________________
જીવોને સમજાવવા જોઈએ. લોકમાં પ્રસિદ્ધ આચારો કરતાં એ લોકોત્તર આચારોમાં જે વિશેષતા છે-એ સ્પષ્ટપણે બાલજીવોને સમજાવવી જોઈએ. અન્યથા લોકોત્તર માર્ગમાં બાલ જીવોને લઈ આવવાનું શક્ય નહિ થાય. લૌકિક આચારોની અપેક્ષાએ લોકોત્તર આચારોની ઉત્તમતા અને પરમતારકતા સમજાય નહિ તો કોઈ પણ રીતે બાલ જીવો લૌકિક માર્ગનો ત્યાગ કરશે નહિ. લૌકિક આચારોની પાપરૂપતા સમજાવીને; લોન્નેત્તર આચારો સર્વથા પાપરહિત છે-એ સમજાવવામાં આવે તો બાલ જીવોને લોકોત્તર આચારો પ્રત્યે આદર પ્રગટ્યા વિના નહિ રહે. ધર્મદેશકોની દેશનાપદ્ધતિ ખરેખર જ મુમુક્ષુ આત્માઓને ખૂબ જ સ્પષ્ટપણે માર્ગનું જ્ઞાન કરાવનારી બને છે. બાલાદિ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો ધર્મદેશકે ઉપર જણાવ્યા મુજબ તેમને ઉચિત જ દેશના આપવી જોઈએ અને તે તે બાહ્યાચારોને ખૂબ જ અપ્રમત્તપણે પાળવા જોઈએ. અન્યથા નાટકીય રીતે અપાયેલી દેશના મુમુક્ષુજનોને લાભનું કારણ નહિ બને.
ઉપર જણાવેલા બાહ્ય મુનિજીવનના આચારો લૌકિક ધર્માચારો કરતાં ખૂબ જ કઠોર છે. વર્ષદરમ્યાન ત્રણવાર બેવાર અને એકવાર પોતાની યોગ્યતા મુજબ શ્રી તીર્થંકરદેવની આજ્ઞા મુજબ મસ્તકાદિના કેશનો લોચ કરવાનો આચાર અન્ય કોઈ દર્શનમાં નથી. માત્ર જૈનદર્શનમાં પૂ. સાધુભગવંતો માટે એ આચારનું વિધાન છે. એ આચારનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટ છે. શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાત્માઓ પંચમૌષ્ટિક લોચ કરતા હતા. તેની અપેક્ષાએ આજની લોચની પ્રવૃત્તિ