________________
આ
આશય એ છે કે ચક્રનું ભ્રમણ દણ્ડના સંયોગથી પણ થાય છે અને દણ્ડના સંયોગના અભાવમાં પણ થાય છે. ચક્રના ભ્રમણ માટે પ્રથમ દણ્ડનો પ્રયોગ કરવો પડે છે. એ પ્રયોગથી ચક્ર ફરતું થાય છે; અને ત્યાર બાદ દણ્ડ લઈ લીધા પછી પણ ચક્ર ફરતું રહે છે. આ રીતે ચક્રભ્રમણ દણ્ડસંયોગથી અને દણ્ડસંયોગના અભાવથી હોય છે. રીતે કુંભારના ચક્રનું ભ્રમણ; દણ્ડસંયોગથી ઉત્પન્ન થયેલું પ્રયત્નપૂર્વકનું છે અને બીજું દRsસંયોગના અભાવમાં જે ચક્રભ્રમણ છે; તે વેગસ્વરૂપ પૂર્વસંસ્કારનો ક્ષય થયો ન હોવાથી છે. આ પ્રમાણે જ વચનાનુષ્ઠાનમાં અને અસઙ્ગાનુષ્ઠાનમાં વિશેષતા સમજવાની છે. આગમના સંયોગના કારણે વચનાનુષ્ઠાન થાય છે અને આગમના સંસ્કારોનો પરિક્ષય ન થવાથી આગમના સંસ્કારમાત્રથી અસઙ્ગાનુષ્ઠાન થાય છે. કહેવાનો આશય એ છે કે આગમના વચનના અર્થનું સ્મરણ કરવા દ્વારા પૂ. સાધુભગવંતો ભિક્ષાટનાદિની જે પ્રવૃત્તિ કરે છે, તેને વચનાનુષ્ઠાન કહેવાય છે.
મુખ્યપણે વચનાનુષ્ઠાન છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો નિર્દોષવસતિનું આસેવન, વિહાર અને ભિક્ષાટનાદિની જે કોઈ પ્રવૃત્તિ કરે છે, તે આગમમાં વિહિત હોવાથી કરે છે. અને સાવઘયોગની પ્રવૃત્તિ આગમમાં નિષિદ્ધ હોવાથી સાવધયોગની નિવૃત્તિ કરે છે. પોતાને ફાવે છે, ગમે છે કે આનંદ આવે છે...વગેરેનો વિચાર કર્યા વિના માત્ર આગમનો જ વિચાર કરીને કરાતી એ પ્રવૃત્તિ-નિવૃત્તિસ્વરૂપ અનુષ્ઠાન
૨૮૫