________________
મિથ્યાત્વનું કાર્ય છે. આવા પાપ પ્રત્યે સમકિત-સ્વરૂપ અમૃતના રસના અનુભવને કરનાર પુણ્યાત્માને બહુમાન હોતું નથી..એ પંદરમી ગાથાનો પરમાર્થ છે. ૩-૧પ
ઉપર જણાવેલી ગાથામાં “સમ્યક્તામૃતરસના જ્ઞાતાને પાપ પ્રત્યે બહુમાન હોતું નથી-એ જણાવ્યું; પરન્તુ સમ્યકત્વવત્ત જીવો પણ વિરતિમાન નહિ હોવાથી પાપ કરતા દેખાય તો છે. એટલે કે સમકિતદૃષ્ટિ આત્માઓ વિરતિના અભાવમાં પાપની પ્રવૃત્તિ કરતા દેખાય છે તો તેમને પાપ પ્રત્યે બહુમાન નથી-એ કઈ રીતે માનવું? આ પ્રમાણેની શંકાનું સમાધાન કરતાં જણાવાય છે કે -
यद्यपि कर्मनियोगात् करोति तत्तदपि भावशून्यमलम् । अत एव धर्मयोगात् क्षिप्रं तत्सिद्धिमाप्नोति ॥३-१६॥
“જોકે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ કર્મનિયોગે પાપ કરે છે તોપણ તે અત્યન્ત ક્લિષ્ટ અધ્યવસાયથી શૂન્ય હોય છે; આથી જ પાપ પ્રત્યે બહુમાન ન હોવાથી; ધર્મ પ્રત્યે તીવ્ર ઉત્સાહ હોય છે, તેથી જલદી ધર્મની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.” સોળમી ગાથાનો એ અર્થ છે. આશય એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિરતિના અભાવે જે પાપક્રિયાઓ કરવી પડે છે, તે ચારિત્રમોહનીય કર્મ નિકાચિત હોવાથી કરવી પડે છે. તે પાપ પણ અત્યન્ત ક્લિષ્ટ અધ્યવસાય વિના કરે છે. તેથી તે પાપની પ્રવૃત્તિ તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી, પોતાની ઈચ્છા વિના જ થાય છે. જેમાં બહુમાનનો અવકાશ જ