારણ કે બધા જ શ્રી તીર્થંકરપરમાત્માની અહીં પ્રતિષ્ઠા હોવાથી તે મોટી છે. ૮-૩
અહીં પ્રશ્ન એ છે કે આ પ્રતિષ્ઠા શું છે ? જે મોક્ષસ્વરૂપને પામ્યા છે એવા મુખ્યદેવવિશેષને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે કે પછી સંસારમાં રહેલા એવા દેવવિશેષને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે ?-આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ, માની શકાય એવો નથી. કારણ કે જે મોક્ષસ્વરૂપને પામ્યા છે તેઓશ્રીને મંત્ર સ્વરૂપ સંસ્કારવિશેષથી અહીં લાવી શકાય એમ નથી. મંત્રાદિ પ્રયોગથી જો તેઓશ્રીને લઈ આવી શકાય તો સમજવું કે તેઓ મુક્ત થયા નથી. કારણ કે ત્યાં મોક્ષમાં ગયેલા કોઈ પણ રીતે પાછાં આવતા નથી. જો પાછા આવે તો તેમનામાં મુક્તત્વનો વિરોધ આવે. તેથી પ્રથમ વિકલ્પ માની શકાય એમ નથી. '
આવી જ રીતે સંસારવર્તી દેવવિશેષને આશ્રયીને પ્રતિષ્ઠા કરાય તો તે દેવવિશેષનું મંત્રવિશેષથી કાયમ માટે સન્નિધાન નહીં રહે. કોઈ વાર સન્નિધાન રહે તો પ્રતિષ્ઠા કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે સર્વદા સન્નિધાન ન હોવાથી પ્રતિમાજી કાયમ માટે પૂજ્ય નહીં બને. આથી ઉપર