________________
જ દેશના આપવાની છે. બાલાદિ જીવોના સ્વરૂપના જાણકારો જ એવી દેશના આપવા માટે શક્તિસમ્પન્ન બની શકે છે. એ અંગેનો વિધિ આગમના પરમાર્થને જાણવામાં અત્યંત નિપુણ એવા સિદ્ધાંતના રહસ્યવેત્તાઓએ દર્શાવ્યો છે, જે અહીં આગળની ગાથાઓથી જણાવ્યો છે. ર-૧
તે ઉપર જણાવ્યા મુજબ દેશનાવિધિ જણાવવાના અવસરે બાલજીવોને પરિણામ-પરિણતિને આશ્રયીને હિતકારિણી એવી દેશનાનું સ્વરૂપ સમજાવતાં ફરમાવ્યું છે કે
बाह्यचरणप्रधाना कर्त्तव्या देशनेह · बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ॥२-२॥
બાલ, મધ્યમ અને પંડિત-આ ત્રણ પ્રકારના ધર્માર્થી આત્માઓમાં જે બાલજીવો ધર્માર્થી છે તેમને બાહ્યચારિત્રપ્રધાન દેશના આપવી જોઈએ અને ત્યારે ધર્મદેશક પૂ.આ.ભગવત્તાદિએ પણ તે બાહ્યચારિત્રસ્વરૂપ આચાર ચોક્કસપણે તે બાલ જીવોની આગળ સેવવા જોઈએ”-બીજા ષોડશકની બીજી ગાથાથી જણાવેલી આ વિગત સ્પષ્ટ છે. પૂર્વે જણાવ્યા મુજબ બાલ જીવો ધર્મની પરીક્ષા કરતી વખતે બાહ્યલિંગને મુખ્યપણે વિચારતા હોય છે. તેથી બાહ્ય આચારો
જ્યાં સારા જણાય, ત્યાં તેઓ ધર્મની કલ્પના કરી લે છે. તે તે દર્શનોમાં વિહિત તે તે બાહ્યાનુષ્ઠાનમાં જે અનુષ્ઠાન સુંદર અને સામાન્યથી નિરવદ્ય જણાય તેને ધર્મ તરીકે સ્વીકારનારા બાલ જીવોને લોકોત્તર માર્ગના બાહ્ય આચારો