________________
મુખ્યપણે ઉપદેશવા જોઈએ. આવાં લોકોત્તર બાહ્ય [સર્વસામાન્ય જનો સમજી શકે] એવાં અનુષ્ઠાનોની દેશના આપતી વખતે ધર્મદેશકે એનો ખ્યાલ રાખવો જોઈએ કે તે આચારોનું ખૂબ જ ઉપયોગપૂર્વક પાલન પોતે કરવાનું છે. બાલ જીવોના ખ્યાલમાં આવે તે રીતે એ બાહ્યાચારો ધર્મદેશક ન સેવે તો બાલ જીવોને એવા પ્રસંગે આચારો વિતથ છે-એમ જ જણાશે. પૂ.ગુરુભગવંત કહે છે કાંઈ અને આચરે છે કાંઈઆવું બાલ જીવોના મનમાં થાય તો લોકોત્તર ધર્મ પ્રત્યે મિથ્યાત્વની વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે અને એમાં નિમિત્ત ધર્મદેશક પોતે બને. બાલ જીવો · અજ્ઞાની છે; સમજતા નથી; ધર્મદેશકે શું કરવું, શું ન કરવું-એ વિચારવાની તેમને જરૂર નથી; પૂ. ગુરુભગવન્ત જે કહે તે તેઓએ કરવું જોઈએ...” વગેરે વિચાર્યા વિના ધર્મદેશકે બાલ જીવોની સામે તેમને ઉપદેશ કરાતા બાહ્ય આચારોનું પાલન ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. ધર્મના અર્થી એવા બાલ જીવો લોકોત્તર ધર્માનુષ્ઠાનોને કોઈ પણ રીતે મિથ્યા માની ના લેએ અંગે પૂરતી કાળજી રાખવી જોઈએ. આપણા પોતાના નિમિત્તે કોઈ પણ આત્મા લૌકોત્તર ધર્મને મિથ્યા માને-એ આપણા માટે હિતાવહ નથી. આચારસમ્પન્નતાનાં દર્શનથી બાલ જીવોને ધર્મદેશક પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન પ્રગટે છે. એના યોગે બાલ જીવોને ધર્મદેશક દ્વારા નિરૂપણ કરાતા બાહ્ય લોકોત્તર અનુષ્ઠાન પ્રત્યે પરમતારક ધર્મની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જે લોકોત્તર ધર્મની પ્રાપ્તિનું ખૂબ જ પ્રબળ કારણ બને છે. બીજી ગાથાનાં છેલ્લાં બે પદોથી જણાવેલી
૩૭