________________
મનવચનકાયાની એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી જે પૂજા થાય છે; તે અતિચારથી રહિત પૂજા શ્રેષ્ઠ છે. મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વકની પ્રવૃત્તિથી યોગશુદ્ધિમાં કોઈ અતિચાર થતા નથી, તેથી અતિચારથી રહિત એ પૂજા શ્રેષ્ઠ બને છે. આ પ્રમાણે કેટલાક આગમના જ્ઞાતાઓનું કહેવું છે.I૯-૯ો.
ક ઉપર જણાવ્યા મુજબની કાયાદિ યોગના સારવાળી પૂજા જે કારણે ત્રણ પ્રકારની મનાય છે તે જણાવાય છે–
विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चान्या । निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः ॥९-१०॥
પહેલી “કાયયોગસારાપૂજા વિનોને ઉપશમાવતી હોવાથી વિનોપશમની' કહેવાય છે. બીજી “વાગ્યોગસારા પૂજા અભ્યદય[આ લોકાદિમાં સુખને પ્રસાધતી હોવાથી “અભ્યદયપ્રસાધની કહેવાય છે, અને ત્રીજી “મનોયોગસારા” પૂજા વાસ્તવિક ફળને આપનારી હોવાથી તેને નિર્વાણ[મોક્ષ)સાધની કહેવાય છે. તે તે અર્થને અનુરૂપ નામવાળી તે તે પૂજા છેઆ પ્રમાણે દેશમી ગાથાનો અર્થ છે. ' કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે કાયાદિ યોગની સારતાને લઈને તે તે યોગની મુખ્યતાએ પૂજાની ત્રિવિધતા આ પૂર્વે જણાવી હતી. આ ગાથાથી તેના નામને અનુરૂપ અર્થને લઈને પૂજાની ત્રિવિધતા વર્ણવાય છે. વિદનોપશમન, અભ્યદયપ્રસાધન અને નિર્વાણસાધન સ્વરૂપ