SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવાય છે - नार्पणमितरस्य तथा युक्त्या वक्तव्यमेव मूल्यमिति । काले च दानमुचितं शुभभावेनैव विधिपूर्वम् ॥७-३॥ વ્યસનરહિત આત્માથી ઈતર જે; પરસ્ત્રી, જુગાર અને મદિરા વગેરેના વ્યસની છે તેમને પ્રતિમાજી સંબંધી મૂલ્યનું અર્પણ કરવું નહિ. લોકવ્યવહાર મુજબ પ્રતિમાજીનું મૂલ્ય ચોક્કસપણે કહેવું. પિરંતુ ઓછુંવધતું કહેવું નહિ.] અને યોગ્ય અવસરે વિધિપૂર્વક શુભભાવથી જ મૂલ્યનું પ્રદાન કરવાનું ઉચિત છે. આશય એ છે કે જે, પરસ્ત્રી, જાગાર અને મદિરા વગેરેના વ્યસની છે; તેના દ્વારા પ્રતિમાજી ભરાવવાનાં નથી. તેથી તેને તે અંગેના મૂલ્યનું પ્રદાન કરવાનું રહેતું નથી. લોકમાં સુપ્રસિદ્ધ વ્યવહારને અનુસરી પ્રતિમાજીનું મૂલ્ય ચોક્કસ કરી લેવું જોઈએ, જેથી પાછળથી તે અંગે કોઈ વિવાદ ઊભો થાય નહિ. મૂલ્ય ચોક્કસ કરતી વખતે પણ ઓછુંવધતું કહેવું નહિ. અન્યથા લોકળ્યાય-નીતિનો ભંગ થશે. આવી રીતે મૂલ્ય ચોક્કસ થયા પછી જે સમયે રકમ આપવાની હોય તે સમયે તે રકમ આપી દેવી જોઈએ. તે અંગે “આવતી કાલે આપીશ, પછી આપીશ.. વગેરે જાતના વાયદા કરવા નહીં. આ પ્રમાણે મૂલ્ય આપતી વખતે ભાવ શુભ હોવો જોઈએ, અશુભ નહિ હોવો જોઈએ. અહીં, ધનની મૂછ ઉતારવાનો પરિણામ અને શિલ્પી પ્રત્યે સદ્ભાવ વગેરે શુભભાવ સમજવો. શુભભાવપૂર્વક અપાતું મૂલ્ય પણ વિધિપૂર્વક આપવું. આદર, સત્કાર અને સન્માન પૂર્વક આવતી કાલ પ્રમાણે મૂલ્ય જોઈએ. અહી
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy