________________
કરવાથી માંડીને પ્રતિમાજી તૈયાર થાય ત્યાં સુધીનાં બધાં જ કાર્ય પ્રતિમાજીસંબંધી ગણાય છે. એ.બધાં ક્રમબદ્ધ કાર્યોનું જેને જ્ઞાન છે એવા બુદ્ધિમાને શ્રી જિનબિંબને કરાવવું જોઈએ. અજ્ઞાની કે અણઘડ માણસે પ્રતિમાજી બનાવવાનું યોગ્ય નથી. અયોગ્ય જનોને કોઈ પણ કાર્યનો અધિકાર આપવામાં આવ્યો નથી. ખાસ કરીને પ્રતિમાજી બનાવવાદિ લોકોત્તરકાર્ય અંગે ચોક્કસપણે યોગ્યતાનો ખ્યાલ રાખવો આવશ્યક છે.
આવી રીતે શ્રી જિનબિંબને બનાવવાથી શ્રી જિનાલય અધિષ્ઠાનસહિત થવાથી વૃદ્ધિમ ્ થાય છે. કારણ કેપરમતારક પ્રતિમાજી બનાવવાના કારણે ઉત્પન્ન થયેલા પુણ્યથી શ્રી જિનાલયની વૃદ્ધિ થાય છે. અનેક ભવ્યાત્માઓને તરવાનું આલંબન બનવું-એ જ પરમતારક શ્રી જિનાલયની વૃદ્ધિ છે. ૫૭-૧૫
***
હવે શ્રી જિનબિંબ કરાવવા સંબંધી વિધિને જણાવાય
जिनबिम्बकारणविधिः काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्याऽर्पणमनघस्य शुभेन भांवेन ॥ ७२ ॥
શ્રી જિનબિંબ કરાવવાનો વિધિ કહેવાય છે. પ્રતિમાજી ભરાવવાના અવસરે પ્રતિમાજી બનાવનારા-શિલ્પી કે જે વ્યસનરહિત છે-તેને શુભ પરિણામ વડે તેની પૂજા કરવા પૂર્વક પોતાની સંપત્તિને અનુરૂપ મૂલ્ય-કિંમત અર્પણ કરવું.”
૨૦૬