________________
રીતે શ્રવણ કરાવશે નહિ. ભક્તિ વિનાની શુશ્રુષા ખરી રીતે બનાવટી છે. “સંભળાવવું હોય તો સંભળાવે નહિ તો કાંઈ નહિ'-આવી જાતની ઉપેક્ષાનો ભાવ એમાં રહેલો છે. વાસ્તવિક શુશ્રુષા હોય તો તેના કાર્ય સ્વરૂપે શ્રવણની પ્રાપ્તિ માટે જ્ઞાનના અર્થીને પૂરતો પ્રયત્ન કરવો પડે છે. તેથી સહજ રીતે તેઓ પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે ભક્તિવાળા હોય છે. એ ભક્તિ પરમશુશ્રુષાને જ જણાવનારી છે. મુમુક્ષુ આત્માઓ પરમશુશ્રુષાના કારણે; એનું સતત ધ્યાન રાખે છે કે કોઈ પણ રીતે શુશ્રષાના કાર્ય-શ્રવણ-ની સિદ્ધિ થવી જ જોઈએ. એ માટે જે જે કરવું પડે તે બધું જ આત્મસાત્ કરવા માટે તેઓ અપ્રમત્ત રહે છે.
- આ પ્રમાણે પરમશુશ્રુષાના કારણે પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે બહુમાનને ધારણ કરનારા મુમુક્ષુઓ જ્યારે ધર્મશ્રવણ માટે તેઓશ્રીની પાસે જાય છે, ત્યારે ઘર્મશ્રવણના વિધિમાં તેઓ પ્રયત્ન કરતા હોય છે. સામાન્ય રીતે જે સ્થાનમાં ઘર્મશ્રવણ કરવાનું હોય તેની ચારે બાજુ સો હાથ જેટલી જગ્યામાં લોહી, માંસ, હાડકાં વગેરેની અશુદ્ધિ ન હોય તે જોવું જોઈએ. આ રીતે ક્ષેત્રશુદ્ધિ કર્યા પછી; વાચનાની જગ્યાએ કાજો લેવો જોઈએ. યોગ્ય સ્થાને પાટ વગેરે મૂકવી, સ્થાપનાજી માટે અને પૂ. ગુરુદેવશ્રી માટે નિષદ્યા [બાજોઠ, રૂમાલ અને આસન વગેરે તૈયાર કરવી; પુસ્તક વગેરે ગોઠવવાં અને માંડલીમાં ક્રમાનુસાર બેસવું...વગેરે ધર્મશ્રવણસંબંધી વિધિ છે. તે વિધિમાં પ્રયત્ન ન કરે તો પૂ. ગુરુભગવંત ઘર્મશ્રવણ નહિ કરાવે, તેથી પરમશુશ્રષાવાળા