________________
છે-તેમ પૂજા કરવાથી શ્રી જિનેશ્વરદેવોને કોઈ પણ જાતનો ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારાને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે. આથી સમજી શકાશે કે પૂર્વ ગાથામાં જણાવેલા “શ્રી જિનેશ્વરદેવને પૂજાથી કોઈ ઉપકાર નથી'- આ દોષનો પરિહાર થાય છે. કારણ કે પરમાત્માના ઉપકાર માટે પૂજા નથી, પોતાના લાભ માટે પૂજા વિહિત છે. પૂજાથી પોતાને લાભ થાય છે જ.
પંદરમી ગાથાથી “પૂજા વ્યર્થ છે-એ શંકાનું નિરાકરણ કરાય છે. એનો આશય એ છે કે શંકા કરનારે, “ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમની પૂજા કરવાથી કોઈ જ લાભ નથી'એમ જણાવ્યું હતું, પરંતુ તે બરાબર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ ઉત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણના ઉત્કર્ષના કારણે જ તેઓશ્રીની પૂજા સફળ છે. આથી સમજી શકાશે કે પૂજા નહિ કરવા માટે શંકા કરનારે ભગવાનની કૃતકૃત્યતાને કારણ તરીકે વર્ણવી હતી. તેનું અહીં નિરાકરણ થાય છે. પૂર્વપક્ષમાં જે હેતુ, પૂજાના નિષેધ માટે આપ્યો હતો તે હેતુથી જ પૂજા કરવાનું સિદ્ધ થાય છે. પૂજા વ્યર્થ નથી, પ્રયોજનવાળી છે. કારણ કે પોતાનાં શરીર, સ્વજન અને ઘર વગેરે માટે જેઓ આરંભ કરે છે; તે નિર્મળબુદ્ધિવાળા જીવોને પૂજા, અનેક જાતિના લાભનું પરમ કારણ બને છે.
અહીં આ કેવો નિયમ છે કે, પોતાના શરીરાદિ માટે આરંભ કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થોને આ રીતે પૂજાનો અધિકાર છે. કારણ કે કૂવાના દૃષ્ટાંતથી શ્રી જિનપૂજા; પોતાથી પૂિજાથી] ઉત્પન થનારા આરંભની વિશુદ્ધિપૂર્વક