________________
: શ્રીષોડશ∞ - ∞ પરિશીલન : • [ પૂ.આ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.]
અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા સૂરિપુરન્દર શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ રચેલા ૧૪૪૪ ગ્રન્થમાંના શ્રી ષોડશંક પ્રકરણને અનુલક્ષી અહીં થોડી વિચારણા કરવી છે. પૂજ્યપાદ આચાર્યભગવન્ત શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યનામસ્મરણથી તેઓશ્રી દ્વારા રચાયેલા ૧૪૪૪ ગ્રન્થો ખૂબ જ સહજપણે આંખ સામે આવે છે. એ પરમપવિત્ર ગ્રન્થોથી વસ્તુતઃ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો પાવન પરિચય થાય છે. તેઓશ્રીના વિશેષ પરીચય માટે બીજો કોઈ પ્રયત્ન કર્યા વિના, ઉપલબ્ધ તે તે ગ્રન્થોનું પરિશીલન કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. મુમુક્ષુ જનોને એ માટે અનુકૂળતા થાય એ એકમાત્ર આશયથી શ્રીષોડશક પ્રકરણને અનુલક્ષી વિચારણા કરવી છે. સોળ ગાથાઓ દ્વારા બનાવેલા એક એક પ્રકરણમાં વિવિધ વિષયનું નિરૂપણ છે. કુલ સોળ પ્રકરણો આ ગ્રન્થમાં હોવાથી ‘શ્રીષોડશક પ્રકરણ’રૂપે આ ગ્રન્થ પ્રસિદ્ધ છે. પૂ. આ. ભ. શ્રી. યશોભદ્ર સૂ. મહારાજા અને મહા-મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ પ્રકરણ ઉપર ટીકાની રચના કરીને પ્રકરણાર્થને ખૂબ જ સ્પષ્ટપણે વર્ણવ્યો છે. એ બંન્ને ટીકાના પદાર્થોને અનુસરી પ્રકરણાર્થનું અનુશીલન કરવાનું છે. આ સંસારસમુદ્રથી પાર ઊતરવા માટે આત્મહિતની
૧