________________
કરતાં જણાવ્યું છે કે
સ્તોત્ર ગંભીર હોવાં જોઈએ. સૂકમબુદ્ધિ-પ્રજ્ઞાથી ગ્રાહ્ય એવા ભાવોને જણાવનારાં જે સ્તોત્રો છે અને અંતરના શુભ ભાવોથી જે પ્રવર્તેલાં [ઉદ્ભવેલાં છે એવાં સ્તોત્રોને “ગંભીર કહેવાય છે. જે સ્તોત્રોથી પૂજા કરવાની છે તે સ્તોત્રો, વિવિધ વર્ષોથી એટલે કે છંદો અને અલકારો[સાહિત્યપ્રસિદ્ધ વર્ણાદિ અને અર્થાદિની રચનાવિશેષને લઈને વિવિધ અક્ષરોથી સારી રીતે રચેલાં હોવાં જોઈએ. સ્તોત્રપૂજા કરતી વખતે એવાં સ્તોત્રથી પૂજા કરવાની છે કે જે સ્તોત્રો બોલતાં વિશુદ્ધ આશયની પ્રાપ્તિ થતી હોય. એવાં સ્તોત્રોને આશયવિશુદ્ધિનાં જનક કહેવાય છે. સંવેગપરાયણ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઈએ. સંવેગ એટલે સંસારનો ભય અથવા મોક્ષની અભિલાષા અને પરાયણ તેને કહેવાય છે કે જે હોતે છતે ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. જે સ્તોત્રથી ઉપર જણાવ્યા મુજબ સંવેગમાં જવાય છે [સંવેગ પ્રાપ્ત થાય છે તે સ્તોત્રો સંવેગપરાયણ છે. તેમ જ એ સ્તોત્રો પુણ્યબંધનાં કારણ હોવાથી તેને પુણ્યસ્વરૂપ કહેવાય છે. આવાં પુણ્યસ્વરૂપપવિત્ર-સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાની છે. દા. - સાતમી ગાથાથી સ્તોત્રનું વર્ણન કરતી વખતે ફરમાવ્યું છે કે સ્તોત્ર પાપનિવેદનગર્ભિત હોવાં જોઈએ. રાગ, દ્વેષ અને મોહને લઈને પોતે કરેલાં જે પાપ પ્રિાણાતિપાતાદિ અઢાર છે, તેનું તે રીતે [પોતે કરેલા રૂપે વર્ણન નિવેદન જેમાં કરાયું છે; અર્થાત્ તે તે પાપોને તે તે રીતે જણાવવાનો આંતરિકભાવ [ગભ] જેમાં છે તે સ્તોત્રોને પાપનિવેદનગર્ભ