________________
કોઈ પણ જાતની ઉતાવળ વિરા] નહિ કરવા સ્વરૂપ અહીં અનાકુલતા છે. યતિઓનો ભાવ, સર્વવિરતિ- સામાયિકના પરિણામ સ્વરૂપ છે. કાલગ્રહણાદિ વખતે ત્વરા કરવાથી અપ્રમત્તતાસ્વરૂપ યતિભાવનો વ્યય નાશ થાય છે. કારણ કે જે અનુષ્ઠાન લાંબા[ઘણા કાળે થવાનું હોય તે અનુષ્ઠાન કરતી વખતે ત્વરા કરવાથી પ્રમાદ થાય છે. તેથી તેના પરિહાર માટે સર્વત્રાના તાત્તિમાં વપરા-આ પ્રમાણે ક્રિયાનું વિશેષણ છે. તે તે કાળમાં પ્રતિનિયત એવા કાલગ્રહણ, સ્વાધ્યાયપ્રસ્થાપન સિક્ઝાય પઠાવવી વગેરે સંબંધી જે ક્રિયા છે; તેને સંક્ષેપથી ઈતિકર્તવ્યતા કહેવાય છે. સામાન્યથી શાસ્ત્રમાં જણાવ્યા મુજબનાં કર્તવ્યોના ભાવ સ્વરૂપ ઈતિકર્તવ્યતા છે. રાત અને દિવસ વગેરે કાલની મર્યાદાએ ક્રમબદ્ધ કરાતી ક્રિયાની પરંપરા-એ તિર્તવ્યતા પદનો અર્થ છે.
આથી સમજી શકાશે કે પૂ. સાધુભગવંતો; શ્રી વિતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તે તે કાળમાં નિયત કરેલી કાલગ્રહણ લેવા જોગની ક્રિયાવિશેષ વગેરેની જે ક્રિયા કરે છે, તે ક્રિયાઓ જો કોઈ પણ જાતની ત્વરા કર્યા વિના કરાય તો તે પૂ. સાધુભગવંતોના મુનિપણાનો વ્યય કરનારી બનતી નથી. તેથી તે ક્રિયાઓ ઈતિકર્તવ્યતાસ્વરૂપ છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું. ૧૩-દા
આ રીતે સાધુભગવંતોની સચ્ચેષ્ટાનું નિરૂપણ કર્યું હવે એ ચેષ્ટાવંતોને જે મૈત્રી વગેરે ભાવોની સિદ્ધિ થાય છે, તે મૈત્ર્યદિભાવોનું નિરૂપણ કરાય છે –