________________
જણાવાય છે –
श्रुतमयमात्रापोहाच्चिन्तामयभावनामये भवतः । ज्ञाने परे यथार्ह गुरुभक्तिविधानसल्लिङ्गे ॥१०-१२॥
“માત્ર ઋતમયજ્ઞાનને દૂર કરવાથી ચિંતામય અને ભાવનામય જ્ઞાન, વચનાનુષ્ઠાનના સ્વામી એવા ચારિત્રસંપન્ન આત્માઓને હોય છે. એ બન્ને જ્ઞાનને જણાવનારું લિડ્ઝ ઔચિત્યપૂર્વકની ગુરુભક્તિ છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે-આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યું હતું કે વચનાનુષ્ઠાન ચારિત્રવંતને જ હોય છે, એમાં મુખ્ય હેતુ જે જ્ઞાન છે તે જણાવાય છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન : આ ત્રણ ભેદથી જ્ઞાન ત્રણ પ્રકારનું છે. શ્રતથી ઉત્પન્ન થયેલું માત્ર શબ્દાર્થને ગ્રહણ કરનારું જે જ્ઞાન છે તેને શ્રુતમય જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન ચિંતામય અને ભાવનામય આ બે જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. તાત્પર્ય એ છે કે ચારિત્રસંપન આત્માઓને જે ચિંતામય અને ભાવનામય જ્ઞાન હોય છે તે જ્ઞાનમાં શ્રુતમયજ્ઞાન તો હોય છે, પરંતુ તે ચિતામય અને ભાવનામય જ્ઞાનથી સાપેક્ષ હોય છે. અહીં કેવલ શ્રુતમયજ્ઞાનની વાત હોવાથી તેને અન્ય બે જ્ઞાનથી નિરપેક્ષ સ્વરૂપે વર્ણવ્યું છે.
ચારિત્રવંતને જ જે જ્ઞાન હોય છે તે ચિંતામય અને ભાવનામય જ્ઞાનનું સ્વરૂપ હવે પછીના ષોડશકમાં વર્ણવાશે. કેવલ શ્રુતમયજ્ઞાનને દૂર કરવાથી નય, પ્રમાણ અને સૂક્ષ્મયુક્તિની વિચારણાથી જે જ્ઞાન થાય છે, તેને “ચિંતાજ્ઞાન