________________
જે તત્ત્વનું નિરૂપણ કર્યું છે-એ “આગમતત્ત્વ જ પંડિત પુરુષો વિચારે છે અને એના આધારે સદ્ધર્મની પરીક્ષા કરે છે.. આપણા પરમપુણ્યોદયે પંડિત જનોથી વિચારાયેલું પરિશુદ્ધ આગમતત્ત્વ આપણને ખૂબ જ સરળતાથી અનાયાસે પ્રાપ્ત થયું છે. જે સદ્ધર્મની પ્રાપ્તિ માટે એક અદ્ભુત ઉપાય છે. પ્રાપ્ત થયેલા એ પરમતારક ઉપાયનું અચિજ્ય સામર્થ્ય સમજી-વિચારી એની ઉપેક્ષા કરવાથી દૂર રહેવું જોઈએ. ૧-૧૧
દશમી ગાથામાં આગમતત્ત્વનું સ્વરૂપ વર્ણવતી વખતે ઔદંપર્યથી શુદ્ધ એવું આગમતત્ત્વ હોય છે-આ પ્રમાણે જણાવ્યું હતું. ત્યાં ઔદંપર્યની શુદ્ધિનું જ સ્વરૂપ અપેક્ષિત છે તેનું નિરૂપણ બારમી ગાથાથી કરાય છે. •
परलोकविधौ मानं वचनं तदतीन्द्रियार्थदृगव्यक्तम् । सर्वमिदमनादि स्यादैदंपर्यस्य शुद्धिरिति ॥१-१२॥
આશય એ છે કે “આત્મા પરિણામી છે કર્મથી બદ્ધ છે અને કર્મના સર્વથા પરિક્ષયથી તે મુક્ત બને છે - આ બધું દૃષ્ટ પ્રિત્યક્ષ-અનુમાન અને ઈષ્ટ [આગમ] પ્રમાણથી અબાધિત છે. આવું આગમતત્ત્વ દૃષ્ટ અને ઈષ્ટ પ્રમાણમાં અવિરોધી એવાં વાક્યોથી દર્શાવેલું છે.”-આ પ્રમાણે પૂર્વે જણાવ્યું છે. આગમતત્ત્વનાં સૂત્રોમાં પૂરતા પ્રમાણમાં ઉત્સર્ગ અને અપવાદભૂત સૂત્રો ઉપલબ્ધ હોવાથી આગમતત્ત્વની ઉત્સર્ગોપવાદયુક્તતા પણ સ્પષ્ટ છે. હવે બારમે ગાથાથી