________________
કરવાની રીતનો પણ સ્પષ્ટપણે ખ્યાલ આપ્યો છે. તે જીવોને તેમને ઉચિત દેશના આપવાથી લોકોત્તર ધર્મની પ્રાપ્તિ કરાવવાનું ખૂબ જ સરળ બને છે તેમને અનુચિત દેશના આપવાથી બાલાદિ જીવોનું કોઈ પણ રીતે હિત થતું નથી પરન્તુ ખૂબ જ અહિત થાય છે. આ વાત પણ ખૂબ જ સ્પષ્ટપણે જણાવી છે. પ્રથમ ષોડશકમાં જણાવેલી એ વાતનો ખ્યાલ રાખીને જ પૂ. ગુરુભગવત્તે યોગ્ય જીવોને યોગ્ય રીતે સધર્મની દેશના આપવી જોઈએ-એ સમજી શકાય છે. ત્યાં બાલાદિ જીવોને આપવાયોગ્ય જે સદ્ધર્મદેશના છે તે સંબંધી વિધિ કહે છે
बालादीनामेषां यथोचितं तद्विदो विधिर्गीतः । सद्धर्मदेशनायामयमिह सिद्धान्ततत्त्वज्ञैः ॥२-१॥
ગાથાનો અર્થ સ્પષ્ટ છે. બીજા ષોડશકની શરૂઆતમાં ગ્રન્થકાર પરમર્ષિ બાલાદિ જીવોને તેમને ઉચિત એવી સદ્ધર્મદેશના સંબંધી વિધિને જણાવવા માટે પ્રારંભ કરે છે. પૂર્વે જેમનું સ્વરૂપ ણાવ્યું છે એવા બાલાદિ જીવોને તેમને ઉચિત એવી સદ્ધર્મની દેશનાના વિષયમાં આગમના પરમાર્થને જાણવા માટે અત્યંત નિપુણ એવા સિદ્ધાંતતત્ત્વોના જાણકારોએ બાલાદિ જીવોના સ્વરૂપના જાણકારોને હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે વિધિ જણાવ્યો છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બાલ, મધ્યમ અને પંડિત -આ ત્રણ પ્રકારના જીવો ધર્મના અર્થી છે. સધર્મની પરીક્ષા-વિચારણા કરીને ધર્મનો સ્વીકાર કરતી વખતે તેમની વિચારણા-પરીક્ષા-પદ્ધતિ જુદી જુદી છે. આવા જીવોને તેમની રુચિ મુજબ પણ સદ્ધર્મની