________________
આ વાત તરફ ધર્મદેશકોએ ધ્યાન આપવું જોઈએ. એની ઉપેક્ષા શ્રોતા કે વક્તા-બંનેમાંથી કોઈના પણ હિત માટે નથી. આપણા આચારનો પ્રભાવ આપણા વચનને સામર્થ્યનું પ્રદાન કરે છે. પરિણામે આપણાં પ્રભાવવત્તાં વચનો; શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને શ્રોતાજનોના હૃદય સુધી પહોંચાડે છે, જે ધર્મદેશકોની સદ્ધર્મની દેશનાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ઉપર જણાવેલી વાતનો નિરંતર ખ્યાલ રાખવો જોઈએ. ર-રા
બાલ જીવોને આપવાયોગ્ય બાહ્ય-આચારપ્રધાન દેશનાનું સ્વરૂપ સામાન્યથી જણાવાય છે
सम्यग्लोचविधानं ह्यनुपानत्कत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः स्वापः शीतोष्णसहनं च ॥२-३॥ षष्ठाष्टमादिरूपं चित्रं बाह्यं तपो महाकष्टं । अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥२-४॥ गुर्वी पिंडविशुद्धिश्चित्रा द्रव्यायभिग्रहाश्चैव । विकृतीनां संत्यागस्तथैकसिक्थादिपारणकम् ॥२-५॥ अनियतविहारकल्पः कायोत्सर्गादिकरणमनिशं च । इत्यादि बाह्यमुच्चैः कथनीयं भवति बालस्य ॥२-६॥
શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ લોચ કરવો; પગમાં જોડા વગેરે ધારણ નહિ કરવા; પલંગાદિ વિના પૃથ્વી ઉપર જ શયન કરવું, રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરમાં જ નિદ્રા લેવી અને શીત [અનુકૂળ] તેમ જ ઉષ્ણ પ્રિતિકૂળ]