________________
કારણ કે સાંસારિકભાવો [કર્મજન્ય ભાવો] સર્વથા નષ્ટ થયે છતે મુક્તિ .પ્રાપ્ત થાય છે. મૈત્ર્યાદિ ભાવો કર્મના ક્ષયોપશમાદિજન્ય હોવાથી મુક્તિમાં તે ન હોય તે સમજી શકાય છે. સંસારી આત્માઓના અને સિદ્ધપરમાત્માઓના મૈત્ર્યાદિ-ભાવોનું સ્વરૂપ એક નથી-એ સમજી લેવું જોઈએ. સામાન્યથી મૈત્યાદિભાવોના દરેકના ચાર પ્રકાર છે. પરંતુ વિશેષ સ્વરૂપે તો દરેકના સ્વસ્થાનમાં અસંખ્ય ભેદો છે. મુક્તિમાં હિતાદિના અધ્યવસાય સ્વરૂપ મૈત્ર્યાદિભાવો સ્વાત્મગુણોમાં મગ્ન એવા સિદ્ધપરમાત્માઓને હોતા નથી. તે તારક આત્માઓના મૈત્રી વગેરે ભાવો; સ્વાત્મરમણતા સ્વરૂપ જ હોય છે. અહીં સાંસારિક ભાવ સ્વરૂપ જ મૈત્ર્યાદિભાવોનું વર્ણન હોવાથી ‘મુક્તિમાં તે ભાવો નથી’-આ પ્રમાણે વર્ણવ્યું .1193-211
***
મૈત્રી વગેરે દરેક ભાવનાના ચાર પ્રકાર વર્ણવવા માટે જણાવાય છે
-
उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा मैत्री । मोहासुखसंवेगान्यहितयुता चैव करुणेति ॥१३ - ९॥
“ઉપકારી, સ્વજન, ઈતર અને સામાન્ય જન : આ ચારના વિષયમાં હિતના પરિણામ રૂપ મૈત્રી ભાવના ચાર પ્રકારની છે. મોહ, અસુખ, સંવેગ અને અન્ય હિત ઃ આ ચારથી યુક્ત કરુણા ભાવના ચાર પ્રકારની છે.’-આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે ઉપકારી `જનો, સ્વજનો, ઈતર જનો અને સામાન્ય
૩૬૭