________________
વ્યત્યાગ્રેડિત કહેવાય છે. એવા પ્રકારના અલિત, મિલિત કે વ્યત્યાગ્રંડિત સૂત્રો સ્તોત્રપૂજામાં ન હોવાં જોઈએ. પરંતુ અસ્તુલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ અને અહીનાક્ષરાદિ સૂત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ. આવાં સ્તોત્રો પણ મહાબુદ્ધિશાળી એવા મહાપુરુષો દ્વારા રચાયેલાં હોવાં જોઈએ. આવાં સ્તોત્રોથી સ્તુિતિવિશેષથી] આ સ્તોત્રપૂજા કરવાની છે.
દ્રવ્યપૂજા જેમ ઉત્તમોત્તમ દ્રવ્યથી કરવાની છે, તેમ ભાવપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રોથી કરવાની છે. સ્તોત્રની ઉત્તમોત્તમતા અહીં અગિયાર વિશેષણો. દ્વારા વર્ણવી છે. એનો વિચાર કરવાથી સમજી શકાશે કે સ્તોત્રપૂજા માટે સ્તોત્ર કેવું હોવું જોઈએ. આજે રચાતાં સ્તોત્રમાં લગભગ એવી વિશેષતા જોવા મળતી નથી. ઉપર જણાવ્યા મુજબના સ્તોત્રની રચના બધા જ કરી શકે એવું તો ન જ બને એ સમજી શકાય. પરંતુ પૂર્વાચાર્ય ભગવંતાદિ સમર્થ મહાબુદ્ધિશાળીઓએ રચેલાં સ્તોત્રથી સ્તોત્ર-પૂજા બધા જ કરી શકે. મહાપુરુષો દ્વારા રચાયેલાં પરમ પવિત્ર સ્તોત્રોથી પૂજા કરવાનું આપણને સાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ કોઈ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહીં. આવી સ્થિતિમાં ભાવાવવાહી સ્તોત્રોની રચના કરીને મહાપુરુષોએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવેલાં ઉત્તમોત્તમ સ્તોત્રથી જ સ્તોત્રપૂજા કરવી જોઈએ