________________
પરિસહોનું સહન કરવું.
મહાકષ્ટને કરનારા છઠ્ઠ અઠ્ઠમ વગેરે અનેક પ્રકારના બાહ્ય તપ કરવા; સંયમની સાધના માટે વિહિત ઉપકરણોને ધારણ કરવાં અને તે પણ નિર્દોષ [આધાકર્માદિ દોષથી શૂન્ય) લેવાં. - આધાકર્માદિ બેતાળીશ દોષોનો ત્યાગ કરી નિર્દોષભિક્ષા ગ્રહણ કરવા સ્વરૂપ પિંડવિશુદ્ધિ ખૂબ જ કપરી છે; દ્રવ્ય ક્ષેત્ર વગેરેને આશ્રયીને અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરવા; દૂધ દહીં વગેરે વિગઈઓનો સર્વથા ત્યાગ કરવો અને છઠ્ઠઅક્રમાદિ તપના પારણે ભાત વગેરે એક જ દ્રવ્યથી તેમ જ એક બે કોળિયા વાપરવાથી પારણું કરવું.
કોઈ પણ ક્ષેત્રની ચોક્કસ ધારણા વિના અનિયતપણે વિહાર કરવો પરતું એક જ સ્થાનમાં ન રહેવા સ્વરૂપઅનિયત વિહારસ્વરૂપ આચાર; દરરોજ કાયાની મમતાને દૂર કરવા માટે કાઉસ્સગ્ન કરવા, પદ્માસનાદિમાં રહેવું અને આતાપનાદિ લેવી. તેમ જ ઉપાશ્રયની પ્રાર્થના, વસ્ત્રાદિની પ્રતિલેખના તથા કાલગ્રહણ લેવાં.. વગેરે બાહ્ય આચાર સારી રીતે બાલ જીવોને જણાવવા. આ પ્રમાણે ત્રીજી ચોથી પાંચમી
અને છઠ્ઠી ગાથાનો સામાન્ય અર્થ છે. | સામાન્ય રીતે ઉપર જણાવ્યા મુજબ બાહ્ય આચારોને મુખ્ય બનાવી બાલ જીવોને લોકોત્તર ધર્મની દેશના આપવાનું ફરમાવ્યું છે. ઘર્મના અર્થી એવા પણ બાલ જીવો બાહ્ય આચારને જ પ્રાધાન્ય આપતા હોવાથી શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા એ સાધ્વાચારો ખૂબ જ સ્પષ્ટપણે તે