________________
રાત્રિમાં બે પ્રહર નિદ્રા લેવાની છે. દિવસે અને રાત્રે બે પ્રહરથી અધિક નિદ્રા લેવાનો આચાર નથી. સામાન્યરીતે દિવસે પ્રથમ, દ્વિતીય અને ચતુર્થ પ્રહરમાં તેમ જ રાત્રિના પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં પૂ. મુનિભગવન્તોને સ્વાધ્યાય કરવાનું ફરમાવ્યું છે. આ રીતે પંદર કલાકનો સ્વાધ્યાય કરનારા પૂ. સાધુમહાત્માઓ આવશ્યકતા મુજબ બે પ્રહર જ નિદ્રા લે છે. બે પ્રહરથી અધિક નિદ્રા લેતા નથી. રાત્રિના બીજા અને ત્રીજા પ્રહરમાં જ જરૂર પડ્યે નિદ્રા લેનારા મહાત્માઓ, ઉપર જણાવ્યા મુજબ પંદર કલાકનો સ્વાધ્યાય કરવા દ્વારા નિદ્રા અને વિકથા સ્વરૂપ પ્રમાદનો ખૂબ જ સારી રીતે ત્યાગ કરે છે. મોટાભાગે સાધુપણાના પતનની શરૂઆત એ બે પ્રમાદ કરાવે છે. એ બન્ને પ્રમાદથી દૂર રહેવા માટે ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવન્તો સ્વાધ્યાયાદિમાં તત્પર બને છે.
આગમમાં જણાવ્યા મુજબ શીત કે ગ્રીષ્મ ઋતુમાં શીત કે ઉષ્ણ પરીસહને સારી રીતે સહન કરવાનો મુનિભગવન્તોનો આચાર છે. પોતાના શરીરની શક્તિ અનુસાર આર્ત કે રૌદ્રધ્યાન ન થાય એ રીતે શીત કે ઉષ્ણ પરીસહને વેઠવાનું ખૂબ જ આવશ્યક છે. સામાન્ય રીતે અહીં શીત પદથી અનુકૂલ પરીસહો અને ૩wા પદથી પ્રતિકૂલ પરીસહો સમજવાના છે. દરેક વખતે બધા જ પરીસહો પ્રાપ્ત થાય એવું બને નહિ. પરંતુ દરેક વખતે બધા જ પરીસહો સહન કરવાની ઈચ્છા હોવી જ જોઈએ. એવી ઈચ્છાને તિતિક્ષા' કહેવાય છે. પરીસહોનો પ્રતીકાર કરવાનું સામર્થ્ય હોય તો પણ તેનો