SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શાસ્ત્રમાં જેનું વિધાન કરાયું છે; તે અનુષ્ઠાન કરવામાં તત્પર અને મન, વચન તથા કાયાની શુભ પ્રવૃત્તિના કારણે વિશુદ્ધયોગી એવા પૂ. ગુરુભગવંતોની આહાર, વસ્ત્ર, પાત્રાદિની ગવેષણા વગેરેની બધી જ પ્રવૃત્તિ પરાર્થકરણસ્વરૂપ છે. પૂ. ગુરુભગવંતો દ્વારા ગ્રહણ કરાતાં આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેના; દાતાઓને તે તે વસ્તુઓને આપવાથી પુણ્યબંધ થાય છે. તેમાં પૂ. ગુરુભગવંતોની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ કારણ બને છે. આ રીતે પૂ. સાધુભગવંતોનાં સઘળાંય અનુષ્ઠાનો પરાર્થક૨ણસ્વરૂપ બને છે. કારણ કે તે પરોપકારનું કારણ બને છે. શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર વિશુદ્ધયોગપૂર્વકની પ્રવૃત્તિ પરોપકારનું કારણ બનતી હોય છે. ઉચિત પ્રવૃત્તિના કારણે ભવિષ્યમાં પ્રાપ્ત થનાર સામાયિકની શક્તિ યોગ્યતા]થી સામાયિકના અર્થ વડે જ્યારે દાનાદિની પ્રવૃત્તિ થાય છે, ત્યારે ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ નિયતપણે થતી હોય છે. તેથી એ પ્રવૃત્તિથી દાતાઓને ઉપકાર થાય છે. અહીં અન્ય વિદ્વાનોએ વિશુદ્ધયો પ્રવૃત્તેશ્વ ના સ્થાને વિશુદ્ધયોગશòશ્વ અને સર્વાર્થના ના સ્થાને સર્વાર્થતા આવો પાઠ સ્વીકાર્યો છે. તેની પાછળનો તેઓશ્રીનો જે આશય છે તે ષોડશ પ્રજા ભા. ૨ [પ્રકાશક : અંધેરી ગુજરાતી જૈન સંઘ]થી જાણી લેવો... અહીં એ યાદ રાખવું જોઈએ કે શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચન મુજબ પૂ. સાધુભગવંતો મન, વચન, કાયાની વિશુદ્ધિપૂર્વક જે કોઈ પણ ભિક્ષાટનાદિ અનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનમાં સહભાગી થનાર દાતા વગેરેને પુણ્યનો ૩૬૩
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy