________________
“વચનામામાં પ્રાયઃ કોઈ કોઈ વાર સૂક્ષ્મ અતિચારો હોય છે; અને પહેલી ત્રણ ક્ષમામાં તો સ્થૂલ તેમ જ નિરંતર [વારંવાર અતિચારો હોય છે.”- આ પ્રમાણે અગિયારમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે, આ પૂર્વે પાંચ પ્રકારની માને જણાવીને તેના પ્રથમ ત્રણ ભેદોનો અને છેલ્લા બે ભેદોનો સમાવેશ અનુક્રમે પ્રથમ બે અને છેલ્લાં બે અનુષ્ઠાનમાં થાય છે તે જણાવ્યું છે. એમાં છેલ્લી બે ક્ષમામાં જે પહેલી ક્ષમા વચનક્ષમા છે, તેમાં અતિચારો પ્રાયઃ કોઈ વાર જ થાય છે. એકવાર અતિચાર થયો હોય ત્યાર પછી બીજો અતિચાર થાય તે બે અતિચાર વચ્ચે ઘણા કાળનું અંતર હોય છે, તેથી તે ખૂબ વિરલ હોય છે. પહેલી ત્રણ ઉપકારી ક્ષમા વગેરે ક્ષમામાં તો અતિચાર નિરંતર થતા જ હોય છે. વચનક્ષમામાં જે અતિવિરલ અતિચારનો સંભવ છે તે અતિચાર પણ સૂક્ષ્મ હોય છે અને પહેલી ત્રણ ક્ષમામાં જે અતિચાર નિરંતર થતા હોય છે તે સ્થૂલ-બાદર હોય છે. જે અતિચાર થવા છતાં જાણી શકાતા નથી તે સૂક્ષ્મ અતિચાર છે અને એનાથી બીજા અતિચારો બાદર છે. છેલ્લી ઘર્મક્ષમા અસગ્ગાનુષ્ઠાન સ્વરૂપ હોવાથી તેમાં કોઈ અતિચારનો સંભવ નથી. એ ક્ષમામાં મહાત્માઓ નિરતિચારપદના યોગી હોય છે. ll૧૦-૧૧
આ પૂર્વે છઠ્ઠી ગાથામાં જણાવ્યું છે કે વચનાનુષ્ઠાન ચોક્કસપણે ચારિત્રવંતને જ હોય છે તેમાં જ્ઞાનના સંબંધને