________________
ઐદમ્પર્યની શુદ્ધિ જણાવાય છે. પરલોકસમ્બન્ધી ફળને પ્રાપ્ત કરવા માટેના ઉપાયોના ઉપદેશ માટે સ્વતન્ત્ર [મુખ્ય] પ્રમાણ આગમસ્વરૂપ વચન છે. એ પરમતારક વચન; અતીન્દ્રિય પદાર્થને જોનારા એવા સર્વજ્ઞ ભગવન્તે જણાવેલા અર્થને જણાવનારું છે. કારણ કે અસર્વજ્ઞમાં એવી શક્તિ નથી કે; નહિ જોયેલા પણ અર્થને જણાવે. ઈન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ થતું નથી એવા અતીન્દ્રિય પદાર્થોને જણાવવાનું સામર્થ્ય માત્ર સર્વજ્ઞ ભગવન્તોમાં છે; અસર્વજ્ઞોમાં એવી શક્તિ હોતી નથી. મહાવિદેહાદિ સર્વ ક્ષેત્રની અપેક્ષાએ સર્વજ્ઞ ભગવન્તનું વચન અનાદિકાળથી છે. અતીન્દ્રિય પદાર્થોના નિર્ણય માટે એ પરમતારક વચનને છોડીને બીજું કોઈ જ પ્રમાણ નથી. આથી સમજી શકાશે કે સ્કૂલ દૃષ્ટિએ કોઈ વાર વિરુદ્ધ અર્થ જણાતો હોય તોપણ, અત્તે સર્વજ્ઞભગવન્તની આજ્ઞા [પરમતારક વચન] જ પ્રમાણ છે. આપણને સમજાય કે ન પણ સમજાય પરન્તુ સર્વજ્ઞભગવંતની આજ્ઞાનું પ્રામાણ્ય સર્વથા માનવું જ જોઈએ-આ પ્રમાણે દશમી ગાથામાં જણાવાયેલી ઐદમ્પંર્યની શુદ્ધિનું સ્વરૂપ છે.
પંડિતજનો; ઉપર જણાવ્યા મુજબ આજ્ઞાનું પ્રાધાન્ય સમજતા હોવાથી એનો વિચાર કરીને સદ્ધર્મની પરીક્ષા કરે છે. આજ્ઞાથી શૂન્ય એવાં અનુષ્ઠાનાદિ સદ્ધર્મના નિર્ણય માટે કોઈ પણ રીતે ઉપયોગી બનતાં નથી. આજ્ઞાશૂન્ય-નિરપેક્ષ અનુષ્ઠાનાદિને આશ્રયી સદ્ધર્મનો નિર્ણય કરવામાં આવે તો કોઈ પણ રીતે સદ્ધર્મનો નિર્ણય થઈ શકશે નહિ. બારમી ગાથાનો એ ભાવાર્થ સમજાશે તો ગાથાનો શબ્દાર્થ ખૂબ જ
૨૯