________________
બંધ થાય છે. તેમાં પૂ. સાધુભગવંતો નિમિત્ત બને છે. પોતાની ઈચ્છા મુજબ મલિન આશયથી થતાં એ અનુષ્ઠાનો પરાર્થકરણ સ્વરૂપ નથી. પૂ. સાધુભગવંતો પરોપકાર કરવા માટે કોઈ અનુષ્ઠાન કરતા નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાના પાલન માટે જ તેઓશ્રી તે પ્રમાણે કરતા હોય છે. એ સંયમની સાધનામાં સંયમની પ્રાપ્તિની ભાવનાના કારણે જે સહાયક બને છે તેને પરાર્થની પ્રાપ્તિ થાય છે, જેમાં નિમિત્ત તરીકે પૂ. સાધુભગવંતોનું ભિક્ષાટનાદિનું અનુષ્ઠાન છે. તે સઘળાંય અનુષ્ઠાનોને અહીં પરાર્થકરણસ્વરૂપે વર્ણવ્યાં છે. ખૂબ જ સંક્ષેપથી જાણવું હોય તો જ્યાં સુધજીવી અને મુધાદાયીનો ભાવ છે, ત્યાં પરાર્થકરણ શક્ય છે. અન્યથા પરાર્થકરણ વાસ્તવિક નહિ બને. ll૧૩-પા
હવે ઈતિકર્તવ્યતાનું સ્વરૂપ જણાવાય છે – सर्वत्रानाकुलतायतिभावाव्ययपरा समासेन । कालादिग्रहणविधौ क्रियेतिकर्तव्यता भवति ॥१३-६॥
કાલાદિગ્રહણ સ્વરૂપ આચારના વિષયમાં સર્વત્ર નિરાકુલતાથી સાધુપણાના અવ્યયમાં અિપગમ-વિનાશના અભાવમાં તત્પર એવી જે ક્રિયા તેને સંક્ષેપથી ઈતિકર્તવ્યતા કહેવાય છે.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. ભાવાર્થ એ છે કે શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રના યોગોહનાદિ સંબંધી કાલગ્રહણ; સક્ઝાય પઠાવવી અને પાટલી વગેરે કરવી...વગેરે સ્વરૂપ કાલાદિગ્રહણવિધિ સંબંધી બધા જ આચારના વિષયમાં