________________
સ્પષ્ટપણે સમજાશે. ll૧-૧ર
* * * આ રીતે બાલ મધ્યમ અને પંડિત-આ ત્રણ સદ્ધર્મની પરીક્ષા કરનારાઓના સ્વરૂપને વિસ્તારથી જણાવીને બાલાદિને આપવાની દેશનાવિધિને જણાવાય છે.
बालादिभावमेवं सम्यग् विज्ञाय देहिनां गुरुणा । सद्धर्मदेशनाऽपि हि कर्त्तव्या तदनुसारेण ॥१-१३॥
આ પ્રમાણે પૂિર્વે જણાવ્યા મુજબ] બાલ, મધ્યમ અને પંડિત જીવોના પરિણામ કે સ્વરૂપને સારી રીતે જાણીને બાલાદિ જીવોના પરિણામને અનુરૂપ સદ્ધર્મની દેશના પણ ગુરુભગવત્તે કરવી જોઈએ-આ પ્રમાણે તેરમી ગાથાનો શબ્દાર્થ છે. આશય સ્પષ્ટ છે કે તે તે જીવોના બાલાદિભાવોને ચોક્કસપણે જાણીને ગુરુભગવત્તે તે તે જીવોને જે રીતે ઉપકાર થાય તે રીતે સદ્ધર્મની દેશના આપવી જોઈએ. પૂ.ગુરુ ભગવંતનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યું છે કે ધર્મના જ્ઞાતા, ધર્મને આરાધનારા, સદાને માટે ધર્મના વિષયમાં પ્રવૃત્તિ કરાવનારા તેમ જ યોગ્ય જીવોને સધર્મની દેશનાને આપનારા પૂ. સાધુભગવંતોને “ગુરુ' કહેવાય છે. આથી સમજાશે કે કેવા સાધુભગવંતો સધર્મના દેશક બની શકે. સ્વયં ધર્મના જ્ઞાતા કે આચરનારા ન હોય તેમ જ સારણા યાદ કરાવવું વગેરે દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાનું જેમનામાં સામર્થ્ય ન હોય-એવા લોકોએ ઘર્મની દેશના આપવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે સારી પ્રવૃત્તિ પણ