________________
ખૂબ જ સરલ છે. પૂર્વપરમર્ષિઓએ સહન કરેલાં કષ્ટોની અપેક્ષાએ આજે એવું કોઈ જ કષ્ટ નથી. છતાં જો કષ્ટ જણાય તો સહનશીલતા ઘણી જ ઓછી છે-એ માન્યા વિના ચાલે એમ નથી. શક્ય પ્રયત્ન એ માટે મનને કેળવ્યા વિના છૂટકો નથી.
શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ મમત્વાદિના પરિવાર માટે વિહારાદિ કરતી વખતે પગમાં કોઈ પણ જાતના જોડા વગેરે પૂ. સાધુભગવંતો ધારણ કરતા નથી. ખુલ્લા પગે જ વિહારાદિ કરવાની તેઓશ્રીની મર્યાદા છે. શાસ્ત્ર મુજબ નવકલ્પી વિહારાદિની મર્યાદાનું પાલન કરાય તો ખરેખર જ પગમાં કશું જ પહેરવાની જરૂર જ ન પડે. વર્તમાનની વિહાર-પદ્ધતિ વગેરે અંગે નવેસરથી વિચારણા કરવાની આવશ્યકતા છે. કેટલીકવાર તો વિહારનો આશય જ હણાતો હોય એવું દેખાય છે. મમત્વને દૂર કરવાના આશયથી વિહિત આચાર; મમત્વને પુષ્ટ બનાવનારા બને નહિ એનું લક્ષ્ય રાખવું જોઈએ. વર્તમાનની વિહારાદિની પદ્ધતિમાં થોડો ફેંરફાર કરીએ તો સામાન્ય રીતે પગમાં કશું જ પહેરવું ના પડે. શ્રીવીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા; આત્મપરિણતિ અને સંયમપરિણતિ-એ બન્નેના સમન્વય માટેનું અદ્ભુત સાધન છે. એ પરમતારક સાધનનો ઉપયોગ કરવામાં ન આવે તો બાહ્ય આચારોમાં પણ ભલીવાર નહિ આવે.
પૂ. સાધુભગવન્તોને સામાન્યરીતે પૃથ્વી ઉપર જ સૂવાનું છે. એ માટે પલંગાદિનો ઉપયોગ કરવાનો નિષેધ છે. - આ રીતે જમીન પર પણ, સૂવાનું આવશ્યક જણાય તો