________________
પુદ્ગલમાત્રનું સત્ત્વ [સત્તા-વિદ્યમાનતા-હોવું] લક્ષણ અવ્યાપ્તિદોષથી -શૂન્ય હોવા છતાં અતિવ્યાપ્તિદોષથી શૂન્ય નથી. કારણ કે એ લક્ષણ અવાસ્તવિક લક્ષણ પુદ્ગલમાત્રમાં હોવા છતાં તેનાથી અન્ય ઘર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પણ છે. અને પુદ્ગલમાત્રનું રૂપાદિશૂન્યત્વ' લક્ષણ અસંભવદોષથી શૂન્ય નથી, કારણ કે દરેક પુદ્ગલ રૂપાદિથી શૂન્ય નથી. પુદ્ગલમાત્રનું વાસ્તવિક સ્વરૂપ-લક્ષણ, રૂપ-રસ-ગંધસ્પર્શ-સહિતત્વ છે. આવી જાતનું ધર્મનું લક્ષણ બીજી ગાથાથી જણાવાશે, જે ધર્મનું પોતાનું જ સ્વરૂપ હશે. એ લક્ષણ પંડિત પુરુષોએ કાયમ માટે જ જાણવું જોઈએ. કારણ કે લક્ષણનું અસ્તિત્વ લક્ષ્યમાં દરેક કાળે હોય છે, જ્યારે પણ તેનો અભાવ વસ્તુમાં હોતો નથી. દરેક કાળમાં વસ્તુની સાથે તેનો સંબંધ હોય છે.
બીજી ગાથામાં ધર્મનું જે લક્ષણ જણાવાશે તે લક્ષણ સકલ આગમથી પરિશુદ્ધ છે. કારણ કે સકલ આગમમાં તે જણાવેલું હોવાથી કોઈ પણ આગમની સાથે તેનો વિરોધ નથી. આથી જ નિર્દોષ એવું તે લક્ષણ આદિ, મધ્ય અને અન્ય-દરેક અવસ્થામાં કલ્યાણનું કારણ બને છે. કોઈ પણ અવસ્થામાં અહિતકર ન હોવાથી તે સદાને માટે સુંદર છે. li૩-૧
ધર્મનું સ્વલક્ષણ સ્વરૂપ કયું છે ? આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે