________________
આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્યારે પ્રતિમાજી ભરાવવાનાં હોય ત્યારે શુભ મુહૂર્ત પ્રતિમાજી બનાવનાર શિલ્પીનો ભોજન, નાગરવેલના પાન, પુષ્પ અને ફળ વગેરે દ્રવ્યોથી સત્કાર કરીને પ્રતિમાજીસંબંધી મૂલ્ય આપવું જોઈએ. એ મૂલ્ય પણ પોતાની સંપત્તિ વિભવને અનુરૂપ હોવું જોઈએ. સ્થિતિસંપન્ન આત્માઓ નહિ-જેવા મૂલ્યવાળી પ્રતિમા કરાવે તે ઉચિત નથી. તેમ જ પ્રતિમાજીના મૂલ્ય અંગે કસ કાઢે એ ઉચિત નથી. પ્રતિમાજી ઘડનાર જે મૂલ્ય કહે તેટલું જ નહિ, પરંતુ પોતાની સમ્પત્તિને અનુરૂપ મૂલ્ય આપવું જોઈએ.
પ્રતિમાજી બનાવનાર શિલ્પી વિશિષ્ટજ્ઞાની હોવો જોઈએ અને વ્યસનરહિત હોવો જોઈએ. આવા શિલ્પી દ્વારા ભવથી નિસ્તરવા સ્વરૂપ શુભ અધ્યવસાયથી ખૂબ જ ઉદારતાપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ. જ્ઞાન વગરના અને વ્યસની માણસ દ્વારા પ્રતિમાજી બનાવવાનું ઉચિત નથી. વર્તમાનમાં જે રીતે પ્રતિમાજી ભરાવાય છે અને દેવદ્રવ્યની રકમમાંથી પ્રતિમાજી ભરાવાય છે-એ અંગે ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાનો પણ શાસ્ત્રીય રીતે જ કરવાનાં છે, આપણી ઈચ્છા મુજબ કરવાનાં નથી..//૭-રો .
વિભવોચિત મૂલ્યનું અર્પણ અનઘ-નિર્વ્યસન [વ્યસનરહિત]ને આપવું જોઈએ એ પ્રમાણે પૂર્વગાથામાં જણાવ્યું છે. હવે તેના વ્યતિરેક-અભાવસ્વરૂપે તે પ્રમાણે