________________
આગમાનુસારી અને આગમાર્થના સ્મરણસ્વરૂપ ઉપયોગવાળું હોવાથી વચનાનુષ્ઠાન છે. વચનાનુષ્ઠાનના પ્રકૃષ્ટ અભ્યાસથી અપ્રમત્ત સાધુભગવંતોને અસલ્ગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. ભૂતકાળના વચનાનુષ્ઠાનના પ્રબળ સંસ્કારની પરિક્ષય ન થવાથી કેવળ સંસ્કારના અપરિક્ષયથી માત્ર આગમસંસ્કારના કારણે એ અસલ્ગાનુષ્ઠાન થાય છે. વાસ્તવિક રીતે સ્વભાવથી જે અનુષ્ઠાન; વચન[આગમ)ની અપેક્ષા વિના જ થાય છે તે અસલ્ગાનુષ્ઠાન થાય છે. અનુષ્ઠાનના પ્રયોગકાળે આગમના ઉપયોગ વિનાનું એ અનુષ્ઠાન હોય છે. ઉપયોગ વિના પણ કરાતું એ અનુષ્ઠાન પરિશુદ્ધ હોય છે. અતિચારથી રહિત હોય છે. વચનાનુષ્ઠાન અને અસગ્ગાનુષ્ઠાન દેખીતી રીતે એકસરખાં હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ બંનેમાં મોટો ફરક છે. ૧૦-૮
પ્રતિ, ભક્તિ, વચન અને અસદ્ગ-આ ચાર અનુષ્ઠાનોના ફળના વિભાગ-પ્રકારને જણાવાય છે –
अभ्युदयफले चाये निःश्रेयससाधने तथा चरमे । एतदनुष्ठानानां विज्ञेये इह गतापाये ॥१०-९॥
પહેલાં બે અનુષ્ઠાનો સ્વર્ગસ્વરૂપ ફળને આપનારાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનો મોક્ષને આપનારાં છે. આ ચાર અનુષ્ઠાનોમાં છેલ્લાં બે અનુષ્ઠાનો મોક્ષનાં સાધન હોવાથી અપાય વિનાનાં જાણવાં.” આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્તિઅનુષ્ઠાન