________________
સ્તોત્રો કહેવાય છે. આ રીતે પોતાના પાપને પ્રગટ કરીને પણ પરમાત્માની પૂજા થાય છે. કારણ કે એ વખતે સહજ રીતે “હું કેવો પાપાત્મા છું અને પરમાત્મા કેટલા મહાન-નિષ્પાપ છે'...આવો ભાવ સ્થાયી હોય છે. સ્તોત્રપૂજા કરતી વખતે પ્રણિધાનપુરસ્સર” સ્તોત્રો હોવાં જોઈએ. મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક તન્મય બનીને જે સ્તોત્ર બોલાય છે, તે સ્તોત્રને પ્રણિધાનપુરસ્સર સ્તોત્ર કહેવાય છે. ઉપયોગની અહીં મુખ્યતા છે. ઉપયોગ વિનાની અને ઉપયોગવાળી-બને ક્રિયાનું અંતર આપણે સમજી શકીએ છીએ. સ્તોત્રપૂજા ભાવપૂજાસ્વરૂપ છે. એ ઉપયોગની મુખ્યતા વિના શક્ય નથી. તેથી પ્રણિધાનપુરસ્સર સ્તોત્રને ઉપયોગપ્રધાન કહેવાય છે. આ પ્રમાણે ઉપયોગપૂર્વક બોલાતાં સ્તોત્રો વિચિત્રાર્થવાળાં અર્થાત્ અનેક અર્થવાળાં હોવાં જોઈએ. આવી જાતના સ્તોત્રના; ન નિક્ષેપાદિને આશ્રયીને થતા અનેક અર્થનું અનુસંધાન કરવાથી તન્મયતા સાધવાનું ખૂબ જ સરળ બને છે. '
સ્તોત્રપૂજા માટે સ્તોત્ર બોલતી વખતે અસ્મલિતાદિ ગુણપૂર્વક બોલાય-એનો ખ્યાલ રાખવો જોઈએ. જે સૂત્ર બોલતી વખતે યાદ કરી કરી, અટકી-અટકીને બોલાતું હોય તે સૂત્રને અલિત કહેવાય છે. જે સૂત્ર બોલતી વખતે પદ વગેરે ક્યાં પૂરાં થયાં-એ જણાય નહિ તે રીતે પદાદિ જેમાં ભેગાં બોલાય છે તે સૂત્રને મિલિત કહેવાય છે અને જે સૂત્ર બોલતી વખતે બીજાં સૂત્રોનાં પદો ભેગાં કરવાથી, બોલાતા સૂત્રના સ્વરૂપમાં વિકૃતિ રૂપાંતરી આવે છે તે સૂત્રને