________________
इति चेष्टावत उच्चैर्विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । मैत्रीकरुणामुदितोपेक्षाः किल सिद्धिमुपयान्ति ॥१३-७॥
ગાથાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે ચોથા ષોડશકના અંતે વર્ણવેલી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યથ્ય સ્વરૂપ જે ચાર ભાવનાઓ છે, તે ચાર ભાવનાઓ ગુરુવિનયાદિ સ્વરૂપ સાધુચેષ્ટાવંત વિશુદ્ધ અધ્યવસાયવાળા સુસાધુભગવંતોને જલદીથી સિદ્ધ થાય છે. પૂર્વે વર્ણવેલા મૈત્રી, કરુણા, મુદિતા[પ્રમોદ અને ઉપેક્ષા[માધ્યશ્ય ભાવો સાધુસચ્ચેષ્ટાની પ્રાપ્તિ પૂર્વે મંદકોટિના હોય છે. સાધુભગવંતોને સચ્ચેષ્ટાની પ્રાપ્તિ પછી એ ભાવો સિદ્ધજેવા બને છે - આ પ્રમાણે આપ્ત પુરુષો જણાવે છે. સામાન્ય રીતે ઈચ્છા પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ સ્વરૂપ ધર્મ છે. એમાંથી અપ્રમત્ત સાધુભગવંતોને સચ્ચેષ્ટાના કારણે સિદ્ધિસ્વરૂપ મૈત્ર્યાદિભાવો શીધ્રપણે પ્રાપ્ત થતા હોય છે-આ પ્રમાણે આ પુરુષોનું કથન છે. II૧૩-શા
મૈત્રી વગેરે ભાવસંબંધી જ વિશેષ જણાવાય છે – एताश्चतुर्विधाः खलु भवन्ति सामान्यतश्चतम्रोऽपि । एतद्भावपरिणतावन्ते मुक्ति न तत्रैताः ॥१३-८॥
સામાન્યથી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા : આ ચારે પણ ભાવનાઓ ચાર ચાર પ્રકારવાળી છે. એ ચારે ભાવનાઓ વિશિષ્ટસ્વરૂપે[પરાકાષ્ઠાએ પ્રાપ્ત થયે છતે આત્માને મુક્તિની પ્રાપ્તિ થાય છે. મુક્તિમાં તે ભાવનાઓ હોતી નથી.