________________
છે તે આત્માનો પરિણામ છે; તેથી તે પરિણામ-વિશિષ્ટ આત્મા પરિણામી છે. | પરિણામ એટલે અર્થાન્તરને પામવું, સર્વથા એક સ્વરૂપે ન રહેવું અને સર્વથા નષ્ટ ન થવું. માટીનો પરિણામ ઘટ છે. માટીસ્વરૂપથી ભિન્ન ઘટસ્વરૂપે માટી થાય છે. માટી માટીરૂપે સર્વથા રહેતી નથી અને માટી પિંડરૂપે નષ્ટ થવા છતાં માટીરૂપે નાશ પામતી નથી. આવી જ રીતે આત્માના દેવગતિ વગેરે સ્વરૂપ પરિણામ છે. એ પરિણામવિશિષ્ટ આત્માને માનીએ નહિ અને શરીરને જ આત્મા માની લઈએ તો પરલોકમાં આત્માનું ગમન સદ્ગત નહિ થાય. મરણ પછી શરીરનો વિનાશ થવાથી શરીરસ્વરૂપ આત્મદ્રવ્યનો પણ નાશ માનવો પડશે. અને તેથી પરલોકમાં જનાર આત્માનું અસ્તિત્વ માની શકાશે નહિ. તેમ જ ઉપર જણાવ્યા મુજબ શરીરથી અતિરિક્ત એવા આત્માને પરિણામી માનીએ નહિ તોપણ પરલોકગમનાદિ અવસ્થાઓ સગત થશે નહિ.
પરિણામી એવો આત્મા અનાદિકાળથી વિદ્યમાન એવા કર્મથી બદ્ધ છે. વાસના-સંસ્કારાદિ રૂપ કાલ્પનિક અિતાત્વિક] કર્મથી બદ્ધ નથી. આત્મા અને કાર્મણવર્ગણાને દૂધ અને પાણીની જેમ, તેમ જ લોઢું અને અગ્નિની જેમ એકમાં બીજાના અનુગમનસ્વરૂપ પરિણામ પામવારૂપે સંબંધ છે. આ વાત બંધાધિકારમાં જણાવેલી છે. ત્યાં જણાવ્યું છે કે “તે તે કર્મો પુગલસ્વરૂપ છે, આત્મામાં રહેલાં છે અને અચેતન છે.” તે તે કર્મના બંધની અપેક્ષાએ કર્મ સાદિ છે. કારણ કે કોઈ પણ કર્મ અનાદિકાળથી આત્મસંબદ્ધ ન હતું અને