________________
આપવું નિષ્કામભાવે આપવું અને આપ્યા પછી બોલબોલ ન કરવું....વગેરે દાન પ્રદાન અંગેનો સામાન્ય વિધિ છે. એનાથી વિપરીત આચરણને અવિધિ કહેવાય છે. મૂલ્યનું પ્રદાન અવિધિપૂર્વક કરવાનું નથી. લોકોત્તર અનુષ્ઠાનમાં વિધિપૂર્વકતા હોવી જ જોઈએ-એ સમજી શકાય છે. ll૭-૩
પરસ્ત્રી, જાગાર અને મદિરા વગેરેના વ્યસનીને પ્રતિમાજી બનાવવા માટે મૂલ્ય અર્પણ કરવાનો નિષેધ કેમ કરાય છે-તે જણાવાય છે -
चित्तविनाशो नैवं प्रायः सञ्जायते द्वयोरपि हि । अस्मिन् व्यतिकर एष प्रतिषिद्धो धर्मतत्त्वज्ञैः ॥७-४॥
પૂર્વે જણાવ્યા મુજબ વ્યસનસહિત આત્માને સિવ્યસન શિલ્પીને મૂલ્ય અર્પણ કરવાનો નિષેધ કર્યો હોવાથી પ્રતિમાજી કરાવનાર અને કરનાર-બંનેના ચિત્તમાં કલુષતા પ્રાયઃ થતી નથી. આ લોકોત્તર શુભ અનુષ્ઠાન કરતી વખતે; ધર્મતત્ત્વના જાણકારોએ ચિત્તના વિનાશ સ્વરૂપ કલુષતાનો નિષેધ કર્યો છે-આ પ્રમાણે ચોથી ગાથાનો શબ્દશઃ અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે વ્યસની માણસને પ્રતિમાજી ભરાવવાનું કાર્ય સોંપીએ તો તે અંગેની રકમ તેને આપવી પડે. આથી એ રકમ હાથમાં આવે એટલે તે વ્યસનમાં તત્પર બને અને કામ ખોરંભે ચઢે. આવા વખતે આપણને એમ થાય કે આવા માણસને કયાં કામ સોંપ્યું? તેમ જ કારીગરને ઠપકો આપવો પડે. જેથી પ્રતિમાજી કરનાર અને કરાવનાર બંન્નેના ચિત્ત