________________
એ હિતકર નથી. સામા માણસના હિતની અપેક્ષા હોય તો સૌ પ્રથમ તેની યોગ્યતાનો વિચાર કરવો જોઈએ, ત્યાર પછી જ શાસ્ત્રાનુસારી સદ્ધર્મદેશનાનું સમ્યગ્રીતે પ્રદાન કરવું જોઈએ. ।।૧-૧૫
***
ઉપર પંદરમી ગાથામાં જણાવેલી વાતને સ્પષ્ટ કરતાં
સોળમી ગાથામાં ફરમાવ્યું છે કે
एतद् विज्ञायैवं यथार्हं (थोचितं ) शुद्धद्भावसंपन्नः । विधिवदिह यः प्रयुंक्ते करोत्यसौ नियमतो बोधिम् ॥१६॥
ગાથાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે-આ રીતે બાલાદિ જીવોને પ્રાયોગ્ય દેશના સંબંધી ઉચિત જાણીને શુદ્ધભાવથી પરિપૂર્ણ જે પૂ. ગુરુભગવંત; વિધિપૂર્વક બાલાદિ જીવોને સદ્ધર્મદેશનાસ્વરૂપ ઔષધ પ્રયોજે છે તે પૂ. ગુરુભગવંત ચોક્કસપણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવે છે. ૧-૧૬॥
॥ इति प्रथमं षोडशकम् ॥
..
॥ અથ દ્વિતીયં ષોડશમ્ ||
અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા ગ્રન્થકાર પરમર્ષિ શ્રીમદ્ હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ષોડશક પ્રકરણમાં પ્રથમ ષોડશક દ્વારા સદ્ધર્મપરીક્ષક બાલ, મધ્યમ અને પંડિત જનોનો પરીચય કરાવ્યો. એ વખતે તેમની સદ્ધર્મપરીક્ષા
૩૪