________________
આશય એ છે કે દીક્ષા લીધા પછી શરૂઆતમાં તે તે પુણ્યાત્માઓને ધ્યાન અને અધ્યયનમાં અભિરતિ હોય છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ભેદથી ધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં છેલ્લાં બે ધ્યાન શુભ ધ્યાન છે. સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવાય છે. ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં અન્યત્ર ફરમાવ્યું છે કે “એક જ વિષયને ગ્રહણ કરનાર સમાન આકારવાળા જ્ઞાનના, જ્ઞાનાન્તરથી રહિત પ્રવાહને ધ્યાન કહેવાય છે.” પરમાત્માના ધ્યાનને આશ્રયીને ધ્યાનનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ વિચારવું જોઈએ. પરમાત્માના જ વિષયમાં તેઓશ્રીના એકાદ ગુણ-વીતરાગતાનું જ જે જ્ઞાન છે, એ અન્ય જ્ઞાનાદિથી વિનિર્મુક્ત હોવું જોઈએ; એમાં પરમાત્માના અન્ય જ્ઞાનાદિ ગુણો ભાસિત ન હોવા જોઈએ. આવા એક જ પ્રકારના જ્ઞાનના પ્રવાહને ધ્યાન કહેવાય છે. એક જ નદીના નિર્મળ જળપ્રવાહ જેવું ધ્યાન છે. એમાં એક જ નદીનું પાણી જ છે. રેતી કે મળનો તેમ જ અન્ય કોઈ પણ વસ્તુનો અંશ નથી. આવા પ્રકારના ધ્યાનમાં અને સૂત્ર તથા અર્થના પઠન વગેરેમાં પૂ. સાધુ-સાધ્વીઓની દીક્ષાના શરૂઆતના કાળમાં અભિરતિ અર્થાત્ અનવરત સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ હોય છે. એ પ્રવૃત્તિ જ અભિરતિ[પરિપૂર્ણ-સર્વાશે રતિ-આનંદ]ને જણાવે
- અહીં એ યાદ રાખવું જોઈએ કે ધ્યાન અધ્યયનપૂર્વકનું હોય છે. તેથી અધ્યયન અને ધ્યાનની અભિરતિને જણાવવી જોઈએ. પરંતુ ધ્યાન અને અધ્યયન : આ બે પદના દ્વન્દ્ર સમાસમાં અધ્યયનની અપેક્ષાએ ધ્યાન પૂજ્યતર છે અને ધ્યાન પદમાં સ્વર ઓછા છે. તેથી ધ્યાનધ્યયન-આ પ્રમાણે