________________
વાસ્તવિક હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના પરમતારક આગમાનુસાર અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય વિશુદ્ધ હોય છે. આ બધા ક્ષમા; મૃદુતા અને આર્જવ [સરળતા] વગેરે ધર્મો, દીક્ષા ગ્રહણ કર્યા પછી એક વર્ષના પર્યાયના અંતે નિયમે કરી ‘શુક્લ’ હોય છે. કારણ કે તે વખતે રાગ, દ્વેષ અને મોહઃ આ ક્રિયાના મળનો ત્યાગ થાય છે; મલરહિત તે તે ક્ષમાદિ દશ ધર્મો અતિચારરહિત થતા હોવાથી તેને ‘શુક્લ' કહેવાય છે. ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ સામાન્યથી પ્રસિદ્ધ છે. ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, શૌચ, બ્રહ્મચર્ય, સત્ય અને આકિચ્ચત્ય-આ દશ પ્રકારનો યતિધર્મ છે. માનનો અભાવ માર્દવ છે. ઈચ્છાનો અભાવ મુક્તિ છે. ચિત્તની નિર્મળતા શૌચ છે. ક્ષમા વગેરે સુપ્રસિદ્ધ છે. ૧૨-૧૨/૧૩ |
***
આ દીક્ષાસંપન્ન આત્માઓના પૂર્વ અને ઉત્તરકાળ સંબંધી ગુણોના સંબંધને જણાવાય છે
ध्यानाध्ययनाभिरतिः प्रथमं पश्चात्तु भवति तन्मयता । सूक्ष्मार्थालोचनया संवेगः स्पर्शयोगश्च ॥१२- १४॥
દીક્ષામાં શરૂઆતના કાળમાં ધ્યાન અને અધ્યયનમાં અભિરતિ હોય છે. ત્યાર બાદ ધ્યાનના વિષયમાં તન્મયતા હોય છે. અને તેથી સૂક્ષ્માર્થની વિચારણાના કારણે મોક્ષનો અભિલાષ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સ્પર્શ-તત્ત્વજ્ઞાનનો યોગ-સંબંધ થાય છે.’-આ પ્રમાણે ચૌદમી ગાથાનો સામાન્ય અર્થ છે.
ઉપર