SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે ઉપાલંભ અને અનુશય [પશ્ચાત્તાપના કારણે મોટાભાગે કલુષિત થાય છે. કલુષિત ચિત્તને જ અહીં વિનષ્ટ ચિત્ત તરીકે વર્ણવ્યું છે. ચિત્તની કલુષિત અવસ્થાને જ અહીં ચિત્તનો વિનાશ કહ્યો છે. પ્રતિમાજી કરાવવાના આ શુભકાર્યનો આરંભ કરતી વખતે, એ ચિત્તના વિનાશનો નિષેધ કરાયો છે. ધર્મસ્વરૂપના જાણકારોએ શુભ કાર્યના આરંભે ચિત્તના વિનાશને અનિષ્ટ-વિપરીત ફળને આપનારા તરીકે ઉપદેશ્યો : છે. માટે વ્યસની માણસ દ્વારા પ્રતિમાજી કરાવવાનું યોગ્ય નથી-એ સ્પષ્ટ છે. અયોગ્ય પાસે આવા લોકોત્તર કાર્ય કરાવવાથી ઉભયના ચિત્તનો નાશ થાય-એવો પૂરતો સંભવ છે. ધર્માર્થી આત્માએ ચિત્તનો નાશ ન થાય-એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. li૭-૪ પૂર્વ ગાથામાં શુભ કાર્ય પ્રસંગે ચિત્તનો નાશ ન થાય, જેથી ઉભયનો સંબંધ બની રહે એ જણાવ્યું. હવે ચિત્તના અવિનષ્ટ [બની રહેલા સંબંધનું મહત્ત્વ જણાવાય છે - एष द्वयोरपि महान् विशिष्टकार्यप्रसाधकत्वेन । सम्बन्धमिह क्षुण्णं न मिथः सन्तः प्रशंसन्ति ॥७-५॥ “પરસ્પર નાશ નહિ પામેલો ચિત્તસંબંધ, પ્રતિમાજી કરાવનાર અને કરનાર એ બંને માટે વિશિષ્ટ કાર્યની સિદ્ધિનો સાધક હોવાથી મહાન છે. પરસ્પરના આ સંબંધમાં જે વૈકલ્ય છે, તેની સારા માણસો પ્રશંસા કરતા નથી.” પાંચમી ગાથાના સામાન્ય અર્થનું તાત્પર્ય એ છે કે પૂર્વે
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy