________________
ફળની પ્રયોજક માનવાથી જેમ કોઈ દોષ નથી, તેમ મીમાંસકોની માન્યતા મુજબ શક્તિવિશેષને પૂજાના ફળની પ્રત્યે પ્રયોજક માનવામાં દોષ નથી. પરંતુ જ્યાં પ્રતિષ્ઠા થયેલી છે અને તેનાથી શક્તિ પણ ઉત્પન્ન થયેલી છે, આવા સ્થળે પ્રતિષ્ઠા થઈ નથી” આવા પ્રકારનું ભ્રમાત્મક જ્ઞાન થાય તોપણ વિશિષ્ટ પૂજાફળની પ્રાપ્તિ માનવાનો પ્રસંગ આવશે. તેથી ઉપર જણાવ્યા મુજબ ભક્તિવિશેષને પૂજાના ફળની પ્રયોજિકા માનવાથી મીમાંસકોની માન્યતાનું નિરાકરણ થયું છે. આથી જ અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શાભાવવિશિષ્ટ પ્રતિષ્ઠાધ્વસને પૂજાફળની પ્રત્યે પ્રયોજક માનનારા ચિંતામણિકારના મતનું પણ નિરાકરણ થાય છે. કારણ કે એમના મતે પણ તેવા પ્રકારનો પ્રતિષ્ઠાધ્વંસ વિદ્યમાન હોય ત્યારે પ્રતિષ્ઠા થઈ નથી' આવા પ્રકારનું અપ્રતિષ્ઠિતત્વનું ભ્રમાત્મક જ્ઞાન થાય ત્યારે પણ વિશિષ્ટ પૂજાફળની આપત્તિનો પ્રસંગ ઊભો છે જ... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. દાર્શનિક પરિભાષાનું અધ્યયન કર્યા વિના ઉપર જણાવેલી વિગત સ્પષ્ટ રીતે સમજવાનું શક્ય નથી.
આ રીતે પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભક્તિવિશેષની પ્રાપ્તિના કારણે જ પ્રતિષ્ઠા ફલવતી છે એ સમજી શકાય છે. તેથી જ પોતે આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે અથવા પોતાના સ્વજનોએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે... વગેરે જ્ઞાનના કારણે કોઈ પુરુષ-જીવને ભક્તિવિશેષની પ્રાપ્તિ થતી હોય છે, તેથી સ્વપ્રતિષ્ઠિતત્વ વગેરે ધર્મોનો આદર કરાય છે. અર્થાત્ એવા જ્ઞાનથી કોઈ દોષ